​મૈંસુર ભાગ 1 

Standard

​મૈંસુર ભાગ 1
મહી સુર (માહિસાસુર) ની રાજધાની માહિષ્મતી કે મહી સુર ના નામ પરથી મૈંસુર નામ પડ્યું, એ પૌરાણિકકાળ માં મહિષાસુરનો ત્યાં અત્યાચાર વ્યાપ્ત હતો માં ભગવતી અંબા મહિષાસુર નો અંત કરવા જે સ્થાને ચામુંડેશ્વરીનું રૂપ ધરી પ્રગટ થયા અને માહિષાસુરનો અંતકર્યો તે સ્થાન આજે પણ મૈસુર માં ચામુંડી પર્વત તરીકે ઓળખાય છે જે અત્યંત રમણીય પર્વત છે, ત્યાં ભગવતી શિવપૂજા કરતા એ શિવલિંગ વિશ્વનું સૌથી મોટુ  શિવલિંગ હતું પણ આજે એ હયાત નથી પણ એનો નદી હજી પણ છે જે વિશ્વનો સૌથી મોટો નંદી છે. ત્યાંથી ઉપર દ્રવિડ શૈલીનું ચામુંડેશ્વરી મંદિર અને બહાર મહિષાસુરની વિશાળ પ્રતિમા જોવા મળે છે. 

ઐતિહાસિક મૈસુર :

પ્રાચીન સમયમાં સિકંદરના આક્રમણ અને મૌર્યવંશના ઉદય સમયે મૈસૂરના વિસ્તારો પર કદંબવંશ અને પલ્લવો નું શાશન હતું .. મગધના અંત બાદ સાતવાહનો નું આધિપત્ય હતું. ત્યારબાદ સમગ્રદક્ષિણ ભારત પર ચૌલુક્ય સામ્રાજ્ય સ્થપાયું છઠ્ઠી સદીના અંતભાગ થી લઇ તેરમી સદી સુધી ચૌલુક્યોની વિવિધ શાખો એ સામ્રાજ્ય ભોગવ્યું તેમાં બાદમીના મહાન સમ્રાટ ચૌલુક્યનરેશ પુલકેશી દ્વિતિય કે જેમણે સમ્રાટ હર્ષવર્ધનને હરાવી સમગ્ર ભારત પર વિજય પતાકા લહેરાવી એ મહાન યોદ્ધા ને સમ્રાટનો પરાક્રમી પુત્ર સમ્રાટ વિક્રમાદિત્ય 1076 ઈ.સ. થી 1126 ઈ.સ. સુધી સામ્રાજ્ય ભોગવ્યું ઈ.સ. 1156 સુધી બદામી, મૈસુર સમેત સમગ્ર દક્ષિણ ભારત અને અન્ય વિસ્તારો માં ચૌલુક્ય સામ્રાજ્ય વ્યાપ્ત હતું.

ત્યાર બાદ ગંગ વંશ અને હોયસલવંશ નો પ્રભાવ વધ્યો જેમણે મૈસુરનો સ્થાપત્યક વિકાસ કર્યો તેમના પર ચૌલો એ આક્રમણ કરી એ વિસ્તાર જીત્યો. ઈ.સ.ની 13મી સદી દરમિયાન હરિહર અને બુક્કાના નેતૃત્વમાં વિજયનગર સામ્રાજ્યનો ઉદય થયો. તે દરમિયાન વાડીયારવંશીઓ વિજયનગર ના ખંડિયા તરીકે મૈસુર પર સત્તા ભોગવતા ઈ.સ.1565માં પ્રસિદ્ધ તાલીકોટા ના યુદ્ધમાં વિજયનગરના અંતિમ શાશક અચ્યુતદેવ રાય ને ગોળકુંડા, બીજાપુર, વિદર્ભ વગેરે મુસ્લિમ શાશકોની સંયુક્ત સેનાએ હરાવી વિજયનગર સામ્રાજ્યનો અંત કર્યો તેનો લાભ ઉઠાવી વિજયનગરની રાજધાની હમ્પી ને લૂંટી એ ખજાનાથી વાડીયારો એ મૈસુરમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી.દેવરાય વાડીયાર ઈ.સ.1399 થી 1423 એ પ્રથમ શાશક થી લઇ કૃષ્ણરાજ દ્વિતિય જે બાળ રાજા હતો 1734 થી ઈ.સ.1766 તે દરમિયાન હૈદરઅલી અને તેના પુત્ર ટીપું સુલતાન(જેના વિષે શ્રીરંગાપટ્ટામ ભાગ-1માં જોશું)ના હાથમાં ‘પાદ શાહ’ (પાદ શાહ એટલે સિંહાસન પર બેસનાર ના વતી સત્તા સાંભળનાર અને બાદશાહ એટલે સ્વતંત્ર શાશક) તરીકે મૈસુર પર આધિપત્ય જમાવ્યું ક્લાઈવ ના નેતૃત્વમાં ઈ.સ.1799 માં ચતુર્થ આંગ્લ-મૈસુર યુદ્ધ દરમિયાન ટીપું સુલતાન હાર્યો ને વીરગતી પામ્યો. આમ થોડો સમય બ્રિટિશ કંપની હેઠળ અને બાદમાં પાછા વાડીયાર શાશકો ના હાથમાં મૈસુરની સત્તા આવી જેમાં મહારાજા કૃષ્ણરાજ તૃતીય ઈ.સ.1799 થી 1868 ત્યારબાદ મહારાજા ચામરાજ ચતુર્થ ઈ.સ. 1868 થી 1895 ત્યારબાદ મહારાજા કૃષ્ણરાજ ચતુર્થ 1895 ઈ.સ. થી 1940 કે જે મૈસૂરના સૌથી યશાશ્વી શાશક હતા.(જેમના વિષે મૈસુર ભાગ -2 માં જોશું) તેમના લગ્ન સુ.નગર જિલ્લાના વણા ના ઝાલા દરબાર શ્રી રાણા બનેસિંહજી ના દીકરી બાશ્રી પ્રતાપકુમારી સાથે થયા હતા જેમાં તેમને પુત્ર યુવરાજ નરસિંહરાજ વાડીયાર થયા તેઓ યુવરાજ પદે જ અવસાન પામ્યા તેમને ચાર સંતાનો હતા પ્રથમ જયદેવી, બીજા મહારાજા જયચામરાજ, ત્રીજા સુજયાદેવી અને ચોથા વિજયાદેવી હતા જેમાં જયચામરાજ ઈ.સ.1940 થી 1947 ઈ.સ.એ દાદા મહારાજા કૃષ્ણરાજ ચતુર્થ બાદ મૈસૂરના શાશક બન્યા, તેમના સમયમાં આઝાદી અને ગણતંત્ર બાદ મૈસુર કર્ણાટક રાજ્યમાં વિલીન છે, તેમના પરિવારમાં મોટા કુંવરી જયદેવી ના લગ્ન ભરાતપુરના મહારાવલ સાથે થયા, બીજા કુંવરી સુજાયાદેવી ના લગ્ન સાણંદના યશાશ્વી મહારાણા જયવંતસિંહજી ના પુત્ર મહારાણા રુદ્રદત્તસિંહજી ઠાકોર સાહેબ ઓફ સાણંદ અને કોઠ સાથે થયા, સૌથી નાના કુંવરી વિજયાદેવી ના લગ્ન કોટડા સાંગાણી ના ઠાકોર સાહેબ શ્રી પ્રદુમનસિંહજી સાથે થયા હતા. આમ મહારાજા જયચામરાજ બાદના દત્તક શાશકો છે જેમાં હાલ મહારાજા કૃષ્ણદત્ત યદુવીર વાડીયારને મામા મહારાજા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડીયારની ગાદી મહારાણી એ મહારાજના ભાણેજ એટલે યદુવીરને દત્તક લેતા મળેલ છે. અને વર્તમાન મહારાજા યદુવીરના લગ્ન ડુંગરપૂરના મહારાજકુમાર હર્ષવર્ધનસિંહના નાના કુંવરી સાથે થયા તેથી મહારાજા યદુવીર અને રાજકોટના યુવરાજ સાહેબ માંધાતાસિંહ ના પુત્ર ટીકા જયદીપસિંહજી સગા સાઢુભાઈ થાય છે.

વધુ માહિતી મૈસુર વિષે મૈસુર ભાગ-2 અને શ્રીરંગાપટ્ટામ ભાગ 1 માં જોશું, અસ્તુ.

લી. ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s