Monthly Archives: August 2016

🌺🌸 *ભવનાથ મહાદેવ*🌸🌺 🌹🌸 *મૃગીકુંડ જુનાગઢ*🌸🌹

Standard

        સિધ્ધરાજ સોલંકી,રણક્દેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે,ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે?

*ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો,*
*મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો?*

ગિરનારની  તળેતીમાં આવેલા પુરાણપ્રસિધ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને, રેવતીકુંડમાં સ્નાન કરી, મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઇ અનામી વિયોગી મૃગીકુંડને પુછે છેઃ

*મરઘીકુંડના કાંઠડા*,
*તને કેતા જુગ થિયા?*

પથ્થર તો શું જવાબ આપે?એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્રારા ઉતર વાળે છેઃ

*મરઘીકુંડના કાંઠડા,તને કેતા જુગ થિયા?*
*માઢુ હતા એ હાલી વિયા, પાણ જ પડ્યા રિયા?*

સ્વજન તો સિધાવી ગયા ને તમે પથરા જ અહીં રહ્યા? પથ્થરને માનવીએ કરેલો ઉપાલંભ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે.

          સૌરાષ્ટ્રના જે મુખ્ય શીવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે.ગિરતળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે.લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વતથામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી ક્થા પણ છે.

             ગિરનાર ચોર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપો ભૂમી અને સાધુ-સંતો માટે માનો ખોળો છે.પ્રાચિન શીવાલયોની ઉત્પતી ક્થા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી.જુના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા.ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે.

        જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી,સંસારીઓના સુખદુઃખનું સમાપન કરવાની વિનંતી કરી.શંકરે પૃથ્વી પર નજર દોડાવી.વનરાજીથી આભૂષીત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો.ગિરનારના ખોળે તેમને આસન ભિડ્યુ.બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી.શંકરને દેવોએ સૃષ્ટી પર મોક્લ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા.પતિની શોધ ખોળ કરતા પાર્વતી શંકરે જ્યા આસન વાળેલુ ત્યાં આવ્યા.પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો.પાર્વતીએ અંબીકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદરકુંડમાં વાસ કર્યો.અન્ય દેવતા સહિત નવ નાથ,ચોરાસી સિધ્ધો,યક્ષો,ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા.

          ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવીજ એક કથા છે.કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઇ સ્ત્રી ફરે છે.હરણની જેમ તે કૂદે છે.સ્ત્રીનું મોઢુ હરણનું છે પણ શરીર મહિલાનું છે.રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઇ આવી શક્યો.પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી.વિદ્રાનો કોઇ માર્ગ શોધીન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો.

        ઉધર્વરેતાએ મૃગમખીને માનવીની વાચા આપી.ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી.સિંહે મૃગલીનો શીકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઇ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ.નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું.ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવીતો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી.તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી.મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું.ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.

     પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો.તે કુંડ એટલે મૃગી કુંડ! બન્ને કથા લોકાધારિત છે.પણ ભવનાથનો મહિમા તેમાથી જોઇ શકાય છે.શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીક્ળે છે.તલવાર,ત્રીશુલ,ચીપયા,ભાલા ના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે.હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપુજા કરે છે.

           કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરીક્રમાનું વિશેષ મહત્વ છે.હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમા સામેલ થાય છે.એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુડમાં સ્નાન કરી ભવનાથ-દૂધેશ્વરના દર્શન કરવામાં આવે છે.બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે.તેરસને દિવસે સુર્યકુંડ તથા સરક્ડીયા હનુમાન,ચૌદશને દિવસે માળવેલથી ઉપડી,ગિરનારની પૂર્વમાં થઇ બોરદેવીમાં પડાવ નખાય છે.અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે.આજુબાજુ બોરડીનું વન અને તાતણીયો ધુનો છે.કાર્તિકી પુર્ણીમાંએ બોરદેવીથી નીક્ળી પાછા ભવનાથ અવાય છે.સમગ્ર પરિક્ર્મા ૪૦ કિલોમીટરની છે. પરિક્ર્મા દરમ્યાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીયોનો ભય રેહતો નથી.વળી અહિંનો શિવરાત્રીનો મેળો ખુબજ પ્રસિધ્ધ છે.

           મેળાના દિવસે ૫૦૦ કરતા પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે.દરેક જ્ઞાતેની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાય જાય છે.શિવરાત્રીની રાત્રે ૧૦ વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનુ સરઘસ નીક્ળે છે.નાગા બાવાનુ આ સરઘસ છ દિવસના મેળાની ચરમ સીમા છે.સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરૂદતાત્રેય ની હોય છે.ત્યાર બાદ અભાવ અખાડાના ગાદિપતીની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર,ભાલા,પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે.

*શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં*

નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ ।
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ ॥ ૧॥

નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ ।
કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ ॥ ૨॥

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ ।
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા ॥ ૩॥

ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ ।
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥ ૪॥

પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ ।
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ ॥ ૫॥

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી ।
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ॥ ૬॥

ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ ।
ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ ॥ ૭॥

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ ।
જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો ॥ ૮॥

રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે ।
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ॥

॥  ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

📕 *માહિતી-સંદર્ભઃ*
જયમલ્લભાઇ.પરમાર
📌 *સંક્લન-પ્રેષિતઃ*
મયુર.સિધ્ધપુરા-જામનગર

           

વાંચવા અને જાણવા જેવું…

Standard

ગુજરાતીમાં ‘ઢોલામારુ’ અને હિન્દીમાં ‘કોહરામ’, ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’ જેવી અનેક સફળ ફિલ્મો બનાવનાર મેહુલકુમારનું મૂળ નામ મોહમ્મદ બ્લોચ છે. બ્લોચ(બલોચ) શબ્દ-અટકથી ગુજરાતી પ્રજા ઠીક ઠીક પરિચિત છે, પરંતુ આ અટક જે પ્રદેશ પરથી આવી છે એ બલૂચિસ્તાન(બલોચિસ્તાન)ની આજની અસલી હાલત વિશે ગુજરાત કે ભારત તો ઠીક, આખી દુનિયા ખાસ્સી બેખબર અને ગૂંચવાયેલી છે.

બલૂચિસ્તાન એક નહીં, બલકે ત્રણ દેશનો હિસ્સો છે. પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન તથા ઇરાનમાં પણ બલૂચિસ્તાન ફેલાયેલું છે. આજે પાકિસ્તાનમાં અંદાજે ૬૯ લાખ, ઇરાનમાં વીસેક લાખ અને અફઘાનિસ્તાનમાં બે લાખ બલૂચી લોકો વસે છે. ૧૯૪૭-૪૮માં બલૂચિસ્તાનને જ્યારે પાકિસ્તાન સાથે પરાણે ભેળવવામાં આવ્યું ત્યારે બલૂચીઓ પાકિસ્તાનને એવા ટોણા મારતા કે અમારો વસવાટ ધરાવતા સળંગ પ્રદેશમાંથી ફક્ત ‘પાકિસ્તાની બલૂચિસ્તાન’ને નોખું તારવવાને બદલે દમ હોય તો અફઘાનિસ્તાન અને ઇરાનમાં બલૂચી વિસ્તારોને પણ પાકિસ્તાનમાં ભેળવી દેખાડો ને, આવ્યા મોટા…

ખેર, પાકિસ્તાને અફઘાનિસ્તાન-ઇરાનમાંના બલૂચી પ્રદેશ સિવાયના બલૂચી હિસ્સાને જ પાકિસ્તાન સાથે ભેળવ્યો, પરંતુ બલૂચીઓ પાકિસ્તાન સાથે ક્યારેય પૂરેપૂરા ભળ્યા નહીં. બલૂચીઓનું કહેવું છે કે એક પ્રદેશ અને પ્રજા તરીકે અમે નિરાળાં છીએ, અમે ફક્ત પાકિસ્તાની જ નથી, અફઘાની અને ઇરાની પણ છીએ. માટે અમને અલગ રહેવા દો. આજે હાલત એવી છે કે બલૂચિસ્તાન પ્રાંત પાકિસ્તાનમાં છે, છતાં નથી.

બાકી એવું પણ નથી કે અહીં શિયા-સુન્નીનો ઝઘડો હોય. ના, પાકિસ્તાનમાં પણ સુન્નીઓનું પ્રભુત્વ છે અને બલૂચિસ્તાન પણ મુખ્યત્વે સુન્નીપંથી જ છે. ઉલટાનું, સુન્ની બલૂચીઓને શિયાપંથી ઇરાનમાં સુન્ની લઘુમતિ તરીકે તકલીફો પડી રહી છે. ટૂંકમાં, લોચો ધરમનો કે ધરમના ફાંટાનો નથી, પણ બસ, દિલથી દિલનું મિલન ન થવાથી બલૂચિસ્તાન પાકિસ્તાન સાથે ઓતપ્રોત નથી થતું તે નથી જ થતું. ધરમ એક હોય અને સંપ્રદાય કે પેટા ધરમ પણ એક હોય તો ઝઘડા ન જ થાય એવો કોઈ નિયમ નથી. વાંધા પડે તો પડે.

બલૂચીઓની મુખ્ય ફરિયાદ એ છે કે પાકિસ્તાનના સિંધ અને પંજાબ જેવા મુખ્ય પ્રાંતોની સરખામણીમાં બલૂચિસ્તાન સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. સરવાળે, પરાણે પ્રીત ન થાય એમ પરાણે કોઈ વિસ્તારને દેશનો પ્રાંત પણ ન બનાવાય એવી દલીલ સાથે બલૂચીઓ વખતોવખત સ્વાયત્ત-સ્વતંત્ર બલૂચિસ્તાનની માગણી ગજાવતા રહ્યા છે. છેલ્લા એક દાયકામાં આ માગણીએ બહુ જોર પકડયું છે. પાકિસ્તાનને એવું લાગી રહ્યું છે કે (કે પછી એ જગતમાં એવી વાત ફેલાવવા માગે છે) કે આ ભારત અમારા બલૂચીઓને ચાવી મારી રહ્યું છે, બહેકાવી રહ્યું છે, ભડકાવી રહ્યું છે, અમારાથી અલગ થવામાં મદદ કરી રહ્યું છે વગેરે વગેરે.

# મદદ કરો અય દુનિયાવાલો

૨૦૧૫માં પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે અમેરિકાની મુલાકાત દરમિયાન એવી ફરિયાદ ચગાવવાની કોશિશ કરી કે બલૂચી બળવાખોરીમાં ભારતની પણ ભૂમિકા છે. બીજી તરફ, બલૂચીઓએ અમેરિકામાં નવાઝ શરીફનાં ભાષણ દરમિયાન આઝાદીની માગણીના નારા ગજાવીને નવાઝ શરીફને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. જોકે પ્રમુખ ઓબામાએ બલૂચિસ્તાનના મુદ્દે સહેજ પણ રસ ન દાખવતાં શરીફને ખાસ તો એટલું જ કહ્યું કે ભારત સાથે સંપીને રહો, એમાં જ ભલાઈ છે.

‘બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં ભારતની દખલગીરી’ વિશેની ત્રણ ફાઇલો નવાઝ શરીફે અમેરિકી વિદેશપ્રધાન જોન કેરી સમક્ષ પેશ કરી અને ‘તમે આ મામલે ભારતને જરા વઢો, પ્લીઝ’ એવા ટોનમાં શરીફે જોન કેરીને ફરિયાદો કરી, પરંતુ અમેરિકાએ મક્કમતાપૂર્વક આ મુદ્દે સહેજ પણ રસ ન દાખવ્યો. અલબત્ત, એક ભારતીય તરીકે આપણને એ સમજવામાં ચોક્કસ રસ પડી શકે કે શા માટે બલૂચિસ્તાનના મામલે પાકિસ્તાન આપણને બદનામ કરી રહ્યો છે. માટે, આખો મામલો સમજીએ.

# બલૂચિસ્તાન : એક રુકા હુઆ ફૈંસલા

સમજવા ખાતર એવું વિચારી શકાય કે પાકિસ્તાનના મુખ્ય બે ‘ટુકડા’ છે, ‘અસલી પાકિસ્તાન’ અને ‘પરાણે પાકિસ્તાન.’ જમણી(પૂર્વ) બાજુનો પાકિસ્તાન છે ‘અસલી’ પાકિસ્તાન, જ્યાં પંજાબ, સિંધ જેવા પ્રાંતો છે. ડાબો(પશ્ચિમ) ભાગ ‘પરાણે પાકિસ્તાન’વાળો છે, જેમાં પઠાણી કબીલાઓનો વિસ્તાર અને બલૂચિસ્તાન મુખ્ય છે(એમ તો જમણે-ઉપર પરાણે પચાવેલું કાશ્મીર પણ છે, પરંતુ અત્યારે આપણે બલૂચિસ્તાન પર ફોકસ કરીએ). ‘પરાણે પાકિસ્તાન’ એવું બલૂચિસ્તાન ડાબે-નીચે(નૈઋત્ય દિશામાં) આવેલો જાયન્ટ પ્રદેશ છે, જે પાકિસ્તાની ભૂમિના ૪૪ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે, કહો કે લગભગ અડધું(તેનાથી થોડું ઓછું) પાકિસ્તાન અસલમાં બલૂચિસ્તાન છે, જોકે પાકિસ્તાનમાં બલૂચીઓની વસતીનું પ્રમાણ ફક્ત ૬.૭ ટકા જ છે.

પાકિસ્તાનના જન્મ સાથે જ બલૂચી બબાલ જન્મી ચૂકી હતી. પાકિસ્તાનના જન્મદિવસ(૧૪-૮-૧૯૪૭)ના ત્રણ દિવસ અગાઉ(૧૧-૮-૧૯૪૭ના રોજ) બલૂચિસ્તાને પોતાને આઝાદ જાહેર કરી દીધેલું. આજે પણ બલૂચીઓ સ્વાતંત્ર્યદિવસ ૧૪ ઓગસ્ટે નહીં, ૧૧ ઓગસ્ટે મનાવે છે.

આઝાદી મળી ત્યારે ન કેવળ બલૂચીઓમાં પરંતુ પઠાણોમાં પણ(પ્રેક્ટિકલી આખા પશ્ચિમ પાકિસ્તાનમાં) સ્વાયત્તતાની માગણી એકદમ જોરમાં હતી. ‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફાર ખાન પાકિસ્તાનમાં ડાબે-ઉપર કબીલાઈ વિસ્તારમાં સ્વાયત્ત પશ્તૂનિસ્તાન(પઠાણીસ્તાન) માટે ઝઝૂમી રહ્યા હતા ત્યારે ડાબે-નીચે બલૂચિસ્તાનમાં સરહદના આ ગાંધીના ભાઈ જેવા એક ‘બલૂચી ગાંધી’ નામે અબ્દુલ સમદ ખાન અચકઝાઈ પણ પઠાણો તથા બલૂચો માટે અહિંસક ઢબે સ્વાયત્તતા માગી રહ્યા હતા.

એ વખતે બલૂચી વિસ્તારના કલાત નામના એક મોટા રજવાડાના રાજવી અહેમદ યાર ખાન પણ પાકિસ્તાનમાં ભળવાને બદલે પોતાનો ચોકો નોખો રાખવા માગતા હતા. અહેમદ યાર ખાનને આમ તો ઝીણા સાથે બહુ સારી યારી-દોસ્તી હતી અને વાયકા એવી પણ હતી કે આ રાજવીએ ઝીણા અને એમનાં બહેનને સોના-ચાંદીથી તોળેલાં. અહેમદ યાર ખાને એવું ધારેલું કે ઝીણા એમની વાત સાંભળશે, પરંતુ સરદારે જેમ ભારતમાં રજવાડાનું વિલીનીકરણ કર્યું એમ ઝીણા પણ પઠાણી-બલૂચી કબીલા-રજવાડાં પૂરેપૂરાં પાકિસ્તાનમાં ભેળવી દેવા બાબતે કટિબદ્ધ હતા. સરદારે સિફતથી કામ લઈને રજવાડાં ભારતમાં ઓગાળી દીધાં, પરંતુ પાકિસ્તાનમાં એવું ન થયું, યા તો ઝીણાની ક્ષમતા ઓછી પડી અથવા બલૂચીઓની મક્કમતા ઝાઝી પડી, સરવાળે બલૂચીઓ પૂરી નિષ્ઠા સાથે પાકિસ્તાન સાથે ક્યારેય ન ભળ્યા તે ન જ ભળ્યા.

# જોર-જુલમ-હત્યાનો એક ખતરનાક સિલસિલો

પાકિસ્તાન આઝાદ થયું કે તરત સરહદના ગાંધી ગફાર ખાન, બલૂચી ગાંધી સમદ ખાન, ઝીણામિત્ર અહેમદ યાર ખાન વગેરેને મારી-મચડી-કચડીને ચૂપ કરી દેવાયા કે અંદર કરી દેવાયા અને આઠેક મહિનામાં, માર્ચ ૧૯૪૮માં બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવાયું.

બલૂચિસ્તાનમાં કલાત સહિત મુખ્ય ચાર રજવાડાં હતાં. ૧૯૫૨ સુધીમાં ચારેય રજવાડાનું વિલીનીકરણ કરીને બલૂચિસ્તાન સ્ટેટ યુનિયન રચાયું. પછી ૧૯૫૫માં ‘પરાણે પાકિસ્તાન’વાળા ડાબા ટુકડાને વેસ્ટ પાકિસ્તાન નામના ‘વન યુનિટ’ તરીકે, એક પ્રાંત તરીકેની અલગ ઓળખ આપવામાં આવી અને એ સાથે બલૂચિસ્તાન વેસ્ટ પાકિસ્તાન પ્રાંતનો એક હિસ્સો બન્યું.

અલબત્ત ત્યારે પણ આજના બલૂચિસ્તાનમાંનું અત્યંત મહત્ત્વનું એવું ગ્વાદર બંદર હજુ પાકિસ્તાનનો હિસ્સો નહોતું બન્યું, કારણ કે એના પર ઓમાનના સુલતાનનો કબજો હતો. ૧૯૫૮માં પાકિસ્તાને આ ગ્વાદર બંદર ઓમાન પાસેથી ખરીદી લીધું. પછી થોડાં વર્ષો બાદ પાકિસ્તાનને લાગ્યું કે આ વેસ્ટ(પરાણે) પાકિસ્તાનવાળું વન યુનિટ અલગ તારવવું ઠીક નથી, એટલે ૧૯૭૦માં વેસ્ટ પાકિસ્તાન પ્રાંતની ઓળખ વિખેરી નાખવામાં આવી અને એ સાથે બલૂચિસ્તાને એક અલગ પ્રાંત તરીકેની ઓળખ મેળવી. ઓમાન પાસેથી ખરીદાયેલા પેલા ગ્વાદર બંદરને ૧૯૭૭માં પાકિસ્તાને બલૂચિસ્તાનના એક ભાગ તરીકેની માન્યતા આપી.

તો, આજે જે ભાગ પાકિસ્તાની બલૂચિસ્તાન તરીકે ઓળખાય છે એનો ભૌગાલિક વિસ્તાર છેક ૧૯૭૭માં ફાઇનલ થયો. આ બધી ફેરબદલ દરમિયાન અને ત્યાર બાદ પણ બલૂચીઓ અવારનવાર બળવા કરતા રહ્યા. ૧૯૪૭-૪૮, ૧૯૫૮-૫૯, ૧૯૬૨-૬૩ અને ૧૯૭૩-૭૭ના ચાર બળવા બાદ છેલ્લે ૨૦૦૩થી જે બલૂચી બળવો શરૂ થયો છે એ ઠરવાનું નામ નથી લેતો.

અગાઉના પ્રત્યેક બળવાને પાકિસ્તાની શાસકોએ ક્રૂર રીતે કચડી નાખેલા. એ જ રીતે ૨૦૦૩થી શરૂ થયેલા બળવાને પણ કચડી નાખવા માટે પાકિસ્તાને કોઈ કસર નથી છોડી, પરંતુ બલૂચીઓ ઝૂકવાને બદલે વધુ મરણિયા બની રહ્યા છે. ૨૦૦૫માં એક બલૂચી નેતા નવાબ બુગ્તીના એરિયામાં પાકિસ્તાની સૈન્યના અફસરોએ શાઝિયા ખાલિદ નામની બલોચી મેડિકલ ઓફિસર પર બળાત્કાર ગુજાર્યો ત્યાર બાદ બલૂચિસ્તાનમાં સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ભારે ‘યુદ્ધ’ થયું. બલોચી નેતા નવાબ બુગ્તીએ પોતાનું મહેલ જેવું ઘર છોડીને પહાડોની ગુફામાં ભરાવું પડયું.

વિફરેલા બલૂચીઓએ રેલવેલાઈનો ઉખાડી નાખી, ગેસની પાઈપલાઈનો તોડી નાખી અને ઠેરઠેર પાવર ટ્રાન્સફોર્મર્સ તહસનહસ કરી નાખ્યાં. આ ધમાલને અંકુશમાં લેવા માટે ત્યારના પાકિસ્તાની પ્રમુખ મુશર્રફના આદેશ અનુસાર સૈન્યે અસંખ્ય વિદ્રોહી બલોચીઓની હત્યા કરી.

આ અત્યાચાર-હત્યાચારનો બદલો લેવા નવાબ બુગ્તીના માણસોએ ૨૦૦૬માં મુશર્રફને મારી નાખવા માટે એમનું હેલિકોપ્ટર ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો. બચી ગયેલા મુશર્રફે પહાડોની ગુફામાં છુપાયેલા બુગ્તીને ખતમ કરવા બોમ્બ-મિસાઈલોનો વરસાદ વરસાવ્યો. એમાં બુગ્તી અને એમના સાથી ખતમ થયા.

આ તો એક દેખીતી અને જાણીતી ઘટના હતી, પરંતુ આ સિવાય, જે કોઈ બલૂચી સહેજ પણ વિરોધ કરતો જણાય એને ‘ગાયબ’ કરી દેવાની ઘટનાઓ છેલ્લા દાયકામાં બલૂચિસ્તાનમાં ઘણી વધી ગઈ છે. આવી ઘટનાનું રિપોર્ટિંગ કરનારા રિપોર્ટર્સ પણ ‘ગુમ’ થવા લાગ્યા છે. આ બધા અચાનક ખોવાઈ જતાં લોકોને મોટેભાગે મારી નાખવામાં આવે છે. ક્યાંક ક્યારેક એમની લાશોના અવશેષો મળે છે ત્યારે સાબિત એટલું જ થાય છે કે આવી તો હજુ હજારો ગાયબ બલૂચીઓની લાશ જડવાની બાકી છે.

અગાઉ બલૂચી બળવાખોરો ફક્ત પાકિસ્તાની સૈનિકો પર જ હુમલા કરતા, પરંતુ હવે તો તેઓ બિન-બલૂચી નાગરિકો પર પણ હુમલા કરવા લાગ્યા છે. ટૂંકમાં બંને પક્ષ મરણિયા બન્યા છે. અમેરિકા સમક્ષ નવાઝ શરીફ બલૂચી મામલે ભારતની સંડોવણીનો જે આરોપ ચગાવે છે તેના પાયામાં પાકિસ્તાનનું આ ડેસ્પરેશન બોલી રહ્યું છે.

# બલૂચિસ્તાન વિના પાકિસ્તાનનું આવી બને

બલૂચિસ્તાન છૂટું પડે તો પાકિસ્તાન ફાટી પડે એવી સ્થિતિ છે. વાત સમજવા ખાતર બે ઘડી પૂરતું એવું ધારી લઈએ કે ભારતે પોતાનો કાશ્મીરી હિસ્સો ગુમાવવો પડે તો કાશ્મીરી સફરજન-કેસર થોડા મોંઘા થવા સિવાય ભારતીય અર્થતંત્રને બીજો કશો ફરક ન પડે, પરંતુ પાકિસ્તાને જો બલૂચિસ્તાન ગુમાવવું પડે તો એનું આખું અર્થતંત્ર ફસકી પડે તેમ છે.

પાકિસ્તાનને નેચરલ ગેસ પૂરો પાડનારો અતિ મહત્ત્વનો વિસ્તાર છે બલૂચિસ્તાન. નેચરલ ગેસ ઉપરાંત કોલસો અને અન્ય ખનીજો બલૂચિસ્તાનમાં ચિક્કાર છે. આ ઉપરાંત અરબી સમુદ્રને પર્શિયન ગલ્ફ સાથે જોડતી અતિ મહત્ત્વની હોર્મુઝની ખાડીથી નજીક આવેલું ગ્વાદર બંદર વ્યૂહાત્મક રીતે ઘણું મહત્ત્વનું છે.

તો, એમ વાત છે. બલૂચિસ્તાનને ધોળા ધરમેય પાકિસ્તાની ‘જુલમ-ગુલામી-તુચ્છકાર-અવગણના’ નથી જોઈતાં અને બીજી બાજુ બલૂચિસ્તાનને સ્વાયત્તતા કે સ્વતંત્રતા આપવાનું પાકિસ્તાન સપનામાં પણ વિચારી શકે તેમ નથી. આવામાં પોતે પોતાની સૌથી મોટી સમસ્યા ઉકેલી નથી શકતો એનો જાહેર સ્વીકાર કરવાની એક ચેષ્ટારૂપે પાકિસ્તાન જગત સમક્ષ ભારતનો વાંક કાઢી રહ્યું છે.

ભારત પર કીચડ ઉછાળીને પાકિસ્તાન પોતાનાં પાપ ઢાંકવા મથી રહ્યું હોય એવું પણ બને, પરંતુ તેનાથી કશું વળવાનું નથી, કારણ કે, ભારત અગાઉ કસાબ અને નાવેદ જેવા ઉગ્રવાદીઓને જીવતા પકડીને જગત સમક્ષ જે રીતે રજૂ કરી શક્યો છે એ રીતે બલૂચિસ્તાનમાં ભારતની સંડોવણી નક્કર રીતે સાબિત કરતો નિઃશંક પુરાવો પાકિસ્તાન રજૂ કરી શક્યો નથી.

ખેર, પાકિસ્તાનની મહત્ત્વની ત્રણ સમસ્યા ચડતા ક્રમમાં આ પ્રમાણે છે. ૧. સૌથી નાની સમસ્યા છે કાશ્મીર, જેના વિશે પાકિસ્તાનની નીતિ એવી છે કે શક્ય તેટલી બૂમાબૂમ કરવી. એ બહાને ભારતને થોડું કનડી શકાય અને પ્રજાને કેફમાં રાખી શકાય કે કભી ના કભી તો કાશ્મીર પા કે હી રહેંગે. બાકી અંદરખાને પાકિસ્તાની નેતાઓનો અભિગમ એવો છે કે કાશ્મીર મળે તો સારું ને ન મળે તો જેવી અલ્લાહની મરજી. ૨. કાશ્મીરથી વધુ ગંભીર સમસ્યા છે ઉગ્રવાદની. ઉગ્રવાદ ભારત કરતાં પાકિસ્તાનમાં ઘણાં વધુ લોકોને ભરખી રહ્યો છે, ઇવન બાળકોને પણ હણી રહ્યો છે. છતાં પાકિસ્તાન ‘સારા-ખરાબ’, ‘ઉપયોગી-બિનઉપયોગી’ એવા ઉગ્રવાદી પ્રકારો વિશેના ખાનગી મંથનમાં અટવાયો છે. એ વિશે ખૂલીને વાત કરવાનું પાકિસ્તાનને ફાવે એવું નથી. ૩. ત્રીજી મોટી સમસ્યા છે બલૂચિસ્તાનની. જો બલૂચિસ્તાન ગયું તો ખખડેલું અર્થતંત્ર સાવ જ કડડભૂસ થઈ જશે એવો ડર પાકિસ્તાનના હાડમાં પેસી ગયો છે.

ભારત બલૂચીઓને મદદ કરી રહ્યું છે એવી પાકિસ્તાની બુમરાણથી ભારતની સંડોવણી સાબિત નથી, પરંતુ એટલું ચોક્કસ સાબિત થાય છે કે બલૂચી દર્દ હવે પાકિસ્તાનથી વેઠી શકાતું નથી, માટે એ ચિત્કારી રહ્યું છે. આ ચિત્કારમાં ભારત સામેની ફરિયાદ કરતાં પાકિસ્તાનની પોતાની પીડા, લાચારી અને રઘવાટ વધુ પડઘાય છે. (સમાપ્ત)

(ગયા વર્ષે પાકિસ્તાન તરફથી ભારત પર બલૂચિસ્તાનના મુદ્દે બહુ દોષારોપણો થયા ત્યારે ‘બેઝિકલી મામલો છે શું?’ એ સમજવા માટે કરેલા ખાંખાખોળાના આધારે બલૂચી સમસ્યા વિશે આ લેખ લખેલો. હવે જ્યારે આપણા વડા પ્રધાને પણ સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં બલૂચી મુદ્દો ઉખેળ્યો ત્યાર બાદ મારી જેમ બીજાં લોકોને પણ બલૂચી બબાલનાં મૂળિયાં સમજવામાં રસ પડે એવું વિચારીને આ લેખ અહીં મૂક્યો છે. આશા છે કે તમને ગમશે. અને ન ગમે તો પણ, તમે અધવચ્ચેથી કંટાળીને લેખ પડતો મૂકવાને બદલે છેક અહીં સુધી વાંચતા રહ્યા એમાં હું શું કરું? 🙂 🙂 )

સાભાર…દિપકભાઇ સોડીયા

સુંદરકાંડ

Standard

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકુટાચલ પર્વત પર આવેલી છે. ત્રિકુટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ છે. જ્યાં રાક્ષસોની વસાહત છે, બીજા શિખરનું નામ સુબેલ છે. જ્યાં યુદ્ધ થાય છે. અને ત્રીજા શિખરનું નામ છે સુંદર. જેની ઉપર અશોક વાટિકા આવેલી છે. રાવણે અપહરણ કરી શ્રી સીતાજીને પધરાવ્‍યા છે તે શિખર. અહીં સુંદરકાંડનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ કાંડનું નામ સુંદરકાંડ આપવામાં આવ્‍યું છે.
મહાભારતમાં જેમ વિરાટ પર્વ શ્રેષ્‍ઠ છે તેમ રામાયણમાં સુંદરકાંડ શ્રેષ્‍ઠ છે. શ્રી રામદયાલ મજમુદારના મતે
સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી કથા;
સુંદરે સુંદરી કથા, સુંદરે કિન્‍ન સુંદરમ્
સુંદરકાંડમાં શ્રી રામ સુંદર છે, સુંદરકાંડની કથા માર્ગદર્શક હોઇ તે પણ સુંદર છે. શ્રી સીતાજી પણ સુંદર છે. પછી સુંદરકાંડ શા માટે સુંદર ના હોય!

જેની સાધના – ઉપાસના કરવાથી જીવનના તમામ પાસા સુંદર બની જાય છે. તે સુંદરકાંડ છે. માનવ જીવનને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની પરાક્રમગાથા છે. જીવનમાં જ્યાં સુધી ભક્તિનો પ્રવેશ થતો નથી ત્‍યાં સુધી જીવન વિધ્‍નોથી ભરેલું રહે છે. પરંતુ જીવનમાં ભક્તિનો પ્રવેશ થતાં જ તમામ વિધ્‍નોનો નાશ થાય છે અને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. સુંદરકાંડમાં જ્યાં સુધી હનુમાનજી મહારાજને શ્રી સીતાજીના દર્શન થતાં નથી ત્‍યાં સુધી તેમના માર્ગમાં પ્રલોભન રૂપી મૈનાક, સ્‍પર્ધકરૂપી સુરસા, ઇર્ષારૂપી સિંહકા, અને ભેદ-બુદ્ધિરૂપી લંકિનીએ વિધ્‍નો ઉભા કર્યા છે. પરંતુ હનુમાનજીને વિભિષણજી જેવા સંતનું માર્ગદર્શન મળ્યુ અને હનુમાનજી મહારાજ વિભિષણજીના બતાવેલા માર્ગે ચાલ્‍યા તો તેમને શ્રી સીતાજીના દર્શન થયા. ત્‍યારબાદ રાક્ષસોને મારી લંકાને બાળી શ્રી રામજીના ચરણે પહોંચ્‍યાં.

સુંદરકાંડ બતાવે છે કે માણસ જ્યારે કોઇ સત્ કાર્ય હાથ ઉપર લે છે ત્‍યારે હનુમાનજીના માર્ગમાં નડેલા વિધ્‍નો જ તેને નડે છે. આ વિધ્‍નોને પાર કરવાનું માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ હનુમાનજીના માધ્‍યમથી બતાવે છે કે સંતોના બતાવેલા માર્ગે ચાલવાથી જ શ્રી સીતાજી એટલે કે ભક્તિ મળે છે. ભક્તિ મળ્યા પછી પણ વિધ્‍નો તો આવે જ છે. પરંતુ ભક્તિની શક્તિથી તે વિધ્‍નોમાંથી પાર ઉતારી ભવ સાગર તરી જવાય છે. અંતે શ્રી રામનું શરણ મળી જાય છે.

જીવનમાં આવતા વિધ્‍નોને કેવી રીતે પાર કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની ભક્તિનો કાંડ છે.

સુંદરકાંડનો પાઠ કરવાની રીત:-

સૌ પ્રથમ એક બાજોટ કે પાટલા ઉપર શ્રી રામ પંચાયત અને હનુમાનજી મહારાજનો ફોટો સ્‍થાપિત કરી એક અખંડ દીવો કરવો, સાધકે સ્‍નાનથી પવિત્ર થઇ, દર્ભના આસન ઉપર બેસી ભગવાનનું યથાશક્તિ પૂજન કરવું. શ્રી હનુમાનજીને ગમતી આકડાની માળા અને સિંદુર ચઢાવવા, ત્‍યારબાદ ભક્તિ અને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સુંદરકાંડનો પાઠ કરવો. પાઠ પૂર્ણ થયા પછી નૈવેધ ધરાવી, આરતી કરવી. શનિવાર કે મંગળવારથી શરૂ કરી સતત એકવીસ દિવસ શ્રદ્ધાપૂર્વક કરેલા પૂજન અને આ પાઠના પ્રભાવથી તમામ ગ્રહોની પીડાથી મુક્ત થવાય છે.

સાધક માટેના નિયમો:-

સાધક જે દિવસે સુંદરકાંડનો પાઠ કરે તે દિવસે વાળ કે નખ ના ઉતારવા, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. જમીન ઉપર સુવું જોઇએ તથા ઉપવાસ કરવો જોઇએ.

આમ વિધિ સહિત સુંદરકાંડનો પાઠ સળંગ એકવીસ દિવસ કરવામાં આવે તો શ્રી હનુમાનજીની કૃપાથી સાધક આધિ, વ્‍યાધિ, ઉપાધિથી મુક્ત થાય છે. કાયિક, વાચિક અને માનસિક રીતે થયેલા પાપોથી મુક્ત થઇ, સર્વાંગી વિકાસ સાધી સર્વ સુખ ભોગવે છે.

સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલ બીરા.
સૌજન્ય : રાજભા ઝાલા

એક ગઝલ

Standard

મળ્યો છે દેહ માનવનો તો
કાળો કેર કરશો માં,
જગતમાં માનવીને તમે
તાંબિયાનાં તેર કરશો માં.

બહું થઈ જાય તો થોડું
લડી લેજો પછી રડી લેજો
મળી લેજો ગળે પણ
જિંદગીના વેર કરશોમાં..

સહારો દઈ નથી શકતા તો
કદી ઠુકરાવશો ના એને
અમી આપી નથી શકતા
તો જીવન ઝેર કરશોમાં…

જીવો જે શાનથી એ
શાનથી અપનાવજો મૃત્યું
પણ તમારી દુર્દશાઓ
આ વિશ્વમાં જાહેર કરશો માં..

વિનંતી છે તમોને ચાંદ-સૂરજ
અને સિતારોઓ
અગર આપો તો અજવાળું
નહીતર અંધેર કરશોમાં…

સજા મંજુર છે અમોને
અમારા પાપની કિંન્તુ
પણ અમારે કાજ આખા
વિશ્વને તમે ખંડેર કરશો માં..

મર્યા છીએ અમે તો માનભર
હસતે વદન ” નાઝિર”
અમારા મોત પર કોઈ
આંસુઓની મહેર કરશો માં..
– નાઝિર

અણુની શકિત અથવા કલ્કિ નો ઘોડો…

Standard

શ્રીમદ્ ભાગવત ના બારમાં સ્કંધ ના બીજા અધ્યાય માં કલયુગ માં કેવા દોષો ઉત્પન્ન થશે તેનું વર્ણન આપવામાં આવેલું છે વળી ત્યાં એમ પણ કહેલું છે કે જયારે કલયુગ ની પ્રવૃતિ અસહ્ય થઇ પડશે અને કલયુગ ની સમાપ્તિ નો વખત આવશે ત્યારે ભગવાન ધર્મ ની રક્ષા માટે સત્વગુણ થી યુક્ત થઈ ને અવતાર ધારણ કરશે ..!!

કલયુગ ની મધ્યમાં ભગવાન નો અવતાર થવાનો નથી એ વાત પ્રહ્ લાદ ની સ્તુતિ માં સાતમાં સ્કંધ માં આવે છે એટલે કલયુગ નો અંત આવ્યા પહેલાં ભગવાન ગુપ્ત પણે કામ કરશે..!!

એટલે જેવો સાધુવૃતી ના માણસો હશે તેમની ગૃપ્ત પણે રક્ષા થશે અને આસુરી પ્રકૃતિ ના માણસો નો નાશ થશે છતાં હાલ ના કાળ જે પ્રજા માં  શાંત રીતે વ્યવહાર કરી રહેલી છે તેનો પણ નાશ થવા લાગ્યો છે એવું સામાન્ય દ્રષ્ટિ થી દેખાય છે હાલની કેળવણી જ એવી છે કે ઘણા માણસો ભગવાન થી વિમુખ રહે છે અને તેથી સમાજ માં બીક અને ઇચ્છા ઓ વધતાં જાય છે.!!

વળી ભાગવત માં એમ પણ કહેલું છે કે જયારે કલ્કિ ભગવાન જન્મ લેશે ત્યારે દેવદત્ત નામ ના અતિ વેગવાળા ઘોડા ઉપર ચડી ને દુષ્ટોનો સંહાર કરશે અને રાજા ના રૂપમાં છુપાયેલ કરોડો અસુરો નો સંહાર કરશે .!!

(12-2-20)  અહીં ઘોડા નું નામ દેવદત્ત આપવામાં આવેલું છે તેનો અર્થ સમાધી ભાષામાં કરીએ તો દેવ એટલે તેજ અને દત્ત એટલે મળેલો એટલે તેજ માંથી મળેલો ઘોડો એવા ઘોડા ની જાત હાલનાં કાળમાં શોધવા જઇએ તો અણુબોમ્બ ના રૂપમાં મળી શકે છે તે અણુની શક્તિ માંથી બનાવવામાં આવે છે .!!

જડ વસ્તુના એક પરમાણું માંથી અનંત શક્તિ કેમ નીકળી તેનું પહેલું ગણિત ઇ.સ.  1905 માં પ્રો.  આઇન્સ્ટાઇને બનાવ્યું હતું તે પછી તેનાં પર ઘણાં પ્રોગ્રામ થયાં અને છેવટે ઇ.સ.  1945 માં તે શક્તિ ને કબજે કરવાનાં ઉપાય અમેરિકા ને મળી શકયા. !!

આવાં અણુબોમ્બ જડ વસ્તુ માંથી પેદા થતાં તેજમાં થી તૈયાર કરવામાં આવે છે તેથીજ ભાગવત માં જેને દેવદત્ત નામનો ઘોડો કહ્યો છે તેને આ હકીકત મળતી આવે છે .!!

વળી જુદા જુદા દેશો વચ્ચે લડાઈ અટકાવવી હોય તો પ્રેમ વધે તેવું શિક્ષણ આપવું જોઇએ પણ બધાં દેશો ની વસ્તી વધતી જાય છે અને નવાં જન્મેલા માણસો ને  ઘણું  જ્ઞાન ન્યુઝ પેપરો રેડીયો સિનેમા માંથી મળે છે એ બધા માં અદ્ધૈતભાવ ની અથવા આત્મ જ્ઞાન ની વાતું આવતી નથી .!!

આ પ્રમાણે જો વારંવાર યુદ્ધ આવ્યા કરે તો પ્રજાની શી દશા થાય તેનાં સંબંધ માં ભાગવત માં એવું લખાણ મળી આવે છે કે છેલ્લા યુદ્ધ માં કલ્કિ ભગવાન પોતે આવશે તે અસુરો નો નાશ કરશે અને તે પછી તેનાં અંગમાં લગાવેલા અંગરાગ ની પવિત્ર સુગંધ નીકળશે તે સુગંધ વાયુમાં ફેલાશે તે વાયુ પ્રજાનાં શ્ર્વાસમાં જશે ત્યારે પ્રજાનાં ચીત્ત નિર્મળ થઈ જશે  અને એવાં શરીર દ્વારા જે પ્રજા ઉત્પન્ન થશે તેમનાં શરીર મોટાં વિશાળ અને સત્વગુણી થશે તે વખતે સતયુગ ની શરૂઆત થશે જે વખતે ચંદ્ર સૂર્ય અને પુષ્ય નક્ષત્ર ના બૃહસ્પતિ એ ત્રણે ગ્રહ એક રાશિ ઉપર આવશે ત્યારે સતયુગ ની શરૂઆત થશે..!!

જય દ્વારિકાધીશ

~~~રક્ષાબંધન – શ્રાવણ સુદ પુનમ~~~

Standard

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.

દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.

પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.

આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !

બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.

આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. “उत्सव प्रियाः खलु मनुष्या!” – ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.

નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.

भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य

Standard

1. भारत में करंसी का इतिहास2500 साल पुराना हैं। इसकी शुरूआत एक राजा द्वारा की गई थी।
2. अगर आपके पास आधे से ज्यादा (51 फीसदी) फटा हुआ नोट है तो भी आप बैंक में जाकर उसे बदल सकते हैं।
3. बात सन् 1917 की हैं, जब 1₹ रुपया 13$ डाॅलर के बराबर हुआ करता था। फिर 1947 में भारत आजाद हुआ, 1₹ = 1$ कर दिया गया. फिर धीरे-धीरे भारत पर कर्ज बढ़ने लगा तो इंदिरा गांधी ने कर्ज चुकाने के लिए रूपये की कीमत कम करने का फैसला लिया उसके बाद आज तक रूपये की कीमत घटती आ रही हैं।
4. अगर अंग्रेजों का बस चलता तो आज भारत की करंसी पाउंड होती. लेकिन रुपए की मजबूती के कारण ऐसा संभव नही हुआ।
5. इस समय भारत में 400 करोड़ रूपए के नकली नोट हैं।
6. सुरक्षा कारणों की वजह से आपको नोट के सीरियल नंबर में I, J, O, X, Y, Z अक्षर नही मिलेंगे।
7. हर भारतीय नोट पर किसी न किसी चीज की फोटो छपी होती हैं जैसे- 20 रुपए के नोट पर अंडमान आइलैंड की तस्वीर है। वहीं, 10 रुपए के नोट पर हाथी, गैंडा और शेर छपा हुआ है, जबकि 100 रुपए के नोट पर पहाड़ और बादल की तस्वीर है। इसके अलावा 500 रुपए के नोट पर आजादी के आंदोलन से जुड़ी 11 मूर्ति की तस्वीर छपी हैं।
8. भारतीय नोट पर उसकी कीमत 15 भाषाओंमें लिखी जाती हैं।
9. 1₹ में 100 पैसे होगे, ये बात सन् 1957 में लागू की गई थी। पहले इसे 16 आने में बाँटा जाता था।
10. RBI, ने जनवरी 1938 में पहली बार 5₹ की पेपर करंसी छापी थी. जिस पर किंग जार्ज-6 का चित्र था। इसी साल 10,000₹ का नोट भी छापा गया था लेकिन 1978 में इसे पूरी तरह बंद कर दिया गया।
11. आजादी के बाद पाकिस्तानने तब तक भारतीय मुद्रा का प्रयोग किया जब तक उन्होनें काम चलाने लायक नोट न छाप लिए।
12. भारतीय नोट किसी आम कागज के नही, बल्कि काॅटन के बने होते हैं। ये इतने मजबूत होते हैं कि आप नए नोट के दोनो सिरों को पकड़कर उसे फाड़ नही सकते।
13. एक समय ऐसा था, जब बांग्लादेश ब्लेड बनाने के लिए भारत से 5 रूपए के सिक्के मंगाया करता था. 5 रूपए के एक सिक्के से 6 ब्लेड बनते थे. 1 ब्लेड की कीमत 2 रूपए होती थी तो ब्लेड बनाने वाले को अच्छा फायदा होता था. इसे देखते हुए भारत सरकार ने सिक्का बनाने वाला मेटल ही बदल दिया।
14. आजादी के बाद सिक्के तांबे के बनते थे। उसके बाद 1964 में एल्युमिनियम के और 1988 में स्टेनलेस स्टील के बनने शुरू हुए।
15. भारतीय नोट पर महात्मा गांधीकी जो फोटो छपती हैं वह तब खीँची गई थी जब गांधीजी, तत्कालीन बर्मा और भारत में ब्रिटिश सेक्रेटरी के रूप में कार्यरत फ्रेडरिक पेथिक लॉरेंस के साथ कोलकाता स्थित वायसराय हाउस में मुलाकात करने गए थे। यह फोटो 1996 में नोटों पर छपनी शुरू हुई थी। इससे पहले महात्मा गांधी की जगह अशोक स्तंभ छापा जाता था।
16. भारत के 500 और 1,000 रूपये के नोट नेपालमें नही चलते।
17. 500₹ का पहला नोट 1987 में और 1,000₹ पहला नोट सन् 2000 में बनाया गया था।
18. भारत में 75, 100 और 1,000₹ के भी सिक्के छप चुके हैं।
19. 1₹ का नोट भारत सरकार द्वारा और 2 से 1,000₹ तक के नोट RBI द्वारा जारी किये जाते हैं.
20. एक समय पर भ्रष्टाचार से लड़ने के लिए 0₹ का नोट 5thpillar नाम की गैर सरकारी संस्था द्वारा जारी किए गए थे।
21. 10₹ के सिक्के को बनाने में 6.10₹ की लागत आती हैं.
22. नोटो पर सीरियल नंबर इसलिए डाला जाता हैं ताकि आरबीआई(RBI) को पता चलता रहे कि इस समय मार्केट में कितनी करंसी हैं।
23. रूपया भारत के अलावा इंडोनेशिया, मॉरीशस, नेपाल, पाकिस्तान और श्रीलंका की भी करंसी हैं।
24. According to RBI, भारत हर साल 2,000 करोड़ करंसी नोट छापता हैं।
25. कम्प्यूटर पर ₹ टाइप करने के लिए ‘Ctrl+Shift+$’ के बटन को एक साथ दबावें.
26. ₹ के इस चिन्ह को 2010 में उदय कुमार ने बनाया था। इसके लिए इनको 2.5 लाख रूपयें का इनाम भी मिला था।
27. क्या RBI जितना मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं ?
ऐसा नही हैं, कि RBI जितनी मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं, बल्कि वह सिर्फ 10,000₹ तक के नोट छाप सकती हैं। अगर इससे ज्यादा कीमत के नोट छापने हैं तो उसको रिजर्व बैंक ऑफ इंडिया एक्ट, 1934 में बदलाव करना होगा।
28. जब हमारे पास मशीन हैं तो हम अनगणित नोट क्यों नही छाप सकते ?
हम कितने नोट छाप सकते हैं इसका निर्धारण मुद्रा स्फीति, जीडीपी ग्रोथ, बैंक नोट्स के रिप्लेसमेंट और रिजर्व बैंक के स्टॉक के आधार पर किया जाता है।
29. हर सिक्के पर सन् के नीचे एक खास निशान बना होता हैं आप उस निशान को देखकर पता लगा सकते हैं कि ये सिक्का कहाँ बना हैं.
*.मुंबई – हीरा [◆]
*.नोएडा – डाॅट [.]
*.हैदराबाद – सितारा [★]
*.कोलकाता – कोई निशान नहीं.
30. जानिए, एक नोट कितने रूपयें में छपता हैं।
*.1₹ = 1.14₹
*.10₹ = 0.66₹
*.20₹ = 0.94₹
*.50₹ = 1.63₹
*.100₹ = 1.20₹
*.500₹ = 2.45₹
*.1,000₹ = 2.67₹
31. रूपया, डाॅलर के मुकाबले बेशक कमजोर हैं लेकिन फिर भी कुछ देश ऐसे हैं, जिनकी करंसी के आगे रूपया काफी बड़ा हैं आप कम पैसों में इन देशों में घूमने का लुत्फ उठा सकते हैं.
*.नेपाल (1₹ = 1.60 नेपाली रुपया)
*.आइसलैंड (1₹ = 1.94 क्रोन)
*.श्रीलंका (1₹ = 2.10 श्रीलंकाई रुपया)
*.हंगरी (1₹ = 4.27 फोरिंट)
*.कंबोडिया (1₹ = 62.34 रियाल)
*.पराग्वे (1₹ = 84.73 गुआरनी)
*.इंडोनेशिया (1₹ = 222.58 इंडोनेशियन रूपैया)
*.बेलारूस (1₹ = 267.97 बेलारूसी रुबल)
*.वियतनाम (1₹ = 340.39 वियतनामी डॉन्ग).

જાણો નવી શરત – જુની શરત શું છે?

Standard

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.

તલવાર ની મુઠ

Standard

⚔🗡⚔🛡⚔🗡⚔
क्षत्रिय 🌞 युध्धकला,हथीयार संबधित क्षेत्र मा अवलोकन तथा आलेखन..
प्रकरण ५): तलवार नी मुठ
🀄🀄🀄🀄🀄🀄

તલવાર ની મુઠ આમ તો ઘણા પ્રકાર છે જેમાથી ૪૦ સેક પ્રકાર લેખક જોરાવરસિંહ જાદવ પ્રાચીન ભારતના શસ્ત્રાસ્ત્રો  મા નોંધે છે.
(1)દીલ્હી શાહી (2) ઓરંગજેબી (3)સીંધી (4)હકીમખાની (5)બાંગલા (6)ગુજરાતી (7) પુરબીયા (8)ભુજ (9)શીરોહી (10)કરણશાહી (11)કર્ણાટકી (12) શેરહદા (13)મુલહેરી (14) ઇરાની અસલી (15)ઇરાની નકલી (16) ઇરાની પોપટી (17) ઇરાની સુર ઘાટી (18)કુબડા ઘાટી (19)આપરી મુઠ (20)અબાસી (21) ડોગર પુરી (22) ઘોડમુખી (23)સીંહમુખી (24)ઘેટા મુખી (25)બાંસવાડી (26)નાદોંદી (27)અકીકની (28)ઇશક્કિ (29) હસ્તીદંતા (30)તખારાણવા (31)વાઘામો (32)કવડી ઘાટી (33)ગારદી (34)સોજીત્ર (35)રામપુરી (36)ઉદેપુરી (37)મહારાષ્ટ્રીયન(38)જફરાબાદી (39) અરબી

*દીલ્હી શાહી મુઠ;-*
દીલહી શાહી મુઠનો મોગરો ગોળ નાનો ફુલ ચપટુ અને નાનુ કટોરી નાના ચક્ર જેવી. એનું મો ઉપર ઉપસી અવેલું હોય છે. પુતળા બંન્ને બાજુ થીપાતળા અને ઓછી લંબાઇવાળા ઢોલા માથુ અને નખ્ખા નાના હોય છે. આઘાટ દીલ્હીમાં પ્રથમ બનાવવામાં આવ્યો, એટલ એનુ નામ દીલ્હી શાહી પ્રચલીત થયું
*ઓરંગજેબી ;-*
ઓરંગ જેબી મુઠનો ઘાટ દીલ્હી શાહી મુઠના જેવો જ છે પરંતુ એની કટોરી કઇક મોટી હોય છે. એના ઉપર કંઠી અને નકશી કામ વધારે હોય છે. એટલે ઓરંગજેબી કહેવાય
*સીંધી મુઠ ;-*
સીંધી મુઠનો મોગરો ફુલની નીકળી ના જેવો ફુલ ઉચું ઉપસેલુ અને મોટુ હોય છે. કટોરી ઉંડી પુતલા લાંબા અને પાતળા ઢોલા લાંબા માથુ વજનદાર અને નખ્ખા હોય છે આ ઘાટ સીંધમં બન્યો હોય એટલે સીંધી મુઠ કહેવાય છે.
*હકીમખાની મુઠ ;-*
હકીમખાની મુઠ નો મોગરો લાંબો ફુલ મોટુ અને ડોળદાર કટોરી ચક્કી ના જેવી મોટી પુતલા કંઠીદાર અને નક્શીવાળા પુતલાના ગળા નાના અને મોટા ઢોલા લાંબા અને માથુ સોપારી જેવું નખ્ખા લાંબા મોટા અને પરજદાર છે. એને બનાવનાર હકીમખાન કોણ હતા તે પત્તો મળ્યો નથી દીલહીશાહી માં સુધારો કરી આ હકીમ ખાની ઘાટ બનાવ્યો હોય એવુ લાગે છે.
*બંગાળી મુઠ ;-*
બંગાળી મુઠનો મોગરો નાનો અને ઉંડો હોય છે. ફુલ કમરખી ઘાટનું અને કટોરી કંઇક ઉંડી પુતળા લાંબા ગોળ અને બહુ જ પાતળા હોય છે, ઢોલા નાના ચોકદાર અને નકશીદાર અયોધ્યાની પાસે સરયુ કીનારા પર વસેલુ શહેર ફૈજાબાદ ના એક બંગલા મા આ મુઠ પ્રથમ બનાવામા આવી હતી. એટલા માટે એને અવધ પણ કહે છે. ઉપર ફુલ ચીતરવા મા આવેલુ એટલે સીતાની રસોઇ પણ કહે.
*ગુજરાતી મુઠ ;-*
ગુજરાતી મુઢનો મોગરો અણીદાર ફુલ ચપટુ કટોરી ઘંટી જેવી પુતલા તીક્ષ્ણ ફીરકીના જેવું માથુ જોડાયેલું હોય છે, નખ્ખા લાંબા અને અણીદાર નાગ ની ફેણ જેવી પરજદાર છે. આ મુઠ ગુજરાત માં પ્રથમ પ્રચલીત થઇ અને આજે પણ જાણીતી છે.
*પુરબિયા મુઠ ;-*
પુરબિયા મુઠનો મોગરો નાનો અને ગોળ હોય છે. ફુલ નાનુ કટોરી કંગની દાર અને થોડી ઉંડી પુતલા કઠીદાર અને જનોઇદાર હોય છે. ઢોલા સંતારની ખુંટી જેવા ચપટા નખ્ખા લાંબા અણી દાંતેદાર અને પારજદાર હોય છે. કાશીની નજીક મા જ અઘાટ પ્રથમ પ્રચલીત થયો ઉતર હીન્દુસ્તાન ના પુર્વ વીભાગને પુરબ કહે છે. એટલા માટે આઘાટ ને પુરબીયા કહે છે.
*જોધપુરી મુઠ ;-*
આ મુઢ્નો ઘાટ ગુજરાતી મુઠના ઘાટ જેવો જ હોય છે. પરંતુ એની કટોરી કઇંક મોટી છે અને નખ્ખા નખ ચપટા છે. આ મુઠ જોધપુરના કરણસિંહજી એ બનાવેલ એટલા માટે જોધપુરી અથવા કરણશાહી પણ કહેવાય.
*ભુજ મુઠ;-*
આ મુઠ નો ઘાટ હકીમખાની ને મળતો આવે છે. પરંતુ એની કંગની અને મોગરો વચ્ચે બતાસા જેવું હોય છે, પુતલા નખ્ખા અને પરજ પહેલદાર હોય છે, કચ્છની રાજધાની ભુજમાં આ ઘાટ પ્રથમ બનાવામાં આવ્યો. આથી આ ભુજ મુઠના નામે ઓળખાય છે.
*શીરોહી મુઠ ;-*
દીલહી શાહી મુઠ જેવો જ આ મુઠનો ઘાટ છે. પરંતુ ફુલ મોટુ અને કટોરી થોડી ઉંડી હોય છે. આબુ પર્વત નજીક શીરોહી નામે રાજ્ય હતું એમાં આ ઘાટ પ્રથમ બનાવામાં આવ્યો. આથી શીરોહી નામે જાણીતી થઇ.
*મુલહેરી મહારાષ્ટ્રીયન મુઠ ;-*
ઉપરોક્ત મુઠ નો મોગરો ગોળ હોય છે. એની નીચે પા ઇંચનો ગજ હોય છે. ફુલ ખાવાના પાન ના આકારનું કટોરી ઉંડી અને પુતલા ગુજરાતી મુઠ જેવા ઘાટ ના હોય છે. માથુ સોપારી જેવું તથા નખ્ખા લાંબા હોય છે. આ ઘાટ પ્રથમ મુલહેરમાં બનાવ્યો એટલે મહારાષ્ટ્રીમાં ઘણી પ્રખયાત છે.
*કર્ણાટકી મુઠ ;-*
આ મુઠનો મોગરો ગોળ હોય છે એની નીચે અર્ધા ઇંચની લંબાઇ નો ગળ હોય છે. એનું ફુલ ઉંધી કટોરી જેવુ અને પુતલા નાના અને ગુજરાતી ઘાટમાં વર્ણવેલા ની પેઠે ચામડાથી મઢેલ હોય છે. જુના જમાનામાં કર્ણાટકમાં દક્ષિણ ભાગમાં વધુ પ્રચલીત છે.
*ઇરાની મુઠ ;-*
ઇરાની મુઠ ના પુતલા પહેલદાર અને હાથીદાંત ના હોય છે. એની ઉપર લગાવેલ ધાતુ પતરાને ટોપ કહે છે. એ પણ લોઢાનો હોય છે. પુતળાની નીચેના ભાગ બરચક કહે છે. એ પણ લોઢાનો હોય છે. આ મુઠ ત્રણ ટુકડાઓની બનેલી છે. આ ઘાટ ઇરાનમાં પ્રચલીત હોવાના કરણે ઇરાની મુઠ કહેવાય છે.
*ઇરાની- ભારતીય મુઠ ;-*
આ મુઠ અસલ ઇરાની મુઠની હીન્દુસ્તાનમાં બનાવેલી નકલ હોય છે. એ લોઢાના એક જ ટુકડામાંથી બનાવેલી હોય છે. એના ઢોલા નાના રહે છે. સોના ચાંદી બરચક અહીંના અનેક કારીગર બનાવી શકે છે.
*ઇરાની પોપટ ઘાટી મુઠ;-*
આ મુઠ આસલ ઇરાની મુઠ જેવી જ હોય છે. પરંતુ ટોપ ની જગ્યાએ પોપટની ચાંચ જેવું મો બનાવેલું હોય છે. દેખાવે ભારે નમણી લાગે છે.
*શેરહદા મુઠ ;-*
આ મુઠ ઇરાની નકલી મુઠ જેવી જ હોય છે. પરંતુ એની ઉપરનો ભાગ વાઘના મોરા જેવો બનાવેલ હોય છે. એના ઢોલા ગુલાબ ની કળી જેવા હોય છે.
*સુરાઘટી મુઠ ;-*
આ મુઠ ઇરાની પોપટ ઘાટના આકારની હોય છે. પરંતુ એના પર પોપટના મોની જગ્યએ એ ભાગ સાદો હોય છે. ઉપરનો ભાગ વધારે સાદો હોય છે. ઉપર નો ભાગ વધારે પોહળો હોય છે.
*અંગ્રેજી મુઠ ;-*
એના પુતલા ચપટા અને પાછળનો ભાગ ગોળ હોય છે. એના માથાથી એના માથાથી નીચે સુધી પરજ જોડાયેલા રહે છે. મુઠ પકડમાં ઠાવકી રહે છે.
*ગારદી મુઠ ;-*
એનો મોગરો લાંબો પરંતુ વાંકદાર બતાસુ નાનુ કટોરી મધ્યમ મઠ્ઠા અણીદાર પરજનુ માથુ મોગરા ચોટાડીને કટોરીથી જોડાયેલુ મજબુત તથા નખ્ખા બહુજ લાંબા ઢોલા ચપટા અને માથુ મોટુ હોય છે.
*રામપુરી મુઠ;-*
આ મુઠનો મોગરો લાંબો અને ઘાટદાર કંગની બતાસુ અને ફુલ નાના મુઠ ગોળ કટોરી મોટી પરંતુ ઉંડી ગળામાં જોનોઇ અને કંઠી ઢોલા નાના અને ગોળ નખ્ખા નાના અને નક્શીદાર હોય છે. એને પરજ હોતી નથી.
*ઉદેપુરી મુઠ ;-*
એનો મોગરો લાંબો બતાસુ નાનુ ફુલ મોટુ કટોરી મોટી ઢોલા લાંબા પરંતુ ચપટુ. માથુ ગોળ લાંબા હોય છે. આ મુઠ ઉદેપુરમાં બનાવવામાં આવી હતી. એટલે ઉદેપુરી કહે છે.
*દક્ષીણી મુઠ ;-*
એનો મોગરો મોગરો મોટો તેમાં કાણું બતાસું નાનુ ફુલ મોટુ ઢોલા નાના અને નખ્ખા ગોળ હોય છે. મુલહેરી મુઠની પેટે આ મુઠ દક્ષીણ ભારતમાં પ્રચલીત છે.
*જાફરાબાદી મુઠ;-*
આ મુઠનો મોગરો થોડો લાંબો કંગની બહુ જ નાની ફુલ પાંખડીદાર લાંબુ કટોરી ગોળ પુતળા મોટા પરજ સિંહના મો આકારની ઢોલા ગોળ નખ્ખા નકશીદાર છીદ્રવાળા હોય છે.
*અરબીઘાટ મુઠ;-*
એના માથાનું પુતળુ ચપટુ ઢોલા મોટા નખ્ખા ગોળ હોય છે.
*ધાતુની મુઠ ;-*
પાકા પોલદની મુઠ જવલેજ જોવા મળે છે. જેના પ્રકાર પીત્તળ, જર્મન,સીલ્વર, તાંબુ, ચાંદી અથવા સોનાની મુઠ પણ તૈયાર કરવામાં આવે છે.
*શીકારી મુઠ ;-*
શીકાર માટે વપરાતી તલવારોની મુઠ સાદી જ વધારે ઉપીયોગી નીવડે છે. સોના ચાંદી કે જર્મન સીલ્વર જેવી ચળકતી મુઠ જોઇ જનાવર ભાગી જાય છે. નાસ જાય છે. શીકારીઓ માટે કાળા અથવા આસમાની રંગની મુઠ વધારે ઉપયોગી સાબીત થઇ છે.
*વિવિધ પ્રકારની મુઠો ;-*
ઘણા લોકો હાથીદાંત, સાબરશિંગ, રોજના શિંગ, ભેંશના શીંગ, નિલગાયના શિંગ માં પણ મુઠ તરીકેનો ઉપીયોગ કરે. લોઢા પર એની પટ્ટીઓ જડવામાં આવે છે. પટ્ટીઓ સીસમ, ખેર, સાગ, વોક, અવનસવન લાકડાનો ઉપીયોગ કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક અકિક અને ઇસવની મુઠ પણ બને છે. અકિકની મુઠ કિંમતી હોય છે. પણ ઇસવની એનાથી વધારે મુલ્યવાન હોય છે, બીજી પોલાદની મુઠ જવલ્લેજ જોવામાં આવે છે. એની ઉપર નકશીકામ કરવામાં આવે છે. આ જાતની મુઠ બહુ કિંમતી હોય છે.

સૌજન્યઃ
પ્રાચીન ભારત ના શસ્ત્રાશ્સ્ત્રો,કાઠી સંસ્કૃતિ
કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
⚔ 🗡 ⚔ 🛡 ⚔ 🗡 ⚔
🚩🚩🚩🚩🚩🚩🚩🚩

સ્વામીનારાયણ

Standard

સ્વામીનારાયણ

સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં છે. તેઓ છેલ્લા એક વર્ષથી સારવાર હેઠળ હતાં, આજે સાળંગપુર ખાતે સાંજે 6 કલાકે અંતિમ શ્વાસ લીધા છે. બાપા અક્ષરવાસી થતાં પુરા વિશ્વમાં સ્વામીનારાયણ સંપ્રદાયના શિષ્યો શોકમાં ડુબી ગયા હતા. બાપાના અંતિમ સંસ્કાર બે દિવસ પછી કરાશે. બે દિવસ સુધી બાપાના અંતિમ દર્શન કરી શકાશે. તેમની અંત્યેષ્ઠી સાળંગપુર મુકામે જ કરાશે, તેમ જાણવા મળી રહ્યું છે.

બોચાસણવાસી પૂજ્ય પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થવાથી વિશ્વભરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓની ઉંમર 95 વર્ષની હતી. છેલ્લા 1300 દિવસથી સાળંગપુર ખાતે તેઓએ મુકામ કર્યો હતો અને તેઓ સારવાર હેઠળ હતા. બાપાની સારવાર માટે 10 તબીબોની ટીમ ખડેપગે તૈનાત હતી. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું. પ્રમુખ સ્વામી મહારાજના છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોને દર્શન બંધ કરાયા હતા. પણ આજે સાંજે 6 વાગ્યે બાપાએ અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની વાતચીતને વાગોળી હતી. તેઓને હું કદાપી ભુલી નહી શકું, પ્રમુખ સ્વામી મહારાજ હમેશા માર્ગદર્શક રહ્યા છે. પીએમ મોદીએ બાપાને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલે બાપાને શ્રધ્ધાજંલી પાઠવી છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ઉડા દુઃખની લાગણી વ્યકત કરી છે. તેઓ હમેશા મારા માટે પથદર્શક રહ્યા છે. વિપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ ઘેરા શોક સાથે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી બાપાએ વિશ્નના લાખો ભકતોને માર્ગદર્શન આપ્યું છે, જે ભુલી શકાય તેમ નથી.

બાપા દેશવિદેશમાં કરોડો હરિ ભક્તો અને અનુયાયીઓ ધરાવે છે.

પ્રમુખસ્વામી બાપાની જીવનઝરમર:-

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.

· 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.

·એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.

· ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.

પ્રમુખ સ્વામીનું સાધુ જીવન :

શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી.. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ”

શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી…એ દિવસ હતો 7/11/1939

·    22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી.

·    10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.

·    પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા

·    યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.

·    આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા 844થી વધુ ત્યાગી પૂર્ણકાલીન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને 900થી વધુ હિંદુ મંદિરો બનાવવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોંધાયેલો છે.

·    18000થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.

·    25૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી.

·    9090 જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા.

·    55૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજસેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધૂણી ધખાવી. હોસ્પીટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો.

·    સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા છે.

·    દિલ્હી અક્ષરધામ અને  સૌથી વધુ મંદિર નિર્માણ કરવાનો વિશ્વ કિર્તિમાન પ્રમુખ સ્વામીના નામે છે.

·    ભગવાન સ્વામીનારાયણ અને ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જવલ મૂલ્યો માટે, 55 જેટલા દેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે. જેના તેઓ સૂત્રધાર હતાં.