ભાવનગર રાજ્ય નો પ્રસંગ 

​આજ ની પરિસ્થિતિ મા ખાસ વાંચવા જેવો એક આજાદી સમય નો ભાવનગર રાજ્ય નો પ્રસંગ 
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહીલે  સૌરાષ્ટ્રમાં, અને  ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવાની જાહેરાત કરી હતી. એ વખતે, એટલે કે જાન્યુઆરી-૧૯૪૮માં સરદાર પટેલ હાજર રહ્યા હતા
સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદાર ને કહે છે કે “વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજા ના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ કારણ કે આ મારા બાપ દાદા ની મિલકત છે પણ મહારાણી જે સંમ્પતિ લગ્ન વખતે એમના ઘરેથી સાથે લાવ્યા છે એ આપ જો મને સમય આપો તો હુ એમણે પૂછી લઉ કે એ સોઁપવાની છે કે નહી કારણ કે એ સંમ્પતિ એમની છે.” મહારાજા નો વિવેક જોઇ સરદાર પટેલ ચોકી ઉઠ્યા અને કહયુ કે “બાપૂ આપ ને સમય ન માંગવાનો હોય આપ તો પ્રથમ સહી કરી લોકશાહીના સૌથી મોટા ભાગીદાર થઈ રહ્યા છો.અને આટલી અઢળક સંમ્પતિ સોપી રહ્યા છો તો મહારાણીની સંમ્પતિ આપ ના આપો તો પણ ચાલશે”

અને દરબારગઢમાં માણસ જાય છે અને મહારાણી વિજયાકુંવરબા

ને પૂછે છે કે મહારાણી ભારત મા લોકશાહી આવી રહી છે અને મહારાજા રાજ સમ્પત્તિ સરકાર ને સોંપી રહ્યા છે મહારાજા એ પૂછાવ્યૂ છે કે આપ ની સંમ્પતિ નુ શુ કરવાનુ છે.ત્યારે ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો કે “”મહારાજા ને કહેજૉ કે હાથી જાય તો તેનો શણગાર ઉતારવાનો ન હોય એ હાથી તો શણગાર સાથે જ સારો લાગે.મારી સમ્પૂર્ણ સંમ્પતિ પ્રજા ના કલ્યાણ માટે સરકાર ને સોંપી દેજો ”
આને કહેવાય ખાનદાની,સંસ્કાર આને બલિદાન કહેવાય.

ધન્ય છે રાજપુત રાજાઓને કે જેમને અખંડ ભારત માટે હસ્તા મોઢે એ રજવાડા ત્યજી દિધા.

અને આજે લોકો કાળું નાણું આપતા પણ ખચકાય છે,,….

 

દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ નોટો બંધ કરી ને નવી આપવાની છે તોય ઘણા લોકોના જીવ નથી હાલતા

તો વિચારો કે દેશ માટે રાજા રજવાડા આપવા વાળા રાજપૂતો ને  આ દેશની જનતા જેટલું માન સન્માન કરે તેટલું ઓછું છે ….

ધન્ય છે આ રાજપૂતના વિરલાઓ ને જેમને દેશ માટે જમીન જાગીર સોનામહોર પૈસા એ સમયે જે હતું તે બધું દેશ માટે સમર્પિત કર્યું.

3 thoughts on “ભાવનગર રાજ્ય નો પ્રસંગ ”

    1. Respected Vanita jee Hello..Is it possible to translate Jam Odho & Hothal padmani history in ENGLISH..it is not story it is real history of my Great grand father Jam Odho and Mother Hothal Padmani. Thank you

      Liked by 1 person

Leave a comment