રામ નવમી ની શુભકામનાઓ

Standard

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા !

હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી.

વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ! કે તમે તો –

રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,
લીધા પે’લી લાંક, ( તમે ) દીધી દશરથરાઉત !

image

તમે તો રજપૂતાઈનો આડો અાંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું,

વળી, હે રઘુવીર !

અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,
તું તારે દશરથ તણા, (તું ને) રંગ હો સીતારામ !

હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. હે સીતારામ, રંગ હો બાપ ! રંગ હો તમને ! રંગ હો, ઝાઝા !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s