આજે સૂર્યપુત્રી તાપીમાતાનો પ્રાગટય દિવસ

Standard

– ૧૦૦૦ વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં પ્રગટ થયા હતાઃ તાપી કિનારે ૧૦૮ જેટલા તીર્થસ્થાનો

” યદા ન ગંગા સરયુ ને રેવા, ન ગોમતી સાભ્રામતિ ન ભાષા । યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા, તદા પ્રયાસ કિલ સૂર્ય દેહા ।” ગંગામાં સ્નાન કરવાથી, રેવાના દર્શનથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. જ્યારે તાપીમાતાનું નિત્ય સ્મરણ કરવાથી સઘળાં પાપોનો નાસ થઇ માનવી પવિત્ર બને છે. અષાઢ સુદ સાતમ એટલે તાપીમાતાનો પ્રાગટય દિવસ. ભારતીય ગ્રંથો અને મહાપુરાણોમાં તાપી નદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ૧૦૦૦ વર્ષ પહેલા સૂર્યપુત્રી તાપી માતા પ્રગટ થયા હતાં અને ત્યારપછી ગંગા, સરયુ, નર્મદા, ભાષા, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી.

ઐતિહાસિક ચીજો-બાબતો અંગે  સંશોધન કરનાર સુરતના સંજયભાઇ ચોકસી કહે છે કે, મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપી માતા પ્રગટ થયા હતા. તાપી નદીના મૂળ પાસે ધાર, નસીરાબાદ, મેળઘાટ, અમલનેર, બુરહાનપુર, જૈનાબાદ, નાચનખેડા અને ભુસાવળ વગેરે ગામો આવેલા છે. તાપી નદીના મૂળ આગળ ડાબી બાજુ પર દીવાળ, ખોખરી, મોટી ઉતાવળી, મોહના તથા જમણી બાજુએ નાની ઉતાવળી, બોરી, પાંઝરા, ગિરણા અને પૂર્ણા નદીઓ મળેલી છે. જ્યારે તાપી નદી સુરત નજીક સચીનના ડુમસ ગામ આગળ અરબીસમુદ્રને મળે છે. તાપી નદીની લંબાઇ ૪૩૬ માઇલની છે.

તાપી નદીના બંને કિનારે ૧૦૮ જેટલા તીર્થો આવેલા છે. તાપી મહાત્મ્યના ૪૧માં અધ્યાય અનુસાર મહર્ષિ નારદજીએ ભગવાન શંકરની આજ્ઞાાથી તાપીનું માહાત્મ્ય કરી લીધું હતું ત્યાર પછી તાપી અસ્તવ્યસ્ત દશામાં જ રહી છે. જંગલ-ડુંગરો ખડક પરથી ૭૦ કિ.મી. ગુજરાતના અન્ય પ્રદેશમાં વહી રાજપીપળાના ડુંગરા પસાર કરી સુરત જિલ્લાના પીપરીયા ગામથી આગળ થઇ સુરત શહેર નજીક મહાપુરૃષ દુર્વાસા મુનિશ્વરની તપોભૂમિ ડુમસના અરબી સમુદ્રમાં તાપીનું સંગમ સ્થાન છે.

તાપી માતાનાં ૨૧ નામો
(૧) સત્યા (૨) સત્યોદ્ભવા (૩) શ્યામા (૪) કપીલા (૫) તાપી (૬) નાસત્યા (૭) સાવિત્રિ (૮) કપિલાંબિકા (૯) તપનહ્દા (૧૦) નાસિકોદ્ભવા (૧૧) સહસ્ત્રાધારા (૧૨) સનકા (૧૩) અમૃતાસ્યનંદિની (૧૪) સૂક્ષ્મતરમાણી (૧૫) સૂક્ષ્મા (૧૬) સર્પા (૧૭) સર્પ વિહાપહા(૧૮) તિગ્મા (૧૯) તિગ્મસ્યા (૨૦) તારા (૨૧) તામ્રા.

તાપી માતાના ૨૧ કલ્પો
(૧) પદ્ય (૨) પોષ્કર (૩) શૌર (૪) સાંભવ (૫) ચાંદ્ર (૬) કાશ્યપેચ (૭) ઉપેન્દ્ર (૮) ઐદ્ર (૯) વારૃણ (૧૦) મહાબળ (૧૧) મહેશાન (૧૨) ઉત્કલ (૧૩) કુનાલક (૧૪) પ્રાકૃત (૧૫) મત્સ્ય (૧૬) ઐલાખ્ય (૧૭) કુર્મ (૧૮) વારાહ (૧૯) આદિવરાહ (૨૦) કૃષ્ણવરાહ (૨૧) શ્વેતવરાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s