Monthly Archives: April 2017

સુખ એટલે

Standard

એક સ્મિત,

વરસાદનું એક ઝાપટું,

સવારે બગીચામાં ઊગેલું એક ફૂલ,

એક સંબંધ,

હાથમાં પકડાયેલો એક હાથ ,

ચોરીથી મળી ગયેલું ચુંબન

કે

આંખ મીંચો પછી જ દેખાતો

એક ચહેરો..
સુખ એટલે

ભુલાઈ ગયેલો કોઈ મિત્ર,

જોયેલી કોઈ સારી ફિલ્મ,

સાંભળેલો કોઈ સારો જૉક.
સુખ એટલે 

મોડું થતું હોય ત્યારે કોઈકે આપેલી લિફટ.
સુખ એટલે

સખત ભાવતું ભોજન.
સુખ એટલે

આખા દિવસની સખત મહેનત પછી આંખ મીંચો

અને તરત જ આવી જતી ઊંઘ.
સુખ એટલે

થાકી ગયા હો ત્યારે મદદમાં આવી પહોંચતો કોઈ સહકર્મચારી.
સુખ એટલે

ટ્રેનમાં અચાનક મળી જતી સીટ.
સુખ એટલે

વાંચેલું કોઈ સારું પુસ્તક.
સુખ એટલે

ભેટમાં મળેલું કોઈ ફેવરિટ પરફ્યુમ.
સુખ એટલે

સવારે જોયેલું કોઈ તાજું ફૂલ.
સુખ એટલે

ભીના થવાની ઇચ્છા હોય અને

તૂટી પડેલો ધોધમાર વરસાદ.
સુખ એટલે

ઘેર પાછા ફરો ત્યારે રાહ જોતા જીવનસાથી.
સુખ એટલે

આપણે જેને ભુલાઈ ગયેલા માન્યા હોય એવી વ્યક્તિનું અચાનક મળી જવું.
સુખ એટલે

નહીં ધારેલી,

નહીં માગેલી

અને

છતાં ખૂબ ઝંખેલી 

કોઈ કીમતી પળ !

​!!””जोगीदास भाटी की कटारी””!!

Standard

मारवाङ जिसे नर सांमद भी कहते है, मारवाङ के अनेकानेक सूरमाओंमे भाटी गोविन्ददासजी
का नाम अग्रिम पंक्ति में आता है सपूतसमझने वाले गोयंददास ने अति साधारण परिवार मे जन्म लेकर अपनी प्रतिभाबल से इतनी भारी कामयाबी, प्रतिष्ठा व प्रसिध्दि प्राप्त की थी कि इस समानता का उदाहरण इतिहास में कहींपर भी देखने को नहीं मिलता है जोधपुर महाराजा सूरसिंहजी ने अपने इस प्रधानामात्य को लवेरा गांव का पट्टा वि. संवत १६६३ में दिया था इस सरदार ने मारवाङ की शासन व्यवस्था मे बङा आमूलचूल परिवर्तन कर मुगलों की शासन की प्रणाली अपनाकर राजकोष को लबालब भर दिया था दीवान बख्शी हाकिम पोतदार खान सामा प्यादाबख्शीआदि अधिकारी नियुक्त कर कर दिए थे ! राजा के उमरावों की आठ मिसल कायमकर दांई बांई बैठक के नियम निर्धारित कर दिए थे तथा उसमें भी निश्चित नियम बना दिए थे महाराजा की ढाल तलवार तथा चंवर रखने वालों का भी नियम तयकर दिया था छंद निसाणी में गोयंददास की परिचायक पंक्ति !!!
गोयंदास गरज्जिया, सूर हंदै वारै !

कै थापै कै ऊथपै , मेवासां मारै !!
इनकी मृत्यु षडयंत्र में किसनगढ महाराजा ने करदी जिसका बदला महाराजा सूरसिंहजी व कुंवर गजसिंहजी ने चार छह घंटे बाद ही ले लिया था !! अस्तु !!
इनके पुत्र जोगीदास भाटी बङे वीर पुरुष हुए हैं और महाराजाके बङे विश्वस्त रहेहै और साहस में अपने पितासेभी बढकर हुऐ थे वि.सं.१६६८ में बादशाह जहाँगीरकी फौजे दक्षिण भारत की और कूच कर रही थी जिसमें सभी रियासतों की सेना भी शामिल थी और आगरा से दक्षिण में ऐक जगह पङाव में ऐक विचित्र घटना घटी आमेरके राजामानसिंहके ऐक उमरावका हाथी मदोन्मत हो गया था और संयोग से जोगीदास भाटी का उधर से घोङे पर बैठकर निकलना हो गया! उस मतगयंद ने आव देखा न ताव लपक कर जोगीदास को अपनी सूंडमें लपेटकर घोङे की पीठ से उठाकर नीचे पटका और अपने दो दांतों को जोगीदास की देह में पिरोकर उपरकी तरफ उठालिया !

       “”जोगीदासभाटी नें हाथी के दांतों में बिंधे और पिरोये हुये शरीर से भी अपनी कटारी को निकालकर तीन प्रहार कर उस मदांध हाथी का कुंभस्थल विदीर्ण कर डाला””
जोगीदास के साहसिक कार्य को देखकर वहां पर उपस्थित लोग दंग रह गये ! तथा मानसिंह राजा ने तो इससे प्रभावित होकर वह हाथी ही महाराजा सूरसिंह को भेंट कर दिया कुछ समय बाद उस हाथी को सूरसिंह ने शाहजादा खुर्रम को उदयपुर में भेंट कर दिया ! भाटी जोगीदास की कटारी वाली घटना उनदिनो राजपुताना के इतिहास में विशेष चर्चा का विषय बन गई और कवि कौविदौं को सृजन करनें का स्रौत बन गई समकालीन कवियों ने उस वीर की वीरता के व अदभुद साहसिक कार्य की भरपूर सराहना की ऐक दोहा दर्शनिय है !!

                !! दोहा !!

कुंभाथऴ बाही किसी, जोगा री जमदड्ढ !

जांण असाढी बिजऴी, काऴै बादऴ कड्ढ !!
इस ऐतिहासिक घटना की साक्षी में तीन प्रसिध समकालीन चारण कवियों ने डिंगऴगीत रचे हैं कैसोदासजी गाडण “गुण रूपक बंध” !!

                   !! गीत !!

गजदंत परे फूटै गज केहर,

                 गज चै कमऴ तङंतै गाढ !

जादव मांहि थकां जमदाढां,

                  जोगे आ वाही जमदाढ !!1!!

गोयंदऊत दाखवै गाढम, 

                      दंत दुआ सूं थाकै दऴ !

काऴ तणै वश थियै कटारी,

                      काऴ तणै वाही कमऴ !!2!!

भागै डील भली राव भाटी,

                     कुंजर धकै भयंकर काऴ !

आये जमरांणा मुख जंन्तर,

              मुख जम तणै जङी प्रतमाऴ !!3!!

आधंतर काढे अणियाऴी,

                    कुंभाथऴ वाही कर क्रोध !

अंतक सूं जोगै जिम आगै,

                  जुध कर मुऔ न कोई जोध !!4!!

अर्थातः…… हाथी के दांत शरीर के आरपार फूट जाने तथा गजमस्तक का जोर लगजाने के उपरांत भी भाटी (जादव) जोगीदास ने कटारी के प्रहार किये, मानो जम की दाढों मे होते हुऐ भी उसी जम पर जमदाढ (कटारी) भौंक दी हो गोयंददास के पुत्र जोगीदासने अपने साहस का परिचय देते हुऐ हाथी के दांतों में बिंध जाने पर भी कटारीके वार किये, मानो कालके वशीभूत व्यक्ति ने काल के ही मस्तक पर घाव किऐ हों टूटे हुए शरीर से भी उस भाटी यौध्दा ने कमाल कर डाला जब हाथी ने दांतों मे पिरोकर हवा में अधर घुमाया उस विकट स्थिति में भी कुंभथल पर क्रोध के साथ कटारी के तीक्ष्ण प्रहार करते हुए साक्षात यम से युध्द करते हुए ऐसी मौत कोई अन्य यौध्दा नहीं मरा जिसभांती मरण को जोगीदास ने वरण किया ! वस्तुतः यह अपने आप में इतिहास की अद्वितिय घटना थी !!
गीत जगमाल रतनूं कृत दूसरा !!

               !! गीत !!

फिरियै दिन डसण दुआं सूं फूटा,

गिरतै असि हूंतां औगाढ !

तैं गजरुप कमऴ गोदावत, 

जोगीदासा जङी जमदाढ !!1!!

उभै डसण नीसरै अणी सिर,

भाटी साराहै कर भूप !

वांकै दिन सूधी वाढाऴी,

रोपी सीस हसत जम रूप !!2!!

आतम डसण थियै आधंतर,

सूरांगुर कुऴवाट संभाऴ !

पांचाहरा गयंद सिर परठी,

तैं अंतरीख थकै अणियाऴ !!3!

दांतां विचै थकै जमदाढी,

अन नह वाही किणि एम !

जिम किअ सूर सांभऴी जोगी,

तैं किय दूजी अचङ तेम !!4!!

अर्थातः…..दिन फिरने पर हाथी के दोनों दांत शरीर के आरपार फूट जाने तथा अश्व से गिरने के उपरान्त भी गोयंददासके पुत्र जोगीदास तैने कुभंस्थल पर कटारी का प्रहार करने का अपूर्व साहस दिखलाया, हस्ती के उभय दशनों की अणी पार निकल गई, उस टेढे दिन मेंभी सीधी कटारी द्वारा यम रूपी हाथी के मस्तक पर घाव करने के कारण हे भाटी (जोगीदास) तेरे हस्त लाघव की सभी राजा महाराजा भी सराहना करते हैं तन का मध्यभाग गजदन्त में पिरोया जाने के पश्चात ऊपर आकाश में झूलते हुए भी पंचायण के वंशज उस वीर शिरोमणी ने अपने कुल गौरव को याद कर कुंजर के शीश पर जोर से कटारी मारी, हाथी दांतों में इस प्रकार बिंधे हुए अन्य किसी भी यौध्दा नें गजमस्तक पर इस प्रकार का वार नही किया ! हे जोगीदास तूनें सच्चे शूरवीर की भांति अतुलित साहस दिखा कर यशस्विता अर्जन की है !!
गीत तीसरा उदयसी वरसङा का कहा !!

                 !! गीत !!

राव राणां जोगीदास वदै रिण,

अचङां गौयंद का अवगाढ !

वाय हंस गये गयंद सिर वाही,

दांत दुआ सहुऐ जमदाढ !!1!!

कऴ कथ जरू रहावी कटके,

भाटी सूरत दीख भुजाऴ !

रमियै हंस कुभांथऴ रोपी,

पार डसण होतां प्रतमाऴ !!3!!

दूजां भङां आंवणी देसी,

रावत वट जोगा रिम राह !

सास गये गजराज तणैं सिर,

वणियै दांत कटारी वाह !!3!!

अर्थातः….. हे गोयंददास के पुत्र जोगीदास तेरा कीर्तिगान सभी राव और राणां इसलिए कर रहे हैं कि हाथी के दोनों दांतों में बिंध जाने पर मृत व निष्प्राण अवस्था में भी तूने गज मस्तक पर कटारी के वार किए ! भाटी के उस वीरत्व की कहानी सैन्यदल के द्वारा सर्वत्र प्रसिध्दि पा गई क्योंकि उसके प्रांणपंखेरु उडनेके साथही स्वंय दांतों में झूलते हुए कुभंस्थल पर कटारी भौंकी थी क्षात्रवट के अनुयायी वीर अन्य लोगों के सन्मुख इस वीर का उदाहरण प्रस्तुत करगें जो  कि शत्रु संहारक के रूप में हाथी के दांतों बीच में झूलती हुई देह में से सांस निकलनेके क्षण में कटारी के तीक्ष्ण घाव किए थे !!
गीत चौथा खीमा कविया का कहा हुआ !!

                !! गीत !!

ठवि डाडर डसण कढाया पूठी,

अविऴग हसती हीलै आंम !

जोगङा काढ कटारी जादम,

वाही दऴै मुजरौ वरियाम !!1!!

दऴ चीरियो विचि गज दांतां,

जमदढ वाहण ठौङ जिसौ !

दौलत निजर करै दैसोतां,

देखो जोगीदास दिसो !!2!!

ऊपङियौ हसती आधिंतर,

दांतूसऴ भेदिया दुवै !

गोयंद तणै साचवा गुंणकी,

हाडां हाड जुजुवै हुवै !!3!!

मैंगऴ डसण गयण माङेचा,

सूंरां आ वाही सम्मथ !

हिन्दु तुरक तणैं मुंह हुई,

कटक कटारी तणी कथ !!4!!

     भाटी जोगीदास के इस अद्वितिय शौर्य एंव साहस की प्रामाणिकता सिध्द करने वाले उस समय के कवियों के रचे हुए इन महत्वपूर्ण एंव अद्यावधि अज्ञात रहे डिंगऴ गीतों के अतिरिक्त “बांकीदासरी ख्यात” मेंभी इसका संक्षिप्त रूप में उल्लेख है यथाः…..
“”गोइंददास रै बेटौ जोगीदास, पटै गांमां च्यारां सूं गांम बीजवाङियौ, महाराजा सूरजसिंह जी रौ उमराव जिणांनूं राजा मान कछवाहा रा एक चाकर रा एक हाथी रा दांतां में पोयोङै कटारी तीन उणीज हाथी रै कुभांथऴ वाही, राम कह्यौ संवत १६६८ पातसाह री फौज दिखण में जावै जद””!!

     जोगीदास भाटी की कटारी का उक्त वृतान्त सुन कर सूर्यमल्ल मिश्रण कृत ‘वीरसतसई’ का यह दौहा सहज ही स्मरण हो आता है !!

              !! दोहा !!

साम्है भालै फूटतौ, पूग उपाङै दंत !

हूं बऴिहारी जेठरी, हाथी हाथ करंत !!
                ऐसे वीरों के कारण ही यह मरूधरा वीरवसुन्धरा के नाम और रूप मे विश्वविख्यात है !!
राजेन्द्रसिंह कविया संतोषपुरा सीकर  (राज.)

​વાંચવાની”કુટેવ “છોડશો નહી.

Standard

અભિપ્રાય — (Opinion)
તમે પરસેવે રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે તેમ , એવામાં તમે 

એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો !
ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે.
તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે? 

તેવો ઇશારો કરે છે .

હાલ તમને એ વ્યક્તિ કેવો લાગે ?

——આ તમારો પહેલો અભિપ્રાય છે
તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે . 15 મિનિટ થવા છતાંય નીચેનો દરવાજો નથી ખુલતો !
હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો ?

—- આ તમારો બીજો અભિપ્રાય છે .
થોડીવાર પછી દરવાજો ખુલે અને તે વ્યક્તિ એમ કહે કે ” મને વિલંબ થવા માટે માફ કરજો , પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું સરબત આપવું યોગ્ય લાગ્યું માટે થોડી વધુ વાર લાગી “.
હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો* ?
—- યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.
હવે જેવું તમે સરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી ! !!
*હવે તે વ્યક્તિ તમને કેવો લાગે???
એક સામાન્ય પ્રસંગ માં પણ જો આપણો અભિપ્રાય આટ્લો ખોખલો અને સતત બદલાતો હોય તો આપણે કોઇનો પણ અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહી ?
હકીકતે દુનિયા માં એટલું સમજાણું કે જો તમારી અપેક્ષાના ચોખટામાં બંધ્બેસતું વર્તન સામેની 

વ્યક્તિ કરે તો તે સારી, 

નહીં તો તે ખરાબ??

– બરોબર ને ???

​એક સમજુ પિતાનો પત્ર :

Standard

=====================
પ્રિય પુત્ર,

આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..
૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .
૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.
૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારૂ ને શાંતિ થી જીવવા આટલું જ કરજે
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મન માં ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર ના માની લેવા.
૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખ જે .
૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ

તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.
૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું.
૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વિદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.
૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.
૭) તું તારું વચન હંમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઇ જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.
૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મહેનત કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ.
૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
સ્વજનો.. જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક-બે વધુ સ્વજનોને શેર કરજો ..

સહ્રદયથી શ્રેષ્ઠ શુભેચ્છાઓ….

(Whatsapp)

કુરબાની ની કથાઓ

Standard

​પૂજારિણી
અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે “હે દેવ ! શ્રી- ચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.”

“એ કણી લઈને જગતમાં શાં શાં ધતીંગ ફેલાવવા માગો છો, ભૂપતિ ?” બુદ્ધે હસીને પૂછ્યું.

“એક જ ધતીંગ, પ્રભુ ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.”

રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તુપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તુપ ઉપર બારીક નકસી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઊઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજ સાંજ પડે ત્યારે મહારાજની મહારાણી અને રાજ- બાળાઓ સ્નાન કરે, શુધ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલેાની માળા રાત્રિભર મહેકી રહે અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોડ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

વર્ષો વીત્યાં, બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવીને પિતાનો ધર્મ ઊખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે “ખબરદાર ! પૂજાનાં ત્રણ જ પાત્રો છે : વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.”

નગરીનાં નરનારીએ કમ્પી ઊઠ્યાં. બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો, યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉ ખાઉ કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી; ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી. એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજઆજ્ઞા નથી જાણી ?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તુપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી, હાથમાં ઉપાડી, પૂજનારીઓની સાથે જતી, જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી, કાંઈ આવડે તો નહિ, પણ આંખો મીંચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બડબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીછાની હસ્યા કરતી.

રાજઆજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી, બોલી કે “બા, પૂજાનો સમય થયો.”

મહારાણીનું શરીર થરથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં: ‘નાદાન ! નથી જાણતી? સ્તુપ ઉપર ધૂપદીપ કરનારાને કાં તો શૂળી મળશે, કાં તે કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !’

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં, હાથ હલી જવાથી એને સેંથો વાંકોચૂકો થઈ ગયો.

શ્રીમતી કહેઃ “રાણીજી, પૂજાનો સમય થયો.”

રાણી બોલ્યાં : “સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી ચાલી જા આંહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે, મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.”

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુક્લા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાચવામાં મગ્ન હતાં.

ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જુએ, ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !

“કુંવરી બા ! ચાલો પૂજા કરવા.”

“જા એકલી તું મરવા !”

*

નગરને બારણે બારણે શ્રીમતી રખડી, એણે પોકાર કર્યો કે “હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવે ? રાજાજીની શું આટલી બધી બીક ? પ્રાણ શું આટલા બધા વહાલા?”

કોઈએ બારણાં બીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊભું ઊભું જાણે કોઈ કહેતું હતું, “સમય જાય છે, પુત્રી શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.” શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠયું. એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદના અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે ‘કચેરી બરખાસ !’

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની? કે કેાઈ ભૂતપ્રેત? ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચેાપાસ કોઈક દીપમાલા પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તુપ પાસે જઈને જુવે છે તો એક સ્ત્રી સ્તુપની સામે ઘૂંટણ પર બેઠી છે, એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરૂણી ?

નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું. સવાલ કર્યો કે ‘મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?’

“હું શ્રીમતી : બુદ્ધ ભગવાનની દાસી.”

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તુપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રિએ, રાજબાગના એ ખૂણાની અંદર, એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.

– કુરબાની ની કથાઓ

ટાઈપ – જયુભા વાઘેલા.

खुशबु गुजरात की…

Standard

​“गुजरात की हवा में भी व्यापार है साब जी” या संवाद तो आपने सुना ही होगा फिल्म  रईस में | जी हाँ दोस्तों आज में आपको गुजरात के बारे में ऐसी जानकारी बताऊंगा जो की हर भारतीय और हर गुजराती  को जाननी चाहिए | 

गुजरात एक ऐसा राज्य है जहाँ पर आज भी सांस्कृतिक परंपरा को आज भी बहुत माना जाता है । गुजरात, भारत का बहुत ही महत्वपूर्ण राज्य है। कच्छ, सौराष्ट्र, काठियावाड गुजरात के प्रादेशिक सांस्कृतिक अंग हैं। इनकी लोक संस्कृति का संबंध  राजस्थान, सिंध और पंजाब, महाराष्ट्र और मध्य प्रदेश के साथ है |
 
Information About Gujarat 
गुजरात की राजधानी गांधीनगर शहर समग्र एशिया में सबसे हरियाला पाटनगर है |

फोर्ब्स मैगज़ीन की यादी के अनुसार भारत की सबसे धनिक 5 व्यक्तिओं में से 3 मुकेश अंबानी , अज़ीज़ प्रेमजी और दिलीप संघवी गुजरात के ही है |

अलंग विश्व का सबसे बड़ा शीप ब्रेकिंग यार्ड है जो की भावनगर से मात्र 50 km के अंतर पर है | अलंग के दरिया किनारे पे करीबन 170 जितने प्लॉट्स है , जो की पुरे ४०,००० कामदार को रोजीरोटी पूरी करते है | यहाँ पे विश्व के 50% जहाजों का समारकाम होता है |
सूरत एक प्रख्यात शहर है हीरो के लिए | गुजरात के सूरत में समग्र विश्व के 10 में से 8 हीरे पोलिश होते है | हीरे के व्यापर के लिए सूरत मुख्य केंद्र है |

२००० फिट की ऊंचाई पे आया हुआ गुजरात का  पालिताणा शहर  विश्व का एकमात्र स्थान है जहाँ पे 900 से भी ज्यादा जैन मंदिर है |

गुजरात का समुद्रतट 1600 km की लम्बाई का है जो की सभी भारत के राज्यों से ज्यादा है |

सोलर केनाल पॉवर प्रोजेक्ट सबसे पहले गुजरात में अमल में आया | जिसमे सोलर पेनल सुयोजित करके विद्युत उत्पन्न करने के हेतु से राज्यव्यापी 19000 km लम्बी नर्मदा नहर का इस्तेमाल किया गया है |
विश्व की सबसे बड़ी तेल की रिफाइनरी गुजरात के जामनगर शहर में स्थित है | यह रिफाइनरी रिलायंस कंपनी की है | यहाँ पर हर दीन 12 लाख बेरल तेल शुद्ध होता है |

गुजरात भारत का एकमात्र राज्य है जहाँ पर राज्यव्यापी २२०० km. लम्बी गेस पाइप line है |

गुजरात के वड़ोदरा शहर में स्थित M .S univercity ( महाराजा सयाजीराव गायकवाड विश्वविद्यालय ) गुजरात का सबसे बड़ा विश्वविद्यालय है ,M .S .univercity को भारत की  श्रेष्ट univercity की यादी में हिंदुस्तान टाइम्स ने छठा और इंडिया टुडे ने दसवां स्थान दिया है |

बालाशिनोर का जुरासिक पार्क विश्व का दूसरा नंबर का शहर है जहाँ पर डायनासोर के अवशेष और अंडे देखने को मिलते है | यहाँ से डायनासोर के 13 प्रजाति के अवशेष मिले है |

अमदावाद स्थित इंडियन इंस्टीट्यूट of मैनेजमेंट ( I.I .M .) विश्व की 24 वे नंबर की और एशिया की फर्स्ट नंबर की मैनेजमेंट कॉलेज है |

समग्र भारत की कृषि विकास की बात करे तो गुजरात 13 % कृषि विकास के साथ प्रथम नंबर पर है जिसका मुख्य कारण खेत करने की विविध policy , सिंचाई पद्धति और कृषि विकास कार्यक्रम है |

कपास समग्र भारत में वस्त्र बनाने का मुख्य स्तोत्र है | भारत की तीसरे भाग की खेती गुजरात में होती है |

कच्छ में आया हुआ मुन्द्रा बन्दर भारत का सबसे बड़ा खानगी बन्दर है | जिसका संचालन अदानी पोर्ट और सेज लिमिटेड जैसी कंपनी करती है | फरवरी २०१५ के अहेवाल के अनुसार उनकी वार्षिक कार्गो संचालन क्षमता ३३८ m .m.t . की है |

सरदार सरोवर बंध नवागाम स्थित नर्मदा नदी के तट पर आया हुआ गुजरात का सबसे लम्बा बंध है | नर्मदा वेली प्रोजेक्ट एक बड़ा hydrolic enginirring project है जिसका उपयोग  नर्मदा नदी पर सिंचाई और विद्युत उत्पन्न करने हेतु होता है |

गुजरात स्थित कच्छ का रण  चन्द्र के प्रकाश में सफ़ेद रण बन जाता है | जो समग्र विश्व में अद्भुत कुदरती रचना के लिए विश्वविख्यात है |

सोमनाथ मंदिर बहुत ही प्रख्यात हिन्दू यात्राधाम है | 12 ज्योतिर्लिंग में से 1 यहाँ पर है , और यह मंदिर अद्भुत स्थापत्य का मॉडल है |

चिंकारा एक नाश होती जाने वाली प्राणी की जाती है , मात्र ७००० चिंकारा हाल में अस्तित्व में है | ८० % चिंकारा कच्छ के नारायण सरोवर अभ्यारण में रहते है |

गांधीनगर का अक्षरधाम मंदिर इस सदी की स्थापत्य की अजायबी है | जिसकी भव्य स्मारक का बांधकाम ६००० टन गुलाबी पत्थर से 900 कुशल कारीगर के द्वारा किया गया है |

कबीरवड नर्मदा नदी के मध्य में एक टापू पर स्थित प्रख्यात स्थल है | जो की करीबन 3 km. जितने विस्तार में फैला हुआ है | कबीर वड का नाम प्रख्यात सन्त कबीर के नाम से रखा हुआ है |

सरस्वती नदी के किनारे पे पाटन स्थित राणी की वाव को यूनेस्को की वर्ल्ड हेरिटेज साईट में स्थान मिला हुआ है | यह वाव बड़े प्रमाण में जल स्त्रोत का संग्रह करने की पद्धति की अद्भुत रचना है |
बनासकांठा जिले  में आया हुआ अम्बाजी माता का मंदिर भारत के महत्वपूर्ण शक्तिपीठ में से एक है | आरासुर पर्वत के तट पर और घने जंगलों से घिरा यह मंदिर सांस्कृतिक वारसा और पौराणिक महत्व का प्रतिक है |

काठियावाड की भूमि पे स्थित पवित्र गिरनार पर्वत की ऊंचाई 3666 फिट है | यह पर्वत हिन्दू और जैन धर्म के भक्तो का यात्राधाम है | यहाँ पर ज्यादातर लोग गिरनार परिक्रमा त्यौहार के दौरान आते है , ये  परिक्रमा प्रवेशद्वार से शुरू हो के गिरनार तलेटी , भवनाथ पर पूरी होती 36 km.लम्बी परिक्रमा है |

भावनगर के महुवा गाँव में  प्याज के 55  dyhydression प्लांट है | यह भारत का दुसरे नंबर का प्याज उत्पादन केंद्र है , यहाँ से प्याज की अन्य राज्यों में निकास होती है |

अहेमदशाह के शाशनकाल के दौरान सन 1424 में बनी जामा मस्जिद अहमदावाद की भव्य जामा मस्जिद है | इसको हम जुम्मा मस्जिद के नाम से भी पहेचानते है | पीले पत्थर से बना मंदिर का संकुल 75 मीटर लम्बा और 66 मीटर चौडे आंगन के केंद्र में आया हुआ है |

वड़ोदरा शहर में स्थित लक्ष्मी विलास पैलेस गुजरात का गौरव है | विश्व के रजवाडी महलों में से एक लक्ष्मी विलास महल वड़ोदरा के महाराजा और उनके परिवार के सभ्य का निवासस्थान है |

मोढेरा भारत के नोंधपात्र सूर्यमंदिर में से एक है | भगवान सूर्य को समर्पित यह मंदिर सोलंकी राजवंश के शासक द्वारा 11 वि सदी में बना है | इस मंदिर की खास बात यह है की सूर्योदय के  प्रकाश की  पहेली किरण मंदिर के ग्रभग्रुह में पड़ती है |

अहमदाबाद स्थित सीदी सैयद की जाली पीले पत्थर पे की गयी जाली काम के लिए प्रख्यात है | इस जाली में वृक्ष की डाल और पन्नों की बहुत ही सफाई पूर्वक कामगिरी की गयी है |

अहमदाबद में स्थित साबरमती आश्रम गाँधी आश्रम के नाम से भी पहेचाना जाता है | इस आश्रम से गांधीजी ने स्वतंत्रता संग्राम की अंतिम योजना बनाई थी | यहाँ पर अभी भी गांधीजी के चश्मे , जूते , और किताब देखने को मिलेगी |

गुजरात के सानंद स्थित आया हुआ  नल सरोवर  मध्य एशिया , यूरोप और सिबिरियन से आते स्थलांतर पक्षिओं का प्रिय स्थल है | इस सरोवर में 250 से भी  ज्यादा पक्षिओं की प्रजाति देखने को मिलती है |

कच्छ स्थित हाजीपीर की दरगाह एक पवित्र स्थल है जहाँ पर हर धर्म के लोग जातिवाद भूल के आते है |

1000 मीटर की ऊंचाई पे डांग जिल्ले में आया हुआ सापूतारा गुजरात का एक मात्र गिरिमथक है | भेजवाला वातावरण , कुदरती धोध और हरियाली यहाँ की विशेषता है |

अहमदाबाद स्थित इसरो 1969 में डॉक्टर विक्रम साराभाई द्वारा स्थापित संस्था है , यह संस्था पहले प्रयास में ही मंगल ग्रह में पंहुचने वाली पहेली संस्था है | इसरो के पिछले 40 सालों का खर्च नासा के एक साल के बजट के बराबर है |

बारडोली स्थित सुगर फैक्ट्री एशिया की सबसे बड़ी सुगर फैक्ट्री है | इसकी प्रतिदिन पिलाई क्षमता 10 अबज टन है | यह फैक्ट्री हजारो कर्मचारी और किसानों की रोजीरोटी का जरिया है |

गुजरात के आनंद में आयी हुई अमूल डेरी सन 1946 में बनी थी | जिसका संचालन सरकारी संस्था करती है | अमूल डेरी ने श्वेतक्रांति का सर्जन करके भारत को विश्व में सबसे बड़े प्रमाण में दूध और उनकी बनावट के  उत्पादन के लिए बहुत खास स्थान दिलाया है |

जामनगर का बाला हनुमान मंदिर सबसे लम्बी राम धुन के लिए प्रख्यात है जो की गिनीज book के रिकॉर्ड में है | 1st अगस्त 1964 में शुरू हुई रामधुन अभी भी 24 घंटा चलती है |

वलसाड शहर से 5 km.की दुरी पर तिथल का समुद्र काली मिटटी के लिए प्रख्यात है | साईं बाबा और स्वामीनारायण का मंदिर यहाँ की खासियत है |
आपको यह post पसंद आई हो तो follow और share करना मत भूलिए | 

– HINDINX

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

Standard

​👑👑
🍃જન્મની વિગત

૧૯ મે , ૧૯૧૨

ભાવનગર , ગુજરાત

💐મૃત્યુની વિગત

૨ એપ્રિલ , ૧૯૬૫

ભાવનગર , ગુજરાત
🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર
⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી

કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. 
⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. 
⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા
🖌ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને 
🗳ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. 
✏પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. 

✏છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
💎ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.
📌📌 એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. 

🖍ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
📍📍ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.
📝✏ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
🎉🐄🐄🐄🐄બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને’ભાવનગર’ નામે વસાહત :
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા

– યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)  👑🙏🏻

જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી

Standard

​નેકનામદાર પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાથે બીજા મહાન વ્યક્તિ જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી નો પણ આજે નિવારણ દિન છે… 
જેઓ ભારતના પ્રથમ ક્રિકેટર હતાં તથા તેમના નામથી આજે રણજી ટ્રોફી પણ રમાય છે… 
તેમના માટે એક પુસ્તક પણ છે…. 

“The Jubilee Of Cricketer”
જામ સાહેબ રણજીતસિંહજી વિશે ની માહિતી નીચે મુજબ છે….. 
જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી
અંગત માહિતી

પુરું નામ :- નવાનગરના H.H. જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી વિભાજી
જન્મ :- 10 સપ્ટેમ્બર 1872

સડોદર , કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
મૃત્યુ :- 2 એપ્રિલ 1933 (60 વયે)

જામનગર મહેલ, બ્રિટિશ ભારત
હુલામણું નામ :- રણજી, સ્મિથ
બેટિંગ શૈલી :- જમણેરી
બોલીંગ શૈલી :- જમણેરી ધીમા
ભાગ :- બેટ્સમેન, પછીથી લેખક અને નવાનગર રજવાડાના મહારાજા
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ :- ઇંગ્લેન્ડ
ટેસ્ટ પ્રવેશ

(cap ૧૦૫) :-

૧૬ જુલાઇ ૧૮૯૬ v ઓસ્ટ્રેલિયા
છેલ્લી ટેસ્ટ :- ૨૪ જુલાઇ ૧૯૦૨ v ઓસ્ટ્રેલિયા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષ                        ટીમ

૧૮૯૫-૧૯૨૦        સસેક્સ

૧૯૦૧-૧૯૦૪        લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ

૧૮૯૩-૧૮૯૪        કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ

સ્પર્ધા                 ટેસ્ટ પ્રથમ કક્ષા

મેચ                   ૧૫          ૩૦૭

નોંધાવેલા રન       ૯૮૯       ૨૪,૬૯૨

બેટિંગ સરેરાશ     ૪૪.૯૫    ૫૬.૩૭

૧૦૦/૫૦            ૨/૬        ૭૨/૧૦૯

ઉચ્ચ સ્કોર          ૧૭૫        ૨૮૫ *

નાંખેલા બોલ        ૯૭          ૮૦૫૬

વિકેટો                 ૧             ૧૩૩

બોલીંગ સરેરાશ    ૩૯.૦૦     ૩૪.૫૯

ઇનિંગમાં ૫ વિકેટો  –            ૪

મેચમાં ૧૦ વિકેટો   –            ૦

શ્રેષ્ઠ બોલીંગ         ૧/૨૩     ૬/૫૩

કેચ/સ્ટમ્પિંગ          ૧૩/–     ૨૩૩/–
રણજીતસિંહજી GCSI GBE (૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૨ એપ્રિલ ૧૯૩૩),

 [note ૧] જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા. 

[૨] તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે.

 [૩][૪] તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સ ની શોધ કરી હતી તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા. [૧]
૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રણજીતસિંહજીનું નામ ગુજરાતી પૂર્વગ -સિંહજી ધરાવે છે, જે બે ભાગમાં છે: -સિંહ, જે ગુજરાતના રાજપૂતોમાં સામાન્ય છે અને -જી જે સામાન્ય માનવાચક છે. તેઓ તેમના કુટુંબના નામ

રણજીતસિંહજી વિભાજી થી ઓછા જાણીતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન, રણજી સ્કોરબોર્ડ પર પ્રિન્સ રણજીતસિંહજી અથવા કે. એસ. રણજીતસિંહજી તરીકે ઓળખાતા હતા. કે. એસ. કુમાર અને શ્રી દર્શાવતું હતું, જે તેમના અપાયેલા નામમાં ન હતું. તેઓ સ્મિથ તરીકે પણ ઘણી વખત રમ્યા હતા.
ફોટો :- 1.જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ

          2.સહિ જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ

​🌹🌹 આઇ સુંદરબાઇ માતાજી🌹🌹🌹  દીકરી આઇ સતબાઇ માતાજી 🌹

Standard

            અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું.આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને અહીં ઠલવાય છે અને અહીંનો કાપ દરિયા ભેળો થાય છે.
            ચોમાસાના ચાર મહિનાતો આ પ્રદેશ પાણીથી ઘેરાયેલો રહે.કોઇ મહેમાન આવી ચડે અને એકાદ વરસાદ થઇ ગયો તો થયું.પછી દિવાળી સુધી ઘરે જવાપણું નહિ.ધેડ પ્રદેશમાં ચાર-પાંચ નદીઓ ભાદર, ઓઝત, મીણસાર, ઉબેણ છલી વળે એટલે પોરબંદરથી માધવપુર સુધીનો મુલક પાણીમાં તરતો હોય.દર વરસે વહેણ અને રસ્તા બદલતા રહે.ચોમાસામાં આ દશા ત્યારે ઉનાળામાં પાણી પીવા મળે નહિ.નીચે જમીનનું તળ ખારચ, પણ કાંપને હિસાબે શિયાળુ મોસમમાં જુવાર-ક્પાસનો પાક મબલક ઊતરે.
            ગામની નજીક્માં ભાદર નદી એટલે ઘેડ પંથકના નામધારી માણસોના સગાં-સાગવાં છત્રાવામાં બહુ જ રહે.સૌ કોઇ દીકરી દેવા કરે કરે કે દીકરીને પાણીની તો ઉપાધી નહિ ! ગાઉ ગાઉ પાણી ભરવા જવુ પડે અને એમા પણ વાટકીયે વારો.છોકરું ઘોડીયામાં રડી રડીને વિસમી રહે ત્યારે મા પાણીનું બેડું ભરીને આવે.પણ એ તક્લીફ છત્રાવામાં નહિવત ગણાતી, કારણકે છત્રાવા ગામડું નદીનાં કાંઠાનું એટલે રિધ્ધિસિધ્ધિવાળું ખરું.મોટા પ્રમાણમાં મેરની વસ્તી.પચીસેક ધર મજૂરોનાં, સાત-આઠ ઘર મહાજનનાં અને દસ-બાર ચારણ કુટુંબના.
             ચારણ કુટુંબમાં સુંદરબાઇ કરીને એક માતાજી થઇ ગયા.આઇની ઉંમર તો માંડ ત્રીસેક વર્ષનીજ હશે.સંતાનમાં આઠેક વર્ષની સતબાઇ દીકરી અને પાંચ વર્ષનો નાનુભાઇ દીકરો.
            આઇના પતિ *ધાનો લીલો* દોઢેક વર્ષ પેહલા ગુજરી ગયા છે.છોરું અમુક વખત છત્રાવા રહે અને અમુક વખત પોતાના માવતર *ડુંગાયચ લાંગા*ને ત્યાં ખીજદડ ગામે રહે.
        આઇ પાસે પંદર પ્રાજા જમીન છે.તે ગામના જેઠા મેર પાસે ભાગવી ખેડાવતાંને તેમાંથી પોતાનો નિભાવ કરતાં.આઇ સુંદર બાઇ હરપલ માતાજી જોગમાયા નવલાખ લોબડીયારીનું સતત સ્મરણ કરતા.જીવન આખું ભક્તીમય.ધરની બહાર નિક્ળતા નહિ. બહુ શાંત અને અબોલ આંખોમાં કરુણાં અને કાંઇક ઉદાસ જેવા જ રેહતાં હતા.

      

       સંસાર ઉપરનો વેરાગતો ધાનો લીલો ગુજરી ગયા ત્યારથી હતો.પોતે સત લેવા ચાલી નીક્ળેલ.પણ કુટુંબના અને ગામના માણસોએ આઇને ખૂબ ખૂબ આજીજી કરી કે, “આ નાનુ દીકરો અને સતબાઇ દીકરી બહુનાના છે તે કોને ભળાવવા? આપ તો જોગમાયા જ છો.આપ સત લિયો તો જ સતી કેહવાય એવુ નથી.આઇ આપ તો મહાસતી અને સાક્ષાત જગદંબા સ્વરૂપ જ છો.આઇ નાગબાઇએ સતનોતુ લીધું તો પણ સતી કેહવાયા. માટે આપ કૃપા કરીને સત નહિ લેતા અમારા સૌની ઉપર અમીની નજર રાખો.અમે તમારા થકી ઉજળા છીએ.” કુટુંબીજનોના આગ્રહ અને દીકરા-દીકરીના બાળપણ, આવા કારણસર આઇએ સત લેવાનું બંધ રાખેલ.
        અખાત્રીજના સપરમાં દિવસોમાં સુંદરબાઇ આઇની દીકરી સતબાઇ સાથે બોધરા મેરની દીકરી રૂડકીએ કોડીઓની રમતમાં ક્ચ કરી.એટલે માજનની છોકરીઓ અને સતબાઇ હાલી નીક્ળી.રૂડકીની ઉંમર તો દશેક વર્ષની પણ બહુ ધુતારી.બાધોડકી પણ એટલીજ.જીભની ભારે જોરાવર.આખા ગામને આંટો લઇને આવે તોય વધે.
         રૂડકી સામે બાધવામાં કોઇ મેરની દીકરી પોંહચે નહિં.આ તો બોધરાની દીકરી.વડ એવા ટેટાને આહાર એવો ઓડકાર.બોધરો મેર એટલે છત્રાવામાં મોટામાં મોટો ડાંડ માણસ.વાતની વાતમાં જેના તેના સામે બાધે.નીતિ ધર્મનું તો નામજ નહિ.માણસાઇ એનાથી સો-સો ગાઉ છેટી રહે.મોટું આફ્તનું જ પડીકું સીમમાંથી ચોરી કરવી, જેના તેના મોલ ભેળવવા, કોઇના કાલરાં સળગાવી દેવા, ગરીબોને સંતાપવા, કામ કરાવી મજૂરી આપવી નહિ, મેધવાળ મૂલી તો બોધરાથી તોબા પોકારતા.બોઘરાનો ત્રાસ કહ્યો જાય નહિ.ઉડતા પાણા પગમાં લિયે.કોઇપણ કારણ વિના કૌક્ને રંજાડે.
           બોઘરો કારણ વિના મરજી પડે તેના સાથે બાધે તો આજ તો કારણ મળી ગયું.રૂડકીને ખંભે બેસાડીને આઇ સુંદરબાઇને ત્યાં હાલ્યો આવે છે.
            રસ્તામાં સામે મળતા જેઠામેર અને માજને “સતના પારખા ન હોય” એમ કહી સમજાવ્યો.પણ બોધરે આઇને ધેર આવીને બોલવામાં માજા મૂકી છે.બોઘરાના ક્ડવા વેણ સાંભળ્યા જતા નથી.કાનમાંથી કીડા ખરે છે.એટલે આઇ ઘરની બહાર નીક્ળીને નાકા ઉપર આવ્યાં.બોઘરોતો વધારેને વધારે અવાજ કરવા લાગ્યો,એટલે ફરીયામાંથી આઠ દશ ચારણોના આદમી પણ નાકા ઉપર આવ્યા.ચારણોને આવતા જોઇ બોધરો વધારે ભુરાયો થયો અને ચારણોની સામે જોઇ બોલવા લાગ્યો.”બધાય એક થઇને કાંવ કરવા આવ્યાસ? બોઘરાની પછવાડે કાંવ બધાય મરે ગાસ? ચાચંડની જીં ચોરે નાખાં ઓરખોસ મને?હું બોધરો!” આવો આવાજ સાંભળતા બોઘરા પક્ષના મેર પણ ત્યાં ભેળા થઇ ગયાં.
         ‘વીરા બોઘરા! તું અથર્યો થા મા.’ સુદર આઇએ કહ્યુઃ ‘તારી સામે કોઇ ન બોલે,કોઇ ને બોલવા દઉં નહિ, પણ તું તારી જીભને વશ્ય રાખ્ય તો સારી વાત છે.’બોધરાની જીભ એમ વશ રહે? માંડ્યો તકરાર કરવા.મેર અને ચારણો ભેગા થઇ ગયા. સામાસામા પક્ષ ખેંચાણા.
            આઇ સુંદરબાઇ તકરાર શેની થવા દિયે ! ચારણોને તો માં એ સમજાવીને રોકી દીધા. બે હાથ જોડી મેરના ડાયરાને સમજાવે છે: “ભાઇ તમે સૌ ઘેર જાવ અને આ બોધરાને અહીંથી તેડી જાવ.એના વેણ મને રૂંવાડે રૂંવાડે આગ મૂકે છે. અને હવે હદ થાય છે, માટે ભલા થઇને જાવ.આવી નજીવી વાતમાં કાળો કેર શા માટે વોરો છો મને સંતાપો મા !”
           ‘કાંવ બોલ્યમાં તી ? તું નાગબાઇ થે ગીસ? ઇ ધુતારા વેરા મારી પાસે ની ચાલે. કાઢ ઇ છોકરીને, બારી કાઢ્ય. મારી રૂડકીને  મારી સે ઇ તાં હું એકની લાખેય નીં સાંખાં.’
         આઇ સુંદરબાઇએ દીકરી સતબાઇની પીંખડી ઝાલીને ફંગોળિયો કર્યો કેઃ ‘આ લે ભાઇ, મારી નાખ્ય.’
          આઇએ સતબાઇનો જે ફંગોળિયો કર્યો એવી બોઘરે હડી કાઢીને સતબાઇ ઉપર પાટુનો ઘા કર્યો.
ચારણને સંતાપમાં વહરાં બોલી વેણ,

જાતો રે જીવલેણ બાળમાં કાળજા બોધરા.
          બોધરે પાટુનો ધા તો કર્યો પણ ‘જાઇશ જાનબાઇના ઝાખી ! તુંને ભુખિયું ભરખે બોધરા.’એમ કહી માતાજીયે હાક્લ દીધી.પ્રંચડ અવાજનો પડઘો પડયો.લાલ ધમેલ પતરાં જેવી આઇની મુખમુદ્રા થઇ ગઇ.જાણે જવાળા ભભૂક્વા લાગી.ખરેખર ચંડીકા રૂપ ધારણ કર્યુ.જાણે મહિસાસુર સંહારવા જોગણી ઉતરી કે શું? હમણા જ ભરખી જાશે આવું સ્વરૂપ દેખાણું. હાથનો પંજો ધરણી ઉપર પછાડયો.લોહીની શેડયુ છુટી.હાથ ઝંઝેડીને બોધરા માંથે લોહીનાં છાંટણા કર્યાને મોટે અવાજે શ્રાપ દીધો કે “બોધરા, તું તો શું પણ, છત્રાવીયા મેરનો જો દીકરીએ દીવો રહેવા દઉં તો હું ચારણ્ય નહિં.”
          બધા મેર ભયંકર રૂપ જોઇને ભાગી છુટયા.બોધરાના પણ ટાટીયાં ધ્રુજવા લાગ્યાં.ઊભી શક્યો નહિ ભાગી છુટયો,પણ ભાગતા ભાગતા બબડયો,” ઇ કાંવ થોડે મરે જાશ્યું ?”

આઇએ કહયું “મર્ય નહિને તું જીવ ખરો?”
ત્રીસાં માથે તોય  બે  દિ જીવે  બોધરો;

(તો) નાગાઇ પાડુસુંનોય,તલ જેટલું જ તાહરૂં.

ચક્મક લોઢાની ક્ડી પન્નગઝેર પરાં;

અમૃત પીધે ઉગરીશનહી ચારણવેણ બરાં.
         જેઠોમેર આઇનો ખેડુ આ ચમત્કાર જોઇ નોધારી લાક્ડી પડે તેમ આઇના પગમાં પડી ગયોઃ ‘માતાજી ખમયા કરો, ધરતી સરગી ઉઠશે આઇ આવો કોપ તમારાથી ન થાય.તમારે તો દયા રાખવી જોયે અમારા અવગુણ સામું તમે ના જુઓ!’ આમ કાક્લૂદી કરે છે.આઇના મુખમાંથી શાપ નીક્ળી ગયો છે એ શાપ ફરે નહિ એમ જેઠો મેર સમજતો હતો, એટલે વળી બોલ્યોઃ  “આઇ ! મારું શું થશે ? આ તો સુકા ભેરું લીલુ બરે સ.આઇ તમારે શરણે છું.હું તમારો છોરું દયા કરો માં.”

           

            આઇએ જેઠામેર ને બેઠો કરીને કહ્યું ‘જેઠા ! વેણ તો નીક્ળી ગયું છે. છત્રાવીયા મેરનું નામ રહે તો મારું ચારણપણું જાય, પણ તે મારી નોકરી બહુ કરી છે.દીકરાની જેમ કામીને ખવરાવ્યું છે.એટલે એટલું કહું છું કે તું તારી જિંદગી પૂરી ભોગવીશ.બાકી બીજા છત્રાવીયા મેર ક્મોતે મરશે તેમાય બોઘરો ત્રીસ દિવસ ઉપર એક દિ જીવે તો જાણજે હું ચારણ્ય નો’તી બોલી.
સતી કુળ સતી નીપજે, સતી કુળ સતી થાય;

છીપ મહેરામણ માંય, ડુંગર ન થાય દાદવા.
             આઇ સુંદરબાઇ માતાજીએ શ્રાપ આપ્યો.એટલે શ્રાપ આપનારે પોતાનુ જીવન સમેટી લેવુ જોઇએ અગનકાટ અને કાં હિમાળો.ચારણો અપવાસ પર ઉતર્યા પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ સાત દિવસમાં સમાધાન ન થાય તો ધરણે બેસે.એટલે જ્ઞાતીના માણસ ત્યાં આવીને સહકાર આપે.છેલ્લે દિવસે ત્રાગા કરી લોહી છાંટે.કોઈ આત્મહત્યા પણ કરે.ચારણોમાં મોટામાં મોટું શસ્ત્ર અપવાસ ગણાતું.આજે છત્રાવે તમામ ચારણોએ અપવાસ કર્યો અને સવારે સુંદરબાઇએ સત લેવાનું નકકી કર્યું.
        બરાબર અરધી રાતના સુમારે બરડામાં બખરલા ગામે વૈદ ખૂંટીને સ્વપનુ આવ્યું.જાણ્યે આઇ સુંદરબાઇ કહે છે કેઃ “ભાઇ વૈદ, સવારે સત લેવુ છે તો સતની સામગ્રી ધૃત, શ્રીફ્ળ લઇને મહારાજ ઉગતાં છત્રાવા આવી છેલ્લુ કાપડું આપી જા.” વૈદ વર્ષો થયાં સુંદરબાઇ આઇને કાપડું દેતો.છત્રાવામાં પોતાન સગાં સાંગવાને ત્યાં આવે જાય.આઇની પવિત્રતા અને જોગમાયા છે એવું જાણ્યા પછી દર વર્ષે પસલીની નોમ ઉપર ઘેડમાં ગમે તેવા છેલપાણી હોય તો પણ કાપડું લઇને આવતો.આઇએ તેમને ધર્મનો ભાઇ માનેલ.
             વૈદને સ્વપનું આવતા હાંફ્ળોફાંફ્ળો બેઠો થયો.ઘરવાળીને જગાડીને વાત કરી કેઃ “સુંદર આઇ સવારે સત લીયે છે, મારી પાસે છેલ્લુ કાપડું માંગે છે, મને સ્વપનું આવ્યું.” ઘરવાળીએ કહ્યુઃ ‘એ તો આળપંપાળ છે .આમ ઓચિંતું આઇને સત લેવાનું કારણ શું હોય? છતાં જાવું હોય તો ભલે.’
            વૈદે તો એ જ ટાણે ઘોડી ઉપર ઘીના ઘાડવા ને નાળીયેર લઇને છત્રાવાના રસ્તે રવાના થયો.
            અખાત્રીજને દિવસે સવારના પોહરમાં ગામને ઉગમણે ઝાંપે ઝૂંપી ખડકાવી આઇ સુંદરબાઇ સત લેવા હાલ્યાં.
            બાઇઓ, ભાઇઓ માતાજીની સ્તુતી કરે છે.ચારણો ગળામાં અંતરવાસ પાઘડી નાખીને દેવિયાણ બોલે છે.
             આઇએ આંખની નેણ સુધી ભેળિયો ઓઢીયો છે.ગૂઢી જીમી અને લાંબા પેટનું કાપડું પેહર્યા છે.ધીમે ધીમે ડગલે પગ માંડે છે.દીકરી સતબાઇ અને દીકરા નાનુ ઉપર હાથ મુકતા આવે છે. સૌને ભલામણ કરે છે. સૌ ને ભલામણ કરે છે. “સૌ સંપીને રેહજો, ક્ળજુગ કારમો છે, ચારણપણાંની ચીવટ રાખજો.ધર્મ તો રાખ્યો રહે.” આમ કેહતા ગામને ઝાંપે આવ્યાં.
          બરાબર ગાયોના ગાળા છૂટીયા ને સૂરજનારાયણે કોર કાઢી એવે ટાણે આઇ સુંદરબાઇ *’જય અંબે’* કહીને ચિતા ઉપર બેઠાં.સૂરજ સામે હાથ જોડ્યા.ધી, નાળિયેર હોમાણાં.બધાને દૂર ખસી જવાનું કહીને અગ્ની પ્રગ્ટાવ્યો.ત્યાં ઘીના ઘાડવા લઇને બખરલા ગામેથી વૈદ ખૂંટી આવી પોંહચ્યો.
આઇ બોલ્યાઃ “આવી પોંહચ્યો ને ભાઇ?”
         ‘હા, માડી ! ‘ કેહતાં વૈદે સામે હાથ જોડયાં. કાંઇ બોલી શકતો નથી, હદય ભરાઇ ગયું છે.
        ‘ બાપ ! આયાં નજીક આવ્ય.’ આઇએ કહ્યુઃ ‘ભાઇ, આ ગામનું તોરણ તારે બાંધવાનું છે.તારો પરિવાર ખૂબ પાંગરશે, સુખી થાશે, મારગ મૂકશો નહિ, ગરીબોને કોચવશો નહિ.’ આમ ભલામણ કરી આઘો ખસી જવાનું કહ્યું. વૈદ દૂર ખસ્યો, ત્યાં અગ્નીએ સ્વરૂપ બદલાવ્યું.શીખો નીક્ળવા લાગી.આઇ *’જય અંબે, જય અંબે’* એવા ઉચ્ચાર કરવા લાગ્યાં.
           દીકરી સતબાઇને થયું કે કાયમ ખોળામાં બેસાડી માથું ઓળી મીંડલા લઇ દસેય આંગળીના ટચાકાં ફોડનારી જનેતા મારી માં આજ મને કોના વસુ મૂકી જાય છે?

              

       *સતબાઇએ દોટ દીધીઃ ‘એ મા, મા, મા, બળતી જવાળામાં જઇને આઇના ખોળામાં  બેસી ગઇ.*
ઉમર વરસાં આઠ બાળા જે સતબાય;

ચોપેથી કાટે ચડી મા ભેળી મહામાય.
              થોડી વારમાં મા-દીકરીના દેહ બળીને ખાખ થયા.કુટુંબીજન વાની પૂજીને હાલી નીક્ળ્યા.અખાત્રીજ જેવા સપરમાં દિવસે આખું ગામ સૂનકાર થઇ ગયું.સાંજ સુધી એક માણસ બહાર નીક્ળ્યું નહિ.ચારણ કુટુંબે આજે બીજી લાંઘણ ખેંચી. છોકરાને ધાવણ અને ઢોરને નીરણ-પાણી બંધ છે.
            સાંજે બધા મેર ભેળા થયા કે ગામના ઝાંપામાં ચારણ્ય બળી મૂઇ એટલે એ ઝાંપો હવે ગોઝારો થયો.માટે એ બંધ કરીને ગામની દખણાદી બાજુ ઝાંપો પાડીએ.એ ઝાંપે હાલતાં-ચાલતાં બધાના મન કોચવાશે.આઇનો અગનકાટ નજર સામે તાજો થયા કરશે ગામનાં માણસો સંમત થયા.
                  થોર કાપતાં કાપતાં કોઇનો ધા બોધરાના દીકરાને વાગી ગયો ને બોધરે જીભને વેહતી મૂકી છે. સામે મેરના દીકરા છે.એ કાંઇ બોધરાથી ગાજ્યાં જાય એમ નથી.માંડ્યા પક્ષી ખેંચવા ને અંદરોઅંદર તકરાર જામી.પછી તો દ્યો દ્યો બીજીવાત નહીં.આ બધું પાપ બોધરાનું છે, એને તો ટૂંકો કરો.માંડ્યા કુહાડીઓ ઝીંક્વા.સામ સામા અરધો અરધ પક્ષ પડી ગયા.હથિયાર કોઇને લેવા જવું પડે તેમ ન હતું.માંડ્યા સોથ વારવા.ખરેખર જાદવાસ્થળી જામી.બોપરટાણું થયું ત્યાં મેરના માણસો કપાઇ મૂઆ.
ઝાંપે બધા ઝાખિયું, ખારે ખપી ગયા;

રોવા રહિયું ના, ચોતા જેટલું છોલરું.
         આઇનો કોપ માની ગામની બાઇઓ,ભાઇઓ સૌ સૌનાં છોકરાંછૈયા લઇને માવતર-મોસાળે ભાગી છૂટ્યાં.છત્રાવિયાનું એક છોકરું ગામમાં મળે નહિ.
           છ-આઠ મહિને વૈદ ખૂંટીએ આવીને ગામનું નવું તોરણ બાંધ્યું.તેના ભેળા બે દીકરા આવ્યા, વાધો ને ભોજો.આત્યારે આ બેય ભાઇઓનો મોટો વિસ્તાર છે.ભોજાના ભોજાણી અને વાઘાના વાઘાણી આવી બે પાંખી છે.છસોથી સાતસો માણસની એકજ કુટુંબની વસ્તી છે.

               આઇએ જે ઠેકાણે સત લીધું ત્યાં પાણાનું ઘોલકું છે.થોડે છેટે આઇની દેરી છે.દેરી પાસે દીકરી સતબાઇનો પાળીયો છે.નવરાત્રીમાં ગામ તરફથી હવન થાય છે. *સવંત* *૧૬૯૫* *ના વૈશાખ સુદ ત્રીજને શુક્ર્વારના રોજ સુંદરબાઇ આઇએ સત લીધું.* જેને આશરે *૩૭૮* વર્ષ જેટલો સમય થયો.આ પ્રસંગની નોંધ ભાણવડ પાસે આંબલિયારા ગામનાં ચારણોના બારોટના ચોપડામાં લખેલી છે.
સવંત સોળપંચાવન વદાં માસ  વૈશાખ,

સત લીધુ તે ચારણી સુંદરબાઈ સમરાથ.
પખ ઉજ્જવળ ત્રુતિયાં તીથિ, વળતો શુક્રવાર,

ચડી કાટ તું ચારણી, આઈ સુંદર અવતાર.
અવતાર  અંબા બહુચરી, કે ખોડલી તું ખૂબડી ,

મોણીઆની માત નાગલ, માત ભીને વરવડી.
ત્રિશુલ હાથાં આડય, ભાલે રંગ ગૂંઢે લોબડી,

સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.
મત કમત બેઠી કાંધ માથે, ભાન સઘડી ભુલીયા,

બોલી કથોરા વેણ કડવા, બાઈ કાળજ બાળીયા.
મહામાય  મતીયા ફેર મેહરે, કોચવી બહુ કળકળી,

સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.!
બેફામ  યાતુધાના ફરતા,વણય કારણ વીફરી,

હેરાન કરતા પાપ હાથે, કંઈક તે અધરમ કરી.
અસરાંણ ના ઉત્પાત દેખી, હાક મારી હૂકળી,

સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.
જાપે બરાબર જૂદ્ધ જામ્યું, મામલોં  એવો મચ્યો,

ખપીયા ઘડીકમાં જંગ ખેલી, પચા ઉપર પાંચસો.
છતરાવિયા ચડી ચોંટ લીધા, વાર પલમાં વરવડી,

સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.
📌 લેખકઃ

પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી

📌 ચિત્રકારઃ

કરશનભાઇ.ઓડેદરા-પોરબંદર

📌 પ્રેષિત-ટાઇપઃ

મયુર સિધ્ધપુરા-જામનગર

​સામાન્ય પાડો પૂજાયો પાડાપીર રૂપે

Standard

લોકકથાની વાતો – ડો.પ્રદ્યુમ્ન ખાચર

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન-સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે,એ વાંચતા-સાંભળતા તો ઘડીક થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવથી પણ એક ડગલું આગળ જીવી ગયા.પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે ક્યાં? આજે અહીં સતાધારના આપા ગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કે 
પાડે દેખાડ્યું પ્રગટ સતાધારનું સાચ,
અનેક જુગ ઊલટી જતા ઉની નાવે આંચ.
આજના યુગનો માણસ તો ઘડીક માથું ખંજવાળવા માંડે કે એવું તો વળી શું હતું કે એક સામાન્ય પાડાએ વળી કઈ શક્તિ બતાવીને ગુજરાતમાં જેણે નામ પોતાનું નામ રોશન કરી પાડાપીર તરીકે પૂજાયો. સતાધારની જગ્યાને આપા રામ કરીને એક આહીર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું.આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહિ અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્ર્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા, મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહિ.
એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ.શામજીબાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે,જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાયને તો અમને આ પાડો આપો.
પૂ.શામજીબાપુ કહે, ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ. પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉત્તર આપો છો,બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી, જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે.
પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામ સામા સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના પૂ.શામજીબાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો.પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહિ પણ આમ બહાના ન બતાવો.
આખરે પૂ.શામજીબાપુ કહે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહિ પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઇ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે.
પૂ.શામજીબાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા,આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતા તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો,પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહિ. 
આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાંક વર્ષોમાં હમીર કોળીને ઈશ્ર્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઇ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા ૧૫૦૦માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહિ અને હમીરની યાદ પણ ન આવે ?

પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા ૫૦૦૦માં એક કસાઈને વેચી દીધો.થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઇ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યુંને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે.
આખું કતલખાનું સ્વયંમ સંચાલિત હતું, કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોળ થઇ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઇ ગયા.
કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બંને જ નહિ મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે,પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઇ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય ?
તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઊતરે ને પાછી વળે છે કે નહિ?તો કરવત તો બરાબર નીચે ઊતરી ને પાછી ઉપર ચડી,કસાઈને થયું હંહં હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાગ દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાય ગયા,થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહિ. કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતાં છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્નું આવ્યું ને એને કોઈ દેવાતાય પુરુષના દર્શન થયાં અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન કરી શકે હો,તો સમજી જાજે બાકી જડમૂળમાંથી ઉખેડી નાખીશને જલદી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ.
કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કૈંક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહિ.આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કૈંક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો.
પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા,ધારી અને વિસાવદર થઈને સતાધાર મોકલ્યો,પણ આ સમાચાર અખબારોમાં ફેલાય જતા ગામેગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સતાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો અને જયારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સતાધારમાં જ સમાધિ આપવામાં આવી.જૂનાગઢના કવિ કાને આ પાડા ઉપર એક પુસ્તક અને બે પાંચ સરસ ગીતો આ પ્રસંગને વર્ણવતા લખ્યાં છે.

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=216613