ધ્રોલ રજવાડું ધ્રોલ સ્ટેટ

Standard

ધ્રોલ રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૫૯૫–૧૯૪૮

image

                      Coat of arms

image

ચંદ્રસિંહજી દિપસિંહજી

ઇતિહાસ
• સ્થાપના ૧૫૯૫
• ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
• ૧૯૦૧ ૭૩૨ km2 (૨૮૩ sq mi)
વસતિ
• ૧૯૦૧ ૨૧,૯૦૬
ગીચતા ૨૯.૯ /km2  (૭૭.૫ /sq mi)

ધ્રોલ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું.

ઐતહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોલ શહેર તેનું પાટનગર હતું. ધ્રોલ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું. ધ્રોલ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ધ્રોલ ભાયાત તરીકે ઓળખાતા હતા.

ઇતિહાસ

ધ્રોલ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી. રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના રાજપૂતો હતા, જેઓ શ્રીકૃષ્ણના વંશજ છે.

૧૮૦૭માં ધ્રોલ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૮૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

શાસકો
રાજ્યના શાસકોને ‘ઠાકુર સાહેબ’ બિરુદ મળેલું. તેમને ૯ તોપોની સલામીનો હક્ક મળેલો.

ઠાકુર સાહેબો
૧૫૯૫ – …. હરધોલજી
…. – …. જસોજી હરધોલજી
…. – …. બમનયાનજી જસોજી
…. – …. ધોલજી બમનયાનજી પ્રથમ
…. – ૧૬૪૪ મોદીજી હરધોલજી
૧૬૪૪ – ૧૭૦૬ કાલોજી પ્રથમ પંચનજી
૧૭૦૬ – ૧૭૧૨ જુનોજી પ્રથમ કાલોજી
૧૭૧૨ – ૧૭૧૫ કેતોજી જુનોજી
૧૭૧૫ – ૧૭૧૬ કાલોજી દ્વિતિય જુનોજી (મૃ. ૧૭૧૬)
૧૭૧૬ – ૧૭૬૦ વાઘજી જુનોજી
૧૭૬૦ – ૧૭૮૧ જયસિંહજી પ્રથમ વાઘજી
૧૭૮૧ – ૧૭૮૯ જુનોજી દ્વિતિય જયસિંહજી
૧૭૮૯ – …. નાથોજી જુનોજી
…. – ૧૮૦૩ મોદીજી નાથોજી
૧૮૦૩- ૧૮૪૪ ભૂપતસિંહજી મોદીજી
૧૮૪૫- ૧૮૮૬ જયસિંહજી દ્વિતિય ભૂપતસિંહજી (જ. ૧૮૨૪ – મૃ. ૧૮૮૬)
૨૬ ઓક્ટોબર ૧૮૮૬ – ૩૧ જુલાઇ ૧૯૧૪ હરિસિંહજી જયસિંહજી (જ. ૧૮૪૬ – મૃ. ૧૯..)
૨ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૩૧ ઓગસ્ટ ૧૯૩૭ દૌલતસિંહજી હરિસિંહજી (જ. ૧૮૬૪ – મૃ. ૧૯૩૭)
૩૧ ઓગસ્ટ ૧૯૩૭ – ૧૯૩૯ જોરાવરસિંહજી દિપસિંહજી (જ. ૧૯૧૦ – મૃ. ૧૯૩૯)
૧૦ ઓક્ટોબર ૧૯૩૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ચંદ્રસિંહજી દિપસિંહજી (જ. ૧૯૧૨ – મૃ. ….)

History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s