Daily Archives: March 1, 2016

ખીરસરા પેલેસ – રાજકોટ

Standard

વર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતી.

image

કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને હેરિટેજ પ્લેસનો પુરાવા જેવો ખીરસરા પેલેસ શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહીં લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહીં વિદેશીઓ પણ તેનાથી અછૂતા રહી શક્યાં નથી. ખીરસરા પેલેસની ખાસયીતો રાજકોટથી 14 કિ.મી દૂર કાલાવાડ રોડ પર નાની ધારા અને ટેકરીઓ વચ્ચે કાળા પત્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરેયલો છે, આ ખીરસરા પેલસ. જેમાં 24 રજવાડી ઓરડાઓ છે. જેમાં એક મહારાજાનો અને 24 રોયલ ઓરડાં છે. કીલાની સુંદરતાથી અજાંઇને ફિલ્મ દિગ્દર્શકોએ અનેક વખત આ મહેલમાં ફિલ્મનું શૂટિંગ કર્યું છે. પેલેસનો ઇતિહાસ ખીરસરા પેલેસનો પોણા બે સૈકા જૂનો અનોખો ઇતિહાસ છે. કહેવાય છે કે, આ કિલ્લાને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. જો કે, આ ઇતિહાસ પૃથ્વીના પેટાળમાં ક્યાંક સમાઇ ગયો છે. હાલ કહેવાય છે કે, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી. દિવસે ચણતર કરવામાં આવતું પરંતુ રાત્રી થતાં જ ચણતર પડી જતું. અનેક વખત આ પ્રકારની ઘટના ઘટી. એ જ અરસામાં એક પીર બાબા ખીરસરા આવ્યા. રણમલજી તેમની પાસે ગયા અને મહેલના ચણતર અંગે વાત કરી. બાબાએ રણમલજીને એક ભુલવણી બનાવવા કહ્યું. રણમલજીએ એ ભુલવણી બનાવી. જેમાં ચારસો માણસ રહી શકે. જેમાં પીર બાબા અને તમનો રસેલો એ ભુલવણીમાં રહેતા.

image

આજે પણ એ ભુલવણીમાં પીરનું સ્થાનક તેમના વસંજોની કબરો આવેલી છે. યુદ્ધ વેળાએ શત્રુઓ પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે આ ભુલવણીનો ઉપયોગ કરવામાં આવતો. તેથી જ ખીરસરાનો કિલ્લો અજીત રહી શક્યો છે. જો કે, આ કિલ્લાની રચના અન્ય લોકોને ખુંચવા લાગી હતી.

image

જુનાગઢના નવાબે ખીરસરા પર હુમલો કરવાનું નક્કી કર્યું. પરંતુ નવાબ કંઇ કરે તે પહેલા રણમલજીએ જૂનાગઢના એકાદ બે ગામ પર હુમલો કર્યો અને સર કર્યા. આ વાતથી ગિન્નાયેલા નવાબ જાતે જ ખીરસરા સર કરવા તોપો લઇને આવ્યાં. ખીરસરા કિલ્લા પર અનેક હુમલા કર્યાં પરંતુ કિલ્લો કોઇકાળે તુટતો ન હતો. અને રણમલજી વચ્ચે યુદ્ધ છેડાયું. રણમલજીએ ભુલવણીમાં રહેલા પીર પાસે સલાહ માંગી અને પીર બાબાએ જણાવેલી વ્યૂહ રચના અપનાવી. જેનાથી નબાવ કિલ્લા પર ફતેહ કર્યા વગર જ જતા રહ્યાં.

image

નવાબની બે તોપો આજે પણ ખીરસરા પેલેસમાં વિજય સ્મારક તરીકે લગાવેલી જોવા મળે છે. રણમલજી પછીના વંસજ એ કિલ્લાની એ જોહાજહાલી સાચવી શક્યા નહીં જો કે, ઠાકોર સુરસિંહજીએ ફરીથી એ કિલ્લાને તેનો મોભો પાછો અપાવ્યો અને તેની જાહોજહાલી પરત ફરી.

જુની મેલાત – માંડવી (કચ્‍છ)

Standard

જુની મેલાત

image

        ભુજના રાજદરબાર જેટલો જ જુનો છે માંડવીમાં આવેલ ‘‘મોલાત‘‘.  તે પણ અગત્‍યનો છે.  માંડવીના દરિયાકિનારે આવેલ આ મહેલ કચ્‍છના મહારાવોનું પ્રિય સ્‍થળ રહેલ છે.  કચ્‍છના રાજાઓને ભુજ પછી કોઇ પણ સ્‍થળનું આકર્ષણ રહ્યું હોય તો તે માંડવી શહેરનું છે.  માંડવી બંદર આરોગ્‍યની દ્રષ્ટિએ ઉત્તમ છે.  ભુજની ગરમીથી બચવા માંડવી ઉત્તમ સ્‍થળ બની શક્યું છે.  વળી, તેનો દરિયાકિનારો પણ ઉત્તમ છે.  શહેર પોતે પણ રમણીય છે. આર્થિક દ્રષ્ટિએ પણ તે સમયે ભારતનાં અગ્રણી બંદરોમાંનું એક ગણાતું હતું.  વેપાર દ્રષ્ટિએ પણ સમૃધ્‍ધ ગણાયું છે.  આ બધા કારણે રાજાઓને પણ તે પ્રત્‍યે આકર્ષણ રહ્યું છે.

        આ બાબતને જ ખ્‍યાલમાં રાખીને રાવ લખપતજીએ માંડવીમાં આ નાનકડો મહેલ બંધાવ્‍યો હતો.  તે ઘણો જુનો હોવાની તેના વિશે કોઇ લેખિત આધારો પ્રાપ્‍ત થતા નથી.  માત્ર રસબ્રુકે પોતાનાં પુસ્‍તક The Black Hills માં તેનો ઉલ્‍લેખ કર્યો છે તે પરથી કર્ણોપકર્ણ જે વાતો સચવાઇ છે તેના વિશે જાણવા મળે છે.

        આ મહેલનાં બાંધકામમાં પણ રામસિંહનો અગ્રફાળો હતો.  તેનાં અન્‍ય ઉત્તમ સર્જનોની માફક મોલાત પર તેનો હાથ ફર્યો છે.  બે માળવાળો આ નાનકડો મહેલ કળા – કારીગરીથી શોભે છે.  મહેલ સામે ઉભા રહીએ તો પ્રથમ નજરમાં જ તેની વિશિષ્‍ટતા પકડાઇ જાય છે.  મોટે ભાગે દરવાજા પર જે સિંહની મુખાકૃતિ ગોઠવવામાં આવે તે સામામુખવાળી હોય છે, પરંતુ અહિં બાજુમાં મુખવાળા સિંહો રાખ્‍યા છે.  બારણા પાસેના દરવાનો પણ વિદેશી ઢબવાળા પોષાકથી આભુષિત છે.
         મોલાતના મુખ્‍ય દરવાજાની જમણી બાજુમાં મેદાનમાં ઉભા રહી તેની ભીંત પર નજર કરવામાં આવે તો આંખો તેના શિલ્‍પોમાં સૌંદર્યથી છલકાઇ જાય છે.  તેનાં શિલ્‍પો ભીંત પર સ્થિર નૃત્‍યો કરતાં દેખાય છે !  પ્રથમ નજર પડે છે કલામંડિત રથ પર.  ગીતાના કૃષ્‍ણ અને અર્જુન આપણાં મનઃચક્ષુ સામે તરી આવે છે. તેની બાજુમાં ગોખ નીચે, પુરૂષાકૃતિઓ પણ ધ્‍યાન ખેંચે છે.  બાજુમાં પ્રાણીઓના શિલ્‍પો વેરાયેલાં છે.

        શિલ્‍પો પર રામસિંહના વિદેશ પ્રવાસની ગાઢ અસર દેખાય છે.  તેમણે હોલેન્‍ડમાં જોયેલ સભ્‍યતાની સ્‍મૃતિ શિલ્‍પોમાં દેખાય છે.  નૃત્‍ય કરતી છોકરીઓ તથા હાથમાં દારૂની પ્‍યાલી લઇ નાચતા મસ્‍તીખોર ડચ લોકોનાં શિલ્‍પ પણ આંખમાં વસી જાય છે.  જેમ આંખ ફરતી જાય તેમ તેમ અનન્‍ય માનવ આકૃતિઓ આપણા સામે રજુ થાય છે.  તેના પર તડકો-છાયો પથરાય છે.  હવે તો તેના પર ચૂનાના થર જામી ગયા હોવાથી તેની નજાકત તૂટતી જાય છે.  છતાં પોતાનું બચ્યું સૌંદર્ય આપણાં સામે પુરૂં પ્રગટ કરે છે.

        અંદરના ખંડોમાં ફરીયે તો પણ ખૂણે ખાંચરે તેનું શિલ્‍પ જોવા મળે છે.  છતો નીચે મનોરમ્‍ય નકશીકામ દેખાય છે.  અંધારામાં જાણે પ્રકાશ પથરાઇ જાય છે.  આ મહેલ પણ ઐતિહાસિક રહ્યો છે.  રાવ લખપતજી જયારે માંડવી આવતા ત્‍યારે ત્‍યાં રહેતા.  પછીના રાજાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે.  રાવ રાયધણજી બીજાનો ઉલ્‍લેખ કરવો જરૂરી બને છે. તેમણે પ્રજાની ધર્માન્‍તરની પ્રક્રિયા શરૂ કરી અને માંડવી પર આક્રમણ કર્યુ ત્‍યારે કેદ પકડાયા અને આ મોલાતના બીજા માળે તેમને નજર કેદ કર્યા હતા એવી લોકવાયકા છે.  તેમની પ્રકૃતિ ઉશ્કેરાટ ભરી હોવાથી, તે સહન ન કરી શકતા આ બંધનને અને ઉશ્‍કેરાટમાં થાંભલા પર તલવારનો ઘા કરતા ઘાના લસરકા હજી પણ થાંભલાઓએ સાચવી રાખ્‍યા છે.

        મહારાવશ્રી ખેંગારજી ત્રીજાને પણ આ સ્‍થળ અતિ‍‍પ્રિય હતું.  તે પણ માંડવી આવતા ત્‍યારે ત્‍યાં જ રાત્રી નિવાસ કરતા.  ત્‍યાંથી જ વહીવટ ચલાવતા.  સાંજે શિલ્‍પમંડિત ભીંત સામેના ઓટલા પર બેસી દરબાર ભરતા અને ન્‍યાયનું કાર્ય કરતા ક્યારેક કોઇને દેહાત દંડની સજા કરવી પડે તો સૌંદર્ય વચ્‍ચે પણ ઉદાસ થઇ જતા અને એક દિવસનો ઉપવાસ જાહેર કરતા અને ઓટલા પર ઉદાસીન થઇ બેસી રહેતા.  આ રમણીયતા અને ઠંડક તેમની ગમગીની ઓળખવામાં ખૂબ મદદરૂપ થતી હશે.

દરબાર ગઢ – ભુજ (કચ્‍છ).

Standard

દરબાર ગઢ

image

        ઇ.સ. ૧પ૪૯ માં રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજમાં તોરણ બાંધ્‍યુ.  ત્‍યાં તેમણે “ટીલામેડી” બનાવી, તે જ દરબાર ગઢનો પાયો.  પછી તો તેમના વંશજો આવતા ગયા તેમ તેમ પોતાપોતાની રૂચિ મુજબ તેમાં ફેરફારો કરતા ગયા, અને મેડી દરબારગઢમાં ફેરવાતી ગઇ.  તેનો વિસ્‍તાર વધતો ગયો.  રાવ ગોડજી તથા દેશળજી પહેલાના સમયથી તેનામાં કલાત્‍મકતા ઉમેરાઇ.

image

        આ બધામાં ઉલ્‍લેખનીય રાવ લખપતજી (સન ૧૭૫ર-૬૧) તે પોતે ઉત્તમ કળાવાંચ્‍છુ તથા સાહિત્‍યસેવી હતા, અને તેમને મળી ગયો રામસિંહ માલમ – યુરોપીયન કળાનો સિધ્‍ધહ‍સ્‍ત કળાકાર !  મહારાવ અને માલમના સ્‍વપ્‍નાનો આકાર – સાક્ષાત્‍કાર – એટલે દરબાર ગઢમાં આવેલ “આયના મહેલ” .  રામસિંહની એ કલ્‍પનાને સાકાર કરી કચ્‍છના પરંપરાંગત દહિસરિયા સુતારો પૈકી ગઇધર દેવશીએ ને આયના મહેલ સર્જાયો.  આજે પણ તે અજોડ ગણાય છે.  હવે તો તે ‘‘મહારાવ મદનસિંહજી મ્‍યુઝિયમ અને કલાઅટારી‘‘ માં ફેરવી નાખવામાં આવ્‍યો છે અને પ્રજા માટે ખુલ્‍લો મુકાયો છે.  પરંતુ તેના ખંડો અને તેમાં સાચવેલ ઐતિહાસિક વસ્‍તુઓને નીરખીએં તો મહારાવનો કળાપ્રેમ તથા રામસિંહની દ્રષ્ટિ પ્રત્‍યે સલામ ભરવાનું મન થાય.

image

        ભુજમાં આવેલા હોળી ચકલાના નાકામાં પ્રવેશો એટલે દરબારગઢના ચોકમાં પ્રવેશો છો.  ત્‍યાં સામે પ્રથમ નગારખાનું આવે.  તેના દરવાજામાં પ્રવેશો એટલે જુના રાજગઢમાં આવો છો.  ત્‍યાંથી આગળ વધી જુના ધુઆરની દોઢીને જોડાતા અટારિયા દરવાજામાંથી થઇ ‘‘મન-વિલાસ‘‘  ચોકમાં આવીએં કે તરત આયના મહેલ આવે છે.  તેના પ્રવેશદ્વવાર પાસે જ ‘‘કચ્‍છ વર્ક‘‘  ની નકશીદાર ઝાળી દેખાય છે.  તેનું ઝીણવટભર્યુ નકશીકામ ત્‍યાંથી પસાર થનાર કોઇ પણ વ્‍યકિતનું ધ્‍યાન તરત ખેંચે છે.  તેમાંથી અંદર પ્રવેશો એટલે ઝરૂખો દેખાશે, જે આગળ લોબી હતી.  હવે તેને મ્‍યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી છે.  ત્‍યાંથી ‘‘શીત મહેલ‘‘  માં પ્રવેશ મળે છે.  ખંડના મધ્‍યમાં ૫૮૪ x ૬ર૮ સે.મી. માપનું પ્‍લેટફોર્મ (પેઢલી) છે.  તેના પર પશ્ચિમાભિમુખ મહારાવ લખપતનું શ્વેત સંગેમર્મર સુંદર આસન ગોઠવેલ છે.  તેના પર હવા નાખવા માટે બુટાદાર મોર ભરેલો ઝુલણ પંખો લટકાવ્‍યો છે.  ચારે બાજુ સંગીતના વિવિધ સાધનો ગોઠવ્‍યા છે.  પગટેકણીયા પાસે મહારાવની ચાખડી છે.  તેને પહેરીને ચાલતા ત્‍યારે કમળફૂલ આકારનું તેનું આંગણી ટેકણ ખટક અવાજથી ઉઘાડબંધ થતું અને તેમાંથી અતરરસ્‍યું કંકુ રેલાતું.

image

         આ બેઠકમાં ફરતે ૭૦ સે.મી. ઉંડો અને ૧૭૦ સે.મી. પહોળો હોજ બનાવ્‍યો છે. તેમાં ફૂવારા ગોઠવ્‍યા છે.  તેની કિનારી ફરતે કૃત્રિમ કમળ ફૂલની દીપની હારમાળા મૂકી છે.  તેની પાછળ ફરતે ર૧પ સે.મી. લાંબી પરશાળ છે.  તેની થાંભલીઓ પર વિવિધ છબીઓ મૂકી છે.  તેની ચારે તરફ ૩ર૦ સે.મી. ની ઉંચાઇની પથ્‍થરનાં ચણતરની દિવાલ છે. તેના પર આવેલ ચૂનાની ભારે છત્ત માત્ર લાકડાકામ પર ટેકવેલ છે.  દિવાલ પર મૂકેલ જાડા લાકડાની પાટો પર મૂકેલ દરેક ખૂણે પાંચ એવા ૫૦૦ સે.મી. મોટા સવલણના ર૫ ગુંધાના આધારે ટેકવેલ છે.  છત અને દિવાલ વચ્‍ચેના ખુલ્‍લા ભાગને ૩૦૦ સે.મી. ઉંચી લાકડાની કમાન દિવાલથી ઢાંકી દીધેલ છે.  રાવ લખપતજીએ આ ખંડમાં મનોરમ્‍ય વાતાવરણ સર્જવાનો પ્રયત્‍ન કર્યો છે.  સૂર્યનો સીધો પ્રકાશ પણ ન આવે છતાં તેની છાયા નિયં‍ત્રિત થવાથી ખાસ પ્રકારનું અંધારૂં તેમાં થાય અને તેમાં ઝગમગતા દીવડાઓથી અને ઝુમ્‍મરોથી એક પ્રકારનું માદક વાતાવરણ ઉભું થાય.  મહારાવ અહીં દરબાર ભરતા, નૃત્‍ય જોતા અને કાવ્‍ય સર્જન પણ કરતા..

image

        તેના પાસે ‘‘બહારમોલ‘‘ છે.  તે વાસ્‍તવમાં આયના મહેલ છે.  તેની થાંભલીઓ અને છત પર આભલાંજડિત અરીસાઓ જડેલા છે.  ખંડમાં વિવિધ દેવોની કાષ્‍ટમૂર્તિઓ રાખેલ છે.  કચ્‍છના મહારાવોનાં તથા મોઘલોનાં ચિત્રો પણ રાખેલાં છે જે અભ્‍યાસનીય છે.

        આ ખંડની વચ્‍ચે ‘‘હીરામોલ‘‘  છે.  તે મહારાવનો શયનખંડ છે.  તેની ભીંત આરસની છે.  છતમાં સોનાની કિનારીવાળા આયના જડી દિવાલને હીરાજડિત વેલબૂટાની બાંધણી ભાતથી અલંકૃત કરી છે.  ડાબી બાજુ સુવર્ણના પાયાવાળો ઢોલીયો છે.  તેના પર (હવે) લખપતજીની ‍હીરાજડિત ઢાલ-તલવાર રાખવામાં આવેલ છે.  ખંડમાં મહારાવનો શોખ પ્રગટ કરતી અને રામસિંહની કળાદ્રષ્ટિની કમાલ દેખાળતી વસ્‍તુઓ ગોઠવી છે.

        ત્‍યાંથી જનાનખાના (રાણીવાસ) માં જવાના દરવાજા પર બેસાડેલ કમાડ હાથી દાંતના છે.  તે લખપતજીના પિતા ગોડજીના સમયમાં ૧૭૦૮ માં બનાવેલ છે.  તેની સૂક્ષ્‍મતમ નકશી જોનાર આશ્ચર્યવત જ બને છે.  અનેકે તેની માંગણી કરી છે, પણ સદભાગ્‍યે, તે આજે પણ મ્‍યુઝિયમમાં જ સચવાયેલ છે.

        આયના મહેલમાં અનેક વસ્‍તુઓ જોવાલાયક છે. તેમાં મુખ્‍ય છે ૧પપ વર્ષનું જુનું કચ્‍છી બનાવટનું અદભુત ઘડિયાળ.  તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોરો કરે છે.  તે સાલ, માસ, તિથિ, ચોઘડીયાં, કલાક, મિનિટ, સેકન્‍ડ, સુર્યોદય, સુર્યાસ્‍ત તથા ચંદ્રકળા બતાવે છે. આજે પણ તે ચાલુ છે.  તેના સામેની ભીંત પર રાવ પ્રાગમલજીના સમયમાં યોજાતી નાગપંચમીની ભુજીયાની સવારીની ચિત્રપટ્ટી પણ જોવાલાયક છે. તેમાંથી રાજદરબારની રસમો તથા લોકજીવનનાં દર્શન થાય છે.

પ્રાગ મહેલ – ભુજ(કચ્‍છ).

Standard

પ્રાગ મહેલ

image

        નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે.  તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે.  તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્‍યો છે.  રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો.  તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો.  છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિ‍યા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું.  આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્‍યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે.  આવું ભવ્‍ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું.  તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે)  તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો.  વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે.  તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં.  આ હોલ છોડવાનું મન જ ન થાય.

        ત્‍યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય.  ત્‍યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે.   ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્‍મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે.  સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે.  તેનું બાંધકામ તો જાણે નીરખ્‍યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.

image

        દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે.  ત્‍યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે.  તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે.  દરબાર ગઢ આસપાસ ગઢ છે.  તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે.  પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘  કહે છે.  રાજવીના કુટુંબના સભ્‍યનું મૃત્‍યુ થાય તો તેનું શબ ત્‍યાંથી બહાર નીકળતું.  (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્‍યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી.  પ્રાગમહેલ પાછળ મલ્‍લો માટેનું મેદાન તથા સ્‍નાનાગાર આવેલ છે.  તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.

image

         આજે પણ તેની ભાંગી-તૂટી ભવ્‍યતા અકબંધ છે.  પ્રવાસીને હજી પણ તે આકર્ષે છે અને રાજાશાહીની ઝાંખી કરાવે છે.

શરદબાગ પેલેસ કે જ્યા કચ્છની સૌ પ્રથમ લિફ્ટ નાખવામાં આવી હતી

Standard

image

કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી, હમીરસર તળાવ સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લાં રાજવી જે જેમનું નિધન ૧૯૯૧માં યુનાઈટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધી અને જડીબુટ્ટીઓથી છલકાતું લીલુંછમ્મ બાગ માત્ર કચ્છ જ નહીં, પરંતુ દેશદેશાંતરમાં બોટોનીકલ ગાર્ડન તરીકે ખ્યાતિ પામ્યું હતું અને મદનસિંહજી મહારાવના મૃત્યુ બાદ આ રાજમહેલને પેલેસમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહારાવ મદનસિંહજીએ કચ્છને આયના મહલ જેવી અનોખી અને અમૂલ્ય ભેટ આપી છે અને છેલ્લાં અનેક વર્ષોથી એક આદર્શ પરિયોડિકલ મ્યુઝિયમ તરીકે આયના મહેલે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને આશરે ૧૫ લાખથી વધુ સહેલાણીઓએ આ મહેલની મુલાકાત લીધી હતી એ બધુ તો આપણે અગાઉ જ આયના મહલની મુલાકાત લીધી હતી ત્યારે જાણી લીધું હતું.

લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા

Standard

લક્ષ્મી વિલાસ પેલેસ

image

દેશ-વિદેશમાંથી કોઈપણ પ્રવાસી વડોદરા આવે અને આ સંસ્કારી નગરીની શાન સમાન લક્ષ્મી વિલાસ મહેલની મુલાકાત ન લે તો આ પ્રવાસ અધુરો રહી ગયો કહેવાય. મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમથી ઇ.સ.1890માં લક્ષ્મી વિલાસ મહેલ બાંધવામાં આવ્યો હતો. આ મહેલની અંદર ધાતુની સુંદર મૂર્તિઓ, જૂના હથિયારો તથા મેઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આવ્યું છે. સો વર્ષ પહેલા આ મહેલમાં વીજળીની સુવિધા હતી. આ મહેલની બાલ્કનીમાં મોંઘા ગણાતા સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણી જગ્યાએ કોતરણીમાં એસઆરજી લખેલું જોવા મળે છે, જે સયાજીરાવ ગાયકવાડનું ટૂંકું નામ છે. લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરતાં 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. પેલેસનો દરબાર હોલ સંગીતના જલસા માટે પ્રખ્યાત છે તથા હોલમાં વેટિકન મોઝેક લગાવવામાં આવ્યાં છે. આ મહેલમાં ચિત્રકાર રવિ વર્માના 12 ચિત્રો લગાવવામાં આવ્યા છે. સાર્સેનિક શૈલીનું આ સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું, પરંતુ ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. બકિંગહામ પેલેસ કરતાં પણ ચારગણા કદનો લક્ષ્મી વિલાસ પેલેસ તે સમયે સૌથી અદ્યતન ઇમારત ગણાતો હતો, જેના ઇન્ટિરિયરમાં એલિવેટર્સ અને યુરોપિયન કન્ટ્રી હાઉસનાં એલિમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.પેલેસના મુખ્ય હોલ દરબાર હોલમાં વેનેશિયન મોઝાઇક ફ્લોર, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને વોલ્સ પર બારીક મોઝાઇક ઇન્ટિરિયર છે. ફેલિસીના ટેરાકોટા, માર્બલ અને બ્રોન્ઝ સ્ટેચ્યુઝ આ પેલેસની શાન છે. ક્યુ ગાર્ડન્સના સ્પેશિયાલિસ્ટ વિલીયમ ગોલ્ડરિંગે તેના આસપાસના ગ્રાઉન્ડઝ ડિઝાઇન તૈયાર કર્યા હતા. પેલેસનું કમ્પાઉન્ડ અંદાજે ૭૦૦ એકરનું છે. મોતીબાગ પેલેસ અને મહારાજ ફતેહસિંઘ મ્યુઝિયમ પણ પેલેસ પરિસરમાં છે.
Address: રાજમહેલ રોડ, વડોદરા

વિજય વિલાસ પેલેસ – માંડવી કચ્છ

Standard

વિજય વિલાસ પેલેસ – માંડવી (કચ્‍છ).
વિજય વિલા

image

        ત્રીજા ખેંગારજી સુધીના રાજવીઓને માંડવી આવવાનું થતું ત્‍યારે તે મોલાતમાં રહેતા, પરંતુ ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્‍વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્‍છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતા માટે જુદો મહેલ બંધાવ્‍યો.  તે આ વિજય વિલાસ.

image

         વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો.  ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો એવો એક અભિપ્રાય છે.  પણ ત્‍યાંના જૂના કર્મચારી શ્રી ગઢવી પુનશીરાજે પોતાની જુની ડાયરીમાંથી તેની પાયાવિધિની તારીખ વિક્રમ સંવત ૧૯૭૯ ના વસંત પંચમી બતાવી.  તેનો અર્થ ઇ.સ. ૧૯ર૩ ની ર૦મી ફેબ્રુઆરીએ તેની પાયાવિધિ થઇ હશે.  તેના આર્કિટેકટ તરીકે જયપુરના શ્રી માધવરાવ, ઇજનેર તરીકે શ્રી છોટાલાલ સી. શેઠ, પાયો ભરનાર હરિરામ ઠક્કર તથા ઓવરસીયર તરીકે હિંમતલાલ ધોળકીયા હતા.  મિસ્‍ત્રી બાલારામ હતા. પુનશીરામના અંદાજ પ્રમાણે તેનું ખર્ચ ૬૦ લાખ કોરી થયું હતું.  પણ શ્રી પૃથ્‍વીરાજજીના અંદાજ પ્રમાણે ર૦ લાખ કોરીથી વધુ ન હોય.  મહેલને બાંધતા બાર વર્ષ લાગ્‍યા હતાં.  તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્‍યાત વનસ્‍પતિશાસ્‍ત્રી ઇન્‍દ્રજીએ કર્યુ.  પ્‍લાન્‍ટેશન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ.  આજે તો ઘણું અસ્‍તવ્‍યસ્‍ત છે.  સુકાવા લાગ્‍યું છે છતાં તેની ભવ્‍યતાની ઝાંખી જોવા મળે છે.  મહેલની જાળવણીનું કાર્ય રાજયના ઇજનેર મહાપ્રસાદ દેસાઇ કરતા.

image

        મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્‍યતા આપણા સામે પ્રગટે છે.  ત્રણ માળનો વિશાળ વિલા છે.  ભોંયતળીયે આઠ ખંડ છે.  પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે.  આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્‍કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્‍પોથી શોભતા હતા.  રૂમમાં જઇએં ત્‍યારે જુના કાશ્‍મીરી ગાલીચાની મુલાયમતા સ્‍પર્શી જાય છે.  નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્‍યાન ખેંચે છે.

image

        પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે.  ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્‍યાંથી ખસવાનું મન જ ન થાય.  વિજયરાજજી ઢળતી બપોરે ત્‍યાં બેસતા અને રંગો વચ્‍ચે નહાતાં.

image

        વચ્‍ચે આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્‍યો છે.  ત્‍યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્‍ટીંગ્‍સને જોવા જેવા છે.  હોલમાં દેશી પિયાનો લટાવ્‍યા છે.   તેના મીઠા સૂર સમગ્ર ખંડમાં પથરાતા દેખાય અને આપણા અસ્તિત્‍વને ઝંકૃત કરી જાય છે. જૂનાં ચિત્રો સાથે શ્રી એલ.સી. સોનીનાં આધુનિક ચિત્રો પણ ખંડની શોભામાં વધારો કરે છે.  પાસેનાં રૂમમાં ચાઇનીઝ પેટી-પટારા જોવા મળે છે.

image

        પ્રથમ માળે જનાનખાતું હતું.  તેની રચના પણ નીચેના રૂમો જેવી છે.  માત્ર વચ્‍ચેના રૂમની જગ્‍યાએ અગાસી છે.  ત્‍યાંની ઝીણી નકશીકામવાળી જાળીઓ મુસ્લિમ કળાનાં દર્શન કરાવે છે.  તેના તોરણો દેલવાડાંની યાદ અપાવે છે.  તેમાંથી સૂર્યનાં કોમળ કિરણો પસાર થાય ત્‍યારે તેની ગુલાબી ઝાંય મહેલને અવર્ણનીય રંગ અર્પે છે.

Revenue Talati Written Exam Answer keys / Paper Solution, 2016

Standard

Revenue Talati Written Exam Answer keys / Paper Solution, 2016

Paper solution / answer keys for Revenue Tatati written exam, 2016 is now exclusively available at RIJADEJA.com. You can view it online or download in pdf format. This exam was held on 28 February, 2016.

View answer keys online here (Completed) [1.4 MB]
Direct download

ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી

Standard

ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી

image

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદરઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ—કન્યા !
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા

image

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.
“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
દુલા કાગ

દશાવતાર

Standard

દશાવતાર
કાગવાણી—દશાવતાર /કાગવાણી ભાગ 1/ગુર્જર/ કવિતા 75/પાનુ:96

દશાવતાર

image

દોહા

પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર;

કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર.    1

કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર;

તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો કિરતાર.          2

રામ કૃષ્ણ ઇક રૂપ છે, જુદાં જરા ન જાણ;

આપ સત્તાથી અવતરે, દૈત દહન દહીવાણ.         3

રૂપ ગહન શક્તિ ગહન, ગાવા ગુણ આગાર;

કવિ પુરાણે જે કથ્યા, વરણું દશ અવતાર            4

************************************

1.મીન

છપ્પય

બ્રહ્મ વેદકો હરન, કરન અકરન જગકામં,

દૈત્ય મહા દહીવાણ, સુર નર ગણે ન શામં;

અધરમ કરે અપાર, નિરંકુશ રહે નિરંતર,

ડરે દેવ નર નાગ, કોટિ વિધિ કરત કુમંતર.

’કાગ’ કહત સુર રાવ સુણિ,

મીન રૂપ આપે થિયા;

શંખાસુર સંઘારિને,

બ્રહ્મ વેદ પાછા લિયા.    1.

*******************************************************

2. કમઠ

દૂન વખત દહીવાણ ! દેવ ને દૈત બુલાયા,

બહતર કોટિ અસુર, ક્રોડ તેત્રીસે આયા;

મથ્યો સિંધુ મહારાજ, કાજ દેવનકા કરિયા,

ચૌદ રતન દધિ લીધ, જેમ ઓપે ઇમ ધરિયા.

’કાગ’ કહત જય નાથ જય,

હરન દુ:ખ જય જય હરિ,

સિંધુ મથ્યો અશરણશરણ,

કમઠ રૂપ ધારણ કરી.   2.

**************************************************                                           3.વરાહ

તૃતીય વખત ત્રણરાવ ! દ્વૈત જાગ્યો વિકરાલં,

ડરહિ ન અડરન દૈત્ય, કોપ સુર  કંપ કરાલં;

ધરા લહિ અધરાન, જાત પાતાળ ઝપાટે,

તેહિ જાણી સુર નાગ, મનુજ ભયભીત સપાટે.

ક્રોધ રૂપ વારાહકો,

હિરણ્યાક્ષ ઢાહન કરી;

‘કાગ’ કહત વારાહ જય,

ધરા નાથ દંતે ધરી.    3

*********************************************

4.નૃસિંહ

ચારી વખત ધર શામ ! દૈત હિરણાકંશ જાગ્યો,

મહાપાપ ધર માંડ, થંભ ધર થડકન લાગ્યો;

ફડક બાણ ફણધાર, ધડક દેવન મન ધારે,

ધરણિ ભાર સર ધડક, ‘પાહિ’ મુખ નાથ પુકારે.

’કાગ’ કનક કશિપુ હણ્યો,

ધોમ ક્રોધ આપે ધરી;

કીન વાર પ્રહલાદકી,

નૃસિંઘ રૂપ જય નરહરિ !    4

****************************************************

5.વામન

પંચ  વખત પરજ્ઞાન ! રિયણ પ્રગટ્યો બળરાજં,

યજ્ઞ નવાણું કીન, સોહે ઇંદ્રન સમ સાંજ;

દેખ ડર્યો મન દેવ, રાજ સુરપતકો લીજે,

વિયાકુળ સબ વિબુધ, દયા કર ધીરજ દીજે.

‘કાગ’ કહત બળ છળનકો,

લઘુ રૂપ નાથે ધર્યો.

વામનસે વિરાટ બણી,

ભુવન તીન ત્રય પદ ભર્યો.     5.

********************************

6.પરશુરામ

છઠે વખત સુરરાય ! આપ ધાર્યો અવતારં,

જમદગ્નિ હો તાત ! માત રેણુકા ધારં;

કામધેનુ હિતકર દેવ હિતકાર દયાળં,

પરશુરામ પરમેશ, રોષ જ્વાળા વિકરાળં,

ઇકવીશ વાર  નિક્ષત્રિ ઇલા,

ધોમ પરશુ કર ધાર તે;

‘કાગ’ કહત, પરશુધરન !

ઉતાર્યો ભૂ ભાર તે.     6

*************************

7. રામ

સપ્તમ વખ્ત સુરેશ ! દૈત્ય લંકાપતિ રાવન,

ડરે શેષ દિગપાળ, પુત્ર મહ ઇન્દ્ર નસાવન;

ધરર કચ્છ ધર થંભ, ધીર બ્રહ્માદિ ન ધારે,

ધરણિ ભાર સર ધ્રૂજી, પાહિ સુખ રામ પુકારે.

‘કાગ’ કહત ધર રાવ સુણી;

રામ રૂપ આપે ધર્યા;

સિયા-હરણ દશશીશકો,

વંશ—નાશ રણમાં કર્યો.     7

************************************

8. કૃષ્ણ

અષ્ટમ વખ્ત, અવિનાશ ! કંસ ધર હુવો કરાલં,

દૈત ઘણા વિકરાળ, કામધેનુ  જન કાલં;

હુવો મહા ભૂભાર, કહે ધર ત્રાહિ અપારં,

સકળ નિવારણ પાપ, કૃષ્ણ રૂપે કિરતારં.

કંસ આદિ રાક્ષસ હણ્યા,

અવનિ શાંત હો ઇશ્વરા !

’કાગ’ કહત હરિકૃષ્ણ ! તેં,

ધર્મ વેદ સ્થાપ્યો ધરા.   8

******************************

9.બુધ્ધ

નવમ વખ્ત નારા’ણ ! જુગ ધર જામ્યો,

ચાર ધર્મનો નાશ, વેદ મારગ પણ વામ્યો;

ભણ્યા શૂદ્ર તે વેદ, બ્રહ્મ વેદ જ નહ જાણે,

ક્ષત્રિ ધરમને છાંડ, પંથ અવળા બહુ તાણે.

પાપ રૂપ પરજા બની.

કમઠ શેષ દિગ કણકણ્યા;

ધરી સમાધિ ધ્યાન તે,

બુધ્ધ રૂપ આપે બણ્યા.    9

*****************************

10.નિકલંક—કલ્કિ

દશમ વખ્ત હે દેવ ! રૂપ નિકલંકી ધારો,

પાપ વૃંદ ઉથાપિ, ધરાનો ભાર ઉતારો,

એક એક તુંહિ એક, એક હો દીનદયાળા !

આપ કૃપાના ધામ ! અસુર ઉપર વિકરાળા !

દશ રૂપ ભૂપ ત્રય ભુવનકે,

ધામ પરમ કાને ધરો,

કૃષ્ણ-બ્રહ્મ-નિકલંક ! જય.

’કાગ’ શીશ કરુણા કરો !   10