ગઝલ

Standard

છે , છતાં ખંડેરને હું ના ગણું ખંડેરમાં ,
જાળવ્યું છે મેં અહીં મારાપણું ખંડેરમાં .

પાંપણોનાં તોરણો છે એકદમ લીલાં હજી
દોસ્તો , આવો, ન શોધો બારણું ખંડેરમાં .

સિંહ જેવા સ્નેહીઓ તો દૂરથી પાછા વળ્યા ,
મેં અપેક્ષાનું કર્યું જો તાપણું ખંડેરમાં .

આ વરસ પણ એક-બે તુલસી વધારે વાવશું ,
રોજ મોટું થાય છે જો આંગણું ખંડેરમાં .

પાણિયારે મેઘ જોઈ માટલું બોલી ઉઠ્યું;
લ્યો ફરીથી ઘર થયું છે ધાવણું ખંડેરમાં .

કોણ શું કહેશે મને એની હવે પરવા નથી ,
હું ઉજવતો જાઉં છું હોવાપણું ખંડેરમાં .

ઉંબરા પાસે ઉગેલો ઉંબરો જોઈ “મધુ”
પીંપળે ગાયું મજાનું આવણું ખંડેરમાં .

– મધુસૂદન પટેલ “મધુ”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s