ગઝલ – નાઝિર

Standard

પિયુ પિયુને પુકારે કૉઈ જઈને ઢૂંઢે કૉઈ સુમનમાં ,
છે ચાંદનીથી કૉઈને મતલબ તૉ કૉઈને છે મજા જલનમાં  ……

અરે અનુભવ થયા છે એવા મને જ મારી આ દુર્દશાના ,
કરી સુખૉની મેં સાધનાઑ છતાં ન આવી શક્યા જીવનમાં….

ભલે ને કરતા હજાર જુલ્મૉ ખુશીથી એને સહન કરીશું ,
નિહાળી લેજૉ વફા અમારી ન જૉશૉ આંસુ નયનમાં….

વ્યથા છે દિલમાં ખુશી વદન પર ન ચેન આવે ન જીવ જાયે ,
મળી છે કેવી યે જિંદગાની ન છે મરણમાં ન છે જીવનમાં…

ન પૂછવાની જરૂર રે ‘ શે તમૉને મારા જીવન વિષેની ,
બતાવી દેશે બધીયે વાતૉ નયન પરૉવી જુઑ નયનમાં….

ન કૉઈ શક્તિ ન કૉઈ ભક્તિ કદીયે રૉકી શકી છે એને ,
ગજબની તાકત નિહાળી ” નાઝિર ” પ઼ણયની માનવના તનબદનમાં…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s