“મનુ / મનુષ્ય નો ઉદય”

Standard

વિશ્ર્વકર્મા ના ભાગ્યવતી સંજ્ઞા દેવી નામે પુત્રી સમર્થ સૂર્યદેવ ના પત્ની સુર્યદેવ થી સંજ્ઞાદેવી ને મહાજ્ઞાની યશસ્વી મનુ નો જન્મ થયો ..!!

સૂર્યદેવ નું બીજું નામ વિવસ્વાન છે અને તેમનાં થી ઉત્પન્ન થયેલાં માટે તે વૈવસ્વત મનુ કહેવાયા ..!!

જયારે સૂર્યદેવ સંજ્ઞા દેવી તરફ દ્રષ્ટિ કરતાં ત્યારે તે આંખો વીંચી દેતાં જેથી સૂર્યદેવ ક્રોધાયમાન બની કઠોર વચન કહ્યું કે મને નિહાળી તું નયનો નો સંયમ કરે છે માટે તને પ્રજા નો સંયમ કરનાર “યમ” નામનો પુત્ર થશે..!!

આથી ભયભીત બની સંજ્ઞાદેવી એ પોતાના નેત્રો ચપળ કર્યા ફરી સૂર્યદેવે તેને ચંચળ ચક્ષુવાળા જોઇ કહ્યું કે મને જોઇને તું દ્રષ્ટિ ચંચળ કરે છે માટે તારાથી એક ચંચળ પુત્રી નદી જન્મ પામશે ત્યાર બાદ પતી થી શ્રાપ પામેલાં સંજ્ઞાદેવી એ યમ અને મહાનદી યમુના ને જન્મ આપ્યો..!!

સંજ્ઞાદેવી સૂર્યદેવ નું તેજ મહાકષ્ટ થી સહન કરતાં જયારે તેમનાં થી સહન ના થયું ત્યારે તેમને વિચાર કર્યો કે હવે મારે શું કરવું..?  ક્યાં જવાથી નિવૃતી મળે !  મારા પતિ ને શી રીતે ક્રોધ ન થાય ! આમ અનેક રીતે શોચ વિચાર કરી સંજ્ઞાદેવી એ પોતાના પીયર જવાનું યોગ્ય ગણ્યું અને પોતાનું છાયારૂપ અન્ય શરીર ઉત્પન્ન કરી સૂર્યદેવ ની સ્ત્રી બનાવી તેને સૂચના કરી કે આ સૂર્યદેવ ના ગૃહમાં સૂર્યદેવ તથા તેમની સંતતી તરફ હું જેવી રીતે વર્તુ છું તેવીજ રીતે તમારે વર્તન કરવું..!

આ સાંભળી છાયા સંજ્ઞાદેવી બોલ્યાં કે દેવી કેશાકર્ષણ કે શ્રાપ પ્રદાન જયાં સુધી નહીં થાય ત્યાં સુધી હું તમારાં વચન મૂજબ વર્તન રાખીશ બે માંથી એક નો પણ પ્રસંગ પ્રાપ્ત થશે તો હું તમામ હકિકત કહી આપીશ બહું સારૂં એમ કહી ને સંજ્ઞાદેવી પોતાના પીયર ગયાં…!!

વિશ્ર્વકર્મા એ નિષ્કલંક પુત્રીને નિહાળી અતી માન આપી તેનો સંત્કાર કર્યો સંજ્ઞાદેવી એ આનંદ પૂર્વક કેટલાક દહાડા રહ્યા હજૂ કાંઈ વધારે દહાડા વિત્યા નહોતાં તેવામાં ભગવાન વિશ્ર્વકર્મા એ પોતાના પુત્રીને માનપૂર્વક પ્રશંસા કરી કહ્યું કે બેટા અહીં તારા આગમન થી હું બહું આનંદ રહે છે પણ બેટા ..!
ધર્મ ની હાની થાય છે સ્ત્રીઓ એ લાંબો સમય પીયર માં રહેવું ઉચીત નથી પોતાના સ્વામી ના ધરે રહેતાં પુત્રી ની પ્રતિષ્ઠા વધે છે એમ અમારી માન્યતા છે તું ત્રિલોકિ ના સ્વામી સૂર્ય નારાયણ ની પત્ની છે માટે અહીં જાજા દિવસ રહેવું ઉચીત નથી માટે તું તારા સ્વામી ના ધેર સિધાવ પાછી મળવા ની ઇચ્છા થાય ત્યારે મળી જજો આ રીતે પિતા ના વચન  શ્રવણ કરી પોતાના જનક નું યથાવિધી અર્ચન કરી ઉતરકુરૂ તરફ રવાના થયાં…!!

સૂર્યદેવ ના તાપ થી વ્યથિત બનેલા અને તેમનાં તેજથી ભયભીત થયેલાં ત્યાં અશ્ર્વિની નું રૂપ ધરી તપ કરવા લાગ્યા..!!

હવે ત્યાં સૂર્ય નારાયણે છાંયા ને સાક્ષાત સંજ્ઞાદેવી છે એમ માની તેને વિષે બે પુત્રો અને એક પુત્રી ઉત્પન્ન કર્યા છાંયા સંજ્ઞાદેવી પોતાના બાળકો પર જેવો પ્રેમ રાખતી તેવો સંજ્ઞાદેવી ના બે પુત્રો અને પુત્રી પર ન રાખતાં તે યમ થી સહન ના થયું તેણે છાંયા ને લાત હળવા ક્રોધથી પગ ઉપાડયો પણ પાછળથી દયા આવતાં તેમ ના કર્યું આ જોઇને છાંયા ના હ્રદય માં ક્રોધ વ્યાપ્યો અને તેને ઓષ્ઠ ફરકાવી શ્રાપ આપ્યો કે હું તારા પિતા ની પત્ની તારી માતા થાઉં તેની તું મર્યાદા મૂકી પગ પ્રહાર કરવા તત્પર થયો જેથી તારો પગ તુટી પૃથ્વી પર પડી જાશે..!!

છાંયા ના શ્રાપ ની વાત પોતાના પિતા સૂર્યદેવ ની પાસે જઈને કરી મારા ઉપર નો પુત્ર પ્રેમ છોડી મારી માતા મને શ્રાપ આપે છે મનુ ના કહેવા મૂજબ આ મારી માતા નથી કારણ કે પુત્ર દુર્ગુણી હોય તો પણ માતા તેના જેવી થતી નથી યમ ના વચન સાંભળી સૂર્યદેવે છાંયા સંજ્ઞાદેવી ને બોલાવી કહ્યું કે સંજ્ઞાદેવી કયાં ગયા..?  વિશ્ર્વકર્મા ની પુત્રી અને આપની પત્ની હું પોતેજ સંજ્ઞાદેવી છું સૂર્યદેવે અનેક રીતે પ્રશ્ર્નો કર્યા છતાં છાંયા એ સત્ય વાત ન કહી ત્યારે સૂર્ય નારાયણે ક્રોધ થી તેને શ્રાપ દેવા તત્પર થયાં છાંયા એ તુરંતજ ખરી હકીકત કહી આપી ..!

છાંયા ના મૂખેથી તમામ હકીકત સાંભળી સૂર્યદેવ વિશ્ર્વકર્મા ને ત્યાં ગયાં જયારે સૂર્યદેવે સંજ્ઞાદેવી ના સમાચાર પૂછ્યા ત્યારે વિશ્ર્વકર્મા એ કહ્યું કે ભગવન્  !  સંજ્ઞાદેવી મારે ત્યાં આવેલ હતાં પરંતુ મેં તેને પાછી આપને ત્યાં મોકલેલ છે આ સાંભળીને સૂર્યદેવે ધ્યાન દ્વારા જોયું ત્યાં સંજ્ઞાદેવી ઉતરકુરૂ માં ઘોડી ને રૂપે તપ કરતાં ભાળ્યાં તપ કરવામાં સંજ્ઞાદેવી નો એ મનોરથ હતો કે મારા પતિ શાંત મૂર્તિ વાળા અને ઉતમ આકૃતિ વાળા બને આ વાત સૂર્ય નારાયણે ધ્યાન થી જાણી લીધી જેથી પોતે વિશ્ર્વકર્મા ને કહ્યું કે મારૂં તેજ ઓછું કરો ..!

આ સાંભળી સુરના સમુહે સપ્રેમ સ્તવન કરાતા વિશ્ર્વકર્મા એ વર્ષના ભ્રમણ માં સુર્ય નારાયણ નું તેજ ઓછું કર્યું દેવતા ઓએ સૂર્યદેવ ની  અનેક પ્રકારે સ્તુતિ કરી જેથી તેજના સમુહ રૂપ અને વિકાર રહિત સૂર્યદેવે પોતાનું તેજ જતી દિધું ..!

તેમનાં રૂગ્વેદ રૂપ તેજથી પૃથ્વી  યજુર્વેદ રૂપથી આકાશ અને સામ રૂપથી સ્વર્ગ થયું ભગવાન વિશ્ર્વકર્મા એ સૂર્યદેવ ના તેજ નાં પંદર અંશ ઓછા કર્યા તેમાંથી તેમણે મહાદેવ નું ત્રિશુળ,  વિષ્ણુ ભગવાન નું ચક્ર,વસુ,શિવ,અને અગ્નિદેવ ની મહા ભયાનક શક્તિ ઓ , કુબેર ની પાલખી , અન્ય દેવો ના જે જે દારૂળ અસ્ત્રો છે તથા વિધાધર ના શસ્ત્રો પણ બનાવ્યાં બાકી રહેલો સોળમો ભાગ હજું સૂર્ય નારાયણે ધારણ કરેલ છે ..!!

બાદ સૂર્યદેવ અશ્ર્વ નું રૂપ ધારણ કરી ઉતરકુરૂ તરફ રવાના થયાં ત્યાં અશ્ર્વિની રૂપ ધારણ કરી રહેલાં સંજ્ઞાદેવી ને જોયાં સંજ્ઞાદેવી એ પણ સૂર્યદેવ ને આવતાં જોઇ પર પુરૂષ ની આંશકા થી પોતાના પૃષ્ઠ ભાગ નું રક્ષણ કરવા માટે તેમનાં સામું મૂખ રાખી ચાલ્યાં બન્ને એકત્ર થયાં તે વખતે નાસિકા યોગ થયો જેથી એ અશ્ર્વિની ના મૂખથી અશ્ર્વિની કુમાર જન્મ પામ્યાં તેમજ વિર્યથી ઢાલ,તલવાર, કવચ, સહિત બાણ અને ભાથા સમેત અશ્ર્વ પર આરૂઢ થયેલ રૈવંત દેવ નામે પુત્ર જન્મ્યાં…!!

ત્યાર બાદ સંજ્ઞાદેવી ને સૂર્યદેવે પોતાનું અનુરૂપ સ્વરૂપ બતાવ્યું તે જોઇને સંજ્ઞાદેવી એ હર્ષ પામી મૂળ સ્વરૂપ ધારણ કર્યું જળ નું શોષણ સૂર્યદેવ પોતાનાં પત્ની સંજ્ઞાદેવી ને ધેર લાવ્યા તેમનાં મોટાં પુત્ર વૈવસ્વત હતો તે મનુ થયો. તેથી નાના પુત્ર ધર્મ દ્રષ્ટિ વાળા તથા મિત્ર શત્રુ પ્રત્યે સમાન ભાવ રાખનાર તેમજ છાંયા નો શ્રાપ પામેલાં યમ હતાં…!!

છાંયા એ તારો પગ પૃથ્વી પર પડશે એમ શ્રાપ આપ્યો હતો તેને મિથ્યા ન કરતાં સૂર્યદેવે કૃમીઓ પગ માંથી માંસ લઇ પૃથ્વી પર પડશે એમ ફડચો કરી યમ ને યમરાજ નો અધિકાર સોંપ્યો યમુના નદિ ને કલિન્દં દેશમાં વહેવા આજ્ઞા આપી જેથી કાંલીન્દી કહેવાય અશ્ર્વિની કુમાર ને દેવો ના વૈધ બનાવ્યાં આ રીતે સંજ્ઞાદેવી ના સંતાનો ની વ્યવસ્થા કરી..!!

સૂર્યદેવ ને છાંયા સંજ્ઞાદેવી માં જન્મેલાં મ્હોટાં પુત્ર વૈવસ્વત સમાન હોવાથી “સાવળિઁક ”  નામ પામ્યું હવે જયારે બલીરાજા ઇન્દ્ર બનશે ત્યારે તે “સાવર્ળિક”  મનુ ની પદવી પામશે તેથી નાના શનિચ્શ્રર ને ગ્રહો ની પંક્તિમાં ભેળવ્યાં અને તપતી નામની કન્યા સંવરળ નામના રાજા ને પરળાવી તેનાથી કુરૂ નામનો પુત્ર જન્મ્યો અને તે પૃથ્વી પતિ થયો …!!

આ વૈવસ્વતમન્વંતર માં આદિત્ય,  વસુઓ, રૂદ્ર,  સાધ્યાદેવ,  વિશ્ર્વેદેવા,  મરૂદગણ,  ભૃગુઓ,  અને આંગિરસ , એ દેવતાઓના આઠ ગણ છે તેમાંથી

આદિત્ય, વસુ, અને રૂદ્ર એ કશ્યપ ના પુત્ર છે ..!

સાધ્યા, વસુ,વિશ્ર્વેદેવા એ ત્રણ ગણ ધર્મ ના પુત્રો છે ..!

ભૃગુઓ,  ભૃગૃના પુત્ર ,  આંગીરસ એ અંગિરા ના પુત્રો…!

આ સર્વ સૃષ્ટિ  મરિચીની ગણાય છે આ દેવો ના અધિપતિ યજ્ઞના ભાગનો ઉપભોગ કરનાર શતયજ્ઞ કરી પ્રસિદ્ધ થયેલ હાલ ઉર્જસ્વી નામે ઇન્દ્ર છે ..!!

અત્રિ,  વશિષ્ઠ,  કશ્યપ, ગૌતમ,  ભારદ્વાજ,  વિશ્ર્વામિત્ર,  અને મહાત્મા રૂચિક ના પુત્ર જમદગ્નિ એ સાત આ મન્વંતર માં સપ્તિર્ષિ કહેવાય છે …!!

આ વૈવસ્વત મનુ ના ઇચ્વાકુ ના ભગ,  ઘૃષ્ટ, શર્યાતિ , નરિષ્યંત,  નાભગોદિષ્ટ,  કુરૂષ,  પૃષઘ્ર, અને લોક પ્રસિદ્ધ વસુમાન એ નવ પુત્રો ગણાય છે ….!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s