અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધિઃ

Standard

          મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬  આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી,ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા,લોડાઇનાં આહિર વીઘો,લોડાઇના સુથાર કંથડ,બૈયાના મેકોજી ઠાકોર,નાગલપરના ક્ડીઆ કાનજી કુંભાર,ભુજના સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી જોષી,લેરીઆના જાડા ખીંયરાજી ઠાકોર,રાપરના રવિ-ભાણ સંપ્રદાયના સાધુ સુંદરદાસજી,અને વાગડ-વિજયાસરના રામદેપોત્રા વાઘાજી એમ આગીયાર મરજીવાઓ સાથે જીવંત સમાધી લીધી.જેના આજે ૨૮૬ વર્ષ થયા.

           દાદા મેકરણે ધ્રંગમાં જીવતા સમાધી લીધી ત્યારે એ જ દિવસે અને એ જ સમયે જુદા જુદા ગામોમાં દાદાની સાથે કુલ એકતાલીસ(૪૧) જણાએં સમાધી લીધેલ.ધ્રંગમાં દાદાની સાથે અગીયાર વ્યકતિ તથા લાલીયો ગધેડો અને મોતીયો કૂતરો.વીંછિંયામાં પાંચ,રાપર ખોંખરામાં  બે,આડેસરમાં સાત,વીડીજપસિંધમાં પારુરાજા અને મેધાબાઇ એમ બે,તથા પરબવાવડીમાં બાર એમ મેકરણ દાદા મળી કુલ બેતાલીસ જણાએ એકજ દિવસે એકજ સમયે સમાધી લઇ આત્મત્યાગ કર્યો.

    

           દાદા મેકરણ ભેખ લઇને ક્ચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરનાર કરી છે.બીલખા તેઓએ બાર વર્ષની તપસ્યા કરેલી.શ્રી નૂરસતસાગરની જગ્યામાં ધૂણો આવેલી છે.ત્યાં લુશાળાની બાજુમાં ખોખરડા ગામમાં દાદા મેકરણનો છ મહીનાનો ધૂણો છે.તે લખમણ ઘૂણા તરીકે ઓળખાય છે.ત્યાથી દાદા મેકરણ પરબવાવડીની જ્ગ્યાં જ્યાં સિધ્ધ સરભંગ ઋષીનો જે ઘૂણો હતો તે દાદાએ ચેતન કરેલો અને છ મહીના ત્યાં રોકાણા.ત્યારબાદ ગુરૂદત અવતાર દેવીદાસજી,અન્નપુર્ણા અમરમાં અને શાદુળભગત જેવી દિવ્ય આત્માઓએ આવી ધૂણો સંભાળ્યો અને માનવસેવા કરી.આવીરીતે ગિરનારની ચારે દિશાએ તપસ્યા કર્યાબાદ દાદામેકરણ ગિરનાર પર ગુરુ ગોરખનાથનાજી ધૂણા પર છ મહિના રહે છે ત્યાં તેમને ગુરૂ દતાત્રેય અને દાતારના દર્શન થાય છે અને અક્ષય કાવડ ભેટમાં મળે છે. આ સમય દરમ્યાન સિધ્ધ જેરામભારથી, વાધનાથજી, વેલોબાવો-વેલનાથજી સાથે પણ સત્સંગ થાય છે. બિલખા ધૂણા ઉપર પ્રેમજી નામે લોહાણા સદગૃહસ્થ હતા જેની દાદા પર અપાર શ્રધ્ધા હતી.ખોખરડા ધૂણા ઉપર કાપડી રહે છે.લખમણ ધૂણા ઉપર ગોવિંદરામજી નામના સંત તથા પરબના ઘણા સંતો રહે છે.આ તમામ ધૂણા ઉપર આજ સુધી પુજન અર્ચન ચાલુ છે.દાદા મેકરણ તીર્થાટન કરી ક્ચ્છ વાગડનાં જંગી ગામે પધારી બાર વર્ષનો ધૂણો સ્થાપે છે અને ત્યાં શિષ્ય આશારાજાને જગ્યા સોંપી એ પરંપરામાં
(૧) જંગી અખાડો –

૧.મહંત અશારામજી ૨.પ્રેમજીરાજા ૩.રતનજીરાજા ૪.નરસંગરાજા પ.આણંદરામરાજા  ૬.ખીમરાજા ૭.દેવીદાસરાજા ૮.જીવણરામરાજા ૯.દયારામરાજા ૧૦.અરજણજીરાજા ૧૧.રણછોડરાજા (વર્તમાન મહંત)  તથા ધણા બધા શિષ્ય ગૃહસ્થો થયેલ જે ગુજરાતની અલગ-અલગ જગ્યાએ વસવાટ કરે છે.
(૨) લોડાય અખાડો –

બાર વર્ષનો ધુણો છે

૧.ભાણજીરાજા ૨.સેવારામરાજા ૩.લખમણરાજા ૪.ગોપાલરાજા (વર્તમા મહંત)
(૩) ધ્રંગ અખાડો – 

અહીયાં દાદાએ જીવતા સમાધી લીધી

૧.અરજણરાજા ૨.રાયમલરાજા ૩.વિજારાજા ૪.માલારાજા ૫.માવજીરાજા ૬.ગંગારામરાજા ૭.મુળજીરાજા ૮.કુંવરજીરાજા ૯.મનજીરાજા ૧૦.કાનજીરાજા ૧૧.મુળજીરાજા (વર્તમાન મહંત) જેમની સાતમી પેઢીએ મહાન શિષ્ય પુજારી ૧૨.રણછોડરાજા જેમને ભુજની વ્રજ પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેઓ સારા વક્તા અને પીંગળ શાસ્ત્ર તથા ભાષાના મર્મગ્ય હતા.તમને લખેલા ભજનો અને કાવ્યો આજે લોકમુખે ગુંજી રહ્યા છે.
(૪) ભારપર અખાડો –

૧.મેઘજીરાજા ૨.ક્લ્યાણજીરાજા ૩.શામજીરાજા ૪.રામજીરાજા ૫.મુરજીરાજા ૬.દેવજીરાજા (વર્તમાન મહંત) તથા શિષ્ય ભરતરાજા
(૫) મોરઝર અખાડો –

૧.પૂંજલરાજા ૨.મુળુરાજા ૩.સુરારાજા ૪.માંડણરાજા પ.વેલજીરાજા ૬.દિલીપરાજા (વર્તમાન મહંત)
         પૂંજલરાજા એમ મહાન સંત હતા.તેમની જગ્યામાં જીવંત સમાધી લીધી.તેમના શિષ્ય મુળુરાજા અને તેમના સુરો રાજા મહાન તપ્સવી હતા. તેમને કાયમ દાદાની ગાદ ઉપરથી સવારે ક્ચ્છી ચલણની પાંચ કોરી મળતી.મોરઝર ગામ ચારણ સમાજનું ગામ છે અને બધાજ ચારણો આજે પણ જગ્યામાં સક્રીય રસ ધરાવી દાદા પર અખંડ શ્રધ્ધા ધારાવે છે.
          દાદા મેકરણ જ્યારે જંગી તપસ્યા કરતા હતા ત્યારે તેમના ધર્મના બહેન જશીબાઇ જે રબારી સમાજના હતા તેમને માડીજાયો ભાઇના હોવાથી દાદા તેમના ભાઇ બનેલ. જશીબાઇ વાંઢીયા ગામે રેહતા હતા અને વાંઢીયા ગામના કાયાજી ઠાકોર વસંજ શ્રી મોડજી ત્યારે વાંઢીયાના જાગીરદાર હતાં. તેમને ત્યાં સતાન નોહતા તેથી મહારાણી સાહેબ અવારનવાર જશીબાને કેહતા કે તમે દાદા મેકરણને વાત કરો જેથી અમને આશીર્વાદ આપે અને દાદાની કૃપાથી અમને સંતાન સુઃખ  મળે.જશીબાએ સમય મળતા દાદાને વાત કરી અને દાદાએ કહ્યુ ઠાકોર સાહેબ મોડજી અને મહારાણીશ્રીને મારી પાસે લેતા આવજો.ઠાકોર સાહેબ મોડજી દાદાને સારીરીતે ઓળખતા અને તેમના તરફ પુજય ભાવ ધરાવતા. એક દિવસ તેઓ રાણી સાથે દાદાના દર્શને જંગી પધારે છે.
           દાદાએ તેમને આશીર્વાદ આપ્યા અને બોલ્યા “બેટા, દિકરી હું તમને આશીર્વાદ આપુ છું. મારુ નામ મેકરણનાથ છે.તમારે ત્યા બે દિકરાનું અવરણ થાશે. તેમાથી પેહલો દિકરો આવે તેનુ નામ નાથજી રાખજો જે મારૂ જ બીજુ સ્વરુપ હશે .બીજા દિકરાનો જન્મથાય તેનુ નામ દેવોજી રાખજો. સાંભળ બેટા પેહલો દિકરો નાથજી ના લગ્ન થશે અને તેમને ત્યાં નવ દિકરા થશે તેમાંથી સાત દિકરા જાગીરદાર થશે અને બે દિકરાનો વંશ નહિ ચાલે.બીજો દિકરો દેવોજી જેના ઘેર દશ દિકરા જન્મશે અને ઇચ્ચકોટીના ભક્તો હશે.”
        આવીરીતે દાદાએ આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાં દિકરાઓ થયા.મોટા દિકરા નાથજી ને વાંઢીયાની જાગીર મળી.અને તેના નવ દિકરાની જાગીરો-જેમાં ક્ટારીયા,લાક્ડીયા, ચિત્રોડ, સાંયા, કુંભારડી,વિજયાસર માળીયા-મીયાળા બધા જાગીરદારો બન્યા અને મહા પ્રતાપી રાજપુતો બન્યા.વિજ્યાસરમાં મહાપ્રરાક્ર્મી અને દાનવીર દાતાર શ્રી કુંભોજી અને જશોજી થયા. અંગ્રેજો જ્યારે કચ્છ આવતા હતા ત્યારે રસ્તામાંથી બે ઘેટાં માલધારી પાસેથી લીધાને  વિજયાસર પાસે છાવણી નાખી. ઠાકોર સાહેબને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના બંન્ને કુંવરોને ધેટાંની જગ્યાએ બંધાવી ધેટાં છોડી લે છે. અંગ્રેજો જ્યારે ધેટા લેવા જાય છે તો બે છોકરાઓને જુએ છે અને પુછે છે કે કોણે તમને અહિં બાંધ્યા કુંવરો જવાબ આપે છે કે ‘અમે વિજ્યાસર ઠાકોર ના પુત્રો છીએ અને અમારા પીતાએ કિધુ છે કે અમારા ગામમા અબોલ પશુની હત્યા કરવી નહિં જો આપને જમણવાર ખાવાની કરવો હોયતો અમારી હત્યા કરીને કરો એવુ અમારા પીતાશ્રી એ કીઘેલ છે.’ છોકરાના જવાબથી અંગ્રેજ ઓફીસર પીગળીં જાય છે ત્વરીત તેને મુક્ત કરી પોતાની ટોપી ઠાકરસાહેબના ચરણો માં મુકી કુંવરો ને સોંપે છે તથા એમના જીવદયા પ્રેમને બિરદાવે છે.આવા રાજપુતો કાયાંણી પરીવારમાં ખૂબ થયા છે.આજે દાદા મેકરણને ખુબ માને છે.

         દેવાજી ના દશ દિકરાઓ થયા તેમને માળીયાની બાજુમાં  વાધરવા નામનું ગામ વસાવ્યુ.વાધારવાનું તોરણ વાધાજી તુંવરનું બાધેલુ છે  આમ વાધાજી તુંવર તે ગામ વિજ્યાસરના રામદે પૌત્રા હતાં અને વાઘાજી તુંવર દાદા મેકરણના સગામામા થાય.દાદા મેકરણના માતૃશ્રી પંબામા તુંવર વાઘાજીના સગા બેહેન થાય આ નાતે વાધાજી તુંવરે ધ્રંગમાં જીવંત સમાધી લીધેલ.
વિવિધ સ્થળોએ જીવંત સમાધિઓઃ- 

       

પારબ્રહ્મરાજા અને મોંઘીબાઇ  વિડીજંપ સિંધ પાકિસ્તાનમાં,સાધુ છતારામજી હથુગા સિંધ પાકિસ્તાનમાં,પુરસનરામકી જોડ સિંધ પાકિસ્તાનમાં જીવંત સમાધિ લીધેલ.
સામંતરાજા સાથે છ જણની જીવંત સમાધિ વિંછીયા તા.ભુજ. મોમાયારાજા સાથે છ જણની જીવંત સમાધિ.તે ઉપરાંત આડેસરમાં(તા.રાપર) તેમના શિષ્ય શીલદાસજી અને તેમના શિષ્ય લખીરામની જીવંત સમાધિ.દામજીરાજા ઉમૈયા તારાપર,ગોપાલરાજા જુના ક્ટારીયા, પાંચણજીરાજા ની વિજયાસરમાં જીવતા સમાધી.બાવા પ્રેમસાહેબ સાથે પાંચ જણ માયો,મોમાયો,લીરલબાઇ અને મીણો જીવંત સમાધિ જંગીમા.મોમાય માતાજી મોમાઇમોરા ગામના વાડામાં પાંચ જીવંત સમાધિ.બુટાકાપડીની માળીયામાં.હરસુરદાદા કાપડી જે જંગી બાવા પ્રેમજીરાજા ના શિષ્ય હતા તેમની જીવતા સમાધિ ગુજરીયા તા.ભેસાણ જુનાગઢ છે.તેમને ત્યાં ધૂંણો પર ચેતન છે તેમના વંસજો કાપડી બીલખા અને જેતપુર વસે છે.
લોડાઇ ગામે લછીરામજી તથા કુનરીયા મોરાહું રાજા કાપડી તથા મોરઝરમાં પૂજલરાજા કાપડી, તથા ધાબળામાં રાજા કાપડી તથા હંસારાજા કાપડી, કીડાણા ગામે તથા મોરઝર ગામમાં પૂંજલદાદાની સેવામાં એક હરીજમ રેહતો તેમની પણ પૂંજલદાદાની બાજુમાં સમાધિ છે.તે સિવાય ધ્રંગ મુકામે મેકરણ દાદાના મંદિરની બાજુમાં હરીજનના મારાજ ગરવા હિરાની સમાધિ આવેલ છે.તે ઉપરાંત માડવી તાલુકાના ડોણ ગામમાં આઇયું માતાજીનું મંદિર આવેલ છે તે ગામમાં બધા ભાનુશાળી કાપડી માતાજીની સેવા પુજા કરે છે.માતાજીના જાહેર પરચા છે.
બનાસકાંઠામાં ધણી જગ્યાઓએ કાપડીની જીવંત સમાધિઓ છે. ભારપરમાં હાજલદાદા કાપડી અને મોમાયા દાતાર, રામબામાં, શામળામાં તથા બાવા મેઘજીરાજાની જીવંત સમાધિઓ છે.ક્ચ્છમા મછોયા આહિરો, સાખરા ચારણો તથા પડાણાના જાડેજાઓ,મીંદીયાળા રામાણી રબારી તથા તુણા ગામના ઝેર આહિરો તથા ક્પાયા ગામના સાગર શાખાના ચારણો આ બધા હાજલદાદાના દાની છે.તેથી આ પરીવારોએ હાજલદાદાના આશીર્વાદથી ખુબ પ્રગતી કરી છે.
તેમની વંશ પરંપરા તથા શિષ્ય પરંપરા આજે પણ ચાલુ છે.
મેકરણદાદા બાર વર્ષ જંગીમાં રહ્યા અને તેમણે જંગી છોડ્યુ ત્યારે શિષ્ય આશારામજીને આશ્રમનો વહિવટ સોંપેલો.તે આશારામજીના શિષ્ય પ્રેમજી રાજા સંવત ૧૭૭૧ જંગી જગ્યાની ગાદીએ આવ્યા. તેમના ચાર શિષમાં પ્રથમ પંચાણજીરાજા,બીજા લાલજીરાજા, ત્રીજા રત્નજીરાજા અને ચોથા શિષ્ય હાજલજી રાજા થયા.
શ્રી મેક્ણ ફોજઃ
દાદા મેકરણના જે સંગાથી હતા,તેમા પ્રેમાબા ધ્રંગના જાડેજા પરિવારના.લીરબાઇમાં લોડાઇના ડાંગર આહિર.કાથંડ સુથાર ગામ લોડાઇ,વિધા ગામ લોડાઇ ના આહિર,ખીરાજી જાડેજા બૈપાવના,પતંગશાહ દાદાના ભાઇ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો,માયાગરજી જુના અખાડા પાલીરાજસ્થાન,સુંદરભાણ રવિભાણ સંપ્રદાય રાપરના, પ્રેમજી જોશી ભુજમા સારસ્વત બ્રાહ્મણ,વાઘાજી તુંવર વિજયાસરમા દાદાના સગા મામા,મેઘાજી જાડેજા લોરીયાના, કાનજી મીસ્ત્રી નાગલપરના,લાલીયો અને મોતીયો 

દાદાના પ્રીય પશુઓ ગધેડો-કૂતરો.
📌 *સંદર્ભ તથાપ્રકાશકઃ*

શ્રી હાજલદાદા જીવન ચરિત્ર ભારપર  અખાડા

✏ ચીત્રકાર કરશન ઓડેદરા-પોરબંદર

 📌 *પ્રેષિત-સંક્લન-ટાઇપઃ*

મયુર.સિધ્ધપુરા-જામનગર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s