Monthly Archives: October 2016

મદીરાપુરાણ

Standard

​મદીરા વીશે થોડી રસપ્રદ માહીતી, ભલે ન પીતા હો પણ માહીતી માં કોઈ વાંધો નહીં, નશો નહી ચડે
🍾 *મદીરાપુરાણ* 

      *वांचो अने वंचावो*🍾
– આલ્કોહોલ અરબી શબ્દ છે, અલ કોહલ એટલે અર્ક !
 ખાસ વાત – દારુ ની કોઈ પણ બ્રાન્ડ મેઈડ ઈન ચાઈના નથી.
🍷શરીરને જરૂરી ૧૩ ખનીજ આલ્કોહલમાં હોય છે ! 

 

🍷દરેક વ્યક્તિનું શરીર ૨૪ કલાક આલ્કોહોલનું ઉત્પાદન કરતું હોય છે, જન્મથી મૃત્યુ પર્યંત રોજે રોજ !

 

🍷નિસ્યંદન કરીને ઉત્પાદિત થતા વિસ્કી, બ્રાન્ડી, રમ, ટકીલા વિગેરેમાં કાર્બોદિત પદાર્થ, ચરબી કે કોલેસ્ટ્રોલ હોતા નથી !
🍷 અમેરિકન વિસ્કી એટલે Whiskey  અને કેનેડીયન કે સ્કોચ વિસ્કી એટલે Whisky !

 

🍷સ્કોચ વિસ્કીની બળેલી ગંધ જવને શેકવાના લીધે આવે છે ! 

 

🍷અમેરિકન વિસ્કી મકાઈ, જવ અને ૫૧% રાઈમાંથી બને છે .

 

🍷જીન શરીરમાંથી વધારાનું પ્રવાહી દુર કરે છે, તે જુનીપર નામના બોરમાંથી બને છે ! 

 

🍷વોડકા (એટલે ઓછુ પાણી ) માં કોઈ ફ્લેવર ઉમેરવામાં આવતી નથી, યુરોપમાં વોડકાની બોટલ ઉત્તમ ભેટ માનવામાં આવે છે !

 

🍷અમેરિકા ખાતે ગત ૨૫ વરસથી સૌથી વધુ વેચાતો દારૂ  રશિયન વોડકા છે ! 

 

🍷બ્રાન્ડી ડચ લોકોનો દારૂ છે,માથા પરથી વાળ ઉતરીને ટાલ પડવાની શરૂઆત થતી હોય તેઓએ બ્રાન્ડીનું નિયમિત સેવન કરવું જોઈએ, બ્રાન્ડી વાળના મૂળને મજબૂતાઈ આપે છે !

 

🍷 ટકીલા એક ખાસ જાતના થોરિયા Cactus ના મૂળમાંથી બનાવવામાં આવે છે ! 

 

🍷વાઈન દ્રાક્ષમાં આથો લાવીને બનાવવામાં આવે છે, લાલ દ્રાક્ષમાંથી વાહીટ વાઈન અને લીલી દ્રાક્ષમાંથી રેડ વાઈન બને છે, વાઈટ વાઈન સમય પસાર થતા ઘેરો થાય છે, જયારે રેડ- વાઈન જુનો થતા આછો રંગ પકડે છે ! 

 

🍷 નિટ ડ્રીંક કરતા સોડા કે પાણી સાથેનું મિક્ષ ડ્રીંક શરીરમાં ઝટ શોષાઈ જાય છે !

 

🍷 શેમ્પેઇન બોટલમાં પ્રત્યેક ચોરસ ઇંચ દીઠ ૯૦ પાઉન્ડનું પ્રેશર હોવાનું કહેવાય છે, આ પ્રેશર કારના ટાયર કરતા ત્રણ ગણું વધારે ગણાય ! 

 

🍷 શેમ્પેઇન ગ્લાસમાં એક સુકી દ્રાક્ષ નાખવામાં આવે તો તે દ્રાક્ષ સતત ગ્લાસના તળિયે જઈને ઉપર આવ જા કરશે ! 

 

🍷 શેરી ઘેરાં રંગનો પણ કડક મીઠો વાઈન છે ! 

 

🍷 યુએસએ કાનુન મુજબ લિકર સ્ટોરમાંથી ગ્રાહક દ્વારા બહાર જતી દરેક બોટલને પેપર બેગમાં મુકવી આવશ્યક છે ! આથી લિકર સ્ટોર પેકેજ સ્ટોર તરીકે પણ ઓળખાય છે.

 

🍷 દારૂ પીવાનું શરુ કરતા પહેલા ટોસ્ટ ( તંદુરસ્તી માટેની શુભેચ્છા ) કરવાનો રીવાજ છે, ઘણા વર્ષો અગાઉ રોમમાં વાઈનના ગ્લાસમાં ટોસ્ટ કરેલી બ્રેડનો ટુકડો પડ્યા પછી આ ટોસ્ટ કરવાનો રીવાજ શરુ થયેલો ! 

 

આજે આ કે તે શુભેચ્છા કરવા ટોસ્ટ થાય છે ! 

 

પ્યાલીઓ ટકરાવીને ચીયર્સ કરવાની પ્રથા પણ છે !

 

🍷ગાંધીજી અને હિટલર દારૂ માટે એકસમાન માન્યતા ધરાવતા હતા, જયારે ચર્ચિલને દરરોજ ભોજન સાથે વિસ્કી પીવાની ટેવ હતી ! 

 

🍷દરેક આલ્કોહોલ સંપૂર્ણ શાકાહારી હોય છે ! 

 

🍷આલ્કોહોલની બોટલ પર પ્રૂફ ઓફ આલ્કોહોલ લખેલું હોય તેને બેથી ભાગવાથી આલ્કોહોલની ટકાવારી જાણી શકાય ! સૌથી વધુ ૧૯૦ પ્રૂફ આલ્કોહોલ અથવા ૯૫% આલ્કોહોલ હોય ! 

 

આ દારૂ પુરાણ હજુ અપૂર્ણ છે,પણ દારૂ વિષે આટલું લખતા જ નશો ચડી ગયો ! 

 

વાંચીને બોટલનો ઓર્ડર મુકશો નહિ, ઘરમાં પડી હોય તો તેને ન્યાય આપજો ! 

     

ખાસ નોંધ :-    ખુબજ વધારે દારૃ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ………..

– અજાણ્યા લેખક નો લેખ…!!

લોબડીયાળીયું રાસ રમે

Standard

રચના – ચમન ગજ્જર

     ( છંદ – દોમળીયા )

નમો વિશ ભુજાળીયું જોમ જોરાળીયું આભ કપાળીયું ચારણીયું,,

વ્રણ ચારણ બાળીયું રમત ન્યાળીયું દેતીય તાળીયું જોગણીયું,

નવ ખંડ નેજાળીયું ભોમ ઉજાળીયું ભાળીયું ચાચર ચોકહ મે,

બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે,

જીય લોબડીયાળીયું રાસ રમે.
ઢમ ઢોલ ધડુકાય આભ કડુકાય દિગ ભડુકાય તેહ સમે,

દરીયા હુસળુકાય ભોમ ભ્રળુકાય પાવ પ્રળુકાય તાલહમે,

ઝંઝ જોર ઝ્રણુકાય ગેબ ગ્રણુકાય દિપ દ્રણુકાય અંકસમેં,

બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે.

જીય લોબડીયાળીયું રાસ રમે.
હત તાળ હળળળ ભોમ ધળળળળ આભ ગળળળ નાદ થીયો,

દધી નીર દળળળળ શેષ સળળળળ કોલ કળળળળ હોત બીયો,

દળ દાનવ ધૃજત કાંપ થરરરર થીર નહી હીય ભાગ ભમે,

બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે.

જીય લોબડીયાળીયું રાસ રમે.
રંગ રાસ રમાતાય રૈન સુહાતાય બેનાય સાતાય સાથ મળી,

હીરદા હુલસાતાય દૈવ દ્રશાતાય મોગલ માતાય સાથ ભળી,

ગુણ નારદ ગાતાય શારદ સાથાય ગાથાય ગાતાય દેવ નમે,

બિદરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે.

જીય લોબડીયાળીયું રાસ રમે.

કવિ 🏻-  ચમન ગજ્જર