પંકાજસિંહ જાડેજા

Standard

​એક વિદ્યાર્થીને એના મનપસંદ કોર્ષમાં એડમીશન મળ્યું. છોકરો જ્યારે સંસ્થામાં ફી ભરવા માટે ગયો ત્યારે એના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા. ડોક્યુમેન્ટ ચેક કરનારાએ કહ્યુ, “ભાઇ, આમાં એક પ્રમાણપત્ર ઘટે છે અને એ પ્રમાણપત્ર વગર તમને પ્રવેશ ન મળે એટલે તમારી ફી પણ ન સ્વિકારી શકાય.” છોકરો મુંઝાયો કારણકે પ્રવેશ માટે હવે માત્ર બે દિવસ બચ્યા હતા. જો આવતીકાલે જ મામલતદાર એને જરુરી પ્રમાણપત્ર ઇચ્યુ કરે તો જ પ્રવેશ મળી શકે તેમ હતો.

 

છોકરો બીજા દિવસે એના વતન ઉપલેટામાં આવ્યો. સવારમાં મામલતદાર કચેરીએ પહોંચ્યો. સંબંધીત ટેબલે જઇને જે પ્રમાણપત્રની જરુર હતી એ પ્રમાણપત્ર આપવા માટે એણે વિનંતી કરી. ટેબલ સંભાળનાર કર્મચારીએ કહ્યુ કે અમે તારી તકલીફ સમજી શકીએ છીએ પરંતું આ પ્રમાણપત્ર આજે ને આજે આપવું શક્ય નથી. બધી વિધી પુરી કરતા બે કે ત્રણ દિવસ લાગશે. છોકરો મુંઝાઇ ગયો. શું કરવું એ કંઇ સમજ પડતી નહોતી. મહામહેનતે મળેલો પ્રવેશ વ્યર્થ જતો હોય એવુ એને લાગતું હતું.

 

છેવટના ઉપાય તરીકે એણે સીધા જ મામલતદારને મળવાનું નક્કી કર્યુ. છોકરાએ મામલતદારને મળીને પોતાની વાત રજુ કરી. મામલતદારે તુરંત જ ટેબલ સંભાળનાર કર્મચારીને બોલાવીને સુચના આપી કે આ વિદ્યાર્થીને અત્યારે ને અત્યારે જ જે પ્રમાણપત્રની જરુર છે એ પ્રમાણપત્ર આપી દો. કર્મચારીએ દલીલ કરી કે સર હજુ એણે અરજી પણ નથી આપી, સાથે બીડવાનો બીજો દાખલો પણ નથી તો આજને આજ પ્રમાણપત્ર કેમ આપવુ ?  
મામલતદારે કર્મચારીને સમજાવતા કહ્યુ, “તમે તમારી રીતે સાચા છો પણ સામે વાળાની સમસ્યાને પણ સમજતા શીખો. જો આજે એને પ્રમાણપત્ર નહી મળે તો એ પ્રવેશથી વંચીત રહી જશે. ભલે મારી અંગત જવાબદારી ઉપસ્થિત થાય પણ આ છોકરાને અત્યારે પ્રમાણપત્ર આપી દો. તમે પ્રમાણપત્ર તૈયાર કરીને લાવો હું સહી કરી આપુ છું અને ફાઇલ પરની આપણી વહીવટી પ્રક્રિયા બધી પાછળથી પુરી કરીશું.” છોકરો તો મામતલદાર સામે જોઇ જ રહ્યો. ‘મામલતદાર આવા પણ હોય !’ એ વિચારમાંથી બહાર આવે એ પહેલા તો એના હાથમાં જોઇતું હતું તે પ્રમાણપત્ર પણ આવી ગયુ અને છોકરો હરખાતો હરખાતો એના સપનાઓ પુરા કરવા જતો રહ્યો. 
આ મામલતદાર એટલે પંકજસિંહ કિશોરસિંહ જાડેજા. 
આજથી બરાબર એક વર્ષ પહેલા તા.14-12-2015ના રોજ એક કાર અકસ્માતમાં પંકજસિંહનું એમના ધર્મપત્નિ રાજેશ્વરીબા, દિકરી રીશીતાબા તથા પુત્ર હર્ષવર્ધન સાથે અવસાન થયુ. સારા માણસની આપણને જરુર પડે તો પછી ભગવાનને પણ જરૂર પડતી જ હશે એટલે ભગવાને એમને આખા પરિવાર સાથે એમની પાસે બોલાવી લીધા. પંકજસિંહ ખરા અર્થમાં કર્મયોગી હતા. એમણે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં કામ કર્યુ ત્યાં એક અનોખી છાપ છોડીને ગયા છે. ઉપલેટામાં એમણે કરેલા કાર્યની કદરરુપે ગુજરાત સરકારે પંકજસિંહને બેસ્ટ મામલતદારના એવોર્ડથી પણ સન્માનિત કરેલા હતા. પંકજસિંહને એની ઉત્કૃષ્ટ સેવા બદલ બે-બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે એમના અધિકારીઓને માટે એક હરીફાઇ રાખેલી. ‘સ્વાન્ત: સુખાય’ નામની આ હરીફાઇમાં અધિકારીઓએ પોતાના રુટીન કામ ઉપરાંત  કંઇક ઇનોવેટીવ કામ કરવાના અને જેનું કામ લોકકલ્યાણને વધુ સ્પર્શતુ હોય એવા અધિકારીને રોકડ ઇનામ આપવાનું. આ પ્રોજેકટ અંતર્ગત પંકજસિંહના ઇનોવેટીવ કાર્યને 30000નું ઇનામ મળ્યુ. સ્વાભાવિક રીતે જ આ ઇનામ રાજ્ય સરકારે જે તે અધિકારી માટે આપેલું હતું પણ પંકજસિંહે ઇનામની રકમ પોતાના માટે વાપરવાના બદલે ઉપલેટાની મામલતદાર કચેરીનું ફર્નીચર વસાવવા માટે આપી દીધી. ઘણાને એમ થાય કે સરકારી અધિકારીઓ માટે આવી રકમ તો ચણા-મમરા જેવી ગણાય. વાત પણ સાચી લાખો-કરોડોની કટકી કરનારા માટે એમ હોય શકે પણ પંજકસિંહ નખશીખ પ્રામાણિક અધિકારી હતા. એના જીવનમાં કોઇ ભ્રષ્ટાચારનો નાનો એવો દાગ પણ ન શોધી શકે.
મારા મતે પંકજસિંહના આ ઉમદા વ્યકતિત્વ ઘડતરનો સંપૂર્ણ યશ એમના પિતાશ્રી આદરણીય કિશોરસિંહજી જાડેજાના ફાળે જાય છે. કિશોરસિંહજીએ એમના સંતાનોને માત્ર શિક્ષણ નહિ ઉચ્ચ સંસ્કારો સાથે કેળવીને સાચા અર્થમાં ક્ષત્રિય બનાવ્યા.
આ લેખમાં મેં કોઇ જગ્યાએ ‘સ્વ.પંકજસિંહ જાડેજા’ એમ લખ્યુ નથી કારણકે પંકજસિંહ ગયા જ નથી આજે પણ કેટલાય લોકોના હદયમાં એના સેવા કાર્ય અને ઉમદા વ્યક્તિત્વને લીધે જીવંત છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s