જયકાર આભે થી થયો – દિવ્યરાજસિંહ સરવૈયા

Standard

.               “જયકાર આભે થી થયો”
.                         છંદ : ગીતિકા

હે દિનદયાળી ખરી માં ખોડલ પ્રણમુ આપને,
કષ્ટ સઘળા કાપતી ખમકારતી ભવ તાપ ને,
પાપ ને બાળી ઉજાળી બાળ સંભારી લયો,
ધા સુણી ને ધોડતી જયકાર આભે થી થયો…૧

ઝાલર ઝણકી નાદ નોબત નગારે દાંડી પડી,
શંખ ગુંજત ડાક બાજે ખંજરી ખણકી ખડી,
આરતી નિત આપતા જપ જાપતા જાગ્રત રયો,
સાદ સાંભળતી સદા જયકાર આભે થી થયો…૨

ભાલ ત્રિપુંડી તિલક સોહ ઓઢિયો શિર ભેળિયો,
વેઢ હેમર કાન કુંડળ નાક નથ્થા સેરિઓ,
હત્થ ત્રિશૂળ કંઠમાં ફુલ માળ ફોરમતી દયો,
થાન અહયાવેજ માં જયકાર આભે થી થયો…૩

વિપત હરણી ચારણી તમ ધારણી નભ ને ધરા,
વા બની વિચરે ભુવનમાં યગન અગની થઇ ભરા,
દોર જીવનનો ધપાવા ભરત જલધારા ભયો,
પંચતત્વો આપ હી જયકાર આભે થી થયો…૪

જાગતી જ્યોતિ જગતની ભગતની ભવતારણી,
રાક્ષસો મારી રગત ની ધગત ચખ રાતા તણી,
લગત વયોમે લેય તાળી રાસ અનંત રચાવયો,
નિસરતા નવલખ ત્યાં જયકાર આભે થી થયો…૫
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s