Monthly Archives: June 2016

ટૂંકી કથા

Standard

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી…

“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.

બારી પાસેનો પલંગ ખાલી પડયો!

થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

.

.

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”

ઉપસંહાર:

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી

અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present” કહેવાય છે.

ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો..

Standard

એક રાજા ને બાજ પક્ષી નો ખુબ જ શોખ હતો એક દિવસ એક શિકારી એ રાજા ને બાજ ના બે નવજાત બચ્ચા આપી ગયો રાજા એ પોતાના ખાસ બાજ પ્રશીશક ને એ બંને બચ્ચાઓ ને તૈયાર કરવા નો આદેશ આપ્યો.

સમય વિતતા રાજા તે બંને બાજ નો વિકાસ જોવા ગયો જોયું તો એક બાજ તો ગર્વભેર આકાશ માં ઉડતો હતો પણ બીજો બાજ એક ડાળી પર જ બેઠો હતો.

રાજા એ પ્રશિક્ષક ને પૂછ્યું કે આ બીજું બાજ બાળ કેમ નથી ઉડતું??

‘મહારાજ, ખબર નહિ કેમ પણ હું તો બંને ને સરખી જ તાલીમ આપું છું પણ આ બાજ થોડું ઉડી પાછું પોતાની ડાળી પર જ બેસી જાય છે…

રાજા ને પણ અચરજ થયું એને એના રાજ્ય માં જાહેરાત કરી કે જે કોઈ આ બાજ ને ઉડતા શીખવશે એને ઇનામ આપવા માં આવશે..

ઘણા પક્ષી વિદો આવ્યા પણ એ બાજ તો ડાળી થી દુર જાય જ નહિ એમની વચ્ચે ગામડા નો એક ખેડૂત આવ્યો.

થોડા દિવસ પછી રાજા એ જોયું કે બંને બાજ પક્ષીઓ આકાશ ની ઉંચાઈઓ માપી રહ્યા હતા. રાજા એ પૂછ્યું તે આમ કેમ કર્યું?? ખેડૂત કહે ‘મહારાજ, હું બહુ જ્ઞાન ની વાતો તો નથી જાણતો પણ મેં તો ફક્ત એ ડાળી જ કાપી નાખી જેના ઉપર એ પક્ષી બેસતુ હતું અને જેવી એ ડાળી નો રહી, પક્ષી આકાશ ની ઉંચાઈઓ ને પ્રાપ્ત કરી શક્યું”

મિત્રો, મારે એટલું જ કેહવું છે કે આપણી સમક્ષ પણ આખું આકાશ પડેલું છે પણ આપણે અમુક ડાળી ને વળગી રહીએ છીએ. ‘આ મારા થી નહિ થાય’ બસ આ ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતા નું આકાશ માપી લેવું અઘરું નથી…

ગમ્યું તો શેર કરો..”

ગુજરાત સરકારની આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપગી* *_ભારતીય બંધારણ

Standard

*ગુજરાત સરકારની આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપગી*  *_ભારતીય બંધારણ ભાગ-૪_* 
By *~એસ.બી.જાડેજા~*

માફ કરજો મિત્રો આજ નો ભાગ જરા વધુ લાંબો છે પણ અગત્ય નો છે

*બંધારણ ના અનુચ્છેદ*

*સંઘ અને તેના પ્રદેશો*

અનુચ્છેદ 1
સંઘ નુ નામ અને રાજ્યક્ષેત્ર

અનુચ્છેદ 2
નવા રાજ્યો નો પ્રવેશ અથવા સ્થાપના

અનુચ્છેદ 2(ક)
(સિક્કિમ નુ સંઘ સાથે સહયુક્ત થવુ) 36 મા સંશોધન અધિનિયમ, 19375 ની  ધારા 5 નિરસિત

અનુચ્છેદ 3
નવા રાજ્યો નુ નિર્માણ અને વર્તમાન રાજ્યો ના ક્ષેત્રો, સીમાઓ અથવા નામ મા પરિવર્તન

અનુચ્છેદ 4
પહેલી અનુસૂચિ તથા ચોથી અનુસૂચિ ના સંશોધન તથા અનુપૂરક, આનુષાંગિક અને  પારિણામિક વિષયો નો ઉપબંધ કરવા માટે અનુચ્છેદ 2 અને 3 ને અધીન બનાવાયેલી વિધિઓ

*નાગરીકતા*

અનુચ્છેદ 5
સંવિધાન ના પ્રારંભ મા નાગરિકતા

અનુચ્છેદ 6
પાકિસ્તાન થી ભારત મા પ્રવજન કરનારા વ્યક્તિઓની નાગરિકતા ના અધિકાર

અનુચ્છેદ 7
પાકિસ્તાન પ્રવજન કરનારા વ્યક્તિઓની નાગરિકતા ના અધિકાર

અનુચ્છેદ 8
ભારત થી બહાર રહેનારા ભારતીય ઉદભવ ના અમુક વ્યક્તિઓ ની નાગરિકતા ના અધિકાર

અનુચ્છેદ 9
વિદેશી રાજ્ય ની નાગરિકતા સ્વેચ્છા થી અર્જિત કરનારા વ્યક્તિઓ નુ નાગરિક ન હોવુ

અનુચ્છેદ 10
નાગરિકતા ના અધિકારો નુ બન્યુ રહેવુ

અનુચ્છેદ 11
સંસદ દ્વારા નાગરિકતા ના અધિકાર નુ વિધિ દ્વારા વિનિયમન કરવુ

*મુળભુત અધિકાર*

અનુચ્છેદ 12
પરિભાષા

અનુચ્છેદ 13
મૂળ અધિકારો ને અસંગત અથવા તેનુ અલ્પીકરણ કરવાની વિધિઓ

*******
સમાનતા નો અધિકાર

અનુચ્છેદ 14
વિધિ સમક્ષ સમાનતા

અનુચ્છેદ 15
ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાન ના આધારે વિભેદ નો પ્રતિબંધ

અનુચ્છેદ 16
લોક નિયોજન ના વિષય મા અવસર ની સમાનતા

અનુચ્છેદ 17 – અસ્પૃશ્યતા નો અંત
અનુચ્છેદ 18 – ઉપાધીઓ નો અંત

*******
સ્વતંત્રતા નો અધિકાર

અનુચ્છેદ 19
વાક-સ્વાતંત્ર વિષયક અધિકારો નુ સંરક્ષણ

અનુચ્છેદ 20
અપરાધો માટે દોષસિધ્ધિ સંબંધ મા સંરક્ષણ

અનુચ્છેદ 21
પ્રાણ અને દૈહિક સ્વતંત્રતા નુ સંરક્ષણ

અનુચ્છેદ 21A
શિક્ષા નો અધિકાર

અનુચ્છેદ 22
અમુક પરિસ્થિતિઓ મા ધરપકડ અને નિરોધ થી સંરક્ષણ

*******
શોષણ વિરૂધ્ધ અધિકાર

અનુચ્છેદ 23
માનવ ના દુર્વ્યાપાર અને બાળશ્રમ નો પ્રતિબંધ

અનુચ્છેદ 24
કારખાનો, ખાણો વગેરે મા બાળકો ના નિયોજન નો પ્રતિબંધ

*******
ધર્મ ની સ્વતંત્રતા

અનુચ્છેદ25
અંતઃકરણ ની ધર્મ ને અબાદ્ય રૂપ થી માનવાની, આચરણ કરવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા

અનુચ્છેદ 26
ધાર્મિક કાર્યો ના પ્રબંધ ની સ્વતંત્રતા

અનુચ્છેદ 27
કોઇ વિશિષ્ટ ધર્મ ની અભિવૃધ્ધિ માટે કરો ના સંદાય વિષે સ્વતંત્રતા

અનુચ્છેદ 28
અમુક શિક્ષા સંસ્થાઓ મા ધાર્મિક શિક્ષા અથવા ધાર્મિક ઉપાસના મા ઉપસ્થિત હોવાની સ્વતંત્રતા

*******
સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર

અનુચ્છેદ 29
અલ્પસંખ્યક – વર્ગો ના હિતો નુ સંરક્ષણ

અનુચ્છેદ 30
શિક્ષા સંસ્થાઓ ની સ્થાપના અને પ્રશાસન કરવાનો અલ્પસંખ્યક વર્ગો નો અધિકાર

અનુચ્છેદ 31
સંપતિ નુ અર્જન (44 મા સંશોધન અધિનિયમ 1978 ની ધારા 6 દ્વારા નિરસિત)

*******
અમુક વિધિઓ ની વ્યાવૃતિ

અનુચ્છેદ 31 ક
સંપાદાઓ વગેરે ના અર્જન માટે ઉપબંધ કરનારી વિધિઓની વ્યાવૃતિ

અનુચ્છેદ 31 ખ
અમુક અધિનિયમો અને વિનિયમો નુ વિધિમાન્યકરણ

અનુચ્છેદ 31 ગ
અમુક નિદેશક તત્વો ને પ્રભાવી કરનારી વિધિઓ ની વ્યાવૃતિ

અનુચ્છેદ 31ઘ
રાષ્ટ્ર વિરોધી ક્રિયાકલાપ ના સંબંધ મા વિધિઓ ની વ્યાવૃતિ (41 મા સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 2 દ્વારા નિરસિત)

*******
સંવૈધાનિક ઉપચારો નો અધિકાર

અનુચ્છેદ 32
આ ભાગ દ્વારા પ્રદત્ત અધિકારો ને પ્રવર્તિત કરવા માટેના ઉપચાર

અનુચ્છેદ 32ક
રાજ્ય વિધિઓ ની સંવિધાનિક વૈધતા પર અનુચ્છેદ 32 ને અધીન કાર્યવાહીઓ મા વિચાર ન કરવો (43 મા સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 2 દ્વારા નિરસિત)

અનુચ્છેદ 33
આ ભાગ દ્વારા પ્રદત્ત અધિકારો નુ, બળ વગેરે લાગૂ હોવા મા, રૂપાંતરણ કરવાની સંસદ ની શક્તિ

અનુચ્છેદ 34
જ્યારે કોઇ ક્ષેત્ર મા સેના વિધિ પ્રવૃત્ત હોય ત્યારે આ ભાગ દ્વારા પ્રદત્ત અધિકારો નુ નિલંબન

અનુચ્છેદ 35
આ ભાગ ને પ્રભાવી કરવા માટે વિધાન

*રાજ્ય ના નીતિ નિદેશક તત્વો*

અનુચ્છેદ 36
પરિભાષા

અનુચ્છેદ 37
આ ભાગ મા અંતર્વિષ્ટ તત્વો નુ લાગૂ થવુ

અનુચ્છેદ 38
રાજ્ય લોક વ્યવસ્થા ની અભિવૃધ્ધિ માટે સામાજીક વ્યવસ્થા બનાવશે

અનુચ્છેદ 39
રાજ્ય દ્વારા અનુસરણીય અમુક નીતિ તત્વ

અનુચ્છેદ 39 ક
સમાન ન્યાય અને નિઃશુલ્ક કાયદાકીય સહાયતા

અનુચ્છેદ 40
ગ્રામ પંચાયતો નુ ગઠન

અનુચ્છેદ 41
અમુક દશાઓમા કામ,  શિક્ષા અને લોક સહાયતા મેળવાનો અધિકાર

અનુચ્છેદ 42
કામ ની ન્યાયસંગત અને માનવોચિત દશાઓ નુ તથા પ્રસૂતિ સહાયતા ની વ્યવસ્થા

અનુચ્છેદ 43
કર્મકારો માટે નિર્વાહ મજદૂરી

અનુચ્છેદ 43 ક
ઉદ્યોગો ના પ્રબંધ મા કર્મકારો નો ભાગ લેવો

અનુચ્છેદ 44
નાગરિકો માટે એક સમાન સિવિલ સંહિતા

અનુચ્છેદ 45
બાળકો માટે નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષા ની વ્યવસ્થા

અનુચ્છેદ 46
અનુ. જાતિઓ,જનજાતિઓ અને અન્ય દુબળા વર્ગો ની શિક્ષા અને અર્થ સંબંધી હિતો ની અભિવૃધ્ધિ

અનુચ્છેદ 47
પોષાહાર સ્તર અને જીવન સ્તરને ઉંચુ લેવા તથા લોક સ્વાસ્થયનો સુધાર કરવાનુ રાજ્ય નુ કર્તવ્ય

અનુચ્છેદ 48
કૃષિ અને પશુપાલન નુ સંગઠન

અનુચ્છેદ 48 ક
પર્યાવરણ સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા અન્ય જીવો ની રક્ષા

અનુચ્છેદ 49
રાષ્ટ્રીય મહત્વના સંસ્મારકો, સ્થાનો અને વસ્તુઓનુ સંરક્ષણ

અનુચ્છેદ 50
કાર્યપાલિકા થી ન્યાયપાલિકા નુ પૃથ્થકરણ

અનુચ્છેદ 51
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા ની અભિવૃધ્ધિ

ભાગ – 4 ક
(મૂળ કર્તવ્ય)

અનુચ્છેદ 51 ક
મૂળ કર્તવ્ય

*સંઘ*

કાર્યપાલિકા
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ

અનુચ્છેદ 52
ભારત ના રાષ્ટ્રપતિ

અનુચ્છ્દ 53
સંઘની કાર્યપાલિક શક્તિ

અનુચ્છેદ 54
રાષ્ટ્રપતિ નુ નિર્વાચન

અનુચ્છેદ 55
રાષ્ટ્રપતિ ના નિર્વાચન ની પધ્ધતિ

અનુચ્છેદ 56
રાષ્ટ્રપતિ ની પદ અવધિ

અનુચ્છેદ 57
પુનર્નિર્વાચન માટે પાત્રતા

અનુચ્છેદ 58
રાષ્ટ્રપતિ નિર્વાચિત થવા માટે યોગ્યતાઓ

અનુચ્છેદ 59
રાષ્ટ્રપતિ પદ માટે શર્તો

અનુચ્છેદ 60
રાષ્ટ્રપતિ દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 61
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા

અનુચ્છેદ 62
રાષ્ટ્રપતિ ના પદ મા ખાલી જગ્યા ભરવા માટે નિર્વાચન નો સમય અને આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે નિર્વાચિત
વ્યક્તિ ની પદાવધિ

અનુચ્છેદ 63
ભારત ના ઉપરાષ્ટ્રપતિ

અનુચ્છેદ 64
ઉપરાષ્ટ્રપતિ નુ રાજ્યસભા નુ પદેન સભાપતિ હોવુ

અનુચ્છેદ 65
રાષ્ટ્રપતિ ના પદ મા આકસ્મિક ખાલી જગ્યા દરમિયાન અથવા તેની અનુપસ્થિતિ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ના રૂપમા કાર્ય
અને તેનુ નિર્વાહન

અનુચ્છેદ 66
ઉપરાષ્ટ્રપતિ નુ નિર્વાહન

અનુચ્છેદ 67
ઉપરાષ્ટ્રપતિ ની પદાવધિ

અનુચ્છેદ 68
ઉપરાષ્ટ્રપતિ ના પદ મા ખાલી જગ્યા ભરવા માટે નિર્વાચન નો સમય અને આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે નિર્વાચિત વ્યક્તિ ની પદાવધિ

અનુચ્છેદ 69
ઉપરાષ્ટ્રપતિ દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 70
અન્ય આકસ્મિકતાઓ મા રાષ્ટ્રપતિ ના કૃત્યો નુ નિર્વાહન

અનુચ્છેદ 71
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ના નિર્વાચન સંબંધી વિષય

અનુચ્છેદ 72
રાષ્ટ્રપતિ ની ક્ષમા દેવાની, દંડ મા વિલંબ કરવાની અને દંડ ઘટાડવાની શક્તિ

અનુચ્છેદ 73
સંઘ ની કાર્યપાલિકા શક્તિ નો વિસ્તાર

*********
મંત્રી પરિષદ

અનુચ્છેદ 74
રાષ્ટ્રપતિ ને સહાય અને સલાહ દેવા માટે મંત્રીપરિષદ

અનુચ્છેદ 75
મંત્રીઓ વિશે અન્ય ઉપબંધ

અનુચ્છેદ 76
ભારત ના મહાન્યાયવાદી

*********
સરકારી કાર્ય નુ સંચાલન

અનુચ્છેદ 77
ભારત સરકાર ના કાર્યો નુ સંચાલન

અનુચ્છેદ 78
રાષ્ટ્રપતિ ને જાણકારી દેવાના સંબંધમા પ્રધાનમંત્રી નુ કર્તવ્ય

*********

(સંસદ)

અનુચ્છેદ 79
સંસદ નુ ગઠન

અનુચ્છેદ 80
રાજ્ય સભા ની સંરચના

અનુચ્છેદ 81
લોકસભા ની સંરચના

અનુચ્છેદ 82
પ્રત્યેક જનગણના બાદ તેનુ પુનઃ સમાયોજન

અનુચ્છેદ 83
સંસદ ના સદનો ની અવધિ

અનુચ્છેદ 84
સંસદ ની સદસ્યતા માટે યોગ્યતા

અનુચ્છેદ 85
સંસદ નુ સત્ર, સત્રાવસાન અને વિઘટન

અનુચ્છેદ 86
સદન મા અભિભાષણ અને સંદેશ મોકલવાનો રાષ્ટ્રપતિ નો અધિકાર

અનુચ્છેદ 87
રાષ્ટ્રપતિ નુ વિશેષ અભિભાષણ

અનુચ્છેદ 88
સદનો વિશે મંત્રીઓ અને મહાન્યાયવાદીઓ ના અધિકાર

*********
સંસદ ના અધિકારી

અનુચ્છેદ 89
રાજ્યસભા ના સભાપતિ અને ઉપસભાપતિ

અનુચ્છેદ 90
ઉપસભાપતિ ની પદ રિક્તિ, પદ ત્યાગ અને પદ થી હટાવવુ

અનુચ્છેદ 91
સભાપતિ ના પદ ના કર્તવ્યો નુ પાલન કરવુ અથવા સભાપતિ રૂપ મા કાર્ય કરવાની ઉપસભાપતિ ની અથવા અન્ય વ્યક્તિ ની શક્તિઓ

અનુચ્છેદ 92
જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિ ને પદ થી હટાવવા નો કોઇ વિચાર વિચારાધીન હોય ત્યારે તેનુ પીઠાસીન ના હોવુ

અનુચ્છેદ 93
લોકસભા ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

અનુચ્છેદ 94
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની પદ રિક્તિ, પદ ત્યાગ અને પદ થી હટાવવુ

અનુચ્છેદ 95
અધ્યક્ષ ના પદ ના કર્તવ્યો નુ પાલન કરવુ અથવા અધ્યક્ષ રૂપ મા કાર્ય કરવાની ઉપાધ્યક્ષ ની અથવા અન્ય વ્યક્તિ ની
શક્તિઓ

અનુચ્છેદ 96
જ્યારે અધ્ય્ક્ષ અથવા ઉપાધ્યક્ષ ને પદ થી હટાવવા નો કોઇ વિચાર વિચારાધીન હોય ત્યારે તેનુ પીઠાસીન ના હોવુ

અનુચ્છેદ 97
સભાપતિ અને ઉપસભાપતિ તથા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ના વેતન અને ભથ્થા

અનુચ્છેદ 98
સંસદ નુ સચિવાલય

*********

કાર્ય સંચાલન

અનુચ્છેદ 99
સદસ્યો દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 100
સદનો મા મતદાન, રિક્તિઓ હોવા છતા પણ સદન મા કાર્ય કરવાની શક્તિ અને ગણપૂર્તિ

*********

સદસ્યો ની યોગ્યતાઓ

અનુચ્છેદ 101
સ્થનો ખાલી થવા

અનુચ્છેદ 102
સદસ્યતા માટે યોગ્યતાઓ

અનુચ્છેદ 103
સદસ્યો ની યોગ્યતાઓ થી સંબંધિત પ્રશ્નો પર વિનિશ્ચય અનુચ્છેદ 99 ને અધીન શપથ અથવા પ્રતિજ્ઞાન કરતા પહેલા
યોગ્ય અથવા અયોગ્ય કર્યા બાદ બેસવાની અને મત દેવાની શક્તિ
સંસદ અને તેના સદસ્યો ની શક્તિઓ, વિશેષાધિકાર અને મુક્તિઓ

અનુચ્છેદ 105
સંસદ ના સદનો તથા તેના સદસ્યો અને સમિતિ ઓ ની શક્તિઓ, વિશેષાધિકારો વગેરે

અનુચ્છેદ 106
સદસ્યો ના વેતન અને ભથ્થા

*********

વિધાયી પ્રક્રિયા

અનુચ્છેદ 107
વિધેયકો ને પારિત અથવા પુનઃસ્થાપન કરવા સંબંધી વ્યવસ્થા

અનુચ્છેદ 108
અમુક સ્થિતિ ઓ મા બન્ને સદનની સંયુક્ત બેઠક

અનુચ્છેદ 109
ધન વિધેયક સંબંધમા વિશેષ પ્રક્રિયા

અનુચ્છેદ 110
ધન વિધેયક ની પરિભાષા

અનુચ્છેદ 111
વિધેયકો પર અનુમતિ

*********

વિત્તીય વિષયો ના સંબંધ મા પ્રક્રિયા

અનુચ્છેદ 112
વાર્ષિક વિત્તીય વિતરણ
અનુચ્છેદ 113
સંસદ મા પ્રાક્કલનો ના સંબંધ મા પ્રક્રિયા
અનુચ્છેદ 114
વિનિયોગ વિધેયક
અનુચ્છેદ 115
અનુપૂરક, અતિરિક્ત અથવા અનુદાન
અનુચ્છેદ 116
લેખાનુદાન, પ્રત્યયાનુદાન અને અપવાદાનુદાન
અનુચ્છેદ 117
વેત્ત વિધેયક વિશે વિશેષ ઉપબંધ

*********

સાધારણ પ્રક્રિયા

અનુચ્છેદ 118
પ્રક્રિયા ના નિયમ

અનુચ્છેદ 119
સંસદ મા વિત્તીય કાર્ય સંબંધી પ્રક્રિયા નુ વિધિ દ્વારા વિનિયમન

અનુચ્છેદ 120
સંસદ મા પ્રયોગ મા લેવાની ભાષા

અનુચ્છેદ 121
સંસદ મા ચર્ચા પર નિર્બંધન

અનુચ્છેદ 122
ન્યાયાલયો દ્વારા સંસદ ની કાર્યવાહિઓ મા તપાસ ના કરવી

*********

રાષ્ટ્રપતિ ની વિધાયી શક્તિઓ

અનુચ્છેદ 123
સંસદ ના વિશ્રાંતકાલ મા અધ્યાદેશ જાહેર કરવાની રાષ્ટ્રપતિ ની સ્થિતિ

*********

(સંઘ ની ન્યાયપાલિકા)

અનુચ્છેદ 124
સુપ્રિમ કોર્ટ ની સ્થાપના અને ગઠન

અનુચ્છેદ 125
ન્યાયાધીશો ના વેતન

અનુચ્છેદ 126
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ની નિયુક્તિ

અનુચ્છેદ 127
તદર્થ ન્યાયાધીશો ની નિયુક્તિ

અનુચ્છેદ 128
સુપ્રિમ કોર્ટ ની બેઠકો મા સેવાનિવૃત ન્યાયાધીશો ની ઉપસ્થિતિ

અનુચ્છેદ 129
સુપ્રિમ કોર્ટ નુ અભિલેખ હોવુ

અનુચ્છેદ 130
સુપ્રિમ કોર્ટ નુ સ્થાન

અનુચ્છેદ 131
સુપ્રિમ કોર્ટ ની આરંભિક અધિકારિતા

અનુચ્છેદ 131ક
કેન્દ્રીય વિધિઓ ની સાંવિધાનિક વૈધતા થી સંબંધિત અધિકારિતા (41 મા સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 4 દ્વારા નિરસિત)

અનુચ્છેદ 132
અમુક સ્થિતિઓ મા હાઇ કોર્ટ ની અપીલો મા સુપ્રિમ કોર્ટ ની અપીલી અધિકારિતા

અનુચ્છેદ 133
હાઇ કોર્ટ ના સિવિલ વિષયો થી સંબંધિત અપીલો મા સુપ્રિમ કોર્ટ ની અપીલી અધિકારિતા

અનુચ્છેદ 134
દંડિક વિષયોમા સુપ્રિમ કોર્ટ ની અપીલી અધિકારિતા

અનુચ્છેદ 134ક
સુપ્રિમ કોર્ટ મા અપીલ માટે પ્રમાણ પત્ર

અનુચ્છેદ 135
વિદ્યમાન વિધિ ને અધીન ફેડરલ ન્યાયાલય ની અધિકારિતા અને શક્તિઓ નુ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રયોક્તવ્ય હોવુ

અનુચ્છેદ 136
અપીલ માટે સુપ્રિમ કોર્ટ ની વિશેષ રજા

અનુચ્છેદ 137
નિર્ણયો અને આદેશો નુ સુપ્રિમ કોર્ટ દ્વારા પુનર્વિલોકન

અનુચ્છેદ 138
સુપ્રિમ કોર્ટ ની અધિકારિતા ની વૃધ્ધિ

અનુચ્છેદ 139
અમુક રીટ બહાર પાડવાની શક્તિઓ સુપ્રિમ કોર્ટને આપવી

અનુચ્છેદ 139ક
અમુક મામલાઓ મા અંતરણ

અનુચ્છેદ 140
સુપ્રિમ કોર્ટ ની આનુસાંગિક શક્તિઓ

અનુચ્છેદ 141
સુપ્રિમ કોર્ટ દ્વારા ઘોષિત વિધિઓ નુ બધા ન્યાયાલયો મા આબધ્ધકારી હોવુ

અનુચ્છેદ 142
સુપ્રિમ કોર્ટ ની ડિક્રિઓ અને આદેશો ના પ્રવર્તન અને પ્રગટીકરણ વિશે આદેશ

અનુચ્છેદ 143
સુપ્રિમ કોર્ટ પાસેથી પરામર્શ લેવાની રાષ્ટ્રપતિ ની શક્તિ

અનુચ્છેદ 144
સિવિલ અને ન્યાયિક પ્રાધિકારિઓ દ્વારા સુપ્રિમ કોર્ટ ની સહાયતા કાર્ય કરવુ

અનુચ્છેદ 144ક
વિધિઓ ની સાંવિધાનિક વૈધતા થી સંબંધિત પ્રશ્નો ના ઉકેલ માટે વિશેષ વ્યવસ્થા (43 મા સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 5 દ્વારા નિરસિત)

અનુચ્છેદ 145
ન્યાયાલય ના નિયમો

અનુચ્છેદ 146
સુપ્રિમ કોર્ટ ના અધિકારી અને સેવકો તથા વ્યય

અનુચ્છેદ 147
નિર્વચન

*********
(ભારત ના નિયંત્રક-મહાલેખા પરીક્ષક)

અનુચ્છેદ 148
ભારત ના નિયંત્રક મહાલેખાપરીક્ષક

અનુચ્છેદ 149
નિયંતક મહાલેખાપરીક્ષક ના કર્તવ્ય અને શક્તિઓ

અનુચ્છેદ 150
સંઘ અને રાજ્યો ના લેખાઓ ના પ્રારૂપ

અનુચ્છેદ 151
સંપરીક્ષા પ્રતિવેદન

*રાજ્ય*

અનુચ્છેદ 152
પરિભાષા

********
અનુચ્છેદ 153
રાજ્યોના રાજ્યપાલ

અનુચ્છેદ 154
રાજ્ય ની કાર્યપાલિકા શક્તિ

અનુચ્છેદ 155
રાજ્યપાલ ની નિયુક્તિ

અનુચ્છેદ 156
રાજ્યપાલ ની પદાવધિ

અનુચ્છેદ 157
રાજ્યપાલ નિયુક્ત થવા માટે યોગ્યતાઓ

અનુચ્છેદ 158
રાજ્યપાલ ના પદ માટે શર્તો

અનુચ્છેદ 159
રાજ્યપાલ દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 160
અમુક આકસ્મિકતાઓ મા રાજ્યપાલના કૃત્યો નુ નિર્વહન

અનુચ્છેદ 161
રાજ્યપાલ ની ક્ષમા દેવાની, દંડ મા વિલંબ કરવાની અને દંડ ઘટાડવાની શક્તિ

અનુચ્છેદ 162
રાજ્ય ની કાર્યપાલિકા શક્તિ નો વિસ્તાર

********

મંત્રિ પરિષદ

અનુચ્છેદ 163
રાજ્યપાલ ને સહાયતા અને સલાહ દેવા માટે મંત્રિ પરિષદ

અનુચ્છેદ 164
મંત્રિઓ વિશે ઉપબંધ

********

રાજ્ય ના મહાધિવક્તા

અનુચ્છેદ 165
રાજ્ય ના મહાધિવક્તા

અનુચ્છેદ 166
રાજ્ય ની સરકાર ના કાર્યો નુ સંચાલન

અનુચ્છેદ 167
રાજ્યપાલ ને જાણકારી દેવા સંબંધમા મુખ્યમંત્રી નુ કર્તવ્ય

********
(રાજ્ય નુ વિધાન મંડળ)

અનુચ્છેદ 168
રાજ્યો ના વિધાન મંડળો નુ ગઠન

અનુચ્છેદ 169
રાજ્યો મા વિધાન પરિષદો નુ ઉત્સાદન અથવા સૃજન

અનુચ્છેદ 170
વિધાન સભાઓ ની સંરચના

અનુચ્છેદ 171
વિધાન પરિષદો ની સંરચના

અનુચ્છેદ 172
રાજ્યો ના વિધાન મંડળો ની અવધિ

અનુચ્છેદ 173
રાજ્ય ના વિધાન મંડળ ની સદસ્યતા માટે યોગ્યતા

અનુચ્છેદ 174
રાજ્ય ના વિધાન મંડળ ના સત્ર, સત્રાવસાન અને વિઘટન

અનુચ્છેદ 175
સદન અથવા સદનો મા અભિભાષણ અને તેમને સંદેશ મોકલવાનો રાજ્યપાલનો અધિકાર

અનુચ્છેદ 176
રાજ્યપાલ નુ વિશેષ અભિભાષણ

અનુચ્છેદ 177
સદનો વિશે મંત્રિઓ તથા મહાધિવક્તા ના અધિકાર

********

રાજ્ય ના વિધાન મંડળ ના અધિકાર

અનુચ્છેદ 178
વિધાન સભા ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

અનુચ્છેદ 179
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નુ પદ ખાલી થવુ, પદત્યાગ અને પદ થી હટાવવા

અનુચ્છેદ 180
અધ્યક્ષ ના પદ ના કર્તવ્યો નુ પાલન કરવુ અથવા અધ્યક્ષ ના રૂપ મા કાર્ય કરવાની ઉપાધ્યક્ષ ની અથવા અન્ય વ્યક્તિ ની
શક્તિ

અનુચ્છેદ 181
જ્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ ને પદથી હટાવવાનો કોઇ સંકલ્પ વિચારાધીન હોય ત્યારે તેનુ પીઠાસીન ન હોવુ

અનુચ્છેદ 182
વિધાન પરિષદ ના સભાપતિ તથા ઉપસભાપતિ

અનુચ્છેદ 183
સભાપતિ અને ઉપસભાપતિ નુ પદ ખાલી થવુ, પદત્યાગ અને પદ થી હટાવવા

અનુચ્છેદ 184
સભાપતિ ના પદ ના કર્તવ્યો નુ પાલન કરવુ અથવા સભાપતિ ના રૂપ મા કાર્ય કરવાની ઉપસભાપતિ ની અથવા અન્ય વ્યક્તિ
ની શક્તિ

અનુચ્છેદ 185
જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિ ને પદથી હટાવવાનો કોઇ સંકલ્પ વિચારાધીન હોય ત્યારે તેનુ પીઠાસીન ન હોવુ

અનુચ્છેદ 186
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા સભાપતિ અને ઉપસભાપતિ ના વેતન ભથ્થા

અનુચ્છેદ 187
રાજ્ય ના વિધાન મંડળ ના સચિવાલય

અનુચ્છેદ 188
સદસ્યો ના શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 189
સદનો મા મતદાન, રિક્તિઓ હોવા છતા પણ સદનો ની કાર્ય કરવાની શક્તિ અને ગણપૂર્તિ

********
સદસ્યો ની નિરર્હતાઓ

અનુચ્છેદ 190
સ્થાનો નુ ખાલી થવુ

અનુચ્છેદ 191
સદસ્યતા માટે નિરર્હતાઓ

અનુચ્છેદ 192
સદસ્યો ની નિરર્હતાઓ થી સંબંધિત પ્રશ્નો પર વિનિશ્ચ

અનુચ્છેદ 193
અનુચ્છેદ 188 ને અધીન શપથ લેવા અથવા પ્રતિજ્ઞાન કરતા પહેલા અથવા અર્હિત ન થતા અથવા નિરર્હિત કરવા પર બેસવા અને મત દેવા માટે શક્તિ, રાજ્યો ના વિધાન મંડળો અને તેના સદસ્યો ની શક્તિઓ, વિશેષાધિકાર અને મુક્તિઓ

અનુચ્છેદ 194
વિધાન મંડળો ના સદનો ની તથા તેના સદસ્યો અને સમિતિઓ ની શક્તિઓ, વિશેષાધિકાર વગેરે

અનુચ્છેદ 195
દસ્યો ના વેતન અને ભથ્થા

********
વિધાયી પ્રક્રિયા

અનુચ્છેદ 196
વિધેયકો ને પુરઃસ્થાપન અને પારિત કરવાના સંબંધ મા ઉપબંધ

અનુચ્છેદ 197
ધન વિધેયકો થી ભિન્ન વિધેયકો વિશે વિધાન પરિષદ ની શક્તિઓ પર નિર્બધન

અનુચ્છેદ 198
ધન વિધેયકો ના સંબંધ મા વિશેષ પ્રક્રિયા

અનુચ્છેદ 199
ધન વિધેયક ની પરિભાષા

અનુચ્છેદ 200
વિધેયકો પર અનુમતિ

અનુચ્છેદ 201
વિચાર માટે આરક્ષિત વિધેયક

********

વિત્તીય વિષયો ના સંબંધ મા પ્રક્રિયા :-

અનુચ્છેદ 202
વાર્ષિક વિત્તીય વિવરણ

અનુચ્છેદ 203
વિધાન મંડળ મા પ્રાક્કલનો સંબંધ મા પ્રક્રિયા

અનુચ્છેદ 204
વિનિયોગ વિધેયક

અનુચ્છેદ 205
અનુપૂરક, અતિરિક્ત અથવા અધિક અનુદાન

અનુચ્છેદ 206
લેખાનુદાન, પ્રત્યયાનુદાન અને અપવાદાનુદાન

અનુચ્છેદ 207
વિત્ત વિધેયકો વિશે વિશેષ ઉપબંધ

********

સાધારણ પ્રક્રિયા

અનુચ્છેદ 208
પ્રક્રિયા ના નિયમ

અનુચ્છેદ 209
રાજ્ય ના વિધાન મંડળ મા વિત્તીય કાર્ય સંબંધી પ્રક્રિયા નુ વિધિ દ્વારા વિનિયમન

અનુચ્છેદ 210
વિધાન મંડળ મા પ્રયોગ થનારી ભાષા

અનુચ્છેદ 211
વિધાન મંડળ મા ચર્ચા પર નિર્બધન

અનુચ્છેદ 212
ન્યાયાલયો દ્વારા વિધાન મંડળ ની કાર્યવાહીઓ ની તપાસ ન કરવી

********
રાજ્યપાલ ની વિધાયી શક્તિઓ

અનુચ્છેદ 213
વિધાન મંડળ ના વિશ્રાંતિકાળ મા અધ્યાદેશ પ્રખ્યાપિત કરવાની રાજ્યપાલ ની શક્તિ

********

રાજ્યો ના ઉચ્ચ ન્યાયાલયો

અનુચ્છેદ 214
રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલયો

અનુચ્છેદ 215
ઉચ્ચ ન્યાયાલયો નુ અભિલેખ ન્યાયાલય હોવુ

અનુચ્છેદ 216
ઉચ્ચ ન્યાયાલયો નુ ગઠન

અનુચ્છેદ 217
ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયધીશ ની નિયુક્તિ અને તેના પદ ની શર્તો

અનુચ્છેદ 218
ઉચ્ચતમ ન્યાયલય થી સંબંધિત અમુક ઉપબંધ નુ ઉચ્ચ ન્યાયાલયો મા લાગૂ હોવુ

અનુચ્છેદ 219
ઉચ્ચ ન્યાયાલયો ના ન્યાયાધીશો દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞાન

અનુચ્છેદ 220
સ્થાયી ન્યાયાધીશ રહ્યા પછી વિધિ વ્યવસાય પર પ્રતિબંધ

અનુચ્છેદ 221
ન્યાયાધીશો ના વેતન

અનુચ્છેદ 222
કોઇ ન્યાયાધીશ નુ એક ઉચ્ચ ન્યાયાલય થી બીજા ઉચ્ચ ન્યાયાલય મા અંતરણ (બદલી)

અનુચ્છેદ 223
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ની નિયુક્તિ

અનુચ્છેદ 224
અપર અને કાર્યકારી ન્યાયાધીશો ની નિયુક્તિ

અનુચ્છેદ 224ક
ઉચ્ચ ન્યાયાલયો ની બેઠકો મા સેવાનિવૃત ન્યાયાધીશોની નિયુક્તિ

અનુચ્છેદ 225
વિદ્યમાન ઉચ્ચ ન્યાયાલયોની અધિકારિતા

અનુચ્છેદ 226
અમુક રીટ કાઢવાની ઉચ્ચ ન્યાયાલયની શક્તિ

અનુચ્છેદ 226ક
(અનુચ્છેદ 226 ને અધીન કાર્યવાહીઓ મા કેન્દ્રીય વિધિઓ ની સાંવિધાનિક વૈધતા પર વિચાર ન કરવો) 43 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 8 દ્વારા નિરસિત

અનુચ્છેદ 227
બધા ન્યાયાલયો નુ ઉચ્ચ ન્યાયાલય દ્વારા અંતરણ

અનુચ્છેદ 228ક
રાજ્ય વિધિઓ ની સંવિધાનિક વૈધતા થી સંબંધિત પ્રશ્નો ના ઉકેલ માટે વિશેષ ઉપબંધ

અનુચ્છેદ 229
ઉચ્ચ ન્યાયાલયો ના અધિકારી અને સેવક તથા વ્યય

અનુચ્છેદ 230
ઉચ્ચ ન્યાયાલયો ની અધિકારિતા નો સંઘ રાજ્યક્ષેત્રો પર વિસ્તાર

અનુચ્છેદ 231
બે અથવા બે થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયલય ની સ્થાપના

********

(અધીનસ્થ ન્યાયાલય)
અનુચ્છેદ 233
જીલ્લા ન્યાયાધીશો ની નિયુક્તિ

અનુચ્છેદ 233ક
અમુક જીલ્લા ન્યાયાધીશો ની નિયુક્તિઓ નુ અને તેના દ્વારા અપાયેલા નિર્ણયો વગેરે નુ વિધિમાન્યકરણ

અનુચ્છેદ 234
ન્યાયિક સેવા મા જીલ્લા ન્યાયાધીશો થી ભિન્ન વ્યક્તિઓ ની ભર્તી

અનુચ્છેદ 235
અધીનસ્થ ન્યાયાલયો પર નિયંત્રણ

અનુચ્છેદ 236
નિર્વચન

અનુચ્છેદ 237
અમુક વર્ગ અથવા વર્ગો ના મેજીસ્ટ્રેટો પર આ અધ્યાય ના ઉપબંધો નુ લાગૂ હોવુ

પહેલી અનુસૂચિ ના ભાગ ખ ના રાજ્ય

સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસિત

*સઘ રજ્ય ક્ષેત્ર*

સંઘ રાજ્યક્ષેત્ર

અનુચ્છેદ 239
સંઘ રાજ્યક્ષેત્રો નુ પ્રશાસન

અનુચ્છેદ 239ક
અમુક સંઘ રાજ્યક્ષેત્રો માતે સ્થાનીય વિધાન મંડળો અથવા મંત્રિ પરિષદો અથવા બન્ને નુ સૃજન

અનુચ્છેદ 239ક (1)
દિલ્લી થી સંબંધ મા વિશેષ ઉપબંધ

અનુચ્છેદ 239ક (2)
સંવિધાનિક તંત્ર વિફળ થવાની દશા મા ઉપબંધ

અનુચ્છેદ 239ખ
વિધાન મંડળ ના વિશ્રાંતિકાળ મા અધ્યાદેશ પ્રખ્યાપિત કરવાની પ્રશાસનિક શક્તિ

અનુચ્છેદ 240
અમુક સંઘ રાજ્યક્ષેત્રો માટે વિનિયમ બનાવવાની રાષ્ટ્રપતિ ની શક્તિ

અનુચ્છેદ 241
સંઘ રાજ્યક્ષેત્રો માટે ઉચ્ચ ન્યાયાલય

અનુચ્છેદ 242
સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસિત

*પંચાયત*

પંચાયત

અનુચ્છેદ 243
પરિભાષાઓ

અનુચ્છેદ 243ક
ગ્રામ સભા

અનુચ્છેદ 243ખ
પંચાયતો નુ ગઠન

અનુચ્છેદ 243ગ
પંચાયતો ની સંરચના

અનુચ્છેદ 243ઘ
સ્થાનો નુ આરક્ષણ

અનુચ્છેદ 243ડ
પંચાયતો ની અવધિ

અનુચ્છેદ 243ચ
સદસ્યતા માટે નિરર્હતાઓ

અનુચ્છેદ 243છ
પંચાયતો ની શક્તિઓ, પ્રાધિકાર અને ઉત્તરદાયિત્વ

અનુચ્છેદ 243જ
પંચાયતો દ્વારા કર અધિરોપિત કરવાની શક્તિઓ અને તેની નિધિઓ

અનુચ્છેદ 243ઝ
વિત્તીય સ્થિતિ ના પુનર્વિલોકન માટે વિત્ત આયોગ નુ ગઠન

અનુચ્છેદ 243જ્ઞ
પંચાયતો ના લેખાઓ ની સંપરીક્ષા

અનુચ્છેદ 243ટ
પંચયતો માટે નિર્વાચન

અનુચ્છેદ 243ઠ
સંઘ રાજ્યક્ષેત્રો મા લાગૂ થવુ

અનુચ્છેદ 243ડ
આ ભાગ ના કતિપય ક્ષેત્રો મા લાગૂ ન થવુ

અનુચ્છેદ 243ઢ
વિદ્યમાન વિધિઓ અને પંચાયતો નુ બન્યુ રહેવુ

અનુચ્છેદ 243ણ
નિર્વાચન સંબંધી મામલાઓ મા ન્યાયાલયો ના હસ્તક્ષેપ નુ વર્જન

*નગરપાલિકા*

નગરપાલિકાઓ

અનુચ્છેદ 243ત
પરિભાષાઓ

અનુચ્છેદ 243થ
નગરપાલિકાઓ નુ ગઠન

અનુચ્છેદ 243દ
નગરપાલિકાઓ ની સંરચના

અનુચ્છેદ 243ધ
વોર્ડ સમિતિઓ વગેરે નુ ગઠન અને તેની સંરચના

અનુચ્છેદ 243ન
સ્થાનો નુ આરક્ષણ

અનુચ્છેદ 243પ
નગરપાલિકાઓ ની અવધિ વગેરે

અનુચ્છેદ 243ફ
સદસ્યતા માટે નિરર્હતાઓ

અનુચ્છેદ 243બ
નગરપાલિકાઓ વગેરે ની શક્તિઓ, પ્રાધિકાર અને ઉત્તરદાયિત્વ

અનુચ્છેદ 243ભ
નગરપાલિકાઓ દ્વારા કર અધિરોપિત કરવાની શક્તિઓ અને તેની નિધિઓ

અનુચ્છેદ 243મ
વિત્ત આયોગ

અનુચ્છેદ 243ય
નગરપાલિકાઓ ના લેખાઓ ની સંપરીક્ષા

અનુચ્છેદ 243ય(ક)
નગરપાલિકાઓ માટે નિર્વાચન

અનુચ્છેદ 243ય(ખ)
સંઘ રાજ્યક્ષેત્રો મા લાગૂ થવુ

અનુચ્છેદ 243ય(ગ)
આ ભાગ ના કતિપય ક્ષેત્રો મા લાગૂ ન થવુ

અનુચ્છેદ 243ય(ઘ)
જીલ્લા યોજના માટે સમિતિ

અનુચ્છેદ 243ય(ડ)
મહાનગર યોજના માટે સમિતિ

અનુચ્છેદ 243ય(ચ)
વિદ્યમાન વિધિઓ અને નગરપાલિકાઓ નુ બન્યુ રહેવુ

અનુચ્છેદ 243ય(છ)
નિર્વાચન સંબંધી મામલાઓ મા ન્યાયાલયના હસ્તક્ષેપ નુ વર્જન

ક્રમંશ…..,

ચાય-છાયજી સંગર

Standard

કચ્છજી રણકંધી મથે નીલી બન્ની ન્યાર,
નીલા નેસ નવાણ ને ઘા નીલા ગુલ્ઝાર;
ગોંઇયું મઇયું મતારીઉં ઘી ને ખીર અપાર,
પ્રો ફૂટધે પરભાતમેં છાય કરે છમકાર;
પડખેમેં રણપાર,
ચાય ચડઇ આય ચુલ મથે.
.
ચાય ચડઇ આય ચુલ મથે ઉકરેતો કાડ઼ો,
સુણી ધ્રુસકો છાયજો સુર થ્યોસ કારો;
ચાય અચી ચેં છાય કે ખણ તોજો પારો,
આઉં હુવાં તિત તું ન વે ઇ મુંજો ધારો;
ટાણે મોં ટારો,
કર હાણેં કચ્છડ઼ે મીંજા.
.
છાયઃ કચ્છ મંજાનું કીં વિંઞા કચ્છડ઼ો મુંજો ઘર,
રસઇએ રણકંધી મથે મોત પઇ તું મર;
તું જેં જે પડખે ચડ઼ેં તેંકે રખે તર,
કડેક હી કચ્છી હુવા નરવીરેમેં નર;
કેસર થ્યો કાયર,
પનારે તોજે પેઓ.
.
ચાયઃ પનારે મુંજે પેઆ ખલક મુલકજા ખાન,
ચરઇ કઇ મું ચીનકે જલે રખ્યો જાપાન;
તુરકી કે તારે ગિડ઼ો હેર્યો હિન્ધુસ્તાન,
ચરણકમલ મુંજા ચુંમે ઇરાન અરબસ્તાન;
મુંકે જુકે જહાન;
ત કેર વિચાડ઼ો કચ્છડ઼ો?
.
છાયઃ કચ્છ વિચાડ઼ો અજ થ્યો જ કેં તોજો કુસંગ,
કડેક હી કચ્છી હુવા અવની મથે અભંગ;
ફુલાણી ફતીઓ ને અબડ઼ાણી અડ્ભંગ,
રોપ્યા રણ વીરે જિતે ઝારે જેડ઼ા જંગ;
તોજો પ્યો પ્રસંગ,
ત કુમામ કે તું કચ્છજા.
.
ચાયઃ કુમામ નાંય થ્યા કચ્છજા થઇ વ્યો સુધારો,
તોજો હિન ધરતી મથા વટાય વ્યો વારો;
મુંજી આણ મીણી મથે મોં તોજો કારો,
કૈં મુંજી પુજા કરી સાંજી સવારો;
મુંજો સિતારો,
કેડ઼ો કલયુગમેં ચડ઼યો.
.
છાયઃ કલયુગજી તું કાલકા ફેર ન ઇનમેં જરા,
કોપ-રકાબી કીટલી ખપ્પર તોજા ખરા;
ભરખે રાણું રત ને મુડ઼સે કે કે મડ઼ા,
સીં જેડ઼ા સોસે કરે વિંગડ઼ા કે તું વરા;
ધુબી હલેતી ધરા,
ડાકણ તિજે ડપસે.
.
ચાયઃ ડાકણ મ ચો ડોકરી ડાકણ તોજી મા,
ઐયેં છટારી છાય તું આંઉ અમીરી ચા;
કાફી મુંજી ભેણ ને કાવો મુંજો ભા,
આય આફિણ અસાંજો સગો વડો બાપા;
નોંય ખંઢેજો રા,
વડો અસાંજે વંસમેં.
.
છાયઃ વખાણ તોજે વંસજા ભનાય મ કર ભારી,
સુંઞણાંતી તોજી સજી પેઢી પટબારી;
આફિણ કારો નાગ ને નાગણ તું કારી.
કાવો કોડડિયારો કાફી ગો…જા…રી;
સોંય ભને સારી,
પણ વેલો ઇ વિણઠલ સજો,
.
ચાય: વિણઠલવારી વઠી હુ ગોલી મ કર ગાલ,
આડી અસાંસે હલી મેડ઼ીનિયે ન માલ;
લખેં મિજ લેખે ન કો તેડ઼ો તોજો તાલ,
મરધે પણ મુડ઼્સાઇમેં કુછે વિઠી કંગાલ;
હેડ઼ા થઇવ્યા હાલ,
તોંયે તરારેંતી અચે?
.
છાયઃ તરારેં તું તી અચે કડ઼ેલ કજીઆરી,
કો જાણા તું કિત હુઇયે કારે મોં વારી;
મુઠો ડને તું મુલક કે મુડ઼્સેજી મારી,
કારમુખી તું કૈ મુલક ભનાય ભિખારી,
ભુખ ડને ભારી,
કુંભારજા તું કચ્છજી.
.
ચાયઃ કુંભારજા તું હુંનિયે આઉં જગત આધાર,
મું ધારા માડ઼ુ સુંઞા સુંઞુ સજો સંસાર;
ડિસ વન વગડા વાડિયું ખેતર ને ખરવાડ,
ખલક સજી ખુંધે કરે પુગીઐયા રણ પાર;
હલી ઘડીભર ન્યાર,
હલેં પગો પગ હોટલું.
.
છાયઃ હલેંતિયું ઇ હોટલું ક એઠા અવાડા,
કાયર કમ વોણાં જિતે કરીએ ડવાડા;
જામે જંતુ રોગજા ચેપી ચોપારા.
કુથલી ને કંકાસજા અખંડ અખાડા;
નવરેં જા વાડા,
પથરીં વિખ પ્રથમી મથે.
.
ચાયઃ વિખ નથા પથરીં અરે પથરીંતા અમરત,
જુકો તુકો જાણેં ન ઇ આય અનેરી ગત;
જાહેર પરચો જગતમેં સચ્ચી આંઉ સગત.
મુડ઼્ધા મુંજો નાં સુણી ઉભા થિયે અલભત;
આય સલામત સત,
અજ ઇતરો અવની મથે
.
છાયઃ વા, વા, અવનીજી સતી વા તોજો વરતાવ,
બઇયું મરી ખુટઇયું મિડ઼ે તોકે નાવ્યો તાવ;
સતી ન વેં તું સંખણી સચી ગાલ ઇ સાવ,
સોભે તોજે સતકે સત જોડ઼ા સિરપાવ;
ડેણ મ ડે ડેખાવ,
જમ ઘરજી તું જોગણી.
.
ચાયઃ આંઉ ઐયાં ઇ જોગણી મુંજી બલિહારી.
ભલ ભલા ભૂપાર સે મુંજા પુજારી;
અમીર મુંજે આસરે મું વસ વેપારી.
સફાઈવાર,ચમાર ને ભુલે ન ભિખારી;
ટક્ક વિઠા ટારીં.
કો કો મુંજે કોપ તેં.
.
છાયઃ ટક્ક ટારીંતા કોપ તેં એડ઼ા કે ટક્કટાર,
ઘરવારીંઉં ઘરમેં વિજેં તોજે નાં ઉછકાર;
ચક્ક વિજી ચોટી રઇયે ગાફલ ડીસી ગમાર,
સુંઞણેંતા સે સીંધમેં જોડ઼ા હણે હજાર;
ફિઠ તોજો અવતાર,
પાડ઼ કઢી તું થી પર્યા.
.
ચાયઃ પાડ-કઢી સે કિં ઐયાં ઐયાં ગુણેજી ખાણ,
પગલા મુંજા પ્યા તડે ભચી પેઓ સીરાણ;
ખાધો પણ થોડ઼ો ખપે પેલો ઇ પરમાણ,
હાણે હિકડ઼ે ઢીંગલે માન મંઞે મેમાણ;
મેડ઼ાવે મેં માન,
ગુણ મુંજા ગણજેં નતા.
.
છાયઃ તોજા ગુણ તો વટ્ટ હુવેં નુગણી તું નારી,
અંગ જુરે આરસ અચે મથો થોયે ભારી;
ઉબાકિયેં આંસું અચે નરમ થિયે નાડ઼ી,
સવરી સે અવરી લગે ખરી થિયે ખારી;
ભુંઢણ ભમરાડ઼ી,
ચોકો વારે ચૈં ડિસે.
.
ચાયઃ ચોકો વાર્યો ચૈં ડિસે ત તોકે કરિયાં ચટ્ટ,
હાણે તોજો હિન ઘડ઼ી વેરણ લાઇયાં વટ્ટ;
મુંજા માર્યા કૈ મુઆ ખરજી પ્યા કૈ ખટ્ટ,
કૈકેંકે કમકાજનું ન્યારા કેઆ નિપટ્ટ;
છકેલ તોજી છટ્ટ,
કઢી વિઝાં કચ્છડ઼ે મિંજા.
………………………………………………..
રતી-ચોડ઼ થઇ ચાય ને અંગ ઝરે અંગાર,
કોપ કરે કર કાલકા ભનઇ રૂપ ભેંકાર;
ઉછરી નિકરઇ છાય પણ બરંધે પેટે બાર,
બાઇયું બોય બરૂકીઉં તપી થઇયું તૈયાર;
તડે સુણી તકરાર,
માડ઼ુ ભેરા થ્યા ડ઼ે.
માડ઼ૂડ઼ે કે ચાય ચેં હાણે હિત ન રાં,
મીણાં ઓઠા છાયજા આંઉ કુરેલા સાં;
મુંજે મનજી ગાલસે ચોખી આંકે ચાં,
કઢો છકેલી છાયકે કાં તાં આંઉ મરાં;
વિંઞીં વાયમેં પાં,
પાછી વરાંન પોય પણ,
ચાય હલઇ તામ નરેંજી હથમેં રઇ નાડ઼ી,
કોક કરીંતાં વોયમા મુઠ્ઠાસીં માડ઼ી;
પાંધ નિડીમેંપાયને નમેઆ નર-નારી,
સિરતે ચાય ચડ઼ાય ર્યાં માફ કર્યો માડ઼ી;
ભુલ થઇ વઇ ભારી,
છુઓં ન અજનું છાયકે.
છુઓંન અજનું છાયકે કઢોં છાયજી છટ્ટ,
કેં પાણું હથમેં ખયો કેંક ઉપાડ઼ઇ લઠ્ઠ;
બરસે બેથડ પાયને ઘામેં રખ્યોં ન ઘટ્ટ,
મટ્ટ કડ઼કાયા છાયજો ફડ઼ાક ડઇને ફટ્ટ;
નામેં ન રઇ નિપટ્ટ,
છેલો હલેઓ છાયજો.
હીકડ઼ી હલઇ છાય તડ઼ે હલેઆ ઘી ને ખીર,
પંચામ્રત પુઠિઆ હલ્યા સેંઠા સબર સરીર;
હુભ્ભ હલઇ ને હેત વ્યા વ્યા હિંયેજા હીર,
ચાય અચી ચૂસે ગિડ઼ે નરવીરેંજા નીર;
ખારો કેં ખમીર,
“કારાણી”ચેં કચ્છજો.
(કારાણી બાપાજે પુસ્તક કચ્છના કળાધરો મિજાનું)

લસુન (લસણ) ની મૂળ ઉત્પતી નો ઇતિહાસ

Standard

જે કાળે ઇન્દ્રાણી  (પરણ્યાં પછી) સો વર્ષ વીતી ગયાં છતાં ગર્ભવતી થઇ નહીં ત્યારે ઇન્દ્રે  તેણીને અમૃત પીવડાવ્યું હતું એ વેળા એ અમૃત ના સારરૂપે પોતાના મોઢામાંથી અમૃત નો ઓડકાર અમૃત ના અમુક અંશો સાથે ઉદય પામ્યો હતો ..!!

એટલે કે મોઢામાંથી બહાર નિકળ્યો હતો અમૃત ના અંશો સાથે દેવયોગે ત્યાં જમીન પર આવી પહોંચ્યા હતાં અને અપવિત્ર પ્રદેશ માં તે પડયો હતો ..!!

એ વખતે ઇદ્રે ઇન્દ્રાણી ને કહ્યું હતું કે તમે અનેક પુત્રો વાળા થશો અને આ અમૃત તમારા મુખ માંથી પડયું છે તે એક રસાયણ  (ઔષધી) રૂપે ઉત્પન્ન થશે …!!

☆▪ગદ નિગ્રહ નામના ગ્રંથ માં લસણ ની ઉત્પતિ આમ લખી છે ..!!

રાહુ દૈત્યે ચંદ્ર સૂર્યની વચ્ચે બેસી ને કપટ થી જયારે અમૃત પાન કર્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાને તે રાહુ નું મસ્તક ચક્ર થી કાપી નાખ્યું હતું ત્યારે તેનાં અર્ધા કપાયેલા ગળામાંથી અમૃત ના જે કણો પૃથ્વી પર પડયાં હતાં તેમાંથી લસૂન ની ઉત્પતિ થઇ હતી..!!

☆●  વળી નાવનીતક નામના ગ્રંથ માં લસૂન ની ઉત્પતિ કથા આમ જ કહી છે

☆●લસણ માં એક રસ ઓછો હોવાથી પાંચ રસો છે..!!

લસણ ના ગુણવર્ણન માં તેનાં મૂળ માં તીખો રસ કહ્યો છે ..!!
તેનાં પાંદડા માં કડવો રસ જણાવ્યો છે ..!!
તેનાં નાળ માં કષાય-તુરો રસ દર્શાવ્યો છે ..!!
તે નાળ ના અગ્રભાગ માં લવણ – ખારો રસ માન્યો છે ..!!
અને તેનાં બીજમાં મધુર રસ કહ્યો છે..!!

☆•લસણ અમૃત માંથી ઉત્પન્ન થયેલું હોય તે અમૃત રૂપી ઉતમ રસાયણ છે ..!!

લસણ નું સેવન કરનાર લોકો નાં દાંત , માંસ , નખો , દાઢી-મૂંછ , કેશ , કદી ભ્રષ્ટ થતું નથી …!!

લસણ થી સ્ત્રીઓ ને વધું ફાયદા છે ..!!

લસણ અનેક રોગો મટાડે છે જેમકે હાડકું ખસી ગયું હોય તે રૂપી રોગ માં. !
વાયુ ના બધાયે રોગ માં
બધી જાત ના કોઢ ના રોગ માં
ખોરાક ઓછો ખવાય તે રોગ માં વિગેરે વિગેરે ઘણાં બધાં રોગ માં લસણ નું સેવન ઉપયોગી છે ..!!

☆●☆  લસણ નું સેવન કોણે ના કરવું

કફ ના રોગ માં કે પિત્ત માં લસણ નો પ્રયોગ ન કરવો તેમ જ જે માણસ અત્યંત ક્ષીણ થયો હોય વૃદ્ધ થયો હોય જઠર ના અગ્નિની મંદતા વાળો હોય ..!!

જે સ્ત્રી સુવાવડી કે સગર્ભા હોય અને જે બાળક તદ્દન નાનું હોય તેને પણ લસણ ખાવું નહીં…!!

☆•☆ આવા રોગ માં લસણ ખાવું નહીં

જ્વર માં,  અતિસાર -ઝાડા ના રોગમાં,  કમળા ના રોગમાં,  અર્શસૂરોગ માં , ઉરૂસ્તંભ કે સાથળો ઝલાઇ ગયાં હોય તે રોગ માં,  વિબંધ – ઝાડાની કબીજીયાત ના રોગમાં, ગળાના રોગ માં,  જેણે તરત ઉલ્ટી થઇ  હોય તેણે જેણે વિરેચન લીધું હોય જેણે નસ્ય કે શિરોવિરેચન સેવ્યું હોય જે માણસ અતિસય સૂકાઇ ગયો હોય જેણે અતિશય તરસ લાગ્યાં કરતી હોય જેણે ઉલ્ટી થયાં કરતી હોય જેણે હેડકી નો રોગ હોય જેણે શ્ર્વાસરોગ ની અતીશય વૃદ્ધિ થઇ હોય જેનામાં ધૈર્ય નો અભાવ હોય જે માણસ માં આવા રોગીઓ એ લસણ નું સેવન ના કરવું જોઇએ ..!!

જેવો ના અગ્નિબળ ક્ષીણ થયા ન હોય તેવોએ તો હરકોઇ રોગ માં લસણ નું સેવન ઉતમ ગણાય છે..!!

લસણ ઉપયોગ માટે પોષ અને મહા મહિનો ઉત્તમ છે ..!!
– સંકલન : રાજભા ઝાલા

ટિકર

Standard

ગુજરાતના મોરબી જીલ્લામાં હળવદમાં આવેલ ટીકર નામનુ ગામ. ચારે બાજુ રણની ધૂળ ઉડતી દેખાય છે. લીલોતરીનુ નામો નિશાન નથી. પરંતુ ત્યાથી ઍકાદ કિલોમીટર જેટલુ દૂર ઍક વર્ણેશ્વર નામનુ સ્થળ છે અફાટ રણમાં ધગધગતી રેતીમાં મરકડની જગ્યાઍ મીઠા પાણીનો વીરડો છે. વર્ણેશ્વર, વર્ણવોપીર કે વર્ણવા પરમારની જગ્યા કહો બધુ ઍક જ છે. વર્ણેશ્વરની જગ્યામાં ઍક પુરુષનો પાળિયો અન સ્ત્રીના પંજાનો પાળિયો જોવા મળે છે. શું ઘટના બની હતી આ જગ્યાઍ? જેની કહાની આ પ્રમાણે છે.            વર્ણવો પરમાર રાજપૂત શાખનો ક્ષત્રીય જુવાન. તેના લગ્નની વિધિ ચાલે છે. હાથમાં મીંઢળ બાંધેલ છે, કેશરીયો સાફો માથે શોભે છે, લગ્નગીતો ગવાય છે, રૂડા મંગળ  વર્તાય છે. સામેના ઝરૂખે પરણેતર પોતાના પતિની પ્રતીક્ષા કરવામાં સમય પસાર કરે છે. સવારનો સમય છે ડેલીમાં બધા માણસો પોતપોતાના કામમાં લાગેલા છે. ત્યાં તો ધ્રબાગ…ધ્રબાગ બૂંગીયો ઢોલ વાગ્યો. ધોડજો…. ધોડજો… ઍવા હોકારા પલકારા થયા. માળિયાના મિયાણા ગામની ગાયો લઈ જાય છે. આવા શબ્દો વર્ણવાના કાને પડ્યા. આંખો ધ્રગેલ ત્રાંબા જેવી લાલચોળ થઈ વર્ણવાને શુરાતન ચડ્યુ. અને ઍક ક્ષણની પરવાહ કર્યા વગર વર્ણવો ઘોડીઍ અસવાર થયો. બીજા રાજપુતોને પાછળ રાખી વર્ણવો મોખરે થયો અને ગાયોના ધણ સુધી આંબી ગયો. મિયાણાઑ ને રાજપૂતની મર્દાનગી જોઈ આભા બન્યા અને યુદ્ધ કર્યા વગર ગાયોનુ ધણ પાછુ સોંપ્યુ. ગાયોનુ ધણ લઈ વર્ણવો પાછો ગામ તરફ ફર્યો. સૌ પોતપોતાના પશુ લઈ વર્ણવાનો જયજયકાર કરવા લાગ્યા. પરંતુ ઍક સુથાર સ્ત્રી ફરિયાદ કરે છે બાપુ તમે સૌના ઢોર લઈ આવ્યા પણ મારી બોડી ગાય ત્યાં જ રહી ગઈ મારા છોકરા છાશુ વિના ભૂખ્યા રેશે.. વર્ણવો આટલુ સાંભળી ફરી ઘોડે ચડ્યો અને કહેતો ગયો બહેન તારી બોડી લીધા વીના પાછો નહી આવુ. બોડી ક્યાંથી મળે? મિયાણાઑ તેને કાપી નાખી હતી ખાવા માટે…વર્ણવો આ સાંભળીને મરણીયો બન્યો આખાય રણમાં તેણે રમખાણ મચાવ્યુ. સામે કાંઠે સુધી દુશ્મનો ના કટકા કર્યા અને પોતાનુ માથુ કપાવ્યુ. વર્ણવાનુ ધડ ક્યાંય સુધી લડતુ રહ્યુ અને મરકડની ધારમાં ધડ પડ્યુ જ્યાં હાલ વર્ણેશ્વરની જગ્યા છે.પોતાના પતિ રણમાથી પરત ન આવતા રાજપુતાણી મંગળ ચૂંદડી ઓઢી માથે ગંગાજળનો ઘડો મૂકી પોતાના પતિની તરસ છીપાવવા ઘોડાના પગલા જોતા જોતા રણમાં પહોચી. પોતાના પતિનુ શબ જોઈ તેને ઘડો જમીન પર પછાડયો. આજે તે જગ્યામાં મીઠા પાણીનો વીરડો છે. જ્યાં હાલમાં પાણી ખૂટતુ નથી.પતિના ધડ વિનાનાં શબ સાથે રાજપુતાણી સતી થઈ. વાત અહિયા પુરી નથી થતી.
થોડા વર્ષો બાદ.. આડેસર અને ટીકરની વચ્ચેના રણમાં ઍક સ્થળે ઍક ગાય રોજ ચરવા જતી. ઝાડીમાં જતી અને પાછી વળતી. ગાયનો ધણી રોજ તેને દોહતો પણ આંચળમાંથી દૂધ આવતુ જ ન હતુ. ધણી ઍક વાર ગાયની પાછળ પાછળ જઈ જોયુ ત્યારે ઝાડીમાં ગાય ઉભી હતી અને આંચળ ધાવવાનો અવાજ આવતો હતો. રાખેવાળે પાંદડા હટાવી જોયુ તો સરસ દેખાવડુ પથ્થરનુ માથુ ગાયને ધાવતુ હતુ. તે માથુ વર્ણવા પરમારનુ હતુ જે યુદ્ધ વખતે કપાઈ આ સ્થળે પડ્યુ હતુ. તે ગાય પેલી કપાઈ ગયેલ બોડી ગાયનો બીજો અવતાર હતો તેમ કહેવાય છે. આજે તે જગ્યાઍ ગૌ શાળા અને વર્ણવા પીરની જગ્યા આવેલ છે. હાલમાં પણ બોડી ગાયનો વંશ જોવા મળે છે.
કહેવાય છે કોઈ પ્રવાસી ભટકતો રણમાં રસ્તો ભૂલે અને તરસથી જીવ જાય ત્યારે સફેદ ઘોડી પર બેસી કોઈ વ્યક્તિ પાણી લાઇ આવે છે અને તરસ છિપાવી રસ્તો બતાવે છે. ઘણા કહે છે તે વર્ણવા પરમાર પોતે જ હોય છે. કોઈ બારોટે સરસ દુહો લખ્યો છે વર્ણવા પરમાર પર;

ક્ષત્રિય લાગે ખોટ ,ગઢથી જાતા ગાવડી
દેખીવણવા દોડ ,મત લજાવીએ માવડી

લેખક: કવિ હિરેન્દ્રસિંહ ભાવુભા વાઘેલા (ગોધાવી)

N. S. G.

Standard

ચાઇના એ ભારત ના N.S.G ગ્રુપ મા સમાવેશ ના થાય આ માટે ખુબજ ધમપછાડા કર્યો અને ભારત નો સમાવેશ ના થયો હવે આ N.S.G શુ છે….?                                                                                       તો આ એવા દેશો નો સમૂહ છે જેઓ અણુ વિદ્યુત અને અણુબોંબ બનાવવા માટે વપરાતા યુરેનિયમ અને થોરીયમ ના ભંડારો ધરાવે છે તેમજ આ બાબત ની સામગ્રી નો વેપાર કરે છે ભારતે 1974 મા અણુ બોંબ નો અખતરો /પરિક્ષણ કર્યુ ત્યારે આ દેશો ભેગા થયા અને નક્કી કર્યુ કે આપણા ગ્રુપ સિવાય બીજા કોઇ ને પરમાણુ સામગ્રી વેચવી નહિ હવે આ પરમાણુ દ્વારા વિજળી પણ સસ્તી મેળવી શકાય છે  ભારતની વધતી જતી વસ્તિ અને વધતી જતી જરુરીયાતો ને પહોંચી વળવા વિજળી ની સખ્ત જરૃરીયાત રહે છે સામા છેડે વિશ્વ ની ઉદારમતવાદી વેપાર નીતિઓ ના કારણે અને ખુલ્લા બજારો ના કારણે જેનો ઓછો ભાવ હોય એનો વેપાર થાય હવે ભારતીય ઉત્પાદકો અને કંપનીઓ ને વિજળી ના ઊંચા ભાવ ના કારણે વિદેશીઓ જેટલા સસ્તા ભાવે વેચવુ પાલવે તેમ નથી અને બીજુ એ કે મોંઘી વિજળી પાણી અને ખરાબ રસ્તાઓ ના કારણે ઉત્પાદન ખર્ચ વધારે આવતો હોવાથી ભારતીય રોકાણકારો વિદેશ મા કંપનીઓ ઉભી કરે છે અને આથી ભારતીય હૂંડિયામણ વિદેશ ચાલ્યુ જાય છે સામા છેડે વિદેશી કંપનીઓ પણ ભારતમાં કંપની ઊભી કરતા અચકાય છે સરવાળે ભારતમા ભણેલા ગણેલા યુવાનો ને રોજગારી મળતી નથી અને બેરોજગારી વધતી જ જાય છે આમ ભારત વિકાસ કરવા માટે પછાત રહી જાય છે                                                             હવે વાત કરીએ ચીન ની તો ભારત જો N.S.G  નુ સભ્ય બની જાય તો સસ્તા ભાવે પરમાણુ મળે અને વિજળી સસ્તી થાય તો ભારતમા વિદેશી કંપનીઓ રોકાણ કરે અને એના ત્યા કોઈ જાય નહી બીજી વાત એ છે કે ભારત મા ઉત્પાદન સસ્તુ થઈ જાય તો એનો વેપાર ભારત મા બંધ થઈ જાય ત્રીજી વાત એ છે કે ભારત વિકસિત દેશ બની જાય અને ચીન ની દાદાગીરી બંધ થઈ જાય ચોથી વાત છે કે ભારત પરમાણુ હથિયાર બાબતે મજબુત બની જાય આમ સરવાળે ચીન અને પાકિસ્તાન ની ઊંઘ હરામ થઈ જાય એવી આ બાબત છે એટલે ચીને ભારત નો વિરોધ કર્યો અને
ચીન ભારત નો સૌથી મોટો દુશ્મન સાબીત થયો વેપાર મા ઉદારમતવાદી કરારો ના કારણે છૂટો વેપાર થાય છે આથી ચીન ભારત મા થી 110 અબજ ડોલર નો વકરો કરી જાય છે જ્યારે ભારત ચીન મા થી માંડ 20 અબજ ડોલર જ કમાય છે આપણા દુશ્મન દેશ ને આપણે જ મજબુત બનાવીયે છીયે એની વસ્તુઓ ખરીદી ને અને એ જ આપણી સામે પડે છે અને વારંવાર દાદાગીરી કરે છે પણ ખબરદાર આપણા નાગરીકો અને વેપારીઓ ના ધંધા ચોપટ કરી નાખનાર આ ચાઇના ની તમામ વસ્તુઓ નો બહિષ્કાર કરો
અસલ ભારતીય હોવ ભારત પ્રત્યે પ્રેમ અને લાગણી હોય તો તેલ પીવા જાય ચીન ની સસ્તી અને તકલાદી વસ્તુઓ આજથી જ નક્કી કરો કે હુ ચીન ની વસ્તુનો વેપાર કે ખરીદી નહી કરુ તમ ને માં ભારતી ના સોગંદ છે.

રોગ ના જુના નામો

Standard

☆•રોગ ના જુના નામો •☆

——-☆——-☆——☆——
વાયુ ના ચોરાસી રોગો છે
તેમાથી આજે અમુક તો કાલે બીજો એ રીતે અનેક પ્રકાર ના વાયુરોગ થી માણસ ધેરાયેલો હોય છે

જે નાભી નીચે ઉત્પન્ન થઇ ચારે તરફ સંચાર કરે છે અથવા સ્થિર પણ રહે છે જે ગોળ પથ્થર ના ટુકડા સમાન કઠોર હોય છે અને જેની ઉત્પતિથી વીષ્ઠા , મૂત્ર , તથા અધોવાયુ નું રૂઘંન થાય છે એ રોગ ને વાતષ્ઠીલા કહે છે

દુષિત થયેલ પિત, રૂધીર અને વાયુ ની વૃદ્ધિ થી કર્ણ  ની અંદર ભયંકર સોજો ચડે છે અને તેથી ઘોર પીડા , અતિદાહ , અને નેત્ર રૂધિર ની માફક રક્તવર્ણ બની જાય છે
એ સોજો વિષ ની પેઠે શિરમાં પ્રવેશ કરી કંઠ નું રૂઘંન કરે છે જેથી શ્વાસ પણ રોકાઇ જાય છે અને માણસ માટે પ્રાણ ઘાતક નિવડે છે
આવી જેને શંખ નામનો રોગ થયો હોય તે ત્રણ દિવસ થી વધારે જીવી શકતો નથી

શોષ નામના રોગ માં શ્ર્વાસ , હાથ પગ માં અશક્તિ,  કફ નું નિકળવું, તાલુમાં શુષ્કતા , વમન , અહનિઁસ નિંદ્રા,  ચક્ષુમાં શ્ર્વેતતા , માંસ ખાવા ની તથા સ્ત્રીસંગ ની ઇચ્છા વગેરે થાય છે તેમજ હાથપગમાં દાહ સર્વ અંગ માં જ્વર , અવાજ નું બેસી જવું,  મુખ થી રૂધીર નું  નિકળવું,  મસ્તક નું ભારે રહેવું,  અન્ન થી દ્રેષ,  શુષ્ક કાસ અને જઠાં સ્વપ્નોનું જોવું
વગેરે લક્ષણો શોષ રોગ ના છે તેને રાજયક્ષ્મા પણ કહે છે રૂધીર અને માંસ ને શોષી જાય છે એટલાં માટે તે રોગ નું નામ “શોષ” એ રીતે પ્રસિદ્ધ થયેલ છે

સંધ્યા સમયે પાત્ર માં ભરેલું મૂત્ર આખી રાત રાખી મૂકવામાં આવે અને સવાર માં તેની જેવી સ્થિતિ થાય તેવી રીત નું મૂત્ર જે માણસ નું હોય એટલે કે
ફાટેલું,  મેલું  જેમાં કાંઈ રેતી જેવો ભાગ નીચે બેસી ગયો હોય તેવું તેમજ દુર્ગન્ધિયુક્ત જેનું મૂત્ર હોય તેને સાન્દ્રપ્રમેહ લાગું પડ્યો છે એમ જાણવું એવાં રોગી ને નિરંતર નિર્બળતા વધતી જાય છે

જે હેડકી નાભી પાસે થી ઉત્પન્ન થઇ ગંભીર શબ્દ કરે તેને “ગંભીરા ”  કહે છે અને તેનાંથી પિપાસાઁ , જ્વર ,અન્ન ઉપર અરૂચી, શોથ,  કૃશતા,  બકવાદ,  શ્ર્વાસ , અતિસાર, કંઠ માં કફનું બોલવું,  શરીરે શીતળતા પ્રાપ્ત થવી અને અંન્તરદાહ આદી અનેક ઉપદ્રવ થાય છે

આંતરડા ના પ્રહારથી જેમ ત્વચા માં છાલાં પડી જાય છે તેમ આખા શરીરમાં છાલાં પડી જાય છે અને તેમાં ચળ આવે છે ,સોઇ ભોંકવા જેવી પીડા થાય , વમન થાય , દાહ થાય , અને ઉક્ત છાલાં ઓ રક્ત વર્ણ બની જાય તેને ઉદર્દ-પીતી કહે છે

શરીર વારંવાર ધનુષ્ય ની માફક નમી જાય વારંવાર મૂર્છા આવે અને જેમાં તાળ થાય તેને ધનુર્વાત કહે છે

ઉદર માં એક ગાંઠ થાય છે અને તેની પીડા અતી અસહ્ય થઇ પડે છે , તેમજ ભૂખ ન લાગે , શરીર સૂકાતું જાય , મન ને કયાંય ચેન ના પડે તેવાં રોગ ને ગુલ્મ કહે છે

મૂખ ,  કર્ણ,  નાસિકા,  ગુદા મૂત્રસ્થાન,  નેત્ર ,તથા પ્રસ્વેદ થી રૂધીર વહે અને આખાં શરીરમાં ધારા પડી જાય એવા રોગ ને રક્ત પિત કહે છે

હાડકાં ઓ ઉપર જામેલી ચરબી તથા હાડ ની અંદર રહેલી ચરબી તેમજ લડાઈ માં ધાયલ થયેલાં ઓના હાડકાં ઓને સાંધવામાં ઉપયોગી થતી વનસ્પતિ
☆ નદિ ને કિનારે લાંબા પાનવાળી પાનો થાય છે તેની અંદર બાજરા ના કળસલાં જેવાં કળસલાં હોય છે તે રામબાણ ના રેશાઓ સાધારણ અસ્ત્ર વડે કપાયેલાં અંગ માં ભરવાથી તુરંત ઘા મળી જાય છે

“મનુ / મનુષ્ય નો ઉદય”

Standard

વિશ્ર્વકર્મા ના ભાગ્યવતી સંજ્ઞા દેવી નામે પુત્રી સમર્થ સૂર્યદેવ ના પત્ની સુર્યદેવ થી સંજ્ઞાદેવી ને મહાજ્ઞાની યશસ્વી મનુ નો જન્મ થયો ..!!

સૂર્યદેવ નું બીજું નામ વિવસ્વાન છે અને તેમનાં થી ઉત્પન્ન થયેલાં માટે તે વૈવસ્વત મનુ કહેવાયા ..!!

જયારે સૂર્યદેવ સંજ્ઞા દેવી તરફ દ્રષ્ટિ કરતાં ત્યારે તે આંખો વીંચી દેતાં જેથી સૂર્યદેવ ક્રોધાયમાન બની કઠોર વચન કહ્યું કે મને નિહાળી તું નયનો નો સંયમ કરે છે માટે તને પ્રજા નો સંયમ કરનાર “યમ” નામનો પુત્ર થશે..!!

આથી ભયભીત બની સંજ્ઞાદેવી એ પોતાના નેત્રો ચપળ કર્યા ફરી સૂર્યદેવે તેને ચંચળ ચક્ષુવાળા જોઇ કહ્યું કે મને જોઇને તું દ્રષ્ટિ ચંચળ કરે છે માટે તારાથી એક ચંચળ પુત્રી નદી જન્મ પામશે ત્યાર બાદ પતી થી શ્રાપ પામેલાં સંજ્ઞાદેવી એ યમ અને મહાનદી યમુના ને જન્મ આપ્યો..!!

સંજ્ઞાદેવી સૂર્યદેવ નું તેજ મહાકષ્ટ થી સહન કરતાં જયારે તેમનાં થી સહન ના થયું ત્યારે તેમને વિચાર કર્યો કે હવે મારે શું કરવું..?  ક્યાં જવાથી નિવૃતી મળે !  મારા પતિ ને શી રીતે ક્રોધ ન થાય ! આમ અનેક રીતે શોચ વિચાર કરી સંજ્ઞાદેવી એ પોતાના પીયર જવાનું યોગ્ય ગણ્યું અને પોતાનું છાયારૂપ અન્ય શરીર ઉત્પન્ન કરી સૂર્યદેવ ની સ્ત્રી બનાવી તેને સૂચના કરી કે આ સૂર્યદેવ ના ગૃહમાં સૂર્યદેવ તથા તેમની સંતતી તરફ હું જેવી રીતે વર્તુ છું તેવીજ રીતે તમારે વર્તન કરવું..!

આ સાંભળી છાયા સંજ્ઞાદેવી બોલ્યાં કે દેવી કેશાકર્ષણ કે શ્રાપ પ્રદાન જયાં સુધી નહીં થાય ત્યાં સુધી હું તમારાં વચન મૂજબ વર્તન રાખીશ બે માંથી એક નો પણ પ્રસંગ પ્રાપ્ત થશે તો હું તમામ હકિકત કહી આપીશ બહું સારૂં એમ કહી ને સંજ્ઞાદેવી પોતાના પીયર ગયાં…!!

વિશ્ર્વકર્મા એ નિષ્કલંક પુત્રીને નિહાળી અતી માન આપી તેનો સંત્કાર કર્યો સંજ્ઞાદેવી એ આનંદ પૂર્વક કેટલાક દહાડા રહ્યા હજૂ કાંઈ વધારે દહાડા વિત્યા નહોતાં તેવામાં ભગવાન વિશ્ર્વકર્મા એ પોતાના પુત્રીને માનપૂર્વક પ્રશંસા કરી કહ્યું કે બેટા અહીં તારા આગમન થી હું બહું આનંદ રહે છે પણ બેટા ..!
ધર્મ ની હાની થાય છે સ્ત્રીઓ એ લાંબો સમય પીયર માં રહેવું ઉચીત નથી પોતાના સ્વામી ના ધરે રહેતાં પુત્રી ની પ્રતિષ્ઠા વધે છે એમ અમારી માન્યતા છે તું ત્રિલોકિ ના સ્વામી સૂર્ય નારાયણ ની પત્ની છે માટે અહીં જાજા દિવસ રહેવું ઉચીત નથી માટે તું તારા સ્વામી ના ધેર સિધાવ પાછી મળવા ની ઇચ્છા થાય ત્યારે મળી જજો આ રીતે પિતા ના વચન  શ્રવણ કરી પોતાના જનક નું યથાવિધી અર્ચન કરી ઉતરકુરૂ તરફ રવાના થયાં…!!

સૂર્યદેવ ના તાપ થી વ્યથિત બનેલા અને તેમનાં તેજથી ભયભીત થયેલાં ત્યાં અશ્ર્વિની નું રૂપ ધરી તપ કરવા લાગ્યા..!!

હવે ત્યાં સૂર્ય નારાયણે છાંયા ને સાક્ષાત સંજ્ઞાદેવી છે એમ માની તેને વિષે બે પુત્રો અને એક પુત્રી ઉત્પન્ન કર્યા છાંયા સંજ્ઞાદેવી પોતાના બાળકો પર જેવો પ્રેમ રાખતી તેવો સંજ્ઞાદેવી ના બે પુત્રો અને પુત્રી પર ન રાખતાં તે યમ થી સહન ના થયું તેણે છાંયા ને લાત હળવા ક્રોધથી પગ ઉપાડયો પણ પાછળથી દયા આવતાં તેમ ના કર્યું આ જોઇને છાંયા ના હ્રદય માં ક્રોધ વ્યાપ્યો અને તેને ઓષ્ઠ ફરકાવી શ્રાપ આપ્યો કે હું તારા પિતા ની પત્ની તારી માતા થાઉં તેની તું મર્યાદા મૂકી પગ પ્રહાર કરવા તત્પર થયો જેથી તારો પગ તુટી પૃથ્વી પર પડી જાશે..!!

છાંયા ના શ્રાપ ની વાત પોતાના પિતા સૂર્યદેવ ની પાસે જઈને કરી મારા ઉપર નો પુત્ર પ્રેમ છોડી મારી માતા મને શ્રાપ આપે છે મનુ ના કહેવા મૂજબ આ મારી માતા નથી કારણ કે પુત્ર દુર્ગુણી હોય તો પણ માતા તેના જેવી થતી નથી યમ ના વચન સાંભળી સૂર્યદેવે છાંયા સંજ્ઞાદેવી ને બોલાવી કહ્યું કે સંજ્ઞાદેવી કયાં ગયા..?  વિશ્ર્વકર્મા ની પુત્રી અને આપની પત્ની હું પોતેજ સંજ્ઞાદેવી છું સૂર્યદેવે અનેક રીતે પ્રશ્ર્નો કર્યા છતાં છાંયા એ સત્ય વાત ન કહી ત્યારે સૂર્ય નારાયણે ક્રોધ થી તેને શ્રાપ દેવા તત્પર થયાં છાંયા એ તુરંતજ ખરી હકીકત કહી આપી ..!

છાંયા ના મૂખેથી તમામ હકીકત સાંભળી સૂર્યદેવ વિશ્ર્વકર્મા ને ત્યાં ગયાં જયારે સૂર્યદેવે સંજ્ઞાદેવી ના સમાચાર પૂછ્યા ત્યારે વિશ્ર્વકર્મા એ કહ્યું કે ભગવન્  !  સંજ્ઞાદેવી મારે ત્યાં આવેલ હતાં પરંતુ મેં તેને પાછી આપને ત્યાં મોકલેલ છે આ સાંભળીને સૂર્યદેવે ધ્યાન દ્વારા જોયું ત્યાં સંજ્ઞાદેવી ઉતરકુરૂ માં ઘોડી ને રૂપે તપ કરતાં ભાળ્યાં તપ કરવામાં સંજ્ઞાદેવી નો એ મનોરથ હતો કે મારા પતિ શાંત મૂર્તિ વાળા અને ઉતમ આકૃતિ વાળા બને આ વાત સૂર્ય નારાયણે ધ્યાન થી જાણી લીધી જેથી પોતે વિશ્ર્વકર્મા ને કહ્યું કે મારૂં તેજ ઓછું કરો ..!

આ સાંભળી સુરના સમુહે સપ્રેમ સ્તવન કરાતા વિશ્ર્વકર્મા એ વર્ષના ભ્રમણ માં સુર્ય નારાયણ નું તેજ ઓછું કર્યું દેવતા ઓએ સૂર્યદેવ ની  અનેક પ્રકારે સ્તુતિ કરી જેથી તેજના સમુહ રૂપ અને વિકાર રહિત સૂર્યદેવે પોતાનું તેજ જતી દિધું ..!

તેમનાં રૂગ્વેદ રૂપ તેજથી પૃથ્વી  યજુર્વેદ રૂપથી આકાશ અને સામ રૂપથી સ્વર્ગ થયું ભગવાન વિશ્ર્વકર્મા એ સૂર્યદેવ ના તેજ નાં પંદર અંશ ઓછા કર્યા તેમાંથી તેમણે મહાદેવ નું ત્રિશુળ,  વિષ્ણુ ભગવાન નું ચક્ર,વસુ,શિવ,અને અગ્નિદેવ ની મહા ભયાનક શક્તિ ઓ , કુબેર ની પાલખી , અન્ય દેવો ના જે જે દારૂળ અસ્ત્રો છે તથા વિધાધર ના શસ્ત્રો પણ બનાવ્યાં બાકી રહેલો સોળમો ભાગ હજું સૂર્ય નારાયણે ધારણ કરેલ છે ..!!

બાદ સૂર્યદેવ અશ્ર્વ નું રૂપ ધારણ કરી ઉતરકુરૂ તરફ રવાના થયાં ત્યાં અશ્ર્વિની રૂપ ધારણ કરી રહેલાં સંજ્ઞાદેવી ને જોયાં સંજ્ઞાદેવી એ પણ સૂર્યદેવ ને આવતાં જોઇ પર પુરૂષ ની આંશકા થી પોતાના પૃષ્ઠ ભાગ નું રક્ષણ કરવા માટે તેમનાં સામું મૂખ રાખી ચાલ્યાં બન્ને એકત્ર થયાં તે વખતે નાસિકા યોગ થયો જેથી એ અશ્ર્વિની ના મૂખથી અશ્ર્વિની કુમાર જન્મ પામ્યાં તેમજ વિર્યથી ઢાલ,તલવાર, કવચ, સહિત બાણ અને ભાથા સમેત અશ્ર્વ પર આરૂઢ થયેલ રૈવંત દેવ નામે પુત્ર જન્મ્યાં…!!

ત્યાર બાદ સંજ્ઞાદેવી ને સૂર્યદેવે પોતાનું અનુરૂપ સ્વરૂપ બતાવ્યું તે જોઇને સંજ્ઞાદેવી એ હર્ષ પામી મૂળ સ્વરૂપ ધારણ કર્યું જળ નું શોષણ સૂર્યદેવ પોતાનાં પત્ની સંજ્ઞાદેવી ને ધેર લાવ્યા તેમનાં મોટાં પુત્ર વૈવસ્વત હતો તે મનુ થયો. તેથી નાના પુત્ર ધર્મ દ્રષ્ટિ વાળા તથા મિત્ર શત્રુ પ્રત્યે સમાન ભાવ રાખનાર તેમજ છાંયા નો શ્રાપ પામેલાં યમ હતાં…!!

છાંયા એ તારો પગ પૃથ્વી પર પડશે એમ શ્રાપ આપ્યો હતો તેને મિથ્યા ન કરતાં સૂર્યદેવે કૃમીઓ પગ માંથી માંસ લઇ પૃથ્વી પર પડશે એમ ફડચો કરી યમ ને યમરાજ નો અધિકાર સોંપ્યો યમુના નદિ ને કલિન્દં દેશમાં વહેવા આજ્ઞા આપી જેથી કાંલીન્દી કહેવાય અશ્ર્વિની કુમાર ને દેવો ના વૈધ બનાવ્યાં આ રીતે સંજ્ઞાદેવી ના સંતાનો ની વ્યવસ્થા કરી..!!

સૂર્યદેવ ને છાંયા સંજ્ઞાદેવી માં જન્મેલાં મ્હોટાં પુત્ર વૈવસ્વત સમાન હોવાથી “સાવળિઁક ”  નામ પામ્યું હવે જયારે બલીરાજા ઇન્દ્ર બનશે ત્યારે તે “સાવર્ળિક”  મનુ ની પદવી પામશે તેથી નાના શનિચ્શ્રર ને ગ્રહો ની પંક્તિમાં ભેળવ્યાં અને તપતી નામની કન્યા સંવરળ નામના રાજા ને પરળાવી તેનાથી કુરૂ નામનો પુત્ર જન્મ્યો અને તે પૃથ્વી પતિ થયો …!!

આ વૈવસ્વતમન્વંતર માં આદિત્ય,  વસુઓ, રૂદ્ર,  સાધ્યાદેવ,  વિશ્ર્વેદેવા,  મરૂદગણ,  ભૃગુઓ,  અને આંગિરસ , એ દેવતાઓના આઠ ગણ છે તેમાંથી

આદિત્ય, વસુ, અને રૂદ્ર એ કશ્યપ ના પુત્ર છે ..!

સાધ્યા, વસુ,વિશ્ર્વેદેવા એ ત્રણ ગણ ધર્મ ના પુત્રો છે ..!

ભૃગુઓ,  ભૃગૃના પુત્ર ,  આંગીરસ એ અંગિરા ના પુત્રો…!

આ સર્વ સૃષ્ટિ  મરિચીની ગણાય છે આ દેવો ના અધિપતિ યજ્ઞના ભાગનો ઉપભોગ કરનાર શતયજ્ઞ કરી પ્રસિદ્ધ થયેલ હાલ ઉર્જસ્વી નામે ઇન્દ્ર છે ..!!

અત્રિ,  વશિષ્ઠ,  કશ્યપ, ગૌતમ,  ભારદ્વાજ,  વિશ્ર્વામિત્ર,  અને મહાત્મા રૂચિક ના પુત્ર જમદગ્નિ એ સાત આ મન્વંતર માં સપ્તિર્ષિ કહેવાય છે …!!

આ વૈવસ્વત મનુ ના ઇચ્વાકુ ના ભગ,  ઘૃષ્ટ, શર્યાતિ , નરિષ્યંત,  નાભગોદિષ્ટ,  કુરૂષ,  પૃષઘ્ર, અને લોક પ્રસિદ્ધ વસુમાન એ નવ પુત્રો ગણાય છે ….!!!!!

Short and saras: whatsapp માઇક્રો ફિક્શન વાર્તાઓ ડો. હાર્દિક યાજ્ઞિક

Standard

(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..

(૪) ઓફિસના પાર્કિગમાં મહેશ ચેરમેન સાહેબની મર્સિડીઝ જોઈને મનમાંને મનમાં હસ્યો. એના મને આજે આ ગાડી એકદમ તુચ્છ હતી કારણકે આજે જ એણે નવુ લ્યુના ખરીદ્યું હતું.

(૫) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

(૬) “એય, આજે હું ઘરે જઇશ. નાહીશ ડોલ ભરીને, સરસ કપડા પહેરીશ. કાલથી ભાઇની દુકાનમાં નોકરી કરીશ.. ભાભી હવે વઢશે તો કહી દઇશ કે હવે તો ડાહ્યો થઇ ગયો છું. ભાઇ હવે મને મારશે પણ નહિ. ડોકટર કહેતા હતા રોજ દવા પીશ તો ધરે જવા મળશે. હું રોજ દવા પીવુ છુ. એટલે હુ આજે ઘરે જઈશ.” પાગલખાનામાં બધાંને ભેગા કરીને મિતેશે જાહેર કર્યુ.
પાછળથી ડૉકટરે આવીને પીઠ થાબડીને કહ્યુ, “મિતેશ, તારૂ ઘરે જવાનુ પાકું પણ પછી આ લોકોને તારા વિના સૂનું લાગશે એનુ શું? આ તારી બાજુના બેડ વાળો રતનતો સવારનો રડે છે અને ૧૦ નંબરના બેડવાળા શાંતિકાકાએ તો કશું ખાધું નથી.”
મિતેશે જાહેર કર્યુ, “એમ, તો તો કોઇને દુઃખી શું કામ કરવા? હું અહીં જ રહી જઇશ.”

(૭) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.
ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”
એણે હસીને કહ્યું, હા મમ્મી..”

(૮) પરમાર સાહેબે એક પછી એક ફાઇલો ખોલીને તેમા વચ્ચે મૂકેલી ૫૦૦ની નોટને ભેગી કરીને પોતાના પાકીટમાં મૂકવા માંડી. એક ફાઇલમાંથી પૈસા ન નીકળ્યા. એ ફાઇલ એમણે પાસ કરી દીધી અને બાકીની કાલ માંટે પેન્ડિંગ રાખી. આજે એમને શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો ઉપવાસ હતો.

(૯) “આ સાલા ભીખારીઓ વગર મહેનતે કમાવાના ધંધા માંડયા છે.” સુરેશભાઇ છણકો કરીને આગળ વધ્યા. કપાયેલા બન્ને પગ પરનું કપડુ સરખુ કરતા કરતા પ્રસરી ગયેલા કેન્સરનાં દર્દનો ઉંહકારો ભરીને તે બોલ્યો, “ભગવાન એનું પણ ભલુ કરજો.”

(૧૦) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”
ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”

(૧૧) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(૧૨) શાંતિલાલ ૭૫ વર્ષે પણ રોજ અચૂક મંદિરે જાય. ભજનમાં બેસે અને પાછા આવે. ગઇકાલે મુખ્ય ભજનિક સવિતાબેન ગુજરી ગયા.
શાંતિલાલે હવે મંદિરની જગ્યાએ ઘરેજ પૂજા કરવાનું ચાલુ કર્યું.

(૧૩) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(૧૪) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.

(૧૫) ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવી જોઇએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો કંયાથી હોય પણ કોઈએ પાણી સુધ્ધાનું પૂછ્યુ નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેસી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ આવીને હિંમત રાખવાની એકની એક વાત કર્યા કરી. લગભગ ૧૨ વાગ્યા સુધી સગાવ્હાલાઓએ એને ભવિષ્યમાં શું કરવુ તેના અભિપ્રાય આપી દીધા. અંતે ૧ વાગે તે એકલી રૂમમાં આવી અને સહજ રીતે બોલી ઉઠી… “હાંશ !”

(૧૬) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

(૧૭) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’
શહેર  અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ  પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”