Monthly Archives: February 2017

પાબુજી ની કેશર કાળવી

Standard

* કાઠીનાં ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ આદ્ધભુત વર્ણન્ન 

(આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા ખુબ પ્રચલીત છે.)

{પાબુ હડબુ,રામદે,ગોગાદે જેહા;

પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.}
પાંચ હીંદવા પીર પાબુજી ,હડબુજી ,રામદેવજી અને જેહાજી.આ પાંચ પીર માથી ચાર સાથે સાથે ઘોડા ની વાર્તા જોડાયેલી છે)

જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર –
*સમળી રુપ સજાય,કુકી દેવલ કાંગરા;

જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?*
ચૌદ મા સૈકા ની વાત માવતર છોકરા રજળતા મેલે ને ગાયુ મકોડા ભરખે એવો કારમો દુકાળ કચ્છ મા પડ્યો.કચ્છ ના ચારણો નુ એક મોવાડુ આઇ દેવલ કાછેલી ના મોવડી પણા હેઠળ પોતાના માલઢોર લઇને મારવાડ મા ઉતર્યુઃ

આઇ દેવલ પાસે એક જાતવાન દેવાંગી ઘોડી અબનુસ જેવો વાન , ચારે પગ ધોયેલા અને કપાળે ધોળુ ટીલુ .

મારવાડ મા તેદી રાઠોડો ના બેસતા રાજ. રાવ સિયા ના દિકરા રાવ અસ્થાતા ને રાવ ધુહડ અને ધાધલ એમ બે દિકરા. આ રાઠોડ ધાધલ ને બે દિકરા મોટા તે બુઢોજી અને નાના તે પાબુજી. અને એક દીકરી હતા તે જાયલ ના ખી્ચી જિંદરાવ ને વરાવેલા.ચારણો નુ મોવાડુ પોતાના બહોળા ઢોરઢાખર સાથે જિંદરાવ ની સીમ મા સારુ ચરીયણ ભાળી રોકાઇ ગયા.ચારણો પ્રત્યે ની ક્ષત્રીયો ની આસ્થા .જિંદરાવ આઇ દેવલા ના દર્શને આવે. એમા ઉડણપાવડી જેવી કાળી કેસર ઘોડી ને જોઇ.જિંદરાવ ને થયુ કે આ ઘોડી મળે તો રાજસ્થાના સીમાડા લોપી દઉ.તેણે આ ઘોડીની માંગણી કરી .પણ આઇ દેવલ કહે “બાપ જિંદરાવ ! મારી કેસર રાત-દી અમારા ચારણો ના ઢોર ના રખવાળા કરે છે. ઇ કેમ અપાય.?” પણ જિંદરાવની વારંવાર ની વીનવણીઓ અને ત્યાર બાદ દબાણ થી ત્રાસી જાયલની સીમ છોડી.એ કાળે કુળંમુઢ મા પાબુજી રાઠોડ ના રાજ જે જિંદરાવની ના સાળા થતા હતા તો પણ તેની નામના સાંભળી આઇ એ ત્યા વસવાટ કર્યો.અને પોતાના ધરમના ભાઇ બનાવેલ
{જાયલ ખીચી જોર, કુળુમંઢ રાજે કમંધ;

તે નિત વધતે તોર, કેસર ઘોડી કારણે}–1
→જાયલમાં જિંદરાવ ખીચીના જોર છે, કુળુમંઢમાં રાઠોડ પાબુજીનાં રાજ છે. એમાં આઇ દેવલની કેસર ઘોડીને કારણે વેર જાગ્યાં.
{જદ કહીયો જિંદરાવ, કેસર લે પાબુ કમંધ

દેશાં ઇસડો દાવ, ઘણઘટ ગાયાં ઘેરવા.}–2
→જિંદરાવ પાબુજીને કહ્યું કે માલઢોરની લુંટ બહુ ખપમાં આવશે માટે આઇ દેવલ પાસે કેસર ઘોડીની માગણી કર.
{લીધા સાંવળ લાર, જંગ ચંદ ઢેબા જસા

દેવલ રે દરબાર, ભાલાળો પૂગો ભલાં}–3
→પોતાના ભીલ સરદારો ચાંદા અને ઢેબા સાથે પાબુજી રાઠોડ આઇ દેવલના પડાવે આવ્યા
{નામી શીશ નમાય, દેવલસું પાબુ દખે;

બાઇ મુજ બતાય કિસિયક ઘોડી કાળમી?}–4
→આઇનાં ચરણોમાં માથુ મુકીને પાબુજી કહે છે કે ; “ આઇ ! બહુ વખણાઅતી આપની કાળવી ઘોડી કેવી છે ? તે મને બતાવો”
{મિલે ન દીધાં મોલ, સગત પધારી સુરગસું;

બીરા ! ધીરે બોલ, ઉડ લાગે અસમાણને}–5
→આઇ દેવલ કહે ; વીરા પાબુજી! તું ધીરેથી બોલ, નહી રો કાળવી ઊડીને આસમાને પહોચે એવી છે, લાખી દીધે ન મળે એવી સ્વર્ગમાંથી જાણે શક્તિ ઉતરી છે.
{બીરો આયો બાર, કરવા જાચન કાળવી;

શરણાયાં આધાર, દેવલ ઘોડી દીજિયે}–6
→આઇ ! હું તો આપનો ધરમનો ભાઇ છું. ઘોડી જાચવા આવ્યો છુ. આપ તો શરણે આવેલાંના આધારરૂપ છો, મને કાળવી આપો.
{બીરા ન કાઢો બાત, ધાધલરા મોટે ધડે;

ઘલસી ગાયાં ઘાત, જદ તદ ખીચી જિંદરો}–7
→આઇ કહે “ધાધલ કુળના મોવડી ! તું એવી વાત ન કર. ઘોડી જાતાં વેર રાખીને બેઠેલો જિંદરાવ મારી ગાયોની ઘાત કરશે” 
{કાંકણ હેકણહાર, સુચમ્યા રો ટોળો સકળ;

ઇણ ઘોડી આધાર, બિચરે સુનો બળધો.}–8
→તમારા બંનેની સીમ એક જ છે ને પાછી સપાટ છે. મારી ગાયો ને બળદોનું રક્ષણ આ ઘોડી જ કરે છે; એ જ એનો આધાર છે.
{ગાયાં ને ઘરબાર, સદા રૂપાળી સાંવળી;

બીરાં બાત વીચાર, સો દીધ કિણ બિધ સરે!}–9
→હે વીરા! ગાયો સાથે અમારા ઘરબારનું રક્ષણ પણ આ કાળવી જ કરે છે. એ દઇ દીધા પછી અમારી શી ગત થાય ? મારા વીરા, કાંક તો વીચાર કર્ય!
{મત નહ હે મહામાય, ચાળકરાયા ચારણી;

ધીરશી થાંરી ગાય, તદ વાહર આઇશ તઠે}–10

.

→ના નહિ પાડો હે માહામાયા ! તમારી ગયો ઘેરાશે ત્યારે હું એની વહારે જાઇશ
{પાણી પવન પ્રમાણ, ઘર અંબર હિંદુ ધરમ

અબ મોં ધાંધલ આણ, શિર દેસું ગાયાં સટે}–11
→હું પંચમહાભુતની સાક્ષીએ પ્રતીજ્ઞા કરું છું કે તમારી ગાયો માટે હું મારું માથું આપીશ.
{બીરા દીજે બાંહ, સાતું વીસી શામળ;

ન ટવે ઉણ દીન નાંહ, ઘર ફુટે ગાયાં ધીરે.}–12
→આઇ દેવલ કહે, હે વીરા ! તારા ઉપરાંત તારા સાત વીસું (140) ભીલ સરદારો પણ પ્રતિજ્ઞા કરે કે ટાણું આવ્યે ફરી ન બેસે ને માથાં આપે, તો હું કાળવી કેસર આપું
{ધીરજ મનાં ધરાય, સહજુગ આલે શામળા

આગળ ગાયાં આય, આઇ બણાં મે ઉજળ.}–13
→ભીલ સરદારો કહે, આઇ ! ટાણું આવ્યે અપની ગાયો આગળ અમારં માથાં પડશે એની ખાતરી રાખો.
{બાઇ, બીકરાળીહ, કેસર મહાકાળી કને;

આસી ઉતાળીહ, તાળી જદ વાદે તદન.}–14
→પાબુજી કહે છે કે, આઇ ! જે ટાણે જુદ્ધની તાળી પડશે તે દી આપની વિકરાળ મહાકાળી સમી કેસર સાથે હું આવી પહોંચીશ એટલો વીશ્વાસ આપું છું. આમ પાબુજી અને સાત વીંસુ ભીલ સરદારોએ આઇ દેવલને માથાં સોપવાની પ્રતીજ્ઞા કરી ત્યારે આઇએ વીર પાબુજીને કાળવી કેસર ઘોડી સોંપી દીધી, ત્યારે પાબુજી કહે છે;
{જંગી સોઢા જેત, અમરગઢ ઊંચો અલંગ;

તોરણ બંધસી તેત, કિણ બિધ પૂગે કાળમી !}–15
→આઇ ! મારે મહાબળવાન સોઢાઓને ત્યાં પરણવા જવાનું છે. એનો ગઢ ઘણો ઉંચો છે, એટલે ઉંચાઇએ તોરણને છબવા અ કાળવી કેવી રીતે પહોચશે?
{છત્રધર ધાધલ છાત્ર, કમધજ સોચ ન કીજિયે;

તોરણ કીતિયક બાત, તારા અંબર તોડસી.}–16
→અરે ધાધલકુળના છત્ર ! તું ચિંતા ન કર, તોરણ તો શું આકાશના તારા પણ મારી આ કાળવી કેસર ઘોડી તોડી આવે, તેમ છે.

{ખેંગ દુવાગાં ખોલ, કાઢી બહાર કાળમી;

બાપ બાપ મુખ બોલ, ભાલાળો ચઢિયો ભલાં}—17
→ત્યારે બેવડી સરકો છોડી, પાયગામાંથી કેસરને બહાર કાઢી અને “બાપો બાપો એવા પોરસભર્યા લલકાર કરીને ભાલાળા વીર પાબુજી સ્વાર થયા
{ઓ લીછમણ અવતાર, સગત રૂપ કહેર સદા

ઓ ઘોડી અસવાર, આયાં કથ રખણ અમર}—18
ત્યારે લોક વાતું કરવા માંડયા ; “આ પાબુ તો લક્ષમણના અવતારરૂપ છે અને ઘોડી જોગણી શક્તિ રૂપ છે, આ બંને ઘોડી અને સવાર આ જગતમાં પોતાનાં પરાક્રમોની કથા સદાને માટે અમીટ રાખવા માટે જ જન્મ્યાં છે”
{ધુબે નગારાં ઘીંસ, સાતું વીસી શામળ;

સેહરો ભળકે શીશ, પાબુ ચઢેયો પરણવા.}–19
→વાજતેગાજતે પોતાના ભીલ સરદારો સાથે પાબુજી કેસર ઘોડી પલાણીને પરણવા હાલ્યો.
{ભળ હળ અંબર ભાણ, ભાણ દુવો પ્રથમી ભળજ;

જિણ દિન ચઢતા જાણ, દેવ વીમણાં દેખીઆં}—20
→ એ દીવસે આકાશમાંના સુર્ય ને પણ લાગ્યું કે પૃથ્વી પર પાબુજીરૂપી બીજો સુર્ય ઊગ્યો છે, તેને નીરખવા માટે દેવો પણ વીમાને ચડયા
{દવા ન પુગા દોડ, સોઢાં રા ઘોડા સક્ળ;

તોરણ લૂમાં તોડ, કેસર વિલુંભી કાંગરાં}—21
→જાન અમરકોટની સીમમાં પહોચી, સોઢાનાં ઘોડા સામાં આવ્યાં. પછી ઘોડાં દોડાવ્યા એમાં કેસરને કોઇ ન પુગી શક્યું ને ગઢને કાંગરે કેસરે ડાબા દેતાં 
{જલદી તોરણ જાય, બાઇ નિરખો બિંદને;

મોદ મનાં નહ માય, ભાભી યોં કહિયો ભલાં.}—22
→માંડવે સૌનો હરખ માતો નથી. પાબુજી જેવો સુંદર અને ભડવીર રાઠોડરાજ પરણવા આવ્યા છે. ભાભી સોઢીની કુંવરીને ટોળ કરે છે કે જુઓ જુઓ ! નણંદબા ! આ તમારા બિંદને ! જરા આડશથી નીરખી લ્યો.

ધવલ મંગળ ગવાય છે. પાબુજી ચોરીએ ચડ્યા છે. બરાબર હથેવાળનું ટાણું અને કેસર ઘોડીએ હાવળ દીધી. આઇ દેવલે ઘોડી આપતી વેળા પાબુજીને કહેલું કે; “તું કેસર ઘોડી પર સવાર થઇને ભલે પરણવા જાય પણ ઘોડી ત્રણ વાર હાવળ દયે તો સમજી લેજે કાંઇક ‘અણહોણી થઇ છે’ એમ કહેવાઇ છે કે આઇ દેવલ સમળીને રૂપે અમરકોટ પહોચ્યા અને ગઢને કાંગરેથી ચિત્કાર કર્યો.
{સમળી રૂપ સજાય, ફુકી દેવલ કાંગર;

જાયલ ગાયાં જાય, કા પાબુ ચઢશો કરાં?}–23
→આઇ દેવલે સમળીના રૂપે ગઢ કાંગરે કરરટાંટી બોલાવી કહ્યું કે, હે પાબુ ! તારો બનેવી જિંદરાવ મારી ગાયનું ધણ વાળીને જાયલ ઉપાડી જાય છે. હવે તું ક્યારે વહારે ચડે છે?
{વિધ વિધ કહિયા બોલ, ધેન ટોળતાં ધાવસું;

પાડો છો કીમ પોલ, અબ વીરા ઇણમેં અઠે?}–24
→હે વીરા ! યાદ કર તારા બોલને ! હવે છેટું શીદને પાડી રહ્યો છો ?
{આછા બોલ ઉજાળ, કળહળ સુણતાં કાળમી;

ભાલો લે ભુરજાળ, બણિયો ગાયાં બાહરૂ}.–25
→આઇનો અવાજ સાંભળી કાળવીએ હાવળું દેવા માંડી, ખીલો ઉપાડી લીધો ને પાબુજી સાવધાન બની ગયો, ભાલો ધારણ કરી ગાયોની વહારે ધાવા તત્પર બની ગયો
{તબ ગળજોડો તોડ, બિછોડ બળ મુંછ કસ;

બાળા વની બિછોડ, કમધ થથોપે કાળવી.}–26
→કંઠે આરોપેલી વરમાળ તોડ, નવવધુના મિલાપનો હાથ છોડી, મુછે તાવ દઇને પાબુજી કાળવી ઘોડીને થાબડવા માંડ્યો.
{જેજ હુંત કર જીણ, તસવીરાં લિખતાં તુરત;

વળે ન ઇસડો વિંદ, અમ્મરકોટ જ આવશી}—27
→તે વેળા ઘુંઘટ-પટ ઉઘાડીને સોઢી કહે છે; “નાથ ! થોડી વાર થોભી જાઓ હું તમાંરુ ચીત્ર આળેખી લઉં, કેમ કે હવે ભવીષ્યમાં તમારા જેવો કોઇ અલબેલો નર અમરકોટને તોરણે ચડશે જ નહી “
{સાળ્યાં હંદો સાથ, અરજ કરે છે આપને;

હાથળેવેરો હાથ, જચિયો પણ રચીયો નહી.}–28
→પાબુજીની સાળીઓ વિનંતી કરે છે કે હસ્તમિલાપનું કાર્ય પૂરું થયું, પણ લગ્નવિધિ તો હજી અધુરી જ છે ને આપ આમ ક્યાં ચાલ્યા?
{યું ફિર ફિર આડિહ, કમધજને લાડી કહે;

ક્ષત્રી કિમ છાંડહ, આધાં ફેરાં ઊઠેયો.}–29
→લજ્જાનાં બંધનો તોડીને લાડી પણ પાબુજીને કહે છે કે, અરે ક્ષત્રીય ! આમ અર્ધા મંગલફેરા ફરીને મને કેમ છોડી દયો છો ?
{પડવે નહ પોઢીહ, ઉરકોડી વિલખે અખં;

ચંવરી ચઢ છોડીહ, કર્યો કર સોઢી કામણી ?}—30
→જેણે પિયુમિલનની પ્રથમ રાત નથી જોઇ એવી કોડભરી સોઢી કામિની વલખતા હૈયે કહે છે કે, આમ ચોરી છાંડીને મને છોડી જશો ?
{બરજે બાંળી બામ, કર જોડ્યાં ઊભી કને:

એક ઘડી આરામ, કર પાછે ચઢજો કમંધ ?}—31
→વિરહથી વ્યાકુળ એવી કુંવરી કહે છે કે ; હે રાઠોડ ! રાતનો વખત છે. એક ઘડીનો આરામ કરીને પછી તમતમારે ખુશીથી વહારે ચઢો. પણ પાબુજી પાછા ન વળતાં કહે છે કે;
{બાઇ ઉશભ ન બોલ, કિં બાતાં ઇસડી કરો;

કમધજને કર કોલ, રાજી ઘણો દિન રાખશાં}—32
→ત્યારે કન્યાની માતા કહે છે; “હે પુત્રી ! વીદાય આપવાની વેળાએ આવી અશુભ વાણી ન બોલ. શા માટે આવી વાણી ઉચ્ચારો છો ? હજી તો રાઠોડની જાનને વાણી વડે આનંદથી ઘણા દીવસ લગી અહીં રાખવી છે”
{વેગી જાલું વાઘ, દેવલને ગાયાં દિયણ,

સોઢી, અમર સુવાગ, સો વિલસાં સુરલોકમેં}—33
→સોઢી રાણી ! આ માથું તો આઇ દેવલને અર્પણ થઇ ગયેલું છે, એની ગાયો હરાઇ રહી છે, ત્યારે હવે મારે જટ ઘોડીએ ચડી નીકળવું જોઇએ. હવે તો સ્વર્ગલોકમાં મળશું ને ત્યાં અમર સુહાગ ભોગવશુ
{પીયારો પરલોક, હથળેવો નરલોક હુવ;

સુખ વીલાસણ સુરલોક, જાન સહેતાં જાવસાં}—34
→હથેવાળો મૃત્યુલોકમાં એટળે કે નરલોકમાં થયો, પણ મને પરલોક વહાલો છે. હવે તો જાન સાથે સુરલોકમાં જઇને ત્યાં જ સુખ ભોગવશું

આમ કહેતાંક પાબુજી કાળવી ઘોડી પર ચડીને વેગે ઊપડિ ચુક્યા, સાથે છે એના ભીલ સરદારો ચાંદો અને ઢેબો, હરમાલ રબારી અને હાલો સોલંકી તથા 140 બીજા ભીલસરદારો. એની પાછળ સોઢા જોદ્ધા સખાતે ચડ્યા અને સોઢી રાણીનું વેલડું પણ એની પાછળ ચાલ્યું.

કાળવી ઊડતી આવે છે, પાબુજી જાયલની સીમમાં પહોચ્યા, ગાયો વાળીને જિંદરાવ ખીચીનું પાળ ગામમાં પહોચી ગયું છે. ભીલ સરદાર ઢેબાનું શરીર અતિ અદોદળું પાછળ પડતો આવે છે,ત્યારે પાબુજી કહે છે કે
{ગિરદન મોટે ગાત, પેટ ધુંધ છિટકયાં પરે;

સોઢાં વાળે સાથ, તું ઢેબા આજે તદ્દન}–35

.

→આ તારી ભારે ગરદન, મોટી ફદફદતી ફાંદને કારણે તું મારી સાથે નહિ પહોંચી શકે, એટલે સોઢાઓની સાથે જ ચડજે, ત્યાં તો ઢેબાને જાટકી લાગી ગયો.
{બોલો ન ઇસડા બોલ, આંટીલા ઠાકર અમે;

કરસાં સાચો ફોલ, પીંડ ગાયાં આગલ પડ્યે}–36

.

→હે પાબુજી ! આવાં વેણ મ બોલો, હું અટંકી યોદ્ધો છઉ. આપેલા વચન પ્રમાણે ગાયોને આગળ મારો દેહ પાડીને જ રહીશ
{કરમેં લીધ કટાર, પહલી પેટ પ્રાનળીયો

ઘસ અણીયાળી ધાર, અત ગ્રીધાં લેજો અઠે.}–37
→ઢેબાએ જબ કટાર કાઢીને પેટની ફાંદાનું મોટું ડગળું વાઢી નાખ્યું અને અદ્ધર ઉલાળતાં કહે “કરજો ગીધડા ભ્રખ !’
{કસ પેટી કડ જોડ ખેંગ ચઢે હિરણાખુરી;

અબ નહ પુગે ઓર, કમંધ હકાળો કાળમી}–38
→ઢેબાએ ડગળા પાડેલ પેટ માથે કસકસીને ભેટ બાંધી લીધી, હરણાંની આગળ

નીકળે એવી છલાંગો મારતાં કહે, હવે તમે તમારે કાળવીને હાંકી મેલો, બીજો કોઇ તત્કાળ પૂગશે નહીં, હું તો પાછો નહીં પડું
{કર ઇમ ઢેબે કોપ, અગ્ર ખળાં દળ આથડે;

રીણમાં રોડો ગોપ, રાવત ઘણાય રોકયો.}–39
→કોપીત બનેલા ઢેબાએ રણભુમીમાં અડગ રહીને કંઇક રાવતોને રોળી નાખ્યા ને પોતે બોટી બોટી વેતરાઇને અમર નામને વર્યો
[ધલ ખીચ્યાં ઘમસાણ, દેવલને ગાયાં દીયણ;

બેઠો કમંધ બિમાંણ, કાઠે લીધા કાળમી.}—40
→આમ ગાયો વાળી ખીચીઓ સાથે મહાયુદ્ધ ખેલીને પાબુજ કેસર ઘોડી સાથે વીમાનારૂઢ થઇ પરલોક સિધાવ્યા
{એ દોહા ચાળીશ, ચારણ પઢશી ચાવ-શું;

માનો વિસવાવિસ, કમધજીયો ઉપર કરે}—41
→આ ચાળીસ દુહાઓનું ગાન જો કોઇ ચારણ સ્નેહપુર્વક કરશે તો શ્રદ્ધા રાખો કે તેની વહાર પાબુજી રાઠોડ કરશે…
આભાર ;- જયમલ પરમાર (ભલ ઘોડા વલ વંકડા)

​રાખાયત ને સોન કંસારી

Standard

 મહારાજા વિક્રમાદિત્યની તેરમી સદીમાં શંખોદ્રાર બેટમાં દૂદનશી વાઢેર  નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને કાંઇ સંતાન ન હતું. તેણે ઉત્તર હિંદમાંથી દ્રારકાંની જાત્રાએ આવેલા એક વિદ્રાન જોશીને પોતાની જન્મકુંડળી દેખાડી; જોશીએ કહ્યું-”રાજન ! આપના ભાગ્યમાં પુત્ર તો નથી, પણ આ વર્ષમાં એક પુત્રી છે. ” આ વાતની પરીક્ષા જોવા સારૂ રાજાએ જોશીને વર્ષાસન બાંધી આપીને ત્યાંજ નિવાસી કર્યો. થોડેક દિવસ રાજાની માનીતી સોઢી રાણીને ગર્ભ રહ્યો; ને જોશીબાવાનો જોશ સાચો પડયો. આથી રાજાની જોશી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા બેઠી. ને જોશીની વાણીને તે દૈવીવાણી માનવા લાગ્યો. પૂરો દશ માસે બુધવારના ખરા બપોરે રાણીને પુત્રીનો જન્મ થયો. એટલે રાજાએ કન્યાના જન્માક્ષર જોવા પેલા જોશી મહારાજને વિનતિ કરી. લગ્રશુદ્ધિ કરી ફળાદેશ જોઇ  જોશી મહારાજે માથું ધૂણાવ્યું. રાજાએ કન્યાનું ભવિષ્ય કેહવાની ઘણી  પ્રાથના કરી. ત્યારે જોશી બોલ્યા:- મહારાજ ! કન્યા ઘણાજ અવજોગમાં જન્મી છે. એ જે શહેરમાં રહે તે શહેરનો ને રાજાનો નાશ થાય એવા એના ખરાબ ગ્રહો છે. વળી તેના લગ્ન ભવનથી ચોથો મંગળ છે, ( મતલબ ઘાટડીએ મંગળ છે) એટલે પરણવાની સાથેજ એના નશીબમાં વૈધવ્ય માંડેલું છે. મ્હારા કહેવાનું પ્રત્યક્ષ પ્રમાણ જોઇતું હોય તો કન્યાનું મ્હોં ઉધાડી જોવરાવો. તેમાં જોતાંજ જણાશે કે તે જન્મ સમયેજ મ્હોંમાં દાંત લઇને આવેલી હોવી જોઇએ. રાણીવાસની દાસીઓને સુવાવડીના ઓરડામાં મોકલી રાજાએ ખાત્રી કરાવી; તો તરતની જન્મેલી એ બાળકીના કુમળા મુખમાં ઝીણી ઝીણી બે દંતુડીઓ દેખાઇ ! દૂદનશી વાધેલાને આ જોશીબાવા ઉપર શ્રદ્ધા તો હતી, ત્યાં આ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું, એટલે , શ્રદ્ધાનું શું પૂછવું ? આવી નિર્ભાગી કન્યાને એક પણ દિવસ પોતાના ઘરમાં ન રાખવાનો રાજાએ નિશ્વય કર્યો.લાકડાની એક મોટીં પેટી મંગાવી. તેની વચ્ચે રૂ ભરાવી તેમાં બાળકથી સુખે સુવાય તેવી ગોઠવણ કરી. ને પેટીની અંદર બે બાજુ દૂધના ભરેલાં બે મોટાં વાસણો ગોઠવી તેમાં રૂના કાકડા વાટે કે નળીઓ વાટે એ દૂધ બાળકીના મુખમાં જાય એવી પણ વ્યવસ્થા કરી. પછી બાળકીને પેટીમાં સૂવાડી તેના મ્હોમાં પેલી દૂધની નળીઓ આપી પેટીને બંધ કરાવી.છેલ્લે નારાયણનું નામ લઇને એ પેટીને સમુદ્રમાં તરતી મૂકાવી.

         જેની પ્રભુ રક્ષા કરે છે તેને અનેક આપત્તીઓ પડે તોપણ જીવે છે. એ સિદ્ધાંત આપણે જગતમાં ચારેકોર જોઇએ છીએ. એ ન્યાયે સમુદ્રના તરંગોમાં ઝોલાં ખાતી ખાતી એ પેટી કેટલેક દિવસ મિયાણી બંદરે આવી. એ બંદરનો એક કંસારો પ્રાતઃકાળમાં બંદર કાંઠે ગએલો, તેને એ પેટી હાથ લાગી. છાનોમાનો તે પેટીને ઉપાડી ધેર લઇ ગયો ને તેમાં ખોલીને જોયું તો શું જોયું ? પેટીની અંદર સૂતેલું એક બાળકી સૂતી સૂતી મંદ મંદ હસે છે ! ને મરજી પડે ત્યારે દૂધ પીવે છે. ! ઓ દ્રારકાનાથ ! તારીશી દયા ! આ કંસારાને કોય સંતાન નોતા. તેથી નશીબજોગે તેની સ્ત્રીની યુવાવસ્થા પૂરી થવા આવી છતાં તેની સીમંતિની થવાની ઇચ્છા પૂરી થઇ નહોતી. એટલે ની સંતાન કંસારો કંસારી આ બાળકી જોઇને બહુ આનંદિત થયા. તેઓ બાળકીને પ્રાણથી પણ મોંઘી ગણી ઉછેરવા લાગ્યાં અજવાળીમાં ચંદ્ધની કળા જેમ વૃદ્ધિ પામે છે. તેમ આ કન્યા દિવસે દિવસે વધવા લાગી. આ કન્યાનો રૂપરાશિ અલૌકિક હતો. મિયાણીમાં આ સમયે પ્રભાતસિંહ ચાવડા રાજ્ય કરતા હતા તેણે યુવાવસ્થાના દ્ધારમાં પગ મૂકતી આ રૂપસાગર કન્યાને જોઇ. ને તેથી આ કન્યા પોતાને પરણાવવાને વાસ્તે તેના પાલક કંસારાને ત્યાં માગું મોકલ્યું, આથી તેનો પાલક કંસારો ગભરાયો. ને રાજા પોતાનાપર જુલમ ગુજારશે એ બીકે તે કન્યાને , પોતાની સ્ત્રીને તથા પોતાના સરસામાનને લઇને રાત વખતે મિયાણી મુકીને ચાલી નીકળ્યા. ને પોતાને સાસરે ઘુમલીએ આવ્યા. આ સમયે ઘુમલી ના રાજા રાણા ભાણજી  હતા.

       રાણા ભાણજીનું લગ્ન થાન કંડોરણાના ઠાકોર મિયાત  બાબરીયાની પુત્રી સૂરજદેવી સાથે થયું હતું. સૂરજદેવીને ઓઢો, જખરો ને રાખાયત નામના ત્રણ ભાઇઓ હતા. તેમાંનો રાખાયત સૌથી ન્હાનો હોવાથી લાકડો ને વાચાળ હતો; વળી તેની માનસિક પ્રકૃતિ જેવી તેજસ્વી ને ક્ષાત્રશૌર્ય ભરેલી હતી;  તેવી તેની શારીરિક સંપત્તિ પણ સૌદર્ય પૂર્ણ હતી. રાખાયત માતા. પિતા તથા બહેનને ધણો વ્હાલો હતો. એકવાર તેને પોતાના મોટા ભાઇ સાથે કાંઇ બોલાચાલી થઇ, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં રખાયત થાનકંડોરણા છોડી ઘુમલી નાશી આવ્યો. ને પોતાની બહેનનો તે મહેમાન થયો.રાણા ભાણજીએ પણ પોતાના લાડકા શાળાને હરવા ફરવા તથા સૂવા બેસવા વગેરેની સગવડ કરી આપી.

            ભવ્ય નગર ઘુમલીની પોળો ચૌટાંની સુંદરતા નિહાળવાને રાખાયત વારંવાર શહેરમાં જતો. કોઇવાર વેદ-ધ્વનીને ઘોષે ગાજી રહેતી બ્રહ્મંપુરિ જોઇ તે પ્રસન્ન થતો. તો કોઇવાર તે વ્યાપારકુશળ વણિકોની પ્રચંડ દુકાનો જોઇને પરમ આનંદ પામતો. આમ ફરતાં ફરતાં એક પ્રસંગ તે કંસારાવાડમાં આવી ચડ્યો. એ ૠતુ ચોમાસાની હતી ; એટલે એકાએક વાદળાનો ધાડા થયા બધી દિશાઓમાં અંધકાર છવાઇ ગયો. આકાશ ગર્જનાઓથી ગાજી રહ્યું ને વીજળીના ચમકારાઓએ દિશાઓને ભયાનક કરી મૂકી. અત્યારે કોઇના ઘરમાં ધડી આશરો લીધા વિના બીજો કોઇ રસ્તો નથી. એવા વિચારે રાખાયત એક કંસારાના પગથીયા ઉપર ચડ્યો. દેવજોગે આ ઘર ઝવેર કંસારાનું (પેલી દૂદનશી વાધેલાની કન્યા-સોન ના પાલક કંસારાનું) હતું. ઘરમાં આવતા ઇચ્છતા આ રાજવંશી અતિથિનો ”પધારો” કહી કંસારે સત્કાર કર્યો. ને યોગ્ય આસન, મુખવાસ વગેરે આપી ગૃહસ્થધર્મ બજાવ્યો. રાખાયતે પણ શિષ્ટાચાર પ્રમાણે વાતચીત પ્રશ્નો તમારૂં નામ શું ? તમે મૂળ ક્યાનાં રહેવાશી ?”  ”તમારે કોઇ સંતાન છે ?” વગેરે પૂછવા  માંડ્યો. ને તેમાં તેને જણાયું કે આ કંસારાને સંતાનમાં માત્ર એક પુત્રી છે. ને એ કંસારો મીયાણીથી અહી રહેવાને આવેલ છે.”

       થોડીવાર થઇ નહિ, ત્યાં તો માથે ભરેલાં બે ચકચકતાં  બેળાવાળી, પણ વરસાદે ભીંજાઇને તરબોળ થઇ ગએલી બે રમણીઓ એ કંસારાના મકાનમાં આવી. તેમાં એક પ્રૌઢ સ્ત્રી આગળ હતી. ને બીજી પાછડ હતી. તે ની સુંદરતા જોઇ ને રાખાયત તો મુગ્ધજ થઇ ગયો ! ને પોતે જાગે છે કે સ્વપ્રમાં છે ? તેનું પણ એને વિસ્મરણ થઇ ગયું.તેને લાગ્યું કે આ તે આકાશમાંથી કોઇ અપ્સરા ઉતરી આવી ? સોને પોતાના પિતાની પાસઃ કોઇ અજાણ્યા પુરૂષને બેઠેલો જોયો ! ને એ તે કોઇ દેવ છે કે સાક્ષાત કામદેવ શરીર ધારણ કરીને ભૂમંડળ ઉપર ઉતરી આવેલ છે ?” એવી સોનને પણ ભ્રાંતિ થઇ. પછી રાખાયતને પણ જાણ થઇ કે એ તો કંસારાની અવિવાહિત કન્યા સોન છે.  થોડીવાર પછી વરસાદ બંધ થયો એટલે રખાયત રાજમહેલે ગયો. પણ તે પોતાનું ચિત્ત તો કંસારાને ત્યાંજ જાણે મુક્તો આવ્યો ! એનું મન સોનમાં વળગી ગયું હતું. આમ કેટલાક દિવસો ચાલ્યા ગયા. 

   રાખાયત ઉદાસ રહેતો તથા દિવસે ને દિવસે દૂબળો પડતો જોઇને તેની બહેન સૂરજદેવીને બહુ ચિંતા થવા લાગી. રાણીએ એક દિવસ રાણાજી ને વાત કરી. પછી રાણા ભાણજીએ રાખાયતને પોતાની પાસે  બોલાવ્યો ને પૂછયું. -”રાખાયત ! તારૂ શરીર શુકાયગયુ છે હસતા પણ નથી તને દુઃખ શું છે ?”

રાખાયત– ”કહેવાથી કાંઇ ફળ નથી. એ દુઃખ કોઇથી મટાડી શકાય તેવું નથી.”

રાણાશ્રી-” હુ મારા કૂળધર્મના સોગંનથી કહું છું કે તારૂ દુઃખ હું મટાડીશ. 

બહુ આગ્રહ થતાં છેલ્લે રાખાયેતે શરમાતે શરમાતે  સોનને પરણવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી. રાણા આ અપૂર્વ માગણી સાંભળી દિંગજ બની  જાય એમાઃ નવાય શી ? કંસારાપુત્રી સાથે વિવાહ ન કરવાને રાણાશ્રીને તથા સૂરજદેએ રાખાયતને ઘણોજ સમજાવ્યો. પણ તે તો એક ટળી બીજો ન થયો. અંતે રાજાએ સોગંધ ખાધેલ હોવાથી કંસારાને બોલાવી તેની કન્યાનું રાખાયત માટે માગું કર્યું. કંસારે પહેલાં તો ઘણી આનાકાની કરી. પણ રાજસતા આગળ તેનું  શું ચાલે ? છેલ્લે તે પરણાવવા રાજી થયો. ઇશ્વની કેવી લીલા છે. એક રાજાને ત્યા સોનનો જન્મ થયો. અને રાજાને ત્યા જન્મલીધા પછી પણ ગરીબ કંસારાને ત્યા ઉછરવું ? અને ગરીબ ઘરમાં ઉછરવા છતા રાજકુમાર સાથે લગ્નસંબંધ જોડાવો ? ઇશ્વરની લીલા તેજ જાણી શકે ! લગ્નની તૈયારી થઇ અગ્નીમાં હોમ કરાવે છે. પહેલું મંગળ ફરે છે. એજ વિધિએ બીજુ. ત્રીજુ મંગળ ફરે છે. ને એમ ચોથું મંગળ ફરી  વિવાહ -વિધિ પૂરી કરશે એમ સૌવ ધારે છે. પણ પ્રભુની શી ઇચ્છા છે ? એ તો તેજ જાણે છે. અને અચાનક હોકારા, પડકારા ને બુંબાબુમ થવા લાગી. બધા નાસભાગ કેમ કરવા લાગ્યાં ? મંગળ ગાતી માનિનીઓ પણ ગાવું છોડી અચાનક કેમ નાઠી ? વિવાહમાં આ વિધ્ન શું આવ્યું ?

 રાખાયતને ખબરપડી કે કોય ગાયોનુ ધણ વાળી ગયું છે. અને એ પણ ખબરપડી કે ધણ વાળવા વારા તેમના ભાયો જ છે. એક કંસારાની પુત્રી હારે રખાયત લગ્ન કરતો હતો તે તેમના ભાયોને ઓઢો ને જખરો બાબરીઓ લશ્કર સાથે ઘુમલી તરફ આવ્યા. ને વિવાહમાં વિધ્ન નાંખવા તેમણે ત્યાંની ગાયોનું ધણ વાળ્યું. 

 રાખાયત ખરેખરો શૂરવીર હતો. અને તે ગાયોના ધણને વાળવા જવા ચાલ્યો. તેણે વરમાળાને ગળામાંથી દૂર કરી. ને જે હંસલે ઘોડે બેસી પોતે પરણવાને આવેલો હતો; તેજ ઘોડે બેસી તે શત્રુ સામે જવા ઘોડા ઉપર ચડવા લાગ્યો સાસુ સસરાએ તેમજ પરણાવનારા  બ્રાહ્મણોએ લગ્નવિધિ પૂરો થાય ત્યાંલગી રોકાવાને ઘણી વિનતિ કરી. પણ સઘળું મિથ્યા ? એ વીર તો છલંગ મારી ઘોડાપર ચડી બેઠો. તેનો મસ્ત ઘોડો પણ શૂરાતનના આવેશમાં છલંગો મારવા લાગ્યો ત્યારે તે યુદ્ધ મા વીરગતી પામ્યો. 

રાણા ભાણજી સાથે બીજી એક કથા છે કે તે સોનકંસારી ના પ્રેમ મા પડીને સોન ઉપર અત્યાચાર કરે છે. તેથી સોન પોતાનો બચાવ કરવા થાનકી બ્રાહ્મણ ના સરણે જાય છે પછી ભાણજી જેઠવા બ્રાહ્મણો વચ્ચે લડાઈ થાઇ છે જેમા સવામણ જનોઇ  થાય એટલા બ્રાહ્મણો મુત્યુ પામે છે.

  ધાર્મિક રાજા ભાણજી જેઠવાએ આ પવિત્ર સ્ત્રીનું નામ રાખવાને તે સતી થઇ ત્યાં દહેરાં ને તળાવ બંધાવ્યાં. જે સોનને સતી થતાં અટકાવ્યાનું ફુટનોટની વાર્તામાં દર્શાવેલું ખરૂં કારણ ન જણાવાથી કેટલાક ઇતિહાસલેખકો અવળે રસ્તે દોરાયા છે. ને રાણાનો સોનપર અત્યાચાર થયો” એવી કથાઓ લખી ગયા છે. પણ રાણા ભાણજી જેવા ધાર્મિક રાજાના સંબંધમાં એ વાત અસંભવિત ને અસત્ય લાગે છે; વળી રાણાજીએ સોનની યાદગીરી માટે તેની દહેરાં બંધાવ્યા છે તથા તળાવ ખોદાવેલું છે તે તેના પ્રવિત્રા ના શાક્સી છે. ” કંસારીના દહેરા ”  ને ”કંસારી તળાવ ” ને નામે હજુ પણ વેણુ ડુંગર પાસે હાલ પણ છે.

  સોન કંસારી અને રાખાયતના દુહાઓ સાથે વીસ્તાર  કથા હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા મા વર્ણન કરેલ છે.

સંદર્ભ 

હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા 

લે. વીરદેવસિંહ જેઠવા 

9725071704

અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધિઃ

Standard

          મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬  આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી,ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા,લોડાઇનાં આહિર વીઘો,લોડાઇના સુથાર કંથડ,બૈયાના મેકોજી ઠાકોર,નાગલપરના ક્ડીઆ કાનજી કુંભાર,ભુજના સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી જોષી,લેરીઆના જાડા ખીંયરાજી ઠાકોર,રાપરના રવિ-ભાણ સંપ્રદાયના સાધુ સુંદરદાસજી,અને વાગડ-વિજયાસરના રામદેપોત્રા વાઘાજી એમ આગીયાર મરજીવાઓ સાથે જીવંત સમાધી લીધી.જેના આજે ૨૮૬ વર્ષ થયા.

           દાદા મેકરણે ધ્રંગમાં જીવતા સમાધી લીધી ત્યારે એ જ દિવસે અને એ જ સમયે જુદા જુદા ગામોમાં દાદાની સાથે કુલ એકતાલીસ(૪૧) જણાએં સમાધી લીધેલ.ધ્રંગમાં દાદાની સાથે અગીયાર વ્યકતિ તથા લાલીયો ગધેડો અને મોતીયો કૂતરો.વીંછિંયામાં પાંચ,રાપર ખોંખરામાં  બે,આડેસરમાં સાત,વીડીજપસિંધમાં પારુરાજા અને મેધાબાઇ એમ બે,તથા પરબવાવડીમાં બાર એમ મેકરણ દાદા મળી કુલ બેતાલીસ જણાએ એકજ દિવસે એકજ સમયે સમાધી લઇ આત્મત્યાગ કર્યો.

    

           દાદા મેકરણ ભેખ લઇને ક્ચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરનાર કરી છે.બીલખા તેઓએ બાર વર્ષની તપસ્યા કરેલી.શ્રી નૂરસતસાગરની જગ્યામાં ધૂણો આવેલી છે.ત્યાં લુશાળાની બાજુમાં ખોખરડા ગામમાં દાદા મેકરણનો છ મહીનાનો ધૂણો છે.તે લખમણ ઘૂણા તરીકે ઓળખાય છે.ત્યાથી દાદા મેકરણ પરબવાવડીની જ્ગ્યાં જ્યાં સિધ્ધ સરભંગ ઋષીનો જે ઘૂણો હતો તે દાદાએ ચેતન કરેલો અને છ મહીના ત્યાં રોકાણા.ત્યારબાદ ગુરૂદત અવતાર દેવીદાસજી,અન્નપુર્ણા અમરમાં અને શાદુળભગત જેવી દિવ્ય આત્માઓએ આવી ધૂણો સંભાળ્યો અને માનવસેવા કરી.આવીરીતે ગિરનારની ચારે દિશાએ તપસ્યા કર્યાબાદ દાદામેકરણ ગિરનાર પર ગુરુ ગોરખનાથનાજી ધૂણા પર છ મહિના રહે છે ત્યાં તેમને ગુરૂ દતાત્રેય અને દાતારના દર્શન થાય છે અને અક્ષય કાવડ ભેટમાં મળે છે. આ સમય દરમ્યાન સિધ્ધ જેરામભારથી, વાધનાથજી, વેલોબાવો-વેલનાથજી સાથે પણ સત્સંગ થાય છે. બિલખા ધૂણા ઉપર પ્રેમજી નામે લોહાણા સદગૃહસ્થ હતા જેની દાદા પર અપાર શ્રધ્ધા હતી.ખોખરડા ધૂણા ઉપર કાપડી રહે છે.લખમણ ધૂણા ઉપર ગોવિંદરામજી નામના સંત તથા પરબના ઘણા સંતો રહે છે.આ તમામ ધૂણા ઉપર આજ સુધી પુજન અર્ચન ચાલુ છે.દાદા મેકરણ તીર્થાટન કરી ક્ચ્છ વાગડનાં જંગી ગામે પધારી બાર વર્ષનો ધૂણો સ્થાપે છે અને ત્યાં શિષ્ય આશારાજાને જગ્યા સોંપી એ પરંપરામાં
(૧) જંગી અખાડો –

૧.મહંત અશારામજી ૨.પ્રેમજીરાજા ૩.રતનજીરાજા ૪.નરસંગરાજા પ.આણંદરામરાજા  ૬.ખીમરાજા ૭.દેવીદાસરાજા ૮.જીવણરામરાજા ૯.દયારામરાજા ૧૦.અરજણજીરાજા ૧૧.રણછોડરાજા (વર્તમાન મહંત)  તથા ધણા બધા શિષ્ય ગૃહસ્થો થયેલ જે ગુજરાતની અલગ-અલગ જગ્યાએ વસવાટ કરે છે.
(૨) લોડાય અખાડો –

બાર વર્ષનો ધુણો છે

૧.ભાણજીરાજા ૨.સેવારામરાજા ૩.લખમણરાજા ૪.ગોપાલરાજા (વર્તમા મહંત)
(૩) ધ્રંગ અખાડો – 

અહીયાં દાદાએ જીવતા સમાધી લીધી

૧.અરજણરાજા ૨.રાયમલરાજા ૩.વિજારાજા ૪.માલારાજા ૫.માવજીરાજા ૬.ગંગારામરાજા ૭.મુળજીરાજા ૮.કુંવરજીરાજા ૯.મનજીરાજા ૧૦.કાનજીરાજા ૧૧.મુળજીરાજા (વર્તમાન મહંત) જેમની સાતમી પેઢીએ મહાન શિષ્ય પુજારી ૧૨.રણછોડરાજા જેમને ભુજની વ્રજ પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેઓ સારા વક્તા અને પીંગળ શાસ્ત્ર તથા ભાષાના મર્મગ્ય હતા.તમને લખેલા ભજનો અને કાવ્યો આજે લોકમુખે ગુંજી રહ્યા છે.
(૪) ભારપર અખાડો –

૧.મેઘજીરાજા ૨.ક્લ્યાણજીરાજા ૩.શામજીરાજા ૪.રામજીરાજા ૫.મુરજીરાજા ૬.દેવજીરાજા (વર્તમાન મહંત) તથા શિષ્ય ભરતરાજા
(૫) મોરઝર અખાડો –

૧.પૂંજલરાજા ૨.મુળુરાજા ૩.સુરારાજા ૪.માંડણરાજા પ.વેલજીરાજા ૬.દિલીપરાજા (વર્તમાન મહંત)
         પૂંજલરાજા એમ મહાન સંત હતા.તેમની જગ્યામાં જીવંત સમાધી લીધી.તેમના શિષ્ય મુળુરાજા અને તેમના સુરો રાજા મહાન તપ્સવી હતા. તેમને કાયમ દાદાની ગાદ ઉપરથી સવારે ક્ચ્છી ચલણની પાંચ કોરી મળતી.મોરઝર ગામ ચારણ સમાજનું ગામ છે અને બધાજ ચારણો આજે પણ જગ્યામાં સક્રીય રસ ધરાવી દાદા પર અખંડ શ્રધ્ધા ધારાવે છે.
          દાદા મેકરણ જ્યારે જંગી તપસ્યા કરતા હતા ત્યારે તેમના ધર્મના બહેન જશીબાઇ જે રબારી સમાજના હતા તેમને માડીજાયો ભાઇના હોવાથી દાદા તેમના ભાઇ બનેલ. જશીબાઇ વાંઢીયા ગામે રેહતા હતા અને વાંઢીયા ગામના કાયાજી ઠાકોર વસંજ શ્રી મોડજી ત્યારે વાંઢીયાના જાગીરદાર હતાં. તેમને ત્યાં સતાન નોહતા તેથી મહારાણી સાહેબ અવારનવાર જશીબાને કેહતા કે તમે દાદા મેકરણને વાત કરો જેથી અમને આશીર્વાદ આપે અને દાદાની કૃપાથી અમને સંતાન સુઃખ  મળે.જશીબાએ સમય મળતા દાદાને વાત કરી અને દાદાએ કહ્યુ ઠાકોર સાહેબ મોડજી અને મહારાણીશ્રીને મારી પાસે લેતા આવજો.ઠાકોર સાહેબ મોડજી દાદાને સારીરીતે ઓળખતા અને તેમના તરફ પુજય ભાવ ધરાવતા. એક દિવસ તેઓ રાણી સાથે દાદાના દર્શને જંગી પધારે છે.
           દાદાએ તેમને આશીર્વાદ આપ્યા અને બોલ્યા “બેટા, દિકરી હું તમને આશીર્વાદ આપુ છું. મારુ નામ મેકરણનાથ છે.તમારે ત્યા બે દિકરાનું અવરણ થાશે. તેમાથી પેહલો દિકરો આવે તેનુ નામ નાથજી રાખજો જે મારૂ જ બીજુ સ્વરુપ હશે .બીજા દિકરાનો જન્મથાય તેનુ નામ દેવોજી રાખજો. સાંભળ બેટા પેહલો દિકરો નાથજી ના લગ્ન થશે અને તેમને ત્યાં નવ દિકરા થશે તેમાંથી સાત દિકરા જાગીરદાર થશે અને બે દિકરાનો વંશ નહિ ચાલે.બીજો દિકરો દેવોજી જેના ઘેર દશ દિકરા જન્મશે અને ઇચ્ચકોટીના ભક્તો હશે.”
        આવીરીતે દાદાએ આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાં દિકરાઓ થયા.મોટા દિકરા નાથજી ને વાંઢીયાની જાગીર મળી.અને તેના નવ દિકરાની જાગીરો-જેમાં ક્ટારીયા,લાક્ડીયા, ચિત્રોડ, સાંયા, કુંભારડી,વિજયાસર માળીયા-મીયાળા બધા જાગીરદારો બન્યા અને મહા પ્રતાપી રાજપુતો બન્યા.વિજ્યાસરમાં મહાપ્રરાક્ર્મી અને દાનવીર દાતાર શ્રી કુંભોજી અને જશોજી થયા. અંગ્રેજો જ્યારે કચ્છ આવતા હતા ત્યારે રસ્તામાંથી બે ઘેટાં માલધારી પાસેથી લીધાને  વિજયાસર પાસે છાવણી નાખી. ઠાકોર સાહેબને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના બંન્ને કુંવરોને ધેટાંની જગ્યાએ બંધાવી ધેટાં છોડી લે છે. અંગ્રેજો જ્યારે ધેટા લેવા જાય છે તો બે છોકરાઓને જુએ છે અને પુછે છે કે કોણે તમને અહિં બાંધ્યા કુંવરો જવાબ આપે છે કે ‘અમે વિજ્યાસર ઠાકોર ના પુત્રો છીએ અને અમારા પીતાએ કિધુ છે કે અમારા ગામમા અબોલ પશુની હત્યા કરવી નહિં જો આપને જમણવાર ખાવાની કરવો હોયતો અમારી હત્યા કરીને કરો એવુ અમારા પીતાશ્રી એ કીઘેલ છે.’ છોકરાના જવાબથી અંગ્રેજ ઓફીસર પીગળીં જાય છે ત્વરીત તેને મુક્ત કરી પોતાની ટોપી ઠાકરસાહેબના ચરણો માં મુકી કુંવરો ને સોંપે છે તથા એમના જીવદયા પ્રેમને બિરદાવે છે.આવા રાજપુતો કાયાંણી પરીવારમાં ખૂબ થયા છે.આજે દાદા મેકરણને ખુબ માને છે.

         દેવાજી ના દશ દિકરાઓ થયા તેમને માળીયાની બાજુમાં  વાધરવા નામનું ગામ વસાવ્યુ.વાધારવાનું તોરણ વાધાજી તુંવરનું બાધેલુ છે  આમ વાધાજી તુંવર તે ગામ વિજ્યાસરના રામદે પૌત્રા હતાં અને વાઘાજી તુંવર દાદા મેકરણના સગામામા થાય.દાદા મેકરણના માતૃશ્રી પંબામા તુંવર વાઘાજીના સગા બેહેન થાય આ નાતે વાધાજી તુંવરે ધ્રંગમાં જીવંત સમાધી લીધેલ.
વિવિધ સ્થળોએ જીવંત સમાધિઓઃ- 

       

પારબ્રહ્મરાજા અને મોંઘીબાઇ  વિડીજંપ સિંધ પાકિસ્તાનમાં,સાધુ છતારામજી હથુગા સિંધ પાકિસ્તાનમાં,પુરસનરામકી જોડ સિંધ પાકિસ્તાનમાં જીવંત સમાધિ લીધેલ.
સામંતરાજા સાથે છ જણની જીવંત સમાધિ વિંછીયા તા.ભુજ. મોમાયારાજા સાથે છ જણની જીવંત સમાધિ.તે ઉપરાંત આડેસરમાં(તા.રાપર) તેમના શિષ્ય શીલદાસજી અને તેમના શિષ્ય લખીરામની જીવંત સમાધિ.દામજીરાજા ઉમૈયા તારાપર,ગોપાલરાજા જુના ક્ટારીયા, પાંચણજીરાજા ની વિજયાસરમાં જીવતા સમાધી.બાવા પ્રેમસાહેબ સાથે પાંચ જણ માયો,મોમાયો,લીરલબાઇ અને મીણો જીવંત સમાધિ જંગીમા.મોમાય માતાજી મોમાઇમોરા ગામના વાડામાં પાંચ જીવંત સમાધિ.બુટાકાપડીની માળીયામાં.હરસુરદાદા કાપડી જે જંગી બાવા પ્રેમજીરાજા ના શિષ્ય હતા તેમની જીવતા સમાધિ ગુજરીયા તા.ભેસાણ જુનાગઢ છે.તેમને ત્યાં ધૂંણો પર ચેતન છે તેમના વંસજો કાપડી બીલખા અને જેતપુર વસે છે.
લોડાઇ ગામે લછીરામજી તથા કુનરીયા મોરાહું રાજા કાપડી તથા મોરઝરમાં પૂજલરાજા કાપડી, તથા ધાબળામાં રાજા કાપડી તથા હંસારાજા કાપડી, કીડાણા ગામે તથા મોરઝર ગામમાં પૂંજલદાદાની સેવામાં એક હરીજમ રેહતો તેમની પણ પૂંજલદાદાની બાજુમાં સમાધિ છે.તે સિવાય ધ્રંગ મુકામે મેકરણ દાદાના મંદિરની બાજુમાં હરીજનના મારાજ ગરવા હિરાની સમાધિ આવેલ છે.તે ઉપરાંત માડવી તાલુકાના ડોણ ગામમાં આઇયું માતાજીનું મંદિર આવેલ છે તે ગામમાં બધા ભાનુશાળી કાપડી માતાજીની સેવા પુજા કરે છે.માતાજીના જાહેર પરચા છે.
બનાસકાંઠામાં ધણી જગ્યાઓએ કાપડીની જીવંત સમાધિઓ છે. ભારપરમાં હાજલદાદા કાપડી અને મોમાયા દાતાર, રામબામાં, શામળામાં તથા બાવા મેઘજીરાજાની જીવંત સમાધિઓ છે.ક્ચ્છમા મછોયા આહિરો, સાખરા ચારણો તથા પડાણાના જાડેજાઓ,મીંદીયાળા રામાણી રબારી તથા તુણા ગામના ઝેર આહિરો તથા ક્પાયા ગામના સાગર શાખાના ચારણો આ બધા હાજલદાદાના દાની છે.તેથી આ પરીવારોએ હાજલદાદાના આશીર્વાદથી ખુબ પ્રગતી કરી છે.
તેમની વંશ પરંપરા તથા શિષ્ય પરંપરા આજે પણ ચાલુ છે.
મેકરણદાદા બાર વર્ષ જંગીમાં રહ્યા અને તેમણે જંગી છોડ્યુ ત્યારે શિષ્ય આશારામજીને આશ્રમનો વહિવટ સોંપેલો.તે આશારામજીના શિષ્ય પ્રેમજી રાજા સંવત ૧૭૭૧ જંગી જગ્યાની ગાદીએ આવ્યા. તેમના ચાર શિષમાં પ્રથમ પંચાણજીરાજા,બીજા લાલજીરાજા, ત્રીજા રત્નજીરાજા અને ચોથા શિષ્ય હાજલજી રાજા થયા.
શ્રી મેક્ણ ફોજઃ
દાદા મેકરણના જે સંગાથી હતા,તેમા પ્રેમાબા ધ્રંગના જાડેજા પરિવારના.લીરબાઇમાં લોડાઇના ડાંગર આહિર.કાથંડ સુથાર ગામ લોડાઇ,વિધા ગામ લોડાઇ ના આહિર,ખીરાજી જાડેજા બૈપાવના,પતંગશાહ દાદાના ભાઇ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો,માયાગરજી જુના અખાડા પાલીરાજસ્થાન,સુંદરભાણ રવિભાણ સંપ્રદાય રાપરના, પ્રેમજી જોશી ભુજમા સારસ્વત બ્રાહ્મણ,વાઘાજી તુંવર વિજયાસરમા દાદાના સગા મામા,મેઘાજી જાડેજા લોરીયાના, કાનજી મીસ્ત્રી નાગલપરના,લાલીયો અને મોતીયો 

દાદાના પ્રીય પશુઓ ગધેડો-કૂતરો.
📌 *સંદર્ભ તથાપ્રકાશકઃ*

શ્રી હાજલદાદા જીવન ચરિત્ર ભારપર  અખાડા

✏ ચીત્રકાર કરશન ઓડેદરા-પોરબંદર

 📌 *પ્રેષિત-સંક્લન-ટાઇપઃ*

મયુર.સિધ્ધપુરા-જામનગર

शिव अवतार वंदना

Standard

.      *रचना:जोगीदान गढवी (चडीया)*
*दक्ष यग्न रग दोळवा, तांडव रचियो तद्र*

*जटा लट्ट से जोगडा, भयो नाथ विर भद्र*01
हे भगवान महादेव आपे दक्ष ना यग्न मा सती ना दहन थी क्रोध करी ने जटा नी एक लट तोडी विरभद्र अवतार धर्यो अने तांडव रची दक्ष नुं मस्तक छेदी नाख्युं तथा बधा देवो नी विनवणी थी तेने बकरा नुं मस्तक आप्युं आपना विरभद्र अवतार ने मारा वंदन छे.

*शनी पछाड्यो शंकरा, आभलीये थी आप*

*जग्ग तणां सौ जोगडा, बाळ उगार्या बाप*02
हे भगवान शंकर दधिचि ना पुत्र तरीके आपे पिपलाद अवतार धर्यो अने दधिचि आप ने मुकी ने निकळी गया..पिपळा ना पान सेवी ने आप मोटा तपस्वि थया ने पुछ्युं के मने केम बाळपण मांज पिताये छोडी दिधो अने जांणवा मळ्युं के शनि नी द्रस्टी ने कारणे ने त्यां आपे तेने ग्रह मंडळ थी हेठो फेंक्यो तप ना बळे..पण बधानी बहु विनती ते कोयदी जन्म थी सोळ वरस सुधी ना बाळक ने नही हनेडे ते सरते छोडी जगत ना बाळको नुं कल्यांण कर्युं आपना पिप्पलाद अवतार ने मारां वंदन छे..
*तपस्या जद ब्रह्मा तप्या,प्रगट्या सुंणी पुकार*

*जडधर धरियो जोगडा, अर्ध नार अवतार*03
हे भगवान भोळीया ज्यारे ब्रह्माजी ये सृस्टी ने आगळ वधारवा आपनी अत्यंत तपस्या करी त्यारे तेमना तप ना फळ नी मागणी रुपे आपे सृस्टी मां नारी रुप ने प्रकटाववा तेमज नारी शक्ति नुं महत्व जगत ने समजाववा अर्धनारीश्वर अवतार लई तेमांथी शक्ति तत्व ने सृस्टी पर नारी रुप आप्यु आपना आ अर्धनारीश्वर अवतार ने मारा वंदन छे
*अयोनीज प्रगटेल ईश, शिलाडीन तप साथ*

*जरा मृत्यु जीत जोगडा, नंदीश्वर भये नाथ*04
हे भगवान निलकंठ ज्यारे शिलाडीन ऋषी जेवा ब्रह्मचारी ने पोतानो वंश चलाववा अयोनीज पुत्र माटे आपनी तपस्या करी अने तेने खेतर खेडतां आप स्वयंभूः रुपे भुमी मांथी पुत्र रुप प्रकट्या अने आनंद नो पार न रेहतां आप नुं नामाकरण नंदी करायुं..आम शिलाडीन ऋषी नुं नाम अमर करवा लीधेल आपना जरा अने मृत्यु ने जीतेल नंदिश्वर अवतार ने मारा वंदन छे.
*भरमा विष्णु भ्रांत को, जरा न पावत जीत*

*जग सरजक भय जोगडा, भैरव से भयभीत*05
हे भगवान महाकाळ ज्यारे ब्रह्मा अने विष्णु पण हुं मोटो ई भ्रांती नी भ्रमणा मां भरमाया त्यारे आपे क्रोधित थई भैरव अवतार धरी बंन्ने ने पोतानी स्थिति नुं भांन कराव्युं अने आंगळी ना नख थी बडबडी रहेल ब्रह्मा ना मस्तक ने छेदी नाखेल..आपना ए काशीपति काळ भैरव अवतार ने मारां वंदन छे.
*होय शस्त्र नव हाथ हण, क्रोध उपर रख काप*

*जन्म शिखावत जोगडा, अस्वस्त थामां आप*06
हे भगवान चंद्रमौली आपे अस्वस्थामा अवतार थी जगत ने जणांव्युं के हाथ मां हथीयार होय तो पण तेनो उपयोग निर्दोष ने हणवा माटे न करवो तथा क्रोध पर काबु राखवो अने अस्वस्थ न थवा नी शिख देता आपना अजर अमर अस्वस्थामा अवतार ने पण मारां वंदन छे.
*नाथ झपट नरसिंघ पर, पुंछ लपट कीय पार*

*जुक्या देव पद जोगडा,असो शरभ अवतार*07
हे भगवान त्रिपुरारी ज्यारे हरण्यकस्यप ने मारी भगवान नरसिंह नो क्रोध शांत नोहतो थतो त्यारे आपे अडधुं मृग नुं शरिर ने अडधुं सरभ पक्षी नुं आंम.शरभ अवतार थी नरसिंह ने पुंछडी मां लपेटी ने आकास मां उपाड्यो त्यां तेऩी छाती मां चांच मारी शांत नई पण नरसिंह ने भयभीत करी नाख्यो अने जगत ने क्रोध थी उगरवा सिख आपी तेवा आपना शरभ अवतार ने मारां वंदन छे.
*भग्त पाप सब भंजवा, कर्यो रुप कपीयान*

*जाळक लंका जोगडा, हर प्रकट्यो हनुमान*08
हे भगवान पिनांकपांणी आपे पोताना अनन्य भग्त रावण नां पाप बाळी देवा माटे लंका बाळवा कपीवर एवा हनुमान नो अवतार लीधो जेऩी कथा जग विदित छे एवा आपना हनुमान अवतार ने मारां वंदन छे.
*अनहद तपस्या से अयो, गुर्जर घर गुंणवान*

*जठराग्नि रुप जोगडा, गृहपति शंकर गान*09
हे भगवान करुणाकर सुचिस्मति अने विश्वनार ऋषी नी तपस्या थी प्रसन्न थई आपे तेमने त्यां गृहपति नामे अवतार धारण कर्यो जे जठराग्नी नुं बिजु रुप कही सकाय तेवो हतो ते गृहपति अवतार ने पण मारां वंदन छे.
*कियो क्रोध हर कामपर, रुद्र चुक्यो निज राह*

*जडधर जनम्यो जोगडा, दुरवाशा रुप दाह*10
हे भगवान अजन्मा शिव आप अत्री ने आश्रम जई पोतानी राह चुकी ने जमवा नुं पिरसणुं माग्युं तथा सती ना तपोबळे आप बाळक बन्या तथा माता अनसुया ने खोरडे दुर्वासा अवतार धर्यो अने क्रोध थी केवो विनास थाय छे तथा पोतानीज तपस्या ओछी थती जाय छे तेवि सिख जगत ने आपी ते आपना दुर्वासा अवतार ने मारां दंडवत प्रणांम सह वंदन छे.

*वृषभ बणी विष्णुतणो, विध्वस करीयो वंश*

*जई पाताळे जोगडा, अवतारी शीव अंश*11
हे भगवान कालातीत आपे विष्णु पुत्रो के जे पाताळ थी पृथ्वी सुधी विनास वेरी रह्या हता ते तमाम विष्णु ना वंश नो विध्वंस करवा वृषभ अवतार लई धर्म नुं रक्षण कर्युं छे आपना वृषभ अवतार ने मारां वंदन छे.
*भलो रख्यो ध्रम भीलडे, सद आतिथ सत्कार*

*जुक्यो शीव चीत जोगडा, यती नाथ अवतार*12
हे भगवान व्याघांम्बर ज्यारे आप आहुक भील ना त्यां रातवासा माटे यतिनाथ अवतार मां गयेल त्यारे आप ना आतिथ्य ना रक्षण हेतु ते भीले पोतानो धर्म बजावी जीव दिधेल..आपे आ रिते समाज ने आतिथी देवो भवः नुं सिक्षण आप्युं छे..आपना यतिनाथ अवतार ने मारां वंदन छे.
*गण गोकळ समजे गणां, सत्य करे नही सोध*

*जगन नभग पर जोगडा, कृष्ण द्रशन किय क्रोध*13
हे भगवान उमानाथ लोको तो आपना कृष्ण दर्शन अवतार ने एवुं समजे छे के तमे कृष्ण ने जोवा गोकुळ आव्या ते रुप.. पण सत्य तो ऐ छे के आप ज्यारे नभग ना यग्न वखते त्यां ऋषी कृष्ण(काळो वर्ण)दर्शन(देखावुं) एटले काळ पुरुष अवतार मां आवेल अने ते यग्न धन संपत थी क्षुधार्थु नुं जे कल्यांण करेल आपना ते कृष्ण दर्शन अवतार ने मारां वंदन छे.
*नवे खंड जाको नमे, भजे प्रेत अरु भूत*

*जुक्यो सचीपत जोगडा, अवतारी अवधूत*14
हे भगवान पशुपति नवेखंड धरती आपने नमे छे भुत प्रेत आदी आपने भजे छे तथा आपना अवधुत अवतार ने ओळख्या सिवाय ईन्द्रये वज्र नो घा करवा हाथ उंचो कर्यो अने त्यां ने त्यां थीर थयो पछी आप नी स्तुतीयो करी ने मांड छुट्यो, आपे जे एने शक्ति नुं अभिमान न करवा सिखव्युं ते आपना अवधुत अवतार ने मारां वंदन छे.
*सतरथ ना संतान कज, प्रकट विदभ पहचान*

*जीव जीवाड्यो जोगडा, भिक्षुक थई भगवान*15
हे भगवान अनाथो नाथ तमे विदर्भ देस ना राजा सत्यरथ ना पराजय पछी तेनी भटकती राजराणी पोताना पुत्र ने पांणी पिवडाववा सरोवर पासे गई अने मगर नो सिकार बनी त्यारे एक भिक्षुक तरिके त्यां आवेल अने ते बाळक ने बचावी ते मोटो थया पछी तेनी सहाय करी तेने पाछो जीताड्यो आम आप अनाथ ना पण नाथ होवानुं जगत ने जणांव्युं तेवा आपना भिक्षुक अवतार ने मारां वंदन छे.
*भ्रम भेटण कज भग्तनो, जब अकळायो जीव*

*जंगल प्रकट्यो जोगडा, सुरेश्वरा रुप शीव*16
हे भगवान महेश्वर ज्यारे व्याघ्रपद नो पुत्र उपमन्यु आपनी जंगल मां उपासना करतो हतो त्यारे आपे सुरेश्वर रुपे शीव ने न केहवाना शब्दो कहेल..तेनाथी क्रोधीत थयेल उपमन्यु आपनी सामे थयो त्यारे आपे पोते शंकरावतार होवानुं कही दर्शन आपेल अने तेने क्षीर सागर जेवा अनश्वर सागर नुं आधीपत्य आप्युं जे दुध नो समुद्र होवानुं पुराणो कहे छे..तेवा आपना सुरेश्वर अवतार ने मारां वंदन छे.
*दियां शस्त्र अरजून द्रढ,परख करी पशुपात*

*जय आशिस दिय जोगडा, कौरव ध्वंस किरात*17
हे भगवान भालचंद्र आपे अर्जुन ने कौरव विरुद्ध लडवा अस्त्र सस्त्र प्रदान कर्यां ते पेहला तेनी सामे किरात ना रुपे पधारी तेनी साथे युद्ध कर्युं अने जगत ने समजाव्युं के देवाता दान माटे पात्र योग्य छे के नही तेनी परख करी ने आपवु आम अनहद सिक्षा ना गुरु तेवा आपना किरात अवतार ने मारां वंदन छे.
*तोड सके ना तणखलुं, दैव बन्या हिंण दैव*

*जदे यक्ष बण जोगडा, मद त्रौडत महादैव*18
हे भगवान महादेव ज्यारे आपे विस पिधु अने देवो बधा अमरत पिधा ना मदमां आव्या त्यारे यक्ष ना रुपे आप आवी तणखलु तोडवा सौने कह्युं पण कोयथी एक तणखलुंय तुट्युं नई..अंते आकासवांणी  थई अने आप महादेव होवानुं सौने जांणमा आवता बधा करबंधी आपनी प्रार्थना करवा लाग्या आम हे मद तोडनार महादेव आपना यक्ष अवतार ने मारां वंदन छे.
*शंभु गिरिश भव थांणु शिव, सदा शिव हर सर्व*

*जपत कपालीय जोगडा, गंज पिनाकीन गर्व*19
हे भगवान गंगाधर जेनी जटामां थी निकळतुं जळ जो पाप मुक्त करी देतुं होय तो आपना अवतारो नो उल्लेख करनार ना तो भवोभव नां पाप प्रजळी जाय

हे भगवान रुद्र आपना तमाम अवतारो मां दस रुद्र अवतार तरीके.. 1.शंभु, 2.गिरिश,3.भव,4.स्थांणुं,5.शिव,6.सदाशिव,7.हर,8.सर्व,9.कपाली,अने 10पिनाकी एम पण पुरांणो मां वर्णवाया छे…आपना तमाम रुद्र अवतारो ने मारां वंदन छे.

​મહારાણાશ્રી નટવરસિંહજીનો લગ્ન મહોત્સવ.

Standard

​મહારાણાશ્રી નટવરસિંહજીનો લગ્ન મહોત્સવ.


બે પવિત્ર રાજકુળોનો –જેઠવાકુળ ને ઝાલાકુળનો  સંબંધ બંધાણો.


રાજ્યારોહણના મંગળપ્રસંગ પછી તરત જ લગ્ન મહોત્સવની ધામધૂમો શરૂ થઇ. એટલે કે મહાશુદ 11 થી પૂર્ણિમાલગીની પાંચ રાત્રિઓ લગી દમામવારા સામૈયાં નીકળ્યાં. એ ભવ્ય સામૈયાનું વર્ણન કરવાને કોઇ મોટા મોટા મહાન લેખક ની જરૂર પડે. ટુંકામાં કહું તો એટલુંજ કે એ સામૈયાંના મોટા હાથી ઉપર  હિઝ હાઇનેશ મહારાજા મહારાણા શ્રી નટવરસિંહજી સાહેબ બીરાજમાંન હતા. તેમને જોવા આખા નગર ના માણસો ઉભરાયા. જેથી રસ્તાઓ ખીચોખીચ ભરાઇ ગયા. તે બધા પોતાના રાજાની સવારી જોતા હતા. જ્યાં જ્યાંથી સવારી નીકળતી ત્યાં ત્યાં બારીઓમાંથી સ્ત્રીઓ ફુલોથી, કંકુથી ગુલાલથી ને મંગલ આશીર્વાદથી તે વધાવતી હતી. આ ભવ્ય દેખાવ ખરેખર જોવા જેવો હતો.

લીંબડીના મહારાજાશ્રી દોલતસિંહજી સાહેબ નાં સુશિક્ષિતા, સદગુણમંડિતા, રાજકુમારીશ્રી રૂપાળીબા સાહેબ સાથે મહારાજા મહારાણાશ્રીનું વેવિશાળ થયેલું હતું. તેથી મહા શુદ પૂર્ણિમાની પ્રકાશપૂર્ણ રાત્રીએ બે સ્પેશીયલ ટ્રેનો દ્ધારા મહારાણાશ્રીની જાન લીંબડી. તરફ વિદાય થઇ. 

 લીંબડીનરેશે પોતાની પ્રાણતુલ્ય દુહિતાનો મૂર્તિમાન, મંગળમયકાર,માધ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ શુભ મુહૂત્તે, મહિમાવંતા હનુમાનવંશમણિ મહીપતિ શ્રી નટવરસિંહજી ના  વિધ્રાવિભૂષિત પવિત્ર કુળમાં  સમર્પણ કર્યો. દર્શનીય આ વરવધૂનું પાણિગ્રહણ તે જાણે બે પવિત્ર રાજકુળોનો –જેઠવાકુળ ને ઝાલાકુળનો  સંબંધ બંધાણો. ઝાલાવંશી લીંબડી નરેશ કન્યાદાન પ્રસંગે જેઠવાનરેશની સેવામાં પુષ્કળ સંપત્તિ પણ સમર્પી; અને લીંબડીની પ્રજાએ આ પ્રસંગે જેઠવાવંશતિલક રાજાને એક સુંદર માનપત્ર સમર્પીત કર્યું. ને આ શુભ પ્રસંગનું સ્મરણ રહે તેમાટે ત્યાં સ્કોલરશીપો અને બીજા પ્રજાહિતનાં કામો પણ થયા. 

સર્વ શેષ્ઠ રાજવંશ એવા ઝાલાકુળ અને જેઠવા કુળનો સબંધસદીઓ જુનો છે.

175..રાણા સુલતાનજી  (બીજા)

ચુડાના ઝાલા વજેસિંહજીની કુંવરી બાનજીબા,

177. મહારાણા શ્રી ખીમાજી

ચુડાના ઝાલા ઠાકોર હઠીજીની કુંવરી રૂપાલીબા, 

( આ રૂપાલીબા સાહેબે જ્યારે ખીમાજી ના સ્વર્ગવાસ પછી 10 વર્ષ સુધી રાજમાતા તરીખે સાશન સંભાળીયુ હતું) 

177. રાણાશ્રી ભોજરાજજી ઉર્ફે વિકમાતજી

ધ્રાંગધ્રા ના  રાજકુંવરી બોનજીબા

180.રાણા ભાવસિંહજી 

 લખતરના રાજકુમારીશ્રી. સુંદરબા
                    સંદર્ભ 

શ્રી હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા 

લે.વીરદેવસિંહ જેઠવા 

9725071704

આપા ગીગા* *(સત નો આધાર-સતાધાર)

Standard

 આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,

ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.

સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,

સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.
                 *એક* કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર નું ડીંટ બાંધ્યુ હતું.
                 દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં સેવાનુ કામ કરતા લાખુનાં પુત્રને જોઇ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું, ,”લાખુ તારો પુત્ર ગેબની હારે વાતુ કરશે અને પ્રગટ પીર થઇને પુજાશે”.બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમા પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એક્માત્ર બંધન પણ ગીગાથી છુટી ગયું. હવેતો ભલી જગ્યા,ભલી ગાવતરી અને ભલા આપ દાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઇ વાતની તમા નથી.
                ગવતરી ની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઇશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપાદાનાનાં આતરે ગાંઠીયું લાગી ગઇ છે. એક્ને જવાનુ મન નથી થતુ અને એક જવા દેતા નથી. જગ્યાની ઓશરીમાં બેય સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે.એક દિવસ આપા વિસામણ બોલ્યા “ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો.”
                  વરસાદના દિવસો હતા. ગીગાનું આખુ શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી “ભણે ગીગા ઓરો આવ્ય.” સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવયો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢ્ળ્યુ અને માથે ગુરૂનો પંજો પડ્યો.
                  થોડા દિવસો વિત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો.”ભણે ગીગા, હવે તું નોખું કરી લે.”ગીગાની આંખમાંથી આસુની ધારા મંડાણી. “આપા, કાંણા સારું મુને રજા દયો છો? હું અને મારું કામ તમને નથી ગમતું?”
                આપા દાના ખડ ખડ હસવા લાગ્યા. કહે ” બેટા ગીગા, તું મારાથી સવાયો થાઇશ બા.પછમનો પીર ભણાઇશ.તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઇને જગતમાં ઓળખાઇશ.” ગીગાભગતની આખુંમાથી ગુરૂ વિજોગે ચોધારા આસુંની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હરદય સરખો ચાંપીને માથે હાથ મુકે છે.આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી?
“બસોને સોળ બાપુ.”

“એના બે ભાગ કરોતો કેટલી આવે?”ગીગો કહે એકસોને આઠ!”
             વળી આપા દાના હસી પડ્યા કહે, “વાહ બાપ ગીગા,તો તો ભારી મેળ બેસી ગયો.માળાના પારા એકસો ને આઠ અને તુંને ગાયું એક સો ને આઠ.લઇ જા હવે બાપ લઇ જા! ગીગા. કામધેનું, મુંડીયા અને અભ્યાગતો ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ઇસે રોકાઇ જાજે. લે બાપ મારા તુને દિલના આશીષ છે!”
              દાન મહારાજ ને દંડવટ પ્રણામ કરી, રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી. એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળા માં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી. દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ-રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ. ફુલવાડી માં આસોપાલવ, જાંબુ,સીતાફ્ળી, ચિકું-જામફ્ળ જેવા વૃક્ષો અને જુઇ,ચમેલી,ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે.
                  આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપાદાનાનાં મુખ્ય બે શિષ્યો થયા, એક ચલાળાનાં મૂળીઆઈ અને બીજા આપા ગીગા.બેયને સગા ભાઇ બહેન કરતા પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પોંહચી અને સાધુઓ એ ફરમાન કર્યુ. ગીગા,”સબ સાધુકો માલપુઆ ખીલા દે આજ.”
                 “બાપુ ! એટલો ખરચ કરવાની તેવડ નથી, ઠાકરને દાળ-રોટલાનો ભોગ ધરો.” આપા ગીગા સમજાવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉક્ળી ઉઠીયા.મુખ્ય મંહતનો હુક્મ થતા સાધુઓ એ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા.જમાતમાં લઇ જઇ પીપળા સાથે બાંધ્યા અને ચીપયાથી મારવાં લાગ્યા, ચલાળાનું માણસો ભેગુ થઇ ગયું પણ બાવા-સાધુની બીકે કોઇ આગળ આવતું નથી. એક જણે મૂળીઆઇને સમાચાર આપ્યા.
                   સમાચાર સાંભળતાની સાથે જ મૂળીઆઇ શ્વાસ ભેર દોડ્યા.”હે, મારા ભાઇ ગીગલાને બાવા મારે છે?” માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપીયાની પ્રાછટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઉભા છે. દોળીને મૂળી આઇ આપાને વળગી પડ્યા. બાઇ માણસને વચ્ચે આવેલા જોઇ બાવા પણ રોકાઇ ગયા. મહંત કહે, “મૂળી યે તેરા ભાઇ હમકો માલપુઆ નહી ખીલાતા.

મૂળી આઇ કહે “બાપુ, મારા ભાઇની ઝુપડી એટલી ખમતીધર નથી.”

“તો તુમ ખીલા” મહંતનો બીજો હુક્મ થયો.”

                બાવાની જમાતને મૂળીઆઇ પોતાને ત્યાં લવ્યા અને માલપુઆ ખવરાવ્યાં. તોયે બાવાઓને સંતોષનાં થયોતો આપાની ઝુપડીમાં લુંટ ચલાવી. અપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી, બાવાના ચીપીયાનો માર ખાઇ,.આશ્રમ લુંટાવા દઇ, આપાએ ગાયુ સાથે ચલાળા છોડયું.સાથે થોડા મુંડીયા છે. બે ગોવાળીયા છે. શત્રુંજીના કાઠે હાલત હાલતા આબાં ગામની સીમમાં આવી પોહચ્યાં.
                એ કાળેતો વરસાદની રેલમછેલ હતી.નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે.એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતાં. ‘સત’ સાથે લે લાગી ગઇ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા.બોહળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામાના ક્યાડા શાખાના ક્ણબીની વાડી.વાડીમાં શેરડી નો વાઢ નાખ્યો છે.કોઇને ખબર ન રહી અને એક્સો આઠ ગાયું આ વાડીમાં ઘુસી ગઇ.થોડીવારમાં તો શેરડીનાં ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો.
                  દીકરાના પાડના વાડમાં ગાયુ ચરતી જોઇ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઇ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઇ તેમના દેહ માથે પરોણાની પ્રાછટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થીરતા ગુમાવી નથી.ગોવાળો અને સાધુઓ ઉભા ઉભા થથરે છે.માળાનો મેર પુરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યે રાખતા ડાયા પટેલ માથે સ્થીર થયા.’શું થયુ બાપ?’ આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે.
          ” એ મલકના ચોરટા,ઊભો થઇને જોતો ખરો.આ તારી ગાયુંએ મારો વાઢ વીંખીં નાખ્યો.જોતો નથી ને ઉપર જતા ડાહયાપણાની વાતું કરશ? નુકશાની ભરી દે મારી. “ડાયા પટેલના રોષે માઝા મુકી દીધી છે.”

         આપા ગીગાએ ઊભા થઇ નજર કરી તો પટેલનાં વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઇ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ! આમારી પાસે પૈસોતો નથી. તારી નુકશાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયુ શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીંજ રોકાશું.”

          ક્ણબીને વાત ગમી ગઇ.એ ક્બુલ થયો.આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા.ગોવાળો ગાયો ચરાવે.આપા અને સાધુ વાડીમાં કામ કરે.પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે ક્ણબી પટેલનો ઉછરંગ સમાતો નથી.આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિ સ્મરણ કરે.શત્રુંજી ના કાઠે આપાએ ભક્તિ સભર વાતા વરણ ઉભુ કરી દિધુ.
            વાઢ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલ ને પુછ્યુ,”ભણે ડાયા,તારા વાઢ નો ગોળ કેટલો થશે?”
              “પાંચસો માટલાની ગણતરી છે,પાંચસો માટલાથી વધારે થાય તો?” આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલ ને પુછ્યું.

               “પાંચસો માટ્લા થી વધારે થાય તે ગાયુને ચરાવી દેવી” પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું.

                ચિચોડો મંડાણો છે.શેરડી પીલાવા લાગી.રસ ક્ડાઇએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. પાંચસો માટલા ભરાય ગયા પછી ગામના કુંભાર ને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામા આવ્યા,ગામમાં ધરે ધરેથી માટલા માંથી પાણી ખાલી કરી ને ડાયા પટેલ ની વાડીએ પોંહચતા કરવામાં આવ્યાં.આઠસો માટલા ભરાય ગયા પછી પણ અર્ધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઉભો હતો.

              ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચકરાવે ચડી ગયુ છે.માથે પેહરેલી પાધડી નો છેડો ગળામાં નાખી,પટેલ જેમ લાક્ડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા.ચોધારા આસુએ રડે છે.”આપા,મે તમને ઓળખ્યા નહીં. મેં અભાગિયે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો.”

            આપા ખડ ખડ હસી પડ્યા.”પટેલ,સાધુને માન અને અપમાન શા?” ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા.શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છુટ મૂકી દીધી.વાડીનો લેખ કરી આપાના ચરણે મુકવાની તૈયારી બતાવી.આપા કહે “અમારે રે વા’ નથ્ય.ગુરૂ મા ‘રાજ ની આજ્ઞા છે.ખેતર વાડી ને અમે સાધુ કાં કરીએ?” ડાયા પટેલનું મન માનતુ નથી.આપાને બોવ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દિકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે.આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું.

            સતાધાર નું ડિટ બંધાણુ એ પહેલા આ ત્યાગી સંતે ગિર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી પરક્મ્મા કરી હતી.આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા.ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયુ ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબા ના ભાઇ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસી ને ગયેલા, ખંડેરાવ એ એમનાથી પ્રભાવીત થઇ  વિશાળ જમીન ત્રાંબા ના પતરે લખી આપેલ. મહેબુબ રહેમાનબાપુ, મુલ્લા જાફરજી,જાનમહમદબાપુ અને આસાબાપીર જેવા ઓલિયા ગીગાબાપુ ના નમન કરી શ્રી  કૃષ્ણ ની મુર્તિ ના દર્શન કરી ભાવ વિભોર થયેલા.

અમરેલીનો ગાયક્વાડી મહેસુલ વસુલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઇ બે ધોડા જોડેલી બગીમાં ફરવા નિક્ળ્યો હતો. રૂપાળી ગાયુને ભાળી સુબાનુ મન લલચાળું સતાના તોરમા સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુક્મ કર્યો કે “સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોક્લી દે જે.”
આપા એ સાફ ઇનકાર કર્યો અને કિધુ કે “બાપ, આ ગાયુ તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દુધ પાવા રાખી છે.”

આથી તેણે કહ્યુઃ “તો હમણાને હમણા અમરેલી છોડી હાલતો થઇ જજે. 

                આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું.ગાવડકા,બાબાપુર,મોટામાંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે.મોટામાંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રજકો નીરી આપાની ખુબ સેવા કરી.સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તની પત્ની બહુ.આગ્રહ ચાક્ળા માથે બેસવા માટે કરે પણ આપા કહે “સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે.”
               પટેલ સાથે આપાને દિલની ગોઠડી થઇ ગઇ છે.આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે “તમારા ઘરે ઠાકર જલ્દી જ ધોડ્યું બધાવશે.” આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણાની છીપર પર બેસતા ત્યાં આજે પણ ધુપ થાય છે.માળવિયા શાખાના ઘણાં પરિવારો આજે પણ ત્યાં માનતા પુરી કરવા આવે છે.

                  મોટામાંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા.સંતની કિર્તી ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી.ગાયુ ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઇ હતી.બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવે.ગામમાં તે વખતે લોક્વાયકા હતી કે બગસરાના રાજવી પરીવારમાં બાપ દિકરો સાથે ઘોડે ચડી શક્તા ન હતાં. દિકરો જુવાન થાય ત્યાં પીતાનું મૃત્યુ થઇ જાય.આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવુ હળવુ હસવા લાગ્યાં.એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે,ત્યાં આપા ગીગાએ બે ધોડા હાજર કરવા ફરમાન કર્યું. બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઉભી રહી.આપા કહે, “બાપ ગોદડવાળા,તમે અને કુંવર બે ય ઘોડી ઉપર આંટો મારી આવો.”

                  આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઇ. થોડીવારે આપા ગીગાનો કોઇ સતાવાહી રીતે અવાજ આવ્યો.”ગોદડવાળા ઉભા થાઓ ઉપરવાળો લાજ રાખશે, બાપ-દિકરો ધોડે ચડો મારી આખ્યું ટાઢી થશે.” ગોદડવાળાને હિંમત આવી.પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઇ ગઇ.ફરતા પંથક્માં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યાં અને આપાગીગા ના પગ પક્ડી લીધા, “મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો-“ગદ ગદ કંઠે દરબાર એટલુ જ બોલી શક્યાં.”

 આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે  ગાયકવાડી ખંડણી ની અસમાનતા રોકવા કર્નલ વોકરે મા ઇ.સ.૧૮૦૭ મા માણેકવાડા મુકામ કરેલો તેમા બગસરા દરબારો એ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલુ.
                      આપા ગીગાના સત્ નાં પારખા થતા આવે છે. “પરગટ પીર થઇશ” એવી મુર્શદ પુ.દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે.બગસરાથી જંગર, ક્મઢિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા. ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યાં.કાથડભાઇ ગીડા નામના કાઠીએ પરમોધા.સંતનું પરિભ્રમણ ચાલુ છે.તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી.
નહીં જેના દરબારમાં,ભૂપત ભિખારીનો ભેદ;

વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.
                 અમરાપરથી માવજીજંવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું છે.સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો.સુરાવાળા ભવાઇ જોવાના બહુ શોખીન હતા.ભવાઇના વેશ પણ ભજાવતા.તેમાય ડાગલાનો વેશ સુરાવાળાને અતીપ્રીય હતો.એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઇનો વેશ રમી રહ્યા છે તેમા ઓળખાઇ ગયા.કાઠી ડાયરો મશ્કરીએ ચડ્યો.સુરાવાળા શરમાઇને ભાગ્યા.ભોંઠપનો પાર નથી.સીધા આપા ગીગા પાસે આવ્યા.ડાગલાનો વેશ હજી પેહરેલો છે.આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી.

               આપા ગીગા એક જ વાક્ય બોલ્યા,”બાપ સુરાવાળા,ભોઠપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ્ય તારે તો ફ્ક્ત ચાંપરડાનો ગરાસ જ છોડવાનો છે.” સુરાવાળાની અંતર ની આંખો ઉઘડી ગઇ હતી.એ જ લેબાશમાં સાધુ બન્યા. ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતાં સમાધિ લીધી હતી.બીલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે  સુરેવધામ વિખ્યાત છે.

                ભક્તિ-મારગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગિરમાં પરીભ્રમણ કરી રહ્યા છે.ત્યાંથી આબાંઝરને કાંઠે આવી પોહચ્યાં.ચોગરદમ ગિરિમાળાઓ,અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઇ જોઇ આપાનું મન પ્રસન્ન થઇ ઉઠ્યું.ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઇ મન મૂકીને ચરવા માંડ્યા.એક દી સાંજના સમયે ચુલો સળગી રહ્યો છે,તેમાંથી લોબાનની ભભક ઊઠવા માંડી.ગુરૂ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું, “લોબાનની ભભક આવે તીસે રોકાઇ જાજો.”અને ત્યાંજ વનવાસ વખતે પાંડવો દ્રરા સ્થાપીત પોણું ડટાયેલુ શીવલીંગ જે આજે બીલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યાંમાથી આપાગીગા ને મલ્યુ.
                  આપા ગીગાનો આત્મા આબાંઝરનાં કાઠે ઠર્યો.ધરતીને મા નો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી.સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથે વિ.સં ૧૮૮૫ માં આ રીતે થયું.ચમ્તકારની કેટલીયે વાતો આપા ગીગાના જીવન સાથે વણાઇ ગયેલી છે.આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરીવળી છે.આપા ગીગાએ શરુ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર- સ્તકાર એક્ધારી બે સદીથી હાલ્યો આવે છે.

               બ્રિટીશ શાશન સામે ઇ.સ. ૧૮૫૭ માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઇ.સ.૧૮૫૮ માં અંગ્રેજો તરફથી દમન નિતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી ક્બ્જે કરવા વાઘેર ગરાસદાર જોધા માણેક,મૂળુ માણેક,દેવા માણેકે પોતાનું ઓખા મંડળ ક્બજે કરી પોતાની આણ વર્તાવી,આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટીશ લશ્કર અને ગાયક્વાડી લશ્કર લઇ ઓખામંડળ ઉપર આક્રમણ કર્યુ.બેટના કિલ્લઓનો લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને ચારલાખની કિંમતનું ઝવેરાત લુટી લીધું.તેમજ દ્વારીકામાં પણ પોતાનો ક્બજો જમાવ્યો. જોધામાણેક,મૂળુ માણેક,દેવા માણેક ઓખામંડળમાંથી નીક્ળી અમુક સમય સુધી સતાધાર આવેલા.આરતી પછી આપાગીગાએ પુછ્યુ “શું મુઝવણ છે જુવાનો?” જોધામાણેકે બધી વાત કરી અને કહયુ કે આ ગોરાઓ તો પારકા મુલક્ના છે પણ આ ગાયક્વાડી લશ્કરે દ્રારીકાની દેવ સ્થાન ઉપર હાથ નાખ્યો છે એટલે મરતા પેહલા એને અમારુ પાણી બતાવી દેવુ છે.એટલા માટે ખડીયામાં ખાપણ લઇને ગીરના જંગલ ના આશ્રયે આવ્યા છીએ.અમરેલીના સર સુબા સામે આમારું બહારવટુ ખેડાશે.

              આપાગીગાએ ત્રણેય જુવાનોનો વાસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યુ કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળુ માણેકે કરેલ બહારવટાની હકીક્ત ખુબ જાણીતી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર થી આગેવાનોએ ઠરાવ કરી લેખીત વિરોધ મુંબઇ ઇલાકાના વાયસરોય સુધી પોહચાડ્યો આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ આપાયો.દેવ સ્થાનનું તમામ ઝવેરાત અને ઓખામંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઇ.સ.૧૮૬૧ માં આ સમયે જોધા માણેક હયાત ન હતા.ગરાસ સંભાળી મૂળુ માણેક અને દેવા માણેક વિ.સં ૧૯૨૩ માં આપાગીગાને પગે લાગવા આવ્યા. આવા અનેકો પરચા આપાગીગાના છે.

                આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સતાધારમાં સાચવી રાખવામાં આવી છે.સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતી કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્ર ની અસલ સંસ્કૃતિના નમૂનારૂપ પિત્તળના મોટા દાબડા,ક્ટોદાન,ગોળીઓ,હાંડા,બેડા વગેરે જળવાયા છે.ભૂલાઇને નાશ પામવાને આરે આવીને ઉભેલી દોઢેક સૌકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષે છે.

        સતાધાર અને તુલશી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગિરયાત્રા પુરી થતી નથી.સતાધાર એટલે સત નો આધાર સ્વરૂપ કિર્તીસ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ.પરબવાવડીનાં સંત દેવીદાઅ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો એટલે જ સતાધાર એટલે ‘સત્ત નો આશરો.’

                 આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું.આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઇનું નામ બદલી લાખુ રાખ્યું હતું.સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઇ,સુરઇને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઇ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઇ પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નિક્ળ્યા ત્યારે રસ્તામાં આવતા શાપુર ગામે પુત્રનો જન્મ થયો.પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું.મા-દિકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રેહતા તેમના સગાઓએ પણ તેને જોઇ મોઢુ મચકોડ્યું.

              આપા દાનાએ કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો.સુરઇ અને ગીગો તેમા સચવાયા.આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દિકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.ચલાળા પાસેના સંરભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી.પણ અલખધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોટ્યુ નહીં.સતાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી આપા ગીગાએ વિ.સં ૧૯૨૬(ઇ.સ ૧૮૬૯) જગ્યામાં જીવતા સમાધી લીધી.આપાગીગાએ સમાધી લીધી એને ૧૪૭ વર્ષ થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે. ગીગાબાપુ ની હયાતી સમયે તથા તેમના સમાધિષ્ટ થયા પછી સજુમા અને રજુમા એ બે નારી શક્તિઓ એ જગ્યા ની સંભાળ રાખી હતી. તેમની પણ સમાધીઓ અહિ આવેલી છે.
                  આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદીએ આવ્યા.જેને આપાગીગાએ સ્વહસ્તે તીલક કર્યુ. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધી થશે અને ચાંદો સુરજ રેહશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમા દર ત્રીજી પેઢીએ હું પોતેજ હઇશ.    તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષ્મણબાપુ અને શામજીબાપુએ સતાધારની ગાદી સંભાળી. લક્ષ્મણબાપુ ૩૨ વર્ષ અને શામજીબાપુ ૩૧ વર્ષ સુધી સતાધારની ગાદીએ રહ્યા. શામજીબાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યુ હતું, હાલ માં વીજયબાપુ આપા ગીગાની સેવા કરે છે.મહંત જગદિશબાપુ દેહવિલય પામ્યા છે.
           સતાધારની જગ્યામાં આપાગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધી આવેલી છે.હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગધઇ સમાજ દ્રારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે.આપા ગીગા પરિભ્રમણ દરમ્યાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા,ચુડા,ડમરાણા,મોટામાંડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનક્ની પેટા જ્ગ્યા આવેલી છે.દરેલ સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌસેવા ચાલે છે.

                 સતાધારનું વિશાળ રસોડુ અને જબ્બર અતિથી ગૃહ તેની વિશેષતા છે.એક સાથે ત્રણ હજાર લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા સ્થાનક્ના રસોડામાં છે. ત્રણેલ હજાર માણસો નિરાતે રહી શકે તેવા અતિથી ગૃહો છે. સ્વ શામજીબાપુના નામ પરથી અતિથીગૃહનું નામ ‘શ્યામ ભવન’ રાખવામાં આવ્યુ છે.સતાધારની જગ્યાને પ્રસીધ્ધી અપાવવામાં શામજીબાપુનો સિંહ ફાળો છે.પાંચ વર્ષની ઉમરે તેઓ સ્થાનક્માં આવ્યા હતા. લક્ષમણ બાપુએ તેમને ઉછેર્યા હતાં.૩૧ વર્ષ સુધી મહંત પદ સંભાળી ૧૯૮૩ માં ૭૮ વર્ષની ઉમરે તેમનુ અવસાન થયું.શામજીબાપુ અને સતાધાર એકબીજાના પર્યાય બની રહેલા. અપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમને નવુ પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભમેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજીબાપુની શોભાયાત્રા કાઢી તેમનુ સન્માન કર્યુ હતું.

            સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે.તેના પર શામજીબાપુએ ઘાટ,બગીચો અને કુંડ બનાવરાવ્યા છે. રાજુલાના પત્થરમાંથી બનાવેલા આ ઘાટ હરીદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે.ગુરૂનાં નામ પરથી તેનુ નામ ‘લક્ષ્મણ ઘાટ’ રાખવામાં આવ્યુ છે.નદી ભરાયેલ હોય ત્યારે જાનહાની ન થાય તેવી સાવચેતી ધાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે. લીલોછમ અને ફુલોથી અરછાદીત બગીચો આંખોને શીતળતા આપે છે.

             જગ્યામાં તમામ લોકો સ્વૈક્ષીક સેવા આપે છે.અનાજ સાફ્ કરવું, વાસીંદા કરવા,રસોઇ બનાવવી,ઢોર સાચવવા,પીરસવું, એમ દરેક તબ્બકે કોઇ પગારદાર માણસ નજરે નહી ચડે. સૌ કોઇ પોતાની શકતિ પ્રમાણે સેવા આપવા સતાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે.સતાધારથી ક્નકાઇ જતા રસ્તામાં બાજરીયા નેસ આવે છે ત્યાં સ્થાનકનાં પશુધનને રાખવામાં આવેલ છે.લગભગ ૨૩૦૦ કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે.ગિરને નાકે વિસાવદરથી સાત કિલોમીટર અંતરે આવેલ ઘેઘુર સતાધાર ખુબજ પ્રસિધ્ધ તીર્થસ્થળ છે.                                                                                                                                                                                                                                                        📝ચિત્રાંકન-છબીઃ 

કરશનભાઇ ઓડેદરા, પોરબંદર.

✏પ્રેષિત-ટાઇપઃ

 મયુર સિધ્ધપુરા, જામનગર

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

​પ્રેમ કથા

Standard

લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ મેઘવાળ એવો જણ લડવામાં મોખરે હતો. પોતાના ગામને બહારવટિયાનાં હાથે ભાંગવા ન દેવું તેવી ખેવના અને તમન્ના સાથે તે પૂરી તાકાત અને ઝનૂનથી લડતો હતો પણ ત્યાં કોઈ બહારવટિયાની બરછીનો જીવલેણ ઘા વાગ્યો અને લાખો ત્યાને ત્યાં ઢળી પડ્યો….
લાખાનું લગ્ન બીલખા પાસેના બંધાળુપીપરીયા ગામે થયું હતું. તે વખતે લાખાની ઘરવાળી, નામે વાલી તેનાં માવતરે ગઈ હતી અને પાછળથી આ બનાવ બન્યો હતો.લાખો ધીંગાણામાં આમ કામ આવી ગયો હતો, ગામનું રક્ષણ કરતાં વીરગતિને પામ્યો હતો.
વાલી પોતાના માવતરને ત્યાં બે-ચાર દિવસ રોકાઇને, પાછી સાસરે આવતી હતી. સાથે તેને ભાઈ હતો. સરધારપુર આવતા રસ્તામાં, ભેંસાણ અને તડકા પીપળીયા ગામની સીમમાં ઉબેણ નદી નીકળે છે. ત્યાં ઉબેણીયા નાગની જગ્યા છે. અહીં વાલીને તડકાપીપળીયા ગામનો રૂપા મેઘવાળ નામનો માણસ સામે મળે છે. બન્ને વચ્ચે ઓળખણ થાય છે. વાતોએ વળગે છે.
રૂપો થોડી સોખમણ અનુભવતો વાલીને પૂછે છે: ‘કયાં ગયાં હતાં, વાલીબેન!?’
‘માવતરે મળવા ગઈ’તી..’ વાલી જવાબ આપે છે.
રૂપો કશું બોલ્યો નહિ એટલે વાલીના મનમાં શંકા જાગી. બન્ને એકબીજાના મોં સામે વકાસી રહ્યાં. પણ વાલીથી વધુ સહેવાયું નહિ એટલે બોલી: ‘રૂપાભાઈ, જે હોયતે હાચેહાચું કૈ દ્યો!’
રૂપો કળપતા સ્વરે બોલ્યો: ‘પાલણપીરની ખફામરજી થઇ તે ન થવાનું થઈને ઉભું ર્યું છે!’
‘પણ વાત તો કરો રૂપાભાઈ..!’ વાલી ફણાભેર થઇ ગઈ.
રૂપાએ હૈયું હાથ રાખીને કહ્યું: ‘ વાલીબેન, લાખોતો ધિંગાણું ખેલતાં….’
‘ધિંગાણું ખેલતાં….’ વાલી એકદમ અધીરીને બેબાકળી થઇ ગઈ.
‘ઈ..પાલણપીરના ધામમાં પુગી ગ્યો…’ આમ કહી રૂપો ઢગલા થઇ નીચે બેસી ગયો.
વાલીને ઘડીભર સમજાયું નહી, સમજાયુ તો ગળે ઉતર્યું નહિ.તે ઝાડની જેમ અવઢવમાં ઉભી રહી. રૂપો અને તેનો નાનોભાઈ વાલીનાં વરવા અને વસમાં રૂપ સામે આંખો ફાડીને જોતાં રહ્યા.
વાલી અને લાખાનાં લગ્ન થયાને હજુ એકાદ દિવાળી ગઈ હશે. પણ બન્ને વચ્ચે હેતની રીતસરની સરવાણીઓ ફૂટે. ઘડીકેય આંખોથી અળગાં ન થાય. માવતરે મળવા જાય તોય બે-ચાર દિવસમાં વાલી પાછી આવે. નોખા રહેવું પળભર પાલવે નહિ તેનાં બદલે ભવનાં છેટા પડી ગયાં.
વાલી ચિતરામણનાં જેમ ચિતરાઈ, આળેખાઈ ગઈ. માથેથી ચુંદડી પડી ગઈ, અંબોડો છૂટી ગયો, પીઠ સુધીના લાંબાવાળ પવનમાં ઉડવા લાગ્યાં…વાલીને ચિતભ્રમ થઇ ગયું. તેનાં મોંમાંથી વેણ વછૂટવા લાગ્યાં: હે..લાખા, તું તો માયાળુ મનેખ છતાંય માયા છોડીને હાલતો થયો? તુંને યાદ તો છે ને કે તારા પાછળ કોઈ રોનારું છે, રંડાપો વેંઢારનારું છે. તું એકલો નો’તો આ જગતમાં, હું પણ હતી..ઇ એ ભૂલી ગ્યો મારા વા’લા…તું તો ભારે ભૂલકણો..!
રૂપાએ જોયું તો વાલીને બકવાસ ઉપડી ગયો હતો. તેને હવે કોઈ જાતની સાધ કે ભાન રહ્યું નહોતું. સ્થળ-કાળ, જગત અને જાત ભૂલી લાખાને વાગોળવા અને વલખવા લાગી હતી. હવે તેનાં માટે સઘળું નકામું બની ગયું હતું. પોતાની પણ પરવા રહી નહોતી. રૂપો પાસે જઇ વાલીને સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ વાલીનું રૂપ જ બદલાઈ ગયું હતું. સામે જોઈ કે શરીરે હાથ દઇ શકાય એમ નહોતું. લાખાના વીરગતિની જાણ કરવા બદલ રૂપને ભારોભાર અફસોસ થવા લાગ્યો. પણ હવે તો તીર કમાનેથી છૂટી ગયું હતું, પાછું વાળી શકાય એમ નહોતું.
વાલીને સનેપાત થઈ ઉપાડી ગયો. તે લાખો જાણે સન્મુખ ઉભો હોય તેમ લાખા સાથેની એક-એક વાતને સંભારી સંભારીને કહેવા લાગી: લાખા, લાખા…તું તો મારો જીવ, મારા હૈયાનું હાડકું…ને તોય તારા મોતના હમાચાર હંભળતા મારું હૈયું ફાટી કેમ નો પડ્યું!!?
પછી વાલી પોતાના હૈયાને ઠપકો દેવા લાગી : ફટ રે ભૂંડા હૈયા, તું તો મારી છાતીમાં પથ્થર થઇ પડ્યો છો…!
-અરેરે… ઉબેણીયા, મારે હવે તારા જળમાં જીવ દીધા વગર્યનો કોઈ આરો ઓવારો નથી. વાલીએ પાણીના ઘૂના સામે જોઈને કહ્યું.
રૂપો વાલીની વાતને, ઈરાદાને પામી ગયો પણ વાલીનું રણચંડી જેવી રૂપ જોતાં તે ઠરીને ઠીકરું થઇ ગયો.કાંઇ કરી શક્યો નહિ.
‘મારાં લાખા તારા વગર્ય તો એક ઘડીકેય નો રે’વાય, જીવવું નકામું છો. જીવ હાલ્યો જાય પછી આ ખોળિયાને રખાવાનો કોઈ અરથ નથી….’ આમ કહેતી વાલીએ ઉબેણીયાનાં ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું અને પોતાના પિયુ પાછળ કાયમના માટે ચાલી….

​રામચંદ્રજી ની લંકા પર સવારી

Standard

   (અમુક પંક્તિઓ)

રચનાઃ જીવાભાઇ બારોટ

(સપાખરુ)

દળા હાલીયા ચોદળા દળા,વાદળાજી દેખ ઘટા

કાળા કાળા વકરાળા વાદળા કરાલ

હઠાળા ભજમાં હોય લટયાળા હોય અતિ

પટાળા રો આયો એડો રામચંદ્ર પાળ…
વેરી દળા ખળા કરી ભમે ટોળા બાંદરકા

હિલોળતા ગદા હાથ કરતા હુંકાર

ઢંઢોળે રામરા દળા રગતામાં ઋંઢ ઉડે

માંસ લોળા ભ્રખ એળા ગ્રીધણી અપાર…
પડ્યો ઇન્દ્રજીત  અને કુંભકર્ણ મહાકાય

ઢળે મોટા ઢીમ આતો લખણો સધીર

સુણી વાત કાને તાંતો દશાનને દોટ દિધી

દૈતારા દળા સાથ રણ આવિયો અધીર..
કોપી રઘુનાથજી કોદડા ઉઠાયા હાથ

અસુરકા દશ શિશ,ઉઠાયા અકેક

વેરીયા વિદારી દળા જાનકી બચાઇ લીના

વિભીષણ દિયારાજ રાખી વિવેક..
સામૈયા કરાયા સારા નગરારા લોક મળી

ધુધવે ત્રંબાળ ઘેરા નગારા નિશાણ

નેજાળા ધજાળા અને હેમ છડી વાળા હાલ્યા

જોતા બુઢા બાળા નારી હરખાણા જાણ
સેના સીતા સાથે લઇ દરબાર માહે આયા

પાયા સુખ પ્રજાજને ટાળીયા કલેશ

જીત પાઇ બન્ને ભાઇએ મોતીએ વધાર્યા જીવા

નોબતો ધણેણી આપો રામડો નરેશ..

ભીતર નો ભીંજાણા

Standard

કાળમીંઢ પત્થરા કેરા ભીતર નો ભીંજાણા,

મૂશળધાર માથે બારેય મેહુલા મંડાણા.
સંતના સમાગમથી જરા નવ સમજ્યા,

માયા મમતામાં જેના મનડાં મૂંઝાણા.
કાળી ઉન કેરાં કાપડ કોઇ રંગરેજથી,

લાખ ઉપાયે બીજા રંગે નો રંગાણા.
ફુલડાંની સેજે એને નીંદરાયું નાવે,

મછિયાંની ગંધે એના તનડાં ટેવાણાં.
પિંગલ કહે છે પ્યાલા દૂધ ભરી પાયું,

વિષધરનાં વર્તન જરિયે નવ બદલાણા.
*કવિઃ પિંગળશીભાઇ ગઢવી.

​….મેઘનાદ મરતા….

Standard

         🏹🏹🏹
              દુહો

ઊલટ્યો દધિ આઠમો, મરતા મેઘનાદ

છૂટા થયા સુરો સદા, શક્તિ કરતા સાદ
         છંદ-ત્રિભંગી

રણ લંકા રણ માં દૈત દમનમા રાવણ રણ મા જોઇ રીએ

હટ હટ કર હાકા ધક બક ધાકા બહુ નર વાકા રીંછ બીએ

લડવા સબ લાગા ખોણીત ખાગા દુશ્મન દાગા પાવ દિએ

મેઘનાદ મરતા લઇ ખપરાતા પરધમ ચામુંડ રેર પીએ…૧
રાક્ષસ રડવતા દડદડ દડતા તબ તફડતા ભોમી તળે

હાહાકારી હટતા શિરવાણ ચડતા શત્રુ પડતા ભોમી સરે

ઊઠો અરિ આખા જોઇ કવિ ઝાંખા દશ મુખ દાખા દોટ દિએ..                                                                                                            મેઘનાદ મરતા…૨
રાવણ અકળાયો મેઘ મરાયો જાગે જાયો જોર કરી

બજવે ખૂબ બાજા જોર થી ઝાઝા નાથ લંકા નાદ કરી

ઉઠો બધું આજે લંકા લાજે આ યુધ્ધ સાજે હાથ લિએ                                                                      મેઘનાદ મરતા…૩
રીંછ લાગા લડવા પદ પ્રભુ પડવા હથ હડબડવા કોણ હલે

એ નાથ ઉગારો શ્યામ સંભારો પ્રભુ પધારો આવી પલે

એમ વાણી ઉચ્ચારી ચિત સંભારી ભય દુઃખ ભારી એમ ભયે                                                                     મેઘનાદ મરતા…૪
ગર્જો કુંભ ગાંડો જોર થી જાડો, ઉભો આડો પહાડ ખડે

ક્રોધે મંડાણો રગત રંગાણો ડુંગર પાણો પાવ પડે

રીંછ કૈક રડાયા ધડવડ ધાયા રણ સવાયા કોણ રિએ                                                                 મેઘનાદ મરતા…૫
સુણી રામ ચિડાયો કૌશલ જાયો ધનુષ ઉઠાયો બાહુ વડે

ઉલટ્યો દધિ આખો પ્રખગ પાખો દુશ્મન લાખો શિશ દડે

તબ તીર માર્યો છાતી નિકાર્યો દૈત સંહાર્યો રાડ દિએ                                                          મેઘનાદ મરતા…૬
ભાગ્યા દૈતા ભારી આત્મ ઉગારી બચવા બારી એક ન મળે

સૌ મળી સાહેલી અંગ અલબેલી નાર નવેલી નીર ઢળે

હરિ મેલે હડસેલી કોણ હોય બેલી,લાર લવેલી કોણ લિયે                                                                                      મેઘનાદ મરતા…૭
કરે પ્રેત કકળાટો વૈતલ વાટો શક્તિ સપાટો શ્રોણ પીએ

પાપી રાક્ષસ પૂરા આયુષ્ય અધુરા એમ અસુરા માર દીએ

‘નાજા’ નર નાથે બળિયા બાથે ભડ ભારથે ભાજ દીએ                                                                  મેઘનાદ મરતા…૮
~કવિ શ્રી નાજાભાઇ બારોટ