Daily Archives: July 14, 2016

અશ્વ

Standard

” ભમરા પીઠે પડખમાં બેઇ કોરનાં જોઇ,
  સયન ગાંઠ ની ખોડનો દુ:ખ ધણીને હોય !

આસન ખોઇ ઘોડલો વાઘ કાંતીયો હોય એવા ખોડીલા ઘણાં સોદો કરે નો કોઇ !

મહા ખોડયનો ઘોડલો માથે શીંગડીયો,
ધણી બળુકો હોય પણ પરપાને પડીયો હોય !

એક જાત ચતુરાંજ ની ખોડ અને ખાવણ,
લંકા ગઢ ઉજ્જડ કયોઁ મરવયો તો રાવણ !

પરી પૂંછ ડાંડી કરે સમ મારજ ની ખોડ ,
ભાંગે મન ના કોડ ધણી થાય ભીખળવો !

દિઠો ભમરો પૂંછડે પૂંછા વરતી નામ
ઇના બેહણહાર ના સરે ના ધારયાં કામ !

ધોળો પાટો પીઠમાં નાગ અશ્ર્વ એનું નામ ,
ધણી મરે તો ઇ મરે એવું એનું કામ !

ત્રણ રંગ ના ચાંદલા પીળા કાળા હોય,
ઇ તો જાણ્વે અંજની ધણી ઘરે નહી કોઇ !

પૂંછ મૂળ પાણી ઝમે ખોડે મધુસરાવ,
ઇ તો ભૂંડો સાવ નાશ કરે રખવાળ નો !

પૂંઠે ભમરો પેંખતા ધણી ને માથે ભાર ,
જુદ્ધે આણે હાર ઇ ઘોડો દંળભજણો ” !!

સંકલન : રાજભા ઝાલા

જયમલ પરમાર

Standard

વતન અને જન્મસ્થળ વાંકાનેર
‘કાઠિયાવાડના ઘડવૈયા’ પુસ્તકથી 1940થી લેખનનો આરંભ.
ઝવેરચંદ મેઘાણીના સાથીદાર તરીકે રહ્યા
આઝાદિ ના આંદોલન મા સક્રિય ભાગ.
ફૂલછાબ(દૈનીક) ના તંત્રી (૧૯૫૦-૫૫)
-ઉર્મી નવરચના ના તંત્રી (૧૯૬૭-૧૯૮૫)

લેખન અને સંપાદન ક્ષેત્રઃ
લોક સાહિત્ય,લોકવાર્તા સંગ્રહ,નવલકથાઓ, જીવનચરીત્રો,ખગોળ,પક્ષી પરીચય ગ્રંથો,કવિતા,અનુવાદન, ઇતિહાસ

સ્મરાણાજલી

ઝવેરચંદ જાતાં, કલમે ચડીઆ કાટ;
(પણ) પરમાર બેસાડી પાટ, તેં ઝળકાવી કલમ જેમલા
-મુળુભાઇ પાલીયા

જૈમલ તું સ્વર્ગે જતા, સૂના પડિયા સૂર;
ન રિયાં મુખે નૂર, સાહિતને સાંસો પડ્યો.
-કરસન પઢિયાર

ચોપગાંના ચારિત્ર્યને, લખતા ન કવિ લગાર;
(પણ)તેં લખ્યું લક્ષે કરી, (તને) રંગ જયમલ્લ પરમાર
-માધુભાઈ પડિયા

પરમ ગ્રંથના પંથનો, અઘરો અતિ અમલ્લ;
જીવન વિદેહી જીવતાં, જાણ્યું તેં જેમલ્લ.
-બળદેવભાઈ નરેલા

જેમલ કેરો જીવતો, આ ઊડે રંગ-ફુવાર;
ગોઠી ચાલ્યો ગેબમાં, પણ શબદ કરે ગુંજાર
-મકરંદ દવે

જેમલ બીજી જોડ, નજરૂં નાખ્યે નો મળી;
સવસાચી સરમોડ, છોરૂ તું સોરઠ તણું.
-દુલાભાઈ કાગ

ગુણી કલાધર કમલવન, ભયે પ્રફૂલ્લિત ભલ્લ;
દેખી કદર રવિ જિનહિતેં, ઉદિયાચલ જયમલ્લ
-શંકરદાનજી દેથા

જયમલ્લ નિર્મળ નીર, ઘેરાં વમળ વિના વહ્યાં,
સીંચા હાડ ખમીર, ધરવી તેં સોરઠ ધરા.
-પં. નરેન્દ્રપ્રકાશ પંડ્યા

જયમલ પામી જગતમાં, આદરમાન અભૂત;
કીર્તિ કરી ગયો કાયમી, શારદ તણો સપૂત.
-નારાયણદાનજી બાલિયા

સંકલનઃરાજુલ દવે