હોળી અને 23 માર્ચ

Standard

જય માતાજી

image

આજરોજ હોળી નો તહેવાર છે… ભક્તરાજ પ્રહલાદ સાથે સંકળાયેલ તહેવાર હોળી… હિરણ્યકશિપુ એ પ્રહલાદ ને બાળવા હેતુ બહેન હોલિકા નાં સાથે લાકડા અને છાણાં પર બેસી પ્રહલાદ ને બાળવા માટે કારસુ રચ્યું પણ રામ રાખે એને કોણ ચાખે એ મુજબ હોલિકા પોતે બળી ગઈ અને પ્રહલાદ ક્ષેમકુશળ અગ્નિ માંથી બહાર આવ્યા,
          આ ઉપરાંત વસંત નાં આગમન ની ખુશી માં પણ હોળી નો તહેવાર મનાવાય છે. ભગવાન શિવે કામદેવ ને ભસ્મ કર્યો માટે પણ હોળી મનાવાય છે.
          વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી પણ હોળી નો તહેવાર ઉપયોગી છે. ગાય ના છાણાં થી પ્રગટાવેલી હોળી વાતાવરણ શુદ્ધ કરે છે. હવા માં રહેલ સૂક્ષ્મ કીટાણું નો નાશ થાય છે.
          હોળી પ્રગટયા બાદ તેમાં હોમેલા નાળિયેર ની ઉજાણી થાય છે. પ્રસાદી રૂપે હોળી નાં તાપ માં શેકાયેલ નાળિયેર ખાવાથી શરીર ની તંદુરસ્તી માં ઉપયોગી છે. અને એ નાળિયેર થી રમત પણ રમાય છે.
          કાલે રંગો નો તહેવાર ધુળેટી ની પણ શુભકામનાઓ…

image

          આજે હોળી ઉપરાંત 23 માર્ચ. શહિદ દિવસ પણ. ભારત ની આઝાદી માટે હસતા હસતા મોત ને બાથ ભરનાર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ને અંગ્રેજ સરકાર દ્વારા રાતોરાત ફાંસી આપી દેવાઈ હતી. લાલા લજપતરાય પર થયેલ લાઠી ચાર્જ થી ભગતસિંહ ના માનસ પર ઊંડી અસર થયેલી. સભામાં બૉમ્બ વિસ્ફોટ કર્યો. અને શહીદી વહોરી.

History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s