દસ્તાવેજ

Standard

••••••••••••••••••:દસ્તાવેજ:••••••••••••••
એક રાજપૂત ના જુવાન ને માથે આભ ફાટી પડ્યો છે….
(એક અદ્ભૂત વાત યાદ આવી છે,ગુજરાત..સૌરાષ્ટ્ર..અને કચ્છ ની સંસ્કૃતિ મા આ વાત યશકલગી સમાન છે..આ વાત ઊપર અનેક કથાઓ  કહેવાઈ છે ઘણા પ્રસંગો મા એનો ઊલ્લેખ કરવામા આવે છે…ફિલ્મો પણ બની છે…

પરંતુ ‘સ્વર્ગસ્થ શ્રી કાનજીભુટા બારોટ ના સ્વમુખે વર્ણવેલી વાત ખૂબજ મૌલીક તેમજ તળપદી ભાષા ના ઘરેણા સમાન છે…તેથી અહીં એમની જ શૈલી મા રજુ કરવી છે…

વાત લાંબી છે..એટલે કડીઓ સ્વરૂપે રજુ કરતો રહીશ..

વાત મા રસ જળવાઈ રહે એટલે મે મારી રીતે પ્રસંગો થોડા આગળ પાછળ કર્યા છે…

પરંતુ વાત નો મૂળ જે ભાવાર્થ છે..એને જાળવવાનો પુરો પ્રયત્ન કર્યો છે…છતા કોઈ ક્ષતી રહી જાય તો નાનોભાઈ ગણી દરગુજર કરજો..)
કચ્છ ના ‘નળીયા કોઠારા’ ગામ ની પાસરોટ(સીધીસટ) ની બજાર….ભાંતે..હાંતે…કીનખાબ ના પડદા લાગી રહ્યા છે…નળીયાકોઠારા ને તેદિ દોમદોમ સાહ્બી…અડધી દુનિયા હારે એનો વેપાર નો વહીવટ…
આ બજાર મા…જેની જાગીર વાણીયા ના મંડાણ મા છે એવા એક શેઠ ની બારણા ની બારસાખ ઝાલી ને…એક રાજપૂત નો જુવાન ઊભો છે…

પાઘડી બાંધી છે…લીરા લબડે છે…પહેરણ મા કોણીયું નીકળી છે…સુરવાળ મા ગોઠણ દેખાઈ છે…હજામત વધી છે…

એને જોઈ ને ‘હેમચંદ શેઠ’ બોલ્યા…

“આવો કેશુભા…”

આખા ગામ મા કોઈ કેશુભા ન કે…કોઈ કેશુ કહે કોઈ કેશુડો કહે…

વાણીયો છે ને…જીભે મીઠો હોય..

“હે….કેશુ’ભા..કેમ મોળા પડી ગ્યા છો..?”

“કાકા..મારા લગન આવે એમ છે..”

“લે….લગન આવે ઈ જુવાન નુ મોઢુ તો,પોરહાઈ ને તુંબડા જેવુ થઈ જાય..”

“મારા લગન જુદી જાતના છે”

“જુદી જાતના એટલે…કેશુભા…તમે ઊંધેમાથે પણવા જાશો…હીં…હીં….હીં…”

વાણીયા ની ખીખી..એ કેશુભા ને અકળાવી દીધા

“ઊંધેમાથે કોઈ પરણવા ન જાય…શેઠ મારા દિવસ ની ખબર છે ને..?”

“કાંઈ વાંધો નઈ..જોતુ કારવતુ લઈ જાજો દુકાન તમારી છે”

“ઈ..હારુ જ આવ્યો છું…મારા કાકાજી સસરા એ ઊતાવળ કરી છે…લગનપેટે મારે એક હજાર રૂપીયા જોઈ છે”

“ઈ…..મેળ નઈ આવે”

“અરેપણ હમણા તમે કહ્યુ જોતુકારવતુ…”

“જોતુકારવતુ અટલે..હળદર,મીઠુ,મરચુ,તજ,લવીંગ,સોપારી,એલશી,શ્રીફળ,ખાંડ,સાકર…..હીં…હીં…હીં…”

“શેઠ..મીઠુ મરચુ તો ગરીબ પાડોશી પણ વરા મા આપે…

ગામના છોકરા પરગામ રમવા ન જાય..એક હજાર રૂપિયા આપવા પડશે..મારી આખી જાગીર તમારે ચોપડે છે..”

“કેશુભા તપો છો શુકામ..?”

ત્રણ વખત કેશુભા એ માંગણી કરી…શેઠે ના પાડી..એટલે બાપદાદા ની વારી ની સજાવવાના પણ દોઢીયા(રૂપીયા) નોતા…એવી કાંખે જે તલવાર હતી…એ સડપ…ગાળાશી કરી…(મ્યાન માથી કાઢી)

“અરે…ત્તારી જાતનો..વાણીયો…!!!”
“હીં…હીં…હીં….અસલ…અસલ…અસલ..

તમારા બાપા આવા જ હતા…મારે એટલુ જ જોવુ’તુ…હીં…હીં…હીં…તલવાર મ્યાને કરો..મ્યાને કરો

ધરમ નુ ધરમ થઈ રે’શે…”

તલવાર મ્યાન કરાવી શેઠે કેશુભા ને પોતાની બાજુ મા બેસાડી દીધા…કેશુભા અડધો ઘડો તો પાણી પીઈ ગયા…
હેમચંદ શેઠે..ચોપડા મા ખાતુ પાડ્યુ…

‘કેશુભા…વિરોજી ઠાકોર..

તમારા પોતાના લગ્ન પેટે એક હજાર રૂપીયા વગર વ્યાજે આપુ છું…

મુસલમીન કો સુવર હૈ હિંદવાન કો ગાય…

દોનો રસ્તા છોડ કે,વો તો કાફર હોય સો ખાય..

પણ મારા એક હજાર રૂપીયા જ્યા સુધી જમા ન કરાવો..

ત્યા સુધી તમારી પરણેતર…એ તમારી બેન અથવા માં સમાન છે…’
“મારો મથ્થુ…”(સહી કરો)

“કાકા..બોવ ઊત્તમ વાત…મારી ઈજ્જત નો રાખનારો તું બન્યો…કબુલ છે”

‘લજ જો રખ તો જીવ રખ..લજ વીણ જીવ ન રખ..

છાયા માંગુ ઈતરો..રખ તો..દોઈ રખ…’
(ઈજ્જત અને જીવ બેઈ રહે તો જ જીવન ની કિંમત છે)
“શૈઠકાકા…મારુ પાણી રહ્યુ છે”

‘કાયા જાજો સાબદી,પણ નાક ન જાજો નખ..

પાણી જાજો પાવળુ,લોઈ હાલે ભલે લખ’

(લોહી ભલે વહી જાય પણ પાણી ન જવા દેજે..

પાણી એટલે ખુમારી…અસ્મિતા)
મિત્રો…આ દસ્તાવેજ સોના ચાંદી કે,માલ મિલકત અથવા સંપત્તિ નો નહોતો…આ તો,આબરૂ અને ખુમારી નો હતો..

ધર્મ અને સંસ્કૃતિ નો હતો…એ વાત મા આગળ શુ થશે…અને પહેલા શુ બની ગયુ હતું…એની વાતો આગળ ની કડી મા કરીશ…)

સંકલન…✍ભરત વ્યાસ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s