. || લંકા દાહ ||
. ગીત : છપાખરા ની ચાલ
. રચના : જોગીદાન ગઢવી (ચડીયા)
ઢતો હાલીયો હનુ લંકા કોટ બંકો,
જાકો ડંકો લાગ્યો ધણેણેણે આજ દસો દિશ,
ઠેકે ઉડીયો તોડતો ગિરી લાંગવા સમંદ લેરા,
સોચે આજ સીતા પાયે નાખું દસો શીશ…૧
વાનરો આવીયો છુપી વાટિક અશોક વન્ન,
દન્ન નાં દ્રસાયો નિશી માત લી નીહાર,
મ્રકટ ગિરાયી મુદ્રી દેખ કે વિલાપ માકો,
ધધક્ક ધધક્ક દિશી આંસુડાં કી ધાર…૨
આયો રામ છાયો મન્ન સડફ ઊઠંતા સીતા,
બીતા બીતા બાનરાયે બોલી સબે બાત,
રજા નહીં રામજી તાસે માત ભયો મૌન,
હણું કયો તો આખી નિશા ચારી નાત…૩
નમ્મીયો દમ્મીયો ભાવ દૂત રામજી કો ડાડો,
જાનકી કી સુણી બાતા જાગી હનું જાળ,
હાથ વિસ હણું શીશ દાંત સે કાટદું દસો,
પ્રાણ લિયું પ્રહટી ને પટકું પાતાળ…૪
જોયો હનુમાન જોગીદાન નભ ન્યારો રૂપ,
ગણેણ ગણેણ આખો ગજિયો ગગન્ન,
જાળ કાળ ઝાળ બણી લપટે ઝપટે લંકા,
હડેડ હડેડ ઓળે લાગીયું અગન્ન…૫
🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒