સિદ્ધરાજ જયસિંહ સોલંકી

Standard

image

ભારત સંઘના સ્વતંત્ર એકમ તરીકે ગુજરાતે જ્યારે ઐતિહાસિક મહત્વ પ્રાપ્‍ત કર્યું ત્યારે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે કારણ કે તેણે ગુજરાતને આકાર આપ્‍યો અને તેમાં અર્થ પણ પૂર્યો.�ઈ. ૯૪૧માં મૂળરાજે ચપોત્કટોને હરાવી ચાલુક્ય વંશ સ્થાપ્‍યો. ચાલુક્ય વંશની સત્તા ગુજરાત પર ત્રણેક સૈકા સુધી રહી.
મૂળરાજે પોતાના રાજવંશની રિદ્ધિસિદ્ધિનો પાયો નાખ્યો ને તેના વંશજોએ રાજ્યનો વિસ્તાર કર્યો. ઈ. ૧૦૨૪માં સોમનાથનો નાશ કરી મહમૂદ ગઝની પાછો ફર્યો ત્યાર પછી ભીમે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું તેના પુત્ર કરણ પહેલાએ લાટ સુધી રાજ્ય વિસ્તાર્યું. એ કરણ તે સિદ્ધરાજનો પિતા. સિદ્ધરાજને બાળક મૂકીને જ કરણ મૃત્યુ પામ્યો ત્યારે રાજ્યને હડપ કરવા માગનારાઓની સામે ટક્કર ઝીલવા તે યુવાન રાજકુમારે એકલા તૈયાર રહેવું પડ્યું. રાજ્યની અંદર પણ ખટપટ હતી.
હવે પછી જયસિંહે વિજેતાની કારકિર્દી આરંભી દીધી. ગિરનારના રાજવી રા‘ખેંગારને પરાજ્ય આપી એણે યોદ્ધા તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરી. લગભગ આખું સૌરાષ્‍ટ્ર તેણે કબજે લીધું. એ વખતે માળવા જયસિંહનું સૌથી મોટું હરીફ હતું. ત્યાંના પરમારોની સત્તાને સિદ્ધરાજ તોડી પાડે તે આવશ્યક હતું. આ ઉદ્દેશ પાર પાડવા તેણે પોતાની પુત્રી અર્ણોરાજ સાથે પરણાવીને અજમેરના રાજવંશ ચૌહાણનો સાથ લીધો. ઈ. ૧૧૩૭માં માળવાના યશોવર્માને હરાવી સિદ્ધરાજે અવન્તિનાથનું માનભર્યું નામ અપનાવ્યું.
સિદ્ધરાજના સમયમાં ગુજરાત સત્તા અને પ્રતિષ્‍ઠાની પરાકાષ્‍ઠાએ પહોંચ્યું. માળવા પર વિજય મેળવ્યો પછી લગભગ છ વર્ષે ઈ. ૧૧૪૩ની આસપાસ સિદ્ધરાજ મૃત્યુ પામ્યો. એ ગાદીએ આવ્યો ત્યારે અણહિલવાડ પાટણના નાનકડા વિસ્તારનો રાજા હતો. મૃત્યુ પામ્યો ત્યારે એ પોતાની પાછળ મોટું સામ્રાજ્ય મૂકતો ગયો.
સિદ્ધરાજ વિદ્યાનો રસિક અને પ્રોત્સાહક હતો. સિદ્ધપુરનું રુદ્રમહાલય તેણે ફરીથી બંધાવ્યું અને સહસ્ત્રલિંગ તળાવ રચાવ્યું. આ તળાવ એટલે ઇતિહાસે જાણેલો સર્વશ્રેષ્‍ઠ કીર્તિસ્તંભ. મહારાજાધિરાજ, પરમેશ્વર, ત્રિભુવનગંડ, સિદ્ધચક્રવર્તી, અવન્તીનાથ, બર્બરકજિષ્‍ણુ શ્રી જયસિંહદેવની ભવ્યતાને એ અંજલિ હતી. સિદ્ધરાજ પોતે લેખક નહોતો પણ વિદ્યાને ઉત્તેજન આપવામાં એ ભોજ કે વિક્રમાદિત્ય જોડે હરીફાઈ કરતો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં બ્રાહ્મણો મોખરે હતા અને રાજ્યાશ્રયના વિશે અધિકારી હતા. તેણે હેમચન્દ્રને ‘સિદ્ધ હેમ વ્યાકરણ‘ લખવાની પ્રેરણા આપી. પાછળથી ચાલુ થયેલી લોકવાયકાઓએ સિદ્ધરાજ જયસિંહને નીચો પાડ્યો હોવા છતાં તે સર્વ રીતે મહાન હતો. શરીરબળ અને હિંમતમાં તે અજોડ હતો. વહીવટી વ્યવસ્થાશક્તિ અને લશ્કરી સિદ્ધિમાં પણ એ પાવરધો હતો. ભવ્ય યોજનાઓ વિચારવાની અને તેને વ્યવહારુ બનાવવાની યોજનાશક્તિ એનામાં હતી.

Advertisements

2 responses »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s