|| માં ||

Standard

.                ||   માં    ||
.  રચના : જોગીદાન ગઢવી (ચડિયા)

મલકાતાં દેખી મલક , હસતુંય સામે હા
મોઢાય પરથી માં , જાણે ભેતર જોગડા.1

બહેરા મુંગા બાળના, નાંભી કરતા  નાદ
સાંભળતી જે સાદ, જનની એકજ જોગડા.2

કરતી કડીયા કામ ઈ, ખંભે બાંધી ન ખોય
જનની ગાતી જોય , જણીયલ કાજે જોગડા.3

ફોગટ આ નઈ ફાવતા , દુનિયાં કેરા દા
મળતાં એકજ માં, જગ પામી ગયો જોગડા.4

કરે ભલામણ કોક ને, મરતાં વખતે માં
ભવલગ ભૂલતો નાં, જરી રદય થી જોગડા.5

પીડ વેઠિલે પંડય માં, ભમશે મારીન ભૂખ
દીકરા કેરું દુઃખ, જોઈ સકે ના જોગડા…6

કાળા જે દીકરો કરે , રૈયત છો દે રાડ
કાળજ માત કમાડ ,જરી ન વાખે જોગડા.7

ભેંકર લાગે ભોમકા, ખાવા ધાય ખલકક
માં વિણ એહ મલકક, જાળે હૈયું જોગડા..8

પાલવડે થી પોંછતી, બગડયું મોઢું બા
ખોળે લઈ કે ખા, જનની એકજ જોગડા..9

મોટો થ્યો કઈ માવડી, હરખે ફેરે હાથ
નાનો લાગે નાથ, જગ પિતા પણ જોગડા..10

સ્વર્ગ બનાવી સામળો, તૃપ્ત થિયો નઈ તાં
મન દઈ સરજી માં, જાતે હરિએ જોગડા..11

હસતો દેખી તું હસી, રોતો ભાળી ન રોઈ
સગપણ સાચું સોઈ, જનની કેરું જોગડા..12

હાલરડે હીંચકાવતી ,જાગી રાત્યુ જાઈ
આંગળીયે થી આઈ, જગ દેખાડ્યું જોગડા..13

દુનિયા લાગે દૉયલી, વરહે જ્વાળા વ્યોમ
ભેંકર  લાગે ભોમ, જનની જાતાં જોગડા…14

(જોગીદાન ગઢવી કૃત માતૃ સતક માંથી …)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s