प्रशस्ति गीत, दूहा

Standard

image

‘‘ઉઠે અલબેલા,થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે
કાળ પીધેલા,શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે
સમદર છકેલા,મરદ મઢેલા સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા,પરદુઃખ હરવા મરદો મરવા તેગ ધરે.’’

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
રણશીંગા વાગે, ધરતી ગાજે, સુતા જાગે , કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

ભલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવું, મરવું એક જ વાર…

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

કર ધરી તલવારમ કમર કટારમ,
ધનુકર ધારમ ડંકારમ,
બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ,
નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી,
વિત્ત વાવરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!

સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય,
શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય.
શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર,
આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર.

રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર;
મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર.
રણવાટ ચડે ઘમસાણ લડે,લડતા જ પડે નહી પીઠ દિખાવે;
સિંહબાળ શૂરા,નરવિર પુરા,કરે શત્રુ ચુરા જડમુળ મિટાવે.

ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
ચડી ફૌજુ આજ વતનને કાજે,
ગગડે નોબતુંને નગારા વાગે,
ચીખતી શરણાયું સિંધુડા રાગે ,
બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે,
સુતેલા વિરલા હાક દેતા જાગે
બુમરાણ મચાવે ચાનક ચડાવે
રણભેરી રણશિંગા તાન ચડાવે
ઢાલ તલવારું હાથ ભાલા ફેરાવે
દુશ્મન કેરા ધડ થી માથા ખેરાવે
ઝમ્મ ઝમ્મ ઝબકે તીખી તલવારે ,
વીર નહાતા ધધકતી લોહીની ધારે
ધડ પડતા, વીર લડતા રણ સંગ્રામે
કદીના ડરતા બાથ ભરતા મૌત સામે,
ધમધમ ધરણી ધ્રુજાવે હૈયે ફાળ પડાવે,
ભીરુ દુશ્મન ડરાવે પગલા પાછા ભરાવે,
થરથર કાંપતા,ક્રૂર કાળજા હિબકતા હાંફતા,
કાં મરતા કાં મારતાં,મલક મૌતથી બચાવતા,
કૈક વિરલા શહીદી પામતા,પાળિયા એના પૂજાતા…

Divyrajsinh Sarvaiya (Dedarda)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s