. સૂરજ નોં સંગ્રામ
. રચના : જોગીદાન ગઢવી (ચડિયા)
. પ્રકાર :સાંણોર ગીત
ઉગી ને નાથ જ્યાં આભ માં આવતા, ગાવતા જાવતાં ગજ્બ ગીતા
કરે કલરવ નભે સૂર કિલ્લોલ ના, રુડી પંખી તણી રહળ રિતા
પ્રૌઢ ના પોર માં પતંગા પ્રીતડી, મોજ થી મલક ના મનખ માણે
જુવો સંગ્રામ આ સૂરજ નો જોગડા, જગત કલ્યાણ નું રૂપ જાણે.||01||
કરે સમદર પરે કોપ કાળો પછી, ગુબારા જળ તણાં ગગન ગરજે
ઘોર કાળી ઘટા ધોધ ધારા બની,પ્રાહટે પ્રથી પર અમન અરજે
ખલક પર આભ થી મેઘ ખાંગા કરી, તડૉવડ ઇન્દ્ર નું ધનુસ તાણે
જુવો સંગ્રામ આ સૂરજ નો જોગડા, જગત કલ્યાણ નું રૂપ જાણે.||02||
ભોમ ને ભીંજવે ઇન્દ્ર ભરથાર ત્યાં, કુંવર કસ્યપ તણો જાય કોરે
દીયે પરકાસ ઈ ચરાચર ચાહ થી, ફૂલડાં સુહાસે બાપ ફોરે
ફળ બને ફુલ ને કણહલે કણ બની, દેખિયો ભાણ ને દાંણ દાંણે
જુવો સંગ્રામ આ સૂરજ નો જોગડા, જગત કલ્યાણ નું રૂપ જાણે.||03||
જીવન ના જતન ને કાજ ઈ કાળ થી, તપ્ત તપતો રિયો તેજ તમણાં
પુત્ર વેલી પ્રથી જીવે બસ પ્રેમ થી, સાચવ્યા આંખ માં એજ સમણાં
બીરદ એ બાપ નું ભુલ્યો નઈ ભાણ જો, ગાય ચડિયો ઉઠી નિત ગાણે
જુવો સંગ્રામ આ સૂરજ નો જોગડા, જગત કલ્યાણ નું રૂપ જાણે.||04||
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞