🌹સવરા મંડપનું આધ્યાત્મિક મહત્વ🌹

Standard

અંજાર (કચ્છ) મા જેસલ જાડેજાને ત્યાં સવરા મંડપનુ આયોજન કરવામા આવ્યુ. આ મંડપના ઉત્સવમા દાદા ઉગમશી, સંત શેલણસી, મોરબીના રાજા તથા તેના ગુરૂ ખીમડીયો કોટવાળ,સતી દારલદે, રૂપાંદે માલદે, કુભોરાણો, લીરલબાઈ તથા તેમના પીતા દેવતણખી લુહાર તથા જુનાગઢથી ગેમલ ભગત પધારેલ હતા. આ તમામ ભકતજનો સંત શેલણશીની વિનંતીથી ઢેલડી નગર પધારેલ તે વખતે સતસંગની વાત ચાલતી હતી ત્યારે જેસલ જાડેજાએ એક પ્રશ્ન રજુ કર્યો.જેસલ જાડેજાએ એવુ કહયુ કે આપણે સવરામંડપ કર્યો તેમા કઈક આધ્યાત્મિક એટલે કે ધાર્મિક બાબત હશે તે બાબત મારે જાણવાની ઈચ્છા છે તો આપ કૃપા કરીને મને કહો. આ સમયે દાદા ઉગશીએ જવાબ આપ્યો કે તોરલબાઈ તમે જ આ પ્રશ્નો જવાબ આપો ત્યારે તોરલબાઈએ કહયુ કે આપ મારા હ્રદયમા વસો તો હુ આ પ્રશ્નો જવાબ આપી શકુ. ઉગમશીદાદાનો આદેશ થતા તોરલબાઈએ બાબા સવરામંડપનો મહીમા નીચે મુજબ સમજાવે છે. આ વખતે તોરલદેએ જાડેજાને કહયુ કે આ પ્રશ્ન પુછીને મને ધન્ય કરી દીધી છે. આ આખા મંડપના મહીમાનો આધાર આ મંડપની દોરી ઉપર આધારીત છે જેને આપણે તણીના નામથી ઓળખીએ છીએ. આ તણી એટલે કે દોરીને સુરતા તરીકે ઓળખવામા આવે છે. જે જગ્યાએ મંડપ થયેલ હોય તે જગ્યાએથી આ દોરી છોડીને જે ગામે લઈ જવામા આવે છે તે ગામે મંડપ કરવો પડે છે. તેની હકીકત આપ્રમાણે છે.

કીધો બાવન અક્ષારનો સ્થંભ રંગ્યો બહુ રંગમા
તે ઉપર ચારવેદની સોગઠ, પંચમવેદ વચમા.

મંડપ વખતે બાવન હાથની લંબાઈનો અથવા બાવન ગજની લંબાઈનો લાકડાનો સ્થંભ લાવવામા આવે છે અને આ સ્થંભને ઉભો કરવામા આવે છે. આ સ્થંભને અનેક ચિત્રોથી ચિતરવામા આવે છે. આ લાકડાના સ્થંભના એક છેડે લાકડાનુ ચાર પાખીયાવાળુ સોગઠુ બેસાડવામા આવે છે તેને આપણે લાકડાની માછી તરીકે ઓળખીએ છીએ. આ લાકડાની માછીના ચાર છેડાને ચાર વેદ તરીકે ઓળખવામા આવે છે. આ માછીના લાકડાના ચાર ટુકડા જયા ભેગા થાય છે તેને પંચમવેદ કહેવામા આવે છે.તેથી આ ચોગઠના ચાર પાંખીયાને ચાર વેદ અને તેના મધ્યભાગે જયા ભેગા થાય છે તેને પંચમવેદ તરીકે ઓળખવામા આવે છે. જેમ ચારવેદ બાવન અક્ષાર ઉપર આધારીત છે એટલે કે બાવન અક્ષારમા ચાર વેદ સમાયેલા છે તેમ બાવન હાથના લાકડા ઉપર આ ચોગઠ લાકડાના આધારે ટકાવી રાખવામા આવે છે. ચારવેદ રૂપી પાંખીયા જયાથી નીકળે છે તે સ્થળને પંચમવેદ કહેવામા આવે છે. આનો અર્થ એવો થાય છે કે પંચમવેદમાથી આ ચાર વેદો ઉત્પન થયા છે. અને આ ચારેય વેદો બાવન અક્ષાર રૂપી બાવન હાથના લાકડાને આધારીત છે. આ ચારેય વેદરૂપી સોગઠના ચાર પાંખીયાના એક એક છેડે સાત સાત હેલ મુકવામા આવે છે. આ સાત હેલનો સાતનો અંક તે જ્ઞાનની સાત ભૂમિકા છે.

સાત ભૂમિકાની સાન , વાસણ સાત એકમા,
બાંધ્યા તેને ચાર લાકડાની માય, ભકિત અંગ ચારમા

લાકડાની માછીના ચાર ખુણે સાત સાત હેલો મુકવામા આવે છે અને તેને ચાર લાકડાની પાતળી લાકડીઓથી આ સાત હેલો પડીન જાય તે માટે તેને બાંધવામા આવે છે આ ચાર લાકડીઓને ભકિતના ચાર અંગ કહેવામા આવે છે. સાત જ્ઞાનની ભૂમિકા ચાર વેદોમા સમજાવવામા આવી છે. જો આ જ્ઞાનની સાત ભૂમિકાને સિધ્ધ કરવી હોય તો એટલે કે તેમા સફળતા મેળવવી હોય તો ભકિતના ચાર અંગ દવારા જ આ જ્ઞાનની સાત ભૂમિકા સિધ્ધ થાય છે. આ ભકિતના ચાર અંગો સંતો દવારા જણાવવામા આવેલ છે તે (૧) વિવેક (ર) વિચાર (૩) જ્ઞાન (૪) વૈરાગ્ય વિગેરે જણાવવામા આવ્યા છે. સાત જ્ઞાનની ભૂમિકામા સફળતા મેળવવી હોય તો પ્રથમ તો વિવેક હોવો જરૂરી છે. આ વિવેકની સાથે સદ વિચાર પણ જરૂરી છે. આ સદ વિચારમા જ્ઞાન હોવુ ખાસ જરૂરી છે. આ ત્રણ બાબતો જેમ કે વિવેક, વિચાર અને જ્ઞાન હોય પણ તેમા વૈરાગ્યની ભાવના ન હોય તો સાત જ્ઞાનની ભૂમિકામા સફળતા મળતી નથી તેથી વૈરાગ્યની ભાવના પણ રાખવી જરૂરી છે.

નવ ઈન્દ્રિયોના દોર બાંધ્યા છે, તે નવ નવ છે નાડા,
દશમી દોરી સૂરતા ધાર, બાંધી વેદના મૂળમા.

આ લાકડાના સ્થંભને ઉભો કરવા માટે સ્થંભની ફરતા નવ જાડા નાડા બાંધવામા આવે છે તેને દેહની ઈન્દ્રિયરૂપ ગણવામા આવે છે. સૂરતા રૂપી દોરીને સોગઠના મૂળમા ઉતર દિશામા બાંધવામા આવે છે. આ સુરતા રૂપી દોરી કે જેને આપણે તણીના નામથી ઓળખીએ છીએ તેને ઉતર દિશામા એટલા માટે બાંધવામા આવે છે કે ઉતર દિશાને અનંત દિશા કહેવામા આવે છે આ અનંત દિશા એટલે કે એવી દિશા કે તેનો અંત આવી શકતો નથી એટલે કે તેને માપીને તેની લંબાયનો અંદાજ કાઢી શકાતો નથી. નવ જાડા નાડા તે નવ ઈન્દ્રિયોનો દોર છે. તેના થકી એટલે કે નવ નાડા થકી આ સ્થંભ ઉભો થાય છે. જેમ ઈનદ્રિયને લીધે દેહ હલન ચલન કરી શકે છે તેમ આ નવ નાડાના આધારે સ્થંભ ઉભો થઈ ટકી શકે છે. આ નવ નાડા અને દશમી દોરી એટલે કે પાતળી દોરી જેને આપણે તણી તરીકે ઓળખીએ છીએ તે સૂરતા રૂપ છે.જેમ કે દેહમા ઇન્દ્રિયો સ્થિર છે જયારે સૂરતા સથિર નથી હોતી તેથી તે ઇન્દ્રિયોથી પર છે એટલે કે અલગ છે તેમ આ સૂરતા રૂપી દોરી આ નવ નાડાથી પર છે એટલે કે અલગ છે. જે ગામમા મંડપનુ અયોજન કરવાનુ હોય તે ગામમા અગાઉ જે ગામે મંડપ થયેલ હોય તે ગામેથી દોરી એટલે કે તણીને પ્રથમ લાવવામા આવે છે. મંડપમા વપરાતા નવ જાડા નાડાને મંડપના આગલા દિવસે લાવવામા આવે છે તેથી આ દોરી અને નાડા અલગ પડે છે તેમ દેહની ઈન્િદયો અને સૂરતા અલગ છે. તેથી આ સૂરતા રૂપી દોરીને ચારવેદના મૂળ રૂપે જયા ગુરૂ વચન છે ત્યા સોગઠના નીચેના ભાગમા ઉતર દિશામા બાંધવામા આવે છે.

સુરતા અનંત દીશાથી આવી, બાંધી છે વેદ મૂળમા
અજાતિય સાધુએ દોરી પર, બેઠા છે તે આનંદમા.

અનંત દિશા એટલે કે જેનો છેડો આવતો નથી તેવી દિશાને અનંત દિશા કહેવામા આવે છે. ઉતર દિશાને અનંત દિશા કહેવામા આવે છે. આત્મભૂમિકા એક એવી ભૂમિકા છે કે તેનો પણ છેડો મળતો નથી એટલે કે તે એટલી બધી વિશાળતા ધરાવે છે કે તેનો અંત પામી શકાતો નથી. આ આત્મરૂપી ભૂમિકાનુ જ્ઞાન મેળવવા માટે તેમા સૂરતાને કામે લગાડયા સિવાય તેના જ્ઞાનની પ્રાપ્તી થતી નથી તેથી આ સૂરતા રૂપી દોરીને આત્મ ભૂમિકારૂપ ઉતર દિશામા બાંધવામા આવે છે એટલે કે સૂરતાને આત્મા સાથે જોડવામા આવે છે. આ સૂરતા રૂપી દોરી ઉપર અજાતિય સાધુનુ સ્થાન છે. આ દોરી ઉપર બીરાજતા સાધુ એવા છે કે તેની જાતી ભાતી કે રૂપ રંગ કે આકાર નથી તેથી તેને દેહ ધારણ કરેલ ન હોવાથી આવા સાધુને કોઈ જાતી સાથે સરખાવવામા આવ્યા નથી તેથી તેને અજાતિય સાધુ તરીકે ઓળખાવવામા આવ્યા છે. આવા સાધુની કોઈ જાત નથી તેમજ વર્ણ અવસ્થાથી પર છે તેવા જ સાધુ સૂરતાના ધરને પામે છે. આ વાતનો અર્થ એવો નથી કરવાનો કે જે લોકો વર્ણના હોય એટલે કે કોઈ જાતીમા જન્મયા હોય અને દેહ ધારણ કરેલ હોય તેવા લોકો સૂતરતાના ધરને પામી શકતા નથી તેવો અર્થ કરવાની જરૂર નથી પણ જે ભકતો કોઈ પણ જાતીમા જન્મયા હોય છતા પણ તેણે જાતી ભાતીને મહત્વ આપ્યુ ન હોય એટલે કે તેના માથી જાતી ભાતીનો ભેદ નીકળી ગયો હોય તેમજ દેહ ધારણ કરેલ હોવા છતા દેહ મીથ્યા તે નાશવંત છે તેવુ સમજાય ગયુ હોય અને દેહના વળગણો તમામ છુટી ગયા હોય તેમજ રાજા જનક દેહ ધારણ કરેલ હતા છતા તેને વિદેહી એટલે કે દેહ વગરના ગણવામા આવતા હતા તેવી પરિસ્થિતી ધરાવતા સાધુને અજાતીય સાધુ કહયા છે તે આત્માની સમકક્ષા ગણાય છે.આ પ્રમાણે જીવન જીવતા ભકતો પણ સૂરતાના ધરને પામી શકે છે.

સ્થાન કીયા હે સ્થૂળ દેહ, તત્વ ચોરાશી ખાના
તેના રંગ ઉપર દેખાય, પંચ રંગી ધજામા.

આ મહામંડપનુ સ્થાપન એટલે કે સ્થૂળ દેહનુ સ્થાપન માનવામા આવે છે. આ મંડપના સ્થંભના એક છેડે લાકડાનુ સોગઠુ ગોઠવવામા આવે છે તેના બરાબર મધ્યભાગને પંચમવેદ કહેવામા આવે છે તેના ઉપર એક વાસ જેવી લાકડી ઉભી કરીને તેના ઉપર પાંચ ધજાઓ અલગ અલગ પ્રકારની ફરકાવવામા આવે છે. આ ધજાને પંચરંગી ધજા તરીકે ઓળખવામા આવે છે. આ દેહ પણ પાંચ તત્વોનો બનેલો છે.અને આ પાંચ તત્વો અલગ અલગ પ્રકારના હોવાથી આ પંચરંગી ધજાને પાંચ તત્વો રૂપ ગણવામા આવે છે. દેહના પાચ તત્વો છે તે પાંચ તત્વોના કલર પણ સંતો દવારા અલગ અલગ દર્શવવામા આવ્યા છે તેની વિગત નીચે મુજબ છે.

(૧) ભૂમીનુ તત્વ :-    આ તત્વનો કલર પીળો છે.
(ર) જળનુ તત્વ :-    આ તત્વનો કલર સફેદ છે.
(૩) તેજનુ તત્વ :-    આ તત્વનો કલર લાલ છે.
(૪) વાયુનુ તત્વ :-   આ તત્વનો કલર લીલો છે.
(પ) આકાશનુ તત્વ:-આ તત્વનો કલર કાળો છે.

આ ઉપર મુજબના પાંચ તત્વોને દેખાડવા માટે પાંચ ધજાઓ અલગ અલગ કલરની રાખવામા આવે છે. પ્રથમ ધજા પીળા કલરની રાખવામા આવે છે, બીજી ધજા સફેદ કલરની રાખવામા આવે છે, ત્રીજી ધજા લાલ કલરની રાખવામા આવે છે, ચોથી ધજા લીલા કલરની રાખવામા આવે છે અને પાંચમી ધજા કાળા કલરની રાખવામા આવે છે. આ પાંચ અલગ અલગ કલરની ધજાઓને શીખર પણ કહેવામા આવે છે. આ પાંચ શીખર પૈકી વચ્ચેનુ જે શીખર લાલ કલરનુ છે તે તેજનુ તત્વ હોવાથી તેને નિજયા શીખરના નામથી ઓળખવામા આવે છે.

સુક્ષમદેહ પંચમથી પર જયોત, નિજયા શીખરમા
તેને જુએ કોઈ અનુભવી સંત, નિજયા પદ ગુરૂ ગમમા

ઉપર જણાવેલ વિગત મુજબ આ પાંચ શીખરમા જે વચલુ શીખર આવેલ છે તેને નિજયા શીખર કહેવામા આવે છે. આ શીખરની અંદર એક જયોત જલી રહી છે. આ જયોતના દર્શન કોઈ અનુભવી ભકતને થાય છે. ચાર વેદરૂપી આ ચાર શીખરની વચ્ચે એક વધારાનુ શીખર આવેલ છે તેને પંચમ વેદ તરીકે પણ ઓળખવામા આવે છે. આ શીખર સતનામ, નિજનામરૂપ નિજયા શીખર છે. તેને લીધે જ આ પીંડ બ્રહમાંડમા પ્રકાશ પથરાય રહયો છે. ગુરૂગમ જ્ઞાનીઓ તેને નિજ આત્મપદમા નિજ એટલે પોતે તેમ પોતાની આત્મ સતાથી પોતાની અનુભવ દ્રષ્ટિથી જુએ છે તેને જ આ જયોતના દર્શન થાય છે. દેહીક સતાથી જે લોકો જોવાનો પ્રયત્ન કરે છે તેને આ જયોતના દર્શન થતા નથી. આ મંડપના પ્રસંગે ભેગા થયેલા સંતોમા ધણા સંતો ગુરૂ રૂપે પુજાતા હોય છે. પણ મંડપમા ગુરૂ ગાદી ઉપર જે પુરુષ્ા બીરાજે છે તે અખંડ ગુરૂદેવ સર્વના પુજનીય ગણાય છે. આગળના સંતોએ એક દેહ રૂપી મંડપને આધ્યાત્મિક મંડપ ગણીને મંડપની રચના કરી છે. આ દેહ જડ છે તેમા ચેતન તત્વ ત્થા પાંચ તત્વો ભળવાથી દેહ હરતો ફરતો જણાય છે તેમ મંડપનો સ્થંભ પણ લાકડાનો હોવાથી તે દેહની જેમ જડ છે. તેથી આ સ્થંભ પોતાની મેળે ઉભો થઈ શકતો નથી. આ લાકડાની સાથે સોગઠના ચાર પાંખીયા રૂપી ચાર વેદ અને ચાર પાંખીયા જયા ભેગા થાય છે તે વચ્ચેનુ શીખર એટલે કે પંચમવેદ અને આ પંચમવેદથી પર એવા પાંચ તત્વો રૂપી અલગ અલગ કલરની પાંચ ધજાઓ ત્થા નવ ઈન્દ્રીયો રૂપી નવ નાડા , સૂરતા રૂપી દોરી જેને તણી કહેવામા આવે છે.આ સૂરતા રૂપી દોરીને ઉતર દિશામા જે આત્મ ભૂમિકા રહેલી છે તેની સાથે બાંધવામા આવે છે. તેના આધારે આ સ્થંભમા ચેતન તત્વ આવતા આ સ્થંભ પોતાની મેળે ઉભો થઈ જાય છે. આમ આધ્યાત્મીક રીતે મંડપની રચના કરેલ હોવાથી આ મંડપ કરવાનો ઉત્સવ કાયમી રીતે જળવાય રહયો છે. આ પ્રસંગે લોકો શ્રધ્ધા પુર્વક રામદેવપીરમા શ્રધ્ધા રાખી આ પ્રસંગનુ ધામ ધુમથી આયોજન કરી ઉજવે છે. આખા વર્ષની બાર બીજ ઉજવવામા આવે છે અને તણી રૂપી સૂરતાની દોરીનુ આખુ વર્ષ પુજન કરવાથી લોકોની સુરતા મજબુત બને છે. આ તમામ લોકોની સૂરતા રામદેવપીર તરફ લાગવાથી અને આ સુરતા આ જડ રૂપી લાકડાના સ્થંભમા દાખલ થવાથી જડ રૂપી સ્થંભ પણ થોડા સમયને માટે ચેતન વંતો બની જાય છે અને રામદેવપીર તરફની શ્રધ્ધાનુ પરિણામ મળી જતા લોકો અનેરો આનંદ અનુભવે છે. આમ શ્રધ્ધા પુર્વક શરૂ કરવામા આવેલ આ મંડપનુ કાર્ય પરી પુર્ણ થાય છે. આ સભા વચ્ચે તોલદેએ મંડપ વિશેની જાણકારી આપતા બધા ખુશ થઈ જાય છે. સદગુરૂ દેવનો જય બોલાવી.
જય અલખધણી

પ્રેષિત-સંક્લનઃ
મયુર સિધ્ધપુરા-જામનગર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s