ચારણનું ત્રાગુ

Standard

   આ વાત ને હજુ જાજા વર્ષ નથી થયાં..

વાગડ પ્રાવથર ઊપર વાઘેલા દરબારો નુ રાજ તપે એમા દેશલપર ની એક જમીન ના ભાગલા કરવા માં કંઈક વાઘેલા  ભાઈયાતો માં વાંધો પડેલ અને એક બિજા ની હત્યાઓ મંડી થવા એક બિજા નાં લોહી મંડયા રેડાવા કોઈ ને કાંઈ રસ્તો સુજતો નથી..

જે નિર્દોશ પક્ષ હતો એમાંથી સમજણ  વાળા વૃદ્ધ દરબાર એ કહયુ કે જો આ હત્યાઓ રોકાવી હોય તો ભિમાસર ÷પલાંસવા માં આપડા દશોંદી ચારણો રહે છે. જો એમને ચરણે જઈએ તો જ આ બધુ બંધ થશે.. દેશલપર થી યુવાન ને મારતે ઘોડે ભિમાસર રવાના કરયો..ભીમાસર ગામ ના પાધર માં જયાં પહોંચે ત્યાં વગડા માં  એક માલધારી યુવાન ભેહુ ચારે છે હાથ માં લાકડી કમર પર તલવાર દાઢી મુંછ ના થોભા રહી ગયા છે. દરબાર બહુ થાકેલા તરસ બહુ લાગી છે… એણે આ જુવાન ને જોયો થયુ કે હાલો પાણી પી ને થોડો આરામ કરુ.. દરબાર છે ઈ માલધારી જુવાન ની પાસે ગયાં જય માતાજી કરયાં…

દરબાર છો ?? જુવાન એ પુછયુ હા… દેશલપર નો દરબાર છું કામ થી નીકળયો છુ….

સારુ બાપા આ બાજુ કયાં જાઓ છો ???

ભીમાસર જાઊ છું અમારા દશોંદી ચારણો છે ત્યાં થોડુ કામ છે..

કામ શું છે દરબાર હું ભિમાસર નો કરણીદાન વાચા ચારણ છુ.

ઓહોહો તમે ચારણ દેવ છો દરબાર પગ માં પડી ગયો આંખુ માં જળજળીયાં આવી ગયાં

  રોવો માં દરબાર રાજપુત રોતો સારો ન લાગે બાપ.. કામ શુ પડયુ ??

દરબારે બધી હકીકત કહી સંભળાવી  “દેવ” હવે તમે જ કંઈક રસ્તો કરી દયો… જમીન અમારે નથી જોઈતી પણ અમારા જુવાનો ની હત્યાઓ કરે છે..

    ઈ કરણીદાન વાચા નામનો ચારણ એ એમ કીધુ દરબાર ચિંતા કરો માં બધુ બરાબર થઈ જાશે હાલો હુ તમારી સાથે આવુ છુ.  ચારણ અને દરબાર દેશલપર આવ્યાં અને ત્યાં થી  આઠ દશ યુવાનો અને કરણીદાન ચારણ દેશલપર ની જે જમીન નો ઝગડો હતો ત્યાં પહોચ્યાં ત્યાં મારો..મારો..ના અવાજો કરતુ પચાસેક દરબારો નુ ટોળુ હાલ્યુ આવે… ટોળુ નજીક આવ્યુ ચારણે અવાજ કરયો..બસ કરો અહીંયા જ ઊભા રહેજો…

ટોળા માંથી કોઈક એ કીધુ તું કોણ છે..

હું ભીમાસર નો કરણીદાન વાચા ચારણ છું..
  ચારણ છો તો અહીંયા શુ લેવા આવ્યો છો હટી જા વચ્ચે થી..

અરે પણ દરબાર જમીન જોઈતી હોય તો તું રાખ પણ નિર્દોષ માણસો ને ન માર….

મારે તો એમના જીવ જ જોઈએ ચારણ તું હટી જા વચ્ચે થી
એમ તારે જીવ જોઈએ છે… ને આટલું કહી….

ચારણ એ મ્યાંન માંથી તલવાર કાઢી માંરવા માટે નહી..એક પછી એક પોતાના શરીર ઊપર મંડયો ઘા કરવાં સાત ત્રાંગા કરયાં દરબારો ને પગ નીચે થી જમીન સરકી ગઈ… દરબારો ચારણ ના પગ માં પડી એમ કહયુ ચારણ દેવ માફ કરો અમારા થી ભુલ થઈ છે..  ત્યારે ચારણ એ એટલુ કહયુ ચરણે આવ્યા છો એટલે સ્રાપ નથી આપતો પણ ભિમાસર ÷પ્લાંસવા ના વાચા શાખ ના  ચારણો માટે દેશલપર નું પાણી હરામ છે…

આટલુ કહી ચારણ એ વિદાય લીધી આજ પણ ભીમાસર÷પ્લાંસવા ના વાચા શાખ ના ચારણો દેશલપર નુ પાણી નથી પીતા…

આવા કંઈક ચારણો વાગડ ની ધિંગી ધરા પર થયાં છે એટલે કહેવુ પડે

પ્રથમ તર્પણ ના આ ભુ ભારતે ચારણે કંઠ થી સુર છેડયા :
લાખ ના લોહી ની ધાર અટકાવવાં ચારણે પોતાના લોહી રેડયાં ;

જય માતાજી

સાભાર:- વાગડનો સાહિત્યીક વારસો વોટ્સએપ ગ્રુપ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s