खोळा मां खांभी

image

>¤¤<

~ વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.

~ "બાપુ!" લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઉભી રહી. "બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે, હો!"

~ દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તરવાર અને બીજે ખભે પાણીની ભંભલી: એમ જુવાન અભલો હંમેશા સાંતી હાંકે છે.

~ એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતા અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતા જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે.

~ ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરોબર વળોટી ગયા તેજ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઉભા ઉભા કાઠીના ઘોડા ખોંખારી રહ્યા છે.

~ "બાપુ !" અભે બૂમ પાડી : "બાપુ, થોડીક વાર વેણ્યમાં ઉભા રહો અને મારૂ ધીંગાણું જોઈ લ્યો."

~ "અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછલા ડગલાં શી રીતે દઉ? મારું મોત બગડે, દીકરા !"

~ "બહુ સારૂં, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે."

~ એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજીને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.

~ મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધુ : "બાપુ, આ પાણી; માનું વેણ…"

~ "અભલા ! બેટા ! તારી ખાંભી મારા ખોળામાં…" રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

~ બેઉના પ્રાણ છૂટી ગયા.

~ આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગજીની. આજ પણ 'અભલાની ખાંભી દરબારના ખોળામાં' એમ બોલાય છે.
॥ ધન્ય ક્ષાત્ર ધર્મ ॥
॥ ધન્ય કાઠિયાવાડ ॥

સૌજન્ય : સૌરાષ્ટ્રની રસધાર-૪

Divyrajsinh Sarvaiya (Dedarda)

झारा नु युद्ध

image

> >>>> ઝારાનું મયદાને જંગ <<<<<

ધમ ધમ ધરણીનો પટ ધ્રૂજે કળી કાળ ધ્રૂજે વિકરાળ
શેષનાગ પર સૃષ્ટિ ધ્રૂજે ધ્રૂજે દિશા તણા દિકપાળ
પૃથ્વીનો પલટાતો રંગ
ઝારાનું મયદાને જંગ

કચ્છ તખ્ત પર રાવ ગોડજી અડગ શૌર્યમૂર્તિ સાક્ષાત
જીવણ શેઠ દિવાન પદે ને સદી ઓગણીસની શરૂઆત
સળગી રણસંગ્રામ સુરંગ
ઝારાનું મયદાને જંગ

દિવાનપદ ન મળ્યાની ઝાળે જળતો લોહજ પૂંજો શેઠ
ઈર્ષાનો પાવક તરપતવા અઘટિત કાજે બાંધી ભેઠ
બન્યો અવર માધવ મનભંગ
ઝારાનું મયદાને જંગ

વાયુવેગે સિંધ સંચર્યો શોધ્યો ગુલામશાહ સરદાર
સાયર સમ લશ્કરમાં લાવ્યો સિંધી માડુ સાઠ હજાર
માતા મદઝરતા માતંગ
ઝારાનું મયદાને જંગ

જુદ્ધ તણાં આમંત્રણ ઝીલી ઠેક્યા જાડેજા જુડધર
કક્કલ છચ્છરના વંશજ ને કચ્છ ભોમના જાગીરદાર
રાજભક્ત ભાયાતો સંગ
ઝારાનું મયદાને જંગ

વિંઝાણ ટીલે વીર લખાજી મીંઢળ બાંધ્યા જેના હાથ
ભીમ સમો ભડવીર ભીમજી જેને શિર છે ભોળાનાથ
નરા તણો ઠાકોર અઠંગ
ઝારાનું મયદાને જંગ

ફૂંકાયા રણશિંગા કેરા ઉર રણઝણતા કૈં રણકાર
જાડેજી કુલદેવી કેરા ગગન ગાજતા જયજયકાર
આઈ આશાપુરા અભંગ
ઝારાનું મયદાને જંગ

વંકા કચ્છ તણા વીરો ને વંકા થનગનતા તોખાર
વંકા વાંકડિયા શિરપેચો મૂછો પણ વંકી વળદાર
વંકી કચ્છધરા પણ વ્યંગ
ઝારાનું મયદાને જંગ

ઊંટો પર જંજાલો ચાલી ચાલી બન્દૂકો ને તોપ
રણે ચડ્યા બ્હાદુર બખ્તરિયા મસ્તક ધારી ધીંગા ટોપ
ભડક્યો ભુજિયા તણો ભુજંગ
ઝારાનું મયદાને જંગ

સાંઝ સમે સિંધી સેના અન્ન જળ વણ થાકે થઈ હેરાન
કચ્છી વીર મહારથીઓનાં ઝારા ડુંગર પર મેલાણ
ચમક્યા કાનન તણા કુરંગ
ઝારાનું મયદાને જંગ

વિશ્વાસુ કચ્છી પર તોડી કોલ ઊલટ્યા દગ્ગલબાજ
ઝાકળમાં ભાંભળકે લડતાં નિજ પર ભેદ ગયો સહસાજ
અસિ ચાલી ત્યાં એક સળંગ
ઝારાનું મયદાને જંગ

ચડાવનોકે માંડેલી તે પ્રથમ ભડાકે ફાટી તોપ
મચી રહ્યો ભય ને કોલાહલ કિસમતનો આ કેવો કોપ
પલમાં પલટી ગયો પ્રસંગ
ઝારાનું મયદાને જંગ

શિર પડતાં ય સતાણી શૂરે સિંધીમાં વર્તાવ્યો કેર
મસ્તક વણ મદમસ્ત ઘુમે ધડ ને ઘૂમે અવની ચોમેર
ઝારાનો રણવીર અભંગ
ઝારાનું મયદાને જંગ

કૈંક પડ્યાં ધડ ચરણ ધરણી પર કૈંક કપાતાં ઉડતા હાથ
કૈંક રવડતાં મુંડ તુમ્બડાં ફરફરતા મોવાળા સાથ
વ્યોમે વરસે અંગ પ્રત્યંગ
ઝારાનું મયદાને જંગ

ચંડી નાચે કાલી રાચે રુંઢમાળ શિવની ઉભરાય
શિયાળ સમડાં ગીધ તણી પણ હા હા શી ઊજાણી થાય
રુદ્રજટામાં કમ્પે ગંગ
ઝારાનું મયદાને જંગ

શોણિતની છોળો ઉછળે ને મડદાનાં ઢગલા ખડકાય
ભૈરવ કાળો હસે ભયાનક ખપ્પર જોગણીનાં છલકાય
રુદ્રજટામાં કમ્પે ગંગ
ઝારાનું મયદાને જંગ

મીર પડ્યા રણધીર પડ્યા કૈં આશાવન્ત અમીર પડ્યા
કો પીઠી ચોળેલ અંગે સુરાંગના લગને ઉપડ્યા
ચડ્યા તજી જે નવલ પલંગ
ઝારાનું મયદાને જંગ

પ્હાડ પડ્યા દાતાર પડ્યા કો શૂરાના સરદાર પડ્યા
સમરાંગણ મખકુંડ પાવકે લક્ષ માડુ બલિદાન ચડ્યા
દીપકમાં જેમ પડે પતંગ
ઝારાનું મયદાને જંગ

ઝારા કેરા યુદ્ધ ઘોરનો અસ્ત થયો એ રીતે શોર
માણસ માત્ર નિમિત્ત બને ને કુદરત પડદે ખેંચે દોર
કચ્છીવીર્યનો ફટક્યો રંગ
ઝારાનું મયદાને જંગ

-દુલેરાય કરાણી

Divyrajsinh Sarvaiya (Dedarda)

મારા કેસરભીના કંથ , केसरभीना कंथ

image

• મારા કેસરભીના કંથ •

મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ
ઘેરા ઘોરે શંખનાદ
દુંદુભિ બોલે મહારાજના હો
સામંતના જયવાદ
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

આંગણ રણધ્વજ રોપિયા હો
કુંજર ડોલે દ્વાર
બંદીજનોની બિરદાવલી હો
ગાજે ગઢ મોઝાર
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

પુર પડે દેશ ડૂલતા હો
ડગમગતી મહોલાત
કીર્તિ કેરી કારમી રાજ
એક અખંડિત ભાત
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

નાથ ચડો રણઘોડલે રે
હું ઘેર રહી ગૂંથીશ
બખ્તર વજ્રની સાંકળી હો
ભરરણમાં પાઠવીશ
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

સંગ લેશો તો સાજ સજું હો
માથે ધરું રણમોડ
ખડગને માંડવ ખેલવાં
મારે રણલીલાના કોડ
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

આવન્તાં ઝાલીશ બાણને હો
ઢાલે વાળીશ ઘાવ
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં રાજ
ઝીલીશ દુશ્મન દાવ
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

એક વાટ રણવાસની રે
બીજી સિંહાસન વાટ
ત્રીજી વાટ શોણિતની સરિતે
હો શૂરના સ્નાનનો ઘાટ
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

જય કલગીએ વળજો પ્રીતમ
ભીંજશું ફાગે ચીર
નહીં તો વીરને આશ્રમ મળશું
હો! સુરગંગાને તીર
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

રાજમુગુટ રણરાજવી હો
રણઘેલા રણધીર
અધીરો ઘોડીલો થનગને નાથ
વાધો રણે મહાવીર
મારા કેસરભીના કંથ હો
સિધાવોજી રણવાટ

-મહાકવિ નાનાલાલ

Divyrajsinh Sarvaiya (Dedarda)

प्रशस्ति गीत, दूहा

image

‘‘ઉઠે અલબેલા,થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે
કાળ પીધેલા,શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે
સમદર છકેલા,મરદ મઢેલા સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા,પરદુઃખ હરવા મરદો મરવા તેગ ધરે.’’

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
રણશીંગા વાગે, ધરતી ગાજે, સુતા જાગે , કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

ભલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવું, મરવું એક જ વાર…

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

કર ધરી તલવારમ કમર કટારમ,
ધનુકર ધારમ ડંકારમ,
બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ,
નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી,
વિત્ત વાવરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!

સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય,
શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય.
શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર,
આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર.

રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર;
મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર.
રણવાટ ચડે ઘમસાણ લડે,લડતા જ પડે નહી પીઠ દિખાવે;
સિંહબાળ શૂરા,નરવિર પુરા,કરે શત્રુ ચુરા જડમુળ મિટાવે.

ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
ચડી ફૌજુ આજ વતનને કાજે,
ગગડે નોબતુંને નગારા વાગે,
ચીખતી શરણાયું સિંધુડા રાગે ,
બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે,
સુતેલા વિરલા હાક દેતા જાગે
બુમરાણ મચાવે ચાનક ચડાવે
રણભેરી રણશિંગા તાન ચડાવે
ઢાલ તલવારું હાથ ભાલા ફેરાવે
દુશ્મન કેરા ધડ થી માથા ખેરાવે
ઝમ્મ ઝમ્મ ઝબકે તીખી તલવારે ,
વીર નહાતા ધધકતી લોહીની ધારે
ધડ પડતા, વીર લડતા રણ સંગ્રામે
કદીના ડરતા બાથ ભરતા મૌત સામે,
ધમધમ ધરણી ધ્રુજાવે હૈયે ફાળ પડાવે,
ભીરુ દુશ્મન ડરાવે પગલા પાછા ભરાવે,
થરથર કાંપતા,ક્રૂર કાળજા હિબકતા હાંફતા,
કાં મરતા કાં મારતાં,મલક મૌતથી બચાવતા,
કૈક વિરલા શહીદી પામતા,પાળિયા એના પૂજાતા…

Divyrajsinh Sarvaiya (Dedarda)

लाठी ना प्रजावत्सल युवराज,

image

@ લાઠીના પ્રજાવત્સલ યુવરાજ @

> લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર વર્તાઈ રહી છે. લોકોના મન અને તન પર રૂડપનાં તેજ પથરાયાં છે. બસ, હવે તો કુદરતની લીલી મહેરના લીધે એક-બે દિવસમાં વાવણી થશે!
ગામની ગાગડિયો નદી ડેકા દેવા લાગી હતી. ઘણાં દિવસ પછી વરસાદે વરાપ દીધી હતી. ગામમાં વાવણીની તૈયારી થવા લાગી હતી. કંધોતર જેવાબળદોને વાવણીમાં જોતવા ખેડૂતોએ સાબદાં કર્યા હતાં. ‘હાલો બાપલા…હવે જ તમારું હાચું કામ પડ્યું છે, પાણી માપવાનું ટાણું આવ્યું છે, જોજ્યો હો હરેરતા નઈ..!’
સવારનું શુભ ચોઘડિયું જોઈ બળદોનાકપાળે કુમકુમના ચાંદલા કર્યાં. માથે રાખડી બાંધી. હરખાતાં હૈયે ખેડૂતો ખેતરમાં પહોચ્યાં. લાઠી ગામની સીમ કોઈ નવોઢા સ્ત્રી આળસ મરડીને ઉભી થઇ હોય તેવી સાબદી અનેસ્વરૂપવાન ભાસતી હતી.
લાઠીના યુવરાજ પ્રતાપસિંહ પણ આવાં અવસરથી કેમ અળગા રહે? સવારના પહોરમાં જ પોતાની રોઝડી ઘોડી સાબદી કરી અને ખેડૂતોનાં હરખને નીરખવા, ઝીલવા સીમમાં નીકળી પડ્યાં.

> ગાગડિયો નદી હજુ તોફાન કરતી હતી.તેનો મદ ઉતર્યો નહોતો. યુવરાજે ઘોડીને નદીના કાંઠે કાંઠે ચલાવી. ત્યાં ભીંગરાડ ગામના રસ્તે જતાં તેઓની નજર એક જગ્યાએ અટકી ગઈ. એક ખેડૂત વાવણી કરવાના બદલે ખેતરના શેઢે બેસીને રડતો હતો. આમ તો વાવણી એટલે વરસભરની કમાણી, રોજી-રોટી રળવાનું ટાણું…અને આવા ટાણે કોઈ રડે…!? યુવરાજે ઘોડીને તેનાં તરફ લીધી. ગારો ખુંદતી ઘોડી ખેડૂત પાસે તેની લગોલગ જઈને ઉભી રહી. યુવરાજે નીચે ઉતરીને પૂછ્યું: ‘ભાઈ, શું થયું છે તે આમ રડે છે!?’
ખેડૂત વધુ રડવા લાગ્યો. પછી રડવુંખાળીને કહે: ‘બાપુ, વાવણી કરવા આયાં ખેતરમાં આવ્યો’તો પણ શેઢેથી મારા ઓરણી અને દંતાળ કો’ક ચોરી ગ્યું…!’
યુવરાજને થયું કે, મારા રાજમાં ચોરી!? તેમની વાણીમાં ક્રોધ ભડભડવા લાગ્યો. છતાંય સંયમ દાખવીને ઉભાં રહ્યાં.
‘તમે કહો બાપુ, આમ થાય પછી તો હું રડું નહિ તો બીજું શું કરું!?’ ખેડૂત સાવ ગળગળો થઇ ગયો હતો.
યુવરાજે કહ્યું : ‘ભાઈ, મૂંઝાવ નહિ બધું જ થઇ રહેશે, તમારી વાવણી નહિ અટકે બસ…?’ આમ હૈયાધારણ આપી યુવરાજે ઘોડી પાછી વાળી અને પાછા લાઠી આવ્યાં.
યુવરાજનાં કહેવાથી ખેડૂતને ઓરણી અને દંતાળ પહોંચતા કરવામાં આવ્યાં. સાથે એ પણ કરાવ્યું કે, ખેડૂતને બિયારણની જરૂર હોયતો એ પણ પહોચતું કરો.

> પોતાના રાજમાં ચોરી થાય તે કોઇપણ રીતે ચલાવી ન લેવાય. યુવરાજને મન આ કઠતી બાબત હતી. તેમણે ઘડીપળનો પણ વિલંબ કર્યા વગર સિપાઈઓએ બીજો હુકમ કરતાં કહ્યું: ‘આ ખેડૂતના દંતાલ અને ઓરણી ચોરી જનારને આકાશ પાતાળ એક કરીને પણ શોધો અને સાંજ સુધીમાં મારા સામે હાજર કરો.’
સિપાઈઓ યુવરાજનો હુકમ શિરે ચઢાવીચોરને શોધવામાં લાગી ગયાં અને સાંજ ઢળે એ પહેલાં તો ચોરને પકડી યુવરાજની સામે રજૂ કરવામાં આવ્યો.
યુવરાજે પેલા ખેડૂતને પણ બોલાવ્યો અને તેને કહ્યું: ‘ભાઈ, આ માણસ રાજનો ગુનેગાર તો છે જ પણ પહેલાં તમારો ગુનેગાર છે માટે તમે કહો તે સજા કરીએ.’
‘બાપુ!’ ખેડૂત ગળગળા સાદે, બે હાથ જોડીને કહે: ‘તમ જેવા અમારાં રખવાળાં કરવા માટે બેઠા હોય ન્યાં અમારે સજા કરવાની નો હોય.’
‘ના…તમે જે સજા કરો તે તેને ભોગવવી પડશે. આ મારો હુકમ છે.’ યુવરાજ સહેજ ઊંચા અવાજે બોલ્યા.

> ખેડૂત ઘડીભર મૂંઝાયો. શું કરવું અથવા શું કહેવું તેને સૂઝ્યું નહિ. બીજી બાજુ યુવરાજનો રીતસરનો હુકમ જ હતો….હવે શું કરવું, સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ. મનમાં એમ પણ થયું કે, આના કરતાં ચોરીનું કહ્યું જ ન હોતતો સારું હતું. પણ હવેતો રાંડ્યા પછીનું ડહાપણ હતું.
‘બોલો ભાઈ..!.’
યુવરાજના કડપદાર અવાજથી ખેડૂત થથરી ગયો.એક બાજુ હતું કે, આ રાજા, વાજાં અને વાંદરાનું કંઈ ઠેકાણુંનહિ. શું કરીને ઉભાં રહે તે કહેવાય નહિ. પણ યુવરાજ પર ખેડૂતનેનહિ રાજની પ્રજાને એકજાતનો ભરોસોહતો તેથી વધુ વિલંબ કર્યા વગર કહીદીધું: ‘તો બાપુ ઇંને માફ કરી દ્યો..!’
યુવરાજને નવાઇ લાગી. તેમણે કહ્યું: ‘માફ કરી દઉં!!’
‘હા, બાપુ અને ફરી વખત આવી ભૂલ નંઈ કરે એની ખાતરી કરાવીને છોડી મેલો!’ ખેડૂત લાગણી અને ખેલદિલીથીબોલ્યો.

> યુવરાજના રતુંબડા મોં પર ખુશીની લાલાશ ઘૂંટાવા લાગી. તે સહેજ મરકીને બોલ્યાં: ‘જ્યાં સુધી મારીપ્રજા ક્ષમાશીલ છે ત્યાં સુધી મારે પ્રજાનો મત જાણી-તેનો વિશ્વાસ સંપાદન કરીને જ ન્યાય આપવો, આ મારી ફરજ છે.’
યુવરાજ પ્રતાપસિંહે પેલા ચોરને ફરી આવી ભૂલ ન કરવાનું કહીને છોડીમૂક્યો.

> આ પ્રજાવત્સલ યુવરાજનાં નામ પરથીવસેલું ‘પ્રતાપગઢ’ ગામ લાઠી (અમરેલી જિલ્લા) થી તદ્દન નજીકમાં આવેલું છે.

॥ જય માતાજી ॥

Divyrajsinh Sarvaiya (Dedarda)

एभलजी वाळा/वाला, Ebhalji Vala

image

એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) @

> ‘ઝુંઝારી’ વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે.

> તળાજાના રાજવીઓમાં એભલજી વાળા ૨જા એક મહાન પ્રતાપી, પ્રભાવશાળી અને પુણ્યે ઉદય પામતો એક એવો પ્રસિદ્ધ નરોત્તમ છે જેણે વાળા રાજપૂતોના કુળગૌરવની સીમાઓના કોટ બાંધ્યા નથી. તે દરેક મહાનતાના સીમાડા વટાવીને વધુ મોટો દેખાય છે. વાળા રાજપૂત રાજવંશનો એ જાજ્વલ્યમાન સૂર્ય સમો તેજસ્વી તપસ્વી દેખાયો છે અને વાર્તાઓ-કવિતામાં જ નહિ પણ લોકજીભે પણ આજ સુધી જીવંત રહ્યો અને ગવાયો છે.

> તેમના સમયમાં મેઘાશા નામના વણિકે અનાજનો મોટો સંગ્રહ કરી સુખવિજય નામના જૈન ગોરજી પાસે દુષ્કાળ પડે તે માટે દોરો કરાવી એક હરણને શિંગડે બાંધ્યો. હરણ વનમા નાસી ગયું. આમ ૧૨ વર્ષો વહી ગયા. દેશમા દુકાળ પડવાથી પ્રજા મૃત્યુના મુખમા હોમાઈ ગઈ. એભલ વાળાને આ વાતની ખબર પડતા તેણે હરણની શોધ આદરી. હરણની પાછળ પડેલા એભલ વાળા સૈનિકોથી વિખુટા પડી ગયા. અંતે તેમણે હરણને પકડી શિંગડેથી જેવો દોરો છોડ્યો તેવો જ મુશળધાર વરસાદ તુટી પડ્યો.

> રાજા વરસાદમા ભીંજાઈ ઘોડા પર બેભાન થઈ ગયા. ઓચિંતાના અનગળ પાણી ઉમટ્યા. બધે જળબંબાકાર થઈ ગયો. આભમા વાદળા કાળાડીબાંગ ચડ્યા હતા. ધરતી પર અંધકાર ભાસતો હતો. માર્ગ સૂઝતો ન હતો. જાતવંત જાનવર ઘોડાએ પોતાના ધણીને બેભાન હાલતમા પોતાની પીઠ ઉપરથી પડવા ન દીધો અને પાણી સોંસરવો નદીનાળા તરતો ઠેઠ પહોચ્યો ચારણના નેસડામા. સાંઈનેસડી નામની ચારણયાણીની ઝુંપડીએ લઈ ગયો. બાઈ એકલી હતી પણ દુઃખમા આવી પડેલા અસવારને જીવતો રાખવા તેને ગરમી આપી શુદ્ધિમાં લાવવા પ્રયત્નો કરવા માંડી. જ્યારે તેના બધાજ ઉપાયો નિષ્ફળ ગયા ત્યારે તેણે વચ્ચે મા ભવાનીને રાખી પોતાના શરીરની ગરમી આપી.

> એભલવાળા શુદ્ધિમા આવ્યા. તેણે જોયુ, પોતે રાજા હતો. ચારણોના પહેરવેશ, રહેણીકરણીનો જાણકાર હતો. તેની પ્રથમ આંખ ખૂલી કે સમજાઈ ગયું. બોલ્યો, “મા! હુ તળાજાનો ધણી એભલવાળો છું. તે મારો જીવ બચાવ્યો છે તો માંગ, તુ જે માંગે તે આપીશ.”
સાંઈએ કહ્યુ, “મોળા બાપ મુંને કિં ન ખપે, ભીડે મું માંગીશ. તુ દેવતલ છો મુ લેવતલ બાપ તોડી, જોગમાયા ચડતી કળા કરે.”

> એભલવાળાએ ઉગતા સૂરજ ટાણે ઘોડો પલાણ્યો. તે ગયા ને તુરંત જ સાંઈનો પતિ કાળો મારૂ આવ્યો. તેણે ઉઘાડે માથે ગાયો દોતી સાંઈને જોઈ. ભેળિયા વગરની રાતઉજાગરે રાતી આંખોવાળી અને ઉજાગરાથી થાકેલી દેખાણી. તે જ સમયે સામેના નેશવાળાઓએ તેને બોલાવ્યો અને તેની કાનભંભેરણી કરી. શંકિતહૈયાના પતિએ સાંઈનો તિરસ્કાર કર્યો ત્યારે પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ એવી સાંઈએ કહ્યુ, “મારા પર ખોટા આળ મૂક માં. હવે જો ખોટો આળ મૂકશે તો હું પવિત્ર છુ એનુ પ્રમાણ તને આઠ જાતનો કોઢ નીકળશે ત્યારે મળી રેશે.” પતિએ તેમ છતા આક્ષેપ મુકવાનુ ચાલુ રાખ્યુ અને તુરતજ તેને કોઢ નીકળ્યો. દિન પ્રતિદીન ગળતા જતા પતિના રોગના ઉપાય શોધતી સતીને કોઈએ કહ્યુ કે બત્રીસલક્ષણા પુત્રનુ બલિદાન બત્રીસલક્ષણા પુરૂષના હાથે દેવાય અને તેના લોહીથી નવડાવવામા આવે તોજ આ કોઢ મટે.

> સાંઈ નેસડીએ પોતાની બહેન દેવલદેના પુત્ર નીલાને ભેળો લીધો. સાંઈ એભલવાળા પાસે ગઈ અને એભલવાળાને પોતાની વીતકકથા જણાવી. એભલવાળાએ પોતાની સગી બહેનની જેમ સાંઈનો સત્કાર કર્યો.

> એભલવાળાનો પુત્ર અણો પણ તેના પિતાની જેમ બત્રીસલક્ષણો હતો તેથી કોણ કોનુ બલિદાન આપે તે માટે હોડ થઈ. આખરે એભલવાળાએ અણાના કાંધે તલવારનો ઝાટકો માર્યો. લોહીના ખોબા ભરી ચારણ ઉપર રેડવા લાગ્યો. કાળા ચારણનો કોઢ મટી ગયો.અને એણે સાંઈ નેસડીના પગ પકડી લીધા ને બોલ્યો, “મુંએ તુને જાણી નૈ, મુંને માફ કર જોગણી. આનો પુત્તર જીવતો કૈર જોગમાયા મું તોકે કરગરતો શું આઈ, નિતર ચારણ કોમના કપાળે કલંકનુ કાળુ ટીલું ચોટશે.”
આ વખતે પણ સાંઈને સત પ્રગટ્યુ. એણે અણાના કપાએલ માથાને ધડ સાથે જોડ્યુ અને અણો સજીવન થયો. એભલવાળાએ કાળા ચારણને ૧૨ ગામ સાથે બાખલકું ગામ દીધુ. આઈએ તો કાંઈ માંગ્યુ નહિ પણ એભલવાળાએ મંગેરા ગામ નીલાને દીધુ.

> લોકકવિએ લલકાર્યુ :
॥ સરઠો કરો વિચાર બે વાળામાં કવણ વડો
સરનો સોંપણ હાર કે વાઢણહાર વખાણવો,
સંવત બારે છોડાવ્યો વિશોતર વરસાદ
એભલે કલંક ઉતારિયાં ચારણ પૂરે સાથ. ॥

> સાંઈ નેસડી ધણીને લઈને મીતલી ગામે આવી અને ધરતીમા સમાઈ ગઈ. તે જે જગાએ ધરામા સમાણી તે જગ્યાએ તેની દેરી છે. આ જગ્યા હાલમાં ખંભાત તાલુકાનુ મીતલી નામનુ ગામડું છે. આ મીતલી ગામથી બે કિલોમીટર દૂર સાંઈ નેસડી ચારણમાનુ મંદિર છે. મંદિરની ચારેકોર વંડો છે, વંડાની બહાર મેલડીમાની દેરી છે. તેની સામેના ભાગે ભૈરવની સ્થાપના છે. નેસડીના મંદિરે આજે પણ કોઈ પુરૂષ રાત રહી શકતો નથી.

> આ એભલવાળા ૨જાનો પાળિયો દિહોરના ડુંગરની તળેટીમાં છે. એભલવાળા ૨જાએ તળાજા-વળામાં ૩૬ વર્ષ રાજ્ય કર્યુ. ઈ.સ. ૧૧૪૯માં દિહોરમાં વીરગતિ પામ્યા…

…..જય માતાજી…..

Divyrajsinh Sarvaiya (Dedarda)

कच्छ, Kutch/Kachchh

image

धन्य हो धन्य हो कच्छ नी धरणी
विकट वन डुंगरा विकट रण वाट ज्यां विकट भुज कोट वंको भुजंगी
खेलता खडग ना खेल रण घेलडा
विकट रणवीर वीरत्व रंगी शुर सतीओ तणा शौयॅ थी सोहती प्रेम पियुष नां पान करणी भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी
संत सुता भला भकत जे भोम मां पीर पोढया जहां ठामठामे डुंगरे डुंगरे देवी नी देरीओ खांभीओ खोंधनी गामगामे वाछरो वीर ने वीर पाबू तणी वीरता भूमि ना भार धरणी
भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी
संत जेसल अने सती तोरल तणी घरोघर गुंजती दिव्य वाणी भकत मेकरण लालियो मोतियों मूक सेवक बन्यां मूक प्राणी कैंक कविओ तणा भव्य उर भावनी ज्यां वही सतत साहित्य सरणी
भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी
मलपती महालती फलंगे चालती सांढणीओ तणां झुंड फरता पवन थी चमकता घोडला धमकता धमकता धरण पर पाय धरता ढळक्तती ढेल शी रणक्तती माणकी थनगती कोंतलो कनकवरणी भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी
बपैया बोलता मोरला डोलता कोकिला लोल कल्लोल करती कैंक शुक सारीका कुंजनी मालिका उडती कलरवे आभ भरती अमित उतावळी सभर नदीओ कंइ नाचती राचती नीर झरणी
भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी
सरवरो छलकातां खळळखळ खळकतां नीर नहेरो तणां गेल करता खेतरो हलकतां कृषिवलो मलकतां अन्न अंबार भंडार भरतां जलधिजलराज तुज पाद प्रक्षालतो धूलि तव तरण तरणी भारती मात ने खोळले खेलती
धन्य हो धन्य हो कच्छ नी धरणी

( रचियता दुलेराय काराणी)

Divyrajsinh Sarvaiya (Dedarda)

जेठवा राजपूत राजवंश, Jethwa/Jethva Rajput Rajvansh

image

•°•Jethwa Rajput Rajvansh•°•

Jethwa rajput rajvansh ek prachin suryavanshi rajput vansh he. Jethwa rajput Hanuman ji ke vanshaj he. Hanuman ke putra Makardhwaj, Makardhwaj ke putra Mod-dhwaj, or Mod-dhwaj ke putra Jethidhwaj huye.
Raja Jethidhwaj ke naam se JETHWA kehlaye. Jethwa o ne samay ke sath apni Gaddi o ka badlav kiya he.
Sab se pehle 900 A.d. ke aas-pas unki gaddi MAYURPURI (MORVI) me thi. Samay ke sath unhone gaddi badal kar Shrinagar, Dhank, Chhaya, Ghumli, Ranpur or ant me Porbandar me (1685-1947) sthayi huye.
Itihasvido ke mutabik Jethwa Saurashtra me Sindh, Rajputana or Kutch me se aaye he. 9vi Shatabdi ke aas-pas me.
Sare itihasvido ne ye mana he ki Jethwa Bharatvarsh ke Prachin Rajkulo me se ek he. Or 36 rajkulo me samavit he.
Jethwa Raja Mayurdhvaj ne apne naam se Mayurpuri Naam ke Nagar ki sthapna ki thi jo Aaj MORVI naam se jana jata he.
Jethwa o ne saurashtra me aagman ke saath hi Chawda o se Dwarka jit liya. Or kuchh naye Nagar- Nagnah, Ghumli, Bhanvad, Chhaya, Dhank, Laodhva, Ranpur aadi ki sthapna ki. Mahammad Gazni ke samay me North-West Kathiyawar me Jethwa o ki satta thi.
Sangaji Jethwa (1120-1150) ne Virdhaval Vaghela ki samudri sena ko Morvi ke najdik A.D. 1125 me Morvi ke pas parasht kiya. Or RANA ka Birud Prapt kiya.
A.d. 1193 me Qutb-ud-din Aibak se huye yuddh me Jethwa o ki haar huyi or unko morvi gavana pada. Or unho ne Nagnah me apni Gaddi sthapit ki.
1220-1245 Vajesinh Jethwa(Wajosinh), jo bade hi veer or Pratapi rajvi the. We sachche Sinh saman the. Sinh Jitna Shaurya unme tha. Vaghela Vishaldev Par unhone apni Pratibha ka achchha anubhav diya tha.
Ghumli Jethwa o ki Dusri rajdhani bani. Rana Bhan Jethwa ne Ranpur ki sthapna kar vha apni gaddi badli. Bhanvad nagar bhi Rana Bhan jethwa ke naam se hi bana tha.
Rana Bhan Jethwa Navanagar ke Jaam se huye yuddh me parajit huye or veer gati ko prapt huye. Lekin Rana Bhan Jethwa ki Patna Rani Kalabai ne sainy ko ektrit kar ke Jaam se yuddh kar ke Ranpur punah prapt kiya.
1671 me Rana Vikmatji Khimoji Jethwa ne Mughlo par haavi hokar PORBANDAR pr kabja kar liya, or vha killa banvaya. Unhone Madhavpur ka Gadh bhi jita. Porbandar me unki mrutyu ho gyi. Unke putr Rana Sartanji-2 se 1685 me porbandar Jethwa o ki Sthayi gaddi bni.
Porbandar State ko 13 guns ki Salaami di jati he.
Mohandas karamchand Gandhi ke Dada Uttamchand Gandhi, pita Karamchand Gandhi, or chacha Tulsidas Gandhi porbandar ke Rana ke Diwan reh chuke the…
Azadi ke samay Porbandar ke Antim Rana Natwarsinhji Bhavsinhji ne apna state Bharat desh ko ek banane ke liye sop diya.
Jethwa o ne 2000 se bhi jyada saalo tk apna varchsva banaye rakha tha.

Divyrajsinh Sarvaiya (Dedarda)

भाटी राजपूत राजवंश, Bhati Rajput Rajvansh

image

•°•भाटी राजपुत राजवंश•°•

गढ़ चितौड़ गढ़ जालोर गढ़ कुंभलमेर ।
जैसलदे चणायो भाटीयों जग मे जैसलमेर ॥

गढ़ तणोट गढ़ मांडव गढ़ सांगानेर ।
महारावल चणायों भाटीयों भल गढ़ जैसलमेर ॥

गढ़ विजणोट गढ़ अर्बद देखो गढ़ अजमेर !
सोने रुपे झगमगे जग मे गढ़ जैसलमेर ॥

गढ़ बुंदी गढ़ मंडोवर महा गढ़ आमेर ।
मरुधरा गुणवंत गढ़ जैसलमेर ॥

गढ़ महेरान गढ़ नागोर खेड़गढ़ बाड़मेर ।
माड़ धरा महीपति जहाँ गढ़ जैसलमेर ॥

भाटियो का राव वंश वेलियो ,सोरम घाट ,आत्रेस गोत्र ,मारधनी साखा ,सामवेद ,गुरु प्रोहित ,माग्न्यार डगा ,रतनु चारण तीन परवर ,अरनियो ,अपबनो ,अगोतरो ,मथुरा क्षेत्र ,द्वारका कुल क्षेत्र ,कदम वृक्ष ,भेरव ढोल ,गनादि गुणेश ,भगवां निशान ,भगवी गादी ,भगवी जाजम ,भगवा तम्बू ,मृगराज ,सर घोड़ों अगनजीत खांडो ,अगनजीत नगारों ,यमुना नदी ,गोरो भेरू ,पक्षी गरुड़ ,पुष्पकर्णा पुरोहित ,कुलदेवी स्वांगीयाजी ,अवतार श्री कृष्णा ,छत्र मेघाडंबर ,गुरु दुर्वासा रतननाथ ,विरूप उतर भड किवाड़ ,छ्त्राला यादव ,अभिवादन जय श्री कृष्णा ,व्रत एकादशी ।

उत्तर भड़ किंवाड़
काक नदी की पतली धारा किनारों से विरक्त सी होकर धीरे धीरे सरक रही थी | आसमान ऊपर चुपचाप पहरा दे रहा था और नीचे लुद्रवा देश की धरती , जिसे आजकल जैसलमेर कहा जाता है , प्रभात काल में खूंटी तानकर सो रही थी | नदी के किनारे से कुछ दूरी पर लुद्रवे का प्राचीन दुर्ग गुमसुम सा खड़ा रावल देवराज का नाम स्मरण कर रहा था | ‘कैसा पराक्रमी वीर था ! अकेला होकर जिसने बाप का बैर लिया | पंवारों की धार पर आक्रमण कर आया और यहाँ युक्ति , साहस और शौर्य से मुझ पर भी अधिकार कर लिया | साहसी अकेला भी हुआ तो क्या हुआ ? हाँ ! अकेला भी अथक परिश्रम ,साहस और सत्य निष्ठा से संसार को अपने वश में कर लेता है ….|
उसका विचार -प्रवाह टूट गया | वृद्ध राजमाता रावल भोजदेव को पूछ रही है –
‘ बेटा गजनी के बादशाह की फौजे अब कितनी दूर होंगी ?’
‘ यहाँ से कोस भर दूर मेढ़ों के माल में |’
‘ और तू चुपचाप बैठा है ?’
‘ तो क्या करूँ ? मैंने बादशाह को वायदा किया कि उसके आक्रमण की खबर आबू नहीं पहुंचाउंगा और बदले में बादशाह ने भी वायदा किया है कि वह लुद्रवे की धरती पर लूटमार अथवा आक्रमण नहीं करेगा |’
राजमाता पंवार जी अपने १५-१६ वर्षीय इकलौते पुत्र को हतप्रद सी होकर एकटक देखने लगी , जैसे उसकी दृष्टि पूछ रही थी ‘ क्या तुम विजयराज लांजा के पुत्र हो ? क्या तुमने मेरा दूध पिया है ? क्या तुम्ही ने इस छोटी अवस्था में पचास लड़ाइयाँ जीती है ? ‘ नहीं ! या तो सत्य झुंट हो गया या फिर झुंट सत्य का अभिनय कर रहा था |
परन्तु राजमाता की दृष्टि इतने प्रश्नों को टटोलने के बाद अपने पुत्र भोजदेव से लौट कर अपने वैधव्य पर आकर अटक गयी | लुद्रवे का भाग्य पलट गया है अन्यथा मुझे वैधव्य क्यों देखना पड़ता ? क्या मै सती होने से इसलिए रोकी गई कि इस पुत्र को प्रसव करूँ | काश ! आज वे होते |’ सोचते-सोचते राजमाता पंवार जी के दुर्भाग्य से हरे हुए साहस ने निराश होकर एक निश्वास डाल दिया |
क्यों माँ, तुम चुप क्यों हो ? क्या मेरी संधि तुम्हे पसंद नहीं आई ? मैंने लुद्रवे को लुट से बचा लिया , हजारों देश वासियों की जान बच गई |’
‘ आज तक तो बेटा , आन और बात के लिए जान देना पसंद करना पड़ता था | तुम्हारे पिताजी को यह पसंद था इसलिए मुझे भी पसंद करना पड़ता था और अब वचन चलें जाय पर प्राण नहीं जाय यह बात तुमने पसंद की है इसलिए तुम्हारी माँ होने के कारण मुझे भी यह पसंद करना पड़ेगा | हम स्त्रियों को तो कोई जहाँ रखे , खुश होकर रहना ही पड़ता है |’

आगे राजमाता कुछ कहना ही चाहती थी किन्तु भोजराज ने बाधा देकर पूछा – ” किसकी बात और किसकी आन जा रही है | मुझे कुछ भी मालूम नहीं है | कुछ बताओ तो सही माँ ! ”
‘ बेटा ! जब तुम्हारे पिता रावलजी मेरा पाणिग्रहण करने आबू गए थे तब मेरी माँ ने उनके ललाट पर दही का तिलक लगाते हुए कहा था – ” जवांई राजा , आप तो उत्तर के भड़ किंवाड़ भाटी रहना |” तब तुम्हारे पिता ने यह बात स्वीकारी थी | आज तुम्हारे पिता की चिता जलकर शांत ही नहीं हुई कि उसकी उसकी राख को कुचलता हुआ बादशाह उसी आबू पर आक्रमण करने जा रहा है और उत्तर का भड़-किंवाड़ चरमरा कर टुटा नहीं , प्राण बचाने की राजनीती में छला जाकर अपने आप खुल गया | इसी दरवाजे से निकलती हुई फौजे अब आबू पर आक्रमण करेंगी तब मेरी माँ सोचेगी कि मेरे जवांई को १०० वर्ष तो पहले ही पहुँच गए पर मेरा छोटा सा मासूम दोहिता भी इस विशाल सेना से युद्ध करता हुआ काम आया होगा वरना किसकी मजाल है जो भाटियों के रहते इस दिशा से चढ़कर आ जावे | परन्तु जब तुम्हारा विवाह होगा और आबू में निमंत्रण के पीले चावल पहुंचेंगे , तब उन्हें कितना आश्चर्य होगा कि हमारा दोहिता तो अभी जिन्दा है |”
बस बंद करो माँ ! यह पहले ही कह दिया होता कि पिताजी ने ऐसा वचन दिया है | पर कोई बात नहीं , भोजदेव प्राण देकर भी अपनी भूल सुधारने की क्षमता रखता है | पिता का वचन मै हर कीमत चुका कर पूरा करूँगा |” ” नहीं बेटा ! तुम्हारे पिता ने तो मेरी माता को वचन दिया था परन्तु इस धरती से तुम्हारा जन्म हुआ है और तुम्हारा जन्म ही उसकी आन रखने का वचन है | इस नीलाकाश के नीचे तुम बड़े हुए हो और तुम्हारा बड़ा होना ही इस गगन से स्वतंत्र्य और स्वच्छ वायु बहाने का वचन है | तुमने इस सिंहासन पर बैठकर राज्य सुख और वैभव का भोग भोग है और यह सिंहासन ही इस देश की आजादी का , इस देश की शान का , इस देश की स्त्रियों के सुहाग ,सम्मान और सतीत्व की सुरक्षा का जीता जागता जवलंत वचन है | क्या तुम ……………………|
‘ क्षम करो माँ ! मैं शर्मिंदा हूँ | शत्रु समीप है | तूफानों से अड़ने के लिए मुझे स्वस्थ रहने दो | मैं भोला हूँ – भूल गया पर इस जिन्दगी को विधाता की भूल नहीं बनाना चाहता |’
झन न न न !
रावल भोजदेव ने घंटा बजाकर अपने चाचा जैसल को बुलाया |
‘ चाचा जी ! समय कम है | रणक्षेत्र के लुए में जिन्दगी और वर्चस्व की बाजी लगानी पड़ेगी | आप बादशाह से मिल जाईये और मैं आक्रमण करता हूँ | कमजोर शत्रु पर अवसर पाकर आघात कर , हो सके तो लुद्रवा का पाट छीन लें अन्यथा बादशाह से मेरा तो बैर ले ही लेंगे |
जैसल ने इंकार किया , युक्तियाँ भी दी , किन्तु भतीजे की युक्ति , साहस और प्रत्युत्पन्न मति के सामने हथियार डाल दिए | इधर जैसल ने बादशाह को भोजदेव के आक्रमण का भेद दिया और उधर कुछ ही दुरी पर लुद्रवे का नक्कारा सुनाई दिया |
मुसलमानों ने देखा १५ वर्ष का का एक छोटा सा बालक बरसात की घटा की तरह चारों और छा गया है | मदमत्त और उन्मुक्त -सा होकर वह तलवार चला रहा था और उसके आगे नर मुंड दौड़ रहे थे | सोई हुई धरती जाग उठी , काक नदी की सुखी हुई धारा सजल हो गई , गम सुम खड़े दुर्ग ने आँखे फाड़ फाड़ कर देखा – उमड़ता हुआ साकार यौवन अधखिले हुए अरमानों को मसलता हुआ जा रहा है | देवराज और विजयराज की आत्माओं ने अंगडाई लेकर उठते हुए देखा – इतिहास की धरती पर मिटते हुए उनके चरण चिन्ह एक बार फिर उभर उभर आए है और उनके मुंह से बरबस निकल पड़ा – वाह रे भोज , वाह !
दो दिन घडी चढ़ते चढ़ते बादशाह की पन्द्रह हजार फ़ौज में त्राहि त्राहि मच गई | उस त्राहि त्राहि के बीच रणक्षेत्र में भोजदेव का बिना सिर का शरीर लड़ते लड़ते थक कर सो गया – देश का एक कर्तव्य निष्ठ सतर्क प्रहरी सदा के लिए सो गया | भोजदेव सो गया , उसकी उठती हुई जवानी के उमड़ते हुए अरमान सो गए , उसकी वह शानदार जिन्दगी सो गई किन्तु आन नहीं सोई | वह अब भी जाग रही है |
जैसल ने भी कर्तव्य की शेष कृति को पूरा किया | बादशाह को धोखा हुआ | उसने दुतरफी और करारी मात खाई | आबू लुटने के उसके अरमान धूल धूसरित हो गए | सजधज कर दुबारा तैयारी के साथ आकर जैसल से बदला लेने के लिए वह अपने देश लौट पड़ा और जैसल ने भी उसके स्वागत के लिए एक नए और सुद्रढ़ दुर्ग को खड़ा कर दिया जिसका नाम दिया – जैसलमेर ! इस दुर्ग को याद है कि इस पर और कई लोग चढ़कर आये है पर वह कभी लौटकर नहीं आया जिसे जैसल और भोजदेव ने हराया | आज भी यह दुर्ग खड़ा हुआ मन ही मन ” उत्तर भड़ किंवाड़ भाटी ” के मन्त्र का जाप कर रहा है |

:: जैसलमेर का आधा शाका ::
काबुल कंधार का अमीर अली खां राज्च्युत होने पर 1550 ईस्वी में जैसलमेर के रावल लूणकरण भाटी की सरण आया | महारावल ने उसका बड़ा आदर सम्मान किया | कुछ दिनों बाद अली खां के दिल में बेईमानी आ गयी | और उसने जैसलमेर का राज्य हडपने का विचार किया | ऐक दिन लूणकरण को कहलाया की मेरी बेगमे | आपकी रानियों से मिलना चाहती हे | लूणकरण ने बात स्वीकार कर ली विक्रमी संवत 1607 बैसाख सुदी 14 तारिख २९ अप्रैल 1550 ईस्वी को सुबह अली खां ने बेगमों के स्थान पर मुसलमान सेनिकों को बिठाकर किले में भेज दिया और स्वयं 500 सैनिकों के साथ सुसज्जित होकर किले के बहार खड़ा हो गया | जब डोलियाँ अंतपुर के द्वार पर पहुंची तो सारा भेद खुल गया | राजपूतों व् मुसलमानों में घमासान युद्ध हो चला राजपूतों को इस षड़यंत्र का पहले पता नहीं था | किले के दरवाजे खुले थे | अली खां सेना सहित किले में घुस गया | अन्नतपुर के द्वार पालों ने देखा की मुस्लिम सेना का जोर ज्यादा हे | तो उन्होंने रानियों के सतीत्व की रक्षा के लिए उन्हें तलवार से क़त्ल कर दिया | इस युद्ध में महारावल के भाई मंडलीक जी , प्रताप सिंह , राजसिंह और कुंवर हीरजी और कुंवर हरदास , दुरजनसाल और सूरजमल पुत्रों सहित ऐक हजार शेनिकों के साथ शहीद हुए | उस वक्त कुंवर मालदेव बाडी से आये और खिड़की से होकर किले चढ़कर अली खां को मारा 500 लोग अली खां का काम आया | ३०० किले ऊपर और 200 बाहर मारे गए |
:: कुंडलिया :::
रावल लूणकरण जी पाट बिराजे राज
पनरे सो पिच्यासिये आय हुआ महाराज
आय हुआ महाराज कोठार कराया भारी
उदेपुर बीकानेर परणीज्या करके तेयारी
नवाब अली खां आप दगो कर दीनो कावल
मारे मुसला सर्व अर्ध साके में रावल

Divyrajsinh Sarvaiya (Dedarda)

चौहान राजपूत राजवंश Chauhan Rajput Rajvansh

image

•°• चौहाण राजपुत राजवंश •°•

जब भारतवर्ष में चारों तरफ मार-काट मची थी, अशांति फैली हुई थी, कानून का कोई राज नहीं था, कोई चक्रवर्ती राजा नहीं बचा था, तब महर्षि वशिष्ठ नें महायज्ञ किया था। अग्नि की स्तुति करके सबसे पहले देवराज इंद्र की पूजा की। यज्ञ करते समय अग्नि में से तलवार लियें एक पराक्रमी निकला। वो परमार वंश का संस्थापक बना। उसके बाद भगवान विष्णु का आह्ववाहन किया गया तो उसमें से चौहान वंश का संस्थापक निकला। इसी तरह से भगवान शिव से सोलंकी और ब्रह्मा से प्रतिहारों की उत्पत्ति हुई।
इन चार वंशो ने ही फिर पूरे भारतवर्ष में लंबे समय तक राज किया और समाज में फैल रही अराजकता को समाप्त किया। महर्षि वशिष्ठ नें इन चारों पराक्रमी युद्ववीरों को राजाओं की संतान यानि ‘राजपूत’ की संज्ञा दी। इन चार वंशो ने ही फिर पूरे भारतवर्ष में लंबे समय तक राज किया और समाज में फैल रही अराजकता को समाप्त किया। महर्षि वशिष्ठ नें इन चारों पराक्रमी युद्ववीरों को राजाओं की संतान यानि ‘राजपूत’ की संज्ञा दी। आधुनिक इतिहासकार राजपूतों की उत्पत्ति अग्निकुल यज्ञ के बाद से तो मानते हैं लेकिन इस बात पर यकीन नहीं करते कि चौहान, सोलंकी, परमार और प्रतिहार अग्नि से उत्पन्न हुए हैं। इतिहासकार इस यज्ञ को एक तरह के शुद्धिकरण की तौर पर देखते है। पहली बात तो अगर हजारों साल पहले भगवान राम के समय में भी वशिष्ठ मुनि थे, तो वे क्या सैकड़ो साल तक वे जिंदा रहें इस यज्ञ को करने के लिये। इसका जबाब शायद ये है कि ऋषि मुनियों में गुरु-शिष्य पंरपरा चलती थी। एक ऋषि की मौत के बाद उसका एक शिष्य गुरु की गद्दी पर आसीन होता था और उसे भी अपनी गुरु की भांति वही नाम मिल जाता था। इतिहासकार, महर्षि वशिष्ठ के यज्ञ को मध्ययुग के नवी-दसवी काल में देखते है। ये वो समय था जब भारत में अरबों ने आक्रमण करना शुरु कर दिया था। गुप्तवंश के राजाओं और हर्षवर्धन के बाद पूरे देश में कोई पराक्रमी राजा ना बचा था। ये वही वक्त था जब महमूद गजनी अफगानिस्तान, पाकिस्तान और उत्तर भारत को लूटता हुआ पश्चिमी मुहाने पर बने प्राचीन सोमनाथ मंदिर तक पहुंच गया था। उसने वहां लूटपाट और तबाही का वो मंजर खेला था कि आज भी लोग सुनकर सिहर उठते हैं। हिंदु समाज में लोगो की रक्षा करने वाले क्षत्रियों का पतन तेजी से हो रहा था। पहले वैश्य राजा (गुप्त वंश) और फिर हुण और शक राजाओं (उन्हें नीची जाति का माना जाता था) के हाथों सत्ता चले जाने से ब्राहमण और क्षत्रिय समाज परेशान था। शायद इसका ही नतीजा था अग्निकुल यज्ञ। इस यज्ञ के बाद पूरे उत्तर भारत में चौहान, सोलंकी, परमार और प्रतिहार वंश का ही राज हो गया।

चह्वान (चतुर्भुज)
अग्निवंश के सम्मेलन कर्ता ऋषि
१.वत्सम ऋषि,२.भार्गव ऋषि,३.अत्रि ऋषि,४.विश्वामित्र,५.चमन ऋषि
विभिन्न ऋषियों ने प्रकट होकर अग्नि में आहुति दी तो विभिन्न चार वंशों की उत्पत्ति हुयी जो इस इस प्रकार से है-
१.पाराशर ऋषि ने प्रकट होकर आहुति दी तो परिहार की उत्पत्ति हुयी (पाराशर गोत्र)
२.वशिष्ठ ऋषि की आहुति से परमार की उत्पत्ति हुयी (वशिष्ठ गोत्र)
३.भारद्वाज ऋषि ने आहुति दी तो सोलंकी की उत्पत्ति हुयी (भारद्वाज गोत्र)
४.वत्स ऋषि ने आहुति दी तो चतुर्भुज चौहान की उत्पत्ति हुयी (वत्स गोत्र)
चौहानों की उत्पत्ति आबू शिखर मे हुयी
दोहा-
चौहान को वंश उजागर है,जिन जन्म लियो धरि के भुज चारी,
बौद्ध मतों को विनास कियो और विप्रन को दिये वेद सुचारी॥
चौहान की कई पीढियों के बाद अजय पाल जी महाराज पैदा हुये
जिन्होने आबू पर्वत छोड कर अजमेर शहर बसाया
अजमेर मे पृथ्वी तल से १५ मील ऊंचा तारागढ किला बनाया जिसकी वर्तमान में १० मील ऊंचाई है,महाराज अजयपाल जी चक्रवर्ती सम्राट हुये.
इसी में कई वंश बाद माणिकदेवजू हुये,जिन्होने सांभर झील बनवाई थी।
सांभर बिन अलोना खाय,माटी बिके यह भेद कहाय”
इनकी बहुत पीढियों के बाद माणिकदेवजू उर्फ़ लाखनदेवजू हुये
इनके चौबीस पुत्र हुये और इन्ही नामो से २४ शाखायें चलीं
चौबीस शाखायें इस प्रकार से है-
१. मुहुकर्ण जी उजपारिया या उजपालिया चौहान पृथ्वीराज का वंश
२.लालशाह उर्फ़ लालसिंह मदरेचा चौहान जो मद्रास में बसे हैं
३. हरि सिंह जी धधेडा चौहान बुन्देलखंड और सिद्धगढ में बसे है
४. सारदूलजी सोनगरा चौहान जालोर झन्डी ईसानगर मे बसे है
५. भगतराजजी निर्वाण चौहान खंडेला से बिखराव
६. अष्टपाल जी हाडा चौहान कोटा बूंदी गद्दी सरकार से सम्मानित २१ तोपों की सलामी
७.चन्द्रपाल जी भदौरिया चौहान चन्द्रवार भदौरा गांव नौगांव जिला आगरा
८.चौहिल जी चौहिल चौहान नाडौल मारवाड बिखराव हो गया
९. शूरसेन जी देवडा चौहान सिरोही (सम्मानित)
१०.सामन्त जी साचौरा चौहान सन्चौर का राज्य टूट गया
११.मौहिल जी मौहिल चौहान मोहिल गढ का राज्य टूट गया
१२.खेवराज जी उर्फ़ अंड जी वालेगा चौहान पटल गढ का राज्य टूट गया बिखराव
१३. पोहपसेन जी पवैया चौहान पवैया गढ गुजरात
१४. मानपाल जी मोरी चौहान चान्दौर गढ की गद्दी
१५. राजकुमारजी राजकुमार चौहान बालोरघाट जिला सुल्तानपुर में
१६.जसराजजी जैनवार चौहान पटना बिहार गद्दी टूट गयी
१७.सहसमल जी वालेसा चौहान मारवाड गद्दी
१८.बच्छराजजी बच्छगोत्री चौहान अवध में गद्दी टूटगयी.
१९.चन्द्रराजजी चन्द्राणा चौहान अब यह कुल खत्म हो गया है
२०. खनगराजजी कायमखानी चौहान झुन्झुनू मे है लेकिन गद्दी टूट गयी है,मुसलमान बन गये है
२१. हर्राजजी जावला चौहान जोहरगढ की गद्दी थे लेकिन टूट गयी.
२२.धुजपाल जी गोखा चौहान गढददरेश मे जाकर रहे.
२३.किल्लनजी किशाना चौहान किशाना गोत्र के गूजर हुये जो बांदनवाडा अजमेर मे है
२४.कनकपाल जी कटैया चौहान सिद्धगढ मे गद्दी (पंजाब)
उपरोक्त प्रशाखाओं में अब करीब १२५ हैं
बाद में आनादेवजू पैदा हुये
आनादेवजू के सूरसेन जी और दत्तकदेवजू पैदा हुये
सूरसेन जी के ढोडेदेवजी हुये जो ढूढाड प्रान्त में था,यह नरमांस भक्षी भी थे.
ढोडेदेवजी के चौरंगी-—सोमेश्वरजी–—कान्हदेवजी हुये
सोम्श्वरजी को चन्द्रवंश में उत्पन्न अनंगपाल की पुत्री कमला ब्याही गयीं थीं
सोमेश्वरजी के पृथ्वीराजजी हुये
पृथ्वीराजजी के-
रेनसी कुमार जो कन्नौज की लडाई मे मारे गये
अक्षयकुमारजी जो महमूदगजनवी के साथ लडाई मे मारे गये
बलभद्र जी गजनी की लडाई में मारे गये
इन्द्रसी कुमार जो चन्गेज खां की लडाई में मारे गये
पृथ्वीराज ने अपने चाचा कान्हादेवजी का लडका गोद लिया जिसका नाम राव हम्मीरदेवजू था
हम्मीरदेवजू के-दो पुत्र हुये रावरतन जी और खानवालेसी जी
रावरतन सिंह जी ने नौ विवाह किये थे और जिनके अठारह संताने थीं,
सत्रह पुत्र मारे गये
एक पुत्र चन्द्रसेनजी रहे
चार पुत्र बांदियों के रहे
खानवालेसी जी हुये जो नेपाल चले गये और सिसौदिया चौहान कहलाये.
रावरतन देवजी के पुत्र संकट देवजी हुये
संकटदेव जी के छ: पुत्र हुये
१. धिराज जू जो रिजोर एटा में जाकर बसे इन्हे राजा रामपुर की लडकी ब्याही गयी थी
२. रणसुम्मेरदेवजी जो इटावा खास में जाकर बसे और बाद में प्रतापनेर में बसे
३. प्रतापरुद्रजी जो मैनपुरी में बसे
४. चन्द्रसेन जी जो चकरनकर में जाकर बसे
५. चन्द्रशेव जी जो चन्द्रकोणा आसाम में जाकर बसे इनकी आगे की संतति में सबल सिंह चौहान हुये जिन्होने महाभारत पुराण की टीका लिखी.
मैनपुरी में बसे राजा प्रतापरुद्रजी के दो पुत्र हुये
१.राजा विरसिंह जू देव जो मैनपुरी में बसे
२. धारक देवजू जो पतारा क्षेत्र मे जाकर बस
मैनपुरी के राजा विरसिंह जू देव के चार पुत्र हुये
१. महाराजा धीरशाह जी इनसे मैनपुरी के आसपास के गांव बसे
२.राव गणेशजी जो एटा में गंज डुडवारा में जाकर बसे इनके २७ गांव पटियाली आदि हैं
३. कुंअर अशोकमल जी के गांव उझैया अशोकपुर फ़कीरपुर आदि हैं
४.पूर्णमल जी जिनके सौरिख सकरावा जसमेडी आदि गांव हैं
महाराजा धीरशाह जी के तीन पुत्र हुये
१. भाव सिंह जी जो मैनपुरी में बसे
२. भारतीचन्द जी जिनके नोनेर कांकन सकरा उमरैन दौलतपुर आदि गांव बसे
२. खानदेवजू जिनके सतनी नगलाजुला पंचवटी के गांव हैं
खानदेव जी के भाव सिंह जी हुये
भावसिंह जी के देवराज जी हुये
देवराज जी के धर्मांगद जी हुये
धर्मांगद जी के तीन पुत्र हुये
१. जगतमल जी जो मैनपुरी मे बसे
२. कीरत सिंह जी जिनकी संतति किशनी के आसपास है
३. पहाड सिंह जी जो सिमरई सहारा औरन्ध आदि गावों के आसपास हैं

– Divyrajsinh Sarvaiya (Dedarada)
Jay Mataji

Divyrajsinh Sarvaiya (Dedarda)