સમર્થ ગંગા સમાન સતી ગંગાસતી

Standard

ગંગાસતી

ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે 35 કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. 1846માં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. નાનપણમાં તેમને કવચિત હીરાબા નામથી પણ ઓળખવામાં આવતા.

ગંગાબાના લગ્ન સમળીયાના ગિરાસદાર શ્રી કહળસંગ કાલુભા ગોહિલ સાથે ઈ.સ. 1864 માં થયાં હતાં. તે કાળની રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઈ નામની ખવાસ કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી. પાનબાઈ, ગંગાસતીની માત્ર વડારણ નથી પણ અધ્યાત્મપંથની સહયાત્રી પણ છે. બંન્ને ધર્મપરાયણ હતા અને બન્ને ઉમરે લગભગ સરખાં હતાં. જેમ મહારાષ્ટ્રમાં એકનાથને ઘેર જનાબાઈ હતાં તેમ ભક્ત કહળસંગ અને ગંગાસતીના ઘેર પાનબાઈ હતાં. ગંગામાં ભળનાર દરેક નદી ગંગા બની જાય છે. પાનબાઈ પણ ગંગામાં ભળી ગંગામય બની ગયાં.

ગૃહસ્થજીવન અને અધ્યાત્મજીવનનો સુમેળ તે સંત પરંપરાનું એક આગવું લક્ષણ છે. ભકત કહળસંગ અને ગંગાબાના જીવનમાં આ બન્ને પ્રવાહો વચ્ચે સુમેળ જોવા મળે છે. ફૂલ ખીલે અને સુગંધ ફેલાય નહિ તેવું તો બને જ નહિ. તેમ સંતના જીવનમાં ભક્તિરસ પ્રગટે એટલે તેની સુગંધ પણ ફેલાય જ. ભક્ત કહળસંગ અને ગંગાબા વિશે પણ આમ જ બન્યું. તેમના અધ્યાત્મ જીવનની સુવાસ ચારે બાજુ ફેલાવા માંડી. ફૂલ ખીલે અને મધમાખીઓ આવવા માંડે તેમ આ ભક્ત દંપતીના દર્શન અને સત્સંગ માટે તેમની પાસે અનેક સંતો, ભક્તો, ગૃહસ્થો, જિજ્ઞાસુઓ અને દીનદુ:ખીયા આવવા માંડ્યાં.

આસન, પ્રાણાયામ, મુદ્રાઓ, નાડી શોધન વગેરે ક્રિયાયોગ દ્વારા આપણા સંતોએ પિંડના રહસ્યો ઊકેલ્યા છે અને એ માર્ગે આગળ વધીને બ્રહ્માંડના રહસ્યનો તાગ મેળવીને યાત્રા આરંભી છે. ગંગાસતી સ્વરભેદના પણ જાણકાર છે અને સ્વરસાધનાને પોતાના અધ્યાત્મપંથમાં સ્વીકાર કરે છે. ગંગાસતીના એક ભજનમાં ગવાયું છે :

ભાઈ રે ! ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા

રાખવું સ્વરભેદમાં ધ્યાન રે….

સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું

એમ કાયમ લેવું વ્રતમાન રે…..

સતી લોયણ લાખાને સંબોધતા કહે છે :

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ઘણીને આરાધો ને

તમે મનને પવનને બાંધો રે

જી રે લાખા ! નૂરને નીરખો ને સૂરને પરખો રે

તમે સુરત શૂન્યમાં સાધો રે…. હો….

GULABSINH JADEJA – 27 de agosto de 2009 – denunciar abuso

કહેલી (બંગાળ) ના મહાન ભક્ત કવિ જયદેવે ‘ગીત ગોવિંદ’ નામના અમર કાવ્યની રચના કરી છે. કવિ જયદેવ અને જયદેવની પત્ની પદ્માવતી વિશેની ચમત્કારિક ઘટનાઓનું વર્ણન કરીને ગંગાસતી અહીં પાનબાઈને પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા સમજાવે છે. ગીત ગોવિંદ કૃષ્ણલીલા વિષયક કાવ્ય છે. ગીત ગોવિંદનો એક શ્લોક આ પ્રમાણે છે :

સ્મર ગરલ ખણ્ડનં મમ શિરસિ મણ્ડનં દેહિ પદપલ્લવ વમુદારમ્ |

જવલતિ મયિ દારુણો મદન કદનાનલો હરતુ તદુપહિતવિકારમ્ ||

ભક્ત કવિ જયદેવ જ્યારે આ શ્લોક લખી રહ્યા હતા ત્યારે તેમને ઘણો સંકોચ થયો. ભગવાન શ્રીકૃષ્ણ રાધાજીના ચરણની યાચના કરે તેવો પ્રસંગ લખવાની તેમની હિંમત ચાલી નહીં. શ્રીકૃષ્ણ જયદેવનું રૂપ ધારણ કરીને આવ્યા અને તે શ્લોક લખી ગયા. આ પ્રસંગ જ્યારે ગંગાસતી કહે છે ત્યારે આશ્ચર્યમાં ડૂબી જવાય છે કે ગામડાની એક બાઈને ગીતગોવિંદનો ખ્યાલ છે.

સ્વહસ્તે ગોવિંદ લખી ગયા

પ્રત્યક્ષ હસ્તપ્રતમાંઈ…. પદ્માવતી…

ગંગાસતી પોતાની કોઈ સિદ્ધિનો ઉપયોગ કરવાથી કાયમ દૂર રહેતા. એવું કહેવાય છે કે એકવાર ખેડૂત જીવાભાઈની ગાય સર્પદંશથી મરણ પામેલી. કોઈક લોકોના વ્યંગને કારણે કહળશંગજી સિદ્ધિનો ઉપયોગ કરવા તરફ ખેંચાયા. ગાય તો સજીવન થઈ પણ કહળસંગને પરિતાપ થયો. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બન્ને ભજનમાં બાધા કરશે એમ તેઓ સમજી ગયા. અહંભાવના પ્રાયશ્ચિત સ્વરૂપે તેમણે સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ પોતાના પતિની સાથે જ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ ભક્ત કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી. તા. 22 જાન્યુઆરી, 1894 ના રોજ ભગતબાપુ કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી.

કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો પાનબાઈને ઉદ્દેશીને ગવાયા. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ. ગંગાસતી પાનબાઈને તબક્કાવાર અધ્યાત્મપંથનો નકશો આપી રહ્યા છે.

સંત સાહિત્યમાં સાધના પથનું એક ચોક્કસ વિજ્ઞાન છે. એનું ચોક્કસ શાસ્ત્ર છે. એની ચોક્કસ પરિભાષા છે. એના ચોક્કસ અર્થો છે. કેળના ફુલના પાંદડામાં પાંદડા અને વધુ પાંદડા હોય છે તેમ સંતોની વાણીમાં એક વાતમાં બીજી વાત અને તેની અંદર ત્રીજી વાત સંતાડીને કહેવાની હોય છે.

ગંગાસતી કહે છે :

વીજળીને ચમકારે મોતીડા પરોવવું પાનબાઈ !

અચાનક અંધકાર થાશે જી…

ગંગાસતીના ‘વીજળીને ચમકારે મોતી….’ આ એક પંક્તિએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ…. તીવ્ર પવન…. અને વાદળોના કડાકા વચ્ચે હજાર હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાય વધુ ઝળહળાટ…. અને એ ઝબકારે મોતી પરોવવાનું કામ એથી દુર્લભ કુશળતાનું લાઘવનું કામ છે.

જીવનને ગંગાસતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે તેમ જીવન પણ ક્ષણિક છે. સમય ઘણો ઓછો છે. જીવન એક ઉમદા તક છે કારણકે આ જીવનમાં ભગવદ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. ગંગાસતી કહે છે એક ક્ષણ પછી અચાનક અંધારૂ થઈ જશે એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી તકને ચૂક્યા વિના નિષ્ઠાપૂર્વક તકનો ઉપયોગ કરી લેવાનો છે. તો જ અંધકાર થઈ જાય તે પહેલાં મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.

જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ

એકવીસ હજાર છસ્સો કાળ ખાશે.

સામાન્ય રીતે માનવી દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ લે છે. એટલે એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે એટલે મૃત્યુ આવી જશે અને જીવન પૂરું થશે. દિવસ વહી જતાં શ્વાસ બંધ થઈ જતાં કોઈ વાર નહીં લાગે એમ ગંગાસતી કહે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s