Monthly Archives: March 2017

શ્રદ્ધા

Standard

​શ્રદ્ધા. 

શ્રદ્ધા.

શ્રદ્ધા.
ના. આ ધાર્મિક શબ્દ નથી. ધર્મમાં ખુબ પ્રયોજાય છે. પરંતુ ઊંડેથી આ શબ્દ માનવ સહજ ભાવ છે. જેને લોજીક સાથે મજા નથી. એને હૃદયના અથાગ ઊંડાણમાં ખોજીએ તો મળે છે. જે એક વિશાળ સ્પેક્ટ્રમ પર ઉભો છે:

શ્રદ્ધા… જો ઓછી હોય તો ‘શંકા’ સુધી પહોંચે. 

શ્રદ્ધા…જો વધુ હોય તો ‘પામવા’ સુધીની અનુભૂતિ છે. 
હું પોતે નાસ્તિક હતો. ચારે તરફ સમાજમાં ઈશ્વર-અલ્લાહના નામે થતા ખેલ જોઇને પેદા થયેલ ધર્મનો ધિક્કાર. હોવો જોઈએ. સાચો છે. હજુ છે. ઈશ્વરની માથાકૂટ ઓછી હોય એટલું જીવન સીધુંસાદું રહે છે. હા…કોઈ પૂછે કે તમે ભગવાનમાં માનો? તો જવાબ હોય કે હું કન્ફયુઝ છું. કોઈ અલૌકિક શક્તિમાં માનું છું જે આ જગતને આટલી ભવ્યતાથી ચલાવે છે. જેને પામવી અઘરી છે. જે કુદરત આ બ્રહ્મના દરેક જીવને નચાવે છે, જીવાડે છે, મારી દે છે…એ કુદરતમાં મને વિશ્વાસ છે. 
‘વિશ્વાસ’ … એ શ્રદ્ધા. 
પરંતુ આ વાત છે મીરાંબાઈની. આજથી પાંચસો વર્ષ પહેલા પેદા થયેલી એક એવી સ્ત્રી જેની પાસેથી જગતે એક અદભૂત શીખ લીધા જેવી છે – ‘શ્રદ્ધાની…’

મીરાંએ જીવેલા જીવન અને લખેલા ગીતો તેની એક અજીબ દિવાનગીની સાક્ષી પૂરે છે. 

આજથી દોઢ વર્ષ પહેલા એક પુસ્તક વંચાઈ રહ્યું હતું: ‘પગ ઘૂંઘરું બાંધ…’ 

એક નાનકડી બાળા…જે એવા સમાજમાં પેદા થયેલી જ્યાં તેણે જે જીવન જીવ્યું એ વર્તમાન સમયની સાપેક્ષે અકલ્પ્ય છે. 

એ નાનકડી મીરાં એ પૂછ્યું: ‘હું કોની?’

ને કોઈએ એક વેંત જેવડી ગોપાલની મૂર્તિ આપીને કહ્યું કે: ‘તું આની…અને એ તારો ગિરિધર ગોપાલ…’
બસ…એક અમર શ્રદ્ધાનો જન્મ થયો. તેને એક પીતળની મૂર્તિમાં ઈશ્વર દેખાયો. એ જ ઈશ્વરમાં પોતાનો સ્વામી દેખાયો. પ્રેમ થયો. સમાજની હડધૂત મળી. વાસ્તવમાં જે પતિ હતો તેણે પીડાઓ આપી. પણ…

…પણ એ શ્રદ્ધા અતૂટ હતી સાહેબ… એ મીરાં એવું તો જીવી…એણે એવા તો ગીત ગાયા…પોતાના ગોપાલને એવો પ્રેમ કર્યો…

કે એના એક ગીતમાં માત્ર બે જ વાક્યમાં તેણે પોતાની પ્રેમની, શ્રદ્ધાની ચરમસીમા કહી દીધી છે. મીરાંએ કહ્યું છે:

“…જો હું મરી જાઉં, જો કોઈ મને મારી નાખે…અને મારી ચિતા તૈયાર હોય.

તો એ ચિતામાં સુતેલા મારા શરીર પાસે જો તમે ગોપાલની મૂર્તિ મૂકી દેશો તો હું મોતના મુખેથી બેઠી થઇ જઈશ.”
એ હતી શ્રદ્ધા… 🙂

એક પાગલપન. દિવાનગી. રગ-રગમાં એજ રટણ. એક મૂર્તિમાં જો આટલી શ્રદ્ધા મૂકીને તેણે પરમને પામ્યું હશે તો વિચારો કે આ ‘શ્રદ્ધા’ની તાકાત હશે!
બસ…એ દિવસથી થયું કે તમારું નાસ્તિક હોવું સ્વીકાર છે. ચાલો એમાં મજા પણ છે. પરંતુ જે જગતમાં નરસિંહ-કબીર-મીરાંને વાંચીએ અને પછી સાયન્સના દરેક પરિબળને ચકાસીએ તો એક અજર-અમર સત્ય ખબર પડે છે કે – ‘ન્યુરોસાયન્સ કહે છે એમ જો તમારી આંખો સામે એક સફેદ દીવાલ રાખીએ અને પછી મગજમાં પેદા થતા સ્પંદનોનો ગ્રાફ જોઈએ, અને પછી એ જ આંખો સામે એક અદ્ભુત ચિત્ર રાખીએ અને પછી મગજના પેદા થયેલા સ્પંદનોનો ગ્રાફ જોઈએ તો ખબર પડે કે ચિત્ર જોયા પછી જે ‘ખુશીનું કે અચરજનું સ્પંદન’ પેદા થયું…બસ….એવું જ માણસની શ્રદ્ધાનું છે. એની તિવ્રતા જેટલી વધુ એટલું તમારું અસ્તિત્વ બદલાય. 
…પરંતુ જે માણસો ‘વર્ક-લાઈફ’ બેલેન્સ જાળવીને જીવ્યા કરતા હોય તેમની શ્રદ્ધાઓ ડગુમગુ થયા જ કરતી હોય છે. મીરાં કે નરસિંહ તો ગાંડા હતા. બની ગયા હતા. નશો હતો એમની શ્રદ્ધા. પરમાનંદ હતો. ભૂખ-તરસ ભુલાઈ જતા. સુરજ-ચાંદ-સમુંદરની જેમ એ બધા નિજાનંદમાં એવા તે મસ્ત બન્યા હતા કે એમના કામ અમર થઇ ગયા. 
બસ…સાર આ હતો: કોઈને પ્રેમ કરવો હોય કે કોઈ કામ કરવું હોય…આ દિલ-દિમાગના એનાલિસિસ કર્યા કરવા કરતા આંખો મીંચીને એક ભાવથી એક શ્રદ્ધાથી નિરંતર સાધુપણું પકડી લેવું. દિલ ફાડીને કામ કરવું. પ્રેમ કરવો. જે કામ કરો તેમાં એક અખૂટ શ્રદ્ધા રાખવાની. પછી જેમ મીરાંને હરી મળે એમ આપણને કદાચ સફળતા મળે. જે પ્રેમમાં ગાંડો ભરોસો મૂક્યો હોય એમાં સામેનો માણસ દગો આપે તો પણ એને માફ કરવાની તાકાત આવી જતી હોય છે. એ માણસને પ્રેમ કરતી સમયે જે આંધળી ‘શ્રદ્ધા’ મૂકી હોય એ પ્રેમ…એ પ્રેમ તમને સાજા કરી દે છે. ફૂંકી-ફૂંકીને જીવવામાં કે પ્રેમ કરવામાં મજા નથી. ખુબ વિચાર્યા કરીને, સમજ્યા કરીને પ્રેમ-ભક્તિ-કામ ન થાય. થાય તો સામાન્ય માણસ જેવા થાય…મીરાં જેવા ચિતા માંથી બેઠા થવા જેવા નહી.    
એવું જ કામનું છે. જે નસ-નસમાં ચડે છે. જે કામ જીવન બની જાય છે. એ કામ પરમાનંદ આપે છે. હા…જીવનનું બેલેન્સ નથી રહેતું. ઘણુબધું તૂટ્યા કરે છે. પરંતુ જે સર્જાય છે એ બેડો પાર કરે છે. કામ સુહાગન બની જાય છે, પ્રેમ બની જાય છે…પછી નિષ્ફળતાઓ કે સમાજ તેનો વાળ વાંકો કરી શકતું નથી. હરી મળી જાય છે. કામ જ હરી બની જાય છે. 😊

– જીતેશ ડોંગા 

​रंग धर राजस्थान 

Standard

आवड़ करनल ईसरी  , सगत वधारण शान  !!
किरपाळी सुख कारणी  , रंग धर राजस्थान  !!1!!

रखवाळण आवड़ रहै  , आप रखण धर आन  !!

हरदम मां तव हाथ हैं  , रंग धर राजस्थान  !!2!!

प्रगळ अन्न धन पूरणीै  , जग मैं आवड़ जान  !!

मढ चावो धिन मावड़ी  , रंग धर राजस्थान  !!3!!

अजमल सुत चावो अधक  , पीरां गत परमान  !!

रहवे भीरै रामदे  , रंग धर राजस्थान  !!4!!

सूरां भगतां साधकां , जननी हे नर जान  !!

दानी अर दरवेश की  , रंग धर राजस्थान  !!5!!

आंटीला भड़ आदमी  , मरट मुंछां रख मान  !!

सुरां धरा सोयांमणी  , रंग धर राजस्थान  !!6!!

सहे कष्ट तन सूरमा  , परवाह करि न प्रान  !!

मरद सैन्य भड़ मोवड़ी , रंग धर राजस्थान  !!7!!

परथी पीथल पातलो  , शूरा थया सुजान  !!

दुरगो बलू देखीया  , रंग धर राजस्थान  !!8!!

राजपूताना रीत रा  , विदंगे किया वखान  !!

भूप सुरां री भौम हैं  , रंग धर राजस्थान  !!9!!

अजब जांण इतिहास री  , जांणी सकल जहान  !!

वीरां मान वधारणी  , रंग धर राजस्थान  !!10!!

अठेह वंका आदमी  , गाढा नर गुणवान  !!

मान राखणो मेहळा  , रंग धर राजस्थान  !!11!!

जोधांणो ओपै जबर  , सूर्य वंश री शान  !!

दान मान घण देवणो  , रंग धर राजस्थान   !!12!!

वीरम कानड़ वीरवर  , चीत उजळ चौहान  !!

शान रखी लड़ सूरमा  , रंग धर राजस्थान  !!13!!

सांचोरो भड़ सूरमो  , अधपत राखी आन  !!

हद तपधारी बलु हुओ  , रंग धर राजस्थान  !!14!!

जैसांणो बूंदी जबर  , अजयमेर धर आन  !!

मान वधारण महपती  , रंग धर राजस्थान  !!15!!

बिकांणो बाढाणो बहु  , साची  मरूधर  शान  !!

अलवर सिरोही असो  , रंग धर राजस्थान  !!16!!

मेवाड़ो जग महपती  , पातल वीर प्रमान  !!

कण कण मांय ख्याति करी , रंग धर राजस्थान  !!17!!

कोटा गढ हाडो करै  , ईळ में रखी आन  !!

दूणो जस राख्यो दुनी  , रंग धर राजस्थान  !!18!!

पन्ना ‘र मीरा पदमणी  , शोभावी कुळ शान  !!

ईळा पर धिन ओपती  , रंग धर राजस्थान  !!19!!

सांगो कूंभो सूरमा  , सिरोहियो सुरतान  !!

जालोरा भड़ जोरवर  , रंग धर राजस्थान  !!20!!

मीठा मीर डभाल 

राजस्थान दिवस की हार्दिक शुभकामनाएें

હળવદમાં છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે…!

Standard

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ll હળવદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવોની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર એક જ ટંકે સાઠ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ વીસ જેટલા લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચુરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધી સમાન પુરવાર થયાનું જાણવા મળે છે. સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા બ્રાહ્મણો માટે પણ ખ્યાતનામ છે.
રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો…
આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે. એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. અહીં સૌથી વધુ વસ્તી ભૂદેવોની. આજે પણ ૪૫ હજારની વસતી ધરાવતા હળવદમાં ૨૦ હજાર જેટલા બ્રાહ્મણોે રહે છે. એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે.
આખા દેશમાં ૩ સ્મશાનો પ્રખ્યાત છેઃ ઉજ્જૈનનું મહાકાલેશ્વર સ્મશાન, પાટણનું હિંગળાજ સ્મશાન અને હળવદનું રાજેશ્વર સ્મશાન. સામાન્ય રીતે સ્મશાનનો સંબંધ મોત સાથે હોય છે, પણ હળવદનું સ્મશાન ત્યાં થતી હલચલને કારણે ‘જાગતું સ્મશાન’ પણ કહેવાય છે. વર્ષોથી હળવદમાં ભૂદેવો વચ્ચે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધામાં પહેલાં તો કમિટી લાડુનું કદ નક્કી કરે. લગભગ સો ગ્રામ વજન ધરાવતા લાડુ સાથે ભોજનમાં માત્ર દાળ જ પિરસાય. છેલ્લે ૨૦૦૬માં હરીફાઈ યોજાયેલી ત્યારે વિજેતા બનેલા સ્પર્ધેકે પોતાના પેટમાં ૩૦ લાડૂ સમાવી દીધા હતા…! હળવદમાં જન્મેલા અને દેશ-પરદેશમાં ખ્યાતિ પામેલા ખગોળવિજ્ઞા|ની ડો.જે.જે. રાવલ કહે છે, ‘અમે નાના હતા ત્યારે ચાર-પાંચ લાડુ માંડ ખાઈ શકતા. આજે પણ ચારથી વધુ ખાવા મુશ્કેલ છે. પણ ખાનારાઓ ૫૦-૫૦ લાડવા આરોગી જતા.’ આ સ્પર્ધા સાથે એક રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે. લગભગ ત્રણેક દાયકા પહેલાં અહીં દુર્ગાશંકર સવાલી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સામાન્ય રીતે ૬૦ લાડુ જમી જતા. એક વખત કંઈક ૬૫ લાડુ ખવાઈ ગયા અને તેમની તબિયત બગડી. વૈદને બોલાવ્યા, નાડી તપાસાઈ, બીજી નાની મોટી તપાસ પૂરી થઈ અને વૈદે કહ્યું કે હું ચાર ગોળી આપું છું તે ખવડાવી દો એટલે બધું બરાબર થઈ જશે. એ વખતે દુર્ગાશંકર બોલ્યા, કે ના ના, ચાર ગોળી જ ખાવાની હોય તો હું ચાર લાડુ ખાવાનું પસંદ કરીશ! શું તેમનો લાડુપ્રેમ.. જોકે અહીંના બ્રાહ્મણો ખાલી લાડૂ ખાવામાં પાવરધા ન હતા, જરૃર પડયે થાળી બાજુ પર મૂકી તલવારો પણ હાથમાં લઈ લેતા. ll

​”પાળિયો”

Standard

✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍

પથ્થર નહીં હું પાળિયો છું.
ગાયો વાળતો ગોવાળિયો છું.
ક્યાંક વધેરાયો વટને ખાતર.

ક્યાંક જાનુનો વળાવીયો છું.
ધ્રરીબ્રાંગ ધ્રરીબ્રાંગ બુંગીયોને,

તલવાર તણી હું તાળીયો છું.
એક વડ પાદરનો કુંકુવરણો,

ને ડૂસકાં ભરતી ડાળીયો છું.
બે ઘડી ‘દેવ’ થંભી જજો,

સિંદુરી શાળાનો નિશાળિયો છું.

Kavi :- Devayatbhai Bhammar

” ઈર્શાદ ” – ચિનુ મોદી ની રચના ઓ…

Standard

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે

અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી

પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી

ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

– ચિનુ મોદી ( ઇર્શાદ)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?

મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?

એમની આંખો ભીંજાઈ’તી ખરી,

આંસુઓ કોરા નીકળશે શી ખબર?

__ ચિનુ મોદી ‘ઈર્શાદ”

ૐ શાંતિ 🙏🏻🌹

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?

ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“મૃત્યુ” પર ચિનુ મોદીના શેર….

(સ્ત્રોત : લયસ્તરો.કોમ)
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?

તું મરણ છે, હાથમાં તલવાર લે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,

મને સરખેસરખું એ સજવા ન દે.
અંતે નક્કી મોત જ છે,

એ મારગ પર ચાલું હું ?
ભીંત વચ્ચેથી સોંસરું પડશે –

મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?

આંતરેલા જીવની આપો વિગત !
મોતની સમજણ ન આવી કામ કૈં,

જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !

મોતનો પણ એક મોભો હોય છે.
કોણ, ક્યારે, કેમ આવે જાય છે !

જિંદગી કે મોત ક્યાં સમજાય છે !
શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,

તાંતણો કેવો હતો ? તૂટી ગયો.
જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું

કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?
મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,

એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.
શ્વાસ સાથેની રમતમાં હે મરણ,

સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.
દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!

એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!
જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –

શ્વાસની આ રમત હોય તો હોય પણ.
જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે

અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કેમ છો ? સારું છે ?  – ચિનુ મોદી
કેમ છો ? સારું છે 

દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ 

આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ? 

                                               કેમ છો ? સારું છે ?
અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય 

અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં, 

દુણાતી   લાગણીના   દરવાનો   સાત 

અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં; 

દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં 

ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ? 

                                               કેમ છો ? સારું છે ?
પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય 

અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં, 

‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ 

અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં; 

કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ 

ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ? 

                                               કેમ છો ? સારું છે ?

​એકવાર વાચશો તો લગ્ન જીવન નુ મહત્વ ખબર પડી જશે…..વાંચજો જ

Standard

Title “ચાન્સ” ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.
એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.
એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’
આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.
યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.
રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે !મારી બધી ભુલો ની માફી માગી લઇશ. મારો પતિ જ મારૂ સર્વસ્વ છે અને એ જ મારો જીવ છે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.
ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.
બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’
પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !
આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ.

(ડો.વીજળીવાળાના પુસ્તકની  એક વાર્તા)

​જામ જખરાજી અબડો અડ્ભંગ

Standard

પ્રજા વાત્સલ્ય ભરી ગાથાઓ મા કચ્છ ની ધરતી સામે ઉભા થયેલા પડકારો મા કચ્છીઓ કયારે પાછી પાની કરિ નથી. બલીદાન અને ન્યોછાવર ની અનેકગાથાઓ સર્જી છે.દાન નીસરવાણી ઓ વહાવી છે.

તેમા શરણે આવેલી સુમરીઓ હોય ઝારા નો યુધ્ધ હોય કે સામાજીક ઉન્નતી ના કાર્યો હોય જેમા અનેક એકતા ના દર્શન થાય છે.

ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લા ના અબડસા ના મુખ્ય મથક નલિયા થી ૧૨ કિમી ના અંતરે આવેલા જામ

અબડા અડ્ભંગ નું સ્થાન આજે પણ સરણે આવેલી ૧૪૦ સુમરી બહેનો ના રક્ષણ માટે પોતાની જાન ન્યોછાવર કરનાર અબડસા ના આ વીર સપૂત ની જવામર્દ ગાથાની યાદ અપાવે છે.

એવી આ પાવક ભુમી જે આ અબડાસા ના નામ થી ઓળખાય છે.
-કુંવર સુઝે તો કચ્છ મેં ,ઉ અબડો અડભંગ,

માન કરે કો બંગ ,સરણ સખે સુમરિઉ। …
ભાવાર્થ -કોઈ ઈલાજ કરીને સુમાંરીઓને શરણ માં રાખે એવો કચ્છ માં અબડો અડબંગ સુઝે છે..
-કુંવર સુઝે કચ્છ્મે ,ઉ અબળાની આય,

નોધારે આધાર ડે ,વંકે જા વાર લાય..
ભાવાર્થ -એવો વીર અબડો અબડાણી તો કચ્છ માં છે. તે શરણા ગત ને રક્ષણ આપનાર અને અભિમાની ઓના ગર્વ નું ખંડન કરનાર છે…
-ભલે આવયું ભેનરું, અબડો ચયતો ઈય ,

અણડેથી આડો ફીરાં, સે ડેઠે ડિયા કીય?

સરણ સમે સીય, આવયું અંખિયે મથે.
ભાવાર્થ -અબડો જામ કહે છે હે બહેનો તમે ભલે આવી. હું અણ દીઠે ને અડો ફરું તેમ છું, તો હવે દેખ્યા છતાં શી રીતે જવા દવું ? આ સિંહ સમાન સમા વીરના સરણ માં તમે મારી આંખો ઉપર છો..
-અબડે ગડા મોકલ્યા, હિકડો સો ને સઠ,

ભલે આવયું ભેનરું, પેર મ ડિજા પટ્ટ..
ભાવાર્થ- જામ અબળાએ સુમરીઓને એકસો ને સાઠ ગાડા મોકલ્યા અને કહાવ્યું કે હે બહેનો તમે ભલે આવી. હવે જમીન પર એક પણ પગલું મુક્સો નહિ..
-બારો ભાર કપા, ઓઇસ કેઆ અબડે,

રખે ધીલ્લી શા, વાટદીઉ વિસરી વીન્ને…
ભાવાર્થ – જામ અબળાએ બાર ભાર અર્થાત એકસો ને સાઠ મણ કપાસ અલાઉદીન રસ્તો ચુકી ન જાય તે માટે સળગાવી દીધો…
-સેણીજે સુખ લા, સાંગ ખઈ સરદાર,

ઈ અબડે આધાર, સે ન ડીયા સુમરિઉ…
ભાવાર્થ – જામ અબડો શરણાગતના સુખ માટે સાંગ ઉપાડી તૈયાર થયો. અને કહ્યું કે મારે આધારે આવેલી એ સુમરી સતીઓની હું કદી પણ સોપવાનો નથી..
-અઠ મૂઠું જે જયું મુછડીઉ, સોરો હાથ ધડો,

સરણ રખધાલ સુમરિઉ, અભંગ ભડ અબડો.
ભાવાર્થ- જેની મૂછો આઠ મૂઠ લાંબી છે, અને સોળ હાથ જેનું શરીર છે, એ અણભંગ જામ અબડોજ સુમરીઓને શરણ આપી સકે.
-જખરા તું જસ ખરો બ્યા મિડે ઐ ખાન,

મીટ્ટી ઉન મકાન, અસલ હુઈ ઇતરી..
ભાવાર્થ – હે જામ જખરા, ( અબડા નું બીજું નામ ) ખરે ખરો યશસ્વી તો તું જ છે. બીજાઓ તો માત્ર કહેવાના જ મોટા છે. જે માટી માંથી તું ઘડાયો તે તો એટલીજ હતી…
-જખરા તું જીયે, તોજો, મંચો કેની મ સુણા,

અખિયે ને હિયે, નાલો તોજે નેહ્જો
ભાવાર્થ – હે જખરા જામ, તું સદા જીવતો રહ્જે. તારું માઠું કદી સભડાસે નહિ. અમારી આંખો માં અને અંતર માં તારા નેહનું નામ જ અંકિત થયેલું છે.
-જખરા તું જસ ખરો, બ્યા મીડે ઐ મીર,

જિડા પડેઓ જખરો, તીડા ન પડેઆ પીર;

મીટ્ટી ઉન ખમીર, અસલ હુઈ ઇતરી..
ભાવાર્થ – હે જખરા જામ, ખરે ખરો યશ તો તારો જ છે, બીજા તો કહેવાના જ મીર છે. જે ભણતર તું ભણ્યો, તે ભણતર દેવો પણ ભણી શકયા નથી. તારા ખમીર વાળી માટી તો એટલી જ હતી..
ઘર જાતાં ધરમ પલટતાં, ત્રિયા પડંતા, તાપ,

ભીનો અવસર મરણરા, કોણ રા કોણ રંક’’

નોંધ : ઘટના સમય સંવત ૧૩૫૬નો ફાગણ મહિનો. યુદ્ધ બોંતેર દિવસ ચાલેલું —

નાસ્તો

Standard

 *જરૂર વાચશો હદય ભીનુ થશે*
રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. 
આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી. 
નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.
સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય. 
સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય  કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !! 
પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય.. 
એક દિવસ નીતાને કીધું : “તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું ” ??
” બસ મજા આવે” !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો…
“તમે આ થોડો નાસ્તો ચાખોને ” નીતા કહેતી..

” ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી””??
” બસ, મજા આવે છે” નીતા નો એ જ જવાબ.. અને બને હસતાં!!!
એક દિવસ સુકેતુ એ કીધેલું : ” હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?”
” બસ, મજા આવે છે” નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો… એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે.. 
સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.
“એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે” જમતાં જમતાં સુકેતુએ કહ્યું
” તે હું તમને નથી ગમતી” નીતા એ પૂછ્યું.
” ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!” સુકેતુએ કહ્યું.
” પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે…
નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..
એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.
સુકેતુ એ પૂછ્યું કે ” તમારા માતા પિતા નો ફોટો છે ? ”
“ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે”… સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો.. 
પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. ” સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!! 
બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે,” બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો. 
પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું…! 
ઘણી બધી વાતો થઇ… છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી… પછી શાંતિ છવાઈ ગઈ .
સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી… ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો.. 
અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું “ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ”
સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..
“નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે” સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું “નીતુ” સાંભળવા મળ્યું..
“અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા. 
સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું…” સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ”!!
“બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! ” સુકેતુ ભીની આંખે બોલ્યો.
બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી..
મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને.. 

” હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!”
” હા જરૂર ” નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..
” મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : “તમને આ ભાવશે?  ફાવશે ???
” હા, અને મજા પણ આવશે ” સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!! 
તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!
નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો..
આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : “માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ “.

Dedicated to a teacher

​🌞  સૂર્યવંશી વાળા રાજવંશ 🌞

Standard

વાળા રાજવી ઓ આખા આર્યવ્રત ના સૌથી પ્રાચીન વંશ છે,

વાળા રાજવીઓ પહેલા રઘુવંશી કહેવાતા ત્યારે આપની રાજગાદી અયોધ્યા હતી, ત્યારબાદ વલ્લભીપુર મા ગાદી સ્થાપી અનૈ મૈત્રક વંશ તરીકે ઓળખ મળી, ત્યા ઘણા વર્ષ સુધી રાજ કર્યા બાદ આરબોએ વલ્લભીપુર ભાંગ્યુ અને ઘણા રાજા જે શીલાદિત્ય 7 તરીકે ઓળખાતા તેના સહિત લગભગ આખુ સૈન્ય કામ આવી ગયુ,

આરબો એ રાજકોષ સહીત આખા રાજ્ય મા લુંટચલાવી રવાના થયા, પછી વલ્લભીપુર પર આસપાસના ભીલ જાતિ ના લોકોએ કબ્જો લઈ રાજ ચલાવવા લાગેલા, આરબો ના આક્રમણ વખતે શીલાદિત્ય 7 ના એક મહારાણી કે જેના પેટ મા મૈત્રક કુળ નો વંશ હતો તે ગુપ્ત રસ્તે ભાગી છુટવામા સફળ થયા, જ્યારે બીજી રાણીયુ સતી થયા,

મહારાણીએ એક પર્વત ની ગુફા મા દિકરા ને જન્મ આપી સતી થયા,

એ રાજકુમાર વ્રતકેતુ હતો તથા ગુફા મા જન્મ થવાથી તે ગુહાદિત્ય તરીકે પણ ઓળખાતો, તેણે જુવાન થતા જ પોતાના ભાયાતો ને ભેગા કરીને વલ્લભીપુર પર કબ્જો લઈ *વળા નામે શહેર વસાવી ત્યા ગાદી સ્થાપી ત્યાર થી મૈત્રક માંથી વાળા* કેવાણા,યારબાદ ગાદી બદલતી રહી, પછી થાન મા ગાદિ આવી ત્યારબાદ ગાદિ તરીકે તળાજા નામે શહેર વસાવ્યુ, તળાજાઘણા વર્ષના શાસન દરમિયાન વાળા દરબારો એ ઈતીહાસને ઘણા બાહોશ, વીર અને ટેકિલા રાજપુતો આપેલા છે, જેમા વીર ઉગાવાળો, વીર એભલવાળો તથા વીર ચાંપરાજવાળો કે જેને મર્યાપછી ગઢવી ને ઘોડાનુ દાન આપેલ એવી માન્યતા છે, તથા આખા વિશ્વમા પણ જેનો જોટો ન જોવા મળે એવા અમર પ્રેમી તરીકેજે ઓળખાય છે તે *વીર માંગડાવાળો આજે પણ ભાણવડમા અમર છે.*
*તળાજા બાદ વાળા ઓની ગાદી બન્યુ ઢાંક.*

ઢાંક જે ત્યારે પાટણ કહેવાતુ,

કહેવાય છે કે દિલ્લી ના બાદશાહ નો સુબા એ આક્રમણ કરી ઢાંક જીતી લીધુ, ત્યારે સરતાનજી વાળા બહારવટે ચડેલા, તે સમયે જોગમાયા મા નાગબાઈ ઢાંક આવેલાએ વાત ની સરતાનજી ને ખબર પડતા તેમાતાજી ને પરસવા ગયેલા, માતાજી એ રાજી થઈ આશિર્વાદ આપેલા કે કાલ સવાર નો સુરજ ઉગે એ પહેલા તને તારી ગાદી પાછી મળી જાશે, અને સાચેજ ૮૪ ગામ નુ પરગણુ પાછુ મળી ગયુ, ત્યાર થી *માં નાગબાઈ વાળાઓના સહાયકદેવી(કરદેવ ી) બન્યા છે* આજે જે જગ્યા પર માતાજી એ સરતાનજી ને આશીર્વાદ આપેલા ત્યા પાટણ નામે ગામ છે, અને માતાજી નુ મંદિર છે, *આજે પણ ઢાંક ના ૧૨ ગામ ના વાળા ઓના ભાણુભા ના કર (મુંડન) પાટણ જ થાય છે* 

ઢાંક ના ઝાંઝરશી વાળા કે જે સોમનાથ ની વ્હારે ગયેલા અને શહિદ થયેલા એના નામે શહેર વસાવેલુ જે ઝાંઝમેર તરીકે ઓળખાય છે.

આજે પણ ઢાંક સ્ટેટ ના 12 ગામો હયાત છે, અને હળીમળી ને રહે છે, આજે પણ ઢાંક સ્ટેટ ના રાજવીઓ કે જે “બાપા” તરીકે ઓળખાય છે તે રાજકોટ રહે છે.
આ ઊપરાંત એક મહાન વિભુતી કે જેને ફક્તવાળા ઓનુ જ નહી પણ સમસ્ત રાજપુતો નું નામ ઈતિહાસ ના પાને અમર કરી દિધુ એવા *સંત શ્રી પરમ પુજ્ય બ્રહમચારી લાલદાસ બાપુ (ગધેથડ)* એ દરબારો ની એકતા માટે અતિસરાહનિય કામ કરેલ છે,

વાળા ઓનો ઈતીહાસ આદિકાળથી હતો અને અત્યારે પણ ઉજળો જ છે,

એટલે જ કવિઓએ વાળાઓના વખાણ કરતા લખ્યુછે કે.
*”સોરઠા કરો વિચાર, બે વાળા મા ક્યો વડો,

સરનો સોંપણહાર કે પછિ વાઢણહાર વખાણીયે”*
સૌજન્ય : ‘વાળા રાજપુત રાજવંશ’

દુહા ભર્યો આ દેશ…

Standard

​માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના, 

પરાઈ આ પીડા , (અહીં) સમજે નહી કોઈ શંકરા !
હોય જ્યારે દુઃખ હોય, માગે ત્યારે જ માનવી,

 (બાકી) નો’યે કોઈને નો’ય , (જગમાં) શોખ માગ્યાનો શંકરા ! 
અંતરના ઉંડાણની, (કો’ક) ભેદુને જ ભળાય, 

(પણ) ચોરે ના ચર્ચાય, (કોયદિ’) ચિત્તની વાતું શંકરા ! 
ઉંબરમાં અધશેર, (કોયદિ’) ઉપર આર મુકેલ નહીં,

 (પણ) ધડ પર થાશે ઢેર, (એકદિ’) છાણાં ને કાઠના શંકરા ! 
ગાદી તકિયા ને ગાદલાં, એ પણ હતાં કઠતાં,

 (એનેય) છાણાંની સેજે, (અમેં) સૂતા જોયા શંકરા !
 દેવું ધન દિનને, નિત રટવું હરી નામ, 

કરવા જેવાં કામ, (અંહીયાં) સાચાં આ બે શંકરા !
 દાનવ માનવ દેવને, સૂરાં ભગતાં સોત, 

મોડું કે વે’લું મોત, સૌને માથે શંકરા ! 
મુંવા પછી મનુષને, દેતાં અગ્નીદાગ, 

રોતાં તાણીને રાગ, (એતો) સ્વાર્થને સૌ શંકરા ! 
પવન પવનમાં મળે, માટી માટી થાય, 

(પણ) મમતા ના મુકાય, છેવટ સુધી શંકરા ! 
ભર્યા હોય ભંડારમાં, અન ધન અપરંપાર, 

(એમાંથી) ભાતામાં પઈ ભાર, (કોઈની) સાથે ના’વે શંકરા ! 
ભામન મનહરણી ભવન, સુત ભાઈ સમરાથ, 

એ સ્નેહી કોય સંગાથ , (કોઈનો) છેવટ ન કરે શંકરા ! 
હાજર હોય હરેક, સગાં કુટુમ્બી ને સેવકો, 

(પણ) અંતે એકાએક, છે જાવાનું શંકરા ! 
લોભેથી લાખો તણી, માયા મેળવીએ, 

(પણ) અંત વેળાએ એ, (કોઈની) સાથે ના’વે શંકરા