સ્નેહા અક્ષિતારક.

Standard

હે સૃષ્ટિ -રચયિતા,
આ તે કેવો ન્યાય?

ક્યાંક અમીરી હિંડોળે ઝુલે,
ક્યાંક ગરીબી ઠેબા ખાય.

ક્યાંક અક્ષયપાત્ર ના અનાજ વેડફાય,
ક્યાંક અનાજ માટે માણસ!!

ક્યાંક જીવન સિગારેટ – શરાબમાં વેડફાય,
ક્યાંક એ સિગારેટનાં ખાલી ખોખા
શરાબની બોટ્લો એકઠી કરવામાં!!

ક્યાંક વ્યક્તિને ઇશ્વર માની ને પુજાય,
તો ક્યાંક દિલમાં ઇશ્વર લઈને ફરતાં માનવી જ નગણ્ય!!!

હે પ્રભુ, આ બધાંને ઘડનારો તો તું એક જ
તો ઘડામણ કેમ અલગ – અલગ?

આ જગત તારી કલ્પના કે તું જગતની?

તને હવે કેમ સમજાવું કે,
અમીરોનાં એક ટીપાં આંસુ માટે
કેટ-કેટલાં ગરીબોનાં લોહીની નદીઓ વહેવડાવાય છે.

તું તો બહુ સમજુ,પરમકૃપાળુ,ન્યાયી,
એ બધાં પર કયાંક કાટનું કવચ તો ચડાવીને નથી બેઠોને?

એવું જ લાગે છે…
માફ કરજે પ્રભુ, જો તું આ જ હોય તો..
હું તારા હોવાપણા ને સ્વીકારતી જ નથી.

-સ્નેહા અક્ષિતારક.
૪-૧૦-૨૦૦૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s