☆હિરલબા ની રચના☆

Standard

ઉગીને આથમ્યો સતયુગ નો સૂરજ ઇ કળિયુગ ના ભૂંડા એંઘાળ ..!!

હવે જાગો સંતાનો આ નિંદર ને ત્યાગો તો ઉગે સતયુગ નો રે ભાણ..!
બાળ હવે જાગો ચારણ ના સંતાન .!
હો બાળ હવે જાગો ક્ષત્રિય ના સંતાન ..!!

સાથક, શુરવીર , શકિત ના ઉપાસક ઇ ચારણ ના જાગો સંતાન..!
જાગો દિલ ના દિલાવર દાનેશ્ર્વર ટેકીલા તમે ક્ષત્રિય ના સૂરીલા સંતાન ..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન ..!
બાળ હવે જાગો સતીયું ના સંતાન..!!

હોંશે જે કુળ માં જન્મતી જોગમાયા ઇ આયુ ના જાગો સંતાન..!
જાગો સતીયુ ના ખોળે ખેલીને ધાવેલા તમે ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

ત્રાગા,ધરણાં ના ચાચર ના ચડેલા ઇ ધર્મીલા ચારણ ના સંતાન..!
જાગો ગૌ બ્રાહ્મણ, નારી ની રક્ષા ના રસીયા ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

જેણે ધાબડીયે ઢાંકી અટકાવેલો સૂરજ ઇ આવળ ના જાગો સંતાન..!
જાગો સતીયે પારણીયેં પોઢાડયા પરમેશ્વર થી  એ અનસૂયા ના સૂરા રે સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

જેને અસુમો ઉથાપી ને હેમાળે હાલેલી નાગલ ના જાગો સંતાન..!
જાગો શીયળ ની સાથે અગ્નિ માં હોમાયેલી રાણપ ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

અધર્મ અનીતિ અન્યાયો  અટકાવ્યાં ઇ કરણી ના જાગો સંતાન..!
જાગો વગડે વીચરેલી અગ્નિ માં પરખાયેલી દેવી સીતા ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

અકબર ના દરબારે કડવા કહેનારા દુર્શાજી ના જાગો સંતાન..!
જાગો ભોમકા ની કાજે રણવગડે રખડનારા રાણા ના સૂરા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

સાંયાજી ઝુલા ને ઇશરા પરમેશ્રા ને માવલ ના જાગો સંતાન..!
હે જાગો ડુંગર નો ઉંદર થઇ દુશ્મન ડરાવ્યાં એ શીવાજી ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

આવા ડાયરા ની ધેલી પુસ્તક માં મૂંઝાણી ઇ સરસ્વતી ના સૂરા સંતાન..!
જાગો સિંદૂર માં ઢાંકેલી વાતો સંભળાવે ઇ પાળીયા ના સૂરા રે સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

તમે પીલ્યો કટોરો  ચારણવટ અમલ થી ભરેલો ચારણ ના સંતાન..!
જાગો ક્ષત્રિવટ ઘાટો અમલ ને ગટગટાવો ને ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

સતબાઇ આપે સતયુગ નો સંદેશો સાંભળજો દેવો ના સંતાન..!
જાગો હિરલ ના હોંકારે ઉઠો પડકારે પૃથુ ના પનોતા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s