વાદળ તણા વધામણાં

Standard

આભે વધાવું વાદળા વરસા ભર્યા વરસો ઘણા,
હરખા તણી હેલી કરો ખેડૂત ઘર જાજા જણા,
અવની પરે પ્રસવેદ પાડી પીડ વેઠી જે પડી,
ધન ધાન ધવરાવી ધરવ પાલવ લીલો પાથરી,

વાવેલ દાણા વ્હાલથી ચાસે ચિરેલી એ જમીં,
અંબર ભણી અભિલાષ એવી સીંચસે મીઠું અમીં,
ગામે બજારે બાળકો એ ફેરવ્યો ઢૂંઢો ધણી,
આવો લિયે ઓવારણાં આલમ અઢારી આપણી,

છલકંત હેલે બુંદ હેઠી ભોમ સઘળી ફોરમી,
દાબેલ આશા દુબળીમાં જોત પ્રગટી જોમની,
કૂંપણ ખીલતી કાળજે ધરબેલ કાળે જે જૂની,
હળવી હુલાશે અનંત દીઠી વાટ બળતી એ ઉની…
– દિવ્યરાજસિંહ સરવૈયા

જગત નાં તાત ની દશા ઘણી દુબળી થઇ છે, મોંઘવારી ને કુદરત ની કરામત આગળ લાચારી સિવાય કોઈ રસ્તો બાકી રાખ્યો નથી, સહનશક્તિ નો અંત આણવા મજબુર થયા છે ઘણા… કુટુંબ નાં ઘણા સભ્યો સામે કામ કરનાર એક જ… વિવિધ મુશ્કેલી ઓ સામે જજુમી ને અષાઢ નાં વાદળો નો હર્ષભેર અને ઉમંગભેર આવકાર આપી ને રાજીપો વ્યક્ત કરે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s