આયો અષાઢો મેઘ ગાઢો

Standard

​🌹🌹 છંદ = સારસી 🌹🌹

🌹 આયો અષાઢો મેઘ ગાઢો 🌹
વાદળ ચય્ઢા વેહ્મંડ મંડલ વરુણ ફોજુ વલણે.

ભુ ભરી ભુ પર ઘરર દંગલ હુકળ હલ્લા હલણે.

ઘન ઘોર ઘેરે મેઘ ડંબર ઘેંઘુર ઘટા ઘોળી ફરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(1)
ગડડડ ગહકંત વૃંદ વાદળ ગૌ ગગન બિચ ગરજીયા.

તીત ખનુ તડીકા ઝપટ ધર પડ લચક ગીરી વર લરકીયા.

જલ અમલ વરસત ધરત મેઘો અવ્વલ મજું જો કરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(2)
લાવણ્ય લેવણ રૂપ મનહર સજ્જત સુંદર શામલા.

પ્રસિધ્ધ પાવન પ્રક્રત પટ પર વિવિધ કલા વિમલા.

ધર પર ધરાધર ધવલ ધરતો નીર નિર્મલ ભુ વરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(3)
હર સુત બાહન હરખ ઘેલા પહલ વેલા પ્રાથવે.

દાદુર બપૈયા ચીત હેલા સુર ઘોળી ગલ સવે.

નદીયુય માઝા મેલ હાલી દધી મગ લેતી ઢરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(4)
છણછણ ચમકે બીજ વળળળ કડડડ ચળકત ચંચલા.

ભો પાટ છુટ્ટી ભળળળ ભળકંત ઢળી ઢળકત મંગલા.

સજણા સહેલી ગેલ ગેલી વ્યોમ વેલી પરવરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(5)
અનહદ હિંલોળે મેદની મધુરા મધુર મહકી રીયા.

બાઢી બહુરી ગેલ બહુધા સકલ જન હરખી ગીયા.

જગંલ સઘન વન તરુ ઉપવન હરીત મનહર મન હરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(6)
હુળુળુળ બજે વાદળ અનોધા ધરા લલીતા લળવળે.

ખળળળ ખલકત સકળ સરીતા ડુંગરા પટ દળવળે.

કલરવ કરે વિજ અખીલ કીલકીલ કળા કુદરત તરવરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(7)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
રચના = ચારણ વિજયભા હરદાસભા બાટી.
બાવળી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s