ભગવાન_કઈ_પણ_કરી_શકે_છે_બસ_એમના_પર_શ્રધ્ધા_હોવી_જોઈએ…!!!

Standard

👉 *ખુબજ અદભુત હૃદયસ્પર્શી વાત કે ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને તેવો પ્રેરણાત્મક પ્રસંગ:-*
એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો  માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો….
ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મસગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,
ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તી ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તીનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી….
એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયુ અને  નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને નીકાળી દો,
તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી, પેલાએ કીધુ કે મારી ભક્તી જોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવસે નહી….
બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી, ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી, ૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંિદરમાં આવો, તો એ ભાઈએ કીધુ કે હુ આવીસ તો ટ્રસ્ટી લાગસે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હુ આવી શકતો નથી, તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ ત્યા તમારે બોસવાનુ ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ પછી કોઈ નહી કે કે તમારે નોકરીની જરુર છે….
હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ, હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે,

હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનુ ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ, હવે મંદિરનો જીણ્ણોદાર કરવાનો હતો, માટે દાનની જરુર હતી, મંદિરના ટ્રસ્ટીઓ એ વીચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલીક વે પેહલા વાત કરીએ…
માલીક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે, એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ, એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે, માલીકે કીધુ કે મને સહી કરતા ની આવડતુ, લાવો અંગુઠો મારી આપુ, ચાલી જશે ….
તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયો કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત…
તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ઘંટ વગાડતો હોત, માટે ભગવાનની લીલા અપંરમપાર છે…
લેખક : *અજ્ઞાત*

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s