(અમુક પંક્તિઓ)
રચનાઃ જીવાભાઇ બારોટ
(સપાખરુ)
દળા હાલીયા ચોદળા દળા,વાદળાજી દેખ ઘટા
કાળા કાળા વકરાળા વાદળા કરાલ
હઠાળા ભજમાં હોય લટયાળા હોય અતિ
પટાળા રો આયો એડો રામચંદ્ર પાળ…
વેરી દળા ખળા કરી ભમે ટોળા બાંદરકા
હિલોળતા ગદા હાથ કરતા હુંકાર
ઢંઢોળે રામરા દળા રગતામાં ઋંઢ ઉડે
માંસ લોળા ભ્રખ એળા ગ્રીધણી અપાર…
પડ્યો ઇન્દ્રજીત અને કુંભકર્ણ મહાકાય
ઢળે મોટા ઢીમ આતો લખણો સધીર
સુણી વાત કાને તાંતો દશાનને દોટ દિધી
દૈતારા દળા સાથ રણ આવિયો અધીર..
કોપી રઘુનાથજી કોદડા ઉઠાયા હાથ
અસુરકા દશ શિશ,ઉઠાયા અકેક
વેરીયા વિદારી દળા જાનકી બચાઇ લીના
વિભીષણ દિયારાજ રાખી વિવેક..
સામૈયા કરાયા સારા નગરારા લોક મળી
ધુધવે ત્રંબાળ ઘેરા નગારા નિશાણ
નેજાળા ધજાળા અને હેમ છડી વાળા હાલ્યા
જોતા બુઢા બાળા નારી હરખાણા જાણ
સેના સીતા સાથે લઇ દરબાર માહે આયા
પાયા સુખ પ્રજાજને ટાળીયા કલેશ
જીત પાઇ બન્ને ભાઇએ મોતીએ વધાર્યા જીવા
નોબતો ધણેણી આપો રામડો નરેશ..