Daily Archives: December 8, 2016

🔰🐎   *અશ્વ ગતી /ચાલ :* 🔰 🐎

Standard

અશ્વમાં ગતીનુ ખુબ મહત્વ જોવામા આવે છે. ચાલ અશ્વમાં એક નવીજ સુંદરતા ઉભી કરે છે.અશ્વની યોગ્ય  ચાલ અશ્વનુ આકર્ષણ વધારે છે.શલીહોત્ર મુની, નકુલ, ચાણક્ય અને બીજા અશ્વના જાણકારો એ અશ્વની ગતી ઉપર સારો ભાર મુક્યો છે. અશ્વશાસ્ત્ર, ચાણક્યના અર્થશાસ્ત્રમાં અને કાઠી અશ્વસવારો પાસે સારી માહીતી મળે છે આ અંગે. અગ્નીપુરાણમાં ઘણુ ઉડાંણ પુર્વક અશ્વચાલની માહીતી મળે છે. ગતિને સમજવા સુક્ષ્મ અવલોકન અને અનુભવ જરૂરી છે, વીદ્વાનોનુ પ્રકૃતી અવલોકન ખુબજ સારુ છે અને તે બીજા પ્રાણીની સાથે સરખામણી કરી ને ઉદારણ આપે છે. અશ્વ ચાલ ની આપાણી સંસ્કૃતિ ના અંતર્ગત પ્રાચિન સાહિત્ય સંદર્ભ પણ તપાસવુ જોઇએ.64 કલામા અશ્વને ચાલ શીખવવી એ 1 કલા છે, કાઠી ક્ષત્રીયો, રાજપુતો આ કલા માં માહીર હતા.સામન્ય રીતે અશ્વની ચાલના 2 પ્રકાર પાડી શકાય છે.

(1) પ્રાકૃતીક (કુદરતી)

(2) યુક્તિકૃત ( માનવ દ્વારા શીખવેલ)

સમાન્ય રીતે ઘોડાની અલગ અલગ ચાલ હોય છે

1. વોલ્ક  (walk)

2. ટ્રોટ  (Trot)

3. ગેલોપ (Gallop)

4. પેસ (Pace)

5. કેન્ટર (Canter)

6. અન્ય ( અલગ અલગ દેશ અને અશ્વમાં અલગ પ્રકારની ગતી જોવા મળે છે)
ઘોડાની ચાલ ના ઘણા પ્રકાર છે એ ચાલ ને અનુરૂપ નાદ વૈભવ લોક સાહિત્યના રુપ માં:

*રૂમઝૂમાં….રૂમઝૂમાં ……રૂમઝૂમાં …* કરતી ઘોડી ઉપાડી,

*ધમાધમ… ધમાધમ… ધમાધમ…*  કરતી ઘોડી ચાલી 

*તબડાક…. તબડાક…. તબડાક….* ઘોડી ભગાવી મૂકી,

*બાગડદા….બાગડદા….બાગડદા….* કરતો કુવર ઘોડી લઈ ને ગામ વચ્ચે થી નીકળો………
*वीभत्त्कैः पदवीन्यासैः नात्युधैर्ललितैः समैः*

*चक्षुर्मनोहादकरी या गतिः सा शुभा मता*
જે ઘોડા લાંબા ડગલા ભરે અને જે ગતી આંખ અને મન ને આનંદ આપે એવી હોય તે શુભ કહેવાય.
*वक्रा रखलीता वीषमा ब्रह्याशफ़ा भ्रष्टसौष्ठवा दिकृत*

*अतीवीकटा सडीर्ना गतिरत्वुर्ध्वा न शस्ता*
(વક્ર , ગથોલીયા ખાય, વીષમ અને  અસ્થીર ગતી સારી નથી અને અશુભ કહેવાય છે.)
*शिखिनकुलद्रषोष्ट्रव्याध्रसिंहेभतुल्या*

*शरभगतीसमाना वानराणां च तुल्या*

*मृगबरगतीतुल्या सद्धतिर्वस्व सोडश्वो*

*जवसुखविभवानां दर्धनः पार्थीव्स्था*
(જે અશ્વની  ગતી મોર, બળદ, સાંઢ, વાઘ,  સિંહ , હાથી, વાનર જેવી હોય તે શુભ કહેવાય)
ઘોડાની પાંચ પ્રકાર ની ગતી (સુક્ષ્મ અવલોકન નો અનુભવ જરૂરી છે)

સંસ્કૃત સાહીત્યમાં ઘોડાની પાંચ પ્રકાર ની ગતી વર્ણવવામાં આવી છે, જે આ પ્રમાણે છે.

*1) આસ્કંદીત ગતી*

આ ગતિમાં ઘોડા ગુસ્સે ભરાયેલા માણસની માફક માથુ નીચુ કરીને ચારે પગે લાંબી છલાંગે દોડે છે
*2) ધોરીતક ગતી*

આ ગતિમાં પણ ચાર પ્રકાર ની છે, ધૌરીતક, ધૌર્ય, ધોરણ અને ધોરીતા. નકુળના જેવી ચાલે ચાલતા ઘોડાની ધૌરીતક, કૌવારી પક્ષીની જેવી ચાલ ને ધૌર્ય, મોરની જેમ નર્તન આલે ચાલતા ઘોડાની ગતીને ધોરણ અને બારાહ જેવી ગતીને ધોરીત કહે છે.
*3) વલ્કીત ગતી*

જે ઘોડા ઊંચુ મોં કરીને સીર દબાવી ને ચાલે છે એને વલ્કીત કહે છે.
*4) પ્લુતગતી (દેશી ભાષામાં હરણ ફાળ)*

હરણની જેમ છલાંગ મારનાર અશ્વની ચાલને પ્લુતગતી કહે છે.
*5) રેચીત*

ઘોડાની મધ્યમ ગતીની ચાલને રેચીત કહે છે.

અશ્વની ગતી અંગે દુહા પણ જોવા મળે છે
*”ગાયા તો દૂધ બંકી,*

*ચાલ બંકી ઘોડીયાં;*

*મરદ તો રણ બંકા,*

*લાજ બંકી ગોરીયા.”*

(શીંગડે-મૉરે સુંદર નહી ,પણ ટંકે અધમણ- બોઘરણું ભરી દૂધ આપતી ગાય, રૂપાળા રંગવાળી નહી રેવાલ ચાલ ચાલવાવાળી ઘોડીઓ, મૂછોના આંકડા ચડાવીને ફરનારા નહી, પણ લડાઇમાં શૌર્ય બતાવનારા મર્દો અને વંકા નૈણવાળી નહી પણ જેની આંખો લાજ-શરમથી ઝૂકેલી છે, એવી ગોરીઓ આ જગતમાં ઉત્તમ છે.)
*ચલે બાજી જબ ચાલ,લાલ નહ ગોડા લગે*

*ઉઠત બહુ ન ઉર્ધ, લેખ રંવ નીકી લગે;*

*ફુંજર કરહ કપીહ , વાઘ બનરાજ બખાનો,*

*હંસ કલાપી હોય, સોય તુરી શુભગહો સ્થાનો;*

*સોકરંહી વૃદ્ધિ સુખ સંપકી, બિજય સુરાજ બઢાવહી,*

*અસવાર તાર વે હય અસો, પ્રભુતા સો નૃપ પાવહીં*
(અર્થ:- ચાલતાં પગના ગુડા સામસામા ન લાગે, તેમ ઉંચા પણ ન હોય,

હસ્તી, ઉંટ, વાંદર, સીંહ, વાઘ, મોર કે મરાલના જેવી મંદ સુંદર ચાલ હોય, તે અશ્વ શુભ હોઇ, સ્વામીને સુખ સંપત્તિ રાજ્ય અને વિજયમાં વૃદ્ધીકર્તા થાય છે.

અસ ન ચલે ગતિ આપકી, ચાલજુ ટેઢો ચલાય

ભય પ્રદાન ગુડ્ડા ભીંડે, લેટીતા લચ્છ  લખાય

પોતાની ચાલ છોડી વાંકી ચાલ ચાલે, ચાલતાં ગુડા સામસામા લાગતા હોય, તે અશ્વ અશુભ હોઇ માલીક ભય પ્રગટાવે છે)
1)વારકો (Trot): ખદડુક ખદડુક દુડકી ચાલે ચાલવું અથવા ચલાવવું
2)રેવાળ (a kind of pacing):- ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડી ની સ્થીર ચાલ
3)ખદ : ઘોડાની ખદક ખદક એમ બબ્બે પગે સાથે ચાલે તે ચાલ; ગીદ; આગલો જમણો પગ અને પાછલો ડાબો પગ અને આગલો ડાબો અને પાછલો જમણો આ પ્રમાણે ખદમાં પગ ઊપડે તેવી ચાલ.
4) બાદડુક(Gallop): ઘોડાની ભરદોડ, ઘોડાની ચાલનો વધુમાં વધુ વેગ, 
દુનીયામાં ફફત કાઠીયાવાડી અને મારવાડી અશ્વમાં રેવાલ ચાલ જોવા મળે છે,
પ્રેષિતઃ *કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન*☀

સંદર્ભ;- 

(1)નકુલ અશ્વ સાસ્ત્ર, (14 અધ્યાય), 

(2) જોરાવરસિંહ જાદવ

(3)અશ્વ પરીક્ષા ;- નારાયણદાનભાઇ બાલીયા

(4)ભગવદ ગો મંડલ

આભાર;- કાથુભા કાઠી અને યશપાલ ભાઇ કાઠી

   🔰 *क्षात्रतेजः दीप्तः राष्ट्रः*🔰

🌾🌾🐎 🐎 🐎 🐎 🌾🌾