Daily Archives: March 12, 2016

અશ્વ વિશે માહિતી…

Standard

અશ્ર્વ ની ઉમર અને આયુષ્ય
————————————

image

અશ્ર્વ ને ગર્ભ ધારણ કર્યાં પછી અગીયાર મેં મહિને પ્રસવ થાય છે , બચ્ચાં નો જન્મ થતાં જ તેને ખૂરથી જાનુ પર્યન્ત માપતાં જેટલી ઉંચાઈ જણાય તેથી ત્રણ ગુણી ઉંચાઈ તેની યુવાવસ્થામાં થાય છે ..!

વછેરો અથવા વછેરી નો જન્મ થતી વખતે તેના મુખીની સામે ના ભાગ માં  એક દાંત હોતો નથી , પરંતુ જડબા ને બન્ને કિનારે બે દાઢ અને બીજા બે મળી કુલ ચાર પેષળ દંત નિકળે છે ..!

તેમાં એક ને પ્રથમ પેષળદંતની અને બીજા ને દ્રિતીય પેષળદંતની કહે છે,   અશ્ર્વ બાલની અવસ્થા એક અઠવાડિયા ની થતાં તેના મુખાગ્ર ભાગમાં ઉપર ના બે તથાં નિચે ના બે મળી કુલ ચાર  છેદનદંત ઉગે છે અને પાંચ અઠવાડિયા બાદ અર્થાત સવા મહિના પછી મૂખ ના અગ્ર ભાગમાં બીજા બે છેદનદંત અને ત્રીજો પેષળદંત નિકળે છે ..!

આઠ મહિના સુધી માં એજ સ્થળે બીજા બે છેદનદંત ઉગે છે ,  એ સર્વે દાંત અત્યંત શ્ર્વેત અને ચોખ્ખા હોય છે અને તેના ઉપર એક ન્હાનો સરખો કાળો ખાડો પણ હોય છે ..!!

એક વર્ષ પૂર્ણ થતાં ચોથો પેષળદંત,  બીજા વર્ષમાં પાંચમો અને ત્યાર બાદ સ્વપ્ન સમજ માંજ છઠ્ઠો પેષળદંત નિકળે છે ,  જયારે બે વર્ષ ઉપર આઠ કે નવ મહિના ની અવસ્થા થાય ત્યારે વચ્ચે ની બે ખીલી પડી તેની જગ્યા એ બીજા બે સ્થાયી દાંત નિકળે છે તે શ્ર્વેત અને ઉપર ખાડાવાળા હોય છે,  છ મહિના પછી તેની પાસે ના બીજા બે દાંત પડી અને બીજા બે મ્હોટાં સ્થાયી દાંત ઉગે છે …!!

અને ચાર વર્ષ ઉપરાંત છ મહિના ની અવસ્થા થતાં બાકી ના બે દાંત પડી જાય છે અને તે સ્થળે બીજા બે મ્હોટાં દાંત નિકળે છે અને એજ અરશા માં નેશ ઉપર તથા નિચે અર્થાત બન્ને જડબામાં ઉગે છે ,  જો નેશ ન નિકળે તો દરેક જડબામાં અઢાર અને જો નેશ નિકળે તો વીશ દાંત હોય છે ..!!

આ લક્ષણ થી જન્મ થી આરંભી પાંચ વર્ષ પર્યન્ત ની અવસ્થા બતાવી શકાય છે ,  છઠ્ઠે વર્ષે વચલા બે સ્થાયી છેદન દંત ઉપર ના ખાડા માં ભરાય જાય છે અને તેની કાળાશ તદ્દન નષ્ટ થઇ જાય છે ,  આઠ્ઠમાં વર્ષ માં બાકી ના છેદનદંત ની એજ સ્થીતી થાય છે ..!

નવમે વર્ષે બધાં દાંત પીળાં થવા માંડે છે તે અગ્યાર વર્ષ સુધી સાવ પીળા બની જાય છે,  ફરી તે ચૌદ માં વર્ષ થી શ્ર્વેત થવા લાગે છે અને સોળ વર્ષ સુધીમાં તમામ શીશા ની માફક સફેદ બની જાય છે,   સતર માં વર્ષ થી મક્ષીકા જેવો રંગ થવા માંડે છે અને વીશ માં વર્ષ માં શંખની માફક  શુન્ન બની જાય છે ..!!

અશ્ર્વ ને સ્થાયી દાંત નિકળ્યા પછી દર વર્ષે જરા જરા વૃદ્ધિ પામતાં જાય છે અને તે ત્રેવીશ વર્ષ ની અવસ્થા એ બહું મોટાં જણાય આવે છે ,  છ વીસ માં વર્ષ પછી અશ્ર્વ ના દાંત ડગવા લાગે છે અને ઓગળત્રીશ મેં વર્ષે તમામ દાંત પડી જાય છે ..!!

કેટલાક પંડીત લોકો ચાલીસ વર્ષ નું આયુષ્ય કહે છે ..

જન્મ થી ચાર વર્ષ અશ્ર્વ ની બાલ અવસ્થા ગણાય છે ..!

પાંચ થી આઠ વર્ષ સુધી યુવાવસ્થા ગણાય છે ..!

નવ થી વીશ વર્ષ પ્રૌઢ અવસ્થા લેખાય છે અને ત્યારબાદ તેને વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય છે !!

•☆• કેટલાક અંગ્રેજ લોકો ની એવી માન્યતા હતી કે અશ્ર્વ પચ્ચીસ થી ત્રીશ વર્ષ પર્યન્ત નું વધારે માં વધારે આયુષ્ય ભોગવે છે

સંદર્ભ -શ્રી ઝાલાવંશ વારીધી
સૌજન્ય – રાજભા ઝાલા

History & Literature

અશ્વો વિશે માહિતી…

Standard

મનુષ્ય ની માફક જન્મભૂમી ના ભેદ થી અશ્ર્વો પણ ભીન્ન ભીન્ન નામ થી પ્રસિદ્ધ છે !

image

જે દેશમાં ઉત્પન્ન થાય છે તે દેશ નું નામ આપવામાં આવે છે , જેમકે ” અરબી”  , ” દક્ષિણી ” ઇત્યાદિ  ..!

અરબ દેશમાં ઉત્પન્ન થવાથી અરબી કહેવાય છે તેના બાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે ..!

1 – નજદી  2- ખેલાન  3 -અનીજા  4 – બદ્ધ  5 – એરાકી  6 – ગલ્ફ  7 – સિકલાવી  8 – મેફાકી  9 – સાવી  10 – ત્રેદી  11 – મનાકી  12 – સાહુદી

અસલ અરબી હિન્દુંસ્તાન માં બહું થોડા આવે છે ,  ધણાં ભાગે ઇરાની અને અરબી એ બન્ને થી મીશ્રીત વર્ણશંકર અશ્ર્વો હિન્દુંસ્તાન માં આવે છે કારણ કે અસલ અરબી ઉક્ત સ્થળે આવ્યા બાદ ઘણે ભાગે થોડા જીવે છે ..!

અરબી ના વંશમાં ઇરાની , કાબુલી,  અને બાર્વ પણ ગણાય છે , ઇરાની અશ્ર્વ ઘણાં સારાં હોય છે અને તે ઇરાન માં ઉત્પન્ન થાય છે , કાબુલ થી પણ સોદાગર લોકો કાબુલી અશ્ર્વ ને વેંચવા લાવે છે ..!

પ્રાચીન સમય થી અરબ, ઇરાન,  અને કાબુલ થી અશ્ર્વ ની સોદાગરી ચાલી આવે છે ..!

ભારત માં અશ્ર્વો ના પણ અનેક ક્ષેત્ર અને નામ છે , કાઠીયાવાડ થી કાઠીયાવાડી અશ્ર્વો આવે તે અગીયાર પ્રકાર ના હોય છે ..!

1 – બાદરીયા  2 –  માળકિયા  3 – માંગલીયા  4 – તાજળિયા  5 – રેડિયા  6 – લખમિયા  7 – રેશમિયાં  8 – કેશરિયા  9 – હરળિયા  10 – બોદલિયા  11 – મોટરિયા 

મારવાડ થી મારવાડી અશ્ર્વો આવે છે અને તેના ચાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે
1 – ગડહા  2 – રાજઘડા  3 – બાલોબડા  4 – તલવાડા

દક્ષિણ માંથી જે અશ્ર્વો આવે છે તે દક્ષિણી કહેવાય છે પરંતુ તે વર્ણશંકર અર્થાત્  અરબી અને કાઠીયાવાડી એ બેનો મિલાપ થયેલાં હોય છે તેમાં  ” ભીમરા ” , ” મકુન્દાસી ” , છન્દાસી ,  અને ” નાગપૂરી ”  એ ચાર ઉતમ ક્ષેત્ર ના ગણાય છે ..!

સિંન્ધ દેશ ના અશ્ર્વો
” સિંન્ધી ”  કહેવાય છે , પંજાબ ના અશ્ર્વો પંજાબી કહેવાય છે , પરંતુ સિંન્ધી અને પંજાબી બન્ને વર્ણશંકર હોય છે કારણકે તેવો ઇરાની અને હિંન્દુસ્તાની અશ્ર્વ થી ઉત્પન્ન થાય છે,  તેના પણ ચાર ક્ષેત્ર છે ..! 
1 – ધન્ની  2 – ઘેપ  3 – સાયબૂ  અને 4 – ભઢંડા

માલવ દેશના અશ્ર્વો  “માલવી ” કહેવાય છે પરંતુ તે સ્થળે ઘણે ભાગે મારવાડી , કાઠીયાવાડી અને ભીન્ન ભીન્ન પ્રકારના અશ્ર્વો રહેતાં હોવાથી ધણાં વર્ણશંકર અશ્ર્વો ઉત્પન્ન થાય છે ..!

નાજુક અને સુંદર અશ્ર્વો ને ” ટાંઘન” કહે છે  તે છ પ્રકાર ના હોય છે .!
1 – ” બર્માપેગૂ ” ઘણે ભાગે બર્મા થી આવે છે
2 – ” મનીપૂરી ટાંઘન ” મણીપૂર થી આવે છે
3 – ” કાફરીગુટ ” ભૂટાન થી આવે છે
4 – ” નેપાલી ટાંઘન ”  નેપાલ થી આવે છે અને નેપાલ માં ” દૈવીપાટન ”   નામ નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે
5 – “તુર્કી ટાંઘન ”  તુર્ક સ્થાન થી આવે છે
6 – ” યારકન્દી ટાંઘન ”  યારકન્દ થી આવે છે

અવધ માં ” ટેઢી ” નામથી  એક પ્રકાર ના અશ્ર્વો નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે તે ટેઢી નદી ની આસપાસ ઉત્પન્ન થાય છે ..!

પટના ની આસપાસ
”  જંગલી ”  નામના અશ્ર્વો મળે છે …!!

☆ ..હિંન્દુસ્તાન માં જયારે અંગ્રેજો રાજ્ય શાસન કરતા એ વખતે “વેલર” આદિ ઘણાં વિલાયતી ઘોડા ઓ જોવા મલતાં અંગ્રેજ લોકો એ અંગ્રેજી અને અરબી અશ્ર્વો થી  “સ્યડવ્યૂહ ” નામની નવી જાતી ઉત્પન્ન કરી હતી ..

સંદર્ભ,….શ્રી ઝાલાવંશ વારીધી
સૌજન્ય – રાજભા ઝાલા

History & Literature