મહાદેવ ની મહાશિવરાત્રી

Standard

           ભગવાન ભોળાનાથ, મહાદેવ, દેવાધિદેવ, શંકર, શિવ, પિનાકપાણી, રુદ્ર, મહાકપાલી, ત્રિનેત્રી… એવા તો કઈ કઈ નામધારી પ્રભુ મહા મહેશ શિવ શંકર નો આજ નો દિવસ એટલે મહાશિવરાત્રી, જે ભગવાન શિવ ને અતિપ્રિય છે. જે પુષ્પ કોઈ ને ના ચડે એ ધતુરો મહાદેવે સ્વીકાર્યો, સદા ધ્યાન માં મગ્ન મહાદેવે ભાંગ સ્વીકારી, ભાંગ નું પાન કરવાનું કારણ એજ કે સમાધિ માં લિન રહે, કુદરતી ભાંગ ના સેવન થી જે કાર્ય માં લિન હોઈએ ભાંગ લીધા પછી તેજ કાર્ય માં આપણે તલ્લીન થઇ શકીયે, સાધુ બાવા ભજન કરવા માટે ભાંગ નું સેવન કરતા જેથી ભાંગ ની અસર માં તેમનું ભજન અવિરત ચાલુ રહે, અઘોર યોગીઓ યોગ અને સમાધિ માં મગ્ન રહેવા ભાંગ નું સેવન કરે, ભોળા એ માનવ થી માંડી દેવ સુધીની વિપત્તિ ઓ હરી છે, સમુદ્રમંથન નું વિષ પણ મહાદેવે કંઠ માં ધારી બ્રહ્માંડ ઉગાર્યુ, ત્રિપુર નો અંત આણી ત્રિપુરારી કહેવાયા, પંચમુખ ધારી પંચાનન, નંદી નાં અસવાર નંદીશ્વર, સોમ ચંદ્ર ને ધારણ કરનાર શશીધર-સોમેશ્વર, યોગ માં મગ્ન રહેવાથી યોગેશ્વર, પીનાક ધનુષ્ય ના ધરનાર પિનાકપાણી…
          દેવો દૈત્યો માનવો થી માંડી યક્ષ કિન્નર ગંધર્વ સૌ કોઈ ના આદ્ય દેવતા શંકર છે. શિવ ની પ્રિય અહોરાત્ર મહાશિવરાત્રી, સ્વર્ણ ની લંકા નગર નું નિર્માણ કરી બ્રાહ્મણ રાવણ ને દાન આપી દીધી, જયારે રાવણ ને મદ આવ્યો કે પોતાથી મોટું શિવ ભક્ત કોઈ નહીં અને આખો કૈલાશ લંકા લઇ જવા કૈલાશ ઉપાડ્યો ત્યારે પગ ના અંગુઠા થી કૈલાશ ને પાછો દબાવ્યો ત્યારે રાવણ નાં આંગળા હિમાલય નીચે આવી ગયા ને શિવ સ્તુતિ નો રાવણે છંદ બનાવ્યો તે પ્રખ્યાત રાવણ કૃત શિવ તાંડવ. અનેક કવિ ઓ લેખકો દ્વારા શિવ નું ઘણું વર્ણન કરાયું છે.

image

           કામદેવ ને ભસ્મ કરી કામ નો ઉપદ્રવ ઓછો કરનાર શિવ છે, દક્ષ ના યજ્ઞ નો વિધ્વંશ કરનાર શિવ છે, સતી ઉમા પાર્વતી ના ભરથાર ભોળા શિવ છે… કલ્પના માં પણ સમાઈ નહીં એવા મહા કાય શિવ છે, અને બે જ અક્ષર માં સમાઈ જાય તેટલા સૂક્ષ્મ પણ શિવ છે, અજર અમર છે, અકળ અનુપમ છે… દુનિયા ભર ના કાગળ પુરા થઇ જાય તો પણ શિવ ની વિશાળતા લખી ન શકાય. ભસ્મ ધારી, ખોપરી ની માળા ધારણ કરનાર મહાદેવ ને મહાશિવરાત્રી ના મહાશત મહાશત નમન

image

पंचानन शिव स्तुति

पंचानन प्रणमु प्रथम, षट् रागा संहार।
सप्तर्षि अनंत सुचवे, अष्ट प्रहर उदगार॥

नमो महेश आदिनाथ साथ पार्वती तमो,
नमो गुणेश कार्तिकेय नाग सिंह ज्यां भमो,
कणे गणे विराट वामनाय रूप तो धरा,
अनंत अंत आशरो अनंत आप तो हरा…1

डमा डमा प्रचंड तांडवे शिवा दुखो दमा,
गलेय रुंड नाग झुंड चंद्र भाल की शमा,
हिमाय शृंग तुंग ने हले चऊद भुवनो,
अनंत अंत आशरो नमो शिवाय आपनो…2

जटा सुहात गंग मात पाप नाश पावना,
भभूत भूत नी जमात लेर मोज लावना,
सुरो मुनिवरों समेत ध्यान श्री हरी धरे,
अनंत अंत आशरो खमा करो समे खरे…3

उठे ध्वनीय आभ ओमकार आप ज्यां वसो,
समाध मां सुखी सदा करंत भंग नो नशो,
खिलेल फूल ना खरे करे किलोल आपथी,
अनंत अंत आशरो उगार तार ताप थी…4

पिनाकपाण बाण धार मार त्रिपुरार ने,
तृतीय नेत्र थी संहार काम देव वार ने,
सुधार काज दिव्यराज शंकरा नमो नमो,
अनंत अंत आशरो उमापति रमो तमो…5
– दिव्यराजसिंह सरवैया कृत

वीर छप्पय

image

शंकर कंकर कणे, मणे महाकाय महां जे,
वेद ऋचा ओ वणे, भणे ब्रह्माण्ड बिराजे,
गाजे विज्जळ घणे, खणे पशुपत ज्यां नाचे,
हाड पातकां हणे, बणे बंका रण राचे,
व्याघ्रचर्म शीश शशिधरां, कण्ठ विखंधर व्याल।
आराधु शिवजी अनंत, नन्दीश्वर कर न्याल॥

image

़            शिवाष्टक
~•°•छंद ः भुजंगप्रयात•°•~

जयो ज्योति रूपम जटाधर जोगी,
नमो नट्टराजन अहालेक भोगी,
शिरे सोम धारी सदा निर्विकारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..१

गळे नाग बंधा जटे रुंध गंगा,
कटी व्याघ्रचर्म भरे नित भंगा,
निजानंद मोज़े मजा अल्लगारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..२

सती विन शंकर बजे डाक डम्मर,
बने रौद्र बंकर घुमे हर घम्मर,
रुवे रोम राजे नमो अर्धनारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..३

त्रणे लोक तारे उजारे महेशा,
करे कोप तो खोपरा कर ग्रहेशा,
नचे नाच तांडव रीझे प्रलेकारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..४

पृथी सर्ग पाताल महादेव दाता,
भवो पाप जाता भोळा मन भाता,
जपा नामं जारी मुखे त्रिपुरारी
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..५

तमो देव आदी अनादी सुरेशां,
झरे तेज काया न रूपा उमेशां,
सदा सेव लिंगा स्वरूपम सारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..६

सतो गुण सेवा रीदये एव हेवा,
मलो मान मेवा महादेव देवा,
हरो हर्र दुःखह् शुभम सुखकारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..७

सुरो कोटी पाये पड़ी तप तापे,
नमे नाग चारण गंधर्व जापे,
दिया वर्र दानव ने भारोभारी,
अहोनिशे दिव्यं भजां ओमकारी॥..८
– दिव्यराजसिंह सरवैया कृत शिवाष्टक

Advertisements

One response »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s