Daily Archives: April 5, 2016

રવિન્દ્ર જાડેજાને સસરાએ આપી 97 લાખની ઓડી ભેટ,

Standard

રવિન્દ્ર જાડેજાને સસરાએ આપી 97 લાખની ઓડી ભેટ,
નંબર પ્લેટ પર RR

રાજકોટઃ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના 17મી એપ્રિલે લગ્ન છે. તેની સગાઈ ગઈ 5 ફેબ્રુઆરીએ થઈ હતી. હવે લગ્ન નજીક આવી રહ્યા છે ત્યારે ફિયાન્સી રીવાબા સોલંકીના પિતા અને રવિન્દ્રના સસરા હરદેવસિંહે 97 લાખની ઓડી ક્યુ-7 લકઝુરિયસ કાર તેને ભેટ આપી છે. એટલે રવિન્દ્ર ઓડીમાં જાન લઈને જશે. કારનો નંબર 1212 રાખવામાં આવ્યો છે. એને એ એ રીતે લખાવવામાં આવ્યો છે કે જેથી RR લાગે. જેનો અર્થ રવિન્દ્ર અને રીવાબા થાય છે.

ફિયાન્સી સાથે કાર લેવા ગયો જાડેજા

image

રાજકોટના ઓડીના શો-રૂમમાં રવિન્દ્ર જાડેજા તેની ફિયાન્સી રીવાબા સોલંકી સાથે કાર ખરીદવા ગયો હતો. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સસરા તરફથી મળેલી ભેટથી જાડેજા ખુશ હતો. કારની કિંમત એક કરોડની નજીક છે.

image

લગ્નમાં 3 દિવસનો જલસો, ક્રિકેટરો અને ઉદ્યોગપતિ સહિતનાની હાજરી

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. 16થી 18 એપ્રિલ ત્રણ દિવસ રાજકોટ અને રવિન્દ્રના મૂળ ગામ હાડાટોડામાં પાર્ટી, લગ્નવિધી, રિસેપ્શન અને ભોજન સમારોહ યોજાશે. રવિન્દ્રના લગ્નમાં ભારતની ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

16 એપ્રિલે વીઆઈપી મહેમાનો માટે ખાસ પાર્ટી યોજાશે

જામનગર જિલ્લાના હાડાટોડા ગામના વતની રવિન્દ્ર જાડેજાની ગત ફેબ્રુઆરી મહિનામાં જ મૂળ બાલાગામના અને હાલ રાજકોટ રહેતા હરદેવસિંહ સોલંકી પુત્રી રિવાબા સાથે સગાઈ વિધિ સંપન્ન થઈ હતી. રવિન્દ્ર અને રીવાના લગ્ન ટૂંક સમયમાં જ યોજાશે. તેવો નિર્દેશ રવિન્દ્રના પરિવારજનોએ આપ્યો હતો.

History & Literature

ગોપીનાથ ની ગરબી

Standard

જ્યારે ગોકુલ નો રાસ જોવા હેમજા પાર્વતી નીકળ્યા અને શિવે પણ સાથે જવા જીદ કરી માતાજી એ કહ્યું કે ત્યાં માત્ર કૃષ્ણ નર અને બાકી બધી નારીયો હોય… તો ભોળોનાથ રાસ નો લ્હાવો લેવા નારી રૂપ ધરી રમવા પધારેલ… તેનું આછું વર્ણન કરતી આ ગરબી…

image

.                       || ગોપીનાથ ની ગરબી ||
.                 રચના : જોગીદાન ગઢવી (ચડીયા)

રમે છે કાં રંગતાળી ગોકુલ માં… રમે છે કાન રંગતાળી… ટેક

હરખે રમવા ને હેમજા રે હાલ્યા, માધેવ  મનમાં મીઠડું રે માલ્યા..
કહે, હેતે લિયો ને મુને હાળી.. ગોકુલ માં… રમે છે કાન રંગતાળી

થોડું હસી ને પારવતી થોભ્યા, લેવાને લ્હાવ રાસ શિવજી રે લોભ્યા,
પછી, સજ્યા શણગાર ઓઢી સાડી.. ગોકુલ માં… રમે છે કાન રંગતાળી

અલખ જટા નો વાળીયો અંબોળો, ગળા નો નાગરાજ થથર્યો રે થોડો,
મૂકી ગંગા ને ડુંગરા ની ગાળી.. ગોકુલ માં… રમે છે કાન રંગતાળી

જોગણ ને જોગડા નો રાહડો રે જામ્યો, પીતાંબર ધારી એનો ભેદ બધો પામ્યો,
એણે ભભૂતિ ઊડતી રે ભાળી.. ગોકુલ માં… રમે છે કાન રંગતાળી

પ્રભુની વાંસળી લાગતી રે પ્યારી, નાથ કૈલાશ નાં બન્યા છે નારી,
હસ્યા નભમાં દેવ જો નિયાળી રે.. ગોકુલ માં… રમે છે કાન રંગતાળી
– જોગીદાનભાઈ ગઢવી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

History & Literature

हठीळो राजस्थान

Standard

नान्हां गीगा-गीगली, जामण, कामण गेह ।
भड़ बाल्या निज हाथ सूँ, करतब ऊंचौ नेह ॥

( जौहर के अवसर पर दूध-मुँहें बच्चों, निज जननी तथा अपनी भार्या को अग्नि की लपटों के समर्पित कर वीरों ने यह सिद्ध कर दिया है, कि कर्तव्य प्रेम से भी बड़ा होता है । )

कुटम कबीलो आपरौ, सह पाळै संसार ।
भड़ बाळै करतब तणौ, क्षात्र-धर्म बलिहार ॥

( अपने परिवार का पालन पोषण तो सारा संसार ही करता है, परन्तु वीर तो कर्तव्य की वेदी पर अपने परिवार को भी झोंक देते हैं । निश्चय ही हम इस क्षात्र-धर्म पर बलिहारी हैं । )

भाजण पूत बुलावियो, दूध दिखावण पाण ।
छोड़ी हांचळ धार इक, फाट गयो पाखाण ॥

( युद्ध क्षेत्र से भागने वाले अपने पुत्र को माँ ने अपने दूध का पराक्रम दिखाने के लिए बुलाया और अपने स्तनों से दूध की धार पत्थर पर छोड़ी तो वह भी फट गया । )

जी सी वाही जातडी, लड़सी झाड़ो झाड़ ।
लड़ै पड़ै, पड़-पड़ लड़ै, पटकै अन्त पछाड़ ॥

( संसार में वही जाति जीवित रहेगी जो कदम-कदम पर संघर्ष करने को उद्यत है । जो जाति युद्ध करती है, पराजित होने पर फिर उठ खड़ी होती है, फिर लड़ती है व अन्त में शत्रु पर विजय प्राप्त करती है, वही दीर्घकाल तब जीवित रहती है । )

-स्वर्गीय आयुवानसिंघ जी हुडील की पुस्तक  ‘हठीळो राजस्थान’ से साभार

History & Literature

|| નમીએ તુને હિંદ ની નારી ||

Standard

.             || નમીએ તુને હિંદ ની નારી ||
.         રચના : જોગીદાન ગઢવી (ચડીયા)

દરિયા ભર હેત દુલારી, ખીજવે ત્યારે કાળ થી ખારી,
હિંમત નાં કોઈ દી હારી, નમીએ તુને હિંદ ની નારી.. ટેક

આવિયો મોલ ઉમેદસિંહ તેદી, હાડી દીધેલાય હાથ,
ધર્મ ત્રિયા નો ધારીયો સાચો, માળ પેરાવેલ માથ,
વીરો ની લાજ વધારી.. નમીએ તુને હિંદ ની નારી..૧

જણીયો જોધો જીવંતી બાઈ, પરખ્યો રાણ પ્રતાપ,
રંગ રાખ્યો એણે રાજપુતાઈ, જપતા ક્ષત્રિય જાપ,
સોનગરી માત સન્નારી, નમીએ તુને હિંદ ની નારી..૨

જણીયો બાળક બાઈ જીજાયે, સિંહ સાચો શિવરાજ,
દેશ આંખે તારા દૂધ નાં ડંકા, યવન સંભારે આજ,
ભડવીર થયો તર્ક પે ભારી, નમીએ તુને હિંદ ની નારી..૩

આણ વરતી અંગરેજ ની તેદી, પાડીયો તે પડકાર,
ગગન આખું ગુંજાવતો થયો તો, લક્ષ્મી નો લાલકાર,
આઝાદીય નામ ઉચ્ચારી, નમીએ તુને હિંદ ની નારી..૪

કૈક જનેતા ની કુંખ નાં જાયા, શાહિદ થિયા સંતાન,
વિદ્યા વતી નાં લાલ ને વંદી, જ્વારિયેં જોગીદાન,
આખો જેનો દેશ આભારી, નમીએ તુને હિંદ ની નારી..૫
– જોગીદાનભાઈ ગઢવી (ચડીયા)
🙏🏻🙇🏻🙏🏻🙇🏻🙏🏻🙇🏻🙏🏻🙇🏻🙏🏻🙇🏻🙏🏻🙇🏻🙏🏻

History & Literature

ઝાલાકુળ ના મૂળ પૂરૂષ રાજર્ષી કુંડમાલજી

Standard

image

.☆ઝાલાકુળ ના મૂળ પૂરૂષ રાજર્ષી કુંડમાલજી ☆
———————————————————–

રૂષી મંડલ રાક્ષસો ત્રાસ થી ચિંતીત મહાત્મા માર્કંડેય પાસે આવી ને સવિનય દંડવત પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે -મહાત્મન !

આપ બહ્મદેવ ની કૃપાથી અજર અમર થયાં છો, આપને કોઇ નો ભય નથી પણ અમો જે યજ્ઞનેજ અમારૂં ધન સમજીએ છીએ તે યજ્ઞમાં હર વખત અસુરો આવી ને વિધ્ન કરે છે, તો કૃપા કરી આપ એવો વીર પુરૂષ અમને સોપો કે જેથી અમો નિશ્ર્ચીત પણે અમારૂં કર્મ કરવા સમર્થ થઈએ, રૂષિ મંડલ ના વચન સાંભળી ધર્માત્મા માર્કંડેયે “તથાસ્તું ” કહી તેજ વખતે પોતાના મહાન યોગબળે અગ્નિકુંડ માંથી સૂર્ય સમાન ક્રાંન્તી વાળા, પ્રચંડ ભૂજદંડ વાળા, રક્ત નેત્રવાળા, સિંહ સરખી વિશાળ છાતી વાળા, અને ભવ્ય ભાલવાળા એક ક્ષત્રિ વીર ઉત્પન્ન કર્યા…!!

એ વીર વર ને “કુંડમાલ ” નામ આપ્યું અને આજ્ઞા આપી કે રૂષિ મંડલ ની સાથે તેમના સંકટ હરજો આશીર્વાદ લઈ ને રૂષિ મંડલ કુંડમાલજી ને લઇ ને ત્યાંથી વિદાય થયાં…!!

મહાત્મા કુંડમાલ રૂષિમાલ ને સાક્ષાત દંડવત પ્રણામ કરી કહેવા લાગ્યા કે – હવે મને આપ શું આજ્ઞા આપો છો..!

રૂષિ મંડલ બોલ્યું કે અન્ય રાક્ષસો થી તો આપ સરલતા થી જીતી શકશો પણ ચંડાક્ષ અને ચંડાસ્ય નામના બે અસુરો ને જીતવા મુશ્કેલ છે, કારણ કે એ દુષ્ટો એ ઉગ્ર તપથી ભગવાન શંકર ને પ્રસન્ન કરી એવું વરદાન પામ્યાં છે કે તેનું કોઇ ના હાથ થી મૃત્યુ થાય જ નહીં અને જો થાય તો તે અન્યોન્ય બંધુઓના હાથ થી જ થાય આવા કારણ થી આપ તપ કરી તેવો ના મૃત્યુ નો ઉપાય પ્રાપ્ત કરો…!!

રૂષિ ઓના વચન સાંભળીને પવિત્ર સ્થાન ઉપર સ્થીત થઈ ઉગ્ર તપ આચરવા લાગ્યા ઘળે કાળે તપ પ્રભાવ થી ઇન્દ્ર આદિ દેવતા ઓ કુંડમાલજી પાસે આવી વરદાન આપવા તત્પર થયાં ..!!

અન્ય પ્રકારના લોભ રહિત કુંડમાલજી એ બીજું કાંઈ નહીં માંગતા ચંડાક્ષ અને ચંડાસ્ય આદિ અસુરો નો વિનાશ કરવાનાં સાધનો માટે યાચના કરી..!

પ્રસન્ન મનથી ઇન્દ્ર, બ્રહ્મા, વરૂણ,અગ્નિ, અને મારૂત વિગેરે દેવતા ઓએ પોત પોતાના અસ્ત્રો આપી કહ્યું કે અન્ય અસુરો નો આ શસ્ત્રો વડે તમો તરત નાશ કરી શકશો પણ ચંડાક્ષ અને ચંડાસ્ય નો નાશ કરવા માટે નો ઉપાય તો અજન્મા રૂદ્ર પાસે જ છે ..!!

માટે અમે તેમાં અસમર્થ છીએ, મહાત્મા કુંડમાલે દેવતા ઓના વચન માથે ચડાવી નમન કરી બોલ્યા કે આપનાં આશીર્વાદ થી સર્વ કાંઈ થશે હું કાંઇ કરવા શકિતમાન નથી..!!

રાજર્ષિ કુંડમાલે શંકર ને પ્રસન્ન કરવા કોઇથી ન બની શકે તેવું ફરી ઉગ્ર તપ કરવા માંડ્યું. .!!

ચંડાક્ષ અને ચંડાસ્ય ને આ ખબર પડવાથી ભય પામી પોતાની આસુરી માયા બળે એક વિસ્મય પમાડનારો માયા પ્રદેશ રચી તેમાં સુંદર અને અવર્ણનિય શહેર બાંધ્યું અને આસપાસ ના અસુરો ને પોત પોતાની સેના સહિત ચંડાક્ષ અને ચંડાસ્ય નિર્મીત કરેલાં માયાકૃત પ્રદેશ તરફ રવાના કર્યા..!!

ચંડાક્ષ અને ચંડાસ્વ મહેલ ના ઉન્નત આશન પર બેઠા હતાં તેવામાં અકસ્માતમ્ અંધી ચડવા લાગી આકાશ વાદળો થી છવાય ગયું અને પાષાળોની વૃષ્ટિ થવા લાગી આ જોઇને ચંડાક્ષ અને ચંડાસ્યે જાણ્યું કે કોઈ મહાન પુરુષ આવે છે..!!

તેને ઉત્થાન સન્માન આપવા માટે તે બન્ને અસુરો મુખ્ય શુરવીરો ને લઇને કિલ્લા ઉપર ચઢી જોવા લાગ્યા ત્યાં દશે દિશાઓ થી ધેરાયેલા આકાશ માર્ગ માં સૂર્ય ના પ્રકાશ ને મંદ કરતાં અષાઢ માષ ના અભ્રોની પેઠે સેના સહિત અસુરો ને આવતા જોયાં તેના મુખ્ય પુરૂષો અજગર આદિ ભયંકર પ્રાળી ઓ ઉપર અને અન્ય અસુરો માયા રચીત મયુર ગીધ આદિ પક્ષી ઓ ઉપર સવાર થઈ હાથ માં ત્રિશુળ અને મૂશળ આદિ શસ્ત્રો ધારણ કરી પોત પોતાની આસુરી માયા બતાવતા ચાલ્યા આવતા હતાં…!! —

જયારે સર્વે નિકટ આવ્યા ત્યારે સર્વે ને સન્માન પૂર્વક કિલ્લાની અંદર દાખલ કરીયા, સર્વે ને યથોચિત આશને બેસાડી ને સર્વે ને મધુર વાણીથી પ્રસન્ન કરી સૂરાપાન ની શરૂઆત કરવા આજ્ઞા આપી…!!

અહીં મહાત્મા કુંડમાલજી રાજર્ષિ ની મનોવૃતી પણ શ્રી શંકર ના ચરણાવિન્દ માં એકાગ્ર થઇ તપોબળ થી કૈલાસ શિખર ને નૃત્ય કરવા લાગી, શ્રી અજન્મા શંકર નું ધ્યાન છૂટયું નંદિ તૈયાર કરી શકિત સહિત કુંડમાલજી પાસે પધાર્યા તપ માં આરૂઢ થયેલા રાજર્ષિ કુંડમાલજી ના મસ્તક ઉપર હાથ મૂકી ને “વરં બ્રૃહિ ” એ પ્રમાણે ઉચ્ચાર કર્યો..!!

રાજર્ષિ કુંડમાલજી ધ્યાન થી જાગૃત થઇ શિવશક્તિ ના ચરણકમલ નો સપ્રેમ સ્પર્શ કરી અતી દિનતા થી સ્તુતિ કરવા લાગ્યાં સર્વ નું શુભ કરનાર શ્રી શંકર બોલ્યા કે..

“હું તારા ઉગ્ર તપથી પ્રસન્ન થયો છું માટે વરદાન માંગ”

રાજર્ષિ કુંડમાલજી એ બીજો કાંઇ પણ ઉચ્ચાર નહીં કરતાં ચંડાક્ષ અને ચંડાસ્ય ના નાશ કરવા વિષે વર માંગ્યો…

ભગવાન શંકરે પ્રસન્ન વચને કહ્યું કે

” તારી ઇચ્છા પ્રમાણે થશે તારા હાથથી એ અસુરો નો નાશ થવો વિકટ છે પણ હું તને શકિત આપું છું એનો અંત વખતે ઉપયોગ કરજે તારી દ્ઢતા અને ધૈર્ય જોઇ હું બહું પ્રસન્ન થયો છું માટે બીજો વર માંગ….

મહાત્મા કુંડમાલજી એ ઉભય હસ્ત જોડી બોલ્યા..

કે – પ્રભુ ! જો આપ મારા ઉપર અતી પ્રસન્ન થયાં હો તો મારા કુળનો ઉત્કર્ષ કરવા માટે એક વખત આપ મારા કુળ માં જ અવતાર લેશો.. શ્રી શંકર સપ્રેમ ” અસ્તુ ” કહી અદ્રશ્ય થયાં …!!

વરદાન પામેલા કુંડમાલજી અંત- કર્ણ થી રૂષી ઓ ના આશ્રમ તરફ ચાલ્યા, રાક્ષસો ને ખબર પડતાં મોટાં દમામ થી બદ્રીકાશ્રમ ઉપર ચડી આવ્યા, રૂષી ઓ અતી વ્યાકુળ અંત-કર્ણ થી કુંડમાલજી ને બતાવવા લાગ્યાં કે જૂઓ ! આ અસુરો આવ્યા તેનો જલ્દી નાશ કરો…!!

કુંડમાલજી એ પોતાનાં શસ્ત્રો અસ્ત્રો સજ્જ કરી મોટાં શૈલરાજ ની પેઠે દ્ઢ થઈ એક પછી એક અસુરો નો નાશ કરવા લાગ્યાં. ધણાં અસુરો નો નાશ થવાથી બાકી રહેલા અસુરો ભયભીત થઇ ભાગી ચંડાક્ષ અને ચંડાસ્ય ને શરણે ગયાં. .!!

शिवशकित नी सहाय थी

कुंडमाल राजर्षी ऐ कर्यु असुर वृन्द थी युद्ध

विजय मेण्वयो विश्र्वमां सुणो अमरनृप शुद्ध ।।

ચંડાક્ષ એક મનુષ્ય નું અતુલ પરાક્રમ સાંભળી ક્ષોમ પામ્યો અને હવે શું કરવું..? એમ વિચાર કરે છે તેટલાં માં અકસ્માતમ્ જળ, અને અગ્નિ ની વૃષ્ટિ થવા લાગી ..!!

ચંડાક્ષે સભાસદો ને કહ્યું કે કોઇ મહાન પુરૂષ આવે છે, માટે તમે તેને સામા જઇ સન્માન પૂર્વક બોલાવી લાવો., સભાસદો સામા ચાલ્યા થોડે દૂર જતાં ભેરી વગેરે રણવાધો ના અવાજ સંભડાવા લાગ્યાં અને એક સિંહ પર સવાર થયેલ ભયંકર સ્વરૂપ વાળો માયાવી અસુર પોતાની મોટી સેના સાથે માયાકૃત દેશમાં ઉતર્યો સેના ને બાહર રાખી સામા લેવા ગયેલ સભાસદો ની સાથે પોતે રાજમહેલ માં પ્રવેશ કર્યો ..!!

ચંડાક્ષ અને ચંડાસ્ય ને પ્રણામ કરી ને ઉભો રહ્યો તેવો એ માયાવી અસુર ને સન્માન સાથે આશન ઉપર બેસવાની આજ્ઞા આપી, અને કુશલ ખબર પૂછયાં બાદ આવવાનું પ્રયોજન સાંભળવા આતુરતા બતાવી..!!

જેથી તે બોલ્યો કે આપણાં દાનવ કુળ નો નાશ કરવા કટીબદ્ધ થયેલ માર્કંડેય ના પુત્ર ના સમાચાર મારા જાણવામાં આવ્યાં જેથી આપે નહીં બોલાવ્યાં છતાં એનો નાશ કરવા હું અહીં હાજર થયો છું, માટે આજ્ઞા આપો ચંડાક્ષે સમય ને ધન્યવાદ આપી વિના બોલાવ્યે આવેલ સિંહાનન નામના અસુર ને કુંડમાલજી ને હરાવવાં માટે આજ્ઞા આપી અને તેની સાથે જવા પોતાના કનિષ્ઠ બંધુ ચંડાસ્ય ને પણ તૈયાર કર્યો…!!

મહાત્મા કુંડમાલજી રૂષિ મંડલ સહિત બેઠા હતાં ત્યાં અચાનક પ્રચંડ પવન ચાલવા લાગ્યો તેમજ અકાળે કાળા પીળા વાદળો આકાશ માર્ગ ને ઢાંકવા લાગ્યાં જેથી રૂષિ ઓ જાણી ગયાં કે ફરી કોઇ મહાન સંકટ આવી રહ્યું છે ત્યાં તો પાષાણો ની વૃષ્ટિ કરતી અસુર સેના નજીક આવી..!!

મહાત્મા કુંડમાલજી એ રૂષિ ઓને ધૈર્ય આપતાં પોતાના શસ્ત્રો અસ્ત્રો અસુર સેના પર ચલાવવા લાગ્યાં, પ્રથમ સિંહાનન પોતાની આસુરી માયાને પ્રસારતો આકાશમાં મેધમંડલ ની ઉપમા ને ધારતો મહાત્મા કુંડમાલજી ઉપર ચડી આવ્યો અને પ્રચંડ અગ્નિ ગોલક નો પ્રયોગ કરી ને કુંડમાલજી અને રૂષિ મંડલ ને દુ:ખ દેવા લાગ્યો , રાજર્ષિ કુંડમાલજી એ તુરંત વરૂણાસ્ત્રનો ઉપયોગ કરી અગ્નિ ને શાંત કર્યો…!!

રૂષિ મંડલ ને ધૈર્ય આપી સિંહાનન પર બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો જેથી સિંહાનન સત્વરે પંચત્વ ને પ્રાપ્ત થયો..!!

અસુર સેના માં હાહાકાર થયો અંનત ઉત્પાતો થવા લાગ્યાં, આ ખબર ચંડાસ્વ ને પડવાથી તુરંત પોતાનું માયાકૃત મયુર ઉપર ચડી કુંડમાલજી સામે ઘસી આવ્યો, રૂષિમહાત્મા ઓએ તુરંત યાદી અપાવી કે ભગવાન શંકરે આપેલ શકિત નો પ્રયોગ કરો..!!

આ સાંભળી રાજર્ષિ કુંડમાલજી એ ભોળાનાથ નું ધ્યાન ધરી ને શકિત નું આહવાન કર્યું અને અસુર સેના તરફ ફેકી, સુસવાટ કરતી પ્રલયકાળ ની વિધૃત ની પેઠે શકિત આકાશ માર્ગમાં ચાલી નિકળ્યા..!!

અપ્સરા કરતાં પણ અધિક રૂપવાન તે શકિત ચંડાસ્ય ની સન્મુખ પ્રકટ થયાં તે સુંદરી શકિત એ યુદ્ધ કરતાં ચંડાસ્ય ને પોતાની સમીપ આવેલો જોઇને કહેવા લાગ્યાં કે “અરે ચડાસ્ય” ! તારૂં યુદ્ધ માં અતુલ પરાક્રમ જોઇને હું દેવાંગના છતાં તારા પર પ્રસન્ન થઇ ને વરવા આવી છું ..!!

છતાં તું મારા સામે જોતો નથી માટે હું જાવ છું, આ સાંભળી ચંડાસ્યે એ સુંદરી તરફ દ્રષ્ટી કરી. જોતાં વેત જ તેનાં કટાક્ષ રૂપિ બાણ થી એ ધાયલ થઇ ગયો..!!

અને તે સુંદરી ની સમીપ ચાલ્યો આવ્યો અને બોલ્યો તારા પર મોહિત થયો છું તારો ભક્ત તારો દાસ છું, પોતાનું મસ્તક તેના ચરણો માં મૂકી એટલો બધો આસક્ત થયો કે તે યુદ્ધ કરવાનું ભૂલી ગયો..!!

મોહિની સ્વરૂપ શકિત બોલી કે હું રાજર્ષિ કુંડમાલ નું શુભ ઇચ્છનારી છું તું મારા ભક્ત ની સાથે યુદ્ધ કરીશ તો હું તને વરીશ નહીં જો તારે મારી સાથે વરવું હોય તો સર્વ સેના ને નિવૃત્ત થવા આજ્ઞા આપ અને તારી તમામ માયા દૂર કર આ સાંભળી ચંડાસ્યે કાંઇક મંત્ર ભણી માયા ને દૂર કરી અને સેના ને યુદ્ધ બંધ કરવા આજ્ઞા આપી દિધી..!!

માયા દૂર થતાં કુંડમાલજી અને રૂષિ ઓ પર જૂકેલા પર્વતો કંકર બની પૃથ્વી પર પડયા, અને મોહિની સ્વરૂપ સુંદરી એ ચંડાસ્ય ની વિશેષ કસોટી ચાલુ રાખીને પોતાનું મસ્તક મારા ચરણો માં મૂક તેવી આજ્ઞા આપી, ચંડાસ્યે પોતાની ગરદન ઉપર ખડક રાખી બોલ્યો કે મારા ચીત ની ચોર સામે ઉભી છે અને હું મૃત્યુવશ થાઉં છું આટલું કહિ જેવું પોતાનું મસ્તક કાપવા જાય છે તેટલાં માં મોહિની રૂપ શકિત એ તેનો હાથ પકડીને કહ્યું જો તું મરી જઈશ તો આ સુંદર સ્વરૂપ નો ભોક્તા કોણ થશે.? હવે હું તારા સાથે વરવા તૈયાર છું પણ તારા જયેષ્ઠ બંધુ ચંડાક્ષ નું મસ્તક છેદી ને મારી પાસે જલ્દી લઇ આવ અને તે મારા પરમ ભક્ત કુંડમાલ ને ભેટ આપ..!!

મોહિની રૂપા શકિત ના વચનો સાંભળતાં વેંત જ ચંડાસ્ય તથા તમામ અસુર સેના “દોડો દોડો” ના પુકાર કરતી પોતાનો તમામ સરંજામ ત્યાંજ છોડી ને માયાકૃત દેશ તરફ ચાલી નિકળ્યા અને પવનવેગે માયાકૃત દેશની સીમા આગળ પહોંચ્યા જયાં ચંડાક્ષ ના હજારો ભૃત્યો ચોકી પર હતાં તેવોએ સર્વે ને રોકયાં જેથી અંદરો અંદર મહા યુદ્ધ મચ્યું અંનત અસુરો કપાઇ ગયાં મોટો કોલાહલ થયો, અગ્નિ અને પથ્થરો ની વર્ષા થવા લાગી પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો, આ બનાવ થી ચંડાક્ષે મહેલ ઉપર ચડી જોયું તો ત્યાં પોતાનો કનિષ્ઠ બંધુ પોતાની જ સેના ને કાપતો પોતા તરફ આગળ વધતો દેખાયો ..!!

કપાળ ઉપર હાથ મૂકી નિશ્ર્વાસ નાંખી પોતાની આસુરી માયા તેમજ અસ્ત્ર શસ્ત્ર સજ્જ કરી તેના સામે ઘસ્યો અને પરસ્પર દારૂળ યુદ્ધ શરૂ થયું ચંડાક્ષે પોતાની તથા સામે ની સેના નો નાશ થતો જોઇ ને પોતાનાં પ્રાણ બચાવવા ચંડાસ્ય ઉપર પ્રચંડ સાંગ ફેંકી જે ચંડાસ્ય ના મર્મ સ્થાન ને ભેદતી પાતાળ માં પહોંચી ચંડાસ્યે અતી ક્રોધ વશ ચંડાક્ષ પર પ્રચંડ ત્રિશુલ ફેંક્યું જે ચંડાક્ષ ને હદય ધરને ભેદિ ને આકાશ માર્ગે ચાલી નિકળ્યું બન્ને અસુરો પૃથ્વી પર પડી ગયાં આસુરી માયા નાશ પામી આકાશ સ્વચ્છ થયું દેવતા ઓ બધા આકાશ માર્ગે વિમાન પર બેસીને યુદ્ધ જોતાં હતાં તેવોએ જયજયકાર ના પુકાર થી ગગન મંડળ ને ગજાવી કુંડમાલજી તેમજ રૂષિ ગણ ઉપરાંત પુષ્પવૃષ્ટિ કરી..!!

મોહિની રૂપા શકિત અષ્ટભૂજા સ્વરૂપ ધારણ કરી ચમકતાં શસ્ત્રો અને કિરીટથી ભૂષીત થયેલી કુંડમાલજી પાસે આવી બોલ્યા કે
“કહે ! હવે હું તારૂં શું પ્રિય કરૂં..?
કુંડમાલજી એ નમન કરી બોલ્યા કે મારા કૂળનો ઉદ્ધાર કરવાને અર્થે કોઇ કાળે આપ મારા વંશજો ની જનેતા થજો..!
શકિત બોલ્યાં ” અસ્તુ”
કહીને અદ્રશ્ય થયાં…!!

સર્વે રૂષિમંડલે વેદ મંત્રો થી રાજર્ષિ કુંડમાલજી ને આશીર્વાદ આપ્યો. કે આપે અમારા સંકટો દુર કર્યાં છે અને હજુ ભવિષ્ય માં પણ આવનારા સંકટો ને દૂર કરવા આપ શકિતમાન છો એટલા માટે આજ થી આપને ચમત્કાર પુર નું મોટું રાજ્ય આપને અર્પળ કરીયે છીએ.!!

જેથી તમે પોતાનાં બાહુબળ થી ગૌ બ્રાહ્મણ નું રક્ષણ સારી રીતે કરી શકશો..!!

આ સાંભળી મહાત્મા કુંડમાલજી બોલ્યા કે “મને રાજ વૈભવ ની ઇચ્છા નથી માત્ર તપવ્રત આદિ કરી ઇશ્વર ને ભજવા નીજ ઇચ્છા છે, આ રીતે કુંડમાલજી ના વચન સાંભળી રૂષિ ઓએ કહ્યું કે જેમ મદ વિના હાથી ના શોભતો નથી તેમ રાજ વિના ક્ષત્રિ શોભતો નથી માટે તમારે અમારી આજ્ઞા થી રાજ પદવી સ્વીકારવી પડશે આ રીતે રૂષિ મંડલ ના આગ્રહ થી સવિનય મસ્તક નમાવી રાજર્ષિ કુંડમાલજી એ “અસ્તુ” કહીને ચમત્કાર પુર ની રાજગાદી સ્વીકારી…!!
અસ્તું. ….
#jhalawad

History & Literature