હ્યુ. એન. સંગ અને નાલંદા વિશ્વવિદ્યાલય

Standard

જાણી અજાણી વાતો –

જાણી અજાણી વાતો…ઇતિહાસ , સાહિત્ય અને વર્તમાન ને અનુલક્ષી ને.

◆ નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે.

◆ ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિતીઓની ખરાઈ કરવા ભારતનો પ્રવાસ કરવાનું મન બનાવી લીધું.

◆ ભારતનો પ્રવાસ કરવા  ચીનથી મધ્ય એશિયા થઈને ઉત્તરના ખેબર ઘાટથી પસાર થવું પડતું. ઉત્તરમાં કાશ્મીર, પશ્ચીમમા સૌરાષ્ટ્ર, અને વલભીપુર, પૂર્વમાં કામરૂપ, દક્ષિણમાં મલકોટા વગેરે સ્થળોએ બુદ્ધના મઠો હતા. હ્યુંએનસંગને સમ્રાટ હર્ષવર્ધન અને ભાસ્કરવર્ધન સાથેના સબંધોએ બહુ ખ્યાતી અપાવી.

◆ હ્યુંએનસંગ કન્ફ્યુંશીયસ સંપ્રદાયનો હતો. નાનપણથી  બૌદ્ધ સાધુ પ્રત્યે આકર્ષણ હતું. ઈ.સ.૬૨૨ માં સુઈ વંશના રાજાના પતન પછી તેના ભાઈ સાથે પલાયન થઈ ટાંગ વંશની રાજધાની ચાંગાનમાં વસ્યા, ત્યાંથી ચાંગડું ગયા. ઈ.સ. ૬૨૨ માં પૂર્ણપણે બૌદ્ધ સાધુ બની ગયો.

◆ સંસ્કૃતનો અભ્યાસ કરવા ભારત જવાનું મન બનાવી લીધું.ચાંગડુંમાં બૌદ્ધ ધર્મની યોગકાર શાખાનો અભ્યાસ કર્યો.

◆ ઈ.સ. ૬૨૯ માં ટાંગ સમ્રાટ ટાઇઝિંગ અને ગોકતુર્ક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ભારત જવાની પરમીશન માંગી પણ ન મળી. હ્યુંએનસંગ પલાયન થઈ ગોબીનું રણ ઓળંગી ઈ.સ.૬૩૦મા ટુપાર્ણના રાજાને મળ્યો.

◆ રાજાએ પ્રવાસ માટે મદદ કરી. પશ્ચિમ તરફ જતાં લુંટારુઓને થાપ આપી કારાશહર પહોંચ્યો. બેદલ પાસને વટાવી કિર્ગીસ્તાન પહોંચ્યો. ગોક્તુર્કના ખાનને મળ્યો. ત્યાંથી નૈઋત્યમાં તાશ્કંદ, ઉઝબેકિસ્તાન થઈ રણ ઓળંગી સમરકંદ પહોંચ્યો. દક્ષિણ તરફ અમુદારીયા અને તમ્રેજ પહોંચી બૌદ્ધ સાધુઓને મળ્યો.

◆ ત્યાંથી પૂર્વમાં કુંડુજ ગયો. ત્યાં સાધુ ધર્મસિંહને મળ્યો. પશ્ચિમે બાલ્ખ હાલનું અફગાનીસ્તાનમાં બૌદ્ધ ધર્મ સ્થળો જોયા. ત્યાના નવવિહારને પશ્ચિમના છેવાડાનું સ્થાન ગણાવ્યું.

◆ ત્યાં પ્રાજ્ઞાનકારા નામના સાધુ પાસે ભણ્યો. ત્યાં  અગત્યનો ગ્રંથ ‘મહાવિભાસ’ નો અનુવાદ ચીની ભાષામાં કર્યો.

◆ હવે તે બનીયન પહોંચ્યો. ત્યાના રાજાને મળે છે. મહાયાન સંપ્રદાય સિવાયના સાધુઓને મળે છે. ત્યાં જોયેલી બુદ્ધની બે મહાન મૂર્તિઓનું તેને અદભૂત વર્ણન કર્યું છે.

◆ હાલમાં આ મૂર્તિઓ તાલીબાને તોડી નાખી છે. હાલના કાબુલની ઉત્તરે કાપસી પહોંચે છે.  કાપસી એ જ મહાભારત વખતનું ગાંધાર.

◆ ત્યાં જૈન અને હિંદુ સાધુઓને પહેલી વખત મળે છે. ત્યાંથી આદીનાપુર હાલનું જલાલાબાદ પહોંચે છે.

◆ અહી તે ભારત પહોંચ્યો હોવાનું અનુભવે છે. ત્યાંથી હુન્ઝા અને ખેબર ઘાટ ઓળંગી ગાંધારની જૂની રાજધાની પુરુશપુર હાલનું પેશાવર પહોંચે છે. ત્યાં ઘણા સ્તુપો જોવે છે.

◆ સમ્રાટ કનિષ્કએ બનાવેલા સ્તુપો ખાસ હતા. ડી.બી. સ્પૂનર નામના એક સંશોધકે ઈ.સ. ૧૯૦૮ માં હ્યુંએનસંગના વર્ણન પરથી પેશાવરમાં સ્તુપો શોધ્યા હતા.

◆ હ્યુંએનસંગે કાળજી પૂર્વકના અદભૂત વર્ણનો કરેલાં છે.  સ્વાત ખીણ, બુનેર ખીણ વગેરે સિંધુ નદી પાર કરે છે. તે તક્ષશિલા, કાશ્મીર જાય છે,

◆ ત્યાં અતિ વિદ્યવાન સંઘયાસને મળે છે. દોઢ વર્ષ વિનીતપ્રભ, ચન્દ્રવરમાન, અને જયગુપ્તાની સાથે અભ્યાસ કરે છે.

◆ હ્યુ.એન.સંગ બુદ્ધની સભાના વર્ણનનો અભ્યાસ કરે છે. આ વર્ણનો કુશાણ સમ્રાટ કનિષ્ટના કરેલા છે. ચીનીઓટ અને લાહોર વિશે લખે છે.

◆ આગળ ચાલતાં જલંધર, કુલુવેલી, મથુરા, યમુનાનદી, માતીપુરાથી ગંગા નદી પાર કરે છે. ત્યાં મિત્રસેન પાસે ભણે છે.

◆ કન્નોજ હર્ષવર્ધનની રાજધાની, અયોધ્યા, કોશામ્બી, દક્ષિણ નેપાળના તરાઈ, કપિલવસ્તુ અને બુદ્ધનું જન્મ સ્થળ લુબીનીથી, બુદ્ધનું મૃત્યુ સ્થળ કુશીનગર, સારનાથ, વારણાસી,  વૈશાલી, પાટલીપુત્ર, બોધગયા, નાલંદા જ્યાં બે વર્ષ રહ્યો.

◆ ત્યાં અનેક વિદ્યવાનો સાથે સંપર્કમાં આર્યો. તર્કશાસ્ત્ર, વ્યાકરણ, સંસ્કૃતનો અભ્યાસ કર્યો. શીલભદ્રને મળે છે.

◆ મહાયાન સંપ્રદાયના પ્રણેતા અસંગ, વસુબંધુ, હિન્ગરા, ધર્મપાલ જેવાઓ બુદ્ધનું તત્વજ્ઞાન આપે છે.

◆ અહી હ્યુએનસંગ સિદ્ધિ નામનો ગ્રંથ લખે છે.
ભારતથી પાછા ફરતા ૬૫૭ થી વધારે ગ્રંથો અને અગણિત બીજું સાહિત્ય લઈ જાય છે.

◆ હ્યુંએન્સંગનો મુખ્ય હેતુ યોગકારા ને આત્મસાત કરવાનો હતો.

◆ ભારત પર હ્યુંએન્સંગના ઘણા ઉપકાર છે.

◆ નાલંદા નામની અતિ પ્રાચીન વિશ્વવિદ્યાલય આપણે ભૂલી ગયા છીએ.

◆ નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે. લ્હાસાના પોટલા પેલેસમાં અનેક ગ્રંથો બહુ સાચવીને રખાયા છે.

◆ બખાત્યાર ખીલજીએ નાલંદાની લાયબ્રેરીનો નાશ કર્યો તે વખતે અમુક સાધુઓ કેટલાક ગ્રંથો લઈને તિબેટ ભાગી ગયા હતા.

◆ તેમના આ ગ્રંથો છે. દિલ્હીનો લોહ્સ્તંભને હજુ કાટ લાગતો નથી તે નાલંદાના શાસ્ત્રોની થીયરીથી બનેલો છે.

◆ હજારો વર્ષ જુની આપણી વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયનો અદ્ભૂત નમુનો છે.
સાભાર :- અંકિત પરમાર

2 responses »

  1. ખૂબ સરસ. અભ્યાસપૂર્ણ લેખ. ફાહિયાન ૫ મી સદીમાં આવ્યો. આ બધા ચીની પ્રવાસીઓના શ્રમને કારણે જ આપણાં પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસ આપણને જાણવા મળ્યા છે. સંસ્કૃતમાં ચીનીમાં ચીનીમાંથી અંગ્રેજીમાં અનુવાદો થઈને.
    એચ. બી. વરિયા

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s