અષ્ટ એટલે આઠ ના અંક અને સમુહ. તેને સંબધીત જે પ્રસિધ્ધ છે

Standard

*અષ્ટ એટલે આઠ ના અંક અને સમુહ. તેને સંબધીત જે પ્રસિધ્ધ છેઃ*📿
                   8⃣8⃣8⃣8⃣8⃣8⃣8⃣8⃣
  *અષ્ટકઃ*
*અષ્ટક (આઠ ના સમુદાય માં) અને અશ્વક(અશ્વ ના સવાર 🐎) થી પ્રખ્યાત સૂર્યપુજક 🌞 વૈદિક કઠ (કાઠી ક્ષત્રિય)   ની શાખાઓ            પટગીર, પાડવા, નાટા, જાતવડા,માંજરીયા, ટોહરીયા,ગુલિયા, ગરીબા.* ⚔🏹🚩

*અષ્ટકઃ* આઠ અધ્યાયવાળો ઋગ્વેદનો આઠમો ભાગ,                                                                                    ઃઆઠ શ્લોકોનું બનેલું સ્તોત્ર
               : આઠ ઋષિનો એક ગણ
               : એ નામનો એક યજ્ઞ.
               : એક જાતનો તાલ
               : પાણિનિનાં આઠ પુસ્તકનો અભ્યાસી
               : વિશ્વામિત્ર ના એક પુત્ર
                 આઠ કડી ના સ્ત્રોત (રુદ્રાષ્ટક; ગંગાષ્ટક)📕📗

*અષ્ટકવર્ગ:*
( વૈદક ) જીવક, રૂષભક, મેદા, મહામેદા, ઋદ્ધિ, વૃદ્ધિ, કાકોલી અને ક્ષીરકાકોલી એ આઠ ઔષધિ. તે મેળવવી મુશ્કેલ હોવાથી જીવક અને રૂષભકને બદલે ભોંયકોળાનાં મૂળ, મેદા અને મહામેદાને બદલે શતાવરી અને ક્ષીરકાકોલીને બદલે આસંધ લેવાય છે, કેમકે તે સરખા ગુણવાળી છે.💊

*અષ્ટકુલ:*
( પુરાણ ) શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ અને કુલિક એમ નાગનાં આઠ કુળ. કેટલાકના મત પ્રમાણે તક્ષક, મહાપદ્મ, શંખ, કુલિક, કંબલ, અશ્વતર, ધૃતરાષ્ટ્ર અને બલાહક એ આઠ કુળ છે.( અષ્ટકુલી-સર્પોના આઠમાંના કોઈ કુળમાં ઉત્પન્ન થયેલ.)🐍

*અષ્ટકુલક:*
આઠ સભ્યોની બનેલી ન્યાયસભા 🏯

*અષ્ટકુલાચળ:*
( પુરાણ ) ભરતખંડમાં આવેલા આઠ પર્વત. તેનાં નામઃ હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન કે ઋષ્યવાન, વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ અને શુક્તિમાન.🌄

*અષ્ટકમલ:*
( યોગ ) હઠયોગ પ્રમાણે મૂલાધારથી કપાળ સુધી જુદી જુદી જગ્યામાં માનવામાં આવેલ આઠ કમળઃ મૂલાધાર, વિશુદ્ધિ, મણિપૂર, સ્વાધિષ્ઠાન, અનાહત ( અનહદ ), આજ્ઞાચક્ર, સહસ્ત્રારચક્ર અને સુરતિકમલ. 🎇

*અષ્ટકર્ણ :*
બ્રહ્મા. તેમને ચાર મોઢાં હોવાથી તે આઠ કાનવાળા મનાય છે.

*અષ્ટકર્મ:*
રાજા. તેને આદાન, વિસર્ગ, પ્રેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ અને શુદ્ધિ એમ આઠ કામ કરવાનાં હોય છે.👂🏻

*અષ્ટકલ્યાણી:*
આઠ સારાં ચિહ્નવાળું ઘોડું; ચાર પગ, કપાળ, છાતી, કાંધ તથા પૂછડી ધોળાં હોય એવું ઘોડું. 🏇

*અષ્ટકાળ:*
( સંગીત ) તાલનો વખત બતાવનાર આઠ કાળઃ ૧. મહાહંસપદ, ૨. હંસપદ, ૩. કાકપદ, ૪. ગુરુ, ૫. લઘુ, ૬. દ્રુત, ૭. અણુ અને ૮. ત્રુટિ. 🎼

*અષ્ટકૃષ્ણ:*
વલ્લભકુળના મત પ્રમાણે મનાતા આઠ કૃષ્ણ. તેનાં નામઃ શ્રીનાથ, નવનીતપ્રિય, મથુરાનાથ, વિઠ્ઠલનાથ, દ્વારકાનાથ, ગોકુળનાથ, ગોકુળચંદ્રમા અને મદનમોહન. 🏵

*અષ્ટકોણ:*
સરખા આઠ ખૂણા આપતી આકૃતિ(ઑક્ટૅગૉન), કુંડ, ક્ષેત્ર, કુંડળ(કાન નુ ઘરેણુ) 🛰

*અષ્ટાવક્રઃ*
પ્રાચિન ભારતના મહાન ઋષિ તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા.  ☣

*અષ્ટ સિદ્ધિઃ*
અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્ત્વ, વશિત્ત્વ🔆

*અષ્ટ દિશાઃ*
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય  ♻

*અષ્ટાંગ યોગ:  યોગના આઠ પગથિયાં:*
૧)યમ(સત્ય, અહિંસા, અસ્તેય,  અપરિગ્રહ અને  બ્રહ્મચર્ય) ૨)નિયમ (શૌચ,સંતોષ,તપ,સ્વાધ્યાય,ઈશ્વરપ્રણિધાન) ૩)આસન ૪)પ્રાણાયામ ૫)પ્રત્યાહાર ૬)ધારણા ૭)ધ્યાન ૮)સમાધિ 🕉

*અષ્ટાપદઃ*
આઠ પર્વતો ના સમુહ જ્યા ભગવાન ઋષભદેવની જે નિર્વાણ ભૂમિ મનાય છે. 🔯

*અષ્ટ લક્ષ્મીઃ*
ધનલક્ષ્મી કે વૈભવલક્ષ્મી, ગજલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજયલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, વીર લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી 💰

*અષ્ટવિનાયકઃ*
વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોધર, વિકટ, વિધ્નરાજ,ધૂમ્રવર્ણ   🐘    
                                                            *અષ્ટ દ્રવ્યઃ* સોનું, રૂપુ, તાંબું, કથીર, પિત્તળ, સીસું, લોઢું અને પારો   💈
                                                                                                                       *અષ્ટ સૌભાગ્યઃ*
સેંથામાં સિંદૂર, કપાળે ચાંલ્લો, આંખમાં કાજળ, નાકે વાળી, કાનમાં ઘરેણું, કેડમાં કીડિયાસેર, હાથમાં ચૂડો/ બંગડી અને પગમાં અઠ્ઠાસિયાં.  🎎           
                                                                                                                                                                   *અષ્ટ સખાઃ*  ધ્યાન,સાંભળવું,અભિપ્રાય,લાગણી,સાતત્ય,જરૂરિયાત,સંમતિ,કાર્યરત 🛡

*અષ્ટદિકપાળ:*
આઠ દિશાના રક્ષક દેવ ;ઈન્દ્ર,વરૂન,કુબેર ,યમ, શિવ,                                 અગ્નિ,નૈઋત્ય,અને વસુ  🔥

*અષ્ટદ્રવ્ય:*
યજ્ઞમા  જરુરી આઠ પદર્થો. પિપળો. ઉમરો,ખિજડો,ખાખરો,તથા વડનુ સમિધ,તલ,ખીર એને ઘી 🌳

*અષ્ટપૂજાદ્રવ્ય:*
પૂજા માટે પાણી,ઘી,દુધ,દહી,મધ,દ્રભ,ચોખા,તલ 🍮

*અષ્ટમંગલ:*
સિંહ,વર્ષભ,ગજ, કુંભ,પંખો,
નિશાન,વાધ,અને દીપ 🦁🐯

*અષ્ટપ્રધાન:* પ્રધાન,અમાત્ય,સચિવ,મંત્રી,ધર્માધ્યક્ષ,ન્યાયશાસ્ત્રી, વૈધ, સેનાપતી 🕴

*અષ્ટભૈરવઃ*
1. અસિતાંગ ભૈરવ,2. ચંડ ભૈરવ ,3. રૂરૂ ભૈરવ,4. ક્રોધ ભૈરવ ,5. ઉન્મત ભૈરવ ,6. કપાલ ભૈરવ ,7. ભીષણ ભૈરવ ,8. સંહાર ભૈરવ  💠

*કાઠીયાવાડ ગ્લોરી*
🌺🌻🌸🌸🌸🌼🌼🌼🌻🌺

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s