Monthly Archives: April 2016

આરક્ષણ

Standard

આર્થિક આધારે ૧૦% અનામત્ત પર વિશ્લેષણ કરીએ તો….

image

કુલ ૧૦૦ % પ્રવેશ (શિક્ષણ હોય કે નોકરી)

૧૫% એસ.ટી
૭%    એસ.સી
૨૭%  ઓ.બી.સી
———–
૪૯% કુલ અનામત મળે છે… જે એમને એમ જ છે જેમાં કોઈ ફેરફાર કરવામા નથી આવ્યો.

હવે બાકી વધી ૫૧% અનામત….
(જે અત્યારે જનરલવાળા માટે મળે જ છે)

જેમાંથી હવે ૧૦% આર્થિક આધારે… એટલે કે વાર્ષિક આવક ૬ લાખ રૂ. થી નીચે છે એને મળશે.
(માસિક આવક ૫૦,૦૦૦ રૂ થઇ.. તો પછી એ આર્થિકરીતે નબળો કેમ કહી શકાય ?)

આજે ગજરાતના ૯૦% થી વધુ લોકોની વાર્ષિક આવક ૬ લાખ રૂ. થી નીચે જ છે…

એટલે કે આ  ૫૧% વધે છે એમા ગુજરાતની ૯૦% જનતા તો આવી જ જાય છે… તો પછી એ ૯૦% લોકો માટે એમનાજ ૫૧% માંથી ૧૦% આર્થિક આધારે કેમ ?

હવે જનરલ કેટેગરી કે જેને પહેલા ૫૧% મળતું… (૫૧%-૧૦%= ૪૧%) એને હવે એમાંથી ૧૦% એના માટે જ કપાઈને ૪૧% જ મળશે.

ગુજરાતમા વાર્ષિક ૬ લાખ થી વધુ આવક ધરાવતા લોકો અંદાજે ૧૦% છે.. જેઓ લગભગ વેપારી, ઉધોગપતિ હોય છે જેઓને અનામત કે સરકારી નોકરી ની તો જરૂર જ નથી

જનરલ કેટેગરીમાં જે લોકો ૫૧% મા મેરીટ મા ઉત્તમ છે… એમની પસંદગી તો પેલા ૫૧% મા થતી એ હવે ૪૧%મા થશે પણ બાકી જે અલગ થી ૧૦% આર્થિક આધારે મળશે એ આર્થિકરીતે એવા નબળા લોકો હશે કે જેની માસિક આવક ૫૦,૦૦૦ રૂ હશે… (આ તો કેવો ગરીબ ?)

એટલે ટૂકમાં વિશ્લેષણ પરથી એ અંદાજો કરી શકાય કે… જનરલના ૫૧% માં… (ખીચડી મા ઘી પડે કે  ઘીમા ખીચડી ) મળવાનુ તો એટલાને જ છે જેટલું પેલા જનરલ લોકો ને મળતુંજ

પહેલા જનરલવાળા એ મેરીટમા આવવા ખાલી ST/SC/OBC વાળા જોડે જ સ્પર્ધા કરવી પડતી હવે… આર્થિક આધારના ૧૦% મા પસંદ થવા પોતાના જ ૫૧% વાળા જનરલ સાથે પણ સ્પર્ધા કરવી જ પડશે.

એટલે કે… આજે પેલા તો દેખાવામા એવુ લાગ્યુ કે આપણને ૧૦% અનામત મળી… પણ ઊંડાણ મા ઉતરીને સમજવાની કોશિશ કરી તો ખબર પડે કે… આ તો આપણા જ ભાગમાથી આપણને આપણુજ દે છે.

🙏🏻 અનામત પરનુ આ વિશ્લેષણ જરૂરથી વાંચજો અને આપના વિચારો પણ આપજો.🙏🏻

ધારો કે ૧૦૦ સીટની ભરતી બહાર પડે તો અનામતનું ગણિત…..                  બિનઅનામત  (51 %)           અનામત (49%)                          એટલે ઓપનની ૫૧ સીટ જયારે અનામતની ૪૯ સીટ…                                                   – હવે ઓપન કેટેગરી માંથી ૩૩% મહીલા અનામત એટલે ૫૧ ના ૩૩% એટલે ૧૭ સીટ મહીલા માટે…                                             – હવે ઓપનમા વધી ૩૪ સીટ…                    – હવે ૩૪માંથી ૧૦% અર્થીક અનામત(હમણાં સરકારે લોલીપોપ) આપી તે….એટલે ૩ સીટ થઈ તેની એટલે વધી ૩૧ સીટ…                                 -પાછી આ ૩૧ SC,ST,OBC પણ સામેલ છે..             આનો અર્થ એવો થયો કે “તમારા લાડવાના બે ભાગ કરીને તમને બે લડવા બનાવીને આપ્યા…

રાજનીતિ નો રોટલો, શેક્યો છે સરકાર,
એવું અનામત આપસું, લખો ન ફર્ક લગાર.

લેવા મત નાં લાલચી, એવા એંઠા બોલ,
કેવા કેવા કહું કહો, જેવા ફાટલ ઢોલ

સ્વર્ણ કહી સરકાવીયા, કનડે ચારે કોર.
હક નહીં કોઈ હાથ માં, ઠેલ્યા આઘે ઠોર.

બળિયા કાનૂન બાંધીયા, કલમ તણો આ કાળ,
તીણી થઇ ગઈ ત્રાળ, સવર્ણો ની સરકારમાં,

નીંદર કેમે આવતી, તીખો આવ્યો તંત.
આંખે ઝેર અનંત, સરકારે ઘોળ્યું ઘણું

જયકાર આભે થી થયો – દિવ્યરાજસિંહ સરવૈયા

Standard

.               “જયકાર આભે થી થયો”
.                         છંદ : ગીતિકા

હે દિનદયાળી ખરી માં ખોડલ પ્રણમુ આપને,
કષ્ટ સઘળા કાપતી ખમકારતી ભવ તાપ ને,
પાપ ને બાળી ઉજાળી બાળ સંભારી લયો,
ધા સુણી ને ધોડતી જયકાર આભે થી થયો…૧

ઝાલર ઝણકી નાદ નોબત નગારે દાંડી પડી,
શંખ ગુંજત ડાક બાજે ખંજરી ખણકી ખડી,
આરતી નિત આપતા જપ જાપતા જાગ્રત રયો,
સાદ સાંભળતી સદા જયકાર આભે થી થયો…૨

ભાલ ત્રિપુંડી તિલક સોહ ઓઢિયો શિર ભેળિયો,
વેઢ હેમર કાન કુંડળ નાક નથ્થા સેરિઓ,
હત્થ ત્રિશૂળ કંઠમાં ફુલ માળ ફોરમતી દયો,
થાન અહયાવેજ માં જયકાર આભે થી થયો…૩

વિપત હરણી ચારણી તમ ધારણી નભ ને ધરા,
વા બની વિચરે ભુવનમાં યગન અગની થઇ ભરા,
દોર જીવનનો ધપાવા ભરત જલધારા ભયો,
પંચતત્વો આપ હી જયકાર આભે થી થયો…૪

જાગતી જ્યોતિ જગતની ભગતની ભવતારણી,
રાક્ષસો મારી રગત ની ધગત ચખ રાતા તણી,
લગત વયોમે લેય તાળી રાસ અનંત રચાવયો,
નિસરતા નવલખ ત્યાં જયકાર આભે થી થયો…૫
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

“વડો વંશ વાઘેલ”

Standard

“વડો વંશ વાઘેલ”

image

નેક નામદાર મહારાજ કુમાર રૂપસિંહજી પૃથ્વીરાજજી વાઘેલા ઓફ ગાંગડ
(છબાસર, વેજી અને વૌઠા ના મૂળ પુરુષ જાગીરદાર)

ઐતિહાસિક પુસ્તક અને વાઘેલાવંશ ગીતા સમાન “વાઘેલાવૃત્તાંત” માંના ઉલ્લેખ અનુસાર અઢીસો પાદરના ધણી ગાંગડ અધિપતિ રાજેશ્વર મહારાણા પૃથ્વીરાજજી બીજા ને ત્રણ કુમારો હતા મોટા પાટવી શેશમાલજી બીજાનંબરના કુંવર રૂપસિંહજી અને ત્રીજા રતનસિંહજી (કુંડળ અને આંબેઠી ના જાગીરદાર), મહારાણા પૃથ્વીરાજજીના પટરાણી રાણીસાહેબ બાજીરાજબા ધ્રોલના જાડેજા ઠાકોર જુવાનસિંહજીના (જુણાજી) ના કુંવરી હતા એમની કુંખે રૂપસિંહજી અને રતનસિંહજી જન્મ્યા હતા.
રૂપસિંહજી નાનપણથી જ હોશિયાર અને શુરવીર હતા એમને એકલા હાથે અનેકવાર પ્રજાની રક્ષા કાજે ધિગાણા કરેલા એમની વીરતા, સાહસ અને કાર્યકુશળતા થી મહારાણાને  કાયમ પોરહના પલા છુટતા, શેશમાલજી મોટા હોવાથી તેમને યુવરાજ પદ મળેલું પરંતુ રૂપસિંહજી કુશળતા થી અંજાઈ ને મહારાણાએ ગાંગડ રાજ્યનો જીવંત પર્યંત કાર્યભાર સંભાળવા રૂપસિંહજી પાસે વચન લીધેલું આથી મહારાણા પૃથ્વીરાજજીબીજાનું આવસાન થતા રૂપસિંહજી ને છબાસર, વેજી અને વૌઠા આ ત્રણ ગામની સ્વતંત્ર જાગીર ફટાયા તરીકે મળેલી અને સૌથી નાના ભાઈ કુંવર રતનસીંહજી ને કુંડળ અને આંબેઠી આ બે ગામની જાગીર આપેલ, પરંતુ પિતાને આપેલ વચનના કારણે રૂપસિંહજી આજીવન ગાંગડ મા રહીને ગાંગડનો વહીવટ સુંદર રીતે ચલાવેલો, રૂપસિંહજી ને પાંચ કુમારો થયા મોટા કુંવર હમીરસિંહજી (હામોભા), બીજા કુંવર મોડ્ભા, ત્રીજા કુંવર તેજસિંહજી (તેજોજી), ચોથા કુંવરજગતસિંહજી, અને છેલ્લા કુંવર કેશરીસિંહજી એમાં કુંવર તેજોજી અને જગતસિંહજી નાની ઉમરે ચુડા ખાતે મામાના વતી ઘોર યુધ્ધમા મહાપરાક્રમ કરી વીરગતિને વરેલા ત્યાર બાદ રૂપસિંહજી એ બાકીના ત્રણેય કુંવારો ને એક એક ગામ સ્વતંત્ર જાગીર તરીકે વેહજી આપેલ જેમાં મોટા કુંવર હમીરજી ને વેજી ગામ વચ્ચેના કુંવર મોડભા ને છબાસર  અને નાના કુંવર કેશરીસિંહજી ને વૌઠા ની જાગીર આપી જેમાં હાલે કુંવર હામોભા અને કુંવર મોડ્ભા નો વંશ છબાસર  અને કુમાર કેશરીસિંહજી નો વંશ વૌઠામાં હયાત છે. મને ગર્વ છે કે આવા મહાન વિભૂતિ રૂપસિંહજી દાદાનું લોહી મારામાં વહે છે…
લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા છબાસર …

“હનુમંતની હાકલ”

Standard

જય પવનપૂત દૂત રામ મારુત કરત હૂપ હૂપ લંક માં,
કેસરી સૂત નિરખત ભાગત ભૂત ભેંકર શંક માં,
ગરજત્ત સતત લગત્ત સમરત રત્ત રટણો રામ ને,
અનંત આપત સત્ત ધરપત ધરત રાખત ધામ ને,

મૈદાન મર્કટ કટ્ટ હઠ ભર અસુર દળ દટ પ્રાછટે,
બળ પ્રબળ ખળભળ દંત દબવણ મચણ રણમેં નાં હટે,
સુર દેવ નિરખત રાજ કપિયણ સમર બજરંગી ડટે,
અનંત આંગણ ગદા ગાંગણ ભાર ભાંગણ લડ પટે,

લૈ કંધ ડૂંગર ટૂંક ફૂંકે કંકરી ચાળો કરે,
વિધવંશ વિધવિધ શસ્ત્ર થી અસુરાણ અંતર ફડફડે,
ખડખડે તીરો ત્રાણીયા હનુમંત હાકલ જો ભરે,
અનંત અડડડ ધરણ ધડડડ ગદા જયારે ગડગડે…
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

કચ્છના પર્યાવરણના પ્રખર જ્ઞાતા હિંમતસિંહજી

Standard

image

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

કચ્છના રાજવી પરિવારના મોભી અને ભૂતપૂર્વ સંસદસભ્ય હિંમતસિંહજી જાડેજાની ૨૦મી ફેબ્રુઆરી એ પુણ્યતિથિ છે. ભૂકંપ પછીના કચ્છના કલ્પનાતીત ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે જફા પહોંચાડી હોવાનો પ્રશ્ર્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હિંમતસિંહજી બાવા સહેજે યાદ આવી જાય છે. તેઓ કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને પર્યાવરણના પ્રખર જ્ઞાતા હતા. ખાસ કરીને રણ પ્રદેશની પક્ષીસૃષ્ટિ વિશેની તેમની ઊંડાણભરી જાણકારીની અધિકૃતતાએ તો આંતરાષ્ટ્રીય સંસ્થાઓની દાદ સુધ્ધાં મેળવી હતી. છતાં એમના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે પોતાના વિશાળ જ્ઞાન અને મોભાનો ભાર કયારેય નાનામાં નાના માનવી સાથેના વ્યવહાર પર પણ પડવા દીધો નહોતો. તેઓ સાચા અર્થમાં ખાનદાની હતા.

કચ્છના અખબારીઆલમ સાથેનો તેમનો સંબંધ સાતત્યથી ભરપૂર હતો. ‘રૂપકડા પક્ષી સુરખાબ’ અગર તો વન્યજીવન અંગે હિંમતસિંહજી સતત કંઈને કંઇ લખતા રહ્યા હતા. અન્ય પક્ષીપ્રેમીઓ વરસાદ પછી સ્થળાંતરીય પક્ષીઓનું આગમન થાય કે તરત જ એના સમાચાર મોકલે અને એ પ્રસિદ્ધ થાય, તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હિંમતસિંહજી તેના પ્રત્યે ધ્યાન દોરતા એટલું જ નહીં, એ જ દિવસે પોતાના સચોટ અભિપ્રાય લખીને મોકલી દેતા. આ પ્રકારના લખાણમાં કયારેય ક્ષતિ કરનાર લેખકને ઉતારી પાડવાનું વલણ તેમનામાં નહોતું. વિનય, વિવેક અને સીધીસાદી ભાષામાં સામેવાળાને માઠું ન લાગે એ રીતે ક્ષતિ તરફ ધ્યાન દોરતા અને સાથે સાથે પૂરક માહિતીઓ પૂરી પાડતા.

સાચું પૂછો તો, એમનાં તમામ લખાણો, પછી એ રાજકારણ અંગેના હોય, પર્યાવરણ વિષયક હોય કે પછી ઈતિહાસ-ભૂગોળને સ્પર્શતા હોય, પરંતુ એમાં એક ગજબનું સમતોલપણું અને તટસ્થતા જોવા મળતા. ન કોઈ પૂર્વગ્રહ કે ન કોઈ પક્ષપાત અને છતાં સમતોલ અને સચોટ અભિપ્રાય તેમણે આપ્યા છે. એ જ રીતે પોતાના વિચારો ઠોકી બેસાડવાનોય તેમણે કયારેય પ્રયાસ કર્યો નથી. ભાષા પરનો તેમનો કાબૂયે એવો કે લખાણમાં કયાંયે બિનજરૂરી શબ્દપ્રયોગ તમને ન દેખાય. બીજા અર્થમાં કહીએ તો લખાણમાં પણ તેમની સાચી ખાનદાનીનાં દર્શન થતાં.

રાજકારણમાં તેઓ મર્યાદિત સમય સુધી સક્રિય હતા. છતાં એ એક હકીકત છે કે છેક ૧૯૬૨માં જ્યારે એક શાસક પક્ષ તરીકે કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને હતો તેવા સમયે હિંમતસિંહજીના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર પક્ષે લોકસભા અને વિધાનસભામાં ચોગરદમ વિજયપતાકા ફરકાવીને કચ્છમાં ઇતિહાસ સર્જી દીધો હતો. વિધાનસભાની છએ છ અને સંસદની એક બેઠક મેળવીને પક્ષનો ડંકો વગાડી દીધો હતો. ૧૯૬૫ના યુદ્ધ સમયે અને ખાસ તો એ યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ પાકિસ્તાને કચ્છના રણ પર આક્રમણ કર્યું હતું તેની વિગતે રજૂઆત તેમણે સંસદમાં કરી હતી તે ચિરસ્મરણીય છે. સરહદી સલામતી જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને સરકારે કચ્છની અવગણના કરી હતી એવી તેમણે બેધડક રજૂઆત કરી હતી. કેન્દ્રની લાપરવાહીને લીધે જ કચ્છે છાડબેટ ગુમાવવું પડ્યું હોવાની ધારદાર છણાવટ સાથે તેમણે ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહમાંયે સક્રિય ભાગ લીધો હતો. તો ’૬૫ના યુદ્ધ પછી સીમા સુરક્ષાદળની રચના થઈ તે વખતે કેટલાક સૂચનો કર્યાં હોવાનું તેમણે જાતે એક વાર આ લખનાર સાથેની વાતચીતમાં કહ્યું હતું. તેમના મતે સીમા સુરક્ષાદળમાં ઉચ્ચ અધિકારીઓને પોલીસ દળમાંથી લેવામાં આવે છે. તેના બદલે લશ્કરમાંથી લેવા જોઈએ. આ સંદર્ભે તેઓ પાકિસ્તાન રેન્જર્સનો દાખલો આપતા. કચ્છને અલગ રાજ્ય બનાવવાની માગણી સાથે તેઓ સંમત હતા પણ તેઓ કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર થાય એમ ઈચ્છતા. એ કહેતા કે ઈશાન ભારતના નાનાં-નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી ઊલટો ભ્રષ્ટાચાર વધ્યો છે. ત્યાંના પ્રધાનોએ અને બીજા નેતાઓએ કેન્દ્રના અબજો રૂપિયાની ગ્રાન્ટો બરબાદ કરી મૂકી છે. તેથી રાજકીય રાજ્ય નહીં, પરંતુ કેન્દ્રશાસિત કચ્છ પ્રદેશની તેઓ હિમાયત કરતા.

એક વાર, સંભવત: ૧૯૯૨માં, તેમની સાથે છારી ઢંઢની મુલાકાત લીધી હતી. મોટી હેટ અને ટ્રેકરના બૂટ પહેરીને આવેલા હિંમતસિંહજી બાવા સાથે નખત્રાણાની માહિતી ખાતાની કચેરી પર ગયા ત્યારે ત્યાંના સ્ટાફે નાસ્તો તૈયાર રાખ્યો હતો. બાવાને ઓફર કરવી કે નહીં એ વિશે દ્વિધા થતી હતી. પણ તેઓ જાતે જ નિખાલસતાથી અમારી સાથે એક જ ડિશમાં નાસ્તો કરવા બેસી ગયા. પછી અમે છારી ઢંઢ ગયા અને એ અમારી યાદગાર મુલાકાત બની રહી.

અહીં, અમને તેમના સમતોલ વલણનો પરિચય મળ્યો. એ સમયે પણ ત્યાં માછીમારી થતી હતી. આ પ્રવૃત્તિથી પક્ષીઓને ખલેલ પહોંચતી હતી અને ઘણીવાર એવું બનતું કે પક્ષીઓ જતા રહેતાં. અમે આ વાત છેડી તો તેમણે કહ્યું જુઓ આ માછીમારી તો આજુબાજુના ગામના લોકો પોતાના આહાર માટે કરે છે, નહીં કે ધંધાદારી કમાણી કરવા. ટૂંકમાં તેમનો વિરોધ વ્યાવસાયિક ધોરણે બેફામ માછીમારી કરીને બહાર મોકલાય તેની સામે હતો.

છારી ઢંઢ એક રક્ષિત અભયારણ્ય જાહેર થાય એની તેમણે સતત ચિંતા સેવી હતી. તેમના મતે જો ગુજરાત સરકાર ઘટિત પગલાં લે તો છારી ઢંઢ રાજસ્થાનના ભરતપુર અભયારણ્ય કરતાંયે ચડિયાતું સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. મૃત્યુથી એક દિવસ પૂર્વે પણ તેમણે મિત્રો સમક્ષ છારી ઢંઢ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી.

ગાંડા બાવળના ફેલાવાનો પ્રશ્ર્ન હોય કે ચેરિયાં છેદનનો, પણ હિંમતસિંહજી બાવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વિચાર રજૂ કરતા. ગાંડા બાવળના ગેરફાયદા અનેક હોવા છતાં એને આડેધડ નિર્મૂળ કરવાથી પર્યાવરણને નુકસાન થવાનો ભય છે એમ તેઓ કહેતા. ઔદ્યોગિકરણ અને પર્યાવરણ વચ્ચે સમતુલાની હિમાયત તેમણે કરી હતી પણ જો ઉદ્યોગો બેફામ ભૂગર્ભ જળ ઊલેચે તો તે તેમને મંજૂર નહોતું.

પર્યાવરણ ઉપરાંત કચ્છના નર્મદા સંબંધી પ્રશ્ર્ન હોય કે અન્ય સમસ્યા હિંમતસિંહજી બાવા પોતાના વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરતાં અચકાતા નહીં. સિરક્રીક મામલે પણ તેમણે પ્રસંગોપાત લેખ લખ્યા છે. સિંધ પ્રાંત અને કચ્છ-રાજ વચ્ચે ચોખ્ખા કરાર હોવા છતાં ભારત સરકાર સિરક્રીકને વિવાદાગ્રસ્ત વિસ્તાર ગણે છે એની સામે તેમને ભારે રોષ હતો. તેઓ એમ માનતા કે સિરક્રીક પ્રકરણ વિવાદાસ્પદ છે એનો સ્વીકાર જ ભારતે કરવાની જરૂર નહોતી.

કચ્છમાં સીમા સુરક્ષા દળ, લશ્કર કે વાયુસેના મથકના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમનો સતત સંપર્ક રહેતો. કચ્છની સરહદોની સુરક્ષા અંગે પણ સૂચનો કરતા રહેતા. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકો ડિપ્લોમસીની આજમાયશ ખાસ કરીને સરદાર ચોકી નજીકના શકુર લેક અને સુરખાબનગર સંદર્ભે કરવાની હિમાયત થઇ રહી છે ત્યારે તેમની હાજરીની ખોટ સાલે છે.

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

Standard

છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

પાતળી પરમાર

Standard

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

એની બચકીમાં કોરી બાંધણી
એની બાંધણી દેખીને બાવો થાઉં રે
ગોઝારી મા, થાઉં રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો

એની બચકીમાં કોરી ટીલડી
એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારી મા, તાણું રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો

લોકગીત – આવી રુડી અજવાળી રાત…

Standard

આવી રૂડી અજવાળી રાત
અસૂરા કાગળ આવિયા રે લોલ

image

બાળ્યું બાળ્યું સવામણ તેલ
સવારે કાગળ બોલિયા રે લોલ

અધમણ રૂની બાળી દિવેટ
સવારે કાગળ ઉકેલિયા રે લોલ

કોરે મોરે લખી છે સલામું
વચમાં તે વેરણ ચાકરી રે લોલ

ઈ ચાકરીએ સસરાજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

સસરાજીને ચોરાની ચોવટું
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ જેઠજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

જેઠજીને ગામના ગરાસ
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ દેરજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

દેર ઘેર નાના વહુવારું
મોલમાં નહિ રહે એકલા રે લોલ

રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ
અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ

ગોરાંદેએ ઝાલી લગામ કે
અલબેલા ક્યારે આવશો રે લોલ

ગણજો ગોરી પીપળિયાંના પાન
એટલે તે દહાડે આવશું રે લોલ

सुविचार

Standard

श्रोत्रं श्रुतेनैव न कुंडलेन ,
         दानेन पाणिर्न तु कंकणेन।
विभाति कायः करुणापराणां,
         परोपकारैर्न तु चन्दनेन 💐
भावार्थ – कानों की शोभा कुण्डलों से नहीं अपितु ज्ञान की बातें सुनने से होती है । हाथ दान करने से सुशोभित होते हैं न कि कंकणों से तथा शरीर चन्दन से नहीं बल्कि दूसरों का हित करने से शोभा पाता है अथवा कुण्डल, कंकण और चन्दन से अलंकृत शरीर भी तभी शोभास्पद है जब इस शरीर के  माध्यम से सत्संग, दान और परोपकार निरन्तर होते रहें 💐
आपका आज का दिन परम् प्रसन्नता से सम्पन्न रहे, इस शुभकामना के साथ 
आदेश सुप्रभात

|| માં ||

Standard

.                ||   માં    ||
.  રચના : જોગીદાન ગઢવી (ચડિયા)

મલકાતાં દેખી મલક , હસતુંય સામે હા
મોઢાય પરથી માં , જાણે ભેતર જોગડા.1

બહેરા મુંગા બાળના, નાંભી કરતા  નાદ
સાંભળતી જે સાદ, જનની એકજ જોગડા.2

કરતી કડીયા કામ ઈ, ખંભે બાંધી ન ખોય
જનની ગાતી જોય , જણીયલ કાજે જોગડા.3

ફોગટ આ નઈ ફાવતા , દુનિયાં કેરા દા
મળતાં એકજ માં, જગ પામી ગયો જોગડા.4

કરે ભલામણ કોક ને, મરતાં વખતે માં
ભવલગ ભૂલતો નાં, જરી રદય થી જોગડા.5

પીડ વેઠિલે પંડય માં, ભમશે મારીન ભૂખ
દીકરા કેરું દુઃખ, જોઈ સકે ના જોગડા…6

કાળા જે દીકરો કરે , રૈયત છો દે રાડ
કાળજ માત કમાડ ,જરી ન વાખે જોગડા.7

ભેંકર લાગે ભોમકા, ખાવા ધાય ખલકક
માં વિણ એહ મલકક, જાળે હૈયું જોગડા..8

પાલવડે થી પોંછતી, બગડયું મોઢું બા
ખોળે લઈ કે ખા, જનની એકજ જોગડા..9

મોટો થ્યો કઈ માવડી, હરખે ફેરે હાથ
નાનો લાગે નાથ, જગ પિતા પણ જોગડા..10

સ્વર્ગ બનાવી સામળો, તૃપ્ત થિયો નઈ તાં
મન દઈ સરજી માં, જાતે હરિએ જોગડા..11

હસતો દેખી તું હસી, રોતો ભાળી ન રોઈ
સગપણ સાચું સોઈ, જનની કેરું જોગડા..12

હાલરડે હીંચકાવતી ,જાગી રાત્યુ જાઈ
આંગળીયે થી આઈ, જગ દેખાડ્યું જોગડા..13

દુનિયા લાગે દૉયલી, વરહે જ્વાળા વ્યોમ
ભેંકર  લાગે ભોમ, જનની જાતાં જોગડા…14

(જોગીદાન ગઢવી કૃત માતૃ સતક માંથી …)