Daily Archives: July 9, 2016

ગોહિલ ડોસોજી રાજોજી

Standard

ગોહિલ ડોસોજી રાજોજી
એક રાજપૂતાણી નો પિતા :-

ઉગતા સૂરજની દસથી ચાર પાંચ ઘોડેસવારો પરોઢિયે લાઠીના પાદર પુગ્યાં સૌથી આગળ એક આધેડ ઉંમરના રાજપુતનો ઘોડો છે એનું અનુકરણ કરતા પાછળ ચાર યુવાન ઘોડેસવાર લાઠીના દરબારગઢએ આવી પુગ્યાં, લાઠીના ધણી ઠાકોર તખતસંગ કચેરી ભરી બેઠાછે બધા દરબારીઓ, ભયાતો, સાગા સંબંધી, કામદારો, વહીવટદારો અને અધિકારીઓ ઠાકોરના કુંવર સુરસંગજીને જન્મદિવસની વધાઈ દઈ રહ્યા છે અને ભેટ સોગાદો ચરણે ધરી રહ્યા છે એવામાં આ પાંચ અસવારો સડડાટ દરબારગઢ માં પ્રવેશ્યા ઠાકોર સહીત કચેરી સ્તબ્ધ થઇ ગઈ ઠાકોર પોતે ઉભા થઇ એમને સામે લેવા ગયા, ઠાકોર બોલ્યા ‘અરે આવો કાકા એવો’ એ કાકાને ભેટ્યા  જોઈ કૈકના ઉદરમાં ઇર્ષાના શેરડા પડ્યા આટલું બધું માન જલાલપુર,બોસવડું અને ધુફણીયા તઇંણ ગામનો તાલુકદાર ડોસોજી રાજોજી ગોહિલ આજ પિતરાઈ ભાઈઓ અને એક રજપૂત સવારો સાથે લાઠી ઠાકોર તખતસંગ ના કુંવરના જન્મદિવસ માટે બધાઈ આપવા આવ્યા છે વહેવારે એ ઠાકોરના કાકા થાય છે લાઠીના ફટાયાભયાતો માં ખુબ માન એ બીજા ભયાતોને ગમતું નઈ આથી એમાંથી એક બોલ્યો ‘અરે ડોહાજી બધા આયા આવ્યા છો સારપ લેવા ને જલાલપર એકલું મેલી તે બહારવટિયા ભાંગે નઈ ક્યાંક ‘ ડોહોજી બોલ્યા ‘અરે ફરતા કાઠી ને વાંચ્યે લાઠી અમારા પૂર્વજો એ તો કૈક આવા બારવટિયાવ ને ઝેર કર્યા અરે એવા નાના મોટા ને તો અમારી દિકરીયું ય ઉભા નહાડે’ સામે ના નું મોઢું સિવાય ગયું પણ મનમાં ઝેર રેડાયું વાંધો નઈ જોઈ લેશું એ રાજ્પુતાણીઓ ના જોમ ને કહી મનમાં ને મનમાં મનસૂબા ઘડવા લાગ્યો, પણ એ વાતને ઘણો વખત વીત્યો છે ને એકવાર બન્યું એવું કે ડોહાજી ના કુંવરી સુરાજબા ને હાલારના જામથોરાળે પરણાવેલ એમને ખોળો ભરી તેડિયાવ્યા હતા. ને એવે ટાણે બોસવડે ઉપજની મહેસુલ બાબતે ત્યા માથાકૂટ થયેલ આથી ડોસોજી ભાયું ને રજપૂતો સાથે બોસવડે ગ્યા હતા, જલાલપુર દરબાર ગઢમાં કામદારો ને ખવાસ સિવાય ને ડોસોજીના 6 વરહ ના ઉદેસંગ કુંવર સિવાય કોઈ રાજપૂત ન હતા એવે ટાણે ઈર્ષાળુ ના ઈશારે બહારવટિયા ગામ ભાંગવા આવી પુગ્યાં ને ચોકમાં આવી નિર્બળ પ્રજાપર અત્યાચાર કરવા લાગ્યા ને દરબાર ગઢ પાસે આવી ડોસોજી ને પડકારી જેમ તેમ બોલવા લાગ્યા સુરાજબા અને બાકી રાજપૂતાણી ઓ એ પેલા ઉદેસંગ ને સંતાડી દીધા ને ગઢના દરવાજા બંધ કર્યા પણ બહારવટિયા એ અન્ય સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનું કહી ડોસોજી ની મર્દાનગી ને પડકારી ત્યાંતો પિતા વિષે આવી ગાળો ન સાંભળી સકનાર સુરાજબાને શુરાતન ચડ્યું ને રોમ રોમ સળગવા માંડ્યું ને પિતાની જામગ્રી ઉપાડી ગઢના કાંગરે ચડી ભડાકા કર્યા બે ત્રણ બહારવટિયા પડ્યા ને બીજા ને એમથયું કે ખોટા સમાચાર મળ્યા છે ડોસોજી ગઢમાં જ લાગે છે જો એ કાળ બહાર આવશે તો કોઈની ખેર નથી એવું જાણી બહારવટિયા ભાગ્યા. ને ગામને ભંગતું એ રાજપૂતાણી એ બચાવ્યું આ સમાચાર ડોસોજી ને મળ્યા એ મારતે ઘોડે જલાલપુર આવ્યા ને એમના પોરહનો પાર ન રહ્યો ને એમની દીકરી એ રાજ્પુતી અને એમનો વિશ્વાસ અખંડ રાખ્યો હતો, એનું ગૌરવ સમસ્ત લાઠી ભયાત અને ગોહિલવાડ આજ પણ લે છે આને હું એનો ભાણેજ છું એનું મને ભારોભાર અભિમાન છે .
લિખિતન : ધર્મરાજસિંહ વાઘેલા છબાસર