Daily Archives: April 2, 2017

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

Standard

​👑👑
🍃જન્મની વિગત

૧૯ મે , ૧૯૧૨

ભાવનગર , ગુજરાત

💐મૃત્યુની વિગત

૨ એપ્રિલ , ૧૯૬૫

ભાવનગર , ગુજરાત
🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર
⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી

કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. 
⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. 
⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા
🖌ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને 
🗳ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. 
✏પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. 

✏છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
💎ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.
📌📌 એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. 

🖍ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
📍📍ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.
📝✏ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
🎉🐄🐄🐄🐄બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને’ભાવનગર’ નામે વસાહત :
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા

– યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)  👑🙏🏻

જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી

Standard

​નેકનામદાર પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાથે બીજા મહાન વ્યક્તિ જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી નો પણ આજે નિવારણ દિન છે… 
જેઓ ભારતના પ્રથમ ક્રિકેટર હતાં તથા તેમના નામથી આજે રણજી ટ્રોફી પણ રમાય છે… 
તેમના માટે એક પુસ્તક પણ છે…. 

“The Jubilee Of Cricketer”
જામ સાહેબ રણજીતસિંહજી વિશે ની માહિતી નીચે મુજબ છે….. 
જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી
અંગત માહિતી

પુરું નામ :- નવાનગરના H.H. જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી વિભાજી
જન્મ :- 10 સપ્ટેમ્બર 1872

સડોદર , કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
મૃત્યુ :- 2 એપ્રિલ 1933 (60 વયે)

જામનગર મહેલ, બ્રિટિશ ભારત
હુલામણું નામ :- રણજી, સ્મિથ
બેટિંગ શૈલી :- જમણેરી
બોલીંગ શૈલી :- જમણેરી ધીમા
ભાગ :- બેટ્સમેન, પછીથી લેખક અને નવાનગર રજવાડાના મહારાજા
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ :- ઇંગ્લેન્ડ
ટેસ્ટ પ્રવેશ

(cap ૧૦૫) :-

૧૬ જુલાઇ ૧૮૯૬ v ઓસ્ટ્રેલિયા
છેલ્લી ટેસ્ટ :- ૨૪ જુલાઇ ૧૯૦૨ v ઓસ્ટ્રેલિયા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષ                        ટીમ

૧૮૯૫-૧૯૨૦        સસેક્સ

૧૯૦૧-૧૯૦૪        લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ

૧૮૯૩-૧૮૯૪        કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ

સ્પર્ધા                 ટેસ્ટ પ્રથમ કક્ષા

મેચ                   ૧૫          ૩૦૭

નોંધાવેલા રન       ૯૮૯       ૨૪,૬૯૨

બેટિંગ સરેરાશ     ૪૪.૯૫    ૫૬.૩૭

૧૦૦/૫૦            ૨/૬        ૭૨/૧૦૯

ઉચ્ચ સ્કોર          ૧૭૫        ૨૮૫ *

નાંખેલા બોલ        ૯૭          ૮૦૫૬

વિકેટો                 ૧             ૧૩૩

બોલીંગ સરેરાશ    ૩૯.૦૦     ૩૪.૫૯

ઇનિંગમાં ૫ વિકેટો  –            ૪

મેચમાં ૧૦ વિકેટો   –            ૦

શ્રેષ્ઠ બોલીંગ         ૧/૨૩     ૬/૫૩

કેચ/સ્ટમ્પિંગ          ૧૩/–     ૨૩૩/–
રણજીતસિંહજી GCSI GBE (૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૨ એપ્રિલ ૧૯૩૩),

 [note ૧] જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા. 

[૨] તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે.

 [૩][૪] તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સ ની શોધ કરી હતી તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા. [૧]
૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રણજીતસિંહજીનું નામ ગુજરાતી પૂર્વગ -સિંહજી ધરાવે છે, જે બે ભાગમાં છે: -સિંહ, જે ગુજરાતના રાજપૂતોમાં સામાન્ય છે અને -જી જે સામાન્ય માનવાચક છે. તેઓ તેમના કુટુંબના નામ

રણજીતસિંહજી વિભાજી થી ઓછા જાણીતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન, રણજી સ્કોરબોર્ડ પર પ્રિન્સ રણજીતસિંહજી અથવા કે. એસ. રણજીતસિંહજી તરીકે ઓળખાતા હતા. કે. એસ. કુમાર અને શ્રી દર્શાવતું હતું, જે તેમના અપાયેલા નામમાં ન હતું. તેઓ સ્મિથ તરીકે પણ ઘણી વખત રમ્યા હતા.
ફોટો :- 1.જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ

          2.સહિ જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ