પદ્મ શ્રી દિવાળીબેનને શબ્દાંજલી

Standard

💐🌹🙏પદ્મ શ્રી દિવાળીબેનને શબ્દાંજલી 🙏🌹💐

ગુજરાતની ફિલ્મી દુનિયા ડાયરાના સ્ટેજ કાર્યક્રમોમાં પાછલા પચાસ દાયકા ઉપરાંતથી જેઓનું નામ ગાૈરવથી લેવાય છે અને જેઓને સાંભળવા એક લ્હાવો હોય છે તેવાં ગાયિકા દિવાળીબેન ભીલનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે.
   પ્રભુ સ્વ.ના આત્માને પરમ શાન્તિ આપે તેવી પ્રભુ પ્રાર્થના.

બિલકુલ નિરક્ષર એવા આદિવાસી કુંટુંબમાં જન્મેલી આ કલાકારે ગુજરાતના ભૂલાઈ જવાતા લોકગીતોને પોતાનો મધુર કંઠ આપીને ફરી લોકોના હૃદયમાં ગુંજતા કરી દીધા છે. તેમણે ગાયેલા આપણા લોકગીતો ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યા બોલે’, ‘હું તો કાગળિયા લખી લખી થાકી’ વગેરેથી આપણી યુવાપેઢીને પરિચિત કરી છે. તેમના આ અમૂલ્ય યોગદાન માટે જ 1991માં તેમણે ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ કલાકાર એ બીજા કોઈ નહી પણ છે એ આપણા ‘દિવાળીબેન ભીલ’
શોખ ખાતર ગાનાર દિવાળીબેન ભીલ 20 વર્ષની ઉંમરે જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે એક ડોક્ટરને ઘરે કામ મળ્યુ હતુ. એક દિવસ નવરાત્રીમાં તેઓ ગરબો ગવડાવતા હતા ત્યારે ત્યાં આકાશવાણીના કેટલાક અધિકારીઓ પણ હાજર હતા, તેમને દિવાળીબેનનો અવાજ એટલો ગમ્યો કે તેમણે ત્યાને ત્યાંજ તેમનો અવાજ રેકોર્ડ કરી લીધો અને બીજે દિવસે તેમણે આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે બોલાવ્યા. તેમનો આ પહેલો અનુભવ હતો છતાં તેમણે બિલકુલ ગભરાયા વગર પોતાનુ પહેલ વહેલું ગીત ‘ફૂલ ઉતાર્યા ફૂલવાડીરે લોલ’ રેકોર્ડ કરાવ્યુ. આમ ત્યારબાદ તેમની સંગીત યાત્રા શરૂ થઈ હતી.
દિવાળીબેનને ગાયેલ ત્રણ ગીતો દ્વારા શ્રધ્ધાંજલી

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

સ્વરઃ દિવાળીબેન ભીલ

હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા શિયાળાના ચાર ચાર મહિના આઇવા,
મારા કાળજડા ઠરી ઠરી જાય રે, પાતળિયા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા ઊનાળાના ચાર ચાર મહિના આઈવા,(૨)
મારા પાવનિયા  બળી બળી જાય રે, છોગાળા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

પાપ તારું પરકાશ જાડેજા
પાપ તારું પરકાશ…
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી
તોળી રાણી, વાળી ગોંદરેથી ગાય રે બહેન ભાણેજાં મારિય
વાળી ગોંદરેથી ગાય
,, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
પાદર લૂંટી પાણિયાર રે વનના મોરલા મારિયા, તોરલ દે રે —
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી,
એમ જેસલ કહે છે જી ફોડી સરોવર પાળ, તોળી રાણી, ફોડી સરોવર પાળ રે
ન, તોળી રાણી, લૂંટી કુંવારી જાન રે સતવીસું
વન કેરા મૃગલા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી લૂંટી કુંવારી 
જા મોડબંધા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી હરણ હર્યાં લખચાર, તોળી રાણી, હરણ હર્યાં લખચાર રે
વાળ રે એટલા કુકરમ મેં કર્યાં, તોરલ દે રે —એમ જેસલ ક
એવાં કરમ તો મેં કર્યાં, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી જેટલા મથેજા વાળ, તોળી રાણી, જેટલા મથે
જાહે છે જી પુણ્યે પાપ ઠેલાય, જાડેજા, પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s