Monthly Archives: August 2017

આપા ગીગા (સત નો આધાર-સતાધાર)

Standard

                                                                                                                                                                                                                                                                                                              આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,
ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.
સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.

                 એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર નું ડીંટ બાંધ્યુ હતું.

                 દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં સેવાનુ કામ કરતા લાખુનાં પુત્રને જોઇ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું, ,”લાખુ તારો પુત્ર ગેબની હારે વાતુ કરશે અને પ્રગટ પીર થઇને પુજાશે”.બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમા પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એક્માત્ર બંધન પણ ગીગાથી છુટી ગયું. હવેતો ભલી જગ્યા,ભલી ગાવતરી અને ભલા આપ દાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઇ વાતની તમા નથી.

                ગવતરી ની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઇશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપાદાનાનાં આતરે ગાંઠીયું લાગી ગઇ છે. એક્ને જવાનુ મન નથી થતુ અને એક જવા દેતા નથી. જગ્યાની ઓશરીમાં બેય સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે.એક દિવસ આપા વિસામણ બોલ્યા “ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો.”

                  વરસાદના દિવસો હતા. ગીગાનું આખુ શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી “ભણે ગીગા ઓરો આવ્ય.” સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવયો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢ્ળ્યુ અને માથે ગુરૂનો પંજો પડ્યો.

                  થોડા દિવસો વિત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો.”ભણે ગીગા, હવે તું નોખું કરી લે.”ગીગાની આંખમાંથી આસુની ધારા મંડાણી. “આપા, કાંણા સારું મુને રજા દયો છો? હું અને મારું કામ તમને નથી ગમતું?”

                આપા દાના ખડ ખડ હસવા લાગ્યા. કહે ” બેટા ગીગા, તું મારાથી સવાયો થાઇશ બા.પછમનો પીર ભણાઇશ.તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઇને જગતમાં ઓળખાઇશ.” ગીગાભગતની આખુંમાથી ગુરૂ વિજોગે ચોધારા આસુંની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હરદય સરખો ચાંપીને માથે હાથ મુકે છે.આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી?

“બસોને સોળ બાપુ.”
“એના બે ભાગ કરોતો કેટલી આવે?”ગીગો કહે એકસોને આઠ!”

             વળી આપા દાના હસી પડ્યા કહે, “વાહ બાપ ગીગા,તો તો ભારી મેળ બેસી ગયો.માળાના પારા એકસો ને આઠ અને તુંને ગાયું એક સો ને આઠ.લઇ જા હવે બાપ લઇ જા! ગીગા. કામધેનું, મુંડીયા અને અભ્યાગતો ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ઇસે રોકાઇ જાજે. લે બાપ મારા તુને દિલના આશીષ છે!”

              દાન મહારાજ ને દંડવટ પ્રણામ કરી, રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી. એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળા માં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી. દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ-રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ. ફુલવાડી માં આસોપાલવ, જાંબુ,સીતાફ્ળી, ચિકું-જામફ્ળ જેવા વૃક્ષો અને જુઇ,ચમેલી,ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે.

                  આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપાદાનાનાં મુખ્ય બે શિષ્યો થયા, એક ચલાળાનાં મૂળીઆઈ અને બીજા આપા ગીગા.બેયને સગા ભાઇ બહેન કરતા પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પોંહચી અને સાધુઓ એ ફરમાન કર્યુ. ગીગા,”સબ સાધુકો માલપુઆ ખીલા દે આજ.”

                 “બાપુ ! એટલો ખરચ કરવાની તેવડ નથી, ઠાકરને દાળ-રોટલાનો ભોગ ધરો.” આપા ગીગા સમજાવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉક્ળી ઉઠીયા.મુખ્ય મંહતનો હુક્મ થતા સાધુઓ એ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા.જમાતમાં લઇ જઇ પીપળા સાથે બાંધ્યા અને ચીપયાથી મારવાં લાગ્યા, ચલાળાનું માણસો ભેગુ થઇ ગયું પણ બાવા-સાધુની બીકે કોઇ આગળ આવતું નથી. એક જણે મૂળીઆઇને સમાચાર આપ્યા.

                   સમાચાર સાંભળતાની સાથે જ મૂળીઆઇ શ્વાસ ભેર દોડ્યા.”હે, મારા ભાઇ ગીગલાને બાવા મારે છે?” માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપીયાની પ્રાછટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઉભા છે. દોળીને મૂળી આઇ આપાને વળગી પડ્યા. બાઇ માણસને વચ્ચે આવેલા જોઇ બાવા પણ રોકાઇ ગયા. મહંત કહે, “મૂળી યે તેરા ભાઇ હમકો માલપુઆ નહી ખીલાતા.
મૂળી આઇ કહે “બાપુ, મારા ભાઇની ઝુપડી એટલી ખમતીધર નથી.”
“તો તુમ ખીલા” મહંતનો બીજો હુક્મ થયો.”
                બાવાની જમાતને મૂળીઆઇ પોતાને ત્યાં લવ્યા અને માલપુઆ ખવરાવ્યાં. તોયે બાવાઓને સંતોષનાં થયોતો આપાની ઝુપડીમાં લુંટ ચલાવી. અપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી, બાવાના ચીપીયાનો માર ખાઇ,.આશ્રમ લુંટાવા દઇ, આપાએ ગાયુ સાથે ચલાળા છોડયું.સાથે થોડા મુંડીયા છે. બે ગોવાળીયા છે. શત્રુંજીના કાઠે હાલત હાલતા આબાં ગામની સીમમાં આવી પોહચ્યાં.

                એ કાળેતો વરસાદની રેલમછેલ હતી.નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે.એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતાં. ‘સત’ સાથે લે લાગી ગઇ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા.બોહળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામાના ક્યાડા શાખાના ક્ણબીની વાડી.વાડીમાં શેરડી નો વાઢ નાખ્યો છે.કોઇને ખબર ન રહી અને એક્સો આઠ ગાયું આ વાડીમાં ઘુસી ગઇ.થોડીવારમાં તો શેરડીનાં ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો.

                  દીકરાના પાડના વાડમાં ગાયુ ચરતી જોઇ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઇ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઇ તેમના દેહ માથે પરોણાની પ્રાછટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થીરતા ગુમાવી નથી.ગોવાળો અને સાધુઓ ઉભા ઉભા થથરે છે.માળાનો મેર પુરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યે રાખતા ડાયા પટેલ માથે સ્થીર થયા.’શું થયુ બાપ?’ આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે.

          ” એ મલકના ચોરટા,ઊભો થઇને જોતો ખરો.આ તારી ગાયુંએ મારો વાઢ વીંખીં નાખ્યો.જોતો નથી ને ઉપર જતા ડાહયાપણાની વાતું કરશ? નુકશાની ભરી દે મારી. “ડાયા પટેલના રોષે માઝા મુકી દીધી છે.”
         આપા ગીગાએ ઊભા થઇ નજર કરી તો પટેલનાં વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઇ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ! આમારી પાસે પૈસોતો નથી. તારી નુકશાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયુ શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીંજ રોકાશું.”
          ક્ણબીને વાત ગમી ગઇ.એ ક્બુલ થયો.આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા.ગોવાળો ગાયો ચરાવે.આપા અને સાધુ વાડીમાં કામ કરે.પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે ક્ણબી પટેલનો ઉછરંગ સમાતો નથી.આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિ સ્મરણ કરે.શત્રુંજી ના કાઠે આપાએ ભક્તિ સભર વાતા વરણ ઉભુ કરી દિધુ.

            વાઢ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલ ને પુછ્યુ,”ભણે ડાયા,તારા વાઢ નો ગોળ કેટલો થશે?”

              “પાંચસો માટલાની ગણતરી છે,પાંચસો માટલાથી વધારે થાય તો?” આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલ ને પુછ્યું.
               “પાંચસો માટ્લા થી વધારે થાય તે ગાયુને ચરાવી દેવી” પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું.
                ચિચોડો મંડાણો છે.શેરડી પીલાવા લાગી.રસ ક્ડાઇએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. પાંચસો માટલા ભરાય ગયા પછી ગામના કુંભાર ને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામા આવ્યા,ગામમાં ધરે ધરેથી માટલા માંથી પાણી ખાલી કરી ને ડાયા પટેલ ની વાડીએ પોંહચતા કરવામાં આવ્યાં.આઠસો માટલા ભરાય ગયા પછી પણ અર્ધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઉભો હતો.
              ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચકરાવે ચડી ગયુ છે.માથે પેહરેલી પાધડી નો છેડો ગળામાં નાખી,પટેલ જેમ લાક્ડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા.ચોધારા આસુએ રડે છે.”આપા,મે તમને ઓળખ્યા નહીં. મેં અભાગિયે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો.”
            આપા ખડ ખડ હસી પડ્યા.”પટેલ,સાધુને માન અને અપમાન શા?” ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા.શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છુટ મૂકી દીધી.વાડીનો લેખ કરી આપાના ચરણે મુકવાની તૈયારી બતાવી.આપા કહે “અમારે રે વા’ નથ્ય.ગુરૂ મા ‘રાજ ની આજ્ઞા છે.ખેતર વાડી ને અમે સાધુ કાં કરીએ?” ડાયા પટેલનું મન માનતુ નથી.આપાને બોવ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દિકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે.આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું.
            સતાધાર નું ડિટ બંધાણુ એ પહેલા આ ત્યાગી સંતે ગિર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી પરક્મ્મા કરી હતી.આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા.ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયુ ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબા ના ભાઇ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસી ને ગયેલા, ખંડેરાવ એ એમનાથી પ્રભાવીત થઇ  વિશાળ જમીન ત્રાંબા ના પતરે લખી આપેલ. મહેબુબ રહેમાનબાપુ, મુલ્લા જાફરજી,જાનમહમદબાપુ અને આસાબાપીર જેવા ઓલિયા ગીગાબાપુ ના નમન કરી શ્રી  કૃષ્ણ ની મુર્તિ ના દર્શન કરી ભાવ વિભોર થયેલા.
અમરેલીનો ગાયક્વાડી મહેસુલ વસુલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઇ બે ધોડા જોડેલી બગીમાં ફરવા નિક્ળ્યો હતો. રૂપાળી ગાયુને ભાળી સુબાનુ મન લલચાળું સતાના તોરમા સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુક્મ કર્યો કે “સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોક્લી દે જે.”

આપા એ સાફ ઇનકાર કર્યો અને કિધુ કે “બાપ, આ ગાયુ તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દુધ પાવા રાખી છે.”
આથી તેણે કહ્યુઃ “તો હમણાને હમણા અમરેલી છોડી હાલતો થઇ જજે.
                આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું.ગાવડકા,બાબાપુર,મોટામાંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે.મોટામાંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રજકો નીરી આપાની ખુબ સેવા કરી.સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તની પત્ની બહુ.આગ્રહ ચાક્ળા માથે બેસવા માટે કરે પણ આપા કહે “સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે.”

               પટેલ સાથે આપાને દિલની ગોઠડી થઇ ગઇ છે.આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે “તમારા ઘરે ઠાકર જલ્દી જ ધોડ્યું બધાવશે.” આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણાની છીપર પર બેસતા ત્યાં આજે પણ ધુપ થાય છે.માળવિયા શાખાના ઘણાં પરિવારો આજે પણ ત્યાં માનતા પુરી કરવા આવે છે.
                  મોટામાંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા.સંતની કિર્તી ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી.ગાયુ ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઇ હતી.બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવે.ગામમાં તે વખતે લોક્વાયકા હતી કે બગસરાના રાજવી પરીવારમાં બાપ દિકરો સાથે ઘોડે ચડી શક્તા ન હતાં. દિકરો જુવાન થાય ત્યાં પીતાનું મૃત્યુ થઇ જાય.આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવુ હળવુ હસવા લાગ્યાં.એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે,ત્યાં આપા ગીગાએ બે ધોડા હાજર કરવા ફરમાન કર્યું. બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઉભી રહી.આપા કહે, “બાપ ગોદડવાળા,તમે અને કુંવર બે ય ઘોડી ઉપર આંટો મારી આવો.”
                  આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઇ. થોડીવારે આપા ગીગાનો કોઇ સતાવાહી રીતે અવાજ આવ્યો.”ગોદડવાળા ઉભા થાઓ ઉપરવાળો લાજ રાખશે, બાપ-દિકરો ધોડે ચડો મારી આખ્યું ટાઢી થશે.” ગોદડવાળાને હિંમત આવી.પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઇ ગઇ.ફરતા પંથક્માં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યાં અને આપાગીગા ના પગ પક્ડી લીધા, “મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો-“ગદ ગદ કંઠે દરબાર એટલુ જ બોલી શક્યાં.”
આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે  ગાયકવાડી ખંડણી ની અસમાનતા રોકવા કર્નલ વોકરે મા ઇ.સ.૧૮૦૭ મા માણેકવાડા મુકામ કરેલો તેમા બગસરા દરબારો એ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલુ.

                      આપા ગીગાના સત્ નાં પારખા થતા આવે છે. “પરગટ પીર થઇશ” એવી મુર્શદ પુ.દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે.બગસરાથી જંગર, ક્મઢિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા. ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યાં.કાથડભાઇ ગીડા નામના કાઠીએ પરમોધા.સંતનું પરિભ્રમણ ચાલુ છે.તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી.

નહીં જેના દરબારમાં,ભૂપત ભિખારીનો ભેદ;
વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.

                 અમરાપરથી માવજીજંવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું છે.સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો.સુરાવાળા ભવાઇ જોવાના બહુ શોખીન હતા.ભવાઇના વેશ પણ ભજાવતા.તેમાય ડાગલાનો વેશ સુરાવાળાને અતીપ્રીય હતો.એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઇનો વેશ રમી રહ્યા છે તેમા ઓળખાઇ ગયા.કાઠી ડાયરો મશ્કરીએ ચડ્યો.સુરાવાળા શરમાઇને ભાગ્યા.ભોંઠપનો પાર નથી.સીધા આપા ગીગા પાસે આવ્યા.ડાગલાનો વેશ હજી પેહરેલો છે.આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી.
               આપા ગીગા એક જ વાક્ય બોલ્યા,”બાપ સુરાવાળા,ભોઠપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ્ય તારે તો ફ્ક્ત ચાંપરડાનો ગરાસ જ છોડવાનો છે.” સુરાવાળાની અંતર ની આંખો ઉઘડી ગઇ હતી.એ જ લેબાશમાં સાધુ બન્યા. ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતાં સમાધિ લીધી હતી.બીલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે  સુરેવધામ વિખ્યાત છે.
                ભક્તિ-મારગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગિરમાં પરીભ્રમણ કરી રહ્યા છે.ત્યાંથી આબાંઝરને કાંઠે આવી પોહચ્યાં.ચોગરદમ ગિરિમાળાઓ,અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઇ જોઇ આપાનું મન પ્રસન્ન થઇ ઉઠ્યું.ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઇ મન મૂકીને ચરવા માંડ્યા.એક દી સાંજના સમયે ચુલો સળગી રહ્યો છે,તેમાંથી લોબાનની ભભક ઊઠવા માંડી.ગુરૂ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું, “લોબાનની ભભક આવે તીસે રોકાઇ જાજો.”અને ત્યાંજ વનવાસ વખતે પાંડવો દ્રરા સ્થાપીત પોણું ડટાયેલુ શીવલીંગ જે આજે બીલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યાંમાથી આપાગીગા ને મલ્યુ.

                  આપા ગીગાનો આત્મા આબાંઝરનાં કાઠે ઠર્યો.ધરતીને મા નો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી.સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથે વિ.સં ૧૮૮૫ માં આ રીતે થયું.ચમ્તકારની કેટલીયે વાતો આપા ગીગાના જીવન સાથે વણાઇ ગયેલી છે.આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરીવળી છે.આપા ગીગાએ શરુ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર- સ્તકાર એક્ધારી બે સદીથી હાલ્યો આવે છે.
               બ્રિટીશ શાશન સામે ઇ.સ. ૧૮૫૭ માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઇ.સ.૧૮૫૮ માં અંગ્રેજો તરફથી દમન નિતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી ક્બ્જે કરવા વાઘેર ગરાસદાર જોધા માણેક,મૂળુ માણેક,દેવા માણેકે પોતાનું ઓખા મંડળ ક્બજે કરી પોતાની આણ વર્તાવી,આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટીશ લશ્કર અને ગાયક્વાડી લશ્કર લઇ ઓખામંડળ ઉપર આક્રમણ કર્યુ.બેટના કિલ્લઓનો લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને ચારલાખની કિંમતનું ઝવેરાત લુટી લીધું.તેમજ દ્વારીકામાં પણ પોતાનો ક્બજો જમાવ્યો. જોધામાણેક,મૂળુ માણેક,દેવા માણેક ઓખામંડળમાંથી નીક્ળી અમુક સમય સુધી સતાધાર આવેલા.આરતી પછી આપાગીગાએ પુછ્યુ “શું મુઝવણ છે જુવાનો?” જોધામાણેકે બધી વાત કરી અને કહયુ કે આ ગોરાઓ તો પારકા મુલક્ના છે પણ આ ગાયક્વાડી લશ્કરે દ્રારીકાની દેવ સ્થાન ઉપર હાથ નાખ્યો છે એટલે મરતા પેહલા એને અમારુ પાણી બતાવી દેવુ છે.એટલા માટે ખડીયામાં ખાપણ લઇને ગીરના જંગલ ના આશ્રયે આવ્યા છીએ.અમરેલીના સર સુબા સામે આમારું બહારવટુ ખેડાશે.
              આપાગીગાએ ત્રણેય જુવાનોનો વાસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યુ કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળુ માણેકે કરેલ બહારવટાની હકીક્ત ખુબ જાણીતી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર થી આગેવાનોએ ઠરાવ કરી લેખીત વિરોધ મુંબઇ ઇલાકાના વાયસરોય સુધી પોહચાડ્યો આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ આપાયો.દેવ સ્થાનનું તમામ ઝવેરાત અને ઓખામંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઇ.સ.૧૮૬૧ માં આ સમયે જોધા માણેક હયાત ન હતા.ગરાસ સંભાળી મૂળુ માણેક અને દેવા માણેક વિ.સં ૧૯૨૩ માં આપાગીગાને પગે લાગવા આવ્યા. આવા અનેકો પરચા આપાગીગાના છે.
                આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સતાધારમાં સાચવી રાખવામાં આવી છે.સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતી કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્ર ની અસલ સંસ્કૃતિના નમૂનારૂપ પિત્તળના મોટા દાબડા,ક્ટોદાન,ગોળીઓ,હાંડા,બેડા વગેરે જળવાયા છે.ભૂલાઇને નાશ પામવાને આરે આવીને ઉભેલી દોઢેક સૌકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષે છે.
        સતાધાર અને તુલશી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગિરયાત્રા પુરી થતી નથી.સતાધાર એટલે સત નો આધાર સ્વરૂપ કિર્તીસ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ.પરબવાવડીનાં સંત દેવીદાઅ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો એટલે જ સતાધાર એટલે ‘સત્ત નો આશરો.’
                 આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું.આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઇનું નામ બદલી લાખુ રાખ્યું હતું.સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઇ,સુરઇને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઇ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઇ પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નિક્ળ્યા ત્યારે રસ્તામાં આવતા શાપુર ગામે પુત્રનો જન્મ થયો.પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું.મા-દિકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રેહતા તેમના સગાઓએ પણ તેને જોઇ મોઢુ મચકોડ્યું.
              આપા દાનાએ કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો.સુરઇ અને ગીગો તેમા સચવાયા.આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દિકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.ચલાળા પાસેના સંરભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી.પણ અલખધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોટ્યુ નહીં.સતાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી આપા ગીગાએ વિ.સં ૧૯૨૬(ઇ.સ ૧૮૬૯) જગ્યામાં જીવતા સમાધી લીધી.આપાગીગાએ સમાધી લીધી એને ૧૪૭ વર્ષ થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે. ગીગાબાપુ ની હયાતી સમયે તથા તેમના સમાધિષ્ટ થયા પછી સજુમા અને રજુમા એ બે નારી શક્તિઓ એ જગ્યા ની સંભાળ રાખી હતી. તેમની પણ સમાધીઓ અહિ આવેલી છે.

                  આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદીએ આવ્યા.જેને આપાગીગાએ સ્વહસ્તે તીલક કર્યુ. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધી થશે અને ચાંદો સુરજ રેહશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમા દર ત્રીજી પેઢીએ હું પોતેજ હઇશ.    તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષ્મણબાપુ અને શામજીબાપુએ સતાધારની ગાદી સંભાળી. લક્ષ્મણબાપુ ૩૨ વર્ષ અને શામજીબાપુ ૩૧ વર્ષ સુધી સતાધારની ગાદીએ રહ્યા. શામજીબાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યુ હતું, હાલ માં વીજયબાપુ આપા ગીગાની સેવા કરે છે.મહંત જગદિશબાપુ દેહવિલય પામ્યા છે.

           સતાધારની જગ્યામાં આપાગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધી આવેલી છે.હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગધઇ સમાજ દ્રારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે.આપા ગીગા પરિભ્રમણ દરમ્યાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા,ચુડા,ડમરાણા,મોટામાંડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનક્ની પેટા જ્ગ્યા આવેલી છે.દરેલ સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌસેવા ચાલે છે.
                 સતાધારનું વિશાળ રસોડુ અને જબ્બર અતિથી ગૃહ તેની વિશેષતા છે.એક સાથે ત્રણ હજાર લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા સ્થાનક્ના રસોડામાં છે. ત્રણેલ હજાર માણસો નિરાતે રહી શકે તેવા અતિથી ગૃહો છે. સ્વ શામજીબાપુના નામ પરથી અતિથીગૃહનું નામ ‘શ્યામ ભવન’ રાખવામાં આવ્યુ છે.સતાધારની જગ્યાને પ્રસીધ્ધી અપાવવામાં શામજીબાપુનો સિંહ ફાળો છે.પાંચ વર્ષની ઉમરે તેઓ સ્થાનક્માં આવ્યા હતા. લક્ષમણ બાપુએ તેમને ઉછેર્યા હતાં.૩૧ વર્ષ સુધી મહંત પદ સંભાળી ૧૯૮૩ માં ૭૮ વર્ષની ઉમરે તેમનુ અવસાન થયું.શામજીબાપુ અને સતાધાર એકબીજાના પર્યાય બની રહેલા. અપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમને નવુ પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભમેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજીબાપુની શોભાયાત્રા કાઢી તેમનુ સન્માન કર્યુ હતું.
            સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે.તેના પર શામજીબાપુએ ઘાટ,બગીચો અને કુંડ બનાવરાવ્યા છે. રાજુલાના પત્થરમાંથી બનાવેલા આ ઘાટ હરીદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે.ગુરૂનાં નામ પરથી તેનુ નામ ‘લક્ષ્મણ ઘાટ’ રાખવામાં આવ્યુ છે.નદી ભરાયેલ હોય ત્યારે જાનહાની ન થાય તેવી સાવચેતી ધાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે. લીલોછમ અને ફુલોથી અરછાદીત બગીચો આંખોને શીતળતા આપે છે.
             જગ્યામાં તમામ લોકો સ્વૈક્ષીક સેવા આપે છે.અનાજ સાફ્ કરવું, વાસીંદા કરવા,રસોઇ બનાવવી,ઢોર સાચવવા,પીરસવું, એમ દરેક તબ્બકે કોઇ પગારદાર માણસ નજરે નહી ચડે. સૌ કોઇ પોતાની શકતિ પ્રમાણે સેવા આપવા સતાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે.સતાધારથી ક્નકાઇ જતા રસ્તામાં બાજરીયા નેસ આવે છે ત્યાં સ્થાનકનાં પશુધનને રાખવામાં આવેલ છે.લગભગ ૨૩૦૦ કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે.ગિરને નાકે વિસાવદરથી સાત કિલોમીટર અંતરે આવેલ ઘેઘુર સતાધાર ખુબજ પ્રસિધ્ધ તીર્થસ્થળ છે.

સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયાનો ઇતિહાસ

Standard

કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું . છેવટે જુવાન વાઘેલી રાની ને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્ર ની પણ પુત્રી હતી. રાની એ પુત્રી જન્મ્યા ની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર-પુત્ર ન હોય તો રાજગાદી પિ`તરાઈઓ ના હાથ માં જવા નો ડર હતો. આથી રાની એ દાસી સાથે મસલત કરી ને સવારે રાજા ને ખબર મોકલાવી કે વાઘેલી રાની ને પુત્ર જન્મ થયો છે. રાજા આ સાંભળી ને ખુબ ખુશ થયા.

રાની એ કન્યા ને પુરુષ ના કપડા પહેરાવી વડારનો ને સાધી ને વાત અત્યંત ગુપ્ત રાખી. સૌ કોઈ સોલંકી ને ત્યાં પુત્ર જન્મ્યા નું માનતા હતા. કુંવર નું નામ તેજપાલ રાખ્યું. તેનું સગપણ પાટણ ના ચાવડા રાજા ની પુત્રી સાથે કરવા માં આવ્યું. અંતે તેજપાલ ના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઇ ગયા. હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવા નો સમય નજીક આવ્યો. જયારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ. તે પોતાના જેવી જ એક યુવતી ને પરણી છે એ જાણી ને તે ખુબ દુ:ખી થયા. એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા. જગત માં કોઈ નવોઢા ને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુ:ખિયારા ચાવડી કન્યા હતાશ મને પિયર ચાલી આવ્યા. પોતાના દુ:ખ ની વાત ને કોઈ ને કહી શકતા નહોતા ને મનમાં જ મૂંઝાતા હતા. દીકરી ની ચિંતા માં કળી ગઈ એમને દિકરી ને બેસાડી ને પ્રેમ થી પૂછ્યું, “બેટા ! તું કેમ આટલી દુ:ખી દેખાય છે ? “

રડતી આંખે દિકરીએ માં આગળ આપવીતી કહી તેમને કહ્યું, “તમે મને પુરુષ સાથે નહિ પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. તમારા જમાઈ-સોલંકી કુંવર પુરુષ નથી પરંતુ પુરુષ ના કપડા માં સ્ત્રી જ છે” . કાનોકાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ. એ વાત ની જાણ પાટણ ના રાજા ચાવડા ને પણ થઇ. પોતાના જમાઈ વીશે સાચી હકીકત શી છે તે જાણવા માટે પાટણ ના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી ને પોતાને ત્યાં રમવા-જમવા બોલવા નો પત્ર લખી એક સાંઢણી કાલરી તરફ હંકારી મોકલાવી. પત્ર માં લખ્યું હતું કે જમાઈરાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદપ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો.

આ સંદેશો સોલંકી રાજા ને મળતા ચારસો (૪૦૦) સોલંકી એકઠા થઇ ઘરેણા વગેરે પહેરી, બખ્તર વગેરે ચઢાવી પાટણ ના વેવાઈ ચાવડા રાજા ને ત્યાં પોતાના કુંવર સાથે ગયા. ત્યાં જમવા ની તૈયારી થવા લાગી ત્યારે પાટણ ના ચાવડા રાજા એ તેજપાલ ને કહ્યું ” જમાઈરાજ તમે સ્નાન કરી લો , સૌ સાથે જમવા બેસીએ .” આ વેણ સંભાળતા જ સોલંકી કુંવર ઊંડા વિચાર માં પડ્યા , ને કંઈ જ બોલ્યા વિના ઉભા રહ્યા , એટલે સસરા એ ફરીથી કહ્યું , “જમાઈરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નહાવા બેસો , અમે ચોળી ને નવડાવી એ . ” તે વખત તેજપાલ વિચારવા લાગ્યા કે , ‘ હું ઉંમરલાયક કન્યા છું . પુરુષ નથી . વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌ ની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે .’ તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમનો હાથ પકડવા નો પ્રયત્ન કર્યો. તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈ ને કમર માંથી કટારી કાઢી ને ખેંચતા વડસસરા ને હુલાવી દીધી.

આખા પાટણ માં હાહાકાર મચી ગયો. ચાવડા રાજા ના સૈનિકો મૂંઝવણ માં હતા. આ તક નો લાભ લઇ ને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો. એટલા માં ચાવડા રાજા ના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહિ . કારણ કે તે એક સ્ત્રી છે. અને સ્ત્રી હત્યા નું પાપ તે ગૌવધ ના પાપ બરાબર છે. તેજપાલે ઝડપ થી લાલ ઘોડી પર સવાર થઇ લગામ ખેંચી. તેમને રોકવા ચાવડા રાજા એ પાટણ ના બારેય દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય ને લઇ ને તેમની પાછળ પડ્યા. આ સમયે તેજપાલ ને બચાવવા ચારસો (૪૦૦) સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચઢ્યા. અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા. અને તેજપાલ ઘેરાઈ ગયા. તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવી ને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો ( ૭૦૦ ) ચાવડા સૈનિકો ને ઢાળી દીધા.

અંતે તે પોતાની ઘોડી ને એડી મારી ને પાટણ નો કોટ કુદાવી બહાર આવી ગયા. એ દક્ષીણ દિશા માં ભર જંગલ ની ઝાડી તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકી ની સાથે એક કુતરી પણ ઘોડીનો સાથ કરતી દોડી રહી હતી. તે વખતે જેને શુરાતન ચડેલું છે તથા અંબોડો છૂટો મૂકી દીધો છે તેવા તેજપાલ શ્રી માતાજી ના સ્થાનક પાસે ના બોરુવન માં આવી પહોંચ્યા, સાંજ પડી ગઈ હતી. ઉનાળા નો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપ થી અકળાતા હતા. હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજી નું સ્થાન છે અને માન-સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો. સાથે કુતરી પણ ખુબ તરસી થઇ હતી. ત્યાં પાણી નું નાનું તળાવડું અને વરખડી નું ઝાડ હતું. તે જળાશય માં કુતરી પાણી પીવા પડી અને નાય ને આળોટવા લાગી, તેજપાલ આ બધું જોતા હતા કારણકે છેક પાટણ થી આફત સમયે અહી સુધી સાથે આવેલી કુતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો.

પણ તેજપાલ ના આશ્ચર્ય વચ્ચે શ્રી જગદંબા બાલા બહુચરાની કૃપા થી જળાશય માં નહાવા પડેલી કુતરી હવે કુતરો બની ગઈ હતી. તેજપાલે તે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા. સમી સાંજ હતી તેથી વરખડી ઝાડ પર ચઢી તેમણે જોઈ લીધું તો વન માં એટલામાં ફરતે કોઈ દેખાયું નહિ, એટલે નહાવા માટે વસ્ત્ર ઉતારવા માં કોઈ વાંધો ના જણાયો. તેમણે પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડી ને જળાશય માં નાખી તો જગદંબા ની કૃપા થી તો ઘોડી મટી ઘોડો થઇ ગયો. હવે પૂરી ખાતરી થતા તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવ માં જંપલાવ્યું તો માની કૃપા થી તેમના સ્ત્રી ના ચિન્હો જતા રહ્યા. એમને મૂછો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો.

રાત ત્યાજ ગાળી ને સવારે આગળ પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા ઝટ જડે તે માટે તેમને વરખડીના ઝાડ પાસે ત્રિશુલનું ચિન્હ કરી નાખ્યું. અને પછી કાલરી ગામ તરફ રવાના થયા. ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી. સૌ હર્ષ પામી સમા તેડવા આવ્યા અને તેમને માન પૂર્વક ઘરે લાવ્યા. પછી તેમણે પાટણ માં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વળાવવા માંગણી કરી. ચાવડી કન્યાએ પણ પુરા સમાચાર જાન્ય અને તેમની ખુશીનો પાર ના રહ્યો તેમણે સાસરે પગલા માંડ્યા પાટણના ચાવડા રાજાને જાણતો કરી હતી કે શ્રી બહુચરાજી માતા ની કૃપા થી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષતન મળ્યું છે, પણ હજુ તેમને શંકા હતી. આથી શ્રી બહુચરાજી માતાએ રાજા ને , સ્વપ્ન આપી આ વાત સાચી છે એમ જણાવ્યું. આથી તે ખુબ ખુશ થયા, એટલું જ નહિ પણ સોલંકી કુંવર ને પગે પડ્યા. તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી કે હે શ્રી જગદંબા, “હે આદ્ય શક્તિ ! મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે , મને ક્ષમા કર. અને પ્રસન્ન થા.” તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબા એ તેમને અભય વરદાન આપ્યું.

ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઇ ને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાંના પ્રાગટ્યવળી જગ્યાએ આવ્યા. વરખડીના ઝાડ પર તેમને ત્રિશુળનું ચિન્હ કરેલું આથી તે જગ્યા તરત જ જડી ગઈ. વનમાં તે જ જગ્યાએ સોલંકી એ શ્રી બાલા ત્રિપુરા બહુચારામ્બા નું નાનું મંદિર ( હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીવાળું સ્થાન ) બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું. જેમાં નહાવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત ૭૮૭ માં મંદિર બંધાવ્યું. અત્યારનું જે માન-સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે. આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજી નો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રી બાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી.

શ્રી માતાજીના આ પ્રગટ્યથી તેમના પરચાઓ દુનિયાભરમાં ફેલાઈ ગયા. શ્રી બાલા બહુચરાજી માતાને ચમત્કારીક જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે. ભક્ત કવિ શ્રી દયારામભાઈ લખે છે કે – ” શ્રી બાળા બહુચરાજી – ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું હતું.આ ચમત્કારની વાત સમગ્ર ચુંવાળ પંથકમાં પર્સરતા માતાજીના દર્શને હજારો લોક ઉમટી પડ્યા.ત્યારથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ ભક્તોની સંખ્યા વધતી જાય છે.

જય માં બાળા બહુચરાજી
ભુપેન્દ્રસિંહ વાઘેલા-માણસા…

સમય સમય બલવાન; નહીં પુરૂષ બલવાન!!

Standard

જેની દેહયષ્ટિ નિહાળીને કોઈપણ પુરુષને ઈર્ષ્યા આવે અને કોઈપણ સ્ત્રી મોહિત થઇ ઉઠે એવા સખત કસાયેલા દેહના ધની, જગવિખ્યાત બોડી-બિલ્ડર અને હોલીવૂડના ખ્યાતનામ અભિનેતા આર્નોલ્ડ શ્વારઝેનેગ્ગર સાત વરસ સુધી અમેરિકાના કેલીફોર્નિયા રાજ્યનું સત્તા અને પ્રતિષ્ઠાભર્યું ગવર્નરપદ શોભાવી ચૂક્યા છે. આર્નોલ્ડે તાજેતરમાં ‘સોશિયલ મિડિયા’માં નીચે દર્શાવેલી એક તસવીર પોસ્ટ કરી છે અને તેની નીચે દુઃખી હૃદયે લખ્યું છે કે, “સમય કેવો બદલાય છે…”

‘ધ ટર્મિનેટર’, ‘પ્રીડેટર’, ‘ટર્મિનેટર-૨ જજમેન્ટ ડે’, ‘કમાન્ડો’, ‘ટોટલ રિકોલ’ જેવી સુપરહીટ અને ભારે લોકપ્રિય સહિત ૪૫થી વધુ ફિલ્મોમાં ધૂંવાધાર અભિનયના ઓજસ પાથરનાર આર્નોલ્ડ આજે ૭૦ વર્ષની જૈફ વયે પહોંચ્યા છે, તેમણે ઉપરોક્ત વાક્ય એટલા માટે નથી લખ્યું કે, તેઓ વૃધ્ધ થઇ ગયા છે; પરંતુ, ૨૦૦૩થી ૨૦૧૦ સુધી તેઓ કેલિફોર્નિયાના ગવર્નરપદે હતા ત્યારે ઉપરની તસ્વીરમાં દેખાય છે તે પોતાના ‘સ્ટેચ્યુ’ની સામે જ આવેલી એક હોટેલનું તેમણે ઉદ્દઘાટન કર્યું હતું. આ સમયે હોટેલ સંચાલકોએ તેમની પ્રશસ્તિ કરતાં એવું કહ્યું હતું કે, “આપના માટે આ હોટેલના દરવાજા હંમેશા ખૂલ્લા છે; તમે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો, આપના નામે હોટેલનો એક રૂમ હંમેશા ‘રીઝર્વડ’ રહેશે!” પરંતુ, ગવર્નરપદ છોડ્યા પછી આર્નોલ્ડ એક વખત આ હોટેલ પર ગયા અને રૂમ આપવા કહ્યું તો હોટેલ અધિકારીઓએ બધા રૂમ ‘બૂકડ’ હોવાનું જણાવીને રૂમ આપવાનો સાફ નનૈયો ભણી દીધો!

વ્યથિત થઇ ઉઠેલા આર્નોલ્ડ એક પાથરણું લઇ આવ્યા, હોટેલની સામે મૂકાયેલા પોતાના જ ‘સ્ટેચ્યુ’ની નીચે તે પાથરીને સૂઈ ગયા અને લોકોને બતાવ્યું કે, તેઓ પદ ઉપર હતા ત્યારે આપવામાં આવેલું વચન આજે તેઓ એ પદ પર નથી ત્યારે હોટેલવાળા કેટલી સહેલાઈથી ભૂલી ગયા છે!! ગુજરાતીમાં કહેવત છે કે, ઉતર્યો અમલદાર કોડીનો! સમય સમય બલવાન હૈ; નહીં પુરૂષ બલવાન!!! (આ લખનારને, ૨૦૦૮ના ઓક્ટોબરમાં  કેલીફોર્નીયાના તત્કાલીન ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગ્ગરની કચેરીની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું!)

‘સમય સમય બલવાન હૈ; નહીં પુરૂષ બલવાન’ એ ઉક્તિને વધુ એક વખત સાચી ઠેરવતી ત્રણ ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની જેનાથી સંવેદનશીલ લોકો હચમચી ગયા છે:

(૧). એક સમયે, રૂ. ૧૨ હજાર કરોડના બીઝનેસ સામ્રાજ્ય અને સુવિખ્યાત ‘રેમન્ડ’ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંઘાણીયા આજે ભાડાંના મકાનમાં રહે છે અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચૂકડું વિમાન પોતાની જાતે ઉડાડીને, લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના ‘રેકોર્ડ’ના સર્જક, ‘હોટ એર બલૂન’માં જમીનથી ૬૯,૮૫૨ ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ-વિક્રમના સ્થાપક, મુંબઈના શેરીફ્નું પ્રતિષ્ઠિત પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા ‘પદ્મભૂષણ’થી વિભૂષિત એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંઘાણીયાએ તેમની આજની સ્થિતિ માટે પોતાના સગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે; એક ટીવી ‘ઈંટરવ્યૂ’માં તેને ‘નાલાયક પુત્ર’ ગણાવ્યો છે. પુત્ર-પ્રેમમાં અંધ બનીને વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું અને એ ‘કપાતરે’ આવા હોનહાર બાપને જ ઘરમાંથી તગેડી મૂક્યો.

(૨). મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી અને તે પછી પણ તેના દીકરાએ સગી મા, જનેતાની ભાળ કાઢી નહીં; મૃત્યુના એક વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. પેટનો જણ્યો ય પોતાનો થયો નહિ એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતાં ય શરીરમાંથી લખલખું પસાર થઇ જાય તેવી આ બિના છે.

(૩). બિહારના બક્ષર જીલ્લાના કલેકટર, યુવાન આઇએએસ અધિકારી મુકેશકુમાર પાંડેએ ગઈ તા. ૧૦-૦૮-૨૦૧૭ના રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. ગૃહકંકાસને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જીલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી શક્યો નહીં; જિંદગીથી હારી ગયો.

ઉપરોક્ત ત્રણેય ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે તેવા અને ગમે તેટલા હોય; દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો સામે માનવી કેટલો લાચાર છે તેના આ જીવંત દાખલા છે, આવી વધુ એક ઘટના પર દ્રષ્ટિપાત કરીએ:

કાર રેસીંગના ક્ષેત્રે વિશ્વ-વિખ્યાત સ્પર્ધા ‘ફોર્મ્યુલા-વન’ના મહાન, જવાંમર્દ ડ્રાઈવર માઈકલ શુમેકરથી કોણ અજાણ્યું હશે? ૯૧ ગ્રાન્ડપ્રિક્સનો જીતનાર અને સાત વખત વિશ્વ-ચેમ્પિયન બનેલો માઈકલ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ‘સ્પીડ’, ઝડપ, ગતિ જેની નસેનસમાં દોડતી હતી તે બત્રીસ લક્ષણો આજે પોતાની જાતે પડખું ફેરવી શકવા પણ સક્ષમ રહ્યો નથી. ૨૦૧૩માં બરફ પર રમાતી ‘સ્કીઈંગ’ની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માઈકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઈકલની સારવાર માટે અત્યાર સુધીમાં ૧૪ મિલિયન યુરો (એક અબજ રૂપિયાથી વધુ)નો ખર્ચ થઇ ચૂક્યો છે અને તેની પત્ની આજે મિલકતો વેચીને પતિની સારવાર કરાવી રહી છે.

આવી ઘટનાઓ માનવીને એવો સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે, જીંદગીમાં એકપણ સંજોગ પર તમારો કોઈ અંકૂશ નથી માટે સત્તા, પદ, પૈસા અને પ્રતિષ્ઠાનું લેશ માત્ર અભિમાન પણ કરવું નહિ. ક્યારે આ બધું તમારો સાથ છોડી દેશે તે નક્કી નથી. માટે, જીવન છે ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્માનો ઉપકાર માનીને શાંતિથી જીવીએ અને શક્ય તેટલું અન્યને મદદરૂપ થવાની કોશિશ કરીએ તો આ ક્ષણભંગુર જીવન થોડુંક તો સાર્થક થઇ શકશે. અસ્તુ.

-મહેશ દોશી, પૂર્વતંત્રી, ફૂલછાબ (રાજકોટ).

ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

Standard

હે મારા પ્રીય ગણપતીપ્રેમી ભકતો,

હું આજે તમને ફેસબૂક,વૉટ્સએપ અને ઈ.મેલ કરવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ગણપતી ઉત્સવ‘ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું; પરન્તુ છેલ્લાં 10 વરસના ઑવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઈ.સ. 14મી સદીમાં સન્ત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મન્દીર ‘મોર્યેશ્વર‘ બનાવ્યું હતું. ત્યારથી લોકો ગણપતીબાપા મોર્યને બદલે ‘મોરીયા’ બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હીન્દુત્વને એકઠું કરવા ઈ.સ. 1749માં શીવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતીને સ્થાપી પુજા શરુ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ. 1893માં બાળ ગંગાધર તીલકે મુમ્બઈના ગીરગાંવમાં સાર્વજનીક ગણેશ ઉત્સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્સવને ગરીમા બક્ષી. વળી, પુણેમાં દગડુ શેઠે ઘરમાં મારી પધરામણી કરાવી, ત્યારથી દગડુશેઠ તરીકે મને પ્રસીદ્ધી મળી.

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટીળકજીએ માંડ્યા’તા; પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાંખ્યો છે. અરે યાર, શેરીએ–શેરીએ ગણપતીની પધરામણી કરો છો, તમારી શ્રદ્ધાને વન્દન; પરન્તુ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શક્તી–પ્રદર્શન‘ કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતી ઉત્સવનો સોસાયટીઓની ડૅકોરેશન કે જમણવારની હરીફાઈઓ માટે હરગીજ નથી. જેમને ખુરશી સીવાય બીજા એક પણ દેવતા સાથે લેવા–દેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઉજવી રહ્યા છે? આઈ એમ હર્ટ પ્લીઝ, મારા વહાલા ભકતો, સમ્પતીનો આ વ્યય મારાથી જોવાતો નથી.

આખા દેશમાં ગણપતી ઉત્સવ દરમ્યાન અગરબત્તીની દુકાનમાં લાઈન, મીઠાઈની દુકાનમાં લાઈન, ફુલવાળાને ત્યાં લાઈન અરે યાર, આ બધું શું જરુરી છે? માર્કેટની ડીમાન્ડને પહોંચી વળવા નકલી દુધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લીકને ભટકાવે છે અને પબ્લીક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લીકેટ લાડુ ખાઈને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

શ્રદ્ધાના આ અતીરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં50 કે 100 ગણપતી ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને ‘એક ગણપતી‘ ઉજવો તો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટીળકનો કે દગડુશેઠ અને શીવાજી મહારાજનો હેતુ સાર્થક થશે અને હું પણ રાજી..

હે… વહાલા ગણેશભકતો, હું તમારું ઍન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરુઆતનો નીમીત્ત છું, અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. હું દરેક ભક્તની વાત અને સુખ–દુઃખને ‘સાગરપેટો‘ બનીને સાચવી શકું તે માટે મેં મોટું પેટ રાખ્યું છે; પરન્તુ તમે તો મોટા પેટનું કારણ ભુખ સમજીને મારા નામે તમે લોકો લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું; પરન્તુ તમે લોકો તો 40000 વૉટની ડી. જે. સીસ્ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનીષ્ટને પણ જોઈ શકું; પરન્તુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વીચાર કરો. ચીક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી? વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા ‘નો–રીયા‘ બોલવું જોઈએ.

કરોડો રુપીયામાં મારા ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં એમ? હું કાંઈ ફુલણશી છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવે; પણ એકાદ સાચો ભકત દીલમાં સાચી શ્રદ્ધા લઈને આવશે ને તો ય હું રાજી થઈ જઈશ. લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતીરેક કરવા કરતાં ઝુંપડપટ્ટીના કોઈ ભુખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો. વહાલા ભક્તો, જે દરીયાએ અનેક ઔષધીઓ અને સમ્પત્તી તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ વીચાર નથી કરતાં? ઈકોફ્રેન્ડલી ગણપતી બનાવવામાં તમને વાંધો શું છે? મારું વીસર્જન પણ કોઈ ગરીબના ઝુંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો?

આ ગણપતી ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડા ભાગથી કોઈ ગરીબનાં છોકરા–છોકરીની સ્કુલની ફી ભરી દો તો મારું અન્તર રાજી થશે. આ સમ્પત્તીનો વીવેકપુર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરીક આ ગણપતી ઉત્સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારુ અને તીનપત્તીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોકેશનમાંથી બહાર નીકળવાની પ્રતીજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છુટા પાડવાનું છેતરવાનું અને દેવી–દેવતાઓને ઈમોશનલી બ્લેક મેઈલીંગ કરવાનું બન્ધ કરો.

કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ,

લી. ગણેશ

‘મહાદેવ‘ કૈલાશ પર્વત, સ્વર્ગલોકની બાજુમાં.

લેખક સમ્પર્ક : 

શ્રી. સાંઈરામ દવે – લોક સાહીત્યકાર અને હાસ્યકલાકાર

ટીમવર્ક – એક લક્કી વહુની વાર્તા !

Standard

થોડાજ દિવસો માં લગ્ન કરી હવે સાસરે જવાનું હતું. નવું ઘર, નવું કુટુંબ, નવું શહેર, નવા મિત્રો, નવો જોબ. એકજ દિવસ માં બધું જ જાણે પાછળ છૂટી જશે. બધીજ સખીઓ એને મળવા આવી ચૂકી હતી પણ સંધ્યા હજી નહીં આવી? બીજી બધી સખીઓ હજી કુંવારી પણ સંધ્યા તો લગ્ન ના બંધન માં બંધાઈ ચૂકી . લગ્ન થવાને એક વર્ષ થવા આવ્યો . વોટ્સ એપ, ફેસ બુક પર જરા ડોકાઈ જતી પણ સાથે બેસી ને પહેલા ની જેમ વાત જ ક્યાં થઇ ? વૈદેહી ને થયું જાતેજ જઈ એને મળી આવે . નવા જીવન વિશે મન માં ઉભરાઈ રહેલી ખુશી ને ચિંતા ની મિશ્ર ભાવનાઓ ને સંધ્યા થી વધુ કોણ સમજી શકશે ?

સંધ્યા વૈદેહી ની ખાસ સખી. એની બેસ્ટ ફ્રેન્ડ. કોલેજ અને યુનિવર્સીટી નો અભ્યાસ બંને એ સાથે જ પૂરો કર્યો . બંને એકબીજા ના ઘરે નિયમિત આવજાવ કરતા. જાણે કે કુટુંબ નાજ સભ્યો. સંધ્યા પણ વૈદેહી ની જેમજ અભ્યાસુ, ધગશી . આજ ની મોડર્ન અને આધુનિક વિચાર શરણી ધરાવતી યુવતી. પુરુષો ની જોડે ખભા મેળવી ને ચાલવા માં માનનારી .

બંને સખીઓ નો જીવન દ્રષ્ટિકોણ એક સમાન. પોતાના અભ્યાસ ને ફક્ત પુસ્તકો ને ડિગ્રી સર્ટિફિકેટ માં ઢાળી અલમારી ના એક ખૂણે બંધ કરી ને રાખવા માં એ ક્યાં થી માને ? બંને નું ધ્યેય પોતાની મહેનત ,અભ્યાસ અને કુશળતા થી જીવન માં ઘણું આગળ ઉઠવાનું, માતા પિતા ને સમાજ ને ગર્વ અપાવવા નું ને પોતાની કારકિર્દી ને સફળતા થી પાર પાડવાનુંજ . સંધ્યા ના માતા પિતા એ પણ વૈદેહી ના માતા પિતા જેમજ એના અભ્યાસ ને કારકિર્દી ઘડવા માં સહૃદય સંપૂર્ણ યોગદાન આપ્યું હતું. પણ જયારે લગ્ન માટે એક સદ્ધર પરિવાર માંથી કહેણ આવ્યું કે એમણે પોતાની ફરજ પૂરી કરતા દીકરી ને ઠેકાણે પાડી , એક ઉમર થતા દીકરીઓ તો સાસરેજ શોભે એજ સામાજિક પારંપરિક પ્રણાલી થી દોરાય !

સંધ્યા ના સાસરે બેઠી વૈદેહી ની નજર એને શોધી રહી . સંયુક્ત કુટુંબ ની સૌથી નાની વહુ કશે દેખાઈ રહી ન હતી. ઔપચારિક ચા નાસ્તો કરી, સંધ્યા ની સાસુ ના પ્રશ્નો ના ઔપચારિક ઉત્તરો આપતી વૈદેહી ની નજર ચારે તરફ ફરી રહી. થોડા સમય પછી રસોડા નું કામ નિપટાવી આખરે સંધ્યા બહાર નીકળી ને પોતાની સખી ને પોતાના ઓરડા માં લઇ ગઈ. સંધ્યા ઘણી બદલાયેલી લાગતી હતી. હંમેશા નટખટ ને મસ્તી થી ભરેલી સંધ્યા શાંત ને ધીર ગંભીર ભાસી રહી. ચ્હેરો થાકેલો ને શરીર તો પહેલા કરતા કેટલું ઉતરી ગયેલું ? લગ્ન પછી બદલાવ તો આવે પણ આટલો બધો ? થોડાજ સમય માં પોતાના લગ્ન પણ લેવાશે તો શું પોતે પણ આમ બદલાઈ જશે ? મનોમંથન ને હડસેલી એણે વાત શરુ કરી :

” અરે તું તો ખોવાયજ ગઈ, લગ્ન પછી તો મને ભૂલીજ ગઇ ?”

” નહીં યાર એવું નથી , બસ નવી જવાબદારીઓ સાથે સંતોલન સાધવા પ્રયાસ કરી રહી છું “

” સંધ્યા, આ ચૂલો બંધ કરવાનો છે ? ” બહાર થી સાસુ નો અવાજ ઊંચો થયો કે એ બહાર દોડી . રસોડા નો એક ચક્કર લઇ ફરીથી ઓરડા માં આવી.

” સોરી યાર જરા…” રાહ જોતી વૈદેહી ને સંબોધી એ બોલી રહી .

” નોટ એટ ઑલ …..આઈ અન્ડર સ્ટૅન્ડ ” સંધ્યા નો ઉતરેલો ચ્હેરો નીરખી રહેલી આંખો સાથે વૈદેહી બોલી .

” તો લગ્ન ની તૈયારીઓ થઇ ગઈ ?”

” હા ઑલમોસ્ટ . ફક્ત નવા જીવન ની મૂંઝવણો માં ઘેરાઈ રહી છું “

” હા , લગ્ન પછી તો બધુજ બદલાઈ જાય ….આપણું ઘર તે આપણુંજ ઘર ….સાસરે તો ફક્ત ઔપચારિકતાઓ …….” સંધ્યા નો ઉદાસ સ્વર ન કહેતા પણ ઘણું પ્રતિબિંબિત કરી રહ્યું . વાત બદલવા ના હેતુસર વૈદેહી એ નવો પ્રશ્ન પૂછ્યો :” જોબ કૅમ ચાલે છે ? “

” જોબ છોડી દીધી …..”

” વૉટ ? જૉબ છોડી દીધી એટલે ? તારા કારકીર્દી માટે અંકલ આંટી એ કેટલી મહેનત કરી છે ….. ને તારાં સાસરે વાળા તો ઓપન માઇન્ડેડ છે ..જોબ કરવા દેશે એમ સ્પષ્ટ વાત તો થઇ હતી ?!? “

સંધ્યા કટાક્ષ માં હસી . ” હા , વાત થઈ હતી … પણ ઘરે તો મમ્મી નો પુરેપુરો સપોર્ટ હતો . આખો દિવસ જોબ પર હોઉં તો ઘર ના કાર્યો ની જરાએ ચિંતા નહીં . મમ્મી બધુંજ સંભાળી લેતાં . રસોઈ , ઘર ની સાફસફાઈ , સામાજિક પ્રસંગો ની દોડધામ બધુંજ . પપ્પા એ એક કામવાળી રાખી હતી જે મમ્મી ને મદદ કરી નાખતી . ઇટ વોઝ ઍ કમ્પ્લીટ ટીમ વર્ક …..પણ અહીં તો બધું જ જાતે કરવું પડે છે …. અને જો દોડધામ કરી ને કારકિર્દી આગળ વધારું તો પણ બાળક ના આવવાં પછી તો બધુંજ સ્માપ્ત ….. આમ પ્રેગ્નન્ટ ……..”

માં બનવા ની ખુશી જાણે જીવન છૂટી જવાની ભાવનાઓ પાછળ ધકેલાઇ રહી હતી . શું એક માં બની સ્ત્રી નું પોતાનું કોઈ અંગત જીવન , અંગત સ્વ્પ્નો , અંગત ખુશીઓ , અંગત લક્ષ્ય ના સેવી શકે ? જોબ કરવાની ‘સ્વાતંત્રતા ‘ આપતાં સાસરે વાળા માતા પિતા જેમ સાથ સહકાર ન આપી શકે ? પુરુષ ની કારકિર્દી માં સ્ત્રી નો સાથ સહકાર ઝંખતો સમાજ શું સ્ત્રી ની કારકિર્દી માં સાથ સહકાર ન આપી શકે ? વૈદેહી ના વિચારો એના શ્વાસ ને રૂંધી રહ્યા …સંધ્યા ના પતિ ઓરડા માં પ્રવેશ્યા ને બંને સખીઓ ઔપચારિકતા પતાવી છૂટી પડી …………..

થોડા દિવસો પછી વૈદેહી પણ સંધ્યા ની જેમજ પોતાના સાસરે રસોડા માં ઉભી હતી . લગ્ન , હનીમૂન ને પછી આજે વાસ્તવિક જીવન નો પહેલો દિવસ . આજે નવી જોબ નો પ્રથમ દિન . એ સૌ થી પહેલા ઉઠી ગઈ . પતિ ને સાસુ સસરા આરામ થી ઊંઘી રહ્યા હતા . પણ એને તો આખા દિવસ નો વ્યવસ્થિત યોજનાનુસાર સમય બદ્ધ ઉપયોગ કરવાનો હતો . ઘર ના કાર્યો ને ઓફિસ ની જવાબદારીઓ બંને ને સમાન ન્યાય આપવાનો હતો . મમ્મી નો ચ્હેરો સામે આવ્યો ને આંખો ભીની થઇ . સંધ્યા સામે દેખાઈ ને આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો . નોકરી ન કરું તો ????

” અરે આટલી જલ્દી ઉઠી ગઇ ?”સાસુ ના અવાજ થી એ ચમકી ” હા ,આજે તો તારી નોકરી નો પહેલો દિવસ ને ?”

” જી એટલેજ …….”

વૈદેહી આગળ કંઈક બોલે એ પહેલાજ એમણે ચા ની પતેલી સ્ટવ પર ગોઠવી .” હું નાસ્તો ને ટિફિન કરું છું ….જા તું તૈયાર થઇ જા “

વૈદેહી ની આંખો ધડ ધડ વહી રહી . એને લાગ્યું જાણે સામે મમ્મી જ ઉભા છે . એની વહેતી આંખો જોતા એમણે સ્ટવ બંધ કર્યો .

” અહીં આવ જોઉં ……..” કહેતા એ વૈદેહી નો હાથ પકડી બાલ્કની ઉપર લઇ ગયા . સૂર્ય બરાબર હજી ઉગ્યો ન હતો . આખું શહેર સૂમસાન .

” હું જયારે લગ્ન કરી આ શહેર માં આવી ત્યારે આંખો માં ઘણા સપનાઓ સાથે લઇ આવી હતી . જીવન માં ઘણું બધું કરવું હતુ . ઘર ની સાથે સાથે કારકિર્દી પર ધ્યાન આપવું હતું . ખૂબ સરસ કમાઈ સ્વિત્ઝર્લેન્ડ જવું એ મારું સૌથી મોટું સ્વ્પ્ન . ત્યાં જઈ આઇસ સ્કી કરવું હતું ” મંદ મંદ હસતા એમણે વૈદેહી નો હાથ થપથપાવ્યો . વૈદેહી ખૂબજ ઘ્યાન થી બધું સાંભળી રહી .

” કાર માં ફરવાની મજા તો પડે પણ સ્ટીઅરિંગ જયારે હાથ માં હોઈ એની મજા તો કંઈક ઑર !” વૈદેહી ઉદાહરણ પાછળ નું મર્મ પૂરેપૂરું સમજી રહી .

” આપણો સમાજ આજે પણ આધુનિકતા ને નામે પાશ્ચાત્ય સંસ્કૃતિ ને અનુસરે તો છે પણ ફક્ત પોતાના ફાયદા પૂરતોજ . આપણે ત્યાં સ્ત્રીઓ ને નોકરી કરવાની છૂટ તો મળે છે પણ થાકી ને આવેલા પતિ પત્ની માંથી રસોઈ તો પત્ની નેજ કરવી પડે . જ્યારે અન્ય દેશોં માં ઘર ના કાર્યો સમાન પણે વહેંચાય જાય !”નિસાસો નાખતા શ્વાસ સાથે શબ્દો આગળ વધ્યા .

” ઘર નું કામકાજ , બાળકો ની જવાબદારી બધુજ સ્ત્રી ને માથે . લગ્ન પછી આ બધી ફરજો વચ્ચે બધુજ પાછળ છૂટી ગયું . સપનાઓ સપનાંઓ જ રહી ગયા ને મારુ ભણતર ને ડિગ્રી એક કાગળ ની પસ્તી . મને નાસ્તો આપવા કે ટિફિન આપવાં હાથ આગળ ન આવ્યા . જો મારી સાસુ નો મમતાભર્યો સહકાર સાંપડ્યો હોત તો ………” આંખો ના ખૂણે બાઝેલું પાણી સાફ કરતા વૈદેહી ના ખભે એમના હાથ મૂકાયા ” ઈશ્વરે જો દીકરી આપી હોત તો એ મારુ સ્વપ્ન જીવત .પણ તું પણ મારી દીકરીજ ને …..તારા જીવન નું સ્ટીઅરિંગ તારા હાથ માં જ રહેશે …..એ મારી જવાબદારી ….વિ વીલ બી એ ગ્રેટ ટીમ ” એમણે વૈદેહી આગળ હાથ ધર્યો ને વૈદેહી ભીનાયેલી આંખો સાથે શેક હૅન્ડ કરી એમને ભેટી પડી . સૂર્ય ઉપર ઊઠ્યો ને નવી સવાર આવી ઉભી .

” ચાલ હવે જલ્દી થી તૈયાર થા ….. હું ચા બનાવું “
અને એ નવી ટીમ નવા જીવન લક્ષ્ય સામે ઝઝૂમવા ઉપડી પડી .

દસ વર્ષો પછી ……………………………………..

વૈદેહી અને એના સાસુ સ્વિટ્ઝર્લેન્ડ માં હોલીડે ઉજવી રહ્યા છે . આઈસ સ્કી શીખવા માં એક સાથે પડતા ઉઠતા ખીલખીલાટ હસી રહ્યા છે . વૈદેહી ને આટલા વર્ષો માં બબ્બે પ્રોમોશન મળી ચૂક્યા છે . બે ફૂલ જેવા બાળકો જે દાદી ના જીવન ના શ્વાસ છે .અરે , ફેસબુક પર વૈદેહી ઍ સાસુનો સ્કી વાળો ફોટો અપલોડ કર્યો …..સૌ થી પહેલી કોમેન્ટ સંધ્યા એ લખી :
“ગ્રેટ ટિમ ……લકી યુ ……..”
વૈદેહી એ તરત જ રિપ્લાઈ લખ્યો :
” યસ આઈ ઍમ  “

આ માં દીકરી ની ટિમ હજી તો સફળતા ના ઘણા શિખર સર કરશે .
*From FB Wall post*

દુર્ગા તિહારે બાલ હૈ

Standard

🌹🌹 છંદ = હરીગીત🌹🌹
🌹  દુર્ગા તિહારે બાલ હૈ  🌹

હમરે ગરજ કી અરજ મે મરજી મે હા ભરદીજીયે.
અક્ષીર દવા હમરે દર્દ કી દયા કર અબ દીજીયે.
યાચક બની યાચી રહુ દાતાર કરુણા કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 1

જીવન પુનીત પાવન કરો પાવક પરીચય દીજીયે.
બુધ્ધી સુમન પર કીરણ ઓજસ પ્રફુલ પલ્લવ દીજીયે.
માં પ્રેમ કી પુર્તી પુરી વાત્સલય વાહક કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 2

ભાવા સમર્પણ ત્યાગ ભુષણ તત્વ તનમય દીજીયે.
ચર્ચીત ચેતન ચીત સારક થીર અંથસ દીજીયે.
સમતા સહજ વરસે સદા દ્રંદ્રવો રહિત મન.. કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 3

શ્રધ્ધા પરીબલ પુષ્પ માલા સપ્ત શાલા દીજીયે.
વિશ્વાસ કી જ્યોતી જલે વો ધૃત સ્નેહન દીજીયે.
આતમ દીયા બાતી પરે ઉજવલ ત્રિકુટ બલ કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 4

તંદ્રા તિરોહીત ભદ્ર મુદ્રા અભય આલય દીજીયે.
સબહી ઉપદ્રવ સમન કરહી શાંત સુરમય દીજીયે.
નિછલ નિરામય નિત્ય નિર્મલ સઘન આનંદ કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 5

વિદ્યા વિનય શીલ પ્રોઢ પ્રગ્યા પથ્ય દોહન દીજીયે.
ઉત્કર્ષ્ટ હો મુલ્યો મહા મહિમા મહીમ મન દીજીયે.
અરી ભાવ શુન્યો સવ્ય મિત્રા રાષ્ટ્ર ઉન્ન્ત કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 6

ત્રય માર્ગ પે વિદ્રવત ચલે લાવણીય કોશલ દીજીયે.
ગ્યાની બને કર્મઠ બને ભક્તિ રદય ધન દીજીયે.
કર્તવ્ય રુઢ આરુઢ બન સુમીરન સુખદ સ્વર કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 7

તવ અંક મે ખેલે ખમીર જનની અમર રસ દીજીયે.
પેય દુગ્ધ પોષણ વેદ રશ્મી રમ્ય રુત કસ દીજીયે.
વિજ સર્વ અર્પન તવ પદાબુંજ નિકટ નીશ દિન કીજીયે.
દુર્ગા તિહારે બાલ હૈ ઘટ મે ઉજાલા કીજીયે. 8

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

સ્તુતી રચનાકાર = ચારણ વિજયભા હરદાસભા બાટી.

स्वर्गीय तनसिंह जी एक आदर्श राजनेता,संगठक और लाखों लोगों के प्रेरणा स्रोत रहे है।

Standard

स्वर्गीय तनसिंह जी एक आदर्श राजनेता,संगठक और लाखों लोगों के प्रेरणा स्रोत रहे है।
एक लेखक के रूप में राजपूती दायरे से बाहर के लोगो को उनके बारे में काफी कम जानकारी रही है।
राष्ट्रगौरव, स्वराज,स्वधर्म और संस्कृति के रक्षक साधारण घर मे जन्मे असाधारण व्यक्तित्व दुर्गादास राठौड़ के ऊपर लिखा उनका यह लेख हर सहृदय मन को झकझौर देता है,पाणी दार व्यक्ति की आंखों को भी पानी पानी कर देता है।  अपने अमूल्य समय मे से कुछ समय निकालकर इसे अवश्य पढ़े।

उस दौर के लोगो के विचार और संस्कृति को देखने का अवसर मिलेगा,यह भी समझ मे आएगा कि एक साधारण आदमी क्यो उस दौर में इतने दुख और तकलीफों को हंसते हंसते सहने को आगे आ जाता था।

क्षिप्रा के तीर से

चलूँ ! मालवा धरा निमंत्रण दे रही है ।
दो अँगुलियों से घूंघूट उठाकर देख रही है, मुझे आते हुए ।
उसके हरे भरे आँचल में आग की धड़कने सिमटी हुई है ।
ज्यों -ज्यों उज्जैन नगर समीप आ रहा है, त्यों त्यों रेलगाड़ी हांफती हुई जैसे पहुँचने के आतुर हो रही है और मैं बैचेन हूँ, यह ढूंढ़ने के लिए, कि इस नगरी में हृदय की वह कौनसी आग है – वह किसकी स्मृति है, जो दबे पांव शमशान घाटों पर मेरी प्रतीक्षा किया करती है ।।

भूतकाल की यह अविन्तिका नगरी वर्तमान की उज्जयनी है, यहाँ एक ओर मुझे राजा भर्तहरी नीति, श्रंगार और वैराग्य का समन्वय करते हुए आकृष्ट कर रहे है, वहां दूसरी ओर विक्रमादित्य और भोज निमंत्रण दे रहे है । यहीं कालिदास का मेघदूत मुझे कोई नवीन सन्देश देने को आतुर है, किन्तु इससे से परे मेरा खून मुझे बुला रहा है ।।

एक टीस, एक धड़कन जो युगों से मेरे हृदय को स्पंदित कर रही है ; जैसे कह रही है – ‘ दुनियां ढूंढ़ रहे हो, तो यहाँ आकर भी देखो, मेरे हृदय में भी शोले है, जिन पर राख चढ़ती जा रही है ।’
इतिहास का एक पन्ना फडफड़ा कर फट रहा है और मैं हृदय की गहरी गलियों में भटकता खो सा रहा हूँ – कौन है वह, जो मुझे अपना समझकर मिलना चाहता है ? तो चलूँ कोने कोने और कण-कण को ढूँढू – शायद कोई बिछुड़ी हुई वेदना मिलन के लिए कराह रही हो ।।

शायद किसी महान हृदय का अंतिम अरमान धूल-धूसरित होकर अंतिम तोड़ रहा हो ; शायद कोई यादगार -कोई सुनहली यादगार अपनी आयु के लिए दामन पसारकर संसार से भीख मांग रही हो ; शायद किसी युग पुरुष के जीवन की अंतिम विदाई संसार के नाम कोई दर्दभरी पाती लिखकर किसी संदेशवाहक की प्रतीक्षा कर रही हो और मेरे कदम चल पड़े ।।

हाँ !
यही रेलवे स्टेशन है | सीधे चले जाइए ।
यह चक्रतीर्थ का श्मशान घाट है | यहाँ चिताएं चल रही है | कहीं भाग्य की आग में दुर्भाग्य जल रहा है , तो कहीं दुर्भाग्य की आग में भाग्य | कई जल कर बुझ गयी है और कई बुझकर काल की आंधी के साथ राख बनकर उड़ गयी है | यहाँ कई ललनाओं का सिंदूर अंगारों में जलकर कजला गया है | कई बनती और बिगडती राज्य लक्ष्मियों की गाथाएँ इतिहास निर्माताओं की चिता पर सती हो गयी | यहाँ नन्ही नन्ही कलियों की किलकारियां संसार की अनित्यता से झूझती हुई विश्राम कर रही है |

यही कहीं विक्रमादित्य और भोज जैसे लोकप्रिय और निष्पक्ष शासकों की पवित्र स्मर्तियाँ काल के कदमो से कुचली जा रही होगी | समीप ही कालिदास की लेखनी किसी नई कल्पना की प्रतीक्षा में थककर सो रही होगी | मृत्यु और शांति का यहाँ शाश्वत गठबंधन है , पर नीरवता के इस एक छत्र साम्राज्य में वह कौन है , जो मुझे बुला रहा है – घोड़े पर चढ़ा हुआ , हाथ में भाला लिए | तो सुनें , उसके पास जाकर , वह क्या कहना चाहता है ?

जो मुझे बुला रहा है – घोड़े पर चढ़ा हुआ , हाथ में भाला लिए | तो सुनें , उसके पास जाकर , वह क्या कहना चाहता है ?

वि.स. 1695 की श्रावण शुक्ला चतुर्दशी को मुझे एक माता मिली और मैंने उस जननी को कभी लज्जित नहीं होने दिया | ममता के क्षण आये , स्मृतियों के सुनहले और रुपहले अवसर आये , पर मुझे उसकी नहीं , उसके दूध की याद आती थी | वह मुझे बहुत प्रिय थी , पुन्य लोकों से भी प्रिय , परन्तु उससे और सबसे प्रिय थी मुझे उसकी लाज | इसलिए मैंने सभी सुखों को ठोकर मारकर , अनेक कठिनाईयों को सहकर , माँ के दूध की लाज रखी |

दुनियां मेरे विषय में बहुत कुछ जानती है , पर यह नहीं जानती , कि मैंने भी विवाह किया था | स्नेह के मांगलिक और मादक अवसरों को सहज में ही कौन ठुकराता है ? किन्तु कर्तव्य पालन के क्षणों में मैंने घूमकर भी उसकी तरफ नहीं देखा | वह मुझे उलाहने दे सकती है, मुझे निर्मोही भी कह सकती है , लेकिन यह नहीं कह सकती , कि मैंने उसके चूड़े की लाज नहीं रखी |

ठाकुर रूप सिंह की हवेली का वह दिन मुझे अच्छी तरह याद है , जब दिल्ली में जोधा महेशदास जी ने मेरे मालिक की प्राणप्रियाओं को तलवार के घाट उतार दिया था | आग में जलने का वक्त ही कहाँ था और इसीलिए खून का घूंट पीकर मैंने बहते हुए खून को देखा | मेरा खून अपने कर्तव्य की याद दिला रहा था और मैंने उस दिन देखा , कि कर्तव्य – पालन के मार्ग पर अपने विश्वासों के लिए मरने की अपेक्षा , जीना अधिक कठिन है | पर मैंने कठिन होते हुए भी अपने कर्तव्य की लाज रखी |

उस दिन मुगलों ने हमें घेर रखा था | उनकी संख्या बहुत थी पर हम तो इने गिने ही थे | लेकिन उस दिन कर्तव्य का मुझे आदेश था , कि मैं मरुँ नहीं, घुल-घुलकर मरने के लिए जिन्दा रहूँ |मैंने आदेश का अक्षरश: पालन किया | कड़े घेरे को तोड़ दिया , थक भी गया था , खून से लथपथ भी हो गया था , पर जिन्दा रहा | मैंने जिन्दगी और मौत दोनों की लाज रखी |

मेरे भी बच्चे थे | निर्दोष कलरव से मेरा आँगन भी कभी मुस्कराता था | दुनियां के बच्चों को देखकर मुझे कई बार अपने घर की फुलवारी में फूले हुए उन निष्पाप पुष्पों कि याद आती थी | सुरमई घटाओं को देखकर , मुझे मालूम नहीं , शायद उन पुष्पों की आँखों में भी कभी मेरी याद के आंसू आते होंगे , परन्तु प्यार से मैंने न कभी उनको पुचकारा न कभी उनके आंसू पौंछे | औरंगजेब के भी बच्चे मुझे – ” बाबा-बाबा ” कहकर पुकारते थे , परन्तु मेरे बच्चे मुझे क्या पुकारते होंगे , मुझे पता ही नहीं | संतान से दूर रहकर भी मैंने आने वाली संतान के गौरव की लाज रखी |

एक दिन मुझे महाराजा जसवंत सिंह जी ने पूछा , कि मैंने उनके राईके ( ऊँटों की देखभाल करने वाला ) को कैसे काटा , और मैंने पास ही खड़े राईके का झट से सिर काटकर उदहारण दिया | पर दंड के बदले मुझे उनकी सेवा का पुरस्कार दिया गया और मैंने उनके अन्न की लाज रखी |

जमरूद के थाने पर शिकार करते हुए एक दिन हम पेड़ के नीचे विश्राम कर रहे थे | मुझे नींद आ गयी | धूप आने लगी तो स्वयम महाराजा ने मुझ पर छाया की | उमराओं ने कहा – इस अदने आदमी के लिए आपने कष्ट क्यों किया ? तब उन्होंने उत्तर दिया था – ‘ उमरावो ! यह लघुता नहीं , गौरव है , क्योंकि आज मैं इस पर छाया कर रहा हूँ , एक दिन यह , मेरे कुल और सारी मारवाड़ पर छाया करेगा |’ मैंने सारा जीवन खपा कर उनके वचनों की लाज रखी |

खिंची मुकंद दास मेरे जीवन -दीपक में तेल भरता रहा और मैं जिन्दगी भर जलता रहा | जलता रहा और जल-जल कर जलने की कहानी को जीवन का नाम देता रहा | जब जलने का अमर इतिहास निर्मित हो रहा था , तब मैं बुझ भी कैसे सकता था | बड़ी कठिनाईयों और कष्टों के बीच मैंने अजीत सिंह का रक्षण , पालन और पोषण किया | स्वामी के नमक की पाई -पाई की मैंने लाज रखी |

मारवाड़ का राज्य देने की मुझ पर लालच की फांसी फैंकी गई और मैंने उसे छलना और फिसलन समझकर राजपूत चरित्र की लाज रखी | राज्य के मोह से छाला जाता तो निश्चय ही तुम मेरे नाम पर थूकते | मैंने एक अत्यंत साधारण और सामान्य राजपूत घराने में जन्म लिया तो क्या हुआ , मैंने राजपूती की लाज रखी |

औरंगजेब के सामने एक दिन मेरा और शिवाजी महाराज का चित्र रखा गया , तो उसने शिवाजी के लिए कहा था – इस पहाड़ी चूहे को तो मैं पकड़ सकता हूँ , पर मेरे लिए कहा – ‘किन्तु इस मारवाड़ी कुत्ते ने मेरी नाक में दम कर रखा है |’ मैंने वास्तव में एक कुत्ते की तरह ही स्वामी भक्ति की लाज रखी |

अजीत सिंह के लिए एक दिन यवन सम्राट ने मेरा पीछा किया | अनेक कठिनाइयों को सहते हुए जब वह जालौर के पास पहुंचा , तब उसे मालूम हुआ कि मैं तो बहुत पहले अरावली की पहाड़ियों से ही उससे अलग होकर मालवा की तरफ आ गया | क्रोध में आकर उस समय उस धर्मान्द सम्राट ने अपनी पवित्र और श्रद्धेय कुरान को फेंक दिया | मेरी वह शानदार विजय थी | मैंने राजपूतों की राजनीतिज्ञता की लाज रखी |

मैंने मारवाड़ और मेवाड़ को ही एक सूत्र में नहीं बाँधा , मैं तो मरहटों से भी मिलने के लिए दक्षिण में गया था | मैं धरती का पुत्र था और मैंने इस धरती के सुहाग और स्वतंत्रता की लाज रखी |
कष्टों को मैंने घोड़े की पीठ पर ही चढ़कर सहन किया | तुम्हे आश्चर्य होगा , पर यह सत्य है , कि मैंने रोटियों को अपने भाले की अणि (नोक ) से सका और उन्हें घोड़े की पीठ पर ही बैठ कर खाया | ध्येय साधना के निमित किये गए तपस्वियों के तप की भी मैंने लाज रखी |

शत्रु की संतान मेरे हाथ लगी और उसे अपनी संतान की तरह पाला और पोषा | आश्रय में आये विपत्तिग्रस्त दुखियों पर मेरा हाथ कभी नहीं उठा | उस यवन सुन्दरी को तो मैंने कभी आँख से भी नहीं देखा | मैं एक आर्य था और मैंने आर्य चरित्र की भव्यता की लाज रखी |

तुम समझ रहे हो , मैं आत्मश्लाघा में बहता जा रहा हूँ | नाम कमाने की मेरी इच्छा कभी नहीं हुई | मैं तो हनुमान था | तेल और सिंदूर पर ही संतुष्ट रहा | मैं आत्मश्लाघा नहीं कर रहा हूँ , अपनी व्यथा कह रहा हूँ तुमसे | तथ्य कह रहा हूँ – केवल तथ्य , क्योंकि जीवन में सदैव सत्य की ही मैंने लाज रखी है |

इतना होते हुए भी मुझे देश निकला दिया गया | मेरी अटूट निष्ठां और सतत सेवा के बदले मुझे काले वस्त्र ,काला घोडा और काली ढाल मिली | मैंने इस उपहार को भी ख़ुशी से स्वीकार किया और मैं चल पड़ा उस माँ मरुधरा से , जिसके लिए मैं तीस वर्षों तक पहाड़ों की खोहों में , नदियों ,घाटियों और बालू रेत के टीलों में भटकता रहा | जिसके लिए मैंने घोड़े पर ही दिन गुजारे ,घोड़े पर ही रातें गुजारी , घोड़े पर बैठे ही खाना पकाया और घोड़े की पीठ पर ही बैठ कर खाया | लेकिन रवाना हुआ तब कोई नहीं कह सकता , कि अपने बुढ़ापे के सहारे के लिए एक लकड़ी भी वहां से उठाई हो | कोई नहीं कह सकता कि विदा के समय निराश होकर मैंने देशवासियों को गाढे राम-राम कहें हो |

कोई नहीं कह सकता कि मातृभूमि के प्रेम के कारण उस समय मेरी आँखों में विवशता का एक आंसू भी टपका हो | मैं तो ऐसे चल पड़ा जैसे कोई बंजारा अपनी बालद लेकर चल पड़ा हो | ऐसे चला गया , जैसे किसी दूर देश का पंछी रात का बसेरा छोड़कर फिर अपने वतन के लिए उड़ जाता हो | न किसी को दोष दिया , न किसी को भला बुरा कहा | मैंने समाज चरित्र की भी लाज रखी |

मैं चलता गया चलता गया | न किसी ने मेरा कुशल पूछा , न किसी ने मेरी व्यथा सुनी ; मालवा की भूमि छोड़ी ; किसी ने मुझे यह नहीं कहा ,कि मुसाफिर ! तुम थक गए हो , थोडा रुक कर विश्राम भी कर लो | पर इस स्थान पर क्षिप्रा की लहरों ने मुझे रोका | मेरी मनुहार की , अपना आँचल पसारा और मेरे पैर रुक गए | इन लहरों ने मुझे नहलाया , मुझे पवित्र किया और कभी जाने नहीं दिया | इस पावन सरिता ने मुझे कहा था , ” दुर्गादास ! दुनियां की कृतध्नता का कभी ख्याल भी मत लाना !’ और मैंने उदारता की लाज रखी |

तुम रो रहे हो |
मैंने आंसुओं को निर्बल समझा है | कर्तव्य पालन के उन दिनों में मेरी आंख से कभी आंसू नहीं निकला | भावना को सदैव मैंने कर्तव्य की दासी बनाकर रखा था , पर इस सजल क्षिप्रा के तीर मेरी आँख का संचित धन बह पड़ा , तब मैंने छुट्टी दी बहो ! आज और केवल आज, जी भर कर जितना बहना चाहो , बहो ! फिर कभी यह शिकायत मत करना कि दुर्गादास ने आंसू नहीं बहाया | आँखों ने मेरी और मैंने आँखों की लाज रखी |

इस नदी के किनारे मैं जिन्दगी भर तडफता रहा | अरमानो की आग में जलता रहा | उपेक्षा की निर्लज्जता में सड़ता रहा , परन्तु यह कोई नहीं कह सकता , कि मेरे मुंह से एक बार भी ‘ उफ़ ‘ निकला | वि.स.१७७५ की मार्गशीष शुक्ला एकादशी की अंतिम बेला में मेरा पार्थिव शरीर इस क्षिप्रा के तीर अपनी जननी और मातृभूमि से कोसों दूर जल गया | मेरी चिता मातृभूमि की गोद के लिए तरसती रह गयी | नौ कुंटी मारवाड़ में मुझे एक कूंट क्या , तीन हाथ जमीन भी अंतिम विश्राम के लिए नहीं मिली | मेरे जीवन में कितने साथी थे , पर अंत समय में मैं अकेला था और मेरी अर्थी उठाने वाले आठ हाथ भी मालवा के थे | अंतिम इच्छा एक बार मातृभूमि के दर्शन मात्र की थी , पर जिन्दगी में इतनी इच्छा जला डाली , तो इस इच्छा को भी चिता के साथ सदा के लिए जला डाला | परन्तु सामर्थ्यवान होकर भी मैंने किसी नियम और मर्यादा का उल्लंघन नहीं किया | मैंने समस्त मर्यादाओं की मर्यादा की लाज रखी |

इस समाधि से मैं देखता रहा | समय ने इतिहास के पन्ने पलटने शुरू किये | मैंने देखा – भाई ने भाई को भुला दिया और वे आपस में लड़ने लगे | परिणामों के भय ने कर्तव्य को भुला दिया और वे कूटनीति की छलना में छले गए | शत्रु के टुकड़ों पर आँख गड़ा कर मेरे स्वाभिमान और गौरव को लज्जित किया गया | मेरे विजयी जीवन को शाश्वत हार में बदल दिया गया | फिर भी मेरी जय-जैकार की निर्लज्जता प्रदर्शित करने लगे |

यह सब देख मैं दुःख और पीड़ा से तिलमिला उठा , यधपि मैं जीवन भर कभी दुखी नहीं हुआ | मेरी आत्मा तडफती रही किन्तु उनके तो दिल पत्थर के हो गए थे | मैं धिक्कारता रहा , किन्तु उनके कान बहरे हो चुके थे | तब मैंने सोचा – मैं निपूता ही मरा था |
मेरी समाधि पर फूल चढ़ाये गए | मेरी गाथाएँ लिखी गई | मेरे वियोग में कविताएँ पढ़ी गई | मेरी जयन्तियां मनाई गई | मेरे लिए आंसू बहाए गए , लेकिन न उन फूलों में सौरभ था ; न उन गाथाओं में में आग थी ; न उन कविताओं में वेदना थी ; न उन जयन्तियों में कर्मठ श्रद्धा थी और न उन आंसुओं में असली पानी था | मैं हैरान हो गया | लोग मेरा अभिनय तो इतना करतेहै , पर सही अर्थों में मुझे कोई जानता ही नहीं |

उत्तेजित होकर मैंने इतिहास की किताब ही बंद कर दी | मैंने बादलों को सैकड़ों बार कहा – ‘ बादलो ! तुम मारवाड़ में तो बरसते ही नहीं हो ! वही जाते जाते तुम्हारे आंसू शायद सूख जाते है ? तो लो मेरी व्यथा को ले जावो | सागर सिमटे हुए है मेरी व्यथा में , और इसे ले जाकर मेरे देश वासियों के आँगन में बरसाओ | वह धरती मेरी व्यथा के लिए तरस रही है और मेरे आंसू उस धरती के लिए तरस रहे है | ‘ पर बादल मेरी क्या सुनते जब मेरे मालिक ने भी मेरी बात नहीं सुनी |

इसी क्षिप्रा के तीर मैंने सैकड़ों ग्रीष्म ऋतुएँ भी देखि है | पश्चिम दिशा से बहने वाली लुओं (गर्म हवाओ) से मैंने एक बार अनुरोध किया था , कि तुम तो मेरी मातृभूमि के ऊपर से आई हो , फिर अपने साथ उस देश की राज क्यों नहीं लाई , जिसको मस्तक पर लगाकर मैं धन्य होता ? पर वे भी बेचारी बेबस थी , क्योंकि उन्हें भी काल ने मारवाड़ से निष्कासित कर दिया था | वेदना और व्यथा से वह गर्म-गर्म निश्वास मेरे पास छोड़कर चली जाती है |

इस क्षिप्रा के तीर मैंने सैकड़ों शिशिर और हेमंत ऋतुओं से अनुरोध किया था – रहम करो, मेरे देश के बंधुओं पर ! उनके खून में बंधुत्व की गर्मी आने दो | देश प्रेम की आग धधकने दो, कर्तव्य के ज्वालामुखी फटने दो , कुछ कर गुजरने के शोले भड़कने दो ; पर वे किसी व्यापक षड्यंत्र के सक्रिय मोहरों की भांति मेरे अरमान को ठंडा करती गई | सोचता हूँ क्या करूँ ? कुछ कर भी नहीं सकता , कहाँ जाऊं ? विवशता से मैंने इसी स्थान पर शताब्दियाँ गुजार दी |

पर हाँ , तुम कैसे आये ? तुम तो मेरी मातृभूमि से आ रहे हो न ? तुम निश्चित ही मेरे देश से निर्वासित नहीं हो , क्योंकि न तुम्हारे वस्त्र काले हैं, न तुम्हारे पास काल घोडा या काली ढाल ही है | तब सुनो , मेरे बंधू ! वापिस लौटकर जाओ तो मेरा भी एक करना | जब मेरी मातृभूमि आये , तो पहला कदम उस पर रखने से पहले उस धरती को मस्तक से लगाना और कहना – ‘ दुर्गा ने तुझे प्रणाम कहा है और यह भी कहा है , कि कभी कभी आशीर्वाद तो किसी आते जाते के साथ भेज दिया करो |’

मेरे गाँव जावो और पुरानी और जीर्ण खेजडियों और बोरडियों को देखो , तो उन्हें भी कहना – ‘ तुम्हारा दुर्गा तुम्हारे समाचार सदा पूछता रहता है और खुद भी आ सकता है पर कर्तव्य उसे आने नहीं देता | वह अपना कर्तव्य पालन कर रहा है |’ यदि तुन्हें मेरे मगरों के मोर दिख जाये तो उन्हें पूछना – ‘ तुम अपने दुर्गा को भूल तो नहीं गए हो ? ‘ और उन्हें मेरी और से अब के श्रवण मास में क्षिप्रा के तीर आने का निमंत्र्ण देना , कहना – उसने तो यह मगरे २०० वर्ष पहले ही छोड़ दिए , एक वर्ष तो तुम भी इन्हें छोड़कर उसे मातृभूमि की बातें सुनाओ |’

यदि कभी जोधपुर जाने का काम पड़े , तो महाराजा से आरज करना , कि आपका सेवक आपकी आज्ञा का सदियों तक पालन करता रहेगा | धरती बदल जाएगी , आसमान बदल जाएगा , इतिहास, काल और इंसान बदल जायेगा ; लेकिन आपका सेवक दुर्गा आपसे और आपकी आज्ञा से कभी नहीं बदलेगा | प्रलय के बाद भी उनकी आज्ञा बिना मैं मारवाड़ में एक कदम भी नहीं रखूँगा | यदि भगवान् न करे पर अजीत सिंह की तरह विपत्ति उन पर आ जाय , वे छोटे हों , तो कहना – आधी रात को भी याद करना , वह पैरों में जूतियाँ भी नहीं पहनेगा और दौड़ता हुआ चला आएगा |

और हाँ ! मैं तो भूल ही गया | एक बात और भी करना | यदि कर्तव्य की राह पर मिटने वालों के कभी मेले लगें , तो उन्हें भी कहना कि तुम्हारी महान परम्पराओं कि सच्ची राह पर ईमानदारी से मर मिटने वाला तुम्हारा ही एक अदना भाई क्षिप्रा के तीर पड़ा है | यदि ऐसे मेले पीपलून के पास पहाड़ियों में हलदेश्वर के पास लगे , तब उन पहाड़ों की प्रत्येक गुफा और उनका प्रत्येक पत्थर यही कहेगा – इन खोहों और पगडंडियों पर कभी दुर्गादास भी चला था , इन्ही रुंखों (पेड़ों) की छाँव में बैठकर वह पसीना पोंछा करता था , इन मैदानों और जंगलों में कबिओ दुर्गादास के घोड़े चरा करते थे |’
यदि कभी क्षत्रिय जाति का कोई देशभक्त संगठन हो, तो वहां कहना – ‘ इस संगठन के दुर्गादास जीवन भर तरसता रहा पर सफल नहीं हुआ और आप लोगों के लिए अप्रत्याशित सफलता पर उसने हार्दिक बधाईयाँ भेजी है |’ यदि कौम के बन्दे कभी जंगल जंगल छाने , तो मुझे भी सूचना भेजना – ‘ मेरे बंधू , दुर्गादास , लौट के आ रे , लौट के आ ‘ | मैं उन कौम के कुशल कारीगरों के साथ सहयोगी और सामूहिक जीवन व्यतीत करना चाहता हूँ | एक बार फिर जंगल-जंगल भटकना चाहता हूँ , घर घर दीप जलना चाहता हूँ , गांव गांव और नगर-नगर में जाकर इस सत्य को कहना चाहता हूँ , कि यह कौम कभी मिटने न पायेगी और ठोकर लगने पर हर बार उठती जाएगी |

पथिक ! तुम रो रहे हो | आंसू मत बहाओ | तुम्हारी आँखों में तो दृढ प्रतिज्ञा के लाल डोरे दिखाई दे रहे थे | मैंने तो तुम्हे बदला लेने की आग में झुलसते देखा है और इसीलिए आज दौ सौ वर्ष बाद मैं अपनी समाधि से पहली बार जागकर कुछ कह पाया हूँ | हिम्मत रखो , बहो मत | तुम्हारे जैसे व्यक्ति से हिम्मत की उम्मीद करता हूँ |
बाबा ! दया करो ! मुझे लज्जित न करो – दया करो , प्रशंसा लज्जित हो रही है | उसे उपयुक्त पात्र चाहिए | मैं तुमसे प्रेरणा की भीख मांगने आया हूँ | मुझे भिक्षा दो | मेरी आँखों में दृढ प्रतिज्ञा कहाँ है ? वे आँखें तो फूट चुकी है | अब तो मैं अन्धा हो चूका हूँ और बदला भी मुझसे ही लिया जा रहा है | यह बदले की आग नहीं , जिसमे मैं जला जा रहा हूँ , यह तो मेरी संघर्ष हीनता जल रही है , तुम्हारे नेत्रों की रोषाग्नि से | मैं तुमसे प्रेरणा की भीख मांगने आया हूँ , मुझे भिक्षा दो |

मुझे भिक्षा दो , संतान -परम्परा की , उस कर्तव्य बुद्धि की जिससे मैं माँ दूध की लाज रख सकूँ | मुझमे धरती के प्रति रागात्मक सम्बन्ध का वह मोह उत्पन्न करो , जिसे मैं धरती के सुहाग की लाज रख सकूँ | मुझे उस अन्न की भिक्षा दो , जिससे मैं अन्न की लाज रख सकूँ | कर्तव्य पालन के मार्ग में अपने विश्वासों के लिए जीने की वह निर्ममता सिखा दो, जो स्वयं जलकर और को प्रकाश दे जिससे मैं नमक की लाज रख सकूँ | छलनाएँ और लालच मुझे मेरे मार्ग से विचलित करने का प्रयास करते है , इसलिए मुझे दे सको तो उस चरित्र की भिक्षा दो , जो तपस्वियों के तप की लाज रख सके | मुझे भक्ति दो| तुम्हारी स्वामिभक्ति मेरे भीतर सोये हुए भगवान् को जगाएगी |

टूट जावूँ पर झुकूं नहीं | हार जावूँ पर आँख में आंसू न बहाऊं | गिर जाऊं पर अपमान का बदला लेने के लिए बार-बार उठता जाऊं | मुझे उस स्वाभिमान कि भिक्षा दो , जिससे मैं समाज के लिए गौरवपूर्ण मर सकूँ |
महान दुर्गादास ! क्या तुम दानवीर भी हो ?
उसका घोडा मुडा |
मेरे समीप आ गया |
अभय मुद्रा में उसका हाथ उठा |

सदियों के बाद उसके होठों के बाँध से मुस्कराहट फूट निकली | मेरे जैसे निष्क्रिय , संघर्षविहीन और गौरवविहीन संतान को देखकर भी उसे शर्म अनुभव नहीं हुई | उसने मुझे इच्छित वस्तु दी |
उसने दानवीरों के दान की लाज रखी |

मैं धन्य हो गया | मेरा मस्तक श्रद्धा से उसके पावन चरणों में झुक गया | आँखों से भागीरथी की पावन धारा बहती रही | बहुत देर तक एक बार फिर उस महापुरुष को देखने के लिए आँखे उठी |
न घोडा था |
न घुड़सवार |

न जाने किस प्रकार दुनियां में वह खो गया, और मैं जैसे आया था वैसे अकेला रह गया |
सामने दिखाई दे रही – छत्री
महान वीर दुर्गादास का चिर उपेक्षित -स्मारक
जिसके चरणों में मन्दाक्रान्ता छंद की भांति बह रही थी – क्षिप्रा
चरण प्रक्षालन करती हुई सी |

पुज्य श्री तनसिंह जी ।

પાદપૂર્તિ

Standard

કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને ભાવે નહિ. “આજ એ જોગાજીભાઈ કેમ નથી આવ્યા ?”

“બાપુ !” બારોટે કહ્યું : “જોગાજીએ અન્નજળ મેલ્યાં છે : દેહ પાડી નાખવાની એણે પ્રતિજ્ઞા કરી છે : ગામમાં હાહાકાર બોલી ગયો છે.”

“કાં ?”

“કાલ રાતે જોગાજી રાઠોડને સોણું આવ્યું : જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે : સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે; રાઠોડને હાથી મારવા દોડે છે; પોતે ભે ખાઈને ભાગે છે; ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે; ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે, અને કપાળમાં ધડ દઈને બારસાખ ભટકાય છે, ખોપરી ફાટી જાય છે; અને પોતાનો પ્રાણ નીકળી જાય છે : આટલું સોણું આવીને ઊડી ગયું. રાઠોડની આંખ ઊઘડી. શરીર પર જુએ તો રેબઝેબ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય ! હાય ! હું ભાગ્યો ! હું રજપૂત ભાગ્યો ! મોતથી ડરીને ભાગ્યો ! નક્કી મારા જીવતરને માથે કૈંક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ, તે પહેલાં તો મરવું ભલું – એમ વિચારીને, બાપુ, જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે; માળા લઈને બેસી ગયા છે.”

રાજાજી ઊભા થયા. અડડડ ! આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાનાં બંધ બારણાં પર ટકોરા દઈને રાજાજી બોલ્યા : “જોગાજી, આવાં તે વેન હોય ? ગાંડા થાઓ મા ! એ સ્વપ્નાની વાત !”

અંદરથી જવાબ આવ્યો :

“બાપુ ! રજપૂતનો દીકરો શું સ્વપ્નામાંયે મોતથી ભડકીને ભાગે ? એને વળી સ્વપ્નનું શું અને સંસાર શું ? નક્કી મારાં માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે ! હાય ! હાય ! હું ભાગ્યો !”

આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું : “જોગાજી ન ખાય ત્યાં સુધી મારેય અન્નજળ હરામ છે.”

જોગાજી મૂંઝાયા : લાખોને પાળનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે ! નિસાસો નાખીને એણે સંભળાવ્યું : “એક રીતે પ્રાણ રાખું : દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. એમાંથી જીવું તો દેહ રાખું.”

બીજો જ દિવસ નક્કી થયેા. નગરનાં નરનારીએા ઊભી બજારે અટારીએા ઉપર ચડી ગયાં. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોળતો હિલોળતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ; શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉઘાડી કટારી.

એ નિર્જન સૂમસામ બજારમાં સિંહલદ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો, જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો, પણ રાઠોડને તો જાણે કંઈયે ઉતાવળ નથી; મલપતે પગલે, શાંત ચહેરે, રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ઘાલીને મળવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે.

બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી “અરરર” શબ્દ ઊઠ્યો. પછી જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યો. આરસનાં જાણે પૂતળાં ઊભાં.

લોકોએ શું જોયું ? – જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો ! નીચે પડે તો ભુક્કા થાય ! જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો! પણ ક્યાં પડ્યો ? હાથીની પીઠ ઉપર ! કેવી રીતે ? ઊભો હોય તેવો ! પડતાં પડતાં જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ, સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ સોંસરવી જઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક ! હાથી અવાક ! જોગો પણ હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક ! શું બોલે ? લૂખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી : કોઈ ચિરંજીવી કાવ્ય : કોઈ અક્ષય તસવીર: ચુપાચુપ. ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો:

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી, કેવી રીતે નીકળી ?

ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટયો. હવાના અદૃશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આઘે આઘે; છેક સામે કિનારે ગાજી ઊઠ્યો; પણ ચરણ એક જ; બીજું ચરણ ક્યાં ? દુહો પૂરો કોણ કરે ? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે. ફરી વાર એ બોલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિ કાળનું સૂનું જીવન સાર્થક કરે છે ! પણ બીજું ચરણ ક્યાં ? દુહો અધૂરો ! અધૂરો ! બીજા ચરણની ઝંખના કરતાં રાજાજી ત્રીજી વાર બેાલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

એ ઉચ્ચાર શમી ગયા, સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા, આકાશના ઘુમ્મટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યા કે :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

અષાઢની વીજળી જાણે કાળા વાદળને વીંધીને નીકળી.

“શાબાશ !” રાજાજીએ ચરણ ઝીલ્યું : “ફરી વાર, ફરી એક વાર.” અવાજ જાણે ધરતીનાં પડ ભેદીને ફરી આવ્યો:

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

“ફરી એક વાર, ફરી એક વાર,” આદેશ છૂટ્યા. ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યો :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

“શાબાશ ! શાબાશ !” એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઊતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું : “બોલ, બચ્ચા, તું કોણ?” બાપુ, જોગાજીનો નોકર છું.”

“નહિ, તું રજપૂત નહિ, તું સાચું બોલ. હું તને માફ કરીશ, સરપાવ આપીશ.”

“બાપુ, ચારણ છું.”

“તું ચારણ ! મારા સીમાડામાં ચારણજાત જીવી શકે નહિ! તું ક્યાંથી ?”

“ઠાકોર !” જોગાજી બેાલ્યા : “ દેવીના દીકરાએાને બ્રાહ્મણોની શિખવણીથી તમે દેશવટો દીધો છે. પણ મારે તો જીવ સાટેનું નીમ છે કે દેવીપુત્રને રોજ મારા ભાણામાં જમાડવા. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન ચાલ્યું : સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો; જોગમાયા એ અભાગિયાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કાળનું ચકકર – ”

“બાપુ !” ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડૂકી ઊઠયો : “બાપુ ! સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂલ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રીવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી; પણ આજ તો તારા એક ચરણને સામે પડઘા ન પડે, તો જોગમાયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો.”

કોંઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો

સૌજન્ય:-સૌરાષ્ટ્ર ની રસધાર
લેખક:-ઝવેરચંદ મેઘાણી

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

Standard

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.

સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.

એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.

રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે.

– સૌરાષ્ટ્રની રસઘાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫

Standard

હનુભા

લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માંહે ચકલુંય માર્ગ કરી શકે તેમ નથી. બાર બાર મહિના થયાં પટેલના ચાર દૂધમલિયા છોકરાએાએ દિવસ અને રાત કોસ હાંકી હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. ચિચોડાની ચીસો ગાઉ ગાઉને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થાતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા, સાધુ કે ફકીરફકીરાં તો કીડિયારાંની જેમ ઊભરાણાં છે.

આજ લાઠીના ધણી લાખાજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું : “પટેલ, જસદણના ધણી શેલા ખાચરની દાઢમાં ધરતીના સવાદ રહી જાય એવી શેરડી ખવરાવજો, હો કે ! ”

પોરસીલો પટેલ ભારા ને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મંડ્યો. દરબાર શેલો ખાચર અને એના ત્રણસો અસવારો ‘હાંઉ બા, હાંઉ ! ! ‘ ઢગ્ય થઉ ગી બા, બસ કરો !’ – એમ બોલતા બોલતા માથાબંધણાંના ઊંડા ઊંડા પોલાણમાંથી ધારદાર સૂડીઓ કાઢીને એ અધમણઅધમણ ભારના સાંઠાને છોલવા મંડ્યા. પાશેર પાશેર ભારનાં માદળિયાંની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા માંડી; અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ, પોતાના મોઢામાં કેમ જાણે ચિચેાડા ફરતા હોય તેમ, ચસક ચસક એ પતીકાંને ભીંસી ભીંસી ચૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ-દાનવોની સભા બેસી ગઈ હોય એવી મેાજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી.

“વાહ લાખાજી ! શેરડી તો ભારે મીઠી !” દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યા.

લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો : “ હા, બા ! મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે. ”

ત્યાં કાઠી-ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો : “બા, આથી તો પછેં ગળપણનો આડો આંક આવી ગયો હો ! અમૃતના રોગા ઘૂંટડા ઊતરે છે.”

“ હા, બા !” ફરી વાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. “તમ જેવા ભાઈઓની દયામાયા, કે લાઠીના લોક બાપડાં મહેનત કરીને ગદર્યે જાય છે.”

પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બૂરી આદત હતી, તેથી હમણાં કંઈક બરછી જેવા બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણોય માર્યો, છતાં રંગે ચઢેલો કાઠી-ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઊઠ્યો : “ ભણેં, બા લાખાજી ! આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો ! આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે?”લાખાજીથી ન રહેવાયું : “ખબર નથી, બા ! તમારા વડવાએાનાં માથાં વાઢી વાઢીને ખાતર ભર્યું છે, એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા ?”

લાખાજીથી એટલું બોલાઈ ગયું, અને એનાં વેણ પડતાં તો “થૂ! થૂ !” કરતા તમામ કાઠીઓ શેરડીનાં માદળિયાં થૂકી નાખીને બેઠા થઈ ગયા. સહુની આંખો રાતીચોળ થઈ ગઈ, રંગમાં ભંગ પડ્યો, અને આંખેા કાઢીને કાઠીઓ ચાલવા મંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું : “એ બા ! લાઠીમાં બરછિયું ઘણીયુંય મળે છે. એકેક બાંધો છો તો હવે બબ્બે બાંધજો ને લાઠીને ઉખેડી નાખજો !’

શેરડીનો રસ ખારો ધૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો.ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીંસ થાતી આવે છે; દખણાદી દશે આંસોદર, લીલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે; ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ-ભીમોરા જેવાં ખાચરોનાં જોરાવર મથકો બરછી તોળીને ઊભાં છે, અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે –

કાઠી બળ થાક્યા કરી, કટકે ત્રાઠી કેક,
(તોય) અણનમ નોઘાટી એક, (તારી) લાઠી લાખણશિયડા !

હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા, ઘણાં લશ્કર તારા ગામના સાથે ત્રાટક્યાં, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે; તેમ તમારી જમીન પણ નથી ઘટી.

મારુ, માટીવટ તણું, બળ દાખછ બળ ફોડ્ય,
કાઠી ચારે કોર, (વચ્ચે) લાઠી લાખણશિયડા !

હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તેં તોડ્યું છે, અને તારું માટીપણું (પુરુષત્વ) પણ તું અન્યને દેખાડી રહ્યો છે. ચારે બાજુ કાઠી છે, અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે.એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જિવાઈમાં લીંબડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઊતર્યા.

એની બરછીની સાધના જબરી હતી. પીઠા ચાંદસૂર નામને ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના એકસો ઘોડેસવારને લઈને ચડતો ને ચોમેર હાક બેાલાવતો. પણ હનુભાઈ કહેતા : “જો મારી સીમમાં પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એનાં ઘોડાં ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં.”

આવાં કડક વેણ તો રણકાર કરતાં પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યાં. મૂછોને ત્રણ વળ દઈને પીઠો લીંબડા લૂંટવા આવ્યો : પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાનાં વેણ તો સ્વપ્નેય સાંભરતાં નહોતાં, એટલે એણે ગફલતમાં પોતાનાં બધાં ઘોડાં બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીંબડે રાખ્યા હતા. આજ લીંબડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા.

લીંબડાથી અઢી ગાઉ ઉપર, લાખાવાડ ગામને સીમાડે, ડુંગરાની સાંકળી નાળ્યમાં, દુશ્મનો સાથે ભેટા થયા, પણ શત્રુ પાસે જાડાં માણસો હતાં. એ ધીંગાણામાં હનુભાઈનાત્રણ આયર કામ આવ્યા, એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી : “બાપુ, હવે ભાગો.”

“ફટ્ય ! હનુભાઈ ભાગે ?”

“હા, હા; જુઓ હમણાં રંગ દેખાડું. તમને નહિ લજાવું ! ફિકર કરો મા. હું વેતમાં છું.”

બેય અસવારે ઊભી નાળ્યે નીચાણમાં ઘોડાં વહેતાં મૂક્યાં. વાંસેવાંસ પીઠાએ પોતાની ઘેાડી છોડી. ઊંટવઢ મારગની અંદર એ ત્રણચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે એકસો ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો બરાબર લગેાલગ પહેાંચ્યો. એક ભાલું ઝીંકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી. પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો : હનુભાઈની પીઠ ઉપર સોનાના કૂબાવાળી ઢાલ ભાળી એણે પછવાડેથી ચીસ પાડી : “એ હનુભા, છોડી નાખ્ય, છોડી નાખ્ય – ઢાલ છોડીને નાખી દે, જો પ્રાણ વહાલા હોય તો !”

પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, “હાં બાપુ, હવે ઝીંકો બરછી.”

હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીંક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળ્યમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી, એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો થયો.

લાઠીની લાઠીધણી, ચોડી છાતીમાંય,
પીઠાને પડમાંય, કાઠી ગળ મીંડું કર્યું.

હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તેં દુશ્મનની છાતીમાં જ ચોડી. અને બાળકો જેમ ગળમીંડાની રમત રમીનેપોતાના સામાવાળાને પોતાના કૂંડાળામાં રોકી રાખે છે, તેમ તેં પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડારૂપી કુંડાળામાં પૂરો કર્યો.

એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો; આવીને બોલ્યો : “બાપુ ! મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું. મારા છોકરાને રાબ પાવા એક ડૂડુંય ન રહ્યું.”

“કોણે ભેળવ્યું, ભાઈ ?” કુંવરે પૂછ્યું. “કુંવર”_એ હનુભાઈનું હુલામણું નામ હતું.

“ભાવનગર મહારાજ વજેશંગજીના કટકે.”

“એ શી રીતે ?”

“મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. મારગકાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડાં ડૂંડાં હીંચકતાં હતાં. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોંક પાડવા ડૂડાં વાઢ્યાં ને બાકી રહ્યું તેની, ઘોડાને જોગાણ દેવા, કોળી કોળી ભરી લીધી. હવે મારાં પારેવડાં શું ખાશે, બાપુ ?” એમ કહીને કણબી રોઈ પડ્યો.

કુંવર હસી પડ્યો, જવાબ દીધો : “પણ એમાં રુએ છે શીદને, ભાઈ? એ તો વજેસંગજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય ! આપણે એમનો ચારગણો બાજરો વસૂલ કરશું, લે બોલ્ય. તારો બાજરો તું કેટલો ટેવતો હતો ?”

“બાપુ, પચીસેક કળશી.”

“બરાબર ! હવે તેમાંથી સાડાબાર કળશી તો અમારા રાજભાગનો જાત ને ?”

“હા, બાપુ !”ત્યારે જા, તારા ભાગનો સાડાબાર કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા, પછી વખત આવ્યે હું અને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું.”

પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડુ કરતાં વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયેા.
ખળાટાણું થયું. લીંબડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરનાં બે ગામ આવેલાં છે. બરાબર ખળાં ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા, અને તજવીજદારને કહ્યું : “અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારાં ગાડાં જોડીને લીંબડે પહાંચતા કરો.”

દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું : “પણ બાપુ, મને કાંઈ–”

“હા, હા, તમને કાંઈ ખબર ન હોય, પણ મને તો ખબર છે ને ! ઝટ બાજરો પહોંચાડો છો કે નહિ ? નહિતર હું મારી મેળે ભરી લઉં ?”

તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવા ત્રણસો કળશી બાજરો લીંબડે પહોંચાડ્યો, અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા.

વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ્ય આવી છે. પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુબાઈ ને એક હોંકારે હાજર થાય તેવી તૈયારી હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા.

મહારાજા વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેઅદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આકડિયાવાળા વીકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા.

કચેરીમાં મહારાજાની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતાં વીકાભાઈને પૂછ્યું : “વીકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપુર-માંડવાનાં ખળાં ભરી ગયા !”

“એ તો હોય, બાપ ! એ પણ આપના જ કુંવર છે ને? એટલાં લાડ ન કરે ?” વીકાભાઈ એ મીઠો જવાબ વળ્યો.

“પણ, વીકાભાઈ ! અવસ્થાના પ્રમાણમાં સહુ લાડ સારાં લાગે ને ! અને હવે કંઈ કુંવર નાના નથી. આજ એ લાડ ન કહેવાય, પણ આળવીતરાઈ કહેવાય.”

મહારાજાનાં વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો :

“પણ, મહારાજ ! કુંવરે તો રાણિયુંને ઘણુંય કહ્યું કે, હાલો, આપણે બધા લાણી કરવા સીમમાં જાયીં, એટલે રોટલા જોગું કમાઈ લેશું, માણું માણું મૂલ મળશે. પણ રાણિયુંએ ગઢમાંથી કહેવરાવ્યું કે, ભૂખ્યાં મરી જાયીં તો ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું એાઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દા’ડી કરવા નહિં જાયીં; ભાવનગરને ભેાંઠામણ આવે એવું કેમ કરાય ?”

“એટલે શું ?”

“બીજું શું ? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો !”

“કાં ?”

“મહારાજનાં ઘોડાંને જોગાણની તાણ પડી. ને મહારાજના સપાઈનાં છોકરાં પેાંક વિના રેતાં’તાં, તે સો વીઘાંના ખેતરનો બાજરો ભેળી દીધો !”

વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઊતરી ગયો પણ મોં મલકાવીને એમણે કહ્યું : “ભલા આદમી ! પચીસ કળશીને સાટે ત્રણસો કળશી બાજરો ભરી જવાય ?”

વીકોભાઈ કહે : “બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે સો સો કળશી ભર્યો છે. ખેડુ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત.”

“સાચું! સાચું ! ખેડુનાં આંસુ તો સાચાં મોતી કહેવાય. રંગ છે તમને, કુંવર !” મહારાજાએ કુંવરની પીઠ થાબડી, રોકીને મહામૂલી પરોણાગત કરી.

બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતાં રમતાં જસુભાની એક પાકી સોગઠી ઢિબાઈ ગઈ. કુંવરે જસુભાની અાંગળી જોરથી દાબી કહ્યું: “યુવરાજ! અત્યારે તો અમારા – લાઠી ભાયાતોના – ગરાસ પૈસા આપી આપીને બાપુ માંડી લ્યે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે તેમ અમે એ બધાં ગામ પાછાં કઢાવશું, હો !”

જસુભાની આંગળી એટલા જોરથી ભીંસાણી કે લોહીનો ટશિયો નીકળ્યો. એને જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર અા છોકરાએાને ગરાસ ખાવા નથી દેવાનો. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા.
એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે; આઘે આઘે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીંબડા દેખાતું હતુંલીંબડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું; બાકી, આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉચ્ચારી :

“જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠુંઠું ઊભું છે તે બહુ નડે છે, હો !”

“ફિકર નહિ, બાપુ! કાઢી નાખશું.” એવો માર્મિક જવાબ ગોવાળિયાઓએ વાળી દીધો. આ જેઠો અને મેરામ બાપ-દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની સાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીએાને ભળાવી દીધું.

મહારાજ ઘેર આવ્યા. ફરી વાર બેાલ્યા : “ગોવાળિયાઓ, મારા વાંસામાં ડાભોળિયું ખૂચે છે, હો !”

તુરત ચાકરો દોડીને પૂછવા મંડ્યા : “ક્યાં છે, બાપુ ? લાવો, કાઢી નાખીએ.”

મહારાજ કહે : “ભા, તમે આઘા રહો. તમારું એ કામ નથી.”

ગોવાળિયા બોલ્યા : “બાપુ, ડાભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રે’વું ક્યાં ?”

“બાપ, હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં.”

ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપાડ્યે કાઠિયાવાડ હલમલી ઊઠશે, અને ક્યાંય જીવવા નહિ આપે. પણ મહારાજે ભાવનગરનું અભયવચન આપ્યું. ઘાટ ઘડાણો.

જેઠા ગોવાળિયાએ કહ્યું : “પણ, મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસૂંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગંદ લીધા છે, અને હવે કેમ કરશું ? મહારાજની પાસેય બેાલે બંધાણા !બાપુ ! એક રસ્તો સૂઝે છે. ખીજડિયાવાળા લાઠીભાયાતોની સાથે હનુભાઈને મોટું મનદુઃખ છે. આપણે લીંબડા ઉપર ન જવાય, પણ ખીજડિયાનો માલ વાળીએ; હનુભાઈ કાંઈ ખીજડિયાવાળા સારુ ચડવાના નથી. એટલે મહારાજને કહેવા થાશે કે, “શું કરીએ, હનુભાઈ બહાર જ ન નીકળ્યો ! આમ પેચ કરીએ તો સહુનાં મોઢાં ઊજળાં રહે એવું છે.”ત્રણ દિવસ થયાં હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. કોઈ પૂછે, તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે; પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. ત્રણ દિવસ પહેલાં પછેગામના કોઈ જોષી આવેલા. એણે ભવિષ્ય ભાખ્યું હતું કે, “ આ ત્રણ દિવસમાં તમારે માથે ઘાત છે માટે બહાર નીકળશો મા !”

હનુભાઈ બોલ્યા : “ભટજી ! હું હનુભાઈ ! મોતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં ? ડાયરામાં બેઠા વિના મારે ગળે કસૂંબો શેં ઊતરે ?”

પણ રાણી કાલાવાલા કરવા લાગ્યાં : “ત્રણ દિવસ દેખી-પેખીને શીદ બહાર જવું ? ધીંગાણાનો ગેાકીરો થાય તે ટાણે હું આડી ન ફરું, મારા લોહીનો ચાંદલો કરીને વળામણાં આપું. હુંય રજપૂતાણી છું. પણ ઠાલા ઠાલા જોષીનાં વેણને શીદ ઠેલવાં? અમારા ચૂડા સામું તો જરા જુઓ !”

કુંવરનું હૈયું પીગળી ગયું. છાનામાના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા.

આજ એ કાળ-દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ ૫ડશે એટલે કુંવરની બેડીઓ તુટશે. કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય. તેમ,કુંવર વાટ જોતા તલપી રહ્યા છે. એના નખમાંય રોગ નથી. દસે દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઊઠીને મેડીને પાછલે ગોખે દાતણ કરે છે, ત્યાં નીચેથી કાળવાણી સંભળાણી :

“બંકો હનુભા કસૂંબાની ચોરીએ બસ આમ બાયડિયુંની સોડ્યમાં પડ્યો રે’ ?” બરછી જેવાં વેણ કુંવરને કાને પડ્યાં.

કુંવર ડોકું કાઢે ત્યાં નીચે ચારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કસૂંબાપાણી બરાબર નહિ મળ્યાં હોય, એટલે આજ અત્યારે હનુભાઈને ભાળી જવાથી એણે દાઝ કાઢી. એ ચારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો.

કુંવરે જવાબ દીધો : “ ગઢવા ! હું લાઠી ગયો હતો. રાતે મોડે આવ્યો. ચાલો, હમણાં ડેલીએ આવું છું.”

પોતે છતા થઈ ગયા ! હવે કાંઈ ભરાઈ રહેવાય છે ?

રાણી કરગર્યા : “અરે, રાજ ! આજુની સાંજ પડવા દ્યો, પછી તમતમારે કસૂંબાની છોળો ઉડાડજો ! બધાનાં મે’ણાં ભાંગજો. પણ બે બદામના કાળમુખા ચારણને બેાલે કાં મારાં વેણને ઠેલો ! આજ મારું જમણું અંગ ફરકે છે.”

પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસૂંબામાં ગરકાવ છે. ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે, ખીજડિયાનો મોલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડિયામાં કોઈનું ગજુ નથી.

“ઠીક થયું !” ડાયરામાં કોઈ બોલ્યું : “આપણા અદાવતિયાને આજ ખબર પડશે.”

“બોલો મા ! એવું બોલો મા ! અદાવતિયા તોય મારા
ભાઈ !” – એમ કહેતાં જ હનુભાઈ ઊભા થઈ ગયા. “અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપિ લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહું ? ઘોડી ! ઘેાડી ! અરે. કોઈ મારી ઘોડીને અહીં લાવો. મારા ભાઈએાને આજ ભીડ પડી છે.”

છોકરો ઘોડી છોડવા ગયેા. રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા. રાણીજીએ કહ્યું : “એક વાર એને આંહીં મોકલો. એક વાર મોઢું જોઈ લેવા દ્યો, પછી ભલે જાય, પણ મળ્યા વિના ઘોડી છોડવા નહિ દઉં.”

પણ હનુભાઈને અને કાળને છેટું પડે છે. એને ફડકો છે કે રજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે ચીસ પાડી : “ ઘોડી ગઈ ઘોળી ! આ વછેરાને પલાણો.”

“બાપુ ! હજી તાજો ચડાઉ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે ?”

“આજ મારું હૈયું મારા કબજામાં નથી. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. મને ઝટ વછેરો આપો !”

વછેરા ઉપર સામાન માંડ્યો. હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા. જાતાં જાતાં લીંબડાના ઝાંપાને હાથ જોડ્યા. વસ્તીને છેલ્લા રામરામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો.

રજપૂતાણીએ ગેાખલામાંથી ડોકું કાઢ્યું. પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહિ.

મારતે ઘોડે કુંવર આકડિયે આવ્યા; આકડિયે વીકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા : “ચોર ગાયુંને કઈ દશ્યે હાંકી ગયા ?”કુંવર, પછી કહું. પ્રથમ છાશું પીવા ઊતરો.”

“ગઢવા, અટાણે – મોતને ટાણે ?”

“પણ તમારે તે માલનું કામ છે કે બસ બાધવાની જ મરજી થઈ છે ?”

“કાં ?”

વીકાભાઈએ વાત કરી : “અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા; કહીને ગયા કે પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો તો આવવા દેજો, પણ કુંવર હોય તો રોકીને કહેવરાવજો એટલે એકેએક કાન ગણીને આપી દેશું. અમે આજ ન કરવાનો કામો કરી બેઠા છીએ; પણ શું કરીએ ? મહારાજ આગળ જીભ કચરી છે. “

“બસ ત્યારે !” કુંવર બેાલ્યા, “મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? બાકી, મારા ભાઈયુંને માથે હાથ પડે એટલે તો મારે મરવું જ જોવે ને, વીકાભાઈ!”

હનુભાઈ છાશું પીવા રોકાયા. જ્યાં કસૂંબો લિયે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વીકાભાઈની સાથે શાંતિથી કસૂંબો ઘેાળે છે ! ફતેસંગ ન રહી શક્યા. એણે ત્રાડ નાખી : “એ કુંવર ! અટાણેય કસૂંબાનો સવાદ રહી ગયો કે? આ ચારણ તને ગોવાળિયા ભેળો નહિ થાવા આપે ! હું જાણું છું.” એમ કહીને એણે તો ઘોડાં વાજોવાજ મારી મૂક્યાં. હનુભાઈએ સાદ કર્યો:

“એ ભાઈ ! ઊભો રહે, જરા સમજી લે ! હું આવું છું.”

પણ ફતેસંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો
હાથમાં અંજલિ ભરી હતી તે ભોંય પર ઢોળીને
હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા. બોલ્યા:

“બસ. વીકાભાઈ ! હવે હું નહિ જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે. હું જાણું છું કે એ આખાબોલો સખણો નાહિ રહે. મારા નસીબમાં આજ કસૂંબો નથી, ભાઈ ! મારો વછેરો લાવો !”

માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછેરાએ બટકું ભરીને એની આંગળીએ લેાહી કાઢ્યું. કહે : “કુંવર ! લોહી – ?”

“બસ વીકાભાઈ ! હું જાણું છું, આજ મારે માથે કાળ ભમે છે. પણ હવે હું છટકીને ક્યાં જાઉ ? હવે તો હરિ કરે તે ખરી !”

ચડીને હનુભાઈ ચાલ્યા, પહોંચ્યા. ઢોર બધાં નેરામાં ઊભાં છે. ગોવાળિયા કસૂંબા ઘૂંટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈને જોતાં જ ગોવાળિયા બોલ્યા : “ ભલે આવ્યા, કુંવર ! કાનેકાન ગણીને લઈ જાઓ. તમારી ઉપર અમારો હાથ ન હોય.”

માલને વાળીને ફતેસંગ પોતાનાં માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસૂંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે. એને માથે માથું ડોલે છે.

જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલિ ભરી છે. હનુભાઈએ પણ પોતાના હાથમાં કસૂંબો લીધો છે. બેય જણ સામસામા “અરે, વધુ પડતું ! મરી જાઉં બા !” – એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું : “ હે ખૂટલ કાઠી !”

“હશે બા ! ગઈ ગુજરી !” જેઠો બેાલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું : “કાઠીનો તે વિશ્વાસ હોય,બા ? કસૂંબો હવે કઈ હોંશે પીવો ? ખૂટલ કાઠી!”

“પત્યુ, ભા ! હવે એ વાત ન સંભારો !”

પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી ‘કાઠી ખૂટલ’ એવો ઉચ્ચાર નીકળ્યો, ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલિ ઉડાડી નાખી અને કહ્યું : “બાપુ, સાંભળતા નથી ? કઈ વારનો જે ‘ખૂટલ ! ખૂટલ !’ કહ્યે જ જાય છે એને વળી કસૂંબા કેવા ? ઊઠો, બાળો એનું મોઢું !”

હનુભાઈ બોલ્યા : “મેરામભાઈ ! તું સાચું કહે છે; મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારેય રમત રમી નાખવી છે. ઊઠ ! ઊઠ ! સાત વાર કહું છું કે, કાઠી ખૂટલ ! હવે ઊઠ છ કે, નહિ !”

બેય જુવાનો ઘોડે ચડ્યા. બેય જણાએ ઘોડાં કૂંડાળે નાખ્યાં : આગળ મેરામ ને વાંસે કુંવર; બીજા બધાય બેઠા બેઠા જુએ છે. કુંવર હમણાં મેરામને ઝપટમાં લેશે કે લીધો, લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલાં ખરા બપોરના સૂરજને સામે જવાબ દઈ રહ્યાં છે. આસપાસની ધારો સામા હોકારા કરી રહી છે. ઘેાડાની કારમી હણહણાટી અને શત્રુએાના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાંના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું છે.

મેરામને માથે ભાલો ઝીંકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બેાલ્યો: “એ કુંવર ! છોકરાની સાથે ? લાજતો નથી ?”

“આ લે ત્યારે ભાયડાની સાથે.” એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાનો પીછો લીધો. આગળ જેઠો, વચમાં કુંવર, પાછળ મેરામ: દુશમનાવટ જાગી ગઈ, મિત્રતા ભુલાઈ ગઈ. બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જડતર કરી દીધું. પણ એક અભિમન્યુને સાત જણાએ ગૂડ્યોતેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતાં મરતાં કુંવરે આંખોની પાંપણોને પલકારે દોસ્તોને છેલ્લા રામરામ કીધા. કાઠીએાએ કુંવરના મોંમાં અંજલિ ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરશિયા જોડાણા :

કાલીરે સર કુંભ કેતા દી ?
ખત્રવટ ન છોડતો ખનુ,
રાજે વરસ, ત્રીસ લગ રાખ્યો,
હોળીરો, નાળેર હનુ.

કાલીઘેલી નારીને માથે પાણીનો ઘડો કેટલા દિવસ સાજો રહે ? એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ કેટલો વખત ટકી શકે ? ત્રીસ વરસ સુધી હનુભાઈને ભગવાને જીવતો રાખ્યો તે તો હોળીનું નાળિયેર બનવાને માટે જ.

અધપતિયાં હૂતો મન આજો,
સૂરા વરસ ના જીવે સાઠ,
લોઢે લીટ મરે લાખાણી,
ગેાયલ તણી પટોળે ગાંઠ.

શૂરવીરો કાંઈ સાઠ સાઠ વરસ સુધી જીવે ? એને તો જુવાનીમાં જ મોત શોભે. લાખાજીનો દીકરો હનુભાઈ તો હમેશાં લોઢામાં લીટી જેવો નિશ્ચય કરીને જ મરે; એ લીટો જેમ ન ભૂસાય, તેમ હનુભાઈની પ્રતિજ્ઞા પણ કદી ન લોપાય, ગોહિલોની પ્રતિજ્ઞા તો પટોળાંની ગાંઠ જેવી, એ કાપડગાંઠ જેમ ન છૂટે તેમ ગોહિલોની પ્રતિજ્ઞા પણ ન તૂટે.

બકે હનુ એમ કર બોલ્યો,
અવળા પગ ભરુ કેમ આજ ?
જનારા પગ લંગાર જડાણા,
(મારે) લાઠી તણા તખતરી લાજ,

તાડૂકીને હનુભાઈ દુશ્મનોની સામે બોલ્યો કે હું પાછો પગ કેવી રીતે માંડી શકું ? હું તો જૂનાગઢ જેવો અટંકી રાજનો ભાણેજથાઉં. મારા પગમાં મોસાળની કીર્તિરૂપ બેડીઓ જડાઈ ગઈ છે. અને બીજી બાજુથી લાઠીના તખ્તની આબરૂ મને રોકે છે. ધીંગાણાથી હું હલીચલી ન શકું.

હનુભાઈના મૃત્યુ વિષેનું આ લોકરચિત કથાગીત (“બેલડ” )
મળી આવ્યું છે; તે રાસડા તરીકે સ્ત્રીઓ ગાય છે:

રંગ્યા તે રંગ્યા રૂપાના બાજોઠ જો ને,
સાવ રે સોનાનાં સોળે સોગઠાં હો રાજ !

હનુ ફતેસંગ માડીજાયા વીરા જો ને,
ભેરુ ભડીને બેઠા રમવા હો રાજ !

રમ્યા તે રમ્યા બાજીયું બે-ચાર જો ને,
રાયકો આવ્યો ખીજડિયા ગામનો હો રાજ!

વાળ્યું તે વાળ્યું ખીજડિયાનું ધણ જો ને,
જેઠે ગોવાળિયે ધણ વાળિયાં હો રાજ !

કુંવરને કાંઈ ચટકે ચડી રીસ જો ને,
પાસા પછાડી કુંવર ઊઠિયા હો રાજ !

ઘોડારમાંથી રોઝી ઘોડી છોડી જો ને,
ખીંતીએથી લીધાં મશરૂ મોળિયાં રે હો રાજ !

રાણીજીને મેડીએ થિયાં જાણ જો ને,
ફાળું પડી છે રાણીજીના પેટમાં હો રાજ !

ધ્રોડ થેાભી ઘોડીલાની વાગ જો ને,
આજે ઘાત્યું છે રાજને માથડે હો રાજ !

ઘેલા તે રાણી, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

મેડી ઊતરતાં લપટાયો ડાબે પગ જો ને,
માઠે શુકને તે રાજા નો ચડો હો રાજ !
ઓશરિયું માં આડી ઊતરી મંજાર જો ને,
ઘોડીએ ચડતાં પડિયાં મશરૂ મોળિયાં હો રાજ !

વારેતે વારે હનુભાનાં માત જો ને,
અવળે અપશુકને કુંવર નો ચડો હો રાજ !

માતા મારાં, કાંઈ ન કરીએ સોસજો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

ડેલી જાતાં મળી કાનુડી કુંભારણ જો ને,
હાથમાં ત્રાંબડી[૩] એને છાશની હો રાજ !

વારે તે વારે લીંબડા ગામનાં લોક જો ને,
માઠે શુકને રે રાજા મા ચડો હો રાજ !

ઘેલાં તે લોકો, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

સીમાડે જાતાં ઊતર્યા આડા સાપ જો ને,
ફોજું માં આયરડા એમ બોલિયા હો રાજ !

અપશુકનનો ન મળે રાજા પાર જો ને,
વાર્યા કરો તો વળો પાછલા હો રાજ !

હું હનુ ભૈ રણજાયો રજપૂત જો ને,
હનુ ચડ્યો તે પાછો ઓ ફરે હો રાજ !

વારનાં ઘેડાં મારગે ચાલ્યાં જાય જો ને,
આડબીડ હાલે હનુભાની રોઝડી હો રાજ !

આકડિયામાં ચારણને થાય જાણ જો ને,
વીકોભૈ ચારણ આડા આવિયા હો રાજ !

કુંવર તમે ચારણનો કરજો તોલ જો ને,
કસૂંબા પીને તે રાજા સંચરો હો રાજ !
નથી ગઢવા કસૂંબાનાં ટાણાં જો ને,
જાવા દિયે વીકાભૈ તમે આ સમે હો રાજ !

પરાણે કાંઈ ઊતર્યા પલાણ જો ને,
રેડિયા કસુંબા તેણે કાઢિયા હો રાજ !

આવ્યાં આવ્યાં વીકાભૈની માડી જો ને,
આવી પૂછે છે એક વાતડી હો રાજ !

મારાં વાર્યા કરે તમે રોજ જો ને,
મારે વીકાભૈ ધણ લૈ આવશે હો રાજ !

તમે કુંવર ઘડીક ધીરા થાવ જો ને,
ધણ રે વાળી વાકોભૈ આવશે હે રાજ !

આઈ મા તમને લળી લાગું પાય જો ને,
ઘડીયે ખેાટી કરો મા આ સમે હો રાજ !

લાજે મારાં સિંહણ કેરાં દૂધ જો ને,
લાજે ગોહેલ ગંગાજળ ઊજળો હો રાજ !

હું હનુભૈ રણુજાયો રજપૂત જો ને,
જુદ્ધે ચડ્યો તે પાછો નો ફરે હો રાજ !

ત્યાંથી હનુભાઈએ રોઝી ઘોડી છોડી જો ને,
જેઠે ગોવાળિયો પડકારિયો હો રાજ !

જેઠિયો કાંઈ લળીને લાગે પાય જો ને,
માફ કરો હનુભૈ આ સમે હો રાજ !

ત્રણ ગાઉને તરભેટે ધણ લાવ્યો જો ને,
હવે વાતુંએ નહિ ઊગરો હો રાજ !

તરવાર્યું નાં બંધાણાં તોરણ જો ને,
ભાલાં ભળકે હનુભાના હાથમાં હે રાજ !

લડે લડે કાઠીડો રજપૂત જો ને,
લડે હનુભા કુંવર વાંકડા હો રાજ !
પાછળ આવી કરેલો પડકારો જો ને,
ફતેશંગે આવા જુદ્ધ જમાવિયાં હો રાજ !
મરાણા કાંઈ હનુ ફતેશંગ વીર જો ને,
રણમાં પડ્યા ફતેશંગ વાંકડા હો રાજ !
મરાણા કાંઈ આયરડા દશબાર જો ને,
લીંબડાધણી ૫ડ્યા રણચોકમાં હો રાજ !
રુએ રુએ લીંબડા ગામનાં લોક જો ને, –
હાટે રુએ રે હાટ વાણિયા હો રાજ !
દાસિયું કાંઈ રુએ છે દરબાર જો ને,
રાણિયું રુએ રે રંગમેાલમાં હો રાજ !
આથમિયે કાંઈ લીંબડા ગામને ભાણ જો ને,
મીંઢોળ સોતા ફતેશંગ મારિયા હો રાજ !