Daily Archives: April 4, 2016

“નશો એવો નામી” છંદ શિખરિણી

Standard

છંદ : શિખરિણી

image

ઝબોળી રંગો માં કલમ તુજ નામે સકળ આ,
વિચારી વાગોળી ઠલવ સઘળી પ્રેમ કરુણા,
મળે મારો સાથી હ્ર્દય મુજને એજ ઝરણાં,
વહેતો હું જાઉં વમળ મધ માં લેય તરણાં,

ખરી આશા મારી વિપુલ તુજ નૈને શરણ હું,
મરી ચાહું એવી દિલ દબવતું એ સ્મરણ હું,
ઘણા પીવા પ્યાલા મય છલકતા રૂપ નિરખું,
નશો એવો નામી ફલક અનંત હાથ સરખું…
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

History & Literature

ચાર છંદો નું મિશ્રણ

Standard

ઈંદ્રવજ્રા, ઉપેંદ્રવજ્રા, ઈંદ્રવંશા અને વંશસ્થ નું મિશ્રણ

વાચા નહી કે અખરો ન જોયા,
ઇશારતે એમ કહું તમોને.
આવી વસો ને દિલ માં પુકારું,
અનંત આશા વચને અમોને.

ભાવો તણો સાદ સુણી ઉચારતો,
કહો તમે એમ મનાવું આપને.
હૈયે ઉછાળા કરતી ઉર્મી તણું,
અનંત હાલાત જણાવું આપને.
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

History & Literature

સીતા ત્યાગ

Standard

છંદ : મંદાક્રાન્તા

image

ભારે કીધી દશરથ તણા રામજી ભૂલ આપે,
કીધે ધોબી વચન વસમાં ધ્યાન શાને ધર્યા ‘તા,
ત્યાગી સીતા વિકટ વનમાં કોઈ સંગાથ ન્હોતા,
ને એકાંતે નભ પણ રડ્યું આંસુ ઓ જે ખર્યા ‘તા,

રાજી પેલી ગહન વનરાજી તણા ઝાડ કેવા,
સાથે રે’શે જગત જનની જાનકી માત જેવા,
હોંશે એવા ફુલ કુસુમ સૌ ખીલતા રંગ દેવા,
વેલી ડાળી લચક મચકી સ્પર્શ અનંત લે’વા,
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

History & Literature

“ક્ષાત્ર અને કલા”

Standard

          “ક્ષાત્ર અને કલા”

image

          ક્ષત્રિયો ને કલા સાથે ઘણો જૂનો સંબંધ છે, એક રાજવી પ્રજાપાલન સાથે કલા નો પણ કસબી હતો, જાણકાર હતો, રાજવી ને પોતાની રૈયત ની સાથે સાથે કલા પણ એટલી જ પ્રિય હતી એમ કહી શકાય, કલા ના પોતાના પણ ઘણા અલગ અલગ પ્રકારો છે, ચિત્રકલા, નૃત્યકલા, નાટ્યકલા, યુદ્ધકલા, રાજનીતિ વિગેરે… પુરાણ કાળો માં આ વિષયો પર થોથબંધ પુસ્તકો પણ લખાયા છે. કલા એ વિસ્તૃત વિષય છે, ૬૪ પ્રકાર ની કલાઓ નો સમાવેશ આપણાં સાહિત્યો માં આપેલ છે…૫૦૯
          જેમાં લેખન માટે લાઠી રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ “કલાપી” નામ અગ્રગણ્ય ગણાય, “કલા ને પોતાના હ્ર્દય માં ઘોળી ને પી ગયા એ કલાપી”.
          બીજું મોખરે નું નામ રાજકોટ નરેશ મહેરામણજી જેમણે કટારી નું કીર્તન નામની અદભુત રચના ઘણી પ્રસંશા પામી છે, પ્રવીનસાગર જેવો સાહિત્યકલા નો અદભુત ગ્રંથ આપનાર રાજવી મહેરામણજી રાજકોટ ની રૈયત નું ધ્યાન રાખતા સાથે કલા ક્ષેત્રે પણ અદભુત યોગદાન આપ્યું છે…
          જૂનાગઢ અંતિમ રા મંડલીક નાં પુત્રી પણ સંસ્કૃત ભાષા ના મોટા કવિયત્રી હતા…
          દરેક ક્ષત્રિયને વ્યક્તિગત કલા સાથે લગાવ હોય જ છે, પછી તે ૬૪  માંથી કોઈ પણ કલા હોય.
          પાટણપતિ સોલંકી રાજવી ઓ પ્રજાપ્રિય અને કલા પ્રિય હતા. દાંતા નાં પરમાર રાજવી રાજ મહોબતસિંહજી ને દેશી કલા અને કસબ થી ઘણો લગાવ હતો, તેમણે તો દાંતા ની પ્રજામાં કલા પ્રત્યે પ્રેમ જગાવ્યો હતો.
          સાણંદ કોઠ નાં વાઘેલા રાજવી મહારાણા જયવંતસિંહજી, જેઓનું સંગીત ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. રાગ ના શોધક સાથે ઠાકુર ઓમકારનાથ જેવાના ગુરુ પણ ખરાં…
          કલા માત્ર આંખ અને કાન ના મનોરંજન માટે નથી હોતી, સાત્વિકતા થી ભરપૂર કલા આત્મા ની ખરા અર્થ માં ઉન્નતિ કરે છે. ભગવાન શિવ પણ તાંડવનૃત્ય કલા દ્વારા જગત માં કલા નો ધોધ વરસાવે છે.
          દરેક ક્ષત્રિય ને કલા પ્રત્યે ભાવ અને માન હોવું જોઈએ તથા કલા નો આદર હોવો જોઈએ.
– દિવ્યરાજસિંહ સરવૈયા

History & Literature