બ્રહ્મ ભૂમિ હળવદ એક સમયે સમરાંગણ હતું…

Standard

રાજા રજવાડાના સમયમાં હળવદ ઝાલાવાડનું પાટનગર ગણાતું હતું. રાજાશાહી સમયે હળવદની લાલ ભૂમી ઉપર ઝાલાવાડના સૌથી વધુ યુધ્ધો થયાના પુરાવા મોજુદ છે અને આ યુધ્ધોમાં ખપી ગયેલા ૩૭૫થી વધુ યોધ્ધાઓના શૌર્યની ગવાહી પુરતા પાળીયા આજે પણ હળવદમાં મોજૂદ છે.
હળવદ એક સમયનું સમરાંગણ ગણાતું હતું.

image

‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇ પુજાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એ પંક્તિને યથાર્થતા હળવદે બક્ષી છે. ઐતિહાસીક ગણાતી હળવદ નગરીની એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં ૩૭૫થી વધુ પાળીયાઓ મોજુદ છે અને આવા હળવદના મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ત્રણસોથી વધુ દેરીઓ આવેલી છે એ સતી સ્ત્રીઓને તેના કુટુંબીજનો દેવી ગણી આજે પણ તેની પૂજા કરે છે.

સિંદુરના કેશરીયા થાપાઓથી નાની-નાની ડેરીઓમાં કે ક્યાંક ખુલ્લા મેદાનમાં ઉભેલા આ પાળીયાઓ જોઇને ખરેખર આ ભૂમી વિશે ગૌરવ થઇ આવે છે અને હળવદનાં શુરાઓની મર્દાનગીને વંદન કરવાનું મન થાય છે.

શૂરવીરતાની ઐતિહાસીક વાતોથી ધબકતા હળવદ શહેરની ચારે-ચાર દિશાઓમાં જ્યાં નજર કરો ત્યાં પાળીયા તો છે જ પણ શહેરની ચારેય દિશાઓમાં શિવજીના શીખરબંધી પુરાણા શિવમંદિરો છે. ત્યારે શિવજી અને પાળીયા હળવદને ક્યારે પણ ઉની આંચ ન આવે તેમ રક્ષણ કરી રહ્યા છે. અંદાજે શહેરમાં પચાસથી વધુ શિવ મંદિરો છે.હળવદની ચારે દિશાઓમાં પાળીયા અને શિવજીનું રક્ષણ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s