મોતી

Standard

image

મોતી હાથી સર્પ છીપ શંખ વાદળા વાંસ મત્સય અને સૂકર એ સર્વથી મોતી ઉત્પન થાય છે પરંતુ એ સર્વ માં છીપ ના મોતી ધણાં ઉત્તમ છે.!!

સિંહલ દ્વિપ પારલૌકિક દેશ સૌરાષ્ટ્ર દેશ તામ્રપર્ણ નદી પારશવ દેશ કૌબેર દેશ પાંડ્યવાટ દેશ અને હિમવાન પર્વત એ આઠ સ્થાનો માં મોતી ઉત્પન થવાના આકાર છે !!

સિંહલ દ્વિપ માં ઉત્પન થયેલાં મોતી ધણાં આકારના , સ્નિગ્ધ હંસ તુલ્ય શુક્લવર્ણ અને સ્થુલ હોય છે !!

તામ્રપર્ણી નદી ના મોતી ધણાં તામ્ર શ્ર્વેત અને નિર્મળ હોય છે !!

પારલૌકિક દેશ ના મોતી કાળા શ્ર્વેત અને પીળા તેમજ કંકરયુક્ત તથા વિષમ હોય છે !!

સૌરાષ્ટ્ર દેશ ના મોતી નહીં મ્હોટા કે નહીં નાના નવનીત તુલ્ય શ્ર્વેત રંગ ના હોય છે !!

પારશવ દેશ ના મોતી તેજદાર શ્ર્વેતવર્ણ વજનદાર અને મ્હોટા ઉત્તમ ગુણયુક્ત હોય છે !!

હિમવાન પર્વત ના મોતી હલકાં જર્જર દધિવર્ણ અને બે આકાર ના હોય છે  !!

કૌબેર દેશ ના મોતી વિષમ કૃષ્ણવર્ણ શ્ર્વેત હલકાં અને તેજદાર હોય છે !!

તેમજ પાંડ્યવાટ દેશ ના મોતી નિમ્ન ફળને આકારે ત્રણ પુટયુક્ત ધાન્યક સમાન અને ચૂર્ણ હોય છે !!

અતસીના પુષ્પ સમાન શ્યામવર્ણ મોતી ના દેવ વિષ્ણુ

ચંદ્રાકાર મોતી ના દેવ ઇન્દ્ર 

હરીતાલ તુલ્ય વર્ણ ના મોતી ના દેવ વરૂણ

કૃષ્ણવર્ણ મોતી ના દેવ યમ

પાકેલા દાડમ ના દાણા તુલ્ય અથવા ગુંજા તુલ્ય તામ્રવર્ણ મોતી ના દેવ વાયુ

તેમજ નિર્ધૂમ અગ્નિ અથવા કમલ પુષ્પ સમાન જેની પ્રભા હોય તે મોતી ના દેવ અગ્નિ હોય છે ..!!

ઐરાવત હાથી ના વંશ માં જે હાથી ઉત્પન્ન થાય છે અને ભદ્ર જાતી ના હાથી પુષ્પ અને શ્રવણ નક્ષત્ર માં સોમવાર અથવા રવિવારેઉતરાયણ માં સૂર્ય ચંદ્ર ના ગ્રહણ વખતે ઉત્પન્ન થાય તેનાં કુંભસ્થળ માં અને દંતકોશ માં મ્હોટાં મ્હોટાં અનેક આકાર ના તેમજ પ્રભાયુક્ત મોતી નિકળે છે એ મોતી ધણાં જ તેજદાર હોય છે માટે એની કિંમત આંકવી નહીં તેમજ તેમાં છિદ્ર પણ ન પાડવું એ મોતી મહા પવિત્ર હોય છે !!

સૂકરો ની દાઢ માં ચંદ્ર ની કાન્તિ સમાન કાન્તિવાળા અને ઘણાં ગુણયુક્ત મોતી નિકળે છે !!

મત્સય થી ઉત્પન્ન થયેલાં મોતી તેના નેત્ર સમાન મહા પવિત્ર અને ગુણયુક્ત હોય છે !!

મેઘમાં ઉપલ ની પેઠે મોતી ઉત્પન્ન થાય છે તે સપ્તમ વાયુ સ્કન્ધ થી પડે છે પરંતુ તેને દેવતા ઓ આકાશ માંથી જ હરી લે છે તે મેઘથી ઉત્પન્ન થયેલાં મોતી વિજળી ની માફક ચમકદાર હોય છે !!

જે તક્ષક અને વાસુકી નાગ ના કુળમાં ઉત્પન થયેલ સ્વેચ્છાધારી સર્પ છે તેની ફળ ના અગ્ર ભાગમાં સ્નિગ્ધ અને નિલ કાન્તિવાળા મોતી થાય છે એ મોતી પ્રશસ્ત ભૂમીમાં ચાંદી ના પાત્ર વચ્ચે રાખવાથી આકસ્મિક વૃષ્ટિ થાય છે !

વાંસ માં ઉત્પન થયેલાં મોતી કપૂર અથવા સ્ફટીક સમાન શ્ર્વેત ચિપટા અને વિષમ હોય છે !!

શંખ થી ઉત્પન્ન થયેલ મોતી ચંદ્ર ની માફક કાન્તિયુક્ત ગોળ ચમકદાર અને સુંદર હોય છે  !!

☆●☆
નોંધ –  શંખ મત્સય વાંસ હાથી સૂકર સર્પ અને મેઘથી ઉત્પન્ન થયેલાં મોતી ઓમાં છિદ્ર ન પાડવું કારણ કે એ સર્વ ના ધણાં ઉત્તમ ગુણ છે એટલાં માટે એનું મૂલ્ય કયાંય કહેલ નથી !!

સાભાર : રાજભા ઝાલા લુણસરિયા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s